ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: પુસ્તક પરિચય

ઘરગથ્થુ વૈદું


સાભાર શ્રી. ચિમન પટેલ ‘ચમન’

     ચિમન ભાઈએ આજે એક બહુ જ સરસ અને દરેકને કામમાં આવે તેવી, આયુર્વેદિક ઉપચારની સમજ અને માહિતી આપતી ઈ-બુક મોકલી છે……

vaidak

મુખપૃષ્ઠના આ ચિત્ર પર ક્લિક કરો.

 

Advertisements

ગુજરાતીમાં ફારસી શબ્દો


સાભાર – શ્રી, હર્ષદ કામદાર, Frankly speaking


ગુજરાતી ભાષા કઈ રીતે સમૃદ્ધ થઈ ?

“સાલેમન ગાનેમન, જુલાબ, ગુલાબ અને આસમાની સુલતાની”

      તમે રોજ સવારે જે છાપું વાંચો છો એને અખબાર પણ કહેવાય છે. આ ‘અખબાર’ શબ્દ કેવી રીતે આવ્યો? એ ફારસી  શબ્દ ‘ખબર’ પરથી આવ્યો. ઈરાનની રાષ્ટ્રભાષા ફારસી છે અને ત્યાં અખબાર માટે ‘ખબર-નામ’ શબ્દ વપરાય છે.

     આપણે થોડા સમયથી ‘અનામત’ શબ્દ પણ ખૂબ વાંચીએ, સાંભળીએ છીએ. ખેર, ‘અનામત’ શબ્દ ફારસીના ‘અમાનત’ પરથી આવ્યો છે – જેનો અર્થ વિશ્વાસુપણું , થાપણ, સંભાળ માટે સોંપેલી વસ્તુ – એવો થાય છે.


કેમ? ભાષા/  શબ્દ પ્રેમીઓને  મઝા આવી જાય એવી વાત છે ને? આખો લેખ આ રહ્યો…..

farsi

આ મુખડા પર ક્લિક કરી એ બ્લોગ પર મૂળ લેખ વાંચો.

અને એનો ય મૂળ સ્રોત આ રહ્યો …….

[ અલબત્ત, લાયબ્રેરીમાંથી મેળવવો પડશે, અને બહુ ગમી ગયો હોય તો એ પુસ્તક ખરીદી લેજો ! ]

farsi1

 

 

 

 

નવજીવનનો અક્ષરદેહ


ગાંધી સાહિત્યના ચાહકો માટે એક સરસ ઈ-સરનામું…

nj

આ ચિત્ર પર ક્લિક કરો

नवजीवनનો અક્ષરદેહના બધા અંકો ઓનલાઇન વાંચો.

ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી


સાભારશ્રી. જુગલકિશોર વ્યાસ, કોડિયું

મેઘાણી સાહિત્ય વિશે ‘દર્શક’નાં વ્યાખ્યાનો – નીચેના ચિત્ર પર ક્લિક કરી માણો –

bhed

એના પાછલા મુખપૃષ્ઠ પરના લખાણનો એક ભાગ …

bhed_1.PNG

વિચાર યાત્રા


      સંસ્થાઓ દ્વારા, સામૂહિક, સહિયારા પ્રયત્નો દ્વારા થતી સાહિત્યિક પ્રવૃત્તિઓ હવે નેટ ઉપર ઘણી બધી છે.પોતાની કે બીજેથી લીધેલી રચનાઓ પ્રકાશિત કરનારા બ્લોગો તો સેંકડોની સંખ્યામાં છે. પણ એકલે હાથે મિત્રોની રચનાઓનું ઈ-બુક રૂપે પ્રકાશન કરનારનો જુસ્સો ‘મૌલિક’ જ કહેવાય! અને એક નહીં પાંચ પાંચ પ્રકાશનો અને તે પણ માત્ર પાંચ જ મહિનામાં.

      કોણ છે એ મૌલિક જુસ્સા વાળો જણ ?

      એકત્રીસ જ વરસનો એક તરવરતો યુવાન મૌલિક રામી – એનો પરિચય એના જ શબ્દોમાં અહીં

mau11

આ ચિત્ર પર ક્લિક કરો.

અને એ નોંધી લો કે, એનો વ્યવસાય છે – પશ્ચિમી સંગીત !

અને એ પાંચ પુસ્તકો – અહીં….

mau12

આ ચિત્ર પર ક્લિક કરો.

એક જ ચોપડી જુઓ અને એમાંના લેખ તો શું – એની રંગભરી રજૂઆત પર પણ મોહી પડશો.

સલામ મૌલિક …..
સલામ આ ઈ-બુકો બનાવવાની એની કળાને….

જ્યાં સુધી ગુજરાત આવા મૌલિકોને પેદા કરશે,
ત્યાં સુધી ગુજરાતી અમર રહેશે
અવનવી ક્ષિતીજો આંબતી રહેશે.

સંચયન – એક નવું ઈ-સામાયિક


      ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સામાયિકોમાંથી ચૂંટેલા સાહિત્યનું સંચયન.

sanchayan

[ પહેલા અંકની પી.ડી.એફ. ફાઈલ આરહી .]

સંસ્થા

 •  ‘એકત્ર’ ફાઉન્ડેશન, યુ.એસ.

તંત્રી

 • શ્રી. રમણ સોની

પ્રકાશક

 • શ્રી. અતુલ રાવલ

સંસ્થાની બીજી એક યોજના

 • શિષ્ટ સાહિત્યના 100 ગુજરાતીપુસ્તકોનું પ્રકાશન

ઈમેલ સમ્પર્ક

વેબ સાઈટ( અહીં ‘ક્લિક’ કરો

‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’- પુસ્તક પરિચય


…. આજે શ્રમ માટે તમામ સ્તરે વધતો જતો તિરસ્કાર, જીવનની સાચી સમજ વિનાની બેઠાડુ કેળવણી મેળવીને બેઠાડુ જીવનશૈલીને અનુસરતી નવી પેઢી તથા સમાજ માટે જરૂરી મૂળભૂત જવાબદારી તેમ જ કાર્યોની થતી ઉપેક્ષા જોતાં એમ જરૂર થાય કે આવનારો સમાજ કેવી રીતે સ્વસ્થ બની શકશે ? વર્તમાન શિક્ષણ પ્રણાલિ વિદ્યાર્થીને વ્યક્તિગત ધોરણે જ ચઢિયાતા થવા પર ભાર મૂકે છે અને સમૂહજીવન કે સમાજ અંગેની નિષ્ઠા કે સમજ કેળવવા પર કશો જ ભાર મૂકવામાં આવતો નથી. લોકભારતી જેવી સંસ્થામાં શિક્ષણની સાથે સાથે પાયાનું ઘડતર કરનારી વિવિધ પ્રવૃત્તિઓ, વર્તમાન શૈક્ષણિક સંસ્થાઓ તથા તેમની પદ્ધતિ અને પ્રણાલિ માટે એક કાર્યક્ષમ મૉડલ રજૂ કરે છે. લોકભારતી સંસ્થાની વિશાળ વૈચારિક ભૂમિકા, શિક્ષણના ક્ષેત્રે કરેલું પાયાનું કામ, તેના અભ્યાસક્રમો, રચનાત્મક સમાજરચના માટે પૂરા પાડેલા સેવાભાવી, કાર્યક્ષમ કાર્યકરો, સમાજ સાથેનો સંસ્થાનો સંપર્ક, વિશિષ્ટ વ્યક્તિ ચરિત્રો, પરિસર પરનું જીવંત અને ગતિશીલ સમૂહજીવન, કેટલાક કાર્યકરો તથા વિદ્યાર્થીઓમાં દેખાતા લોકભારતીમાં ન થવી જોઈતી વર્તણૂકના પ્રશ્નો, વર્તમાન સમયમાં રહેલા પડકારો, વધુ ઊજળા ભવિષ્ય માટેનાં દિશા-સૂચન વગેરે મુદ્દાઓને બારીકીથી આવરી લઈને લખાયેલું આ પુસ્તક શિક્ષણ અને સમાજરચના સાથે સંકળાયેલી પ્રત્યેક વ્યક્તિને વાંચન બાદ તૃપ્ત કરશે.

    લોકશાળા-લોકભારતીમાં પ્રથમ વર્ષા એટલે ઉત્સવમંગળ ! વર્ગો ચાલતા હોય ને વરસાદ તૂટી પડે તો વર્ગની પાછલી કતારમાંથી, બુચકાકા જેવા અમારા સહૃદયી અધ્યાપકને કોઈ વર્ષાગીત ગાવાની લાડભરી વિનંતી થાય… ગીત પૂરું થાય-ન-થાય ત્યાં તો, વર્ગો છોડીને નાહવા જવાનો પ્રસ્તાવ લઈને મનુભાઈ પાસે ગયેલા અમારા મોવડીએ લાંબો બેલ વગાડી દીધો હોય ! (પૃ. 142)

આ પુસ્તક વાંચ્યું તો શું; જોયું પણ નથી ! પણ પાયાની કેળવણી અંગેની આટલી સરસ માહિતી ‘રીડ ગુજરાતી’ પર વાંચી મન સભર બની ગયું અને સંદર્ભ  વેબ સાઈટ બની ગયેલ આ બ્લોગ પર એનો ઉલ્લેખ કરવાનો ઉમળકો થયો.

વિશેષ / વિશદ માહિતી તો ‘રીડ ગુજરાતી’ પર અહીંથી મળશે

 • ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’
 • લે. રમેશ ર. દવે,
 • પ્રકાશક સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવાદ, 2012,
 • પાનાં 270,
 • કિંમત રૂ. 200]

સાભાર

 • શ્રી. મૃગેશ શાહ ( રીડ ગુજરાતી)
 • શ્રી. સંજય ચૌધરી
 • શ્રી. રમેશ દવે

સંદર્ભ પરિચયો- 

પુસ્તક પૂજન


ગુજરાતમાં પુસ્તક પૂજન થયું!

નોંધ કરી લો … આ ‘ચોપડા પૂજન’ની વાત નથી!

    એક સમાચાર મુજબ આજે એટલે કે ‘અષાઢના પ્રથમ દિવસે’ માણાવદરની આર્ટ્સ એન્‍ડ કોમર્સ કૉલેજમાં જાહેરમાં આ પુસ્તકના પૂજન અને અર્ચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ પુસ્તક

md8

અને આ એના સર્જક

md2

     આ સમાચાર વાંચી આનંદ તો થયો જ. પણ એનાથી વધારે સારા સમાચાર એ છે કે, ભારતના સાંસ્કૃતિક વારસાની અમર પ્રતિકૃતિ – મહાકવિ કાલીદાસ રચિત ‘મેઘદૂત’ ના ગુજરાતી સમશ્લોકી અનુવાદનું સંગીતીકરણ થયું – ત્રણ વર્ષ પહેલાં.

     એની વાત તો શ્રી. બીરેન કોઠારીના બ્લોગ ‘પેલેટ’ ના લેખ  ‘મેરે પાસ મેઘદૂત હૈ’ માં વિગતે વાંચવા મળશે.(અહીં)

# શ્રી બીરેન કોઠારી

     અહીં તો એ અદભૂત પ્રયત્નનો સ્લાઈડ શો જોઈ સંતોષ  માનીએ.

This slideshow requires JavaScript.

આવા સ્તૂત્ય પ્રયત્નના મૂખ્ય સૂત્રધાર આ રહ્યા…..

# શ્રી. રજનીકુમાર પંડ્યા

અને તેમનાં પત્ની

#  શ્રીમતિ તરૂલતાબેન

સુરીલા સંવાદ – પુસ્તક પરિચય


પરિચય આપતું પુસ્તક – ‘પરિચય’ બ્લોગ પર !

     ઓસ્ટ્રેલિયાનાં શ્રીમતિ આરાધના ભટ્ટ આમ તો રેડિયો ઈન્ટરવ્યૂ  પ્રસારિત કરનાર વ્યક્તિ તરીકે જાણીતાં છે. પણ તેમણે લીધેલા ઈન્ટરવ્યૂ  પુસ્તકાકારે પણ પ્રસિદ્ધ થયા છે – તે આજે ખબર પડી.

     એમાંના એકનો ‘ ગમતાંનો ગુલાલ’ કરીએ …

      લગભગ કહેવતની કક્ષાએ પહોંચી ગયેલી ‘ગમતાંને કરીએ ગુલાલ’ પંક્તિ કવિ મકરંદ દવેની છે, ખરું?

     ના જી. આ પંક્તિ મૂળ કુન્દનિકા કાપડીઆની છે! બન્ને જીવનસંગી બન્યાં એ પહેલાંની આ વાત છે. કુન્દનિકાજી એ વખતે ‘નવનીત’ સામયિકનાં સંપાદિકા. એક વખત તેમણે મકરંદ દવેેને પત્ર લખ્યો કે  તમે તો ગમતાંને ગુલાલ કરો એવા કવિ છો તો અમને એક સરસ કાવ્ય મોકલો. બસ, આ કાગળ વાંચ્યા પછી, આ પંક્તિ પરથી પ્રેરાઈને મકરન્દ દવેએ કાવ્ય લખ્યું જે મશહૂર થઈ ગયું:

‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ,
ગમતાંનો કરીએ ગુલાલ .’

હવે એ પુસ્તકનો સરસ પરિચય ‘ઓપિનિયન’ પર અહીં જ વાંચી લો. 

સુરીલા સંવાદ : લેખિકા : આરાધના ભટ્ટ • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧, મુંબઈ-૧ • કિંમત : રૂ. ૩૯૫/ • પૃષ્ઠ :  ૨૩૮

(સૌજન્ય :  ચિત્રલેખા – જૂન ૨૦૧૩) 

^ જિપ્સીની ડાયરી–પુસ્તક પરિચય


નોંધ – 

જ્યાં જ્યાં    #     ચિહ્ન જુઓ ત્યાં ‘ક્લિક’ કરવાથી એને લગતા લેખ પર પહોંચી શકશો.

————————————-

      ગુજરાતમાં જન્મેલ એક જણ સૈનિક હોય તો તે બહુ નવાઈની વાત કહેવાય. અને એમાંય એ જણ સરસ ગુજરાતી સહિત્ય સર્જન કરી શકતો હોય; એ તો આકાશકુસુમવત જ ગણાય.

    શ્રી.- ભૂલ્યો, કેપ્ટન નરેન્દ્ર ફણસે ( ‘જિપ્સી’) એવી અદભૂત પ્રતિભા છે. ‘ફણસે’ અટક  વાંચીને તમે એમ કહેશો કે, એ શાના ગુજરાતી – એ તો મરાઠી.  પણ ના, નરેન્દ્રભાઈ મરાઠી છે તેના કરતાં ગુજરાતી વધારે છે.

સ્પીક બિન્દાસ પર એમનો ઈન્ટરવ્યુ   

     અરેરે! આપણે આ વાડા તોડતા ક્યારે થઈશું? વિશ્વ જ્યારે એક ગામડા જેવડું થઈ ગયું છે – અને વિશ્વ માનવ બનવાનો પડકાર આપણી સામે બારણાં ખખડાવતો ખડો છે; ત્યારે આપણે પહેલા  ભારતીય પણ નથી બનતા; એ આપણી સંસ્કૃતિની કરૂણતા છે.

     ખેર, અહીં વિશ્વમાનવી, અમેરિકન, બ્રિટીશ, ભારતીય, મરાઠી કે ગુજરાતી, શ્રી./ કેપ્ટન નરેન્દ્રનો પરિચય આપવાનો  આશય નથી. એમના ફોટાઓનો આ શો જોઈ સંતોષ માણો.

This slideshow requires JavaScript.

    ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ પર ગુજરાતી ભાષાના સાવ નવલા ઘરેણાં જેવા. કદાચ એક સૈનિક દ્વારા લખાયેલા એકમાત્ર,  એમના પહેલા મૌલિક પુસ્તક ‘ જિપ્સીની ડાયરી’ નો પરિચય કરાવવાનો આ નાચીજ઼ પ્રયત્ન છે.

    જો કે, એમનું આમ તો આ બીજું પુસ્તક છે.  #  પહેલા પુસ્તક ‘બાઈ’ – પોતાની માતાની મરાઠીમાં લખાયેલી આત્મકથાના અનુવાદ દ્વારા, ગુજરાત કેપ્ટનથી પરિચિત છે જ. એમણે આ બીજું પુસ્તક લખ્યું ન હોત, અને માત્ર એ અનુવાદથી જ અટકી ગયા હોત; તો પણ ગુજરાત સદૈવ એમનું ઋણી રહેત. આમ તો એ પુસ્તક વાંચવાથી જ મારો એમની સાથે સંબંધ બંધાયો. એ ઓળખાણ કરાવનાર, હ્યુસ્ટનના શ્રી. વિશ્વદીપ બારડનો તો હું સદૈવ ઋણી રહીશ – આવા અણમોલ હીરાનો ઝગમગાટ બતાવવા માટે.

બહુ પ્રસ્તાવના કરી !  હવે’ જિપ્સીની ડાયરી’ ની વાત…

    હજુ એ પુસ્તક મેં જોયું નથી; પણ એનો પરિચય આપવાની ધૃષ્ઠતા કરું છું – વાચકો આ માટે મને ક્ષમા કરે.

   પણ એ પુસ્તકનો ઠીક ઠીક ભાગ તેમણે તેમના બ્લોગ #   ‘ જિપ્સીની ડાયરી‘ પર પ્રકાશિત કરેલો છે. મને એ લેખો વાંચવાનું એટલું તો ઘેલું લાગેલું કે, એક સમયે એનો એક હપ્તો બહુ જ ગમી જતાં – #   મારા બ્લોગ ‘ગદ્યસૂર’ પર એનો અહેવાલ ( ‘આયો ગોરખાલી’ ) રજૂ કર્યો હતો.

    આજની તારીખ સુધી, મારી કોઈ પણ બીજી રચના કે રજૂઆત એ નાનકડા અહેવાલ જેટલા વાચકોને આકર્ષી શકી નથી!

    એ અહેવાલમાંથી એક અંશ –

    દુશ્મનના પ્રદેશમાં રાતના સમયે ગાડીઓએ જવું હોય તો અમારી ગાડીઓને વગર લાઇટે જવું જોઇએ. જરા જેટલી રોશની થાય તો દુશ્મનનો OP અમારી પોઝીશન તેના તોપખાનાને ખબર કરે અને ફરીથી અમારા પર બૉમ્બ વર્ષા શરૂ થાય. અમારા વાહનો ધીમે ધીમે જતા હતા ત્યારે એવું લાગ્યું જાણે સડક પર ચાલતી મારી જીપની નીચે રોડા પડ્યા હોય તેવું લાગ્યું. નીચા વળીને જોયું તો સડક પર જીપની નીચે અને તેની આજબાજુમાં પાકિસ્તાની સૈનિકોનાં મૃતદેહ પડ્યા હતા. કોઇકના લાડકવાયાભલે તે દુશ્મનના કેમ હોય, ત્યાં કાયમ માટે પોઢ્યા હતા. 

     આવો જ બીજો એક ભાગ વાંચીને પણ, માતૃભૂમિ માટે શહીદ થનાર જવામર્દોની જાનફેસાની તરફ અહોભાવની લાગણીથી છલકાઈ ગયો હતો. એનો એક બહુ જ ગમી ગયેલો અંશ-

અહીં આપણે કર્નલ એચ.સી. પાઠકના શબ્દોમાં વાત સાંભળીએ:
ગોળીઓના મારામાં જમીન પર પડતા મારા જવાનો કણસવાને બદલે કહેતા હતા, સાઢી, પરવા કરના, કર્નૈલ સાબ. બસ, ઇન્હાંનૂં છડના નહિ.‘ (અમારી પરવા ના કરશો, કર્નલ સાહેબ. બસ, લોકોને છોડતા નહિ!) કેટલીક વાર તો મારી સામે ઢળી પડેલા જવાન પરથી કૂદીને આગળ વધવાનું હતું. મારા સુબેદાર મેજરને ગોળી વાગી અને જમીન પર પડતાં પહેલાં તેમણે મને કહ્યું, ‘સાબજી, ઓબ્જેક્ટીવ ગયા. મેરી પરવા મત કરના.’ એવો સમય હતો કે જખમી થયેલા સૈનિકોને સહાનુભૂતિના બે શબ્દ કહેવા પણ રોકાઇ શકાય તેવું નહોતું. ગોળીઓના વરસાદમાં અમારે કેવળ ત્વરીત રીતે લક્ષ્ય પર પહોંચી દુશ્મનને ખતમ કરવાનો હતો. અંતે અમે દસ ફીટ ઉંચા બંધ પર પહોંચી ગયા. બેયૉનેટ લગાવેલી રાઇફલ વડે દુશ્મન સાથે હાથોહાથની લડાઇ થઇ. સિખ સૈનિકોના ઝનૂન સામે દુશ્મનને તેમનું સ્થાન છોડવું પડ્યું. ફતેહપુર સર થયું. મારા લગભગ ૩૨૫ જવાનો અને અફસરો ઘાયલ થયા. કેટલાય જવાનો શહીદ થયા.

    ગુજરાતમાં ‘ બાઈ’ જેવી માતા અને સંગીત પ્રેમી  પિતાના  સુપુત્ર તરીકે મધ્યમ વર્ગમાં અને પિતાના મૃત્યુ બાદ સગાં વહાલાંઓના અશ્રિત તરીકે ઉછરેલા નરેન્દ્ર ભાઈની, ભારતીય લશ્કરમાં જોડાયા પછીની, વિવિધ મોરચે લડાઈમાં, દેશની સીમાના રક્ષણનું કરવાની ભૂમિકામાં અને થોડાક ભાગમાં આંતરિક સુરક્ષાના કામમાં સહયોગ આપવાના અનુભવોનો આ પુસ્તકમાં ચિતાર છે.

     પણ એ લશ્કરી રિપોર્ટ જેવો શુષ્ક નથી. એમાં નરેન્દ્રભાઈની ગુજરાતી લેખન માટે ઘડાયેલી કલમનો અહેસાસ સતત વાચકને થતો રહે છે. લશ્કરી દિમાગના આ જણની પોલાદી છાતીમાં એક શાંતિપ્રિય, સંસ્કારી, કલારસિક અને – મારી ભૂલ ન થતી હોય તો – એક આધ્યાત્મિક યાત્રાના પ્રવાસીનું ધડકતું હૈયું છલકાતું આપણે સતત અનુભવતા રહીએ છીએ.

     ડાયરીમાં બે ગુજરાતી સેનાપતિઓ  જનરલ માણેકશા અને કર્નલ એચ.સીપાઠક  નો  સંક્ષિપ્ત પરિચય, એક ગુજરાતી તરીકે આપણને પોરસાવે છે.

    હું વિવેચક નથી અને  મારી પાસે આનાથી  વિશેષ લખવાની કાબેલિયત નથી; એટલે અહીંથી અટકું છું – માત્ર બે બાબતની નોંધ વાચક જરૂર લે, તેવી અભિપ્સા સાથે

 • જે  ભારતીયે એક સૈનિકની દેશદાઝ અને કુરબાનીને સમજવી હોય; એનો આદર કરવો હોય – તે  આ પુસ્તક જરૂર વાંચે.
 • વાચક એ નોંધી લે કે. અમેરિકા આવ્યા બાદ આ જણમાં  જાગેલા કવિતારસનું   ‘જિપ્સીની ડાયરી’ એ યુદ્ધકથાઓના વાંચનરસમાં  રૂપાંતર કર્યું છે !

પુસ્તકની વિગતો  –

મુખપૃષ્ઠ

પાછલું કવર

પ્રકાશક 

 • ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય

પ્રસ્તાવના 

 • મેજર જનરલ પિયુષ ભટ્ટ

%d bloggers like this: