ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: એન્જિનિયર

મનુ વોરા, Manu Vora


Manu Voraજીવન મંત્ર  – ( સમાજને)

  • નિસ્વાર્થ પ્રદાન
  • નિઃશુલ્ક ચક્ષુદાન
  • નિઃશુલ્ક વિદ્યાદાન

तमसो मा ज्योतिर्गमय ।

# તમારી શક્તિઓને જાણો અને જીવનના સઘળાં પાસાંઓમાં તેનો ઉપયોગ કરો.

# આપણે જ્ઞાન વહેંચીએ, ત્યારે તે વધે છે; છુપાવીએ ત્યારે તે મરણ પામે છે.

# ‘Blind foundation for India’ web site

# AICTE NEP 2020 Implementation Plan

[ અહીંથી એ લેખ ડાઉન લોડ કરો ]

       After all, no one has figured out, how to take their knowledge or wealth with them, when they depart from this world!

જન્મ

  • ઓક્ટોબર – ૧૯૪૫, મુંબઈ; વતન – અમરેલી

કુટુમ્બ

  • માતા– શાન્તાબહેન; પિતા – કિશનદાસ
  • પત્ની – નીલા ( લગ્ન – ૧૯૭૪ ) ;  પુત્રો  – આશિષ, આનંદ

શિક્ષણ

  • ૧૯૬૨ – એસ.એસ.સી.  પ્રાથમિક અને માધ્યમિક ( પારેખ & મહેતા શાળા, અમરેલી )
  • ૧૯૬૪ – ઈન્ટર સાયન્સ , ખાલસા કોલેજ, મુંબઈ
  • ૧૯૬૮ – B. Tech(Chem.Engg.) , IIT બનારસ હિન્દુ યુનિ.
  • ૧૯૭૦ – M. S. (Chem.Engg), IIT, Chicago
  • ૧૯૭૫ – Ph.D. (Chem.Engg), IIT, Chicago
  • ૧૯૮૫ – MBA (Marketing), Keller Graduate School of Management, Chicago

વ્યવસાય

  • કન્સલ્ટિંગ(Quality Management ), શિક્ષણ

WhatsApp Image 2021-03-06 at 5.27.19 PM

ભારતમાં અંધ જનો માટે કરેલ કામ માટે તેમને એલિસ આઈલેન્ડ સોસાયટી તરફથી મળેલ એવોર્ડ

તેમના વિશે વિશેષ

  • છ વર્ષની ઉમરે માતા અને પિતા બન્નેને ગુમાવ્યા
  • ૧૯૫૯ –  નહીં ફૂટેલા માનીને  ફટાકડાની પાસે જતાં ૨૪ કલાક માટે દૃષ્ટિ ગુમાવી, આ બનાવને કારણે અંધ જનો માટે પાયાની સહિષ્ણુતા જન્મી.
  • ઝળહળતી શૈક્ષણિક કારકિર્દીના કારણે શિકાગો ભણવા જવા માટે J. N. ટાટા સ્કોલરશીપ મેળવી
  • પત્ની નીલા પણ ડોક્ટર છે અને M.D. ની પદવી ધરાવે છે.
  • ૧૯૮૯ થી હાલ સુધી  – ભારત માટે Blind Foundation for India ની સ્થાપના અને સંવર્ધન
  • ૧૯૯૩થી હાલ સુધી  – ધંધાકીય શિક્ષણ માટેની સંસ્થાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆત
  • ૨૦૧૩ – ભારતમાં ‘Gift of Knowledge’ Project ની શરૂઆત
  • ૨૦૧૮ – IIT (BHU) માં ફુલ બ્રાઈટ નિષ્ણાત પ્રોજેક્ટ્ની પૂર્ણાહુતિ
  • અમેરિકા, આફ્રિકા, યુરોપ , લેટિન અમેરિકા, મધપૂર્વના દેશોમાં અનેક વખત અંગત અને સેવા પ્રોજેક્ટો માટે પ્રવાસ
  • Quality & Business Excellence અંગે અનેક પ્રવચનો, અને અભ્યાસુ લેખો, બ્લોગ પર લેખો

Gift of Knowledge for nation building ( click here to read a .pdf file )

feature-story-img2

રચના

“Managing Human Capital” Chapter in “Six Sigma for Transactions and Service”  Book, McGraw-Hill, 2005.

સન્માન

  • ૨૦૧૦ – અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના tarafthi Volunteer Service Award
  • ૨૦૧૪ – હેરિન્ગ્ટન / ઇશિકાવા મેડલ – Asia Pacific Quality Organization, Manila, Philippines
  • ૨૦૧૫ – Distinguished Alumnus Award, Banaras Hindu University
  • ૨૦૧૭ – Association of IIT BHU Alumni,  Life-Time Achievement Award
  • ૨૦૧૮ – Times Now અને ICICI Bank તરફથી NRI of the year award

દિનેશ પાઠક, Dinesh Pathak


Dinesh Pathak

પ્રેરક સૂત્ર (સ્વરચિત)

” તમારું મનન એજ મારું કવન હો,
તમારી મુરતને નીરખતાં નયન હો! ”

મોત છોને આવતું, કદમ કદમ બઢાવતું;
ને જીંદગીના દંબદંબ, શ્વાસને રૂંધાવતું;
ભલે મળે. . .
દુઃખ દર્દ કેરો, એક કાંગરોયે તૂટશે;
તો માનશું કે જીંદગીમાં, મોત તો મરી ગયું.

( ૧૩ વર્ષની ઉમરે લખેલ પહેલું ગીત)

સ્વ-પરિચય – તેમના બ્લોગ પર 

મળવા જેવા માણસ – શ્રી. પી.કે.દાવડાનો સરસ લેખ

તેમનો બ્લોગ …….’તમારું મનન એજ મારું કવન હો

સંગીત સંગ્રહ (Music Album)

અહીંથી તેમની ઈ-બુક ડાઉનલોડ કરો
______________________________________________________

સંપર્ક

  • ૩, બિલ્ડકોન સ્કવેર, કલ્પવૃક્ષ કોમ્પલેક્ષની પાછળ, ગોત્રી રોડ, વડોદરા – ૩૯૦૦૨૩
  • ૯૧-૨૬૫-૨૩૫૩૨૯૮
  • dineshpathak@yahoo.com,

નામ

  •  દિનેશચંદ્ર દલસુખરામ પાઠક.

જન્મ

  • ૫ જુન – ૧૯૪૫;  લાછરસ, જિ. નર્મદા, ગુજરાત.

અભ્યાસ

  • ૧૯૬૮ –  બી.આર્ક (B.Arch), મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા

કુટુંબ

Dinesh_Pathak_2

તેમને અહીં સાંભળો

તેમના વિશે વિશેષ

  •  ૧૨ વર્ષની ઉંમરે ગામ અને માતા-પિતાને છોડી ધંધુકા (૧૯૫૭) અને વડોદરા (૧૯૫૮) અભ્યાસ
  •  ૧૩ વર્ષની ઉંમરે ગીતો લખવાનો શોખ જન્મ્યો અને શરૂઆત જ ‘મોત‘ પર લખેલા કાવ્ય, “મોત છોને આવતું, ક્દમ ક્દમ બઢાવતું” થી થઈ.
  • કારકિર્દીની શરૂઆતમાં કેટલાંક જાણીતા આર્કિટેકટ્સને ત્યાં કામ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આર્કિટેક્ટ અને મ.સ. યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી.
  • ૧૯૭૨-૭૩ -ફરીથી ગીતો લખવાની શરૂઆત. લગભગ ૬૦૦ જેટલાં ગીતો લખ્યા.
  • પૂ. પાંડુરંગ આઠવલે પ્રેરિત ‘સ્વાધ્યાય’ પ્રવૃત્તિમાં જોડાયા બાદ ભારતના ૨૦૦ જેટલા ગામડાંઓ અને શહેરોમાં પ્રવચનો દ્વારા ઘર્મ અને સંસ્કૃતિના પ્રસરણનું યોગદાન
  • જાણીતાં ગાયકો સુરેશ વાડકર, મનહર ઉધાસ અને અનુરાધા પૌડવાલે તેમનાં ગીતોને સ્વર આપ્યો છે.
  • National Assocition of Student of Architecture (NASA)ના વાર્ષિક મિલનોમાં વિદ્યાર્થીઓ સાથે ભારતની વિવિધ વિશ્વવિદ્યાલયોમાં જઈને મ.સ. યુનિવર્સિટી માટે પારિતોષકો જીત્યા છે.
  • સ્વાસ્થ્ય કારણોસર ૨૦૦૩ માં સ્વાધ્યાય પ્રવૃત્તિ છોડ્યા બાદ હાલમાં મુખ્યત્વે વડોદરામાં લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, સિનીયર સિટિઝન્સ ગ્રુપ, સાંઈ પરિવાર, અવધૂત પરિવાર, દિવ્ય જીવન સંઘ તથા અન્ય સંગઠનો દ્વારા પ્રવચનો ગોઠવાય છે.
  • કાશી ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા એક સંગીત સંગ્રહ

રચનાઓ 

  • ધાર્મિક –  ષોડશ સંસ્કાર, શ્રી કૃષ્ણ માધુર્ય, શિવ દર્શન, सत्यं परं धीमहि।,  પ્રભુ લીધો મેં પંથ તારો,  વંદના તુજને હજો
  • પ્રેરણાત્મક – દ્રષ્ટાંત ગીતા ભાગ ૧ , ૨, ગીતા નિર્ઝરી
  • અન્ય – શુભ વિવાહ,  ધરતીના દેવ

સેમ પિત્રોડા, Sam Pitroda


Sam_Pitroda

–   ‘It’s a journey. There are no destinations’

” Why do you say we have a 19th century mindset?”

   Because we are still so bothered by the questions of who you are, which caste you belong  to, which religion, which race, which nationality, as opposed to just saying we  are human beings, we have only one planet earth and that’s it. We breathe the same air. We can’t say this is my air and that is your air.
So we need to start our dialogue with prior unity-

–  ‘  ઇન્ડિયન એક્સપ્રેસ પર તેમનો ઈન્ટરવ્યુ

– તેમની વેબ સાઈટ

૧૫ મા અસ્મિતા પર્વમાં આપેલ  વ્યાખ્યાન  ‘પ્રયોગ ઘર પર’

– ૧૫ મા અસ્મિતા પર્વમાં આપેલ  વ્યાખ્યાન  ‘રીડ ગુજરાતી પર’

–  ભારત સરકારની તેમની વેબ સાઈટ

——————————————————————————–

મૂળ નામ

  • સત્યનારાયણ ગંગારામ પિત્રોડા

જન્મ

  • ૪,મે-૧૯૪૨; તિતલાગઢ, ઓરિસ્સા

કુટુમ્બ

  • માતા-?; પિતા– ગંગારામ; ભાઈ બહેનો – સાત
  • પત્ની– ?; સંતાનો -?

શિક્ષણ

  • શાળાકીય – વલ્લભ વિદ્યાનગર; જિ. ખેડા
  • એમ.એસ.સી.( ફિઝિક્સ/ ઇલેક્ટ્રોનિક્સ) – મહારાજા સયાજીરાવ યુનિ.
  • એમ.એસ.( ઇલે.એન્જિ.) – ઇલિનોઈસ યુનિ. શિકાગો

વ્યવસાય

  • આઈ.ટી. તજજ્ઞ
  • સરકારી વહીવટકાર

Sam_Pitroda_1

Sam_Pitroda_web_2

————-

Sam_Pitroda_web

—-

તેમના વિશે વિશેષ

  • તેમના કુટુમ્બને ગાંધીજીના જીવન અને કવન માટે ઘણું માન હતું; આથી તેમને અને તેમના ભાઈને વડોદરા ભણવા મોકલ્યા હતા.
  • ‘Worldcom’ કમ્પનીમાં ચેરમેન હતા.
  • ૧૯૭૪ –  Wescom Switching  માં જોડાયા હતા.
  • ૧૯૭૫– ઇલેક્ટ્રોનિક ડાયરીની પાયાની શોધ કરી હતી.
  • ૧૯૮૦ –  Wescom Switching ને ટેક ઓવર કરી લેનાર કમ્પની –‘રોકવેલ’માં વાઈસ પ્રેસિડન્ટ બન્યા.
  • ૧૯૮૩ – બાઈનરી આંકડાઓના આધારવાળા ગંજીપાના પત્તાંની ડિઝાઈન પણ બનાવી હતી!
  • ૧૯૮૪ – ભારતના વડા પ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ તેમને દેશની ફોન સિસ્ટમમાં સુધારા સૂચવવા ભારત બોલાવ્યા હતા; જે અન્વયે Center for Development of Telematics ‘C-DOT’  ની સ્થાપના કરી હતી. આ માટે તેમણે અમેરિકન નાગરિકત્વ પાછું વાળી, ફરીથી ભારતીય નાગરિક બન્યા હતા.
  • ૧૯૮૭ – ટેલિકોમ્યુનિકેશન નીતિઓ અંગે તત્કાલીન વડા પ્રધાન,  રાજીવ ગાંધીના સલાહકાર; નવા સ્થપાયેલ ‘ટેલિકોમ્યુનિકેશન કમીશન’ના ચેરમેન
  • બહુ જ પ્રચલિત અને લોકપ્રિય બનેલા પીળા રંગના ‘ પી.સી.ઓ. બુથ‘ ની સ્થાપના કરાવી.
  • ૧૯૯૦ – અમેરિકા પાછા આવી, મોબાઈલ ફોનની ટેક્નોલોજીમાં પ્રદાન
  • ૨૦૦૪ – શ્રી, મનમોહનસિંહની સરકારે સ્થાપેલ ‘ નેશનલ નોલેજ કમીશન’ના ચેરમેન
  • ૨૦૦૯ – ભારત સરકારમાં જાહેર ઇન્ફ્રા સ્ટ્રક્ચર બાબતો અંગે, કેબિનેટ મિનિસ્ટર કક્ષાનો હોદ્દો
  • ૨૦૧૦ – નેશનલ ઈન્નોવેશન કાઉન્સિલના ચેરમેન
  • આન્ધ્ર યુનિ. , સંભલપુર યુનિ. અને યુનિ. ઓફ ઇલિનોઈસ તરફથી માનદ પી.એચ.ડી.ની ડીગ્રી

સન્માન

  • ૨૦૦૨– ‘ડેટાક્વેસ્ટ’( આઈ.ટી. અંગેનું સુપ્રસિદ્ધ, ભારતીય મેગેઝિન) તરફથી’ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’\
  • ૨૦૦૯ – ભારત સરકાર તરફથી ‘ પદ્મભૂષણ’ ઇલ્કાબ
  • ૨૦૧૧– જિનિવામાં મળેલી કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટીનો એવોર્ડ

અખિલ સુતરીયા, Akhil Sutaria


akhilbhai_sutaria_2

ફાજલ સમયનો ગાંઠના ગોપીચંદન કરી,  કિશોરોના વિકાસ માટે, અપ્રતિમ ઉપયોગ કરનાર….

માણસ‘ કહી શકાય તેવો માણસ –  સરસ મિત્ર. 

“મને જે થયું તે તમને થાય,
મને જે લાગ્યું તે તમને લાગે, 
મને જે ગમ્યું તે તમને ગમે.”

– અંતરના ઉંડાણની વાત ( અહીં વાંચો)  

તેમનો ગુજરાતી બ્લોગ ( ‘ અંતરના ઊંડાણમાંથી ‘ ) 

‘માર્ગદર્શન’  વેબ સાઈટ 

તેમની સાથે એક મુલાકાતAS3

એક ભાવભરી અંજલિ 

તેમનું સ્વપ્ન –

“એવા સમાજ અને વાતાવરણમાં જીવવું છે જયાં સૌને રોજ કંઇક નવું શીખતા રહેવાનું મન થાય, પ્રકૃતિના સાંનિધ્યમાં જીવવા મળે, નાનકડા લોક સમુહનું પ્રગતિ તરફ નેતૃત્વ કરવા મળે અને પરસ્પર સ્નેહ તેમજ પ્રેમ સંપાદિત કરી શકાય.
સ્થાનિક બાળકો અને યુવાનોને વૈશ્વિક જ્ઞાન, માહિતી અને જાણકારી આપવાથી આ સંભવ બનશે એવી અમારી ધારણા છે.”

——————————————————————

કેવો ભાવસભર એ જણ હતો?

૫૫મી વર્ષગાંઠ આમ ઉલ્લાસથી / ટેક્નિકથી ઉજવી હતી.

જન્મ

  • ૧૭, ફેબ્રુઆરી-૧૯૫૮, વલસાડ

અવસાન

  • ૮, ડિસેમ્બર -૨૦૧૨, ઉદયપુર

કુટુમ્બ

શિક્ષણ

  • એસ.એસ.સી. – જીવન ભારતી શાળા, સૂરત
  • ડિપ્લોમા( મિકે.) –એસ.એન્ડ એસ. ગાંધી પોલિટક્નિક, સૂરત
  • ડિપ્લોમા( ઇન્સ્ટ્રુ.) – એ.વી. પારેખ. ટેક્નિકલ ઇન્સ્ટિટ્યુટ, રાજકોટ

વ્યવસાય

  • ફ્રિલાન્સ ટ્રેઈનર
  • ‘માર્ગદર્શન’ લર્નિંગ સિસ્ટમના સ્થાપક/ સંચાલક –  શાળાના વિદ્યાર્થીઓમાં જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવા માટેનું એકલ હાથ અભિયાન

તેમના જીવન દર્શન વિશે વિડિયો

‘ ઓરીગામી’ વિશે તેમના ઘેર પ્રેમથી બનાવેલ વિડિયો

હાસ્ય દરબાર માટે બનાવી આપેલ વિડિયો – ‘ટચુકડીની ફિલ્લમ’ !

તેમના વિશે વિશેષ

  • નોકરીની મર્યાદાઓથી કંટાળી, માનવ વિકાસ અંગે ટ્રેઇનિંગ આપવાના ફ્રિલાન્સ કામમાં ઝૂકાવ્યું.
  • ફાજલ સમય અને બચતના ૧૦% બાળકો અને કિશોરોના વિકાસ માટે ગામડે ગામડે ઘુમીને ‘ માર્ગદર્શન’ પીરસવાનું અભૂતપૂર્વ કાર્ય – પત્ની તૃપ્તિના પૂર્ણ સહયોગ સાથે. અનેક મિત્રોએ ઉદારતાથી આ કાર્યમાં સહાય કરી છે.

રમેશ પટેલ(આકાશદીપ), Ramesh patel


રમેશભાઈનો બ્લોગ ‘ આકાશદીપ’

“જનજનની શક્તિ ઊભરી, વતનને દીધી આઝાદી
વીરોની આ ભૂમિ ભારતી, ગજગજ ફૂલવે છાતી.”

“અમને લાગે સિંહ બિચારા વગડે
કરવા ક્ષુધા તૃપ્ત ફરે અંધારે
માગું હરિ ભાવ ધરીને અંતર
ભવોભવ બનાવજો કળિયુગી ઉંદર”

“રંગમાં રંગ ભળે ને હાલે રંગોની વણઝાર
રંગમાં રમીએ રંગે રમીએ, દઈ મીઠા આવકાર”

“નવી રાહે નવી ચાહે આભ આશાઓ મલકે છે
સહેજ હવા પ્યારની મળતાં, માળો બાંધવા ઝંખે છે
હૃદય આપણું નાજુક નમણું પંખી છે”

“નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું ,
મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું.”

# રચનાઓ  :     – 1 – :    –  2  –

તેમના પરિચયનો સરસ લેખ ( શ્રી. પી.કે.દાવડા)

________________________________________________ Read more of this post

%d bloggers like this: