ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: અવનવું

આજની વ્યક્તિવિશેષ


વડોદરાના તરવરતા યુવાન, શ્રી.  નિર્મલ પાઠકે એક સરસ કામ કર્યું છે.

Nirmal_Pathakપોતાના બ્લોગ પર અનેક જાણીતી વ્યક્તિઓની જન્મ તારીખો કાયમી રીતે મળતી રહે એમ રજુ કરી છે; અને જેમ જેમ માહિતી મળે; તેમ તેમ તે ઉમેરતા રહે છે.

આ ચિત્ર પર ' ક્લિક ' કરી, ત્યાં પહોંચી જાઓ.

આ ચિત્ર પર ‘ ક્લિક ‘ કરી, ત્યાં પહોંચી જાઓ.

ગ્રામમાતા ; ભાગ -૨


    આજે ૨૬મી જાન્યુઆરીએ – ‘કલાપી’ના જન્મ દિવસે કલાનિકેતન – રાજકોટ દ્વારા સ્વરબધ થયેલ રચના ‘ગ્રામમાતા’  વિડિયો સ્વરૂપે રજુ કરતાં આનંદની લાગણી થાય છે.

આભાર…

•સૂર સિંહજી તખ્તસિંહજી ગોહેલ-’કલાપી’
•વિકિસ્રોત
•શ્રી. માવજીભાઈ મુંબાઈવાળા
•કલાનિકેતન – રાજકોટ
•ડૉ. ભરત પટેલ- સંગીત
•નિગમ ઉપાધ્યાય – સ્વર
•પ્રીતિ ગજ્જર – સ્વર
•મનસૂર વાલેરા – સ્વર
અને એક સરસ સમાચાર…
શ્રી. રાજેશ પટેલે ‘કલાપી’ને ‘ફેસબુક’ પર તખ્તનશીન કર્યા છે.

આ ચિત્ર પર 'ક્લિક' કરી 'ફેસબુક' પર કલાપીનો અઢળક ખજાનો માણો

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ‘ફેસબુક’ પર કલાપીનો અઢળક ખજાનો માણો

આ ખજાનો એટલો તો ભરચક છે કે, એને માણતાં થાકી જવાય.

પણ એમાંથી બનાવેલી ક્લાપી -પરિચયની ફાઈલ આ  રહી.

અને કલાપીનો ટુંક પરિચય આ રહ્યો.

‘ગ્રામમાતા’- કલાપી- નવા સ્વરૂપમાં


       સ્વ. સૂરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ( કલાપી) ની અમર રચના ‘ગ્રામમાતા’ હમ્મેશ ગુજરાતી કવિતાના ચાહકો માટે એક ઘરેણાં જેવી રહી છે.

'કલાપી'ના પરિચય માટે આ ચિત્ર પર 'ક્લિક' કરો.

‘કલાપી’ના પરિચય માટે આ ચિત્ર પર ‘ક્લિક’ કરો.

       આમ હોવાનું એક કારણ એ કે, એ રચનામાં ગુજરાતી ભાષાના બહુ જ જાણીતા છ છંદો વપરાયા છે.

      એક કાળે એ છંદોમાં હાથ અજમાવવા મન થયું હતું; અને નેટમિત્ર શ્રી. જુગલકિશોર વ્યાસે એ શીખવાડવાના ક્લાસ શરૂ કર્યા હતા. …… અહીં.

       હવે આ બહુ જ ગમતીલી રચના વિડિયો રૂપે અહીં માણો…

         આ વિડિયોમાં કવિતાના શબ્દો તો છે જ; પણ સાથે એ છ છંદોનો પરિચય અને તેમના પર આધારિત કવિતાની પંક્તિઓ અને સંસ્કૃત શ્લોકોનો પાઠ પણ છે.

આભાર દીકરી ઋચાનો અને…..

Gram_Mata_7 Gram_Mata_2

        આખા પ્રયત્નમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે શ્રી. માવજીભાઈ મુંબાઈવાળાનો પણ ખુબ ખુબ આભાર.

        જો કોઈ વાચક પરવાનગી મેળવી આપે તો…….

     આ વિડિયોના બીજા ભાગમાં રાજકોટની ‘કલાનિકેતન’ સંસ્થાના મોભી ડો. ભરત પટેલ અને તેમના કલાકાર સાથીઓ દ્વારા સંગીત / સૂર બદ્ધ કરાયેલ આ રચનાનું રેકોર્ડિંગ મૂકવા ઇચ્છા છે. આશા રાખીએ કે, એ શક્ય બનશે.

ગુ.પ્ર.પ.ની લઘુ વિડિયો આવૃત્તિ – એક નવો પ્રયોગ


જીવનચરિત્રો લખવાની/ માણવાની પણ એક મજા હોય છે.

એ મજા એક સાવ નવા પ્રકારે, સાવ સંક્ષિપ્ત લેબાસમાં રજુ કરવા એક પ્રયાસ.

આ રહ્યો….

gpp_video

તમારી જિજ્ઞાસા સંતોષવી છે?


ઘણી વખત ( ખાસ તો બાળકોને અને કિશોરોને) સવાલો થાય-

આ ચીજ કેવી રીતે કામ કરતી હશે?

આ ચીજ કોણે શોધી?

હવે નવું શું આવી રહ્યું છે?

મને — પ્રશ્ન મુંઝવી રહ્યો છે –  કોને પુછું?

એ બધાનો જવાબ હવે મળવાનો છે…..’ અહીં ‘પ્રયોગ ઘરમાં’

[ તરવરતા યુવાન મિહીર પાઠક અને હિરેન મોઢવાડિયા પાસેથી જ તો.]

મિહીર પાઠક

મિહીર પાઠક

હિરેન મોઢવાડિયા

હિરેન મોઢવાડિયા

અને લો એક સેમ્પલ આ રહ્યું…..

ચિત્ર પર 'ક્લિક' કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે - તે જાણો.

ચિત્ર પર ‘ક્લિક’ કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે – તે જાણો.

ગઈકાલનું સુરત


સાભાર – શ્રી. નરેશ કાપડિયા અને પરભુલાલ ભારડિયા

ઐતિહાસિક નગર સુરતની કેટલીક યાદગાર જૂની તસ્વીરો

ચિત્ર પર 'ક્લિક' કરો અને પી.ડી.એફ. ફાઈલ ડાઉનલોડ કરો.

ચિત્ર પર ‘ક્લિક’ કરો અને પી.ડી.એફ. ફાઈલ ડાઉનલોડ કરો.

ગુજરાતી શીખો


સાભાર – શ્રી. મનીશ પાંચમતિયા

‘ગુજરાતી પ્રતિભા પરિચય’ પર આ શીખવવું પડે? !

પણ….

     આ માહિતી તમારા શિક્ષણ માટે નથી. જો તમારાં કે તમારાં બાળકોનાં બાળકો વિદેશમાં કે દેશના અન્ય રાજ્યમાં જન્મ્યા હોય; અને તેમને ગુજરાતી વાંચતા કરવા હોય તો એક સરસ વેબ સાઈટ આ રહી.

નીચેના  ચિત્ર પર ‘ક્લિક’ કરો અને ત્યાં પહોંચી જાઓ.

BAPS  સંસ્થાને આટલી સરસ વેબ સાઈટ બનાવવા માટે હાર્દિક અભિનંદન.

learn_guj
અને ઈન્ટરનેટ વિના કોમ્યુટરમાં જ શીખવવું હોય તો, નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરી ફાઈલ પણ ડાઉનલોડ કરી શકો છો.

અમદાવાદની પોળો


સાભાર

  • ડો. રાજેન્દ્ર ત્રિવેદી

મૂળ સ્રોત

  • દિવ્ય ભાસ્કર ; ૧૭, જુલાઈ-૨૦૧૩

અ’વાદની ઓળખ પોળોનું અતથી ઈતિઃ

એક ક્લિકમાં સંપૂર્ણ માહિતી!

This slideshow requires JavaScript.

અમદાવાદ એટલે ગુજરાતનુંહાર્દ. ને અમદાવાદનું હાર્દએટલે તેની પોળો.અમદાવાદના અસ્તિત્વનીઓળખ એટલે પોળો.આંબલીની પોળ હોય કેઅર્જૂનલાલની પોળ, રતનપોળ હોય કે રાજા મહેતાનીપોળ, અમદાવાદની દરેકપોળમાં અમદાવાદનું હૃદયધબકે છે.

આ શહેર અંગે સારૂ-નરસુગમે તે કહેવાતું હોય પણ ખરાઅમદવાદને ઓળખવું હોયતો ચોક્કસ પોળમાં રહેવું પડે.

પોળની સંસ્કૃતિ, તેની આકૃતિને ત્યાં વસતા લોકોનાહૃદયમાં તમને મળનારી સ્વિકૃતિ એ અમદાવાદની સાચી ઓળખ બની રહેશે.

અમદાવાદના ઘરેણા સમીઆ પોળો એ માત્ર કોઈ એકશહેર પુરતી, રાજ્ય પુરતી કેરાષ્ટ્ર પુરતી મહત્વ નથી ધરાવતી. યુનોએ અમદાવાદ શહેરની પોળોને ‘લિવિંગ હેરિટેઝ’ તરીકે નવાજી તેનું મહાત્મ્ય ગાન કર્યું છે.

પોળોનું ઉદ્દભવસ્થાન ઉત્તર ગુજરાત હોવાનું માનવામાં આવે છે.

 પાટણમાં પોળને ‘પાડા’ કહેવામાં આવે છે. અમદાવાદ વસ્યું તે પહેલાંપાટણ વસેલું હતું. બાદશાહ અહમદશાહે અમદાવાદની સ્થાપના કરી તે સમયે શરૂઆતમાં જે પોળમાં રહેવાનું મુહૂર્ત કર્યું, તે પોળ ‘મુહૂર્તપોળ’ તરીકે ઓળખાવા લાગી. હાલમાં માણેકચોક વિસ્તારમાં હાલમાં મુહૂર્તપોળ આવેલી છે. જોકે, મુસ્લિમ તવારીખમાં તેનું કોઈસમર્થન જોવા મળતું નથી. આવી જ રીતે આસમાની-સુલતાની કાળની પોળોની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

સાબરમતી નદી કિનારે ૧૫મી સદીમાં અહમદશાહ નામના બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું. એક સમયે આ શહેર ભારતનું સર્વશ્રેષ્ઠમનાતું હતું. અમદાવાદની સેંકડો પોળો જૂના ઈતિહાસની સાક્ષી આપતી આજે પણ મોજૂદ છે. કેટલીક પોળો તો પાંચસો વર્ષ જૂની છે!

આ પોળો બાંધવા પાછળ તેના એક વખતની સુલતાની કલ્પનાશક્તિ અને તેનું ભેજું રહેલું છે.

આ પોળની રચના જ એવી રીતે કરવામાં આવી છે કે ૧૭૦૦થી ૧૮૧૮ની સાલ સુધી અમદાવાદ પર આવેલી રાજકીય, આર્થિક કેકુદરતી આંધીઓ શહેરને તારાજ કરી શકી નથી. ત્યારબાદ પણ ૧૮૧૯માં ધરતીકંપ થયો, ૧૮૬૮, ૧૮૭૫, ૧૯૨૭ અને ૧૯૭૧ માં પૂરઆવ્યા, ૧૮૭૭માં ભયાનક આગ લાગી, ૧૮૯૯ની સાલમાં ભયાનક દુકાળ પડ્યો, ૧૮૯૬થી ૧૯૦૭ના સમયગાળા દરમિયાન પ્લેગનોચેપી રોગ ફેલાયો. ૧૯૧૮માં ફ્‌લુની બીમારી ફેલાઈ છતાં આ બધી કુદરતી આફતો અમદાવાદ શહેરને તારાજ ન કરી શકી. બદલામાંબ્રિટિશ શાસનકાળ દરમિયાન આ શહેરે કેટલીક શહેન શાહી રસમો પણ અપનાવી લીધી.

અમદાવાદની પોળોની એવી તે શી વિશિષ્ટતા હશે કે આ ખીચોખીચ વસ્તી ધરાવતી અને એકબીજાની અડોઅડ ઊભાં રહેલા કાચા-પાંકા મકાનોવાળી પોળ આજે પણ અડીખમ છે. તેમજ વર્ષો જૂની પ્રણાલિકાને સાચવી રાખી છે.

પખાલી, પિંજારા, ચુનારા, સાળવી, પટવા, મોઢ, ભાટ, મહેતા, નાગર, માળી કે ધોબી વગેરે જાતિ-ઉપજાતિ પોતપોતાની જગ્યાએસ્થાપિત થઈ અને તે જ નામે પોળ ઓળખાઈ. જેમ કે પખાલીની પોળ કે પટવા પોળ વગેરે. પોળોનાં નામકરણમાં કેટલીક વ્યક્તિઓનોફાળો નાનો-સૂનો નથી.

જેઠાભાઈ, લાખા પટેલ, આકાશ શેઠ, હાજા પટેલ, કાનજી દિવાન, રાજા મહેતા, ધના સુથાર, હિંગોળક જોષી,ઘાશીરામ, જાદા ભગત, નવતાડ પઠાણ, ઘુસા પારેખ વગેરે નામો પોળના કે સમાજના વડા કે પોળ વસાવનારાનાં નામ ઉપરથી પોળો જાણીતી થઈ હશે.

શહેરની પોળના ઘરનું સ્થાપત્ય કે બાંધણી ઉત્તર ગુજરાતનાં ઘરો જેવી છે. પોળનું ઘર ‘ખડકીબંધ’ ઘર હોય છે. ઘરની બહારની બાજુએઓટલો જોવા મળે. મુખ્ય દરવાજા પછી ઢાળિયું આવે, જ્યાં ખાટલા જેવી વસ્તુઓ મૂકવા માટે કામમાં આવે. પછી હવા-ઉજાસ માટેખુલ્લી જગ્યા ‘ચોક’ આવે.

વરસાદનું પાણી અહીંયા પડે. પછી પરસાળ આવે જેને લોકો ‘માંડી’ કહે છે.માંડી પછી વચ્ચેનો ઓરડો આવે,જેમાં પાણિયારું હોય. માંડીની બાજુમાં બેઠા બેઠાં રાંધી શકાય તેવો ચૂલો હોય અને ધૂમાડો બહાર નીકળી જાય તેવું ધુમાડિયું જોવા મળે.છેલ્લે અંદરનો ઓરડો આવે. છેલ્લી દિવાલે ભીતમાં હવા-ઉજાસ માટે બે નાનાં જાળિયાં હોય.

સુખી ઘરોમાં અને નાગરનાં ઘરોમાં હિંચકોજોવા મળે. ઘરનાં બારણાં અને તેની બારસાખ ઉપર કોતરણી જોવા મળે. બારસાખને ટોડલો અને બાજુમાં ગોખ હોય. નાના ગોખ દીવામૂકવા માટે વપરાતા. વચલા ઓરડામાં મોટા ગોખ વસ્તુઓ મૂકવા માટે વપરાતા.

લખેલું સાંભળો


લખાણ હવે સાંભળી પણ શકશો!

       જો કે, આ વાત એકદમ નવિન તો નથી જ. ‘સ્પીચ રેકગ્નિશન’ અને ‘ટેક્સ્ટ ટુ સ્પીચ કન્વર્ઝન’ તો ઘણા વખતથી ઉપલબ્ધ છે જ. જી.પી.એસ.માં તો એ ઘણા વખતથી આપણે વાપરતા જ આવ્યા છીએ. પણ આ તો ઘણી  બધી ભાષાઓમાં …અને સાવ હાથવગું.

You type, she/he talks
write in anything
She/He will say anything you type.
When you move the mouse around, her/his eyes follow the pointer.
When you write something in the left space and then click on “Say it,” she/he says it!
You can also change persons doing the talking and the language they speak.

TS_VP

આ વેબ સાઈટ પર જવા માટે….અહીં ‘ક્લિક’ કરો

અંગ્રેજીમાં કોઈક વાક્ય ટાઈપ કરીને મુકો અને પછી, તે સાંભળો.

આમ તો આ ડેમો સાઈટ જ છે; આથી લાંબું લખાણ સાંભળી નહી શકો. પણ એ માટેની   સેવા પણ ઉપલબ્ધ છે.

    આ બ્લોગ પર આ માહિતી આપવાનું કારણ એ કે, આવો સોફ્ટવેર ગુજરાતી ભાષામાં બનાવવાનું બીડું તજજ્ઞો ઝડપે તો અંધજનો માટે એક બહુ જ મોટી સવલત ઊભી થઈ શકે.

—–

સાભાર – શ્રી. વિનોદ પટેલ

M – ગુજરાત વિશે સવાલ જવાબ

%d bloggers like this: