આમ તો હવે ઉપનામ કે તખલ્લુસ રાખી સર્જન કરવાની રસમ જૂની બની ગઈ છે. પણ આપણા ઘણા સર્જંકો એ રીતે સર્જન કરતાં હતાં. એમનાં નામ અને ઉપનામ ભેગાં કરવાનો આ પ્રયત્ન છે –
રણછોડભાઈ રબારી [ 1901 – 2013] જે રણછોડ પગી તરીકે ઓળખાય છે.
રણછોડભાઈ રબારી પાકિસ્તાનના થરપારકર જીલ્લાના પેથાપુર ગઢડો ગામમાં જન્મ થયો હતો અને ત્યાં જ મોટા થયા.
ભાગલા બાદ પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી પાકિસ્તાનમાં આવેલા પેથાપુર ગથડો ગામમાં જમીન અને પશુ હતાં તે છોડીને રણછોડભાઇ રબારી બનાસકાંઠાના વાવના રાધાનેસડા ગામમાં શરણાર્થી તરીકે આવ્યા.
બાદમાં મોસાળના લિંબાળા ગામમાં સ્થાયી થયા હતા.
બનાસકાંઠા જીલ્લાની સુઈગામ તાલુકા મથક છે. સુઇગામ કચ્છના રણથી 10 કી.મી. દૂર નાની ટેકરી પર વસેલું છે. આ ગામ રણથી પેલે પાર આવેલા થરપારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે.
ગામથી ૩૫થી ૪૦ કિ.મી. પર ભારતની સીમા પુરી થાય છે. એ જગ્યાએ સીમા સુરક્ષા દળની ચોકી આવેલ છે.
સુઈગામ પોલીસ મથક બનાસકાંઠા જિલ્લાનું સહુથી સંવેદનશીલ પોલીસ મથક મનાય છે. સુઈગામ પોલીસ હદનો વિસ્તાર છેક ઝીરો લાઈન સુધી છે. એટલે પગીને ફૂટ પેટ્રોલિંગ દ્વારા અનેક કિલોમીટર સુધીની ગસ્ત લગાવવી પડે છે.
પાકિસ્તાનથી સીમાનું ઉલંઘન કરીને આવતા પગપાળા ઘુસણખોરી, ચોર લુંટારાઓનો ત્રાસ ભોગવતું સુઈગામનો વિસ્તાર હતો.
રણછોડભાઈ રબારીપાકિસ્તાન સીમાની અંદરનો ખબરી, પગલાંઓને પારખવાના નિષ્ણાત તરીકે પંકાયેલ હતો.
બનાસકાંઠા પોલીસે રણછોડભાઈ રબારીને સૂઇગામ પોલીસના પગી તરીકે નિમણૂક કરી હતી.
વાસ્કો ડી ગામાને અંતરીયાળ દરિયામાં રાહ દેખાડનાર કચ્છ માંડવીનો પછી ખંભાતનો કાનો માલમ અધવચ્ચે દરિયામાં મળી ગયો હતો, તેવી જ રીતે સુઈ પોલીસ સ્ટેશનને ખબરી, પગેરાં પારખું, રણનો ભોમીયો, પગલે પગલે ચોર ઘુંસણખોરો સુધી પહોંચાડનાર અને સરહદ ઉપર અને સરહદ પાર પાકિસ્તાનીઓની હીલચાલનો ખબરી આપનારો જાંબાજ રબારી મળી ગયો.
હવે રણછોડભાઈ રબારીની સેવા ચાલુ થાય છે.
[૧] જેમણે ભારત પાકિસ્તાનના યુદ્ધોમાં ભારતીય ભૂમી સેનાને યુધ્ધોમાં ભોમિયા તરીકે મદદ કરી.
[૨] ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુદ્ધ પહેલા પાકિસ્તાની લશ્કરે કચ્છ વિસ્તારના ઘણાં ગામોનો કબજો કરી લીધા હતા.
[૩] રણછોડભાઈએ આ વિસ્તારોની મુલાકાત લઇને ગ્રામ્યજનો અને પોતાના સંબંધીઓ પાસેથી મહત્વની જાણકારી મેળવીને ભારતીય સૈન્યને અદભૂત જાણકારી આપી.
[૪] રણછોડભાઈ પગીએ પગના પગલાં, પગલાંની એડીના નિશાનોથી ગુનેગારોની હરકત તેમની વર્તણૂક અને તે કેવા પ્રકારની વ્યક્તિ છે તેની કોઠાસુજથી ઓળખ કરી લેતા.
[૫] 1965ના યુધ્ધ વખતે રણછોડભાઈ પગી ભારતીય સેનાની મદદે આવ્યા.
[૬] ભારત-પાકિસ્તાન વચ્ચે ઈ.વ. ૧૯૬પમાં યુદ્ધ થયું ત્યારે કચ્છ સરહદનું વીઘાકોટ થાણું પાકિસ્તાને કબજે કરી લીધુ હતુ.
[૭] ત્યારે ભારતીય સૈન્યના ઘણા જવાનો શહીદ થઇ ચુક્યા હતા.
[૮] જેથી ભારતીય સૈન્યની બીજી ટુકડીને માત્ર ત્રણ દિવસમાં રણમાર્ગે નજીકના જ છારકોટ પહોંચવુ હતુ.
[૯] ત્યારે રણમાર્ગના ભોમિયા રણછોડ પગી ભારતીય સેનાની મદદે આવ્યા હતા અને સેનાના કાફલાને સમયસર છારકોટ પહોંચાડ્યો હતો. છારકોટ પહોંચતા જ ભારતીય સૈન્યએ પાકિસ્તાન ઉપર હુમલો કરી દીધો.
[૧૦] રણના માર્ગોથી પરિચિત રણછોડભાઈ રબારીએ યુદ્ધ સમયે વિઘાકોટમાં છૂપાયેલા પાકિસ્તાનના ૧૨૦૦ સૈનિકોની જાણકારી ભારતના સેનાને પહોંચાડી હતી.
[૧૧] જેથી સૈન્યએ કાર્યવાહી કરીને 1200 પાકિસ્તાની સૈનીકોને મારી વિજય પ્રાપ્ત કર્યો હતો.
[૧૨] તેમણે સેનાને કરેલી આ મદદે એક સાચા દેશભકત તરીકેની છાપ ઉપસી આવી હતી.
[૧૩] ફરી પાછું 1971ના યુધ્ધમાં રણછોડભાઈ પગીએ તો કમાલ કરી દીધી.
[૧૪] ૧૯૭૧ના યુદ્ધમાં રણછોડભાઈ ‘પગી’ એ બોરિયાબેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઇ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છૂપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી ભારતીય સૈન્યને પહોંચાડી હતી.
[૧૫] જેથી ભારતીય સૈનિકોએ ધોરા ઉપર કૂચ કરી આક્રમણ કરી દીધુ.
[૧૬] આ સમયે કરાયેલા હુમલામાં બોમ્બમારો ચાલુ હતો, ત્યારે ભારતીય સૈન્ય પાસે દારૂગોળો ખૂટી ગયો હતો.
[૧૭] જેથી ભારતીય સૈન્યની પ૦ કિ.મી. દુરની બીજી છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પહોંચાડ્યો હતો.
[૧૮] રણછોડભાઈએ સમયસર દારુગોળો પહોંચાડતાં ભારતીય હવાઇદળના ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાના થાણા કબજે કરી લીધા હતા.
[૧૯] જો કે, રણછોડભાઈ રબારી સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડવા જતાં પોતે ઘવાયા હતા.
[૨૦] રણછોડભાઈ રબારીના પ્રયત્નોથી ઈ.વ. ૧૯૬૫ અને ૧૯૭૧માં થયેલા યુદ્ધ વખતે આપણા ૧૦ હજાર થી વધારે જવાનોની બટાલિયનને બચાવી લેવાયા હતા.
[૨૧] રણછોડભાઈ રબારી ઉપરાંત બીજા ધનજીભાઈ રબારી પગી તરીકે હતા તેમણે પણ દેશભક્તિ અને પગી તરીકેની કામગીરી તથા સૈન્યને મદદ કરવામાં મોટું નામ છે. પગેરાં શોધવામાં અને લશ્કરને મદદ કરવામાં ધનજીભાઈ રબારીએ અનેક જગ્યાએ રણછોડભાઈની સાથે હતા.
રણછોડભાઈ રબારીની ઓળખ :
[૧] આખું નામ રણછોડભાઈ સવાભાઈ રબારી.
[૨] સૌથી પહેલાં સુઈ ગામની પોલીસ ચોકીમાં પગી તરીકે નીમણુંક પામ્યા.
[૩] ત્યાર બાદ તેમના પુત્ર માનજીભાઈ રબારી સુઈગામ પોલીસમાં પોલીસ પગી તરીકે સેવા આપી ચુક્યા છે.
[૪] અત્યારે સુઈગામ પોલીસ મથકમાં પોલીસ પગી તરીકે રણછોડભાઈ પગીના પૌત્ર એવા મહેશ પગી સેવા આપી રહ્યા છે.
[5] રણછોડભાઈ રબારીએ આપણા લશ્કરના જનરલ માણેકશા માનીતા અને તે રણછોડભાઈ ને લશ્કરનો હીરો કહેતા.
[6] જનરલ માણેકશાનો સિવિલિયનો સાથે પ્રસ્નલ સબંધ વ્યવહારો ઓછા હતા પણ તેણે ઢાકામાં પોતાની સાથે ડીનર માટે રણછોડભાઈ રબારીને આમંત્રિત કર્યા હતા.
[7] રણછોડભાઈ રબારી ઢાકામાં જનરલ માણેકશા સાથે ડીનર લેવા ગયા ત્યારે તે પોતાની સાથે ઘરનો રોટલો લેતા ગયા હતા. તે રોટલો ઢાકામાં જનરલ માણેકશા અને પોતે સાથે જમ્યા હતા.
[9] તેમને પોલીસ અને સીમા સુરક્ષા દળ બંને દ્વારા ઘણી વખત સન્માનિત કરવામાં આવ્યા હતા.
[10] ભારતની(બીએસએફ) તેમના નામ પરથી એક ચોકીનું નામ રણછોડભાઈ રબારી પગી ચોકી રાખ્યું છે.
[11] હંમેશાં ખુમારીભર્યું જીવન જીવવા માટે જાણીતા રબારી રણછોડભાઈ પગીને કેટલાય સંન્માન અને તેની પાસે બે-ત્રણ મેડલ છે.
[12] કાચી માટીના ખોરડા-મકાનમાં રહેતા હતા તે સિવાય તેમની પાસે કશું જ ન હતુ.
[13] રણછોડભાઈ રબારીએ ઈ.વ. 2009માં સેવા નિવૃત્તિ લીધી.
ભારત સરકારના Ministry of Electroics and Information Technology ના અન્વયે કાર્યરત Center for Development of Advanced computing દ્વારા ચલાવાતી ગુજરાતી વેબ સાઈટની આજે જાણ થઈ. જાતજાતની માહિતી આપતી આ વેબ સાઈટ પરથી ઘણી ઉપયોગી માહિતી મળી રહે છે.
….સમાજ માં ઘણાં પાત્રો એવાં હોય છે, જે કોઈ નવલકથા ના #કિરદાર ની જિંદગી જીવતાં હોય છે.
….આ વ્યક્તિ નાં હાથમાં જે ડોલ છે, તે પ્લાસ્ટિકની ડોલ તેની પોતાની નથી. તેણે દ્રાક્ષ ભરવા આ ડોલ કોઈ પાસેથી, થોડાં કલાકો પૂરતી ઉછીની લીધી છે ! ડોલમાં ૬ કિલો દ્રાક્ષ છે.
… પહેલાં દ્રાક્ષ ની વાત: ધોમધખતા તાપમાં, જામનગર ના સેન્ટ્રલ બેંક રોડ પર જઈ રહેલી દ્રાક્ષ ની લારીને આ શખ્સે ઉભી રખાવી, દ્રાક્ષ નો ભાવ પૂછ્યો. લારીવાળો કહે: છેલ્લી ૬ કિલો જેટલી છે, છેલ્લો ભાવ કિલોના ૩૦…લઈ લ્યો બધી.
…. દ્રાક્ષવાળા મેમણ લારીધારક ને આ શખ્સે કહ્યું: હું આ દ્રાક્ષ ચાખું તો ગાયની માટી બરાબર, ગરીબોને ખવડાવવી છે, દોઢસો માં આપી દે. લારીવાળા એ આપી દીધી.
…મને કુતૂહલ થયું: લારીવાળો જતો રહ્યો પછી, મેં આ મહાશય ને રસ્તા વચ્ચે તડકામાં ઉભાં રાખ્યા. મને ગરમીમાં અકળામણ થતી હતી તો પણ, મેં આ મહાશય ને પૂછ્યું: તમે પોતે કોઈ ની દુકાન ના ઓટલે જિંદગી ખેંચો છો…૬ કિલો દ્રાક્ષ, ગરીબો માટે ?! ….મામલો સમજાવશો ?!
…એક ઓશિકું..બે ચાદર… ઓશિકાં પાસે પડેલો સફેદ શર્ટ અને, જૂનાં ગીતો સાંભળવા એક પોકેટ રેડિયો…આટલો અસબાબ ધરાવતાં આ મહાશય એ, એ ઓટલા પાસે, પોતાની પથારી નજીક ઉભાં ઉભાં કહ્યું: સામે દેખાય છે એ બે માળનું રોડટચ મકાન, મારાં બાપનું છે. હું ઓટલે રહું છું. મકાન ૨૦૧૨ માં ૩ કરોડ માં મંગાયેલુ. વેચ્યું નથી. જ્ઞાતિની વાડી બનાવવા દાનમાં આપી દીધું ! અમે ત્રણ ભાઇઓ. ત્રણેય જુદાં જુદાં ઓટલા ના નવાબ. મારી ઉંમર ૬૫, મારાં થી મોટો ૭૦ નો, એક નાનકડો છે, તે રખડતાં રામ. અમે ત્રણેય વાંઢા. વરસો સુધી પૈતૃક સંપત્તિ માટે ઝઘડ્યા, પછી દાનમાં આપી દીધી.
… અત્યારે લોકડાઉન છે.. રોજ.. બસ્સો રુપિયાની #ચા કીટલામા ભરી… જુદાં જુદાં વિસ્તારમાં ગરીબોને ચા પિવડાવુ છું… આજે એ ગરીબોને ચા ઉપરાંત દ્રાક્ષ પણ આપીશ !
…૨૨ મી માર્ચે, સાત કિલો બટેટાં અને સાત કિલો તેલ સાથે, રાહત રસોડું શરૂ કર્યું હતું ગરીબો માટે, દાતા મળતાં ગયાં, લોકો ને ખવડાવ્યું..પછી કેટલાક સાથીદારો એ રસોડું #ટેકઓવર કરી લીધું ! મને સેવા ગ્રુપ માં થી કાઢી મૂક્યો ! આજે એ રસોડું ૬૦ હજાર નાં પગારદાર બેંક કર્મચારીઓ ને લોકડાઉન ને કારણે, ટિફીનો વેંચે છે ! નામ સેવાનું !!
… હું અગાઉ લોજ માં ખાતો, લોકડાઉન માં લોજ બંધ છે અને, એક રાવલ પરિવાર બે ટાઇમ ખવડાવે છે. હું અનાજ- કરિયાણું- શાકભાજી મારી મરજી મુજબ, એ પરિવાર ને પહોંચાડું. બસ, મોજ.
…આ ઉંમરે, ઉઘાડા શરીરે તેને #લૂ નથી લાગતી…એ વિચાર કરતાં કરતાં… મેં એને આવક નું સાધન પૂછ્યું: તેણે કહ્યું…મન પડે ત્યારે, સેન્ટ્રલ બેંક નજીક ફરાળી કચોરી ની રેંકડી કાઢું !!
… વાતવાતમાં, વચ્ચે તેણે જણાવ્યું: ખિસ્સામાં દસ પંદર હજાર જમા થાય એટલે જૂનાગઢ ના જંગલો માં જાઉં. સાધુઓને હાથે રસોઈ બનાવી જમાડું. સેવા કરૂં.. બદલામાં ગાંજો પીઉં….બસ, મોજ.
…. મારૂં નામ યોગેશ શિવશંકર જોષી. એક જમાનામાં હું પણ, અખબાર સાથે જોડાયેલો, મશીન નો કારીગર હતો….એમ તેણે વાતચીતમાં જણાવ્યું.
…વાત પૂરી થયાં પછી, તેણે કહ્યું: થોડીવાર જૂનાં ગીતો સાંભળીશ, પછી ચા નો કીટલો.. દ્રાક્ષ…ને ગરીબગુરબાની સેવા….બસ , આ જિંદગી !!
નોંધઃ આ મકાન નથુ તુલસી ઔદિચ્ય બ્રાહ્મણ ની વાડી માટે આ ત્રણેય ભાઈઓએ દાન માં આપ્યું છે. અંદરોઅંદર પૈતૃક સંપત્તિ માટે ઝઘડ્નાર આ ભાઇઓ ની ઈચ્છા છે, #બાપ શિવશંકર નું નામ, વાડીનાં મુખ્ય દાતા તરીકે લખાય, જિંદગી માં બસ, બીજી કોઈ તમન્ના નથી.
એક આડવાત:
આ શખ્સ ની માતા સવિતાબેન નું આઠ વર્ષ પહેલાં, સવારે અવસાન થયું તે બપોરે, શોભનાબેન નામનાં ૭૦ વર્ષ નાં વૃધ્ધા ક્યાંક થી, અહીં આવી ચડ્યા. આટલાં વર્ષો થી આ ડોશીમા બાજુના ઓટલા પર રહે છે, બારેમાસ ! યોગેશ ભાઈ નામના આ પ્રૌઢ…. શોભનાબેન માં માતા જૂએ છે… બધું જ પૂરૂં પાડે છે… દાંત પર ઘસવાની #બજર પણ…..
… પંદરેક મિનિટ, તડકામાં ઉભો, રોડ પર, પરસેવે રેબઝેબ થયો. પણ, આનંદ એ થયો કે, યોગેશભાઈ ને સાંભળનાર કોઈ વર્ષો પછી મળ્યું…એની ખુશી એની આંખોમાં ડોકાતી હતી…. પછી, હું મારાં ઘર તરફ જતો રહ્યો, યોગેશ જોષી નો આ ફોટો ખેંચી.
દીવાન-બલ્લુભાઈ શાળા,અમદાવાદ(અગાઉની ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ)ના સહ સ્થાપક, મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી, સરદાર વલ્લભભાઈ પટેલના ગાઢ મિત્ર, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને અગ્રણી કેળવણીકાર સ્વ.બલ્લુભાઈ ઠાકોરની આજે ૧૪૧મી જન્મ જયંતી છે. શ્રી બળવંતરાય પરમોદરાય ઠાકોરનો જન્મ તા. ૨૧/૮/૧૮૭૮એ થયો હતો. તેઓ B.A. થઈને સરકારી મિડલ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા.૧૯૦૭માં તેમના પુત્ર ચિ. નરેન્દ્ર અને શ્રી જીવણલાલ હરિપ્રસાદ દીવાનના ભત્રીજા ચિ. વજેન્દ્રને,પોતે અને શ્રી દીવાન શિક્ષકો તરીકે કાર્યરત હતા, ત્યાં ધો.૫માં પ્રવેશ આપવાનો ધરાર ઇન્કાર કરવામાં આવતાં બંનેને સ્વમાન ઘવાયાની લાગણી થઈ અને બન્નેએ એ સ્કૂલમાંથી રાજીનામાં ધરી દઈને પોતાની જ સ્કૂલ સ્થાપવાનો નિર્ણય કર્યો.અંગ્રેજ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ ન લેવાની હોવાથી સ્કૂલનું નામ આપ્યું:ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ.
સ્કૂલનો પ્રારંભ તો ૧ જાન્યુઆરીએ થનાર હતો, પણ રાયપુરમાં આવેલી મગનભાઈની હવેલીમાં ૨૯ ડિસેમ્બર,૧૯૦૭એ આગ લાગતાં થોડીક બેંચો બળી ગઈ અને એ બેંચો નવેસરથી બનાવવામાં તેમજ નવું સ્થળ શોધતાં સમય લાગ્યો અને સ્કૂલ શરૂ થઈ ૬ જાન્યુઆરી,૧૯૦૮એ,મસ્કતી માર્કેટ ખાતે,૧૦૨ વિદ્યાર્થીઓ સાથે.
શ્રી જીવણલાલ દીવાન અને શ્રી બલ્લુભાઈ ઠાકોર બંને, શ્રી ગણેશ વાસુદેવ માવલંકરના પરમ મિત્રો હોઈ માવલંકર હવેલી પાસે જ રહેતા તેમજ નજીકની કોર્ટમાં વકીલાત કરતા શ્રી વલ્લભભાઈ પટેલ સાથે પણ તેમને મૈત્રી થઈ.
રોજ સાંજે કોર્ટ છૂટયા પછી શ્રી માવલંકર અને શ્રી વલ્લભભાઈ તેમજ ત્રણ દરવાજા પાસે આવેલી બેલેન્ટાઈન હવેલી સ્થિત સ્કૂલ છૂટયા પછી શ્રી દીવાન અને શ્રી બલ્લુભાઈ, એમ ચાર મિત્રો નજીકમાં આવેલી ગુજરાત ક્લબમાં મળવા લાગ્યા.
૧૯૧૬ની એક સમી સાંજે શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીની જાહેરસભા લાલદરવાજાના મેદાનમાં યોજાનાર હતી તો શ્રી વલ્લભભાઈ, શ્રી દીવાન અને શ્રી બલ્લુભાઈ શ્રી માવલંકરના કોર્ટમાંથી આવવાની રાહ જોઈ રહ્યા હતા. શ્રી બલ્લુભાઈએ શ્રી મો.ક. ગાંધીની આઝાદીની લડતની ચર્ચા ઉપાડીને શ્રી વલ્લભભાઈને આગ્રહ કર્યો કે શ્રી માવલંકર આવી જાય એટલે આપણે સૌ શ્રી ગાંધીને સાંભળવા જઈએ,તો વલ્લભભાઈ નારાજ થઈને બોલ્યા:આ ગાંધી અંગ્રેજોને શું કરી લેવાના?શું ચરખો કાંતવાથી અને સંડાસ સાફ કરવાથી કંઈ આઝાદી મળતી હશે?આપણે કંઈ સમય બગાડવો નથી,બ્રિજની ગેમ ચાલુ જ રાખીએ. શ્રી માવલંકર આવી જતાં શ્રી બલ્લુભાઈએ ફરીથી શ્રી મો.ક.ગાંધીની સભામાં જવા માટે શ્રી વલ્લભભાઈને આગ્રહ કરતાં તેમાં શ્રી માવલંકર પણ સંમત થયા અને ચારેય મિત્રો સભામાં ગયા. કહેવાની જરૂર નથી કે સભાને અંતે ચારેય મિત્રો ગાંધીજીના ચુસ્ત અનુયાયીઓ બની ગયા હતા!
૧૯૨૧માં અસહકારની લડતને પગલે ગાંધીજીના અંગૂલીનિર્દેશથી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલનું મુંબઇ યુનિવર્સિટી સાથેનું જોડાણ કાપીને ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડાણ થયું. પણ ગૂજરાત વિદ્યાપીઠ એ સમયે માન્ય યુનિવર્સિટી ન હોઈ વિદ્યાર્થીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટવા લાગી અને છેક ૧૯૨૮માં તો ધો.૫થી ૧૧માં માત્ર ૫૦ વિદ્યાર્થીઓ રહી ગયા. સ્કૂલને ટકાવી રાખવા શ્રી બલ્લુભાઈને પોતાના મોટાભાઇ શ્રી ઠાકોરલાલ પરમોદરાય ઠાકોરના પ્રજાબંધુ પ્રેસમાંથી તેમજ શ્રી દીવાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી હોઈ શ્રી વલ્લભભાઈ પટેલને વાત કરીને કોંગ્રેસમાંથી ઉછીનાં નાણાં લીધાં તો શ્રી બલ્લુભાઈનાં ધર્મ પત્ની શ્રીમતી અતિલક્ષ્મીબહેન તેમજ શ્રી બલ્લુભાઈના સુપુત્ર શ્રી નરેન્દ્રભાઇનાં ધર્મ પત્ની શ્રીમતી સુમનબહેનના અડધોઅડધ દાગીના વેચાઈ ગયા હતા. આની જાણ શ્રી વલ્લભભાઈએ ગાંધીજીને કરતાં ગાંધીજીને સ્કૂલના અસ્તિત્વની ગંભીરતા સમજાતાં ગાંધીજીએ શ્રી દીવાન અને શ્રી બલ્લુભાઈને સાબરમતી આશ્રમમાં રૂબરૂ બોલાવીને કહી દીધું કે સ્કૂલનું પુન:જોડાણ મુંબઇ યુનિવર્સિટી સાથે કરી દો.
૧૯૩૦માં આઝાદીની લડત ચરમ સીમાએ પહોંચતાં અંગ્રેજ સરકાર સ્કૂલની મિલકતો જપ્ત કરી લેશે તેવી ભીતિ સર્જાતાં શ્રી જીવણલાલ દીવાન અને બલ્લુભાઈએ ગાંધીજીની પ્રેરણાથી પોતાની સ્કૂલની સઘળી મિલકતો ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટને સોંપી દીધી.૧૨ માર્ચ,૧૯૩૦એ ગાંધીજીની દાંડી કૂચ આરંભાય તેના થોડાક દિવસ અગાઉ સાબરમતીના પટમાં મળેલી જાહેર સભામાં શ્રી બલ્લુભાઈએ ટ્રસ્ટ ડીડ ગાંધીજીને અર્પણ કર્યું હતું, ત્યારથી ટ્રસ્ટ હસ્તકની બધી શાળાઓનો વહીવટ પબ્લિક ટ્રસ્ટ જ કરે છે.
શ્રી વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા તો શ્રી બલ્લુભાઈ મ્યુનિ. કાઉન્સિલર હતા અને બંને મિત્રો રોજ સવારે જુદી જુદી પોળોમાં પાણીની પરિસ્થિતિ જાણવા જતા હતા તો શ્રી વલ્લભભાઈ રોજ સાંજે શ્રી બલ્લુભાઈના ખાડિયા સ્થિત નિવાસસ્થાને જતા અને ત્રણેય મિત્રો શ્રી બલ્લુભાઈ, શ્રી દીવાન અને શ્રી વલ્લભભાઈ,સાથે જમીને છૂટા પડતા.
શ્રી બલ્લુભાઈ મુંબઇ વિધાનસભામાં વિધાનસભ્ય પણ થયા હતા તો મુંબઇ યુનિવર્સિટીના સેનેટ સભ્ય હતા.
૧૯૩૫માં શ્રી બલ્લુભાઈ ઠાકોર, શ્રી જીવણલાલ દીવાન અને શ્રી ગણેશ વાસુદેવ માવલંકરે અમદાવાદની પોળોમાં ફરી ફરીને રૂ.૧૦૦ ઉઘરાવીને અમદાવાદ એજયુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી તો ૧૯૩૫માં શેઠ શ્રી અમૃતલાલ હરગોવનદાસ પાસેથી માતબર રકમનું દાન મેળવીને હરગોવનદાસ લખમીચંદ કોલેજ ઓફ કોમર્સની (H L College of Commerce)સ્થાપના પણ કરી હતી.
૨૧-૧-૧૯૩૯એ શ્રી બલ્લુભાઈનું દુઃખદ અવસાન થતાં સરદાર વલ્લભભાઈ પટેલે સ્વ.બલ્લુભાઈના જયેષ્ઠ પુત્ર શ્રી નરેન્દ્રભાઈને પાઠવેલા વિસ્તૃત શોક પત્રમાં જણાવેલું કે બલ્લુભાઈ ન હોત તો હું જાહેર જીવનમાં પ્રવેશ્યો જ ન હોત અને જાહેર જીવનમાં આટલો સફળ પણ થયો જ ન હોત..
પૂ. મહાત્મા ગાંધીએ શોક સંદેશામાં લખ્યું કે બલ્લુભાઈનો દેહ ગયો પણ તેનાં કાર્યો સદાને સારૂ અમર રહેવાનાં છે. તેમના અણમોલ જીવન મંત્રો હતા:
સ્વમાન ખાતર ફના થતાં શીખજો. સિંહ થજો,
ઘેટાં ન થશો.
વાચકોના પ્રતિભાવ