ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: અભિનેતા

સૌમ્ય જોશી, Saumya Joshi


sau1# કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.
પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.

# પેટ હતું તો ઝબ્બે થઈ ગ્યું, રાત હતી તો પડી,
ઊંઘ હતી તો આવી ગઈ ને ફૂટપાથોને જડી.

વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે,
શ્વાસ હોય તો ખૂંટી જાય ને લખચોરાસી ફળે.

#  કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયાં એનાં ચપ્પલ.
હવે, કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે,
ને માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.

– (‘ગ્રીનરૂમમાં’)

# બહુ જ વખણાયેલી આ રચના ટહૂકો પર વાંચો – સાંભળો 

આ સ્યોરી કે’વા આ’યો સુ ને ઘાબાજરિયું લા’યો સુ.
અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
ભગવાન મહાવીર,
અવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મે’લી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.

# રચનાઓ
લયસ્તરો પર   ઃ  રણકાર પર 

વિકિપિડિયા પર 

# અંગ્રેજીમાં એક સરસ પરિચય

 


ફેસબુક પર…

sau4

આ ચિત્ર પર ક્લિક કરો….

જન્મ

 • ૩, જુલાઈ- ૧૯૭૩, અમદાવાદ

કુટુમ્બ

 • માતા –  નીલા, પિતા– જયંત
 • પત્ની –

શિક્ષણ

 • પ્રાથમિક શિક્ષણ – વિજયનગર હાઈસ્કુલ
 • ૧૯૯૦ – એસ.એસ.સી. – વિદ્યાનગર હાઈસ્કુલ, અમદાવાદ
 • ૧૯૯૩ – બી.એ. – એચ.કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ
 • ૧૯૯૫ – એમ.એ. – ગુજરાત યુનિ. અમદાવાદ

વ્યવસાય 

 • ૨૦૧૫ સુધી – એચ.કે. આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર
 • ૨૦૧૧ થી – ગુજરાતી નાટ્ય ક્ષેત્રમાં

sau2

sau5

આ ચિત્ર પર ક્લિક કરી , તેમનો ઈન્ટરવ્યુ વાંચો.

તેમના વિશે વિશેષ

 • ૧૮ વર્ષની ઉમરે કવિતા લખવાની શરૂઆત \
 • પહેલી કવિતા ‘કવિલોક’માં પ્રકાશિત થઈ હતી.
 • પહેલું ગુજરાતી નાટક – ‘રમી લો ને યાર !’
 • ‘દોસ્ત! ચોક્કસ અહીં એક નગર વસતું હતું’ – હુલ્લડ ગ્રસ્ત અમદાવાદથી વ્યસ્ત થઈને લખેલું / ભજવેલું નાટક બહુ જ વખણાયું હતું.
 • Fade in theatre ના સ્થાપક
 • ૧૦૨ – નોટ આઉટ નાટકના સર્જક . એ જ નામની હિન્દી ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટર
 • વેલકમ જિંદગી – નાટકના  સર્જક તરીકે પણ બહુ ખ્યાતિ પામ્યા.

sau6 

રચનાઓ

 • કવિતા – ગ્રીમ રૂમમાં

સન્માન

 • ૧૯૯૬ – બ.ક.ઠા. એવોર્ડ
 • રાવજી પટેલ એવોર્ડ
 • ૨૦૦૭ – યુવા ગૌરવ પુરસ્કાર
 • ૨૦૦૮ – તખ્તસિંહ પરમાર પારિતોષિક

 

 

 

‘અમર’ પાલનપુરી, Amar palanpuri


ap8         “કોઈ લેખકે પોતાની ઓળખ ‘સર્જક ‘ તરીકે નહીં પણ ‘ શોધક’ તરીકે આપવી જોઈએ. સર્જક તો એક માત્ર ‘તે’ જ.”

ચાલ હવે તું ખુદને મળ, મ્હોરાંમાંથી બ્‍હાર નીકળ
જીવન માટે લાખ દિવસ, મૃત્યુ માટે એક જ પળ.

જો ફાવે તો આગળ થા, ન ફાવે તો પાછો વળ.

પવન ફરકે તો એ રીતે  ફરકજે, પાન ના ખખડે
કોઈને સ્વપ્નમાં માંગી ‘અમર’ હમણાં જ સૂતો છે.

સિગ્નેચર ગઝલ-

ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
જાન ગયો છે એક ઉઝરડે.

તેમની ઘણી બધી રચનાઓ


ap5

આ વેબ સાઈટ પર તેમનો ટૂક પરિચય વાંચો.

સમ્પર્ક

 • Amar Palanpuri, Adarsh Society, Athwa, Surat, Gujarat 395001, India

મૂળ નામ

 • પ્રવીણ મણીલાલ મહેતા

જન્મ

 • ૧, જુલાઈ – ૧૯૩૫, પાલનપુર

કુટુમ્બ

 • માતા – તારાબહેન; પિતા – મણીલાલ
 • પત્ની – ૧) હંસા, ૨) મીનાક્ષી; સંતાન – ?

શિક્ષણ

 • મેટ્રિક( પાલનપુર)

વ્યવસાય

 • હીરા ઉદ્યોગમાં

ap4

ap3

તેમના વિશે વિશેષ

 • નવ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થઈ ગયું.
 • અત્યંત તોફાની હતા, અને તેમનાં તોફાનોથી પરેશાન થઈ માતા કૂવે આપઘાત કરવા ગયાં. ત્યાં ‘શૂન્ય’ પાલનપુરીની માતાએ બચાવ્યા અને પોતાને ઘેર લઈ ગયા. પછી પ્રવીણ પણ ‘શૂન્ય’ના ઘેર જતો થયો અને તેમના પુત્ર સમાન બનીને રહ્યો. ઘરનું બધુ કામ કરે, શૂન્યના પગ પણ દબાવે અને તેમની શાયરી પણ સાંભળતો થયો.
 • સ્કૂલના નવા મકાનના સંડાસમાં લયબદ્ધ રીતે ગાળો લખતા પકડાયા અને પ્રિન્સિપાલે ‘શૂન્ય’ને ફરિયાદ કરી. તેમણે તમાચો માર્યો અને પ્રવીણની જિંદગીમાં વળાંક આવ્યો.
 • મેટ્રિક પાસ થયા બાદ માસીના ઘેર મુંબાઈમાં નોકરી.
 • મુંબાઈમાં પ્રેમમાં નિષ્ફળતા મળતાં ગઝલો  લખવાની શરૂઆત કરી. ત્યારથી શરૂ થયેલી યાત્રા ‘ઉઝરડો’ ગઝલ સંગ્રહમાં પરિણમ્યો. પણ તેમણે કદી એ પ્રેમિકા વિશે કોઈને જણાવ્યું નથી.

ap7

 • મુંબાઈમાં બિમાર પડતાં પાછા પાલનપુર ગયા અને સાહિત્ય વર્તુળોમાં ગઝલમાં ડૂબી ગયા. ‘શૂન્ય’ એ આપેલા તખલ્લુસ ‘અમર’થી ગઝલો લખતા થયા.
 • સાજા થઈને મુંબાઈ પાછા ગયા અને ‘શૂન્ય’ની ભલામણથી ‘સૈફ’ પાલનપુરીના સમ્પર્કમાં આવ્યા. તેમના સામાયિક ‘વતન’ માં માનદ સેવા.  ‘શૂન્ય’ની ચિઠ્ઠીમાં તેઓ સારું ગાય છે, એમ જાણવાથી સૈફે મિત્રો સાથેની મહેફિલમાં એમની પાસે ગઝલો ગવડાવી અને આમ મુબાઈના પ્રખ્યાત કવિઓ સાથે તેમનો સમ્પર્ક થવા લાગ્યો.અમીન આઝાદ, બેફામ, ગની દહીંવાલા, વેણીભાઈ પુરોહિત, શયદા, બેકાર, રતિલાલ ‘અનિલ’, નીનુ મજમુદાર વિ. સાથે મહેફિલોમાં ભાગ લેવા માંડ્યા.
 • હીરા ઘસવાનું કામ કરતા લોકો ગાળો બહુ  બોલતા. એના ઉપરથી તેમનું એક ચર્ચાસ્પદ વિધાન – ”ગઝલ ગાળોનો પર્યાય છે!”
 • ઘણા નાટકોમાં અભિનય પણ કર્યો છે. જયંતિ પટેલ ‘રંગલો’ દ્વારા દિગ્દર્શિત, પચાસ નાઈટ ચાલેલા,  નાટક ‘નેતા અભિનેતા’ માં મુખ્ય પાત્ર ભજવ્યું હતું, અને તેમનો અભિનય બહુ જ વખણાયો હતો.
 • નાટક કારકિર્દીમાં જ મીનાક્ષી મારફતિયાના ઘનિષ્ઠ સમ્પર્કમાં આવ્યા. આના કારણે તેમનું લગ્ન જીવન ખરાબે ચઢ્યું. અંતે પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ, મીનાક્ષી સાથે સંસાર શરૂ કર્યો.
 • ૧૯૬૨ – સૂરતમાં રહેવા લાગ્યા. ‘સપ્તર્ષિ‘  નામની સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપના
 • તેમણે ગીતો અને ભજનો પણ લ્ખ્યાં છે.

‘ગુર્જર વાણી’ દ્વારા તૈયાર કરાયેલ ત્રણ વિડિયો,

રચનાઓ

 • ગઝલ – ઉઝરડા

ap1

સાભાર

 • ગુર્જરવાણી

 

ap9

આ શિર્ષક પર ક્લિક કરી યુ-ટ્યુબ ચેનલ પર જાઓ.

અમૃત કેશવ નાયક, Amrut Keshav Nayak


Amrit Keshav Nayak_2
એક પરિચય

 

—————————————————

જન્મ

 • ૧૮૭૭, અમદાવાદ

અવસાન

 • ૨૯, જૂન-૧૯૦૬

અભ્યાસ

 • ચાર ધોરણ સુધી, બે ધોરણ ઉર્દૂમાં

Amrit Keshav Nayak_1

તેમના વિશે વિશેષ

 • ૧૮૮૮ – ૧૧ વર્ષની ઉમરે આલ્ફ્રેડ નાટક કમ્પનીમાં નટજીવનનો પ્રારંભ
 • ૧૫ વર્ષની ઉમરે ‘અલાઉદ્દીન’ નાટકનું દિગ્દર્શન અને ‘લયલા’ તરીકે અભિનય. તેમના કામથી પ્રભાવિત થઈ આલ્ફ્રેડ નાટક કમ્પનીના ડિરેક્ટરે તેમને આસિ. ડિરેક્ટરનો હોદ્દો આપ્યો.
 • શેકસ્પિયરનાં નાટકો ‘હેમ્લટ. અને ‘રોમિયો જુલિયેટ’ ને હિન્દી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પહેલ કરી.
 • ધંધાદારી રંગભૂમિના ગીતલેખક, સંગીત વિશારદ
 • કલકત્તાના ‘અમૃત બઝાર પત્રિકા’માં અંગ્રેજી રાજ્યની વિરૂદ્ધ લેખો પણ લખ્યા હતા.
 • પારસી રંગભૂમિના બહુ જ લોકપ્રિય કલાકાર.

રચનાઓ

 • નાટક – ભારત દુર્દશા
 • નવલકથા – એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી?, મરિયમ,
 • અધૂરાં પુસ્તકો– સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ, નાદિરશાહ

સાભાર

 • ડો. કનક રાવળ
 • ગુજરાતી સાહિત્ય કોશ

 

જયંતિ પટેલ, JAYANTI PATELરેડિયો કલાકાર, નાટ્ય કલાકાર, નાટ્ય દિગ્દર્શક

બાળમિત્ર શ્રી. કનક રાવળનાં સંસ્મરણો
( ‘ગુર્જરી ડાયજેસ્ટ’માંથી )

– ‘ગુજરાત મિત્ર’માં તેમનો ઈન્ટરવ્યુ


jp

જન્મ 

 • ૨૪, મે-૧૯૨૪; અમદાવાદ
rangalo

પરિવાર જનો સાથે

કુટુમ્બ

 • માતા– જશીબેન ; પિતા – કાલીદાસ
 • પત્ની – શારદાબેન ( પ્રાથમિક શાળામાં  શિક્ષિકા અને નાટ્ય કળાકાર)
 • પુત્રીઓ– નિવેદિતા, વર્ષા; પુત્ર – નીલેશ

શિક્ષણ

 • ૧૯૪૮ – બી.એ.(ગુજરાત કોલેજ,  અમદાવાદ)
 • ૧૯૮૧– પી.એચ.ડી. ( નાટ્ય) – ભારતીય વિધ્યાભવન

ઉપનામ 

 • રંગલો

ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેમનું વ્યાખ્યાન

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

 • ૧૯૪૨– સ્વાતંત્ર્ય ચળવળમાં ગોળીબારમાં પગે ઘવાયા; અને બે વર્ષ પથારીવશ રહ્યા.
 • ૧૯૬૭ – પુલિત્ઝર ઈનામ વિજેતા નાટકનું ગુજરાતી રૂપાંતર કરવા માટે  જેીફ.કે. સ્કોલરશીપ હેઠળ ન્યુયોર્ક આવ્યા.
 • ૧૯૭૬ – ‘ ઓલ્ટર્નેટિવ થિયેટર’ સ્કોલરશીપ મળી.
 • ૧૯૮૨ – બ્રહ્માનંદ સરસ્વતી સ્વામીના મનરો – ન્યુયોર્ક ખાતેના આનંદ આશ્રમમાં જોડાયા.
 • શરૂઆતમાં એલિસબ્રિજ આરોગ્ય સમિતિમાં રંગમંડળની સ્થાપના,
 • નાટકના રૂપમાં ભવાઈને અદ્યતન સ્વરૂપ આપવા પ્રયોગો કર્યા.
 • ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે પણ હાથ અજમાવી જોયો છે.
 • મિનરલ્સનો વેપાર
 • ‘અખંડ આનંદ’માં ‘રંગલાની રામલીલા’ શિર્ષક નીચે તેમના નાટક અંગેના લેખો છપાયા છે.

અન્ય શોખ 

 • વ્યંગચિત્રો બનાવવાનો

rangalorangalo1

રચનાઓ 

 • ભજવેલાં/ દિગ્દર્શન કરેલાં નાટકો – રંગીલો રાજા, આ મુંબાઈનો માળો, સરવાળે બાદબાકી, નેતા અભિનેતા, સપનાના સાથી, મારા અસત્યના પ્રયોગો, મસ્તરામ
 • પરિચય પુસ્તિકાઓ – ભવાઈ, કાર્ટૂનની કળા
 • નાટકો – સરવાળે બાદબાકી, રંગલાની રામલીલા, નેતા અભિનેતા, મારા અસત્યના પ્રયોગો,સુણ બે ગાફિલ બન્દા
 • ધાર્મિક – સાત પ્રાર્થનાઓ
 • વિવેચન– ગાંધી, ચેપ્લિન અને હું

સાભાર

 • ગુજરાતી સાહિત્યકોશ
 • ગુજરાત મિત્ર
 • શ્રી.ઉત્તમ ગજ્જર, શ્રીમતિ વર્ષા પટેલ, કનક રાવળ

સંજીવ કુમાર, Sanjeev Kumar


Sanjeev_kumar–  વિકિ ઉપર

————————————————-

નામ

 • હરિભાઈ જરીવાલા

જન્મ

 • ૯, જુલાઈ- ૧૯૩૮,મુંબાઈ
 • મૂળ વતન – નિયોલ ગામ ( જિ.સૂરત )

અવસાન

 • ૬, નવેમ્બર- ૧૯૮૫, મુંબાઈ

શિક્ષણ

 • ?

વ્યવસાય

 • ફિલ્મ એક્ટર, પ્રોડ્યુસર

કુટુમ્બ

 • માતા-?; પિતા-?
 • અપરિણિત

તેમના વિશે વિશેષ

 • કિશોરાવસ્થામાં કુટુમ્બ સાથે મુંબાઈમાં વસવાટ
 • ફિલ્મ સ્કૂલમાં ભણતાં ભણતાં બોલીવૂડમાં પ્રવેશ
 • ૧૯૬૦ – ‘હમ હિન્દુસ્તાની’ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત
 • ૧૯૬૫ – ‘નિશાન’ ફિલ્મથી તેમની ઝળહળતી કારકિર્દીની શરૂઆત થઈ.
 • ૧૯૬૮ – દિલીપકુમાર સાથે ‘સંઘર્ષ’ ફિલ્મમાં કામ કર્યું.
 • ૧૯૭૦ – ‘ખિલૌના’ ફિલ્મમાં
 • ૧૯૭૨ – ‘સીતા ઔર ગીતા’ ફિલ્મમાં
 • ૧૯૭૩ – ‘આપકી કસમ’  ફિલ્મમાં
 • ૧૯૭૫ – બહુ જ વખણાયેલી ‘શોલે’ ફિલ્મમાં ઠાકુર તરીકે અવિસ્મરણીય અભિનય
 • ‘શતરંજ કે ખિલાડી’માં મિર્ઝા  સાજિદ અલી તરીકે તેમનો અભિનય બહુ જ વખણાયેલો
 • ‘ત્રિશૂલ’ અને ’વિધાતા’ જીવનના છેવટના ભાગની ફિલ્મો
 • એક પંજાબી ફિલ્મમાં પણ અભિનય આપ્યો હતો.
 • અવસાન બાદ તેમણે અભિનય કરેલી દસ ફિલ્મો બહાર પડી હતી. ‘પ્રોફેસરકી પડોસન’ તો છેક ૧૯૯૩માં તેમની અધુરી અદાકારી છતાં બહાર પડી હતી.
 • હેમા માલિની અને સુલક્ષણા પંડિત સાથે પ્રણય સંબંધો; પણ લગ્નમાં ન પરિણમ્યા.
 • હૃદય રોગના હુમલાથી અવસાન

સન્માન

 • ૧૯૭૧– ‘દસ્તક’ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ
 • ૧૯૭૩ – ‘કોશિશ’ ફિલ્મમાં બહેરા મુંગા તરીકે પ્રાણવાન અભિનય માટે ‘શ્રેષ્ટ એકટર’ નેશનલ એવોર્ડ
 • ઘણા બધા ફિલ્મફેર એવોર્ડ

સાભાર

 • વિકિપિડિયા

કાજલ ઓઝા-વૈદ્ય, Kajal Ojha Vaidya


Kajal_2
( વાંચો અને સાંભળો )

વિકિપિડિયા પર

તેમની સાથે પ્રશ્નોત્તર

તેમની રચનાઓ

——————————————————-

જન્મ

 • ૨૯, સપ્ટેમ્બર – ૧૯૬૬, મૂંબાઈ

કુટુમ્બ

 • માતા-?; પિતા – દિગંત ઓઝા
 • પતિ – સંજય વૈદ્ય; સંતાન – ?

શિક્ષણ

 • ૧૯૮૬ – બી.એ.( સંસ્કૃત, અંગ્રેજી) , ગુજરાત યુનિ.( અમદાવાદ)
 • એમ.એ. – એડ્વર્ટાઈઝિંગ મેનેજમેન્ટ ( મુંબાઈ યુનિ.)

ચિત્રલેખા હીરક મહોત્સવમાં પ્રવચન

અસ્મિતા પર્વમાં પ્રવચન

શિકાગોમાં પ્રવચન( ત્રણ ભાગ પૈકીનો પહેલો ભાગ )

તેમના વિશે વિશેષ

 • હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યોગદાન આપ્યું છે.
 • તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે.
 • સંદેશ,ગુજરાત ડેઇલી,લોકસત્તા-જનસત્તા,ઈન્ડીયન એકસપ્રેક્ષ ,મુંબઇ,અભિયાન,સમકાલીન,સંભવ માં પત્રકારત્વ
 • દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર(સુરત),કચ્છ-મિત્ર, જન્મભૂમિ-પ્રવાસી,કલક્ત્તા હલચલમાં કટાર લેખક

Kajal_3

 

Kajal_4

રચનાઓ

 • ૪૫ પુસ્તકો(નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકો)

સન્માન

 • ૧૯૮૧: નેશનલ એવોર્ડ અને નિબંધ લેખન માટે “સંસ્કાર ચંદ્રક”
 • ૧૯૮૨: નેશનલ એવોર્ડ અને ટૂંકી વાર્તા લેખન માટે “સંસ્કાર ચંદ્રક”
 • ૧૯૮૧-૮૨/૧૯૮૨-૮૩: શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ

સાભાર

 • શ્રી. વિનોદ પટેલ
 • ગુજરાતી વિકિપિડિયા

અશ્વિનીકુમાર ભટ્ટ, Ashwinikumar Bhatt


Ashwini_Bhatt_1–     ‘ગર્વથી હું એટલું જરૂર કહીશ મારી નવલકથાઓએ અનેક ગુજરાતીઓને વાંચતા રાખ્યા છે. એટલું જ નહીં, સામાન્યત:  ‘હું ખાસ ગુજરાતી વાંચતો નથી’ તેવું કહેનારા હજારો કદાચ નહીં સેંકડો વાચકોએ મને વાંચ્યો છે….. 

– દિવ્ય ભાસ્કરમાં લેખો

–  ૧  – ; –  ૨  – –  ૩  –

‘પેલેટ પર’ 

‘Gujarati World’ પર

———————————————————-

જન્મ

 • ૨૨, જુલાઈ, ૧૯૩૬, અમદાવાદ

અવસાન

 • ૧૦, ડિસેમ્બર – ૨૦૧૨, ડલાસ, ટેક્સાસ

કુટુમ્બ

 • માતા -શરદકાન્તા; પિતા – હરપ્રસાદ
 • પત્ની– નીતિ ; પુત્ર – નીલ

શિક્ષણ

 • પ્રાથમિક /માધ્યમિક શિક્ષણ -?
 • એમ.એ., એલ.એલ.બી. – શિક્ષણ સંસ્થા -?

વ્યવસાય

 • મુંબાઈમાં જાતજાતનાં કામ કર્યાં
 • શરૂઆતમાં પ્રેમાભાઈ હોલમાં મેનેજર
 • પૂર્ણ સમય માટે લેખન

Ashwini_Bhatt_2

Ashwini_Bhatt

તેમના વિશે વિશેષ

 • ૧૯પ૨માં પ્રથમ વાર્તા છપાઇ ત્યારે અશ્વિની ભટ્ટની ઉંમર ૧પ વર્ષ હતી અને તેઓ મેટ્રિકમાં હતા.
 • અશ્વિની ભટ્ટ માતબર નવલકથાકાર ઉપરાંત જબરા નાટ્યપ્રેમી અને સારા અભિનેતા પણ હતા. ખાસ તો, અંદરથી કથળેલી તબિયત છુપાવીને બહારથી મસ્ત-દુરસ્ત દેખાવાનો અભિનય એમના માટે એકદમ સહજ હતો.
 • મુંબઇ રહેતા ત્યારે રૂ.પ૦૦ પગાર હતો પરંતુ ઘરનું ભાડુ્ ૪૧૦ હતું.૯૦ રૂપિયામાં મહિ‌નો કાઢવાનો રહેતો,ભટ્ટજી ત્યારે આસપાસ રહેતા શેઠાણીઓના શાકભાજી પણ લાવી આપતા.૧૯પ૬માં મિત્રોની સાથે મળીને પોલ્ટ્રીફાર્મ શરૂ કર્યું હતું.
 • ‘સંદેશ’ દૈનિકમાં ધારાવાહિક રીતે પ્રસિદ્ધ થતી તેમની નવલકથાઓનું વાચકોને વ્યસન થઈ ગયું હતું.
 • મોટા ભાગની નવલકથાઓમાં જકડી નાંખે તેવું રહસ્ય સર્જવા પર એમની હથોટી કાબિલે દાદ રહી છે.
 • કૂતરા પાળવાનો શોખ – લાયકા અને લ્યુસી એમની માનિતી પાળેલી કૂતરીઓ.
 • તૃપ્તિ સોની તેમનાં પુત્રીવત બની રહ્યાં હતાં. તૃપ્તિબેનનું કન્યાદાન તેમણે કરેલું.
 • એમને ત્યાં આવતા અને તેમને મદદ રૂપ બનતા યુવાન પત્રકારો અને લેખકો માટે તેઓ ‘ટેકો’ કે ‘ટેકી’ શબ્દ વાપરતા.
 • પાછલા જીવનમાં અમેરિકામાં ડલાસ નજીક વસવાટ

રચનાઓ

 • નવલકથા – લજ્જા સન્યાલ, નીરજા ભાર્ગવ, શૈલજા સાગર, ઓથાર, ફાંસલો, આશકા મંડલ, અંગાર, કટિબંધ, આખેટ, કમઠાણ, કસબ, કરામત, આયનો.
 • અનુવાદ – (ઘણા બધા) એક  ‘ફ્રીડમ એટ મીડનાઈટ’નો ‘અર્ધી રાત્રે આઝાદી’
 • નાટક – ?

સાભાર

 • ગુજરાતી સાહિત્ય કોશ
 • ગુજરાત ટાઈમ્સ
 • દિવ્ય ભાસ્કર
 • શ્રી. બીરેન કોઠારી

કૃષ્ણકાન્ત, Krishnakant


krishnakant

આહા જિંદગીમાં લેખ 

– શ્રી. બીરેન કોઠારીના બ્લોગ પર

–  ૧  –  ;  –  ૨  – 

તેમની સાથે વાર્તાલાપ 

તેમની જીવનક્થા પર સ્વાગત વચન – શ્રી. રજનીકુમાર પંડ્યા

———————————————-

નામ

 • કૃષ્ણકાન્ત મગનલાલ ભૂખણવાળા

ઉપનામ

 • કે.કે.

જન્મ

 • ૧૫, સપ્ટેમ્બર -૧૯૨૨, હાવરા

શિક્ષણ

 • મેટ્રિક ( હાવરા)
 • મુંબાઈની ખાલસા કોલેજમાં વાયરલેસ અને ઇલેક્ટ્રિકલ એન્જિ.નો ડિપ્લોમા કોર્સ

કુટુમ્બ

 • માતા – પ્રેમિલા; પિતા – મગનલાલ
 • પત્ની – રેખા ( લગ્ન – ૧૯૪૪ ) ; પુત્રો – સુપ્રતિમ, સુશાંત; પુત્રીઓ – શિવાની, શિપ્રા

વ્યવસાય

 • નાટક, ફિલ્મ, ટીવી ક્ષેત્રે અભિનય/ દિગ્દર્શન

તેમના વિશે વિશેષ

 • સૂરતમાં રેડિયોના વેચાણ અને સર્વિસિંગના ધંધાથી કારકિર્દીની શરૂઆત( રેડિયો હોસ્પિટલ)
 • યુદ્ધના કારણે આયાત બંધ થતાં એ દુકાન બંધ કરી, મુંબાઈ ગયા અને ત્યાં શિકાગો રેડિયો અને ટેલિફોન કમ્પનીમાં જોડાયા.
 • સુરેન્દ્ર ચીમનલાલ દેસાઈ ( બુલબુલ) ફિલ્મ ડિરેક્ટરના એપ્રિન્ટિસ તરીકે ફિલ્મ લાઈનમાં પ્રવૃત્તિની શરૂઆત
 • ચારેક જ મહિના બાદ  બંગાળી ફિલ્મ ડિરેક્ટર નીતિન બોઝ સાથે જોડાયા અને ફિલ્મ લાઈનમાં તેમના એ ગુરૂ બની રહ્યા. ( બંગાળીનું જ્ઞાન કામે લાગ્યું.) કેમેરામેન તરીકે શરૂઆત
 • ‘પરાયા ધન’ માં પહેલી વાર નાની ભૂમિકામાં અભિનય.
 • પોતાનો ચહેરો હીરોને લાયક નથી; એ સ્વીકારીને ચરિત્ર અભિનેતાના રોલ કરવાનું પહેલેથી જ નક્કી કર્યું.
 • ૧૯૫૦ – ‘ મશાલ’ ફિલ્મમાં તેમણે કરેલો નાનો રોલ ખૂબ વખણાયો; અને ત્યારથી ચરિત્ર અભિનેતા તરીકે એમની કારકિર્દી શરૂ થઈ.
 • ૧૯૫૯ – ‘શ્રીમાન સત્યવાદી’માં સ્વતંત્ર રીતે દિગ્દર્શનનું કામ કરવા મળ્યું; પણ નિર્માતા સાથે ઝગડો થતાં, સ્ટેશનરીની દુકાનમાં બેઠા અને ચારેક વર્ષ નાની ભૂમિકાઓ સિવાય ફિલ્મ લાઈન છોડી.
 • ગુજરાતી નાટક ‘ સાસુજીની સવારી’ માં ડો. મંકોડી તરીકે ભૂમિકા કરી; અને તે ખુબ વખણાઈ.
 • પ્રવીણ જોશી દિગ્દર્શિત ’માણસ નામે કારાગાર’માં મહારાષ્ટ્ર સરકારનો એવોર્ડ મળ્યો.
 • સાત આઠ વર્ષના ફિલ્મ લાઈનના સન્યાસ પછી, આરાધના, દો રાસ્તે, હાથી મેરે સાથી વિ, ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે જામ્યા.
 • ૧૯૭૫ ‘ ડાકુરાણી ગંગા’ ના ડિરેક્ટર તરીકે.  એ ફિલ્મને ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ મળ્યો.
 • ૧૯૭૮ – યુવાન પુત્ર સુશાંતનું અકસ્માતમાં અવસાન
 • મુંબાઈની સેન્સર બોર્ડની કમિટીમાં અને ગુજરાત રાજ્યની ફિલ્મ એવોર્ડ કમિટીઓમાં પણ સેવાઓ આપી.
 • ૧૯૯૩ – મુંબાઈને અલવિદા કરી, સૂરતમાં સ્થાયી થયા.
 • ૨૦૦૦ – નાની દિકરી શિપ્રાનું કેન્સરના કારણે અવસાન
 • ૨૦૦૪ – પત્ની રેખાનું અવસાન 

krishnakant_1

રચના 

 • આત્મકથાત્મક પુસ્તક – ‘ ગુજરા હુઆ જમાના’ 

krishnakant_2

સાભાર

 • શ્રી. બીરેન કોઠારી
 • શ્રી, હરીશ રઘુવંશી
 • આહા જિંદગી – મે -૨૦૦૬

અમૃતલાલ જાની, Amrutlal Jani


–  તેમની જન્મ શતાબ્દિ પ્રસંગે પ્રસિદ્ધ થયેલ સ્મરણ ગ્રંથ
–   (નટવર્ય અમૃત જાની‘ ) વિશે 
નયા માર્ગ’માં એક લેખ – રમેશ તન્ના

–  શ્રી. ઉર્વીશ કોઠારીએ લખેલ એક લેખ

————————-

જન્મ

 • ૧૯૧૨, ટંકારા

અવસાન 

 • ?

કુટુમ્બ

 • પિતા– જટાશંકર
 • પત્ની – સવિતા ; પુત્ર – ઇન્દુકુમાર ( ‘નયા માર્ગ’ ના તંત્રી), પરેશ

અભ્યાસ

 • સાત ચોપડી ( ટંકારા, જડેશ્વરમાં)

યુવાન વયમાં

વ્યવસાય

 • દેશી રમગભૂમિમાં અભિનય

તેમના વિશે એક લેખ

તેમના વિશે વિશેષ

 • રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જોડાયા; પણ નાટ્ય પ્રવેશ માટે અભ્યાસ છોડ્યો
 • રાજકોટના નૂતન થિયેટરમાં ચન્દ્રગુપ્તના જીવન પરથી તૈયાર થયેલ નાટક ‘ ભારત ગૌરવ’માં ‘છાયા’ની ભૂમિકામાં પહેલો સ્ત્રી પાત્રી અભિનય
 • ‘સરસ્વતીચન્દ્ર’ નાટકમાં ‘કુમુદ સુંદરી’ તરીકે યાદગાર અભિનય
 • ૧૯૨૯ સુધી – શ્રી. રોયલ નાટક મંડળીમાં
 • ૧૯૩૦ – આર્ય નૈતિક નાટક સમાજ સાથે
 • ૧૯૩૯ – શ્રી. લક્ષ્મી પ્રભાવ નાટક સમાજ સાથે
 • ૧૯૪૫ – ૧૯૫૩  શ્રી. દેશી નાટક સમાજમાં
 • ૧૯૪૪ –  સ્ત્રી પાત્ર તરીકે છેલ્લો અભિનય
 • ૧૯૫૩થી – ૧૯૬૧  સૌરાષ્ટ્ર સંગીત / નાટક અકાદમીના નાટ્ય વિભાગમાં ઇન્સ્પેક્ટર
 • ૧૯૬૪ – આકાશવાણી, મુંબાઈના નાટ્ય વિભાગમાં ચીફ આર્ટિસ્ટ
 • છેલ્લે – આકાશવાણી , રાજકોટમાં નાટ્ય વિભાગ સાથે
 • ૧૯૭૩ – આત્મકથા પ્રકાશિત

રચનાઓ

 • અભિનય પંથે – આત્મકથાત્મક , સંસ્મરણાત્મક  શૈલીમાં જૂની રંગભૂમિના સુવર્ણ કાળ અંગેનું દસ્તાવેજી પુસ્તક

સાભાર 

 • ગુજરાતી સાહિત્ય કોશ – ગુજરાતી સાહિત્ય પરિષદ
 • શ્રી. ઉત્તમ ગજ્જર, નયા માર્ગ
 • શ્રીમતિ આરતી જાની/ શ્રી. પરેશ જાની

યામિની વ્યાસ, Yamini Vyas


જીવન મંત્ર

 1. નોકરી અને સાહિત્યની પ્રવૃતિ બાળકોના ઊછેર કે ઘરકામ/રસોઇને ભોગે નહીં જ.
 2. સાહિત્ય પ્રવૃતિમા સમાજમા થતા અન્યાય અંગે  અને સુધાર અંગેના વિષયો પર વધુ  ધ્યાન આપવું

બહુ જાણીતાં એક કે બે અવતરણ ( એક /બે વાક્ય ) ?

જીંદગીમાં ચાલતાં પળવાર અટકી જોઈએ
ફૂલ ખીલ્યું જોઈને થોડુંક હરખી જોઈએ
   ……  સાંભળો

તેમની રચનાઓ વાંચો

# તેમનો કવિતા સંગ્રહ  અહીંથી ડાઉન લોડ કરો.

# તેમના કાર્ય વિશેનો એક લેખ અહીંથી ડાઉન લોડ કરો

——————————————————-

સમ્પર્ક

 • ૩, પુરુષોત્તમ એપાર્ટમેન્ટ, ચિન્મય હોસ્પિટલની બાજુમાં, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે, ઘોડદોડ રોડ, સુરત ૩૯૫ ૦૦૭
 • ઘરનો ફોન – ( ૦૨૬૧) – ૨૬૬ ૦૯૩૬
 • મોબાઈલ –  ૯૯૨૫૧ ૯૫૨૩૯
 • E mail: yaminigvyas@gmail.com

જન્મ

 • ૧૦ જૂન, ૧૯૬૦, નવસારી ; મૂળ વતન – વાલોડ

કુટુમ્બ

 • માતા – પ્રજ્ઞા ( તેમનો બ્લોગ – ‘નીરવ રવે’ ), પિતા – પ્રફુલ્લ ; ભાઈ – પરેશ (સાહિત્યકાર)
 • પતિ – ગૌરાંગ,  પુત્રી –અનેરી, પુત્ર – સાહિલ

શિક્ષણ

 • બી.એસ.સી. ( માઈક્રોબાયોલોજી) – બી.પી. બારિયા સાયન્સ ઈન્સ્ટિટ્યુટ, નવસારી
 • ડી.એમ.એલ.ટી (બોમ્બે સ્કૂલ ઓફ મેડિકલ ટેક્નોલોજી, મુંબાઈ)    2.

વ્યવસાય

 • વિવિધ સંસ્થાઓમામ લેબોરેટરી ટેક્નિશિયન
 • છેલ્લા ૧૭ વર્ષથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેબ ટેકનીશીયન

તેમની સાથે એક ઈન્ટરવ્યુ –

ભાગ -૧ 

ભાગ -૨

ભાગ – ૩

રબારણના વેશમાં

yamini

સરસ સંવાદક, સંચાલક

તેમના વિશે વિશેષ

 • લેખન – કાવ્ય, ગીત, ગઝલ, ટૂંકી વાર્તા, નવલિકા, લઘુનવલ, સ્કીપ્ટ લેખન,
 • અબિનય – મોનો એક્ટિંગ, એકાંકી નાટક, ત્રિઅંકી નાટકનું સર્જન
 • અનેક નાટ્ય/ લેખન સ્પર્ધાઓમાં વિજેતા
 • ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી વિજ્ઞાનના વિવિધ વિષયો પર તરફથી વાર્તાલાપ
 • ગરબા સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે તથા શિબિરમાં સંચાલકાની ભૂમિકા
 • નર્મદ સાહિત્ય સાભાના સભ્ય તથા સાહિત્ય સંગમની પ્રવૃતિઓના સક્રિય કાર્યકર
 • ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના નિમંત્રિત સભ્ય
 • રાષ્ટ્રીય કલા કેન્દ્રની સાહિત્ય સમિતિના કન્વીનર.
 • અખિલ હિંદ મહિલા પરિષદ, મલ્હાર, ગરિમા, પાલવાડા સમાજ જેવી સંસ્થાઓ સાથે સંલગ્ન.
 • વિવિધ ચેનલ તથા સંસ્થાઓમાં કોમ્પેરીંગ, ટોક શો, ન્યુઝ રીડર, નિર્ણાયક જેવી વિવિધ ભૂમિકાઓ ?

રચનાઓ

 • કવિતા –  ફુલ પર ઝાકળના પત્રો
 • નાટક – ‘ મિલીના ઘર તરફ’
 • ગીત-ગઝલ ઓડિયો સી.ડી – ‘તમારી એ આંખોની હરકત નથી ને?

સન્માન

 • સાહિત્ય પરિષદ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી અને અન્ય સંસ્થાઓ તરફથી પારિતોષિકો
 • ગઝલ લેખન માટે સ્વ. ગનીભાઇ દહીંવાલા પારિતોષિક
 • તેમને મળેલા એવોર્ડો અહીં ..
%d bloggers like this: