ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સુનિલ કોઠારી, Sunil Kothari


 

Dr. Sunil Kothariનૃત્ય આયોજક અને વિશેષજ્ઞ

તેમનો વિગતવાર પરિચય અંગ્રેજીમાં.

અંગ્રેજીમાં તેમની સાથેનો એક વાર્તાલાપ.

 

—————————————————————–

જન્મ

  • ૧૯૩૩

સંપર્ક

  • ૯૪, એશિયાડ વિલેજ, નવી દિલ્લી, ૧૧૦૦૪૯.
  • ફોનઃ +૯૧-૧૧-૨૬૪૯૮૮૨૩, ઈ-મેલઃ sunilkothari1933@gmail.com

કુટુંબ

  • માતા – ? , પિતા –  ?
  • પત્ની – ?;  સંતાનો – ?

અભ્યાસ

  • એમ. એ – ૧૯૬૪
  • પી. એચ. ડી, મ. સ. યુનિવર્સિટી ઑફ બરોડા – ૧૯૭૭
  • ડી. લીટ (નૃત્ય), રબિન્દ્ર ભારતી યુનિવર્સિટી – ૧૯૮૪

વ્યવસાય

  • હિસાબનીશ (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)
  • વિવેચક, ટાઇમ્સ ઑફ ઈન્ડીયા.
  • પ્રાધ્યાપક રવિન્દ્ર ભારતી યુનિવર્સિટી અને બાદમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી.

ડાન્સ ક્રિટીક એસોશિએશન દ્વારા પ્રદર્શિત તેમનાં વાર્તાલાપનો વિડિઓ.

તેમનાં વિષે વિશેષ

  • ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોવા છતાં નૃત્ય પ્રત્યે લગાવને લીધે શાસ્ત્રીય નૃત્યના લેખન-વિવેચન ક્ષેત્રે ઝંપલાવ્યું.
  • તેમણે ૧૫થી વધારે પુસ્તકો વિવિધ નાટ્ય શૈલીઓ જેવી કે ભરત નાટ્યમ, કથક, કુચીપુડી, ઓડિસી અને છાઉ નૃત્ય પર લખ્યાં છે.
  • દેશ વિદેશની વિવિધ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપ્યા અને નાટ્ય સભાઓમાં ભાગ લીધો.
  • કાલિદાસ સન્માન આપનાર પંચના સભ્ય અને ‘ફેસ્ટિવલ ઑફ ઈન્ડીયા’ તથા ‘ખજુરાહો નૃત્ય ઉત્સવ’ માં નૃત્યકારોના પસંદગીકાર.
  • તેઓ હાલમાં ‘વર્લ્ડ ડાન્સ એલાયન્સ’ ના ઉપ-પ્રમુખ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
  • તેઓ શ્રુતિ માસિક, નર્તનમ ત્રૈમાસિક અને narthaki.com માટે લેખો લખે છે.

સન્માન

  • તાજેતરમાં રણજિતરામ સુવર્ણચંદ્રકનું સન્માન.
  • ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા “પદ્મશ્રી” થી સન્માનિત – ૨૦૦૧.
  • સંગીત નાટક અકાદમી પારિતોષક – ૧૯૯૫.
  • લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવૉર્ડ, ડાન્સ ક્રિટીક એસોસિએશન, ન્યુયોર્ક.
  • ગુજરાતના રાજ્યપાલ દ્વારા ગુજરાત રાજ્યના સંગીત નાટક અકાદમી પુરસ્કાર.

રમણભાઈ પટેલ, RamanbhaI Patel


ઔષધ નિર્માણ ક્ષેત્રના શિરોમણિ.

તેમનો વિગતવાર પરિચય અંગ્રેજીમાં વાંચો.

તેમની કેટલીક રચનાઓ.


નામ

  • રમણભાઈ બી. પટેલ

જન્મ

  • ૧૯, ઑગસ્ટ, ૧૯૨૫. ગામ: કઠોર, તા: કામરેજ, જિ: સુરત, ગુજરાત.

મૃત્યુ

  • ૧૯, સપ્ટેમ્બર, ૨૦૦૧.

કુટુંબ

અભ્યાસ

  • રસાયણ શાસ્ત્રનો અભ્યાસ, એલ. એમ. કોલેજ ઑફ ફાર્મસી, અમદાવાદ.

વ્યવસાય

  • અધ્યાપક, એલ. એમ. કોલેજ ઑફ ફાર્મસી, અમદાવાદ.
  • ૧૯૫૨ – ‘કેડિલા’ના સ્થાપક અને માલિક.

તેમનાં વિષે વિશેષ

  • ઔષધ વિજ્ઞાન ક્ષેત્રે વિવિધ સંશોધનો.
  • ગુજરાતમાં ઔષધ વિજ્ઞાનના શિક્ષણ માટે બહુમૂલ્ય ફાળો આપ્યો.
  • ૧૯૮૮-૯૦ દરમિયાન ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોશિએસનનાં રાષ્ટ્રીય પ્રમુખ.
  • તેમનાં ૧૮૦ કાવ્યોનો કાવ્ય સંગ્રહ “પ્રતીતિ” પ્રકાશિત થયો છે.
  • ગુજરાતી ગીતોના સંગીત સંગ્રહ “હસ્તાક્ષર” માં તેમનાં કેટલાંક ગીતો સ્વર બદ્ધ થયાં.

સન્માન

  • ૧૯૭૩ – રાષ્ટ્રપતિ દ્વારા ‘ઈમ્પોર્ટ સબસ્ટીટ્યુશન’ પુરસ્કાર.
  • ૧૯૮૭ – પ્રો. એમ. એલ. શ્રોફ મેમોરિયલ રાષ્ટ્રિય પુરસ્કાર.
  • ૧૯૯૧ – ધી ગ્લોરી ઑફ ઈન્ડિયા પુરસ્કાર, વૉશિન્ગટન, અમેરિકા.
  • ૧૯૯૨ – ગ્રાહક સુરક્ષા પુરસ્કાર.
  • ૧૯૯૩ – આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રાય મેમોરિયલ ગોલ્ડ મેડલ.
  • ૧૯૯૪ – ધી એમિનન્ટ ફાર્માસીસ્ટ પુરસ્કાર.
  • ૨૦૦૦ – ગુજરાત બિઝનેસમેન ઑફ યર પુરસ્કાર.

શ્યામજી કૃષ્ણ વર્મા, Shyamji Krishna Varma


Shyamji_krishna_varma– તેમનાં જીવનનું પ્રેરણા સ્તોત્ર બનેલું હર્બર્ટ સ્પેન્સરનું વાક્ય,

“Resistance to aggression is not simply justified, but imperative” ~ Herbert Spencer.

અંગ્રેજી વિકિપીડીઆ પર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા.

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની વેબ સાઈટ પર રજૂ થયેલ તેમનું જીવન ચરિત્ર.

આવો જાણીએ… દેશના ક્રાંતિવીર અને કચ્છના ક્રાંતિતીર્થને – સાધના સાપ્તાહિકનો એક લેખ.

જામનગર આર્યસમાજની વેબસાઈટ પર તેમનાં વિષે એક લેખ.

——————————————————————————————–

નામ

  • શ્યામજી કૃષ્ણ નખુઆ

જન્મ

  • ૪ ઓક્ટોબર, ૧૮૫૭.  માંડવી, કચ્છ, ગુજરાત.

અવસાન

  • ૩૦ માર્ચ, ૧૯૩૦. જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ.

કુટુંબ

  • માતા – ગોમતીબાઈ, પિતા – કરસન ભાનુસાલી (નખુઆ)
  • પત્ની – ભાનુમતી

અભ્યાસ

  • પ્રાથમિક શિક્ષણ માંડવીમાં અને માધ્યમિક શિક્ષણ ભુજમાં.
  • મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં આગળનું શિક્ષણ અને મુંબઈમાં રહીને સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
  • બેચલર ઓફ આર્ટસ, ૧૮૮૩, ઓક્સફોર્ડ યુનિવર્સિટી.

વ્યવસાય

  • ૧૮૭૯ – ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના  સહાયક પ્રાધ્યાપક.
  • ૧૮૮૫ – મુંબઈ હાઈ કોર્ટમાં વકીલાતની શરૂઆત.
  • ૧૮૮૮ – રતલામ રાજ્યના દિવાન
  • ૧૮૯૩ – ૧૮૯૫ – મહારાજાની નિમણૂકથી ઉદેપુરના રાજદરબારી.
  • ૧૮૯૫ – ૧૮૯૭ – જૂનાગઢ રાજ્યના દિવાન.

તેમનાં જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટરી

Shyamaji

તેમનાં વિષે વિશેષ

  • ૧૮૮૧માં બર્લિન કોન્ગ્રેસ ઓફ ઓરિએન્ટાલીસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ૧૮૮૩માં રોયલ અશિયાટીક સોસાયટીમાં “ભારતમાં લેખનની ઊત્પત્તિ” વિષય પર પ્રશંસનીય ભાષણ આપ્યું.
  • તેમણે તેમનાં બધાં પૈસા, સમય, શિષ્યવૃત્તિ અને સાહિત્યિક શક્તિ ભારત માતાને નિસ્વાર્થભાવે સમર્પિત કર્યા અને જીવનભર જન્મભૂમિને અંગ્રેજોથી મુક્ત કરવા સેવા આપી.
  • ૧૯૦૫માં ભારતીય રાજનીતિમાં “ધી ઈન્ડીઅન સોશીઓલોજીસ્ટ” માસિકથી રાજકીય, સામાજીક અને ધાર્મિક સુધારણા માટે પહેલ કરી.
  • ૧૮૯૯માં બોઅર યુદ્ધમાં અંગ્રેજ સરકારનો સાથ આપવા બદલ ‘ગાંધીજી’ ની ટીકા કરી.
  • વિવિધ શિષ્યવૃત્તિની યોજના શરૂ કરીને ભારતીય વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું.
  • લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે “ઈન્ડીઆ હાઉસ” નામની હોસ્ટેલની સ્થાપના કરી.
  • એમની પ્રેરણાથી દેશને મેડમ ભીકાજી કામા, સરદારસિંહ રાણા, ક્રાંતીવીર વિનાયક સાવરકર, વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, હરદયાલજી, વગેરે ક્રાંતીવીર મળ્યાં જેથી તેઓ “ક્રાંતિગુરુ” તરીકે ઓળખાયા.
  • તેઓ મુંબઈ આર્ય સમાજના પ્રથમ સદસ્ય અને પ્રમુખ હતાં.

સન્માન

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ, Dr. Kishorbhai M. Patel


Kishor_patel

– “ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પ્રમાણિકતા ન છોડશો, ભગવાન તમારી મદદે જરૂર આવશે.”

 

– તેમનો બ્લોગ ‘શિક્ષણ સરોવર’.

તેમની વેબસાઈટ.

શ્રી. પી.કે.દાવડાએ બનાવેલ પરિચય

 

નામ

  • ડૉ.કિશોરભાઈ મોહનભાઈ પટેલ

 

જન્મ

  • ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૯.  “માસા”, ચીજગામ, જિ. નવસારી, ગુજરાત.

 

સંપર્ક

  • શ્રીમતી આઈ. એન. ટેકરાવાલા હાયર સેકેન્ડરી સ્કૂલ, પાલનપુર પાટિયા, રાંદેર રોડ, સુરત.
  • ફોન: ૦૨૬૧ – ૩૨૬૮૮૯૨, ૯૪, ૯૬. ઈ-મેલ: kp135stat@yahoo.co.in

 

કુટુંબ

  • માતા – ગંગાબેન, પિતા – મોહનભાઈ
  • પત્ની – સુમિત્રાબેન
  • સંતાનો- કૃપા અને કૃણાલ.

 

અભ્યાસ

  • ૧૯૭૧ – ધોરણ ૮ અને ૧૯૭૮ – નવી એસ. એસ. સી.
  • ૧૯૮૫ – એમ. કૉમ અને ૧૯૯૩ – એમ. એ., દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.
  • ૧૯૯૧ – એમ. એડ.(સુવર્ણ પદક) અને ૨૦૦૫ – પીએચડી., દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.

 

વ્યવસાય

  • શિક્ષક તરીકેની નોકરી પહેલાં ૧૫ વર્ષ માટે અન્ય નોકરી કરી.
  • ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક

 

તેમનાં વિષે વિશેષ

  • સાધારણ કુટુંબમાં જન્મ થયો હોવા છતાં મહેનત અને લગનથી નોકરી કરતાં કરતાં શિક્ષણ લીધું અને કુશળ શિક્ષક બની શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપ્યું.
  • ધોરણ ૧૦ થી ૧૨નાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સોફટ્વેર તૈયાર કર્યા.
  • સાહિત્યના શોખને લીધે ચાર પુસ્તકો પ્રકાશિત કર્યા.
  • રાજ્ય સરકાર પ્રેરિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં અમૂલ્ય યોગદાન.
  • તેમણે લખેલાં કેટલાંક કાવ્યો બદલ ગુજરાતના જાણીતાં નેતાઓ અને પ્રધાનોએ એમને અભિનંદન પત્રો લખ્યા છે.

 

સન્માન

એચ. એલ. ત્રિવેદી, Dr. H. L. Trivedi


HLTrivediવિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપાલન્ટ માટે જાણીતાં તબીબ.

– તેમનાં શૈક્ષણિક, વ્યવસાયિક જીવન અને પ્રકાશનોનો વિગતવાર હેવાલ

–  વિશ્વ કિડની દિવસે 50,000 નાગરિકોની નિઃશુલ્ક તપાસનું આયોજન.

–  ડૉ. એચ.એલ. ત્રિવેદીના માર્ગદર્શનમાં ૪૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટનો ર્રેકોર્ડ.

–   નેફ્રેટિસ નામક કિડનીને લગતાં રોગના ઉપચાર માટે સ્ટેમ સેલ પદ્ધતિ દ્વારા નિરાકરણ.

–  ડાયાબિટીસના દર્દીમાં સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન મેકિંગ અને રેગ્યુલેટરી સેલનું પ્રત્યારોપણ કરી દર્દીને ઇન્સ્યુલિન મુક્ત કરવાની શોધ.

#  કિડની મશીનનું ઉધાટન – એક ‘સરસ’ લેખ

# તેમના જીવન પર આધારિત નવલકથા વિશે લેખ ‘વેબ ગુર્જરી’ પર

# તેમના વિશેની એક સત્યઘટના – ડો શરદ ઠાકરની કલમે 

———————————————————————-

નામ

  • ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી

જન્મ

  • ૩૧ ઑગસ્ટ, ૧૯૩૨, ચરાડવા, તા. હળવદ, જી. સુરેન્દ્રનગર, ગુજરાત.

અવસાન

  • ૨, ઓક્ટોબર – ૨૦૧૯; અમદાવાદ

સંપર્ક

  • ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના (આઇ.કે.ડી.આર.સી), ઈન્સ્ટીટ્યુટ ઑફ ટ્રાન્સ્પ્લાન્ટેશન સાઈન્સિઝ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસરવા, અમદાવાદ – ૩૮૦૦૧૬.

 કુટુંબ

  • માતા – શારદા, પિતા – લક્ષ્મીશંકર ત્રિવેદી
  • પત્ની – શારદા (સુનિતા) એચ ત્રિવેદી; સંતાનો – ?

 અભ્યાસ

  • પ્રિ-મેડિકલ, ધરમેન્દ્ર સિંહજી કોલેજ, રાજકોટ. (૧૯૫૩)
  • એમ.બી.બી.એસ, બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ. (૧૯૬૩)
  • ઈ.સી.એફ.એમ.જી, (૧૯૬૩)
  • ૧૯૬૩ થી ૧૯૬૯ સુધી વિદેશોમાં વિવિધ તબીબી તાલીમ.

 વ્યવસાય

  • ૧૯૬૦ – ૧૯૬૨, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.
  • ૧૯૭૦ – ૧૯૭૭, અધ્યાપક અને સંચાલક, મેકમાસ્ટર યુનિવર્સટી, કેનેડા.
  • ૧૯૭૭ – ૧૯૮૧, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.
  • ૧૯૮૧ થી અધ્યાપક અને સંચાલક, ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ (IKDRC), અમદાવાદ.

 

ડૉ. એચ.એલ. ત્રિવેદીના કાર્યને દર્શાવતી એક ડોક્યુમેન્ટરી.

 

ડૉ. એચ.એલ. ત્રિવેદી સાથે સંવાદ.

 તેમના વિષે વિશેષ

  • કુશાગ્ર બુદ્ધિમતતા અને એકાગ્રતા સાથે દેશ-વિદેશમાં ભણતર લીધું તથા વ્યવસાયિક અનુભવ મેળવ્યો.
  • કુશળ પ્રબંધક, સંશોધક અને શિક્ષક. વિદેશ છોડીને વતન પરત આવી દેશ અને સમાજ માટે જીવન સમર્પણ.
  • તેમની આત્મકથા “Tryst with Destiny” નો અનુવાદ ડૉ. શરદ ઠાકરે  ગુજરાતીમાં ‘પુરુષાર્થ પોતાનો: પ્રસાદ પ્રભુનો’ પુસ્તક લખીને કર્યો.

સન્માન

સાભાર

આનંદીબેન પટેલ, Anandiben Patel


ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી.

ગુજરાત રાજ્ય સરકાની વેબસાઈટ પર તેમનો વિગતવાર પરિચય

તેમની વેબસાઈટ

વિકિપિડિયા પર

તેમની યુ-ટ્યુબ ચેનલ

——————————————————————-

જન્મ

  •  ૨૧ નવેમ્બર, ૧૯૪૧, ખરોડ, તા.વિજાપુર, જિ.મહેસાણા (ઉ.ગુ.)

અભ્યાસ

  •  એમ.એસ.સી.(૧૯૬૭), બી.એડ્.(૧૯૬૮), એમ.એડ્.(૧૯૭૬) – (સુવર્ણ ચંદ્રક)

સંપર્ક

  • ત્રીજો માળ, સ્વર્ણિમ સંકુલ-૧, નવું સચિવાલય, ગાંધીનગર-૩૮૨૦૧૦.

કુટુંબ

  • માતા – ?,  પિતા – જેઠાભાઈ
  • પતિ – મફતલાલ ; પુત્રી – અનાર, પુત્ર – સંજય 

વ્યવસાય

  • ૧૯૬૮ થી ૧૯૯૮ – મોહિનાબા કન્યા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન વિષયોના શિક્ષક અને આચાર્ય તરીકેનું યોગદાન.
  • ૧૯૯૪ થી ૧૯૯૮ – રાજ્યસભામાં સક્રિય સભ્ય.
  • ૧૯૯૮થી –  ગુજરાત વિધાનસભાના સભ્ય
  • ૨૨મી મે, ૨૦૧૪ થી –  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી. 

 

તેમના વિષે વિશેષ

  • ખેડૂત માતા-પિતા સાથે ભાઈઓ બહેનોનાં વિશાળ પરિવારમાં રહી વિષમતા સાથે શાળાકીય અભ્યાસ અને સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એમ.એસ.સી. અને એમ.એડ્. અનુસ્નાતકનો અભ્યાસ નોકરી તેમજ બાળકોનાં ઉછેરની બેવડી જવાબદારી સાથે કરી સુવર્ણ ચંદ્રક મેળવ્યો.
  • વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલા સશક્તિકરણ અને બાળકલ્યાણને લગતાં કાર્યો કર્યા.
  • હાલની ગુજરાત વિધાનસભાના એકમાત્ર મહિલા ધારાસભ્ય અને મહત્તમ કાર્યકાળ ધરાવતા મહિલા ધારાસભ્ય.
  • ૧૯૯૨માં ભારતીય જનતા પાર્ટીની ‘એકતા યાત્રા’ માં ગુજરાતમાંથી એક માત્ર મહિલા તરીકે કાશ્મીરના શ્રીનગરના લાલચોક ખાતે આંતકવાદીઓની ધમકી મળી હોવા છતાં વિષમ પરિસ્થિતિમાં ત્રિરંગો લહેરાવ્યો.
  • શિક્ષણ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઘણાં ક્રાંતિકારી સુધારા કર્યા.
  • ૫૦૦થી વધુ વસ્તી ધરાવતા તમામ ગામો કે પરાઓને રસ્તાઓથી જોડવાનું કાર્ય હાથ ધર્યું.
  • કુશળ વહીવટકર્તા તરીકે ગુજરાત માટે અમૂલ્ય પ્રદાન.

તેમનાં પર જાણીતી ન્યૂઝ ચેનલ દ્વારા બનાવેલ ડોક્યુમેન્ટ્રી

 સન્માન

  • ગુજરાત સરકારનો સાહસ અને શૌર્ય પુરસ્કાર.
  • ચારૂમતી બહેન યોદ્ધા પુરસ્કાર (જ્યોતિસંઘ, અમદાવાદ).
  • અંબુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય પુરસ્કાર (રાજપીપળા).

હીરજીભાઇ ભીંગરાડિયા, Hiraji Bhingradia


કૃષિ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપનાર, સજીવ ખેતીના નિષ્ણાત.

પ્રેરક સૂત્ર :

“પોતાનો વંશ ચાલુ રાખવાની પ્રબળ જિજીવિષા અનેક જીવોની જેમ વનસ્પતિમાં પણ કુદરતે મૂકેલી છે.”

સ્વ-પરિચય – તેમના બ્લોગ પર:

માહિતી સભર પરિચયઃ

તેમનાં પુસ્તકોની યાદીઃ

અન્ય બ્લોગ પર અંગ્રેજીમાં તેમનાં વિષે વધુ માહિતી મેળવો (The Perfect Farmer):

________________________________________________

લોકભારતી -સણોસરા દ્વારા પ્રકાશિત - તેમની આત્મકથાત્મક  ઈ-બુક  ( આ ચિત્ર પર ક્લિક કરો)

લોકભારતી -સણોસરા દ્વારા પ્રકાશિત – તેમની આત્મકથાત્મક ઈ-બુક ( આ ચિત્ર પર ક્લિક કરો)

સંપર્ક

  • “પંચવટી બાગ”, મુ. માલપરા; તાલુકો-ગઢડા [સ્વામીના] જિ. ભાવનગર – ૩૬૪૭૩૦.
  • +૯૧-૨૮૪૭-૨૮૩૬૨૧
  • panchvatibag@gmail.com
  • કૃષિ સ્નાતક [લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ- સણોસરા; B R S (Bachelor in Rural Studies) -૧૯૬૫ ]

    ગોદાવરીબેન ભીંગરાડિયા

    ગોદાવરીબેન ભીંગરાડિયા

જન્મ

  • ૨૦ સપ્ટેમ્બર, ૧૯૪૫. ચોસલા, તા.ગઢડા, જિ. ભાવનગર [હવે બોટાદ] , ગુજરાત.

અભ્યાસ

  •  ૧૯૬૫ –  કૃષિ સ્નાતક

કુટુંબ

  • માતા – દિવાળીબેન, પિતા – ભીખાભાઈ.
  • પત્નીઃ ગોદાવરીબેન
  • સંતાનો –  નીતિન, ભરત અને વનિતા

વ્યવસાય 

  • ખેતી, બાગાયત, ગોપાલન, ગ્રામસેવા ખેતીની શરૂઆત – 1965થી આજ સુધી.

 

 

 

 

 

 

 

તેમના વિશે વિશેષ

  • સ્નાતક પરીક્ષા પહેલાં દીલ્હીથી લેવાતી ‘રૂરલ ઈન્સ્ટીટ્યુટ’ની પરીક્ષામાં, ભારતની આવા અભ્યાસક્રમ ચલાવતી “બધી જ સંસ્થાઓમાં પ્રથમ વર્ગમાં પ્રથમ” અને ૧૯૬૫માં કૃષિ સ્નાતક થયા.
  • નોકરી માટે સારી એવી તકો હોવાં છતાં ખેતી કરવાનો નિર્ણય લીધો.
  • કૃષિ દ્વારા ગ્રામ પુનરુત્થાનનું માર્ગદર્શન આપનાર ગુરુજનો અને વડીલોનાં સ્વપ્નો સિદ્ધ કર્યા.
  • “પંચવટી બાગ” નામક વાડીની સ્થાપના અને ત્યાં કૃષિ ક્ષેત્રે અવનવાં સફળ પ્રયોગો.
  • કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વિચારક, વક્તા અને લેખક.
  • સામાજીક ક્ષેત્રે સેવાઓ ફરજ સમજીને કર્યા અને કૃષિ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન માટે ઘણાં બધાં પુરસ્કાર મળ્યા.
  • તેમનાં કાર્યમાં પત્ની ગોદાવરીબહેનના યોગદાનથી “કૃષિ દંપતી” તરીકે જાણીતા.

સન્માન 

  • અનેક એવોર્ડો અને પારિતોષિકો ( વધુ વિગત – તેમના બ્લોગ પર )

દિનેશ પાઠક, Dinesh Pathak


Dinesh Pathak

પ્રેરક સૂત્ર (સ્વરચિત)

” તમારું મનન એજ મારું કવન હો,
તમારી મુરતને નીરખતાં નયન હો! ”

મોત છોને આવતું, કદમ કદમ બઢાવતું;
ને જીંદગીના દંબદંબ, શ્વાસને રૂંધાવતું;
ભલે મળે. . .
દુઃખ દર્દ કેરો, એક કાંગરોયે તૂટશે;
તો માનશું કે જીંદગીમાં, મોત તો મરી ગયું.

( ૧૩ વર્ષની ઉમરે લખેલ પહેલું ગીત)

સ્વ-પરિચય – તેમના બ્લોગ પર 

મળવા જેવા માણસ – શ્રી. પી.કે.દાવડાનો સરસ લેખ

તેમનો બ્લોગ …….’તમારું મનન એજ મારું કવન હો

સંગીત સંગ્રહ (Music Album)

અહીંથી તેમની ઈ-બુક ડાઉનલોડ કરો
______________________________________________________

સંપર્ક

  • ૩, બિલ્ડકોન સ્કવેર, કલ્પવૃક્ષ કોમ્પલેક્ષની પાછળ, ગોત્રી રોડ, વડોદરા – ૩૯૦૦૨૩
  • ૯૧-૨૬૫-૨૩૫૩૨૯૮
  • dineshpathak@yahoo.com,

નામ

  •  દિનેશચંદ્ર દલસુખરામ પાઠક.

જન્મ

  • ૫ જુન – ૧૯૪૫;  લાછરસ, જિ. નર્મદા, ગુજરાત.

અભ્યાસ

  • ૧૯૬૮ –  બી.આર્ક (B.Arch), મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા

કુટુંબ

Dinesh_Pathak_2

તેમને અહીં સાંભળો

તેમના વિશે વિશેષ

  •  ૧૨ વર્ષની ઉંમરે ગામ અને માતા-પિતાને છોડી ધંધુકા (૧૯૫૭) અને વડોદરા (૧૯૫૮) અભ્યાસ
  •  ૧૩ વર્ષની ઉંમરે ગીતો લખવાનો શોખ જન્મ્યો અને શરૂઆત જ ‘મોત‘ પર લખેલા કાવ્ય, “મોત છોને આવતું, ક્દમ ક્દમ બઢાવતું” થી થઈ.
  • કારકિર્દીની શરૂઆતમાં કેટલાંક જાણીતા આર્કિટેકટ્સને ત્યાં કામ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આર્કિટેક્ટ અને મ.સ. યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી.
  • ૧૯૭૨-૭૩ -ફરીથી ગીતો લખવાની શરૂઆત. લગભગ ૬૦૦ જેટલાં ગીતો લખ્યા.
  • પૂ. પાંડુરંગ આઠવલે પ્રેરિત ‘સ્વાધ્યાય’ પ્રવૃત્તિમાં જોડાયા બાદ ભારતના ૨૦૦ જેટલા ગામડાંઓ અને શહેરોમાં પ્રવચનો દ્વારા ઘર્મ અને સંસ્કૃતિના પ્રસરણનું યોગદાન
  • જાણીતાં ગાયકો સુરેશ વાડકર, મનહર ઉધાસ અને અનુરાધા પૌડવાલે તેમનાં ગીતોને સ્વર આપ્યો છે.
  • National Assocition of Student of Architecture (NASA)ના વાર્ષિક મિલનોમાં વિદ્યાર્થીઓ સાથે ભારતની વિવિધ વિશ્વવિદ્યાલયોમાં જઈને મ.સ. યુનિવર્સિટી માટે પારિતોષકો જીત્યા છે.
  • સ્વાસ્થ્ય કારણોસર ૨૦૦૩ માં સ્વાધ્યાય પ્રવૃત્તિ છોડ્યા બાદ હાલમાં મુખ્યત્વે વડોદરામાં લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, સિનીયર સિટિઝન્સ ગ્રુપ, સાંઈ પરિવાર, અવધૂત પરિવાર, દિવ્ય જીવન સંઘ તથા અન્ય સંગઠનો દ્વારા પ્રવચનો ગોઠવાય છે.
  • કાશી ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા એક સંગીત સંગ્રહ

રચનાઓ 

  • ધાર્મિક –  ષોડશ સંસ્કાર, શ્રી કૃષ્ણ માધુર્ય, શિવ દર્શન, सत्यं परं धीमहि।,  પ્રભુ લીધો મેં પંથ તારો,  વંદના તુજને હજો
  • પ્રેરણાત્મક – દ્રષ્ટાંત ગીતા ભાગ ૧ , ૨, ગીતા નિર્ઝરી
  • અન્ય – શુભ વિવાહ,  ધરતીના દેવ
%d bloggers like this: