આ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી તેમની આત્મકથા ધારાવાહી રૂપે વાંચો – માણો.
તેમની સાથે એક ઇન્ટરવ્યૂ
તેમના વિશે વિશેષ
શરૂઆતમાં મુંબાઈમાં મૂળજી જેઠા મારકિટ, ટેક્ષ્ટાઈલ મીલો અને અન્ય પેઢીઓમાં નોકરી.
૧૯૬૫ માં અમેરિકા સ્થળાંતર
અમેરિકામાં અભ્યાસ બાદ પીટ્સબર્ગ યુનિ. અને અન્ય યુનિ.ઓમાં શિક્ષણ કાર્ય
૧૯૭૬ – ૧૯૯૭ અમેરિકન કોન્ગ્રેસની વોચ ડોગ એજન્સી એજન્સી – જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં પોલિસી અને એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું.
૧૯૯૭ — વોશિંગ્ટન ડી.સી. સ્ટેટમાં ટેક્સ કમિશ્નર
૨૦૦૦-૨૦૧૪ ત્યાં જ ચીફ ફાઈન્સાન્સિયર ( એ હોદ્દાની રૂએ વૉશિન્ગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. એ કામમાં સંકળાયેલા સરકારી કર્મચારીઓની સંખ્યા – ૧૨૦૦ થી વધારે)
તેમણે આ કામ હાથમાં લીધું ત્યારે વોશિંગ્ટન ડી.સી.ની નાણાંકીય સ્થિતિ બહુ જ નાજૂક અને દેવાંઓથી ભરપૂર હતી; જે તેમના કુશળ વહીવટને કારણે ૧૫૦૦ મિલિયન ડોલરની પુરાંત વાળી બની ગઈ હતી. આ બાબતમાં જાણકાર વાચકોને આશ્ચર્ય થશે કે, અનેક એજન્સીઓ દ્વારા અભ્યાસ કરીને જાહેર કરાતા ફાઇનાન્સ્શિયલ રેટિંગ ૧૩ તબક્કાઓમાં સાવ નકારાત્મકથી A+ / A++ સુધી તેઓ પહોંચાડી શક્યા હતા.
૨૦૧૪ – ૨૦૧૬ – Distinguished Policy Fellow at Georgetown University’s McDonough School of Business.
અત્યારે તેઓ વર્લ્ડ બેન્ક અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
વાચકોના પ્રતિભાવ