દરેક ગુજરાતી જણ અભ્યાસકાળમાં આ બાબત ભણેલો છે. જો કોઈએ આ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કર્યો હોય, તો તેને ઘણા વધારે ઊંડાણથી અભ્યાસ કરવાની તક મળતી હોય છે. અમુક વીરલા પણ છે જ, જે આ બાબતમાં તજજ્ઞ બનવાનું પોતાનું જીવનનું લક્ષ્ય નક્કી કરતા હોય છે , અને તેને વળગી રહે છે. એ વીરલાઓને સો સલામ.
પણ… સામાન્ય માણસને જ્ઞાત ઈતિહાસ ગુલામી કાળમાં લખાયેલો હતો. આઝાદી પછી પાઠ્ય પુસ્તકોમાં નવી ઘટનાઓ ઉમેરાઈ હતી, પણ જૂની તવારીખમાં ભાગ્યે જ કોઈ સુધારા કરવામાં આવ્યા હતા. વળી શાળા ક્ષેત્રે સ્વાભાવિક રીતે બહુ વિસ્તાર અને ઊંડાણથી અભ્યાસ સામગ્રી ન જ રાખી શકાય.
પણ જે કોઈ ગુજરાતીને આ બાબત વધારે ઊંડાણમાં જવાની તમન્ના જાગે તો, તેણે પુસ્તકાલયમાં જઈ એને લગતા દળદાર ગ્રંથોમાં ડુબકી મારવી પડે. સામાન્ય માણસને ભાગ્યે જ આ માટે સમય કે તક મળી શકે. વળી આ બાબતનું મોટા ભાગનું સાહિત્ય અંગ્રેજીમાં જ હોય છે.
સદભાગ્યે ગુજરાતી સાહિત્યની આ ખોટનો હવે અંત આવ્યો છે.
આ લખનારને વેબ ગુર્જરી પર લેખો વાંચતાં આ બાબત વધારે જાણકારી આપતા લેખોની જાણકારી થઈ. આકાશવાણી – દિલ્હીના ગુજરાતી વિભાગના નિવૃત્ત વડા અને નેટ મિત્ર શ્રી. દિલીપ ધોળકિયાએ આ લેખો, અત્યંત જહેતમતથી લખ્યા છે. [ અહીં ક્લિક કરો. ] એમાંથી એક નાનકડું ટાંચણ –
ભોપાલ નવાબ હમીદુલ્લાહ અને માઉંટબૅટન મિત્ર હતા. એમણે હમીદુલ્લાહને સમજાવવા પ્રયત્ન કર્યો કે ભોપાલ પાકિસ્તાનમાં જશે તો રમખાણો ફાટી નીકળશે. નવાબે ખુલાસો કર્યો કે જિન્નાએ એમને એક પ્રાંતના ગવર્નર અને પોતાના ઉત્તરાધિકારી તરીકે પણ નીમવાનું વચન આપ્યું છે. અંતે જો કે,એણે ભારતમાં રહેવા માટે સહી કરી આપી પરંતુ એની જાહેરાત દસ દિવસ સુધી ન કરવા આગ્રહ રાખ્યો. સરદાર પટેલ આના માટે તૈયાર થઈ ગયા. આ દસ દિવસ દરમિયાન જિન્નાએ એમને કંઈ જ ન આપ્યું અને અંતે ભોપાલ ભારત સંઘમાં જોડાતું હોવાની જાહેરાત થઈ ગઈ.
ત્રાવણકોર રાજ્યે (આજનું કોચીન) ૨૫મી જુલાઈએ સ્વાધીન થવાના નિર્ણયની જાહેરાત કરી. ત્રાવણકોર શિક્ષણ અને ઉદ્યોગમાં સમૃદ્ધ રાજ્ય હતું. એના થોરિયમના ભંડારોનો ઉપયોગ કરવા દીવાન સર સી. પી. રામસ્વામી અય્યરે એક અમેરિકન કંપની સાથે સમજૂતી કરવાની તૈયારી કરી લીધી હતી. એમને લાગતું હતું કે ભારત સાથે જોડાવાથી ત્રાવણકોર પછાત થઈ જશે. સર સી. પી. ને ગાંધીજી અને કોંગ્રેસ સામે પણ વાંધા હતા, એટલે માઉંટબૅટને સરદાર પટેલ પર વધારે ભરોસો કરવો જોઈતો હતો. ગાંધીજી માટે એમનું કહેવું હતું કે એ સૌથી જોખમકારક સેક્સનો ભૂખ્યો માણસ છે. એમનો ખ્યાલ હતો કે ગાંધી નહેરુને જ ટેકો આપવાનો આગ્રહ રાખશે તો બે વરસમાં નહેરુની નેતાગીરી હેઠળની કોંગ્રેસ તૂટી પડશે.
જો કે માઉંટબેટને એમને જાણ કરી દીધી કે રાજા સામે આંદોલન ચલાવવા માટે ડાલમિયાએ ત્રાવણકોરમાં કોંગ્રેસને પાંચ લાખ રૂપિયા આપ્યા છે. ખરેખર જ આંદોલન સતેજ બન્યું અને એક વાર સર સી. પી. પર જ હુમલો થયો. અંતે ત્રાવણકોરે ભારતમાં ભળવાનો નિર્ણય કરી લીધો.
આમ ૧૫મી ઑગસ્ટે ભારત આઝાદ થયું ત્યારે તખ્તો તૈયાર હતો અને એનો યશ સરદાર વલ્લભભાઈ, એમના સેક્રેટરી વી. પી. મેનન અને એમના ત્રીજા મહત્ત્વના સાથી માઉંટબૅટનને ફાળે જાય છે. માત્ર જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરનો ઉકેલ શોધવાનો રહ્યો હતો.
પરંતુ આ તબક્કે તો ભારતની આઝાદીને આડે એક અઠવાડિયું પણ નહોતું રહ્યું.
ગુજરાતી રંગભૂમિના હાલના ચાહકોને કદાચ ખબર નહીં હોય કે આના પાયામાં પારસી રંગભૂમિનો મહત્વનો ફાળો છે. ભલે સાંપ્રત સમયમાં પારસી રંગભૂમિ લગભગ લુપ્ત થઇ ગઈ છે પણ એક સમય હતો જયારે તેની બોલબાલા હતી. આ રંગભૂમિ સન ૧૮૫૦થી ૧૯૩૦ સુધી બહુ જ કાર્યરત હતી.
આમ તો આ રંગભૂમિ ભારતીય રંગભૂમિની સ્થાનિક લોકકળા અને યુરોપિયન તકનીકીનું મિશ્રણ હતું અને તેનો ઉદ્દેશ મૂળ તો અંગત મનોરંજનનો હતો. આ થિયેટર ગ્રુપ ભારતના પશ્ચિમ ભાગમાં વસેલા પારસીઓ દ્વારા બનાવાયું હતું જેણે આગળ જતા વ્યાવસાયિક રૂપ ધારણ કર્યું. આને કારણે કહેવાય છે કે ન કેવળ ભારતીય રંગભૂમિનો પણ બોલીવુડનો પાયો પણ નખાયો. બાદમાં તે હરતી ફરતી રંગભૂમિના સ્વરૂપે અન્ય સ્થળોએ પણ જવા લાગી. આગળ જતાં કેટલાક પારસી નિર્માતા ફિલ્મક્ષેત્રે દાખલ થયા જેને કારણે ફિલ્મ જગતમાં તેમનું આદાન થવાથી પારસી રંગભૂમિની ખ્યાતી ઘટવા લાગી. પરંતુ આઝાદી પછી ૧૯૫૦મા તેનું પુનરૂત્થાન થયું.
૧૮૫૦માં મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ પારસી નાટક મંડળી સ્થાપી અને શેક્સપિયરનાં નાટકો ભજવવા લાગ્યા. તેમનું પહેલું નાટક હતું ‘રુસ્તમ અને સોહરાબ’. ૧૮૬૦ સુધીમાં આવા લગભગ ૨૦ પારસી ગ્રુપ શરૂ થયા.
ઈતિહાસ પ્રમાણે પ્રથમ પારસી નાટકની ભજવણી મુંબઈમાં થઇ હતી જે તે વખતના જાણીતા પારસી સજ્જન સર જમસેટજી જીજીભોયાએ પ્રસ્તુત કર્યું હતું. તે વખતમાં મુંબઈમાં બે થિયેટર મશહૂર હતાં – બોમ્બે થિયેટર અને ગ્રાંટ રોડ થિયેટર. પારસી નાટકોમાં રમુજને મહત્વ અપાતું.
૧૮૫૩મા અવેતન કલાકારો દ્વારા શરૂ થયેલી આ પ્રવૃત્તિ પછીથી વ્યાવસાયિક બની ગઈ. આગળ જતાં ઘણા ગ્રુપ થવા લાગ્યા અને તેને કારણે પ્રેક્ષકોમા પણ વધારો થતો રહ્યો. આ પ્રેક્ષકો સામાન્ય રીતે મધ્યમ વર્ગનાં હતા. વળી મહિલાઓ માટે ખાસ પ્રયોગ યોજાતા હોવાથી પણ પારસી નાટકોની લોકપ્રિયતા વધતી.
આ રંગભૂમિનું આગળ પડતું પ્રદાન હતું ભારતમાં પાશ્ચાત્ય નાટકોની શૈલી. શરૂઆતમાં તેઓ બ્રિટીશ નાટ્યકારોએ લખેલા નાટકો ભજવતા પણ સમય જતાં તેમણે ભારતીય પ્રેક્ષક્ગણનો રસ જોઈ આ અંગ્રેજી નાટકોના ભારતીય ભાષાઓ જેવી કે ઉર્દુ, હિન્દી, ગુજરાતીમાં અનુવાદ કર્યા અને ભજવ્યા.
આગળ જતાં પારસી દિગ્દર્શકોએ ઉર્દુ અને હિન્દી સાહિત્યમાંથી નાટકો ચૂંટ્યા અને ભજવ્યા કારણ તે વખતના હિંદુ અને મુસ્લિમ પ્રેક્ષકોમાં ઉર્દુ સાહિત્ય લોકપ્રિય હતું. તે વખતે મુસ્લિમ વાર્તાઓમાં આવતા પાત્રો જેવા કે પરીઓ, રાજકુમારીઓ, રાક્ષસો અને જાદુગરો અંગ્રેજી ભાષાના ભૂતપ્રેતથી વધુ આકર્ષક હતાં.
ત્યાર પછી હિંદુ પ્રેક્ષકોનાં સંતોષ ખાતર તેઓ હિન્દી અને સંસ્કૃત વાર્તાઓ તરફ વળ્યા. પારસી નાટક કંપનીઓએ હરિશ્ચન્દ્ર, મહાભારત, ગોપીચંદ, રામલીલા અને ભક્ત પ્રહલાદ જેવી વાર્તાઓ પરથી નાટકો લખાવ્યા અને ભજવ્યા. આ નાટકોના સ્વરૂપ જુદી જુદી વિચારસરણીવાળા હતા જેવા કે પર્સિયન શાહનામા, સંસ્કૃત ભાષાનું મહાભારત, અરેબિક ભાષાનું અરેબિયન નાઈટ્સ, શેક્સપિયરની કરુણાંતિકાઓ અને પ્રહસનો અને વિક્ટોરિયન ભાવાનોત્તેજક વાર્તાઓ.
પારસી રંગભૂમિએ પૂર્વની ઘણી લાક્ષણિકતાઓ જેવી કે સંગીત, માઈમ અને રમૂજી અંતરવિરામ(interlude)નો સમાવેશ કર્યો હતો. આમ પારસી રંગભૂમિએ એક નવો ચીલો ચાલુ કર્યો જે ન તો પાશ્ચાત્ય રંગભૂમિ કે ન તો પૂર્વની રંગભૂમિ ઉપર રચાયો હતો. આમ મિશ્રિત પ્રયોગોને કારણે ભારતીય પ્રેક્ષકોનુ ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યા અને પોતાનો પ્રભાવ આખા ભારતમાં સ્થાપ્યો.
નાટકો લખાવતી વખતે ધર્મનિરપેક્ષતાનું ખાસ ધ્યાન રખાતું કારણ લખનાર મોટે ભાગે મુસ્લિમ કે પારસી હતાં અને પ્રેક્ષકો પણ મોટે ભાગે હિંદુ હતાં.આને કારણે નાટ્યકારો ધર્મને લગતા વિષયો છોડીને એવા નાટક લખતાં જે ધર્મનિરપેક્ષ વિષયો પર હોય, કારણ આ વિષય ન હોય તેવા પારસી નાટકો મોટેભાગે અસફળ રહ્યા તેમ જ ધર્મને લગતાં નાટકો કેવળ એક જ કોમના લોકોને આકર્ષતા. નાટકોમાં રોજબરોજની સમસ્યાઓને વણી લેવાતી જેમાં પ્રેમનો વિષય તેમને માટે અતિપ્રિય હતો. તે ઉપરાંત ધર્મનિરપેક્ષતાને કારણે તખ્તા પર નવો જ વળાંક આવ્યો. પારસીઓ ન તો હિંદુ હતા ન મુસ્લિમ એટલે તેમને માટે ધર્મનિરપેક્ષ રહેવું કુદરતી હતું. જ્યારે હિંદુ અને મુસ્લિમ પ્રેક્ષકો નાટકોમાં પોતાના ધર્મની રજૂઆત ન હોવાથી તેઓ રાજી હતાં.
પારસી નાટકો બે વિભાગમાં રહેતા, એક ગંભીર શૈલીનો અને બીજો હળવી શૈલીનો. ગંભીર શૈલીનો મુદ્દો ગંભીર વિષયને આવરી લેતો જ્યારે હળવી શૈલી ખાસ તો પ્રેક્ષકોને હળવું મનોરંજન પીરસવા જ નિર્માયું હતું. આ હળવી શૈલીના નાટકો પડદાની આગળના ભાગમાં ભજવાતા જ્યારે ગંભીર મુદ્દાના નાટકો મુખ્ય તખ્તા પર ભજવાતા. જ્યારે હળવા ભાગની રજૂઆત થતી ત્યારે પડદા પાછળ જરૂરી ફેરફારો કરી લેવામાં આવતા. જો કે મોટે ભાગે આ બે ભાગ વચ્ચે કોઈ સંબંધ નહોતો. એમ કહેવાય છે કે આ પદ્ધતિ શેક્સપિયરના નાટકો પર આધારિત હતી. શેક્સપિયરનાં નાટકો મુખ્યત્વે શોકાન્તિકાઓ હતી અને તેમાં થોડી હળવાશ લાવવા આવા હળવા ભાગ રજુ કરાતાં. પણ પારસી નાટકોમાં આ રજુઆતનું મુખ્ય કારણ હતું તખ્તા પરના જરૂરી બદલાવ માટે જોઈતો સમય. આવા હળવા પ્રસંગો મુકવાનું અન્ય કારણ પણ હતું – નીચલા વર્ગના પ્રેક્ષકોનો સંતોષ. તેમને માટે આવા પ્રસંગોમાં રમુજી સંવાદો, રોમાંચક દ્રશ્યો, નાટકીય પ્રસંગો વગેરે મુકાતા જેથી તેમને મનોરંજન મળે. .
પારસી નાટકોમાં ત્રણ પડદા વપરાતાં. એક આગળનો, એક મધ્યમાં અને ત્રીજો છેવાડાના ભાગમાં. આ બધા ચિત્રિત પડદા રહેતાં. પહેલા પડદાનું ઉપર જવું અને નીચે આવવું તે નાટકનાં પ્રસંગોની શરૂઆત અને અંત માટે હતું. જ્યારે વચલો પડદો હળવા પ્રસંગો માટે હતો અને તેના પર મુખ્યત્વે રસ્તાના દ્રશ્યો ચિત્રિત રહેતા. જ્યારે ત્રીજા પડદા ઉપર પ્રસંગને અનુરૂપ ચિત્રો જેવા કે રાજાનો મહેલ કે કિલ્લો, મસ્જીદ, કોર્ટરૂમ વગેરે ચિતરાતા.
નાટકના દ્રશ્યો આખા ઘરમાં ભજવાતા હોય તેમ ન દેખાડાતા કાં તો મહેલની બહાર કે રૂમમાં ભજવાતા હોય તેમ દેખાડાતા જેથી ચિત્રિત પડદાઓને કારણે નાટકમાં જરૂરી અન્ય સામાન (PROPS)ની ઓછામાં ઓછી જરૂર રહેતી.
જ્યારે જ્યારે કોઈ પ્રસંગ દેખાડી શકાય એમ ન હોય ત્યારે ફ્લેશબેક પદ્ધતિનો ઉપયોગ કરાતો. આ પ્રસ્તુતિ કોઈ કલાકારના મુખે સંવાદો દ્વારા કરાતી. જે તે કલાકાર તખ્તા પર આગળ આવી પોતાની વાત કરી જાય. તખ્તા પર ભાવાનોત્તેજક પ્રસંગ દેખાડવો એ પારસી થિયેટરની એક ખાસિયત હતી. મૃત્યુ અને રક્તપાત જેવા પ્રસંગો તખ્તા ઉપર જ રજુ કરાતાં જેથી પ્રેક્ષકોના મનમાં આનંદ ઉત્પન્ન કરાતો.
પારસી નાટકોમાં હકીકત અને કલ્પના, સંગીત, નૃત્ય, વર્ણનનો અને દ્રશ્યો, વાસ્તવિક સંવાદો અને રજૂઆતની કુશળતા, આ બધાનું મિશ્રણ રહેતું જેથી નાટક ભાવાનોત્તેજક બની રહે.
શેક્સપિયરનાં નાટકોની જેમ પારસી નાટકોમાં પણ વિવિધ પ્રકારની ભાષાઓનો વપરાશ હતો. મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના પ્રેક્ષકો હોવાને કારણે પારસી નાટકમાં ક્યારે ગદ્ય તો ક્યારેક કાવ્ય દ્વારા તો ક્યારેક બંનેનું મિશ્રણ કરી રજૂઆત થતી જે પ્રેક્ષકોને આનંદ આપી રહેતું. ગીતો છંદોબદ્ધ અને સંગીતમય રહેતાં પણ કાવ્યની દ્રષ્ટિએ તે ખરા અર્થમાં કાવ્ય ન હતાં. તેમ છતાં પ્રેક્ષકો તેનો આનંદ માણતાં અને તાળીઓથી અને બૂમો મારી વધાવતાં. આ ગીતોમાં ભારતીય કદરદાનોને ધ્યાનમાં રાખી રસશાસ્ત્ર ઉપર ધ્યાન અપાતું અને તે માટે પાર્શ્વસંગીતનો પણ બહોળો વપરાશ કરાતો. આ પાર્શ્વસંગીતને કારણે દિગ્દર્શકને બે લાભ થતાં – એક તો તેને કારણે રસશાસ્ત્રની તખ્તા પર રજુઆત અને બીજું તખ્તા પર ભ્રામક વાસ્તવિકતાની રજૂઆત. આ પાર્શ્વસંગીત ભારતીય લોકકળાની રંગભૂમિ પર પણ આધારિત હતું. આમ પારસી રંગભૂમિએ એક નવા પ્રકારના રંગભૂમિની રજૂઆત કરી. તેમની રજૂઆત ન તો સંપૂર્ણ પાશ્ચાત્ય રીતની હતી ન તો ભારતીય લોકકળાવાળી હતી. તેઓ વિષયો અને તકનીકી બાબતમાં પણ પ્રયોગશીલ હતાં. આગળ જતાં પારસી નાટ્યકારોએ હિન્દી ફિલ્મોમાં પણ લેખનકાર્ય કર્યું. આમ પારસી રંગભૂમિને કારણે આગળ જતાં આપણને ગુજરાતી મારાથી અને હિંદી રંગભૂમિ સાંપડી અને હિંદી ફિલ્મોમાં પણ તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું. આ માટે ફિરોઝ આંટિયા, ડો. રતન માર્શલ અને અદી મર્ઝબાનનાં નામ આગળ પડતા છે. અદી મર્ઝબાન જે એક લેખ, નિર્દેશક અને અદાકાર હતા તેમને ચાલુચીલા નાટકોને સ્થાને વાસ્તવિકતાને પ્રાધાન્ય આપ્યું.
પણ સમય જતાં ગુજરાતી રંગભૂમિ અને હિન્દી ફિલ્મજગતને કારણે પારસી રંગભૂમિ નહીવત બનીને રહી અને પારસી નાટકોની રજૂઆત તેમના તહેવારો પૂરતી સીમિત રહી.
નીચેના વાક્યથી શરૂ થતા એક સરસ મઝાના, અવનવી માહિતીથી ભરપૂર લેખની મઝા માણો.
ઐતિહાસિક નવલકથા હું જે રીતે સમજું છું અને માણું છું તેમાં ઇતિહાસના માર્ગદર્શન કે સહારે કથા પ્રવાસ, પાત્રાલેખન, ઉપક્રમ, સંઘર્ષ, પરાકાષ્ઠા કે રસનો માત્ર ખ્યાલ રાખવાનો નથી હોતો. ઐતિહાસિક રસને સર્જવાનો આ રસ ઈતિહાસને અવગણીને પ્રગટ કે પ્રત્યક્ષ થઈ શકે નહીં. – મનુભાઈ પંચોળી
માદરે વતનની સૌરભ જ કઈં ઓર…જે પ્રદેશમાં જન્મ્યા હોય ,તે આપણા સંસ્કાર ઘડે …પણ એ જ વતનની બહુમુખી ભાતીગળ સંસ્કૃતિ વિશે નિરાંતે ઊંડા વિચારવાનો સમય જ ના ખોળીએ!..એટલી આ વેગીલી જીવનની ગતિ છે. ઈતિહાસવિદોના અભ્યાસથી એ લાખેણી વાતો ગ્રથસ્થ થાય ને વાંચીએ ત્યારે લાગે કે….વાહ! મારા ગુજરાતના રંગો.
ગુજરાતના આદિવાસી એ મૂળ સ્થાનકવાસી ગુજરાતી. પુરાણા સમયમાં, સંઘબળે કબિલાઓ ,આજીવિકા માટે વિચરે ને આધિપત્ય જમાવે.રાજાના શાસન બદલાય ને નવી વસાહતો ઊભી થાય. માનવીય આધારા પર આશરો ,એ આપણી સંસ્કૃતિની ધરોહર. આપણું ગુજરાત પણ સમયના આ પ્રવાહો ઝીલતું ઝીલતું…આજે સૌના સહયોગે ગરવું ગુજરાત થઈ ધબકી રહ્યું છે.
આદિકાળથી ભારતમાં દ્રવિડ ને આર્ય સંસ્કૃતિ સાથે અનેક બીજી જાતીઓના સમુદાયો પણ આવી વસેલા. ગુજરાત પ્રદેશમાં આજ રીતે, યાદવો, ગ્રીકો, શકો, હુણો, ગુર્જરો, મેર ,જત સમુદાયો ઈ.સ. પૂર્વે ૧૪૦૦થી ૬૦૦ દરમિયાન અહીં આવ્યા ને વસ્યા. શાસનોની વાત કરીએ..તો..સોલંકી શાસનમાં..ઉત્તરમાંથી ઔદીચ્ય, મોઢ, બ્રાહ્મણો, શ્રીમાળીઓ આવ્યા. રાજપૂતો સાથે ભળી…ઝાલા, જાડેજા,કાઠી દરબારો ક્ષત્રિયની ઓળખ સાથે વસી ગયા…જે છેક સિંધ, મારવાડ ને બલુચિસ્તાનના વાસી હતા.ઈરાનથી પારસીઓ આવ્યા. ભારતના પશ્ચિમ ભાગમાં …ઈસ્લામ પૂર્વે અરબસ્તાનમાં આરબ પ્રજા હતી. ઈસ્લામના ઉદય સાથે,૧૯૨૭ પછી અફઘાન,તૂર્ક ,બલુચીઓ અને આરબોએ ,ભારતની જાહોજહાલી જોઈ…નવા ઈલાકાઓ તરફ આક્રમણથી કબજેદારી જમાવી…ને ગુજરાતમાં તેમનો વસવાટ શરૂ થયો. મરાઠી શાસકોએ પણ , આ ફળદ્રુપ ધરાને પોતાની કરવા નવસારી તથા વડોદરાની ભૂમિને વતન બનાવ્યું. ૧૯૪૭માં ભાગલા વખતે, સિંધથી સિંધીઓ આવ્યા….આ બધી વસ્તીઓ, જરૂરિયાત પ્રમાણે પથરાતી ગઈ ને સૌ ગુજરાતી બની ગઈ.
ઈતિહાસની વાત કરીએ તો…અવંતીપાલક ને મગધના નંદ રાજાઓએ પણ ગુજરાતમાં શાસન કરેલ…પણ આધારીતે પૂરાવા હાથવગા નથી.ચંદ્રગુપ્ત મૌર્યથી આપણો ઈતિહાસ પ્રમાણીત રીતે નજરે પડે
છે… મૌર્યકાળમાં….મગધના ચંદ્રગુપ્તે ઈ.સ. પૂર્વે ૩૨૨-૨૯૮ સુંધી …રાજ્ય કર્યું ને તેના પૌત્ર રાજા અશોકના શીલાલેખ આજે પણ જૂનાગઢમાં મોજૂદ છે…૧૪ જેટલા ધર્મના લેખો સમ્રાટ અશોકે કોતરાવ્યા હતા ને ઈતિહાસની સાક્ષી બની ગવાહ દે છે.ત્યાર પછી શૃંગ વંસે રાજ કર્યાના છૂટક દસ્તાવેજોથી ધારણા બાંધવામાં આવે છે.ત્યારબાદ ઈસ.ના પ્રારંભે શક જાતિના રાજાએ શાસન સ્થાપ્યું….જેમનું રાજ્ય…દક્ષિણ રાજસ્થાન, માળવા ,ગુજરાત ને ઉત્તર મહારાષ્ટ્ર સુંધી વિસ્તર્યું હતું, પણ પછી સમ્રાટ ચંદ્રગુપ્ત, વિક્રમાદિત્યે આ પ્રદેશો પર જીત મેળવી ..સમ્રાટ સ્કંદગુપ્ત મૌર્ય સુંધી આ શાસન ચાલ્યું. તે પછી ઈ.સ. ૪૭૦ માં મૈત્રક રાજ્યની ગુજરાતમાં સ્થાપના થઈ…શૈવ ધર્મી આ રાજાએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતને આબાદ બનાવ્યું. આઠમી સદીમાં ૭૮૮માં આરબો સામે આ શાસકો હારી ગયા…ને તેનો લાભ દખ્ખણના રાષ્ટ્રકૂટૉએ ઈ.સ.૯૦૦ના અરસામાં પોતાનું આધિપત્ય , આ પ્રદેશોમાં જમાવીને કર્યું . એટલે કે ૭૮૮ થી ૯૪૨ સુંધી…કોઈ એક સત્તા ગુજરાતમાં ન હતી…વનરાજ ચાવડા ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્રમાં સૈંધવો, ચાલુક્યો અને ચાપોનાં શાસન આ સમયે અસ્તિત્ત્વમાં આવ્યાં. સોલંકી શાસકોએ બળવાન શાસન ઉભું કરી, ગુજરાતમાં સુવર્ણ શાસનનાં બીજ રોપ્યાં. ..જે ઈ.સ. ૧૦૯૪થી ૧૧૪૨ સુંધી મૂળરાજ સોલંકી તેના ઉત્તરાધિકારી યુવરાજ…ચામુંડારાજ..વલ્લભરાજ…દુર્લભરાજ, સિધ્ધરાજ જયસિંહ ને ભીમદેવ પહેલા સુંધી, વનરાજ ચાવડા પછી ખૂબ જ યશવધારતું શાસન કર્યું.
દિલ્હીના સુલતાન અલ્લાઉદીને ઈ.સ. ૧૧૨૯૭થી ૧૩૦૪ માં ગુજરાત પર ફતેહ મેળવી રાજ્ય હાંસલ કર્યું…આમ સુલતાનો ગુજરાતના શાસક બન્યા.ઈ.સ. ૧૪૧૧માં અહમદખાન અહમદશા નામ ધારણ કરી સુલતાન બન્યો…ને તેણે પાટણથી આજના અમદાવાદને વસાવી નવું પાટનગર બનાવી , રાજ કર્યું…પછી સુલતાન મહમૂદ શાહે..૧૪૧૯થી ૧૫૧૧ સુંધી બે ગઢ જીતે ડંકો વગાડ્યો. પછી દિલ્હીના મોગલ બાદશાહ સામે આ શાસન પરાસ્ત થતાં , ૧૮૭ વર્ષ ગુજરાતમાં મોગલ રાજ રહ્યું. અનેક નાનાં રાજ્યો સાથે વડોદરાના ગાયકવાડ જેવા, પેશવાઈ શાસનને અંગ્રેજોએ, ૧૮૫૮માં હરાવી ઈસ્ટ ઈન્ડિયા કંપની થકી ગુજરાત પર શાસન શરૂ કર્યું…. ૧લ્મી સદીમાં મહાત્મા ગાંધીજીએ આઝાદી સંગ્રામનું બ્યૂગલ વગાડ્યું ને પ્રજાએ અહિંસક આંદોલન ચલાવ્યું…ગુર્જરી ખમીર ઝળક્યું ને દેશને આઝાદી અપાવી ૧૯૪૭ માં મહારાષ્ટ્ર દ્વીભાષી રાજ્ય બન્યું..ગુજરાત તેનો ભાગ બન્યું.
પૂ. ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાતની લડત ઉપાડી, આપણે સૌ તેના સાક્ષી બન્યા. અલગ ગુજરાતની સ્થાપના પહેલી મે ,૧૯૬0માં થઈ…..એ જ મારું , તમારું ને વતનવાસીઓનું વાયબ્રન્ટ ગુજરાતના ખમીરને, વિશ્વનો ખૂણેખૂણો આજે ઓળખે છે.
‘ભારતમાં અંગ્રેજી રાજ’ વખતમાં લોર્ડ વેલેસ્લીનું નામ ખાલસા નીતિના પ્રણેતા તરીકે કુખ્યાત છે. પણ એમણે કરેલું એક સત્કાર્ય જાણવા મળ્યું; અને ભારતના સાંસ્કૃતિક નવ ઉત્થાનમાં એમણે આપેલા ફાળાની જાણ થઈ. કદાચ ભારતમાં પહેલી જ આધુનિક કોલેજ તેમણે સ્થાપી.
મૂળ વિચારક સાવ અજાણ્યા અંગ્રેજ અધિકારી / વિદ્વાન / ડોક્ટર
જોન બોર્થવિક ગિલક્રિસ્ટ. જન્મ- ૧૭૫૯ અવસાન- ૧૮૪૧
વધારે માહિતી અહીં – લેખક – શ્રી. દીપક મહેતા પ્રકાશક – શ્રી. વિપૂલ કલ્યાણી
વાચકોના પ્રતિભાવ