ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: કલાકાર

ચાંપસી ભાઈ નાગડા, Champashi Nagda


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

“બાપુ” ના નામે પ્રસિદ્ધિ મેળવી ચૂકેલા શ્રી ચાંપસી ભાઈ ભારમલ  નાગડા નો જન્મ ૨૨/૧૧/૧૯૨૦ કચ્છ રાપર માં થયો હતો. અભ્યાસ સાતમી સુધી,પણ શાળા છોડતી વખતે એમણે બે ભિન્ન ભૂમિકા ઓ ભજવી એક યુધિષ્ઠિર ની અને બીજી ગામડા ના માસ્તર ની.

એમણે “જોગીદાસ ખુમાણ” અને “મુળુ માણેક”જેવા સફળ ગુજરાતી ચિત્રો બનાવ્યા. પ્રકાશ પિકચર્સ ના ‘ ભક્ત સુરદાસમાં નગરશેઠ,'”જમાઈરાજ “માં પિતા અને “કહ્યાગરા કંથ” માં ભૂમિકાઓ કરી.”મળેલા જીવ” નામે ચિત્ર તૈયાર કર્યું. “પુનરાવર્તન” નાટક માં પ્રો. સત્યમૂર્તી ની ભૂમિકા , વાણી ની ગંભીરતા અને મર્યાદિત હલન ચલન સાથે ભજવી હતી.”અલ્લાબેલી”માં મૂળવાની ભૂમિકા ભજવી ને ગુજરાતી રંગભૂમિ ને સજીવન બનાવી દીધી. ઇન્સ્પેક્ટર સાહેબ માં અનંતરાય,દુનિયા શું કહેશે માં સામ્યવાદી પિતા ,સાષ્ટાંગ નમસ્કાર માં ખેલદિલ શિકારી,સમય ના વહેણ માં ધરમદાસ , પરણ્યા પહેલા માં ગામડિયા પિતા,ભાડૂતી પતિ માં મણિશંકર,નાગાબાવા માં ઘમંડી મહંત,”સુમંગલા” માં સુજ્ઞ રાય ની ભૂમિકા માટે દેવકરણ નાનજી નું પ્રથમ પારિતોષિક મળેલું.

તેરસિંહ ઉદેશી, Tersinh Udeshi


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

“સો ટચ નું સોનું”ના જાણીતા લેખક શ્રી તેરસિંહ નો જન્મ ૧૭ મે ૧૯૧૬ ના રોજ મુંબઈ માં થયેલો.મૂળ વતન કચ્છ. સ્વભાવે મિલનસાર છતાં સ્વાભિમાની સારા લેખક અને અભિનયકાર હતા.નાનપણ થી જ એમને લેખન અને અભિનય નો શોખ.

“બંકીમચંદ્ર” નાટક માં એમણે અછૂત બાળક ની ભૂમિકા ખૂબ જ સુંદર રીતે ભજવેલી.એમની કારકિર્દી “ગ્રામોફોન રેકોર્ડ” અને “ઓલ ઇન્ડિયા રેડિયો ” થી શરૂ થઈ ત્યારે તેઓ માસ્તર શંભુના નામે નામી કલાકાર હતા. પણ ધીરે ધીરે તેઓ રંગભૂમિ તરફ આગળ વધ્યા.રંગભૂમિ ના મહાન કલાધરિત્રી શ્રી હીરા બાઈ એમને સારા કલાકાર તરીકે બહાર લાવ્યા.

એમણે લખેલું નાટક “જાગૃતિ”માં મુખ્ય પાત્ર એમણે સારીરીતે ભજેવેલું.”શરાબી”નાટક પણ એમનું જ લખેલું હતુ. તેમણે “નવયુગ નાટક સમાજ”માં પોતાનું નાટક ” મૃગજળ” માં મુખ્ય  ભૂમિકા ભજવી જે નાટક માં પ્રસિદ્ધ અભિનેત્રી સંધ્યા,કૃષ્ણરાવ ચોનકર,શ્રી અશરફખાન ,અબ્દુલ રહેમાન કાબુલી,પ્રાણસુખ (એડીપોલો),લલ્લુભાઈ કોમિક વગેરે કલાકારો નો સાથ હતો.

કહેવાય છે કે એમની નાટક કંપની જ્યાં જતી ત્યાં સિનેમા ગૃહો ને અસર થતી.”દિલ્હી દરબાર” ૧૯૫૫ માં કચકડે મઢાઈ હતી.એક અબળા માં “બિહારી” સજ્જન કોણ માં “કિરીટ”હંસા કુમારી માં “અરવિંદ”અને મૃગજળ માં “વિનાયક” તરીકે ખુબ જ સરસ અભિનય આપ્યો હતો. ૧૯૬૩ માં “સો ટચ નું સોનુ”ભજવવા ની શરૂઆત કરી.તેમાં મુખ્ય અભિનેત્રી તરીકે “બિંદુ”ના પાત્ર માં રાધિકા રાણી ને લીધા.આ નાટક માં ભાઈ એ બેવડી ભૂમિકા પણ ભજવી દા. ત છગનલાલ અને પોપટલાલ.છગનલાલ અને મોહન,

૧૯૬૫ માં “છોગાળા છગનલાલ નો વરઘોડો” નામ નું  ગુજરાતી ચિત્ર બનાવ્યું.પછી એમણે હીરા માણેક નાટક લખ્યું અને એમાં ” માણેક”ની મુખ્ય ભૂમિકા ભજવી .

૧૯૬૭ માં “સો ટચ નું સોનું “ઉર્દૂ માં રૂપાંતર કરાવ્યું અને નામ રાખ્યું “શરિકે હયાત” તેમાં તેમણે”સલીમ” અને “બુલ બુલ” એમ બેવડી ભૂમિકા ભજવી.

કચ્છ માંડવી ના પ્રવાસ માં લેખક તરીકે અને કલાકાર તરીકે શંભુભાઈ એમ એમણે ખુબ જ પ્રસિદ્ધિ મેળવી હતી.

જગદીશ શાહ, Jagdish Shah


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

પ્રખર પત્રકાર  સ્વ શ્રી ચીમનલાલ વાડીલાલ શાહ ના પુત્ર શ્રી જગદીશ ભાઈ નો જન્મ ૧૦ નવેમ્બર ૧૯૩૭ માં થયો હતો.૧૯૬૬ માં એમણે “પત્તા ની જોડ”ના નિર્માણ થી પોતાની નાટ્ય કારકિર્દી નો પ્રારંભ કર્યો.તેમાં તેમણે ૧૮ વર્ષ ની વયે ૮૦ વર્ષ ના દાદા નું પાત્ર ભજવ્યું.પછી પણ જ્યારે પત્તાની જોડ નાટક ભજવાતું ત્યારે દાદાજી નું પાત્ર પોતે જ ભજવતા.

૧૯૫૯ ની ૨૫ ડિસેમ્બરે પોતાનું લખેલું નાટક “જાગી ને જોઉં તો”તારક મહેતા ના દિગ્દર્શક નીચે શો પીપલ સંસ્થા સ્થાપી ને તેના નેજા નીચે એમણે ભજવ્યું. તે નાટક ની રજત જયંતિ ૧૯૬૦ માં ઉજવી.સાથે સાથે પત્તા ની જોડ ના પ્રયોગો પણ ચાલુ રાખ્યા.અને તરત જ “બાર વર્ષે બાવો બોલ્યો”નાટક રજુ કર્યું.તેમાં નિરંજન મેહતા,ઇલા મેહતા,દીના પટેલ વગેરે એ કામ કર્યું હતું.તેના ૫૦ પ્રયોગો થયા હતા.

૧૯૬૧ માં તેઓ એ બીજા ત્રણ નાટકો લખ્યા હતા.’એક મૂરખ ને એવી ટેવ, “બાંધી મુઠ્ઠી લાખની”અને ને પાત્રી નાટક “હૂતો ને હુતી”હૂતો ને હુતી માં એમણે નીલા ઠાકોર સાથે કામ કરેલું.

૧૯૬૧ માં રાજ્ય નાટ્ય સ્પર્ધા માં જાગી ને જોઉં તો માં ચાલુ નાટકે નીલા ઠાકોર ને અચાનક હૃદય ના હુમલાના ભોગ બનવું પડ્યું અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું.

૧૯૬૨ માં “પત્તા ની જોડ” ની રજત જયંતિ ઉજવી અને નાટ્ય મહોત્સવ કર્યો.જુલાઈ મહિના માં બીજા ત્રણ નાટકો રજૂ કર્યા.”છેડાછેડી”, “છાયા  પડછાયા “અને” અચક મચકો કારેલી”

૧૯૬૪ માં નીલા ઠાકોર ની સ્મૃતિ માં તેમણે નીલા થિયેટરની સ્થાપના કરી અને પોતાનું લખેલું નાટક “સોહાગણ” રજૂ કર્યું. તે નાટક માં ખલનાયક અને કોમિક માં સાળા ની ભૂમિકા ભજવી.

૧૯૬૬ માં “હું પ્રધાન બન્યો” રજૂ કર્યું.તેના ૧૫૦ પ્રયોગો રજૂ થયા હતા. ૧૯૬૭ માં “રાધિકા રજૂ કર્યું.એમાં માસીબા ની ભૂમિકા એમણે ભજવી હતી. બે માસ બાદ” વ્હાલા ના વાંકે “અને” હું મુંબઇ નો રહેવાસી” રજૂ કર્યું.

૧૯૬૮ માં “પ્રેમ નો મારગ છે શૂરાનો””અજવાળી પણ રાત” “અડપલું” “પાપી””આટાપાટા “અને “પાંદડું લીલું ને રંગ રાતો ” રજૂ કર્યાં.

૧૯૭૦ માં “પ્લીઝ યોર ઓનર” , “બૈરી સાસુ તોબા તોબા” અને છેલ્લે ” પકડદાવ” રજૂ કર્યું.

૧૯૭૧ અને ૧૯૭૨ માં તેઓ સર્વાનુમત્તે ગુજરાતી ડ્રામા પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ના સેક્રેટરી નિમાયા હતા.

મુંબઈ સમાચારમાંથી
જગદીશ શાહ: માહોલના સર્જનહાર
નાટક, પ્રેક્ષક અને હું -સુરેશ રાજડા

આજે નીલા થિયેટર્સના નિર્માતા અને કર્તાહર્તા જગદીશ શાહને યાદ કરવાનું મન થયું છે… હું પ્રધાન બન્યો, પ્લીઝ યોર ઓનર, પકડદાવ, અજવાળી પણ રાત, બહાર આવ તારી બૈરી બતાવું જેવા ગુજરાતી તખ્તા ઉપર સીમાચિહ્નરૂપ નાટકો બનાવનારા જગદીશભાઈ… ખૂબ બધું વાચનાર! ભણેલાગણેલા અને તખતાની બારીકીઓથી સારી પેઠે માહિતગાર એવા નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા હતા. તરલા મહેતા સાથે એમણે બનાવેલા નાટક પ્લીઝ યોર ઓનરની એમની પ્રથમ એન્ટ્રીનું દૃશ્ય આજેય મારા દિમાગમાં અકબંધ સચવાઈને પડ્યું છે. એમની એ એન્ટ્રી સાથે કોર્ટમાં મચી જતી હલચલ, છવાઈ જતી સ્તબ્ધતા, ઓર્ડર ઓર્ડર જેવા ન્યાયાધીશના ગળામાંથી નીકળેલા અવાજો વચ્ચે શરૂ થતી એમની દલીલો એક એવા માહોલને સર્જી આપતા હતા કે શરૂઆતની પાંચ મિનિટમાં પ્રેક્ષકોને અંદાજ આવી જતો કે તેઓ જબરદસ્ત નાટક ભજવણીના સાક્ષી બની જવાના છે. સારા નાટકના એંધાણ પડદો ઊઘડતાની પાંચ મિનિટમાં મળી જતા હોય છે (આ વાત નાટક, સિનેમા, સંગીતનો જલસો, મુશાયરો, નૃત્યનાટિકા, સિરિયલ્સ જેવી અનેક કલાઓને લાગુ પડે છે… સારી નવલકથાનું શરૂઆતનું લખાણ કે સુંદર કવિતાની પ્રથમ પંક્તિઓ પણ નવલકથા કે કવિતામાં રહેલા ડેપ્થનો પરિચય કરાવી દે છે.)

આવા મેધાવી સર્જક જગદીશભાઈએ એક સરસ નાટક વાંચ્યું. ‘બ્રીચ ઑફ મેરેજ’ નામના એ નાટકનું સશક્ત કથાનક જોઈ એમને થયું કે સુરેશ આઈ.એન.ટી. માટે આ નાટક બનાવે તો યોગ્ય થશે… એમણે મને મળવા બોલાવ્યો અને નાટકની પ્રત મને વાંચવા આપી. નાટક વાંચતાવેંત હું નાટકના પ્રેમમાં પડી ગયો… દામુ ઝવેરી, બાબુભાઈ ભૂખણવાલા આઈ.એન.ટી.ના બંને વડીલોને પણ આ નાટક ખૂબ પસંદ પડ્યું. એમણે મને આ નાટક બનાવવાની અનુમતિ આપી દીધી. જગદીશભાઈ નાટકનું રૂપાંતર કરે, હું નાટકનો દિગ્દર્શક અને આઈ.એન.ટી. નાટકનું નિર્માણ કરે એવી મૌખિક વ્યાવહારિક વાતો પતાવી… જગદીશભાઈએ નાટકનું રૂપાંતરકાર્ય શરૂ કરી દીધું અને હું નાટકોના વિવિધ પાત્રોમાં બંધબેસતા કલાકારોની વરણી કરવામાં ગૂંથાઈ ગયો. ડેઈઝી ઈરાની, ઈંદિરા મહેતા, અરવિંદ રાઠોડ, રાજેશ મહેતા અને મારે નાટકમાં અગત્યની ભૂમિકાઓ ભજવવાની હતી, નાટકના હીરો હતા દર્શન જરીવાલા.

ગોઝારા અકસ્માતને કારણે પૌરુષત્વ ગુમાવી ચૂકેલા તાજા પરણેલા પતિને એ નપુંસક થઈ ગયો છે એ વાતનો એને આઘાત ન લાગે તે કારણથી ઘરના સભ્યો ખબર નથી પડવા દેતા… અને એની જાણ બહાર એક અજાણ્યા ડૉક્ટરના વીર્યથી પત્નીને ગર્ભધારણ કરાવે છે… બાળકના અવતરવાથી જીવન થાળે પડી જશે અને પતિ માનસિક રીતે સ્વસ્થ થઈ જશે એવું સમજીને કરાયેલા આ કાર્યની જાણ અંધારામાં રહેલા પતિને થતાવેંત એ ચોંકી ઊઠે છે, મારી પત્નીને થનારું બાળક અન્યના વીર્યદાનથી થવાનું છે એ વાતની ખબર પડતાવેંત કુટુંબમાં અનેક મુશ્કેલીઓ સર્જાય છે, આવો વિષય પસંદ કરવો તે પણ પંદર-વીસ વર્ષ પહેલા… ખરેખર જોખમભર્યું કાર્ય હતું, પણ નાટકને સમજદાર પ્રેક્ષકો તરફથી સારો આવકાર મળ્યો… અને આઈ.એન.ટી.ની મરાઠી વિંગ સંભાળતા સપ્રેએ આ નાટક મરાઠીમાં કરવાનું વિચારી મધુકર તોરડમલ, ભાવના રમેશ ભાટકર જેવા પ્રસિદ્ધ કલાકારોની વરણી કરી, દિગ્દર્શકનું સુકાન મને સોંપ્યું…

ગુજરાતી નાટક ‘કૂંપળ ફૂટ્યાની વાત’ને નામે ભજવાયું અને મરાઠી નાટક ‘બીજાંકુર’ના નામે… ગુજરાતીમાં જગદીશભાઈએ કરેલું રૂપાંતર મને પસંદ ન પડતાં… મેં મારી રીતે નાટકમાં તળિયાઝાટક ફેરફારો કરી નાખ્યા. તે પણ એમને પૂછ્યા કે જણાવ્યા વિના. (આ મારી ભૂલ હતી) મારે જગદીશભાઈને વિશ્ર્વાસમાં લઈ મારા ઈચ્છિત ફેરફારો એમને કરવા દીધા હોત તો એ યોગ્ય હતું… પરંતુ એમના જેવા સિનિયર માણસની ઉપેક્ષા કરી સંપૂર્ણ રૂપાંતર કરી નાખ્યું. ને મારી ધૃષ્ટતા સમગ્ર રૂપાંતર મેં કર્યું હોવાથી રૂપાંતરકાર તરીકે મારું નામ આવે તેમાં તમને વાંધો છે? જગદીશભાઈ એવા છંછેડાયા, એવા ગુસ્સે થયા કે એમણે કાયદાકીય પગલાં લઈ નાટકની રજૂઆતને અટકાવી દેવા પેરવી કરી… દામુ ઝવેરી વચ્ચે પડ્યા ને મેં મારેલી ફિશિયારી બદલ ને જગદીશભાઈ જેવા પીઢ કલાકારનું અપમાન કરવા બદલ મને ખખડાવી નાખ્યો – ‘નાટક તો જ રજૂ થઈ શકશે જો સુરેશ રાજડા મારી લેખિત માફી માગે…’ જેવી જગદીશભાઈની શરત મારે માનવી પડી… મેં જાતે કરેલા રૂપાંતર બાબત મેં લેખિતમાં એમની માફી માગી… રૂપાંતરકાર તરીકે મારું નામ આવવું જોઈએ જેવી મારી ઘૃણાસ્પદ માગણી માટેય લેખિત મારે માફી માગવી પડી.

મૂળ વાત હવે આવે છે. આઈ.એન.ટી. ઓફિસમાં આવી મારો માફીપત્ર વાંચી એમણે બીજી સેકંડે ફાડી નાખ્યો. એમના કહેલા શબ્દો, એમણે દેખાડેલી ખેલદિલીનો જવાબ નથી. સુરેશ હું ઈચ્છું છું કે અમુક રૂપાંતરકારોને કારણે તને નાટકને તારા ઢંગથી સજાવવાની જે ટેવ પડી છે, એ ટેવને તું છોડી દે. મારે તને એ વાતનું ભાન કરાવવું હતું દોસ્ત કે મારા જેવા સક્ષમ માણસ પાસે નાટકને તું તારી રીતે લખાવી શક્યો હોત. કાં તો તારા હિસાબે હું સક્ષમ લેખક નહોતો… કાં તો રૂપાંતર કરનારા પાસેથી કઈ રીતે કામ લેવાય તેની તારામાં આવડત નથી. ભૂલ મેં કરી હોવાથી શાંતિથી એમનું કહેવું, શિખામણ મેં સાંભળી લીધાં… ત્યાર બાદ દેખાડાયેલી ખેલદિલી જીવનપર્યંત ભુલાય તેમ નથી. ‘સુરેશ, સચ્ચાઈના રણકા સાથે જગદીશભાઈ બોલ્યા… દોસ્ત તેં નાટકનું અત્યંત સુંદર રૂપાંતર કર્યું છે… મારાથી પણ વધુ ઉત્તમ અને સરસ રૂપાંતર થયું છે… તું તારી રીતે આગળ વધ. રૂપાંતરકાર તરીકે તારું નામ આવે તેમાં મને કશો છોછ નથી’… આવી ખેલદિલી, પ્રામાણિકતા અને અન્યના કામની સરાહના કરવાની રીત આ પહેલા મેં ક્યાંય જોઈ નહોતી. દિગ્મૂઢ બની એમને જોયા કરતા મને જોઈ એમણે આગળ ચલાવ્યું. મારી પાસેથી કામ લેવાની તને ફાવટ ન આવે તેમાં તારા કરેલા સરસ કામને હું બિરદાવી ન શકું એ વાત બરાબર નથી. નીચી મુંડી રાખીને હું બોલ્યો જગદીશભાઈ તમારું રૂપાંતર ભજવાશે એવું લેખિતમાં હું આપી ચૂક્યો છું. મને વધુ શરમમાં ન નાંખો… તમારા જેવા સિનિયર સાથે મેં કરેલા વર્તનનો મને ખરેખર પસ્તાવો થઈ રહ્યો છે… હું સાચા દિલથી તમારી માફી માગું છું… પ્રત્યુત્તર આપતા તેઓ બોલ્યા. મેં આપણા બંનેનું લખાણ વાંચ્યું છે તેં આમેજ કરેલી ઘટનાઓ અને ઊભી કરેલી સિચ્યુએશનો લાજવાબ છે, વર્બોસપણાનો તેં સદંતર છેદ ઉડાડી દીધો છે – આટલું બોલ્યા પછી તેમણે જે કહ્યું તે સાંભળીને હું રીતસર તેમના પગમાં પડી ગયો હતો… મારું રૂપાંતરિત નાટક ભજવીશ તો નાટક નહીં ચાલે, તારું રૂપાંતરિત નાટક ભજવાશે તો પ્રેક્ષકોને ગમશે અને નાટક ચાલશે… આવી મહાનતા, આવી ખેલદિલી, આવી પ્રામાણિકતા, સામેવાળાના કામને બિરદાવવાની આ હિંમત (તે પણ પોતે કરેલા કામ સામે….) ક્યાં જોવા મળે?

‘કૂંપળ ફૂટ્યાની વાત’ નાટક ભજવાયું એમના જ નામે. મારા આગ્રહને કારણે મેં કરેલા ફેરફારો, યોગ્ય જગ્યાએ ગોઠવેલા નવા પ્રસંગો, એમના દ્વારા ફરીથી લખાયા… સમજોે નાટકનું એમણે નવસંસ્કરણ કરી આપ્યું મારી રીતે. એમને આનંદ હતો એમને ગમતી રૂપાંતરિત કૃતિના નવસંસ્કરણ કરવાનો, મને આનંદ હતો… મને ગમતી વ્યક્તિ પાસેથી ઈચ્છા મુજબ કામ લઈ શકવાનો… જગદીશભાઈએ ફરીથી લખેલા નાટકના રૂપાંતરને ભજવવા એમણે કહેલી એક વાત મારા કાન ઉપર હંમેશાં અથડાયા કરતી હતી ‘સુરેશ કાં તો તારા હિસાબે હું સક્ષમ લેખક નહોતો કાં તો રૂપાંતર કરનારા પાસેથી કઈ રીતે કામ લેવાય તેની તારામાં આવડત નથી…!’ એમની વાત સો ટકા સાચી હતી. આજેય મેં જેમની જેમની પાસે નાટકના રૂપાંતરો કરાવ્યાં છે એ તમામ નાટકો નવેસરથી મારે લખવા પડ્યાં છે… કારણ કે કાં તો તેઓ સક્ષમ લેખકો નથી કાં તો તેમની પાસેથી કામ લેવાની મારામાં આવડત નથી…!

ઉપેન્દ્ર ત્રિવેદી, Upendra Trivedi


પાપ તારું પરકાશ જાડેજા !
ધરમ તારો સંભાળરે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં,
જાડેજા રે ! એમ તોરલ કહે છે જી.
[ અહીં વાંચો અને સાંભળો ]

ઉજ્જૈનમાં મજૂર થી ગુજરાત વિધાનસભાના નાયબ સ્પીકર સુધીની જીવનયાત્રાના નાયક

વિકિપિડિયા પર  –    અંગ્રેજીમાં     ;   ગુજરાતીમાં

શ્રી. રજનીકુમાર પંડ્યાના તેમની સાથેના અનુભવો    –     ૧    –  ;   –    ૨    –


upendratrivedi-1

‘ઉપેન્દ્ર ત્રિવેદી પુરાણ’ પુસ્તક
[ એ વિશે જાણવા ઉપરના ચિત્ર પર ક્લિક કરો ]

જન્મ

  • ૧૪, જુલાઈ- ૧૯૩૬, ઇન્દોર
  • મૂળ વતન – કુકડિયા, ઈડર પાસે, જિ. સાબરાકાંઠા

અવસાન

  • ૪, જાન્યુઆરી – ૨૦૧૫, મુંબઈ

કુટુમ્બ

  • માતા -? ; પિતા – જેઠાલાલ ; ભાઈ -બહેન – ત્રણ ( એમાંના એક અરવિંદ જે પણ અભિનય ક્ષેત્રે જાણીતા છે.)
  • પત્ની –  શારદા ; સંતાન – ?

શિક્ષણ

  • બી.એ. ( મુંબઈ યુનિ. )

માનવીની ભવાઈ- આખી  ફિલ્મ

તેમના વિશે વિશેષ

  • બાળપણમાં માબાપની સાથે ઉજ્જૈન સ્થળાંતર અને ત્યાં જ પ્રાથમિક શિક્ષણ
  • મિલ કામદાર તરીકે કામ કરતા પિતાને પક્ષાઘાત થતાં છત્રીઓ બનાવતા કારખાનામાં મજૂર તરીક કામ કરવાથી કારકિર્દીની શરૂઆત
  • ભાઈ સાથે મુંબઈમાં રહેવા ગયા અને ત્યાં જ બી.એ. સુધી ભણ્યા. એ જ કાળમાં કોલેજના નાટકોમાં ભાગ થી અભિનય ક્ષેત્રમાં પગરણ
  • ‘અભિનય સમ્રાટ’ માં સાત જુદા જુદા રોલ – એમની સૌથી પ્રખ્યાત અદાકારી
  • અનેક નાટકો અને ફિલ્મોમાં અભિનય અને દિગ્દર્શન
  • ૧૯૬૦ – કાદુ મકરાણી અને મહેંદી રંગ લાગ્યો ફિલ્મોમાં અભિનય થી ફિલ્મ કારકિર્દીની શરૂઆત.
  • ૧૯૭૧ – અભિનય સમ્રાટ નાટકમાં ખુબ વખાણાયા બાદ જેસલ તોરલ ફિલ્મમાં હીરોના રોલથી પ્રખ્યાતિ તરફની અવિરત કૂચ ચાલુ થઈ.
  • બીજી વધારે  વખણાયેલી ફિલ્મો –  ઝેર તો પીધાં જાણી જાણી, જોગીદાસ ખુમાણ, સંતુ રંગીલી, માનવીની ભવાઈ વિ.
  • તેમણે દિગ્દર્શન કરેલ ફિલ્મ ‘માનવીની ભવાઈ’ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
  • તેમની ઘણી ફિલ્મોમાં સ્નેહલતા એ હીરોઈન તરીકે કામ કર્યું છે.
  • ૧૯૮૦ – રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ.
  • ૧૯૮૫ , ૧૯૯૦ – કોગ્રેસની ટિકિટ પરથી ગુજરાત વિધાન સભામાં ચૂંટાયા.
  • ૧૯૯૮ – સ્વતંત્ર ઉમેદવાર તરીકે ગુજરાત વિધાન સભામાં ચૂંટાયા.
  • ૨૦૦૦-૨૦૦૨ –  ગુજરાત વિધાસભામાં નાયબ સ્પીકર

સન્માન

  • ૧૯૮૯ – પદ્મશ્રી, ભારત સરકાર
  • પંડિત ઓમકારનાથ એવોર્ડ

રમેશ પટેલ ( પ્રેમોર્મિ), Ramesh Patel ( Premormi )


વિવિધ ક્ષેત્રોમાં વીરલ પ્રદાન કરનાર,  સદા યુવાન અને કર્મઠ પ્રતિભા

દસ વર્ષની ઉમરથી યોગના સાધક અને આયુર્વેદિક સારવાર પદ્ધતિના હિમાયતી

# જીવન સૂત્ર

જય સચ્ચિદાનંદ

# તેમની વેબ સાઈટ 

# સખી રે, મારી તું તો પતંગ ને હું દોર
કાપી ના કાપે એવી જોડ.

# લય સ્તરો પર 

# ‘ગુજરાતી કવિતા અને ગઝલ’ પર 

# ફેસબુક પર

https://www.facebook.com/Premormi

Premormi in sky-1


બૈજુ બાવરા – તાના રીરી હોલમાં

જન્મ

  • ૧૮, સપ્ટેમ્બર – ૧૯૩૬, રંગૂન, મ્યાંમાર ( બર્મા)

કુટુમ્બ

  • પિતા – ભાઈલાલ; માતા – કમળા
  • પત્ની – સ્વ. ઉષા; પુત્ર – કલ્પેશ

અભ્યાસ

  • ૧૯૫૪– મેટ્રિક ( એસ. પી. વિદ્યાલય – નાસિક)
  • ૧૯૫૮ – એમ.એસ.સી.(મિકે. એન્જિ.)  – વેસ્ટ બ્રોમવિચ યુનિ. – બર્મિન્ગહામ

વ્યવસાય

  • હોટલ માલિક
  • સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન/ સંચાલન

યુવાન ઉમરે

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • બીજા વિશ્વ યુદ્ધ વખતે જાપાનના આક્રમણના કારણે, વતન કરમસદમાં  કામચલાઉ સ્થળાંતર
  • ૧૯૫૪ – રંગૂનમાં એશિયાટિક ક્રિકેટ ક્લબ સ્થાપી.
  • નાસિકમાં ખાસ મિત્રની સંગતથી સંગીત સૂઝ કેળવી.
  • ૧૯૫૭ – લન્ડન જવા પ્રયાણ, થોડોક વખત નોકરી કરી
  • ૧૯૬૦ – ઇન્ડિયા કોફી હાઉસ, ‘પાર’ ટ્રાવેલ એજન્સી અને ઇન્ડિયા એમ્પોરિયમથી ધંધાની શરૂઆત ( લન્ડનમાં શાકાહારી આહાર માટેની પહેલી રેસ્ટોરન્ટ)
  • ૧૯૬૧ – ‘નવકલા’ ભારતીયો માટેની સાંસ્કૃતિક / સામાજિક સંસ્થાની સ્થાપના, જે હાલમાં પણ લન્ડનમાં કાર્યરત છે.
  • ૧૯૬૫ – એક મિત્રની સાથે ‘શરૂણા’ હોટલની શરૂઆત
  • ૧૯૭૪ – પોતાની માલિકીની ‘મંદિર’ રેસ્ટોરન્ટની શરૂઆત; તેની સાથે ‘રવિશંકર’ હોલની પણ શરૂઆત આયુર્વેદિક સારવાર માટે લન્ડનમાં ‘કુશળ’ ક્લિનિક ની શરૂઆત
  • ૧૯૮૦ – ૮૫ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ગેઈન્સ વિલે ખાતે શાકાહારી હોટલ
  • લન્ડનમાં ૧૦૦ થી વધારે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા
  • ૨૦૦૨ – પત્નીના અવસાન બાદ લન્ડનની બધી પ્રવૃત્તિઓ સંકેલી કરમસદમાં પાછા ફર્યા. મોટું નવું મકાન બનાવી તેમાં નરસિંહ મહેતા/ તાના રીરી હોલમાં બિન ધંધાદારી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને આયુર્વેદિક સારવાર
  • ૨૦૦૪ – ગુરૂદેવ ટાગોરના શાંતિનિકેતનમાં ‘પ્રેમોર્મિ’ કવિ તરીકે સન્માન
  • તેમના કાવ્ય સંગ્રહ ‘હૃદય વીણા’ નો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે.

તેમણે દોરેલ એક ચિત્ર

હોબીઓ

  • કવિતા, સંગીત, પ્રવાસ, ચિત્ર, નાટક, નૃત્ય, અભિનય, યોગ, વૈદક, પ્રાકૃતિક ચિકિત્સા

રચનાઓ

  • કવિતા – હૃદયગંગા, કાવ્યપિયૂષિની, ઝરમર ઝરમર, વૈખરીનો નાદ, હું,
    ગીત મંજરી ( હિન્દી)
  • રસોઈકળા – Mandir Ayurvedic cook book

સન્માન

  • ‘ઉત્સવ એવોર્ડ’ નવી દિલ્હી
  • જ્ઞાનેશ્વર એવોર્ડ, પૂના
  • શાન્તિ નિકેતન, કલકત્તામાં સન્માન
  • ગુજરાત ગૌરવ એવોર્ડ – લન્ડન અને બીજા અનેક સ્થાનિક એવોર્ડો

કવિ રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ ને

કહોને કોણ છે એવા ઘણો આનંદ આપે છે,
મળોજ્યાં એમને ત્યારે ખભાપર હાથ રાખે છે.

નથી ભૂલી શકાવાના તમારા હોલ ને કાર્યો,
ભલેને દૂર રહેશે પણ હ્રદયની પાસ લાગે છે.

કવિતા હોય કે સંગીત, નર્તન હોય કે ભાવક,
બધાને ભાવથી સરપાવ આપીને નવાજે છે.

નથી એ સંતથી ઓછા, કળાના ભેખધારી છે,
નદી વૃક્ષો પહાડો ને ઝરણની જાત માને છે.

પનોતા પુત્રમાતાના, મહામાનવ છો ધરતીના,
ફરી આવી મળો અમને તમારી ખોટ સાલે છે.

તમે સાગર સમા પ્રેમી, તમારું નામ ‘પ્રેમોર્મિ’,
તમારાં ગીત ને કાવ્યો બધા સાક્ષર વખાણે છે.

તમારા નામમાં રમતા રહે છે, ઈશ ને માધવ,
તમોને ‘સાજ’ના વંદન, નમી મસ્તક ઝૂકાવે છે.

-‘સાજ’ મેવાડા

પ્રમોદપટેલ, Pramod Patel


Pramod_Patel_bioકલાને ક્યારેય કમાણી નહોતી બનાવી                  .

# જીવન મંત્ર – ‘કલાને જીવંત રાખવી.’

# પ્રેરક વ્યક્તિઓ – રંગ અવધૂત મહારાજ, રવિશંકર રાવળ

——————————————————————-

જન્મ

  • ૨૫, જુલાઈ – ૧૯૨૫, મુંબઈ, વતન – ભરૂચ

અવસાન

  • ૨૩, નવેમ્બર – ૧૯૮૮, ભરૂચ

કુટુમ્બ

  • માતા – અનસૂયા  , પિતા – ચુનીલાલ
  • પત્ની – વિજયા , પુત્ર – મુંજાલ  પુત્રીઓ  –  જયશ્રી, નિલાક્ષી

શિક્ષણ

  • પ્રાથમિક – પ્રોગ્રેસિવ શાળા, ભરૂચ
  • આયુર્વેદ – પૂના ( અપૂર્ણ)
  • ચિત્રકળાની પરીક્ષા

વ્યવસાય

  • કુટુમ્બનો છીંકણીનો વેપાર

તેમના વિશે વિશેષ

  • ભણતાં ભણતાં માંડ માંડ ડ્રોઈંગ ની પરીક્ષા પાસ કરી.
  • આર્યુવેદિક નો અંતિમવરસ સુધીનો અભ્યાસ ,પછી અચાનક જ પીંછી હાથ માં આવી અને અભ્યાસ અપૂર્ણ રાખી પુનાથી ભરૂચ પાછા ફર્યા
  • ગુજરાતી,મરાઠી,હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના જાણકાર
  • પૂના અભ્યાસ કરતા કરતા લાગતું કાંઈક ખૂટે છે ત્યારે કોરા કાગળ પર પેન્સિલ રંગો દ્વારા મન થી ચિત્ર ઉપસી આવતું .કલ્પના માં સ્ત્રી હમેશાં માંજરી આંખો વાળી જ ચિત્રિત થતી ને ઉપરથી બનતી જોડી મળી એવી જ આબેહૂબ પત્ની*વિજ્યા*. જે દરેક ચિત્ર ની કલ્પના મૂર્તિ બની રહી.
  • સ્વપ્ન માં એક ચમત્કાર થયો અને સંત શ્રી રંગ અવધૂત નો આદેશ મળ્યો ‘મને મળી જા!’ અને નાસ્તિક માનવ આસ્તિક બની ગયો.
  • ઘણાં વિચાર વિમર્શ પછી નર્મદાના તટ પર વસેલા નારેશ્વર મુકામે રંગ અવધૂતને મળવા ગયા.ત્યાં બાપજીના વિશ્વાસે ‘ગુરૂલીલામૃત’ નો અભ્યાસ કરી તેના ૬૫ સુંદર ચિત્રો બનાવ્યા.
  • અહીં ગુજરાતની કલાના પિતામહ પૂ શ્રી રવિશંકર રાવળના હસ્તે બધાં ચિત્રો ના પ્રદર્શન નાં ઉદ્દઘાટન થતા રહ્યા.
  • તેમનાં ચિત્રોમાં ચિત્રકારીની છાપ બંગાળી શૈલી તેમજ ઈટલીના શિલ્પી બર્નીની હતી.
  • કુમાર, ધર્મયુગ અને ગુરૂલીલામૃત માં ચિત્રો છપાયાં
  • કુમાર અને ધર્મયુગના મુખ પૃષ્ઠ પર તેમનાં ચિત્રોએ સ્થાન મેળવ્યું.
  • ગંગા અવતરણ, અને શિવ પાર્વતી, તેમનાં પ્રિય ચિત્રો હતા.
  • ઉમાશંકર જોષી ના ગંગોત્રી પુસ્તક પર નું મુખપૃષ્ઠ જયારે છપાયું ત્યારે ગુજરાતના ઘરે ઘરે નામ પહોંચ્યું.
  • અન્ય કલાકારોમાં નંદ બોઝ નું ‘કલાન્ત શિવ’ એમનું પ્રિય ચિત્ર હતું .મીરાં તેમની કલાકૃતિમાં નું સુંદર ચિત્ર છે.ક્ષિતિજ..સાગર અને સરિતા ..જેવા ચિત્રો મા એમણે જાન પાથરી દીધી હતી.
  • વાસુદેવાનંદ સરસ્વતી અને રંગ અવધૂત ની સુંદર મૂર્તિ હરદ્વારના ભારતમાતા મંદિર માં સંત મંદિરમાં બિરાજમાન છે. નરસોબાની વાડી માં પણ આ મૂર્તિ ઓ ને ચિત્રો છે.નારેશ્વરમાં પણ બાપજી ની મૂર્તિ પાછળ સુંદર વાસુદેવાનંદનું ચિત્ર બિરાજમાન છે.
  • ..નારેશ્વરની મુલાકાતે જનારને જરૂર તેમના ૬૫ ચિત્રો જોવા મળશે.
  • ભરૂચમાં બે સંસ્થાઓ કલામંડળ અને કલાનિકેતન ના પ્રમુખ તરીકે દસ વર્ષ સેવા આપી હતી. એમના આ મંડળો એ ભરૂચને કલાવંતુ બનાવ્યું હતું .
  • તેઓ નરસિહ મહેતા જેવા વૈરાગી કલાકાર હતા.
  • :ભરૂચમાં આજે નંબર એકના સ્થાને જે હેરિટેજ મકાન “નથ્થુથોભણની ધર્મશાળા ને કન્યાશાળા માટે વપરાતું મકાન વરસો પહેલા ભાઈઓ ને સમજાવી ભરૂચ મ્યુનિસિપલ કોરપોરેશન ને ભેટ સ્વરૂપે અર્પણકરેલું .આજે સૌથી જૂનું પણ કલાની દ્રષ્ટિએ ઉત્તમ નમુના સ્વરૂપ છે.ગુજરાત સરકારે એને હેરિટેજ મકાનમાં ગણ્યું છે.ભરૂચના જોવા લાયક સ્થાન તરીકે ગણાય છે.
  • પંડિત ઓમકારનાથજી જોડે ઘરોબો હતો અને રતનતળાવ નો બંગલો સંગીત માટે તેમને ભેટ કરી દીધો હતો

આનુષંગિક પરિચય 

pramod_rang

Jaysh_10

સન્માન

  • ગુજરાત સરકારે ૨૦૧૮ ગુજરાતનો ૫૮મો ગૌરવ દિવસ ઉજવ્યો ને ભરૂચના કલાકાર તરીકે એમની પૌત્રી શૈલીના હાથમાં એવોર્ડ અર્પી યાદ કર્યા

સાભાર

  • તેમનાં પુત્રી જયશ્રી બહેન પટેલ ( મુંબઈ )

ખોડીદાસ પરમાર, Khodidas Parmar


kp3

#

#

#

#

#

# ‘દાવડાનું આંગણું’ પર સચિત્ર લેખ શ્રેણી 

# પ્રતિલિપિ પર સ્મરણાંજલિ 


e0aa9ce0aab6e0ab8be0aaa6e0aabe

e0aba7-e0aab9e0aabee0aaa5e0ab80

e0abaa-e0aaade0ab87e0aa82e0aab8e0ab8be0aaa8e0ab81e0aa82-e0aa96e0aabee0aa82e0aaa1e0ab81

kp6

સ્વ. શ્રી . તુષાર ભટ્ટના બ્લોગ પર સરસ પરિચય માટે નીચેના ચિત્ર પર ક્લિક કરો.

kp4

જન્મ

  • ૩૧-૭-૧૯૩૦

કુટુમ્બ

  • માતા – વખાબા; પિતા – ભાયાભાઈ
  • પત્ની -? ;  પુત્ર – ?; પુત્રી – ?

અવસાન

  • માર્ચ ૨૦૦૪

સ્વ-રચિત મરશિયો

kp5

શિક્ષણ

  • ૧૯૫૧– એસ.એસ.સી.( ભાવનગારમાંથી)
  • એમ.એ..( ગુજરાતી અને સંસ્કૃત) – શામળદાસ કોલેજ

વ્યવસાય

  • અધ્યાપક – V.A.M.C. કોલેજ, ભાવનગર
  • કલા અને લોક સાહિત્યના પી.એચ.ડી. ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક

kp1

તેમના શિષ્યે દોરેલ ચિત્ર

જીવન ઝરમર

  • પિતા બહુ જ સામાન્ય સ્થિતિના માણસ હતા – ચોકીદાર અને ઘોડાગાડી ચાલક . માતા પણ માટી ખોદવાની મજુરી કરી ઘરની આવકમાં ઉમેરો કરતાં.
  • ઘણી દીકરીઓ બાદ આ પુત્ર રત્ન પ્રાપ્ત થતાં, તેને સારું શિક્ષણ આપવામાં તેમણે જાત ઘસી નાંખી. ખોડિયાર માતાની કૃપા થઈ એમ માની તેમનું નામ માતાની નામ પરથી નક્કી કર્યું હતું.
  • તેમના પુત્રો પણ કલાકાર છે.
  • તેમના ચિત્રકળાના ગુરૂ સ્વ. સોમાલાલ શાહ હતા.
  • કળા અને લોકસાહિત્યનાં ઘણાં પુસ્તકો લખ્યાં છે.
  • નવી દિલ્હીના વિખ્યાત, રાષ્ટ્રીય મ્યુઝિયમમાં અને બીજે તેમની કળા કૃતિઓ સંઘરાયેલી છે

રચનાઓ 

kp2

સન્માન

  • રાષ્ટ્રીય લલિતકલા એકેડમી
  • ગુજરાત વિદ્યાપીઠ-સુવર્ણ ચંદ્રક
  • સૌરાષ્ટ્ર કલા મંડળ-સુવર્ણ ચંદ્રક
  • અકાદમી ઓફ ફાઈન આર્ટસ(ક્લકત્તા)- રજત ચંદ્રક
  • All India Fine Arts and Crafts Society, New Delhi-આઠ વર્ષ પુરસ્કારો.
  • કાલિદાસ સન્માન સમારોહ- સાત પુરસ્કારો
  • બોમ્બે આર્ટ સોસાયટી- બે પુરસ્કારો
  • R.N.Tagore Century Hyderabad પુરસ્કાર
  • ગુજરાત લલિતકલા અકાદમી- બે પુરસ્કાર

સાભાર

  • શ્રી. તુષાર ભટ્ટ
  • શ્રી. પી.કે. દાવડા

 

 

દેવિકા ધ્રુવ, Devika Dhruv


devi3# લગાવ  એવા, કહો કેવા ? કે વારંવાર ધક્કા દે.
અરે! લાગ્યું ન લાગ્યું દિલ,ને પારાવાર ઝટકા દે.  

રૂમઝૂમતું  કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો.
મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો.

#  મળવા જેવા માણસ – એક પરિચય

રચનાઓ – ‘પ્રતિલિપિ’  પર 

# રચનાઓ – ‘લયસ્તરો’ પર 

‘ચિત્રલેખા’ માં પરિચય

# વાચકોને બહુ ગમેલી શ્રેણી – ‘પત્રાવળી’ 


તેમનો બ્લોગ 

devi2

આ ચિત્ર પર ક્લિક કરો.

dhruv

જન્મ

  • ૭, ફેબ્રુઆરી – ૧૯૪૮, અમદાવાદ ( મૂળ વતન – ભુડાસણ )

કુટુમ્બ

  • માતા – કમળા બહેન; પિતા – રસિકલાલ
  • ભાઈઓ – નવિન, વીરેન્દ્ર  ; બહેનો – કોકિલા, સુષ્મા, સંગીતા (બધાં અમેરિકામાં વસવાટ અને  કોઈ ને કોઈ રીતે લલિત કળાઓ સાથે સંકળાયેલાં)
  • પતિ – રાહુલ;  પુત્રો– બ્રિન્દેશ, અચલ 

શિક્ષણ

  • ૧૯૬૮ –  બી.એ. ( સંસ્કૃત) એચ.કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ

વ્યવસાય

  • ભારતમાં – ગુજ. યુનિ.માં વહીવટી શાખામાં
  • અમેરિકામાં – શરૂઆતમાં ન્યુયોર્કમાં બેન્કમાં . પછીના જીવનમાં હ્યુસ્ટન ખાતે શિક્ષિકા

devika_dhruv_1

devika_dhruv_2

તેમના વિશે વિશેષ

  • નાનપણથી જ સાહિત્યમાં લગાવ અને ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દી.
  • દસમા ધોરણમાં હતાં ત્યારે પહેલી કવિતા ’તમન્ના’ લખેલી.
  • શાળા અને કોલેજ કાળ દરમિયાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રીય ભાગ. એચ.કે. આર્ટ્સ કોલેજમાં હતાં ત્યારે સંસ્કૃતમાં પ્રવચન પણ આપ્યું હતું.
  • બી.એ.માં યુનિ. માં પ્રથમ અને ગોલ્ડ મેડલિસ્ટ
  • પતિ ક્રિકેટના ગજબનાક શોખીન, ૧૯૬૭માં રણજી ટ્રોફીના ક્રિકેટર
  • હ્યુસ્ટનની ‘સાહિત્ય સરિતા’ સંસ્થામાં અને અનેક લલિત કળાના કાર્યક્રમોમાં સક્રીય પ્રદાન

રચનાઓ

  • કવિતા – શબ્દોને પાલવડે, કલમને કરતાલે, અક્ષરને અજવાળે ( ઈ-બુક)
  • પત્ર શ્રેણી – આથમણી કોરનો ઉજાસ ( નયના પટેલ સાથે )
  • સંશોધન–  (અંગ્રેજીમાં) – Glimpses into legacy( Dhruv family), Maa ( Banker family), Gujarati Sahitya Sarita, Houston – History

img_2435

સાભાર

  • શ્રી. નવિન બેન્કર

સૌમ્ય જોશી, Saumya Joshi


sau1# કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.
પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.

# પેટ હતું તો ઝબ્બે થઈ ગ્યું, રાત હતી તો પડી,
ઊંઘ હતી તો આવી ગઈ ને ફૂટપાથોને જડી.

વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે,
શ્વાસ હોય તો ખૂંટી જાય ને લખચોરાસી ફળે.

#  કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયાં એનાં ચપ્પલ.
હવે, કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે,
ને માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.

– (‘ગ્રીનરૂમમાં’)

# બહુ જ વખણાયેલી આ રચના ટહૂકો પર વાંચો – સાંભળો 

આ સ્યોરી કે’વા આ’યો સુ ને ઘાબાજરિયું લા’યો સુ.
અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
ભગવાન મહાવીર,
અવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મે’લી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.

# રચનાઓ
લયસ્તરો પર   ઃ  રણકાર પર 

વિકિપિડિયા પર 

# અંગ્રેજીમાં એક સરસ પરિચય

 


ફેસબુક પર…

sau4

આ ચિત્ર પર ક્લિક કરો….

જન્મ

  • ૩, જુલાઈ- ૧૯૭૩, અમદાવાદ

કુટુમ્બ

  • માતા –  નીલા, પિતા– જયંત
  • પત્ની –

શિક્ષણ

  • પ્રાથમિક શિક્ષણ – વિજયનગર હાઈસ્કુલ
  • ૧૯૯૦ – એસ.એસ.સી. – વિદ્યાનગર હાઈસ્કુલ, અમદાવાદ
  • ૧૯૯૩ – બી.એ. – એચ.કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ
  • ૧૯૯૫ – એમ.એ. – ગુજરાત યુનિ. અમદાવાદ

વ્યવસાય 

  • ૨૦૧૫ સુધી – એચ.કે. આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર
  • ૨૦૧૧ થી – ગુજરાતી નાટ્ય ક્ષેત્રમાં

sau2

sau5

આ ચિત્ર પર ક્લિક કરી , તેમનો ઈન્ટરવ્યુ વાંચો.

તેમના વિશે વિશેષ

  • ૧૮ વર્ષની ઉમરે કવિતા લખવાની શરૂઆત \
  • પહેલી કવિતા ‘કવિલોક’માં પ્રકાશિત થઈ હતી.
  • પહેલું ગુજરાતી નાટક – ‘રમી લો ને યાર !’
  • ‘દોસ્ત! ચોક્કસ અહીં એક નગર વસતું હતું’ – હુલ્લડ ગ્રસ્ત અમદાવાદથી વ્યસ્ત થઈને લખેલું / ભજવેલું નાટક બહુ જ વખણાયું હતું.
  • Fade in theatre ના સ્થાપક
  • ૧૦૨ – નોટ આઉટ નાટકના સર્જક . એ જ નામની હિન્દી ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટર
  • વેલકમ જિંદગી – નાટકના  સર્જક તરીકે પણ બહુ ખ્યાતિ પામ્યા.

sau6 

રચનાઓ

  • કવિતા – ગ્રીમ રૂમમાં

સન્માન

  • ૧૯૯૬ – બ.ક.ઠા. એવોર્ડ
  • રાવજી પટેલ એવોર્ડ
  • ૨૦૦૭ – યુવા ગૌરવ પુરસ્કાર
  • ૨૦૦૮ – તખ્તસિંહ પરમાર પારિતોષિક

 

 

 

‘અમર’ પાલનપુરી, Amar palanpuri


ap8         “કોઈ લેખકે પોતાની ઓળખ ‘સર્જક ‘ તરીકે નહીં પણ ‘ શોધક’ તરીકે આપવી જોઈએ. સર્જક તો એક માત્ર ‘તે’ જ.”

ચાલ હવે તું ખુદને મળ, મ્હોરાંમાંથી બ્‍હાર નીકળ
જીવન માટે લાખ દિવસ, મૃત્યુ માટે એક જ પળ.

જો ફાવે તો આગળ થા, ન ફાવે તો પાછો વળ.

પવન ફરકે તો એ રીતે  ફરકજે, પાન ના ખખડે
કોઈને સ્વપ્નમાં માંગી ‘અમર’ હમણાં જ સૂતો છે.

સિગ્નેચર ગઝલ-

ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
જાન ગયો છે એક ઉઝરડે.

તેમની ઘણી બધી રચનાઓ


ap5

આ વેબ સાઈટ પર તેમનો ટૂક પરિચય વાંચો.

સમ્પર્ક

  • Amar Palanpuri, Adarsh Society, Athwa, Surat, Gujarat 395001, India

મૂળ નામ

  • પ્રવીણ મણીલાલ મહેતા

જન્મ

  • ૧, જુલાઈ – ૧૯૩૫, પાલનપુર

કુટુમ્બ

  • માતા – તારાબહેન; પિતા – મણીલાલ
  • પત્ની – ૧) હંસા, ૨) મીનાક્ષી; સંતાન – ?

શિક્ષણ

  • મેટ્રિક( પાલનપુર)

વ્યવસાય

  • હીરા ઉદ્યોગમાં

ap4

ap3

તેમના વિશે વિશેષ

  • નવ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થઈ ગયું.
  • અત્યંત તોફાની હતા, અને તેમનાં તોફાનોથી પરેશાન થઈ માતા કૂવે આપઘાત કરવા ગયાં. ત્યાં ‘શૂન્ય’ પાલનપુરીની માતાએ બચાવ્યા અને પોતાને ઘેર લઈ ગયા. પછી પ્રવીણ પણ ‘શૂન્ય’ના ઘેર જતો થયો અને તેમના પુત્ર સમાન બનીને રહ્યો. ઘરનું બધુ કામ કરે, શૂન્યના પગ પણ દબાવે અને તેમની શાયરી પણ સાંભળતો થયો.
  • સ્કૂલના નવા મકાનના સંડાસમાં લયબદ્ધ રીતે ગાળો લખતા પકડાયા અને પ્રિન્સિપાલે ‘શૂન્ય’ને ફરિયાદ કરી. તેમણે તમાચો માર્યો અને પ્રવીણની જિંદગીમાં વળાંક આવ્યો.
  • મેટ્રિક પાસ થયા બાદ માસીના ઘેર મુંબાઈમાં નોકરી.
  • મુંબાઈમાં પ્રેમમાં નિષ્ફળતા મળતાં ગઝલો  લખવાની શરૂઆત કરી. ત્યારથી શરૂ થયેલી યાત્રા ‘ઉઝરડો’ ગઝલ સંગ્રહમાં પરિણમ્યો. પણ તેમણે કદી એ પ્રેમિકા વિશે કોઈને જણાવ્યું નથી.

ap7

  • મુંબાઈમાં બિમાર પડતાં પાછા પાલનપુર ગયા અને સાહિત્ય વર્તુળોમાં ગઝલમાં ડૂબી ગયા. ‘શૂન્ય’ એ આપેલા તખલ્લુસ ‘અમર’થી ગઝલો લખતા થયા.
  • સાજા થઈને મુંબાઈ પાછા ગયા અને ‘શૂન્ય’ની ભલામણથી ‘સૈફ’ પાલનપુરીના સમ્પર્કમાં આવ્યા. તેમના સામાયિક ‘વતન’ માં માનદ સેવા.  ‘શૂન્ય’ની ચિઠ્ઠીમાં તેઓ સારું ગાય છે, એમ જાણવાથી સૈફે મિત્રો સાથેની મહેફિલમાં એમની પાસે ગઝલો ગવડાવી અને આમ મુબાઈના પ્રખ્યાત કવિઓ સાથે તેમનો સમ્પર્ક થવા લાગ્યો.અમીન આઝાદ, બેફામ, ગની દહીંવાલા, વેણીભાઈ પુરોહિત, શયદા, બેકાર, રતિલાલ ‘અનિલ’, નીનુ મજમુદાર વિ. સાથે મહેફિલોમાં ભાગ લેવા માંડ્યા.
  • હીરા ઘસવાનું કામ કરતા લોકો ગાળો બહુ  બોલતા. એના ઉપરથી તેમનું એક ચર્ચાસ્પદ વિધાન – ”ગઝલ ગાળોનો પર્યાય છે!”
  • ઘણા નાટકોમાં અભિનય પણ કર્યો છે. જયંતિ પટેલ ‘રંગલો’ દ્વારા દિગ્દર્શિત, પચાસ નાઈટ ચાલેલા,  નાટક ‘નેતા અભિનેતા’ માં મુખ્ય પાત્ર ભજવ્યું હતું, અને તેમનો અભિનય બહુ જ વખણાયો હતો.
  • નાટક કારકિર્દીમાં જ મીનાક્ષી મારફતિયાના ઘનિષ્ઠ સમ્પર્કમાં આવ્યા. આના કારણે તેમનું લગ્ન જીવન ખરાબે ચઢ્યું. અંતે પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ, મીનાક્ષી સાથે સંસાર શરૂ કર્યો.
  • ૧૯૬૨ – સૂરતમાં રહેવા લાગ્યા. ‘સપ્તર્ષિ‘  નામની સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપના
  • તેમણે ગીતો અને ભજનો પણ લ્ખ્યાં છે.

‘ગુર્જર વાણી’ દ્વારા તૈયાર કરાયેલ ત્રણ વિડિયો,

રચનાઓ

  • ગઝલ – ઉઝરડા

ap1

સાભાર

  • ગુર્જરવાણી

 

ap9

આ શિર્ષક પર ક્લિક કરી યુ-ટ્યુબ ચેનલ પર જાઓ.

%d bloggers like this: