ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વિડિયો

ઈતિહાસ વિડિયો


ગુજરાતના ઈતિહાસના અભ્યાસુ ડો. પ્રદ્યુમ્ન ખાચરે બહુ જ સંશોધન કરીને સરસ મજાના વિડિયો બનાવ્યા છે. થોડાક આ રહ્યા..

પરિચય – અદભૂત કામ


સુરતના અંધ શિક્ષક શ્રી. નિતેશ સુખડિયાએ નામાંકિત વ્યક્તિઓના પરિચય આપતા ઘણા બધા વિડિયો બનાવી અંધ જનોની અદભૂત સેવા કરી છે.

તેમણે બનાવેલ બે વિડિયો નીચે

તેમની યુ-ટ્યુબ ચેનલ

આ ચિત્ર પર ક્લિક કરી એમની ચેનલ પર પહોંચી શકશો.

તહોમતનામું


અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાન્સિસ્કોના બે એરિયામાં મળતી બેઠકના ઉપક્રમે આ ઝૂમ નાટક યોજાઈ ગયું.
‘અદભૂત’ના ઉદગારો સરી જાય એવું લેખન, પઠન અને અભિનયનું સંચાલન – તો ખરું જ. પણ..
કોરોના લોકડાઉનના પ્રસ્તુત માહોલમાં ૪૦૦ થી વધારે વ્યક્તિઓએ વિશ્વભરમાં એક સાથે નિહાળ્યું અને માણ્યું પણ ખરું. એના થોડાક અંશ આ રહ્યા –

આખો વિડિયો આ રહ્યો.

ગુજરાતી પ્રતિભા પરિચય – યુ ટ્યુબ પર


આમ તો સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીએ બહુ ઉચ્ચ કક્ષાના વિડિયો બનાવીને યુ-ટ્યુબ પર મુક્યા જ છે. પણ આવું કામ અંગત રીતે કરનારા પણ છે.

આ એક જ વિડિયો જુઓ….

અને આવા બીજા વિડિયો પણ અહીં મળશે…

pg

આ ચિત્ર પર ક્લિક કરો

સાભારશ્રી. કમલેશ દવે, ટોરોન્ટો

 

ગ્રામમાતા ; ભાગ -૨


    આજે ૨૬મી જાન્યુઆરીએ – ‘કલાપી’ના જન્મ દિવસે કલાનિકેતન – રાજકોટ દ્વારા સ્વરબધ થયેલ રચના ‘ગ્રામમાતા’  વિડિયો સ્વરૂપે રજુ કરતાં આનંદની લાગણી થાય છે.

આભાર…

•સૂર સિંહજી તખ્તસિંહજી ગોહેલ-’કલાપી’
•વિકિસ્રોત
•શ્રી. માવજીભાઈ મુંબાઈવાળા
•કલાનિકેતન – રાજકોટ
•ડૉ. ભરત પટેલ- સંગીત
•નિગમ ઉપાધ્યાય – સ્વર
•પ્રીતિ ગજ્જર – સ્વર
•મનસૂર વાલેરા – સ્વર
અને એક સરસ સમાચાર…
શ્રી. રાજેશ પટેલે ‘કલાપી’ને ‘ફેસબુક’ પર તખ્તનશીન કર્યા છે.

આ ચિત્ર પર 'ક્લિક' કરી 'ફેસબુક' પર કલાપીનો અઢળક ખજાનો માણો

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ‘ફેસબુક’ પર કલાપીનો અઢળક ખજાનો માણો

આ ખજાનો એટલો તો ભરચક છે કે, એને માણતાં થાકી જવાય.

પણ એમાંથી બનાવેલી ક્લાપી -પરિચયની ફાઈલ આ  રહી.

અને કલાપીનો ટુંક પરિચય આ રહ્યો.

‘ગ્રામમાતા’- કલાપી- નવા સ્વરૂપમાં


       સ્વ. સૂરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ( કલાપી) ની અમર રચના ‘ગ્રામમાતા’ હમ્મેશ ગુજરાતી કવિતાના ચાહકો માટે એક ઘરેણાં જેવી રહી છે.

'કલાપી'ના પરિચય માટે આ ચિત્ર પર 'ક્લિક' કરો.

‘કલાપી’ના પરિચય માટે આ ચિત્ર પર ‘ક્લિક’ કરો.

       આમ હોવાનું એક કારણ એ કે, એ રચનામાં ગુજરાતી ભાષાના બહુ જ જાણીતા છ છંદો વપરાયા છે.

      એક કાળે એ છંદોમાં હાથ અજમાવવા મન થયું હતું; અને નેટમિત્ર શ્રી. જુગલકિશોર વ્યાસે એ શીખવાડવાના ક્લાસ શરૂ કર્યા હતા. …… અહીં.

       હવે આ બહુ જ ગમતીલી રચના વિડિયો રૂપે અહીં માણો…

         આ વિડિયોમાં કવિતાના શબ્દો તો છે જ; પણ સાથે એ છ છંદોનો પરિચય અને તેમના પર આધારિત કવિતાની પંક્તિઓ અને સંસ્કૃત શ્લોકોનો પાઠ પણ છે.

આભાર દીકરી ઋચાનો અને…..

Gram_Mata_7 Gram_Mata_2

        આખા પ્રયત્નમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે શ્રી. માવજીભાઈ મુંબાઈવાળાનો પણ ખુબ ખુબ આભાર.

        જો કોઈ વાચક પરવાનગી મેળવી આપે તો…….

     આ વિડિયોના બીજા ભાગમાં રાજકોટની ‘કલાનિકેતન’ સંસ્થાના મોભી ડો. ભરત પટેલ અને તેમના કલાકાર સાથીઓ દ્વારા સંગીત / સૂર બદ્ધ કરાયેલ આ રચનાનું રેકોર્ડિંગ મૂકવા ઇચ્છા છે. આશા રાખીએ કે, એ શક્ય બનશે.

ક્રિસમસના શુભ અવસરે ગુજરાતી ભાષાના રસિયાઓને નવલી ભેટ


આ અગાઉ એક નવો પ્રયોગ કર્યો હતો – ગુજરાતી કવિઓનો સંઘ કાઢવાનો. આ રહ્યો…

હવે એમાં શ્રીમતિ હીરલ શાહનો મધુર સ્વર પણ ભળ્યો છે.

આધુનિક ગુજરાતી કવિતાના ઉષાકાળ વખતના કવિઓની રચનાના એકાદ પદનો આ સંપુટ માણો અને આપણી અણમોલ વિરાસત જેવા એ કવિઓને સાદર પ્રણામ કરવામાં જોડાઓ.

કવિ પરિચય -વિડિયોમાં


       કવિ પરિચય આપવા બાળકની જેમ અમે તો વિડિયો બનાવ્યો( આ રહ્યો એ); પણ સિદ્ધહસ્ત સાહિત્યકારો જ્યારે આવું કામ હાથમાં લે; ત્યારે કેવું મહાન કામ કરી શકે; તેની પ્રતીતિ થઈ ગઈ.

ચિત્ર પર 'ક્લિક'કરો અને એ થિયેટરમાં પહોંચી જાઓ!

ચિત્ર પર ‘ક્લિક’કરો અને એ થિયેટરમાં પહોંચી જાઓ!

      બીજો અનહદ આનંદ એ વાતનો કે, એક સરકારી સંસ્થાએ આવું ઉચ્ચ ગુણવત્તાવાળું અને ઉમદા કામ કરી બતાવ્યું.

       આભાર ગુજરાત સરકારનો, સાહિત્ય અકાદમીનો, કવિશ્રી. હર્ષદ ત્રિવેદીનો

અને…

      આભાર હ્યુસ્ટનના શ્રી.ચીમન પટેલનો અને શ્રી.સનત મહેતાનો .. આવી અમૂલ્ય માહિતી આપવા માટે.

——————————————————-

શ્રી હર્ષદ ત્રિવેદીનો પરિચય આ રહ્યો.

%d bloggers like this: