ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: પ્રકીર્ણ

શ્રી. કાન્તિ ભટ્ટ હવે સ્વર્ગસ્થ છે.


જાણીને બહુ જ દુઃખ થયું કે, જાણીતા પત્રકાર, લેખક અને ચિંતક શ્રી. કાન્તિ ભટ્ટ અવસાન પામ્યા છે.
તેમનો પરિચય સુધારા વધારા સાથે અહીં …

સ્વ. કાન્તિ ભટ્ટ

ડલાસમાં મેઘાણી ઉત્સવ


Megh_4

તા. ૧૩, જુલાઈ – ૨૦૧૯ ના દિવસે ડલાસમાં મેઘાણી ઉત્સવ માણવા મળ્યો.

      ભારતમાંથી શ્રીમતિ મંજરી મેઘાણી, શ્રી, નિતીન દેવકા અને શ્રી. રમેશ બાપોદરાએ  સ્વ. ઝવેરચંદ મેઘાણીનાં સર્જનો વાંચી, ગાઈ સૌ પ્રેક્ષકોને નાચતા ઝૂમતા કરી દીધા.

 

This slideshow requires JavaScript.

અને… કેવાં કેવાં ગીતો? ( કોઈની પણ ઉપર ‘ક્લિક’ કરી એ વાંચી/ સાંભળી શકશો )

મારું મન મોર બની થનગાટ કરે

શિવાજીને નીંદરું ના’વે

તમે મારા દેવના દીધેલ છો

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ

રક્ત ટપકતી સો સો ઝોળી

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

તકદીરને ત્રોફનારી

છેલ્લો કટોરો

ચારણ કન્યા

અને બીજાં ઘણાં બધાં લોકપ્રિય લોકગીતો,  સ્વ. ઝવેર ચંદ મેઘાણીની રચનાઓ અને જીવન દર્શન પણ …

સ્વ. ઝવેર ચંદ  મેઘાણીની જીવન ઝરમર અહીં ….

આવા સરસ કાર્યક્રમનું આયોજન કરનાર સૌનો આભાર.

પ્રમોદપટેલ, Pramod Patel


Pramod_Patel_bioકલાને ક્યારેય કમાણી નહોતી બનાવી                  .

# જીવન મંત્ર – ‘કલાને જીવંત રાખવી.’

# પ્રેરક વ્યક્તિઓ – રંગ અવધૂત મહારાજ, રવિશંકર રાવળ

——————————————————————-

જન્મ

  • ૨૫, જુલાઈ – ૧૯૨૫, મુંબઈ, વતન – ભરૂચ

અવસાન

  • ૨૩, નવેમ્બર – ૧૯૮૮, ભરૂચ

કુટુમ્બ

  • માતા – અનસૂયા  , પિતા – ચુનીલાલ
  • પત્ની – વિજયા , પુત્ર – મુંજાલ  પુત્રીઓ  –  જયશ્રી, નિલાક્ષી

શિક્ષણ

  • પ્રાથમિક – પ્રોગ્રેસિવ શાળા, ભરૂચ
  • આયુર્વેદ – પૂના ( અપૂર્ણ)
  • ચિત્રકળાની પરીક્ષા

વ્યવસાય

  • કુટુમ્બનો છીંકણીનો વેપાર

તેમના વિશે વિશેષ

  • ભણતાં ભણતાં માંડ માંડ ડ્રોઈંગ ની પરીક્ષા પાસ કરી.
  • આર્યુવેદિક નો અંતિમવરસ સુધીનો અભ્યાસ ,પછી અચાનક જ પીંછી હાથ માં આવી અને અભ્યાસ અપૂર્ણ રાખી પુનાથી ભરૂચ પાછા ફર્યા
  • ગુજરાતી,મરાઠી,હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના જાણકાર
  • પૂના અભ્યાસ કરતા કરતા લાગતું કાંઈક ખૂટે છે ત્યારે કોરા કાગળ પર પેન્સિલ રંગો દ્વારા મન થી ચિત્ર ઉપસી આવતું .કલ્પના માં સ્ત્રી હમેશાં માંજરી આંખો વાળી જ ચિત્રિત થતી ને ઉપરથી બનતી જોડી મળી એવી જ આબેહૂબ પત્ની*વિજ્યા*. જે દરેક ચિત્ર ની કલ્પના મૂર્તિ બની રહી.
  • સ્વપ્ન માં એક ચમત્કાર થયો અને સંત શ્રી રંગ અવધૂત નો આદેશ મળ્યો ‘મને મળી જા!’ અને નાસ્તિક માનવ આસ્તિક બની ગયો.
  • ઘણાં વિચાર વિમર્શ પછી નર્મદાના તટ પર વસેલા નારેશ્વર મુકામે રંગ અવધૂતને મળવા ગયા.ત્યાં બાપજીના વિશ્વાસે ‘ગુરૂલીલામૃત’ નો અભ્યાસ કરી તેના ૬૫ સુંદર ચિત્રો બનાવ્યા.
  • અહીં ગુજરાતની કલાના પિતામહ પૂ શ્રી રવિશંકર રાવળના હસ્તે બધાં ચિત્રો ના પ્રદર્શન નાં ઉદ્દઘાટન થતા રહ્યા.
  • તેમનાં ચિત્રોમાં ચિત્રકારીની છાપ બંગાળી શૈલી તેમજ ઈટલીના શિલ્પી બર્નીની હતી.
  • કુમાર, ધર્મયુગ અને ગુરૂલીલામૃત માં ચિત્રો છપાયાં
  • કુમાર અને ધર્મયુગના મુખ પૃષ્ઠ પર તેમનાં ચિત્રોએ સ્થાન મેળવ્યું.
  • ગંગા અવતરણ, અને શિવ પાર્વતી, તેમનાં પ્રિય ચિત્રો હતા.
  • ઉમાશંકર જોષી ના ગંગોત્રી પુસ્તક પર નું મુખપૃષ્ઠ જયારે છપાયું ત્યારે ગુજરાતના ઘરે ઘરે નામ પહોંચ્યું.
  • અન્ય કલાકારોમાં નંદ બોઝ નું ‘કલાન્ત શિવ’ એમનું પ્રિય ચિત્ર હતું .મીરાં તેમની કલાકૃતિમાં નું સુંદર ચિત્ર છે.ક્ષિતિજ..સાગર અને સરિતા ..જેવા ચિત્રો મા એમણે જાન પાથરી દીધી હતી.
  • વાસુદેવાનંદ સરસ્વતી અને રંગ અવધૂત ની સુંદર મૂર્તિ હરદ્વારના ભારતમાતા મંદિર માં સંત મંદિરમાં બિરાજમાન છે. નરસોબાની વાડી માં પણ આ મૂર્તિ ઓ ને ચિત્રો છે.નારેશ્વરમાં પણ બાપજી ની મૂર્તિ પાછળ સુંદર વાસુદેવાનંદનું ચિત્ર બિરાજમાન છે.
  • ..નારેશ્વરની મુલાકાતે જનારને જરૂર તેમના ૬૫ ચિત્રો જોવા મળશે.
  • ભરૂચમાં બે સંસ્થાઓ કલામંડળ અને કલાનિકેતન ના પ્રમુખ તરીકે દસ વર્ષ સેવા આપી હતી. એમના આ મંડળો એ ભરૂચને કલાવંતુ બનાવ્યું હતું .
  • તેઓ નરસિહ મહેતા જેવા વૈરાગી કલાકાર હતા.
  • :ભરૂચમાં આજે નંબર એકના સ્થાને જે હેરિટેજ મકાન “નથ્થુથોભણની ધર્મશાળા ને કન્યાશાળા માટે વપરાતું મકાન વરસો પહેલા ભાઈઓ ને સમજાવી ભરૂચ મ્યુનિસિપલ કોરપોરેશન ને ભેટ સ્વરૂપે અર્પણકરેલું .આજે સૌથી જૂનું પણ કલાની દ્રષ્ટિએ ઉત્તમ નમુના સ્વરૂપ છે.ગુજરાત સરકારે એને હેરિટેજ મકાનમાં ગણ્યું છે.ભરૂચના જોવા લાયક સ્થાન તરીકે ગણાય છે.
  • પંડિત ઓમકારનાથજી જોડે ઘરોબો હતો અને રતનતળાવ નો બંગલો સંગીત માટે તેમને ભેટ કરી દીધો હતો

આનુષંગિક પરિચય 

pramod_rang

Jaysh_10

સન્માન

  • ગુજરાત સરકારે ૨૦૧૮ ગુજરાતનો ૫૮મો ગૌરવ દિવસ ઉજવ્યો ને ભરૂચના કલાકાર તરીકે એમની પૌત્રી શૈલીના હાથમાં એવોર્ડ અર્પી યાદ કર્યા

સાભાર

  • તેમનાં પુત્રી જયશ્રી બહેન પટેલ ( મુંબઈ )

ઝાંઝવાનાં જળ જ કેમ?


     કેમ? શિર્ષક વાંચીને નવાઈ પામ્યા ને? અહીં ઝાંઝવાંનો પરિચય આપવાના છીએ એમ તમને લાગ્યું?!

      ના, વાત એમ છે કે, ઈ-વિદ્યાલય માટે નેટ મિત્ર અને જાણીતાં સાહિત્યકાર લતાબહેન હીરાણીએ ‘સ્વયંસિદ્ધા’ ( સુશ્રી. કિરણ બેદીની જીવનકથા) નાં પ્રકરણોની ફાઈલ મોકલી અને મેં ઉત્સાહિત થઈને એમને જવાબ આપ્યો કે, ‘હવે એ બધાં પ્રકરણ ‘વાદળની અભરાઈ’ પર ચઢાવી દઈશ.’ સાઈટ પર પોસ્ટ Schedule કરવાની યાંત્રિક અને નીરસ પ્રક્રિયાને આપેલી એ ઉપમા બહેનને ગમી ગઈ. એના પરથી અમારી વચ્ચે ઈ-સંવાદ ચાલ્યો કે, અવનવી ઉપમાઓ કેવી કેવી હોય?

 [  ‘સ્વયંસિદ્ધા’  ઈ-વિદ્યાલય પર આ રહી  ..]

       ગુજરાતી સાહિત્યમાં ‘ઝાંઝવાનાં જળ ક્યાં ક્યાં ઝળક્યાં?’ – એની યાદી બનાવીએ તો દસ બાર પાનાં તો સહેજે ભરાઈ જાય, જાણેકે, ગુજરાતી કવિઓને બીજી કોઈ ઉપમા સૂઝતી જ નથી! પણ છેક એમ નથી. બળૂકાં ગુજરાતી કવિઓ અને કવયિત્રીઓએ જાતજાતની અને ભાત ભાતની કલ્પનાઓ કરીને ગુજરાતી સાહિત્યને શણગાર્યું છે. એના પરથી મનમાં એવો વિચાર આવ્યો કે,

 ‘ઝાંઝવાં જ શા માટે? – વાદળની અભરાઈ પરથી ગોતી ગોતીને આવી અવનવી  ઉપમાઓ/ રૂપકો નું સ્નેહ સંમેલન રાખ્યું હોય તો?’

મજા આવી જાય!

તો લો.. આમ જડેલી, વીણેલી થોડીક ઉપમાઓ …

કમલવત ગણીને બાલના ગાલ રાતા
રવિ નીજ કર તેની ઉપરે ફેરવે છે.

– કલાપી

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને 

– મનોજ ખંડેરિયા 

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના?
પોતાને તુંબડે તરીએ

– મકરંદ દવે

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

– રમેશ પારેખ

આ , મ્હેંક્યા, વસંતના વ્હાલ ..કે સહિયર શું કરીએ
આ, મ્હેંદી, મૂકી હાથ કેસહિયર શું કરીએ
ઝરણાં, તોડી, નીકળ્યાં પહાડ,ને વાગી , વાંસલડી રે વાટ
આ ફૂલે મઢ્યા ગાલ,કે ..સહિયર શું કરીએ 

– રમેશ પટેલ ( આકાશ દીપ)

       તો ચાલો હવે આ શોધને આગળ ધપાવીએ. તમને ગમેલી અને માણેલી આવી ઉપમાઓ ગોતી ગોતીને આ સંગ્રહને સમૃદ્ધ બનાવશોને?

 

 

 

મળવા જેવા માણસ- સુરેશ જાની


સાભારશ્રી. વિનોદ પટેલ

શ્રી પી.કે.દાવડાજી એ એમની લોક પ્રિય થતી જતી મિત્ર પરિચય શ્રેણીમાં “મળવા જેવા માણસ “ અન્વયે એમણે મારા સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈ જાનીનો પરિચય કરાવતો એક સુંદર અને પ્રેરક લેખ લખી મોકલ્યો છે .

આ લેખને શ્રી દાવડા અને શ્રી સુરેશભાઈના આભાર સાથે આજની વિનોદ વિહારની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .

શ્રી સુરેશભાઈને એકલે હાથે સાત બ્લોગનું સંચાલન કરતા જોઈને જ મને વિનોદ વિહાર બ્લોગ શરુ કરવાની પ્રેરણા જાગી હતી .એમની સાથેનો સંપર્ક હંમેશાં આનંદદાયી રહ્યો છે .શ્રી સુરેશભાઈએ જ મને વખતોવખત આ બ્લોગ માટે જરૂરી બ્લોગીંગની ટેકનીકોનું જ્ઞાન અને માર્ગદર્શન પુરું પાડ્યું છે ,એ બદલ હું એમનો અત્યંત આભારી છું

શ્રી સુરેશભાઈને હું રૂબરૂ તો કદી મળ્યો નથી પણ મળવા જેવા માણસ છે એમાં કોઈ શંકા નથી .ઈ-મેલથી તો અમારો માનસિક મેળાપ લગભગ રોજ થતો રહે છે .

એમના બ્લોગોના માધ્યમથી એમણે ગુજરાતી ભાષાની અમુલ્ય સેવા કરી છે . વૃધ્ધાવસ્થામાં પણ એક બાળકની માફક આધુનિક સમયની વિદ્યાઓ વિષે નવું નવું શીખે છે  અને એમના બ્લોગ મારફતે સૌને શીખવા પ્રેરણા આપતા રહે છે .

ઈ-વિદ્યાલયની શરૂઆતમાં અને આજે પણ ખુબ ઉત્સાહી લંડન નિવાસી બેન હિરલને તેઓ ખુબ સહકાર અને માર્ગદર્શન આપતા રહે છે. આવા અનોખા સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈનો પરિચય કરાવવા બદલ શ્રી દાવડાજીને અભિનંદન અને  ધન્યવાદ .

વિનોદ પટેલ

————————————–

શ્રી સુરેશ જાની- એક મળવા જેવા માણસ ….. પી.કે.દાવડા

 Sureshbhai Jani in contemplating mood

                                                    

સુરેશભાઈનો જ્ન્મ એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં, ૧૯૪૩ માં અમદાવાદમાં થયો હતો. એમના પિતા જ્યારે ૧૯૫૫ માં રેલ્વેની નોકરીમાંથી રીટાયર્ડ થયા ત્યારે તેમનો ૨૫૦ રૂપિયા પગાર હતો. શાળામાં તો ચાલતા જતા હતા’ પણ દૂર આવેલી એંજીનીઅરીંગ  કોલેજમાં જવા  સુરેશભાઈને બસ ભાડા માટે રોજ ૧૦ પૈસા મળતા . નોટબુક્સ, પુસ્તકો વગેરે શાળામાંથી અથવા જ્ઞાતિ ટ્રસ્ટમાંથી મફત મળતા. એક સમય એવો હતો કે એ વખતે એમને મળતી ૧૦૦/-રૂ ની પોસ્ટ મેટ્રિક્યુલેશન સ્કોલરશીપ ઘરમાં ગાડાના પૈડા જેવી હતી.

સુરેશભાઈ એમના પિતા વિશે કહે છે, “બાપુજી સાવ સામાન્ય સ્થિતિના પણ દિલના અમીર.  લોકો એમને ધરમનો કાંટો ગણતા. અનેક લોકો એમની સલાહ લેવા આવતા​.એમણે અનેક લોકોને એમના પ્રશ્નો ઉકેલવામાં મદદ કરી હતી. એમની ધાર્મિકતા એ જમાનાના માણસો કરતાં બહુ અલગ હતી. એમણે કદી અમને મંદિર જવાનો  કે ચીલાચાલુ પૂજાનો આગ્રહ રાખ્યો ન હતો. તેઓ શ્રી. અરવિંદની ફિલસુફી સાથે આત્મસાત થયા હતા; અને રેલ્વેની નોકરીને કારણે મળતા ફ્રી પાસને લીધે અમને બે વખત પોન્ડિચેરી લઈ ગયા  હતા.”  એમના માતા વિશે તેઓ કહે છે, “મા ચાર જ ચોપડી ભણેલા, પણ વાંચનના શોખીન. ક.મા.મુન્શી; ર.વ.દેસાઈ , ધૂમકેતુ ના મોટા ભાગના પુસ્તકો વાંચેલા. અનેક ગીતો, ભજનો, સ્તોત્રો , ગીતાના અધ્યાયો મોંઢે કડકડાટ. ઘરના કામના ઢસરડા અને પાચ સંતાનોના ઉછેરની જવાબદારી પણ ક્યારે પણ ફરિયાદ ન કરેલી. એ પેઢીની ખાનદાની અલગ હતી.”

અભ્યાસમાં સુરેશભાઈ ખૂબ જ હોશિયાર હતા, હંમેશાં બહુ જ ઊંચા માર્કસ મેળવી પાસ થતા. મેથ્સ અને સાયન્સમાં એમને એટલો રસ હતો કે એ હંમેશાં પોતાની કક્ષા કરતાં ખૂબ જ આગળ રહેતા. દસમા ધોરણમા બનેલો એક પ્રસંગ સુરેશભાઈના શબ્દોમાં જ કહું તો “દસમાં ધોરણમાં મને ગણીતમાં ૯૯ માર્કસ આવ્યા.  મેં બારમાંથી આઠ સવાલ નહીં, પણ બારે બાર સવાલના જવાબ આપ્યા હતા. હું અમારા ગણીતના શિક્ષક શ્રી. ચીતાણીયા સાહેબ પાસે ગયો. અને પુછ્યું, મને એક માર્ક ઓછો શા માટે આપ્યો છે? સાહેબે કહ્યું,” જો, ભાઈ! ઉત્તરવહીમાં તેં પહેલા પાને લખ્યું છે કે – ગમે તે આઠ ઉત્તર તપાસો. આ તારું અભિમાન બતાવે છે. એ તારા અભિમાનનો એક માર્ક મેં કાપ્યો.  તારી હોંશીયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભિમાન તને વધારે નડશે. ” સુરેશભાઈએ શિક્ષકની આ વાત જીવનભર માટે યાદ રાખી લીધી.

દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા, અમદાવાદ, માંથી એસ.એસ.સી. પાસ કરી સુરેશભાઇએ બે વર્ષ માટે ગુજરાત કોલેજ, અમદાવાદમાં અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન એમને ફીઝીક્સ અને મેથ્સમાં એટલો રસ પડ્યો કે એમણે વૈજ્ઞાનિક બનવાનો મનોમન નિર્ણય કરી લીધો હતો, પણ કુટુંબના આગ્રહને વશ થઈ એમણે અમદાવાદની એલ.ડી. કોલેજ ઓફ એંજીનીરીંગમાં ત્રણ વર્ષનો બી.ઈ.(મિકેનીકલ) નો અભ્યાસ કર્યો. ત્યારબાદ એક વર્ષ વધારે અભ્યાસ કરી બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)ની ડિગ્રી પણ મેળવી લીધી. જો સુરેશભાઈનું મનનું ધાર્યું થાત તો ભારતને એક પ્રતિભાશાળી વૈજ્ઞાનિક મળત.

૧૯૬૫ માં અમદાવાદ ઈલેક્ટ્રીસીટી કંપનીમાં આસીસ્ટંટ એંજીનીઅર તરીકે નોકરીની શરૂઆત કરી અને છેક ૨૦૦૦ માં સાબરમતી પાવર સ્ટેશનના જનરલ મેનેજર તરીકે નિવૃતિ લીધી. નોકરી દરમ્યાન એમણે પાવર એંજીનીઅરીંગના વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, ત્રણ પાવર સ્ટેશનોના બાંધકામમાં સક્રીય કામગીરી બજાવી. બે વર્ષ માટે વીજ ચોરી પકડવાનું કામ પણ કર્યું. બે વર્ષ માટે ઝોનલ મેનેજરનું ખૂબ જ જવાબદારીવાળું કામ પણ સંભાળ્યું, ૨૦૦૦ની સાલમાં નિવૃત થયા ત્યારે તેઓ જનરલ મેનેજરના પદ પર હતા. ( રિપિટ થાય છે )

નોકરી દરમ્યાન સુરેશભાઈ પરિસ્થિતિનો તાગ કાઢી એમા ઉત્પાદકતા વધારવા હંમેશાં Time and Motion Studies  અને Inventory control નો ઉપયોગ કરતા. માત્ર પોતાના ઉપરી અધિકારીયો જ નહિં પણ પોતાના હાથ નીચેના માણસો પાસેથી નવું નવું શીખવા ઉત્સુક રહેતા. કોઈપણ મુસ્કેલીનો તેઓ કાયમી ઈલાજ કાઢવા પ્રયત્નશીલ રહેતા. 

ઉદ્યોગોમાં અકસ્માતોને સંપૂર્ણપણે નિવારી શકાતા નથી. એમના હાથ નીચેના કામોમાં જ્યારે પણ અક્સ્માતમાં કોઈ કામદારને ઈજા થતી, ત્યારે સુરેશભાઈ માનસિક રીતે ખૂબ જ વિક્ષુબ્ધ થતા.

નિવૃતિબાદ સુરેશભાઇ શેષ જીવન પસાર કરવા અમેરિકા આવી ગયા. અમેરિકા આવીને જેમ દુલા ભાયા કાગને ઇચ્છા થઈ (કરને બાળક કાગડા) તેમ સુરેશભાઈની પણ ફરીથી બાળક બની જઈ, આનંદમાં શેષ જીવન ગુજારવાની ઈચ્છા થઈ. એમણે લખ્યું,

“બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.

સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે. ”

પબ્લીક લાયબ્રેરીમાંથી બાળકોના વિભાગમાંથી પુસ્તકો મેળવી વાંચવાના શરૂ કરી દીધા. Origami માં પણ એમણે પુષ્કળ હાથ અજમાવ્યો. શાળામાં હતા ત્યારથી જ સાહિત્યમાં રસ તો હતો જ, પણ નિવૃતિમાં આ તેમણે પ્રવૃતિ બની ગઈ. નિબંધ, લેખ, કવિતા, ટુંકી વાર્તા અને નવલકથા, આમ સાહિત્યના બધા પ્રકારોમાં એમણે હાથ અજમાવ્યો. ૨૦૦૬ માં બ્લોગ્સમાં ગુજરાતીમાં લખવાની સુવિધા થઈ જતાં સુરેશભાઈને મોકળું મેદાન મળી ગયું. એમણે ૨૦૦૬ માં જ સાત બ્લોગ્સમાં લખવાની શરૂઆત કરી દીધી, આમાંના ઘણા બ્લોગ્સ તો એમણે જ શરૂ કરેલા. બ્લોગ્સની બાબતમાં તેઓ એટલા બધા ઉત્સાહી હતા કે જે કોઈ મિત્રને પોતાનો બ્લોગ શરૂ કરવો હોય તેને પુરજોશથી મદદ કરવામાં લાગી જતા. એંજીનીઅર હોવાથી કોમપ્યુટરની નવી નવી તરકીબો પોતે સમજી લઈને મિત્રોને પણ શિખવવાનો એમનો શોખ આજે પણ ચાલુ જ છે, અને એટલા માટે જ સુરેશભાઈ બ્લોગ જગતમાં સુરેશદાદા અથવા ફક્ત દાદા ના હુલામણા નામે ઓળખાય છે.

એમના છેલ્લા આઠ-દશ વર્ષના કાર્યોને આ નાનકડા લેખમાં સમાવી લેવાનું શક્ય નથી, પણ માત્ર ન ભૂલાય એવા થોડા કાર્યોનો ઉલ્લેખ કરવો હોય તો એમના બ્લોગ, “ગુજરાતી પ્રતિભા પરિચય” નો ઉલ્લેખ કરવો જ પડે. આ બ્લોગમાં એમણે ૫૪૫ જેટલા ગુજરાતી મહાનુભવોનો પરિચય કરાવ્યો છે. એમના બીજા એક જાણીતા બ્લોગ્સનું નામ છે સૂર સાધના’ જે  ત્રણ જૂના બ્લોગ –‘અંતરની વાણી’, ‘કાવ્યસુર’ અને ‘ગદ્યસુર’ નો સમન્વય છે. એમણે લખેલી ૬ ઈ-બુકમાથી એમના હ્રદયની ખૂબ જ નજીક ઈબુકનું નામ છે – “બની આઝાદ”. આ પુસ્તકમાં એમણે સ્વાનુભવ આધારિત જીવનની ફીલોસોફી વણી લીધી છે.

હાલમાં સુરેશભાઈ વધારે આંતરમુખ થઈ, થોડા ગંભીર વિષયોના વિચારોમાં વ્યસ્ત છે, છતાં પણ લંડનથી બહેન હીરલ શાહે શરૂ કરેલી ઈ-વિદ્યાલયને પગભેર કરવામાં સક્રીય મદદ કરે છે, અને કોમપ્યુટર માટે નવા સોફટવેર બનાવવા અને મોજુદા સોફટવેર્સ પર હાથ અજમાવવાનું કાર્ય તો ચાલુ જ છે.

એમની સલાહ છે,

ભૂતકાળ વાગોળવામાં કે ભવિષ્યની ચિંતા કરવામાં સમય ન ગાળતા.

Live this moment powerfully.

-પી. કે. દાવડા

હરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ


Harnish Jani Tribute    હરનિશ જાની એ શ્રધ્ધાનો વિષય નથી, હાસ્યનો વિષય છે, એટલે એમને શ્રધ્ધાંજલિ નહી.., હાસ્યાંજલિ શોભે! એમને ગુમાવ્યાનું દુ:ખ જરૂર થયું છે.., કારણ એક હાસ્યકાર ગુમાવ્યો છે.., એ કહેતા “ Laughing is a serious matter!” અમે બંને એક જ ક્ષેત્રમાં હતા, એટલે મને એમને ઓળખવાની તક વધારે મળેલ. વર્ષો પહેલાં કિશોરભાઇના ગુર્જરીના પહેલા અંકથી જ પરિચય થયેલ. ગુર્જરીમાં એમનો હાસ્ય લેખ વાંચતાં વાંચતાં જ નક્કી કરી લીધેલ, કે આ માણસ મળવા જેવો છે, અને એ પર ચક્રો ગતિમાન કરી દીધાં! પછી તો એમનો એક પણ લેખ વાંચવાનો બાકી નહીં રાખેલ! ફોન, પત્ર દ્વારા મળવાનું થયું, ને અવાર નવાર રૂબરું પણ મળવાનું થયું. સામાન્ય રીતે એક બાજુ જાણીતી વ્યક્તિ હોય, અને બીજી બાજુ મારા જેવી સામાન્ય વ્યક્તિ હોય તો કેમેસ્ટ્રી જામે નહીં.., તમે ગમે તેટલાં ફાંફાં મારો પણ દાળ ગળે નહીં. અમારી બાબતમાં ઉલટું થયું! એમને જાણતા પહેલાં એ મને માણતા થઇ ગયા! ક્યાંય પણ એમનો કાર્યક્રમ હોય, ત્યાં મને પણ રેકમન્ડ કરતા! હ્યુસ્ટન, યુકે, ન્યુ જર્સી ઘણી જગ્યાએ અમારા કાર્યક્રમો સાથે થયા, એક બાજુ હરનિશ જાનીનો સ્ટેન્ડઅપ કોમેડી શો હોય તો બીજી બાજુ મહેન્દ્ર શાહનો સ્ટેન્ડઅપ કાર્ટુન શો હોય.., બસ ફરક ફક્ત એટલો જ કે હરનિશભાઇ ઉભા ઉભા સ્ટેન્ડઅપ કોમેડી કરતા, ને લોકો બેઠા બેઠા માણતા. મહેન્દ્ર શાહની બાબતમાં લોકો ઉભા ઉભા એમનાં કાર્ટુન્સ માણતા ને મહેન્દ્ર શાહ એક ખૂણામાં ખુરસી પર બેસી માણવાવાળાને નીરખતા! જો કે લોકોને આ કેમેસ્ટ્રી માફક આવી ગયેલ, લોકોને હાસ્ય માણવાના ઓપ્સન્સ મળતા.., લોકો એક ખૂણે ઉભા ઉભા કાર્ટુન્સ જોઇને કંટાળતા તો આખું ટોળું બીજા ખૂણે હરનિશભાઇને સાંભળવા જતું રહેતું! હરનિશભાઇને કહેતો.., “ માફ કરજો, પણ હમેશાં હું “ હરનિશ ” લખવામાં કન્ફ્યુઝ થાઉં છું.., “ ન” ને હ્રસ્વઇ આવે કે દીર્ઘઇ? એ કહેતા, “ ગુજરાતીમાં લખો, તો હ્રસ્વઇ દીર્ઘઇ કંઇ ફરક નથી પડતો, પણ અંગ્રેજીમાં લખો તો એપોસ્ટ્રોપી “ S” કરવાનો!હરનિશભાઇ મારાં કાર્ટુન્સ પ્રદર્શનના આગ્રહી જ નહીં પ્રોત્સાહક પણ હતા, અને મિત્રોને મારી ઓળખાણ આપી ખાસ કહેતા.., ક્યાંક સાહિત્ય, લીટરરી કે ચાલો ગુજરાતના મેળાવડામાં હજ્જારો સાહિત્યકારો, કવિઓ, લેખકો જોવા મળશે પણ કાર્ટુનીસ્ટ તો એક જ જોવા મળશે!”

       હંસા બહેન, તમે અને કટુંબ એકલા જ નહીં.., આપણે બધા હરનિશભાઇને મીસ કરશું! એમને યાદ કરીએ ત્યારે એમના હાસ્ય લેખો , અને કોમેડી યાદ આવે જ ને? અને એ યાદ આવે ત્યારે હોઠો પર હાસ્ય આવે , તો પછી એમને “હાસ્યાંજલી” કેમ નહીં?

      આ સાથે અવારનવાર પ્રસંગોપાત્ત એમના પર બનાવેલ કાર્ટુન્સ. એક પ્રસંગ તો ખાસ યાદ રહી જાય એવો, વીપુલભાઇએ એમના ઓપીનીયનના દસમી એનીવર્સરીના કાર્યક્રમમાં અમને લંડન આમંત્રેલ અને દુનિયાની નાનામાં નાની ગાડીમાં કીર્તીદા જોષી, ચંદ્રિકા જોષી નણંદ ભોજાઇ હોટલ પરથી હરનિશ કપલને પીકઅપ કરી ચાર જણ અને આઠ બેગો સાથે લંડન સફરે ગયેલ, મેં એ પ્રસંગ ઘરે આવતાં જ કાર્ટુનમાં ઢાળેલ!

-મહેન્દ્ર શાહ.

hj1HJ2hj3hj4

હરનિશભાઈના કુટુંબીજનો ( ફોટો સૌજન્ય  –  ડો. રાજેન્દ્ર ત્રિવેદી )

HJ_family

ઈ-વિદ્યાલય – નવો દેખાવ


ઈ-વિદ્યાલયને નવાં રૂપ રંગ આપવાનું કામ સ્ટુડિયોમાં ધમાધોકાર ચાલી રહ્યું છે,

ત્યારે આજનું એનું મુખડું …

ev_HG_1

આ ચિત્ર પર ક્લિક કરી, ત્યાં પહોંચો…

 

અમદાવાદ અને ગુજરાતનો ફોટો નજારો


     મારા  માદરે વતનના આધુનિક નજારા ગોતવા  ખાંખાખોળાં કરવા લાગ્યો. અને એક મોટો ખજાનો હાથ લાગી ગયો.

     આ રહ્યો –

ahd

આ ચિત્ર પર ક્લિક કરો

એમાંથી થોડાક મસ્ત ફોટા …

This slideshow requires JavaScript.

 

ફરમાઈશ – એક સત્યકથા


જુલાઈ – ૨૦૧૩ ફરમાઈશનું પાનું અહીં શરૂ કરેલું

આ ચાર વર્ષમાં વાચકોએ એનો ઘણો ઉપયોગ કર્યો છે. એના બોલતા આંકડા આ રહ્યા…

faramaish

     આ બધા મિત્રોને ચપટીક મદદ કર્યાનો સંતોષ અને આનંદ તો છે જ. પણ સોનાની થાળીમાં રત્ન જડ્યું હોય તેવી  એક ઘટના હમણાં હમણાં  બની. એનું વર્ણન અહીં…

એક વિદાયનો વિષાદ

આનંદની વાત એ પણ છે કે, આ ઘટના પ્રગટ કરવા ‘વેબ ગુર્જરી’ જેવી માતબર વેબ સાઈટના સંચાલકોએ પણ સૌજન્ય દાખવ્યું .

wegu_logo

આ લોગો પર ક્લિક કરો.

     વીતી ગયેલા વર્ષોના, ઉર્મીશીલ કવિની રચના આજે પણ કોઈકેને ગમે છે, તે વાત ગુજરાતી  ભાષાના સૌ ચાહકો માટે ગૌરવ અને આનંદની વાત છે.

આનંદની છેલ્લી વાત…

       અનેક બ્લોગ અને વેબ સાઈટો પર ગુજરાતી ભાષાનું સંવર્ધન અને માવજત થઈ રહ્યાં છે. તે સૌનો હૃદયપૂર્વક આભાર. ખાસ કરીને આ કવિતા  રજૂ કરવા માટે વિકિસ્રોતના, તેના મોભી શ્રી. ધવલ વ્યાસ અને તેમના નેતૃત્વ નીચે કામ કરતા સ્વયંસેવકોના આપણે  ઋણી છીએ.

મધુસુદન ઢાકી, Madhusudan Dhaky


dhak2#   ઈતિહાસ અને પુરાતત્વના ખાં

#    તેમનાં ઘણા બધા સંશોધન લખાણો

#  એક ટૂંક પરિચય

#  વિકિપિડિયા પર

# એક સરસ  પરિચય- ધ્રુવ ઘોષ

#

————————————————–

જન્મ

  • ૩૧, જુલાઈ -૧૯૨૭; પોરબંદર

અવસાન

  • ૨૯, જુલાઈ-૨૦૧૬, અમદાવાદ

કુટુમ્બ

  • માતા– ? ; પિતા – અમીલાલ
  • પત્ની – ગીતા, સંતાન – ?

શિક્ષણ

  • બી.એસ.સી.( ભુસ્તરશાસ્ત્ર) – ફર્ગ્યુસન કોલેજ, પુણે

વ્યવસાય

  • ૧૯૯૬ – ૨૦૦૫ –  દિલ્હી ખાતે ભારતીય કળા અને પુરાતત્વમાં સંશોધનાની અમેરિક સંસ્થામાં

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • થોડોક સમય સેન્ટ્રલ બેન્કમાં નોકરી
  • ૧૯૭૬-૧૯૯૬ – કળા અને પુરાતત્વ અંગેની ગુડગાંવ સ્થિત અમેરિકન સંસ્થામાં સંશોધન વિભાગના ડિરેક્ટર; ત્યાં જ ૨૦૦૫ સુધી ડિરેક્ટર – એમેરિટસ
  • ભારતીય શાસ્ત્રીય સંગીત વિશે સંશોધન પણ કરેલું છે.
  • ભારતની સ્વતંત્રતા બાદ નવા બંધાતા સોમનાથ મંદિરના બાંધકામના ક્યુરેટર
  • જૈન સાહિત્ય અને કળા વિશે સંશોધન અને લેખન

રચનાઓ

[ ૨૫ પુસ્તકો, ૩૨૫ સંશોધન લેખ, ૪૦૦ – સામાયિકોમાં  લેખ ]

  • સંશોધન – The Riddle of the Temple of Somanātha, The Indian temple forms in Karṇātak inscriptions and architecture, Encyclopaedia of Indian temple architecture with Michael Meister, The Indian temple Traceries (2005), Complexities Surrounding the Vimalavasahī Temple at Mt. Abu (1980), Arhat Pārśva and Dharaṇendra nexus, Nirgranth Aitihāsik Lekh-Samuccay, Professor Nirmal Kumar Bose and His Contribution to Indian Temple Architecture: The Pratiṣṭhạ̄-Lakṣaṇasamuccaya and the Architecture of Kaliṅga(1998), The Temples in Kumbhāriyā (2001), Saptaka (1997), Tamra Shashan (2011).[3]

સન્માન

  • કેમ્પબેલ મેમોરિયલ સુવર્ણચન્દ્રક – એશિયાટિક સોસાયટી, મુંબાઈ
  • ૧૯૭૪ – કુમાર  ચન્દ્રક
  • ૨૦૧૦ – પદ્મભુષણ
  • ૨૦૧૦ – રણજિતરામ સુવર્ણચન્દ્રક – ગુજરાતી સાહિત્ય પરિષદ
  • ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર
  • લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ – ગુજરાતી ઈતિહાસ પરિષદ

 

 

 

http://projectanveshan.com/a-meeting-with-our-mentor/

%d bloggers like this: