ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: કલાકાર

કાર્તિક ત્રિવેદી, Kartik Trivedi


kartik– Ipressionist artist, Pinao player, metaphysical pursuits

‘દાવડાનું આંગણું’ પર તેમના વિશે અભ્યાસ લેખો
(ઘણા બધા ચિત્રો સાથે)

 – ૧-  ; – ૨ – ; – ૩ – ; – ૪- 

——————————————————————————-

જન્મ

 • ૧૦, ડિસેમ્બર – ૧૯૩૭, લુણસર, જિ. રાજકોટ

કુટુમ્બ

 • માતા- શારદા ; પિતા- લક્ષ્મીશંકર
 • પત્ની-; સંતાનો-

શિક્ષણ

 • ? – બી.એ. – ગુજરાત યુનિ., અર્થશાસ્ત્ર અને રાજકારણ
 • ? – ક્લીવલેન્ડ – ઓહાયો, માસ્ટર ઈન ફાઈન આર્ટ્સ
 • ? – ‘દુનિયાના સંગીત’માં માસ્ટર ડીગ્રી – સાન હોઝે યુનિ.

તેમનો એક વિડિયો ઈન્ટરવ્યુ

તેમનાં ચિત્રોના પ્રદર્શનને લગતો વિડિયો

હુસ્ટનમાં પિયાનો વાદન

kartik4

તેમના વિશે એક પુસ્તક

તેમના વિશે વિશેષ

 • પિતા સરકારી નોકરીમાં હોવાને કારણે તેમની અવારનવાર બદલી થતી. આને કારણે તેમને ગુજરાતના વિવિધ વિસ્તારોનું જ્ઞાન બાળપણમાંથી જ મળ્યું હતું.
 • ૧૯૬૭ – અમેરિકા સ્થળાંતર
 • ક્લીવલેન્ડના મ્યુઝિયમમાં ચિત્રો વિશે જાણકારી આપતા હતા.
 • વિશ્વના ઘણા મહાનુભાવો સાથે તેમનાં ચિત્રો અંગે સમ્પર્ક. તેમનાં ચિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટના ચિત્ર સંગ્રહમાં પણ છે.

સાભાર

 • શ્રી. પી.કે.દાવડા

 

 

દિવાળીબેન ભીલ, Diwaliben Bhil


db5કોકિલ કંઠી ગાયિકા

 • રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા
 • મારે ટોડલે બેઠો રે! મોર કાં બોલે
 • આપણા મલકના માયાળુ માનવી
 • હું તો કાગળીયા લખી-લખી થાકી…

જીવન શૈલી ઉપર

વિકિપિડિયા ઉપર

દિવ્ય ભાસ્કર ઉપર અવસાન સમાચાર

————————————

મૂળ અટક

 • લાઠીયા

જન્મ

 • ૨, જૂન -૧૯૪૩; દલખાણિયા

અવસાન

 • ૧૯,મે – ૨૦૧૬, જૂનાગઢ

કુટુમ્બ

 • માતા – મોંઘીબેન, પિતા – પુંજાભાઈ
 • લગ્ન – માત્ર બે દિવસ. પછી આજીવન અપરિણીત

db1

તેમના વિશે વિશેષ

 • પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા.
 • શરૂઆતમાં એમણે નર્સને ઘરે રસોઇની નોકરી કરેલી છે.
 • ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતાં ગાયિકા તેઓ ફિલ્મી ગીતો માટે પણ જાણીતા છે.
 • હેમુ ગઢવીએ એમનું આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત રેકોર્ડિંગ કર્યું હતુ.
 •  પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.

ઇન્ટરવ્યુ  – સૌજન્ય

 • દિવ્ય ભાસ્કર

પ્રશ્ન :-

 • જૂના અને નવા ગીતોમાં શું ફર્ક છે.

જવાબ :-

 • જૂના ગીતોના ઢાળ પ્રમાણે હાલની ગાયકી શકય નથી એ ઢાળના ગીતો ગાવા શકય નથી. સામેનું ઓડિયન્સ કેવું અને કેટલું બેઠું છે તે જોઇને તે પ્રમાણે તેને અનુરૂપ ગીતો ગાવાં જોઇએ.

પ્રશ્ન :-

 • પ૦ વર્ષ પછી હાલની ૭૫ વર્ષની વયે કયા ગીતો પસંદ છે.

જવાબ :-

 • હોથલ પદમણી, જેસલ તોરલના ગીતો મને અને લોકોને આજે પણ ગમે છે. મારે ટોડલે બેઠો મોર તેમજ પાપ તારુ પડકાર જાડેજા વગેરે ગીતો બહુજ પસંદ પડે છે.

પ્રશ્ન :-

 • આપનો યાદગાર પ્રસંગ

જવાબ :-

 • રતુભાઇ અદાણી મિનસ્ટિર હતા ત્યારે મને દિલ્હી લઇ ગયેલા. જયાં તત્કાલી વડાપ્રધાન ઇિન્દરા ગાંધીએ મને બોલાવી હતી. મને હિન્દીમાં ‘‘દિવાળી કયા કર રહી હૈ’’ તેમ પૂછ્યું હતું. અને ‘‘જસમા ઓડણ’’નું ગીત ગાવાનું કહ્યું હતું.

પ્રશ્ન : –

 • કયા કયા દેશોનો પ્રવાસ કર્યો છે.

જવાબ :-

 • અમેરિકા, ન્યૂઝીલેન્ડ, આક્રિકા, લંડન સહિત ૧૫ દેશોમાં ગીત ગાયાં છે.

પ્રશ્ન :-

 • આપને કયા એવોર્ડ મળ્યા છે.

જવાબ :-

 • ભારત સરકારનો પદ્મશ્રી એવોર્ડ, વાયબ્રન્ટ ગુજરાતનો એવોર્ડ. મારા ઘરની આખી ભીંત એવોર્ડ અને માનદપત્રકોથી ભરાઇ ગઇ છે.

પ્રશ્ન :-

 • શરૂઆતમાં ગીતો ગાતા કેટલી રકમ મળતી.

જવાબ:-

 • આજથી વર્ષો પહેલા હું ગીત ગાતી ત્યારે હેમુભાઇ ગઢવી, મેરૂભા બાપુએ પ૦ પૈસા આપ્યા હતા. જે મેં આજે સાચવીને રાખ્યા છે અને કાગ બાપુએ મને ‘‘ફુલ ઉતયૉ ફુલવાડી’’એ ગાવાનું કહ્યું હતું. હાલ લંડન, બીબીસી, મુંબઇ, દિલ્હીથી મારા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ત્યારે ૧૫થી ર૦ હજારના ઓડિયન્સ વચ્ચે ગાવાનુ થાય છે.

સન્માન  

 • ૧૯૯૦ – પદ્મશ્રી, ભારત સરકાર
 • ૨૦૧૫ – હેમુ ગઢવી એવોર્ડ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

નરેન્દ્ર પટેલ, Narendra Patel


Narendra_Patel_1

—————————————————————————————

જન્મ

 • ૧૯૨૯ ભાવનગર

કુટુમ્બ

 • માતા – ધર્મલક્ષ્મીબેન , પિતા – માધવજીભાઈ
 • પત્ની – દુર્ગા (આલગિયા), પુત્રો – નીશ, બિહાગ

np_9

પત્ની સાથે

શિક્ષણ

 • ૧૯૫૩– એસ.એસ.સી., દક્ષિણામુર્તિ- ભાવનગર
 • ૧૯૫૮– ચિત્રકલામાં સ્નાતક, મ.સ.યુનીવર્સીટી , વડોદરા
 • ૧૯૬૫ – માસ્ટર ઓફ આર્ટ્સ – વેઈન સ્ટેટ યુનિ  મિશિગન( યુ.એસ.)
 • ૧૯૬૭ – એમ.એફ.એ.. ( પી.એચ.ડી. ની સમકક્ષ) –  ક્રેનબ્રુક યુનિ,મિશિગન( યુ.એસ.)

વ્યવસાય

 • મિલવાઉકી. વિસ્કોન્સિનમાં પ્રોફેસર
 • હાલમાં ત્યાં જ પ્રોફેસર એમેરીટસ

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

 • ૧૯૬૧ – પત્ની દુર્ગા સાથે મિશીગન, યુ.એસ. એ માં સ્થળાંતર
 • તેમનાવિશાળ કદના શિલ્પો માટે વિખ્યાત
 • રાસાયણિકપ્રક્રિયાઓથી ધાતુઓ પર નવીન રંગોની ભાતો  ઉપજાવવાના હુન્નરના નિષ્ણાત.
 • તેમણેસર્જેલા અનેક શિલ્પો જાહેર જગાઓમાં નજરે પડે છે.
 • તેમનાંઅનેક ધાતુ પર ઉપજાવેલા નિસર્ગ  ચિત્રો અમેરિકા  અને ભારતના સંગ્રહસ્થાનોમાં જોવા મળે છે.
 • તેમની કળાની ખ્યાતિ ફ્રાન્સ, બેલ્જિયમ અને ઈટાલીમાં પણ થયેલી છે.

તેમના જીવન વિશે એક લેખ
ગુંજન – સામાયિકમાંથી.
NP_5

——

NP_6

ઉપરના લેખમાંથી તેમની કળા વિશે….

NP_7

NP_8

સાભાર

 • ડો કનક રાવળ
 • શ્રી. આનંદરાવ લિંગાયત ( ‘ગુંજન’ ના તંત્રી)

અમૃત કેશવ નાયક, Amrut Keshav Nayak


Amrit Keshav Nayak_2
એક પરિચય

 

—————————————————

જન્મ

 • ૧૮૭૭, અમદાવાદ

અવસાન

 • ૨૯, જૂન-૧૯૦૬

અભ્યાસ

 • ચાર ધોરણ સુધી, બે ધોરણ ઉર્દૂમાં

Amrit Keshav Nayak_1

તેમના વિશે વિશેષ

 • ૧૮૮૮ – ૧૧ વર્ષની ઉમરે આલ્ફ્રેડ નાટક કમ્પનીમાં નટજીવનનો પ્રારંભ
 • ૧૫ વર્ષની ઉમરે ‘અલાઉદ્દીન’ નાટકનું દિગ્દર્શન અને ‘લયલા’ તરીકે અભિનય. તેમના કામથી પ્રભાવિત થઈ આલ્ફ્રેડ નાટક કમ્પનીના ડિરેક્ટરે તેમને આસિ. ડિરેક્ટરનો હોદ્દો આપ્યો.
 • શેકસ્પિયરનાં નાટકો ‘હેમ્લટ. અને ‘રોમિયો જુલિયેટ’ ને હિન્દી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પહેલ કરી.
 • ધંધાદારી રંગભૂમિના ગીતલેખક, સંગીત વિશારદ
 • કલકત્તાના ‘અમૃત બઝાર પત્રિકા’માં અંગ્રેજી રાજ્યની વિરૂદ્ધ લેખો પણ લખ્યા હતા.
 • પારસી રંગભૂમિના બહુ જ લોકપ્રિય કલાકાર.

રચનાઓ

 • નાટક – ભારત દુર્દશા
 • નવલકથા – એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી?, મરિયમ,
 • અધૂરાં પુસ્તકો– સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ, નાદિરશાહ

સાભાર

 • ડો. કનક રાવળ
 • ગુજરાતી સાહિત્ય કોશ

 

પંકક ઉધાસ, Pankaj Udhas


Pu_1‘ચિઠ્ઠી આયી હૈ, આયી હૈ, આયી આયી હૈ..’

વિકિપિડિયા પર

વેબ સાઈટ

ઢગલાબંધ ગીતો સાંભળો  –   ૧  –   ;   –  ૨  –

ઢગલાબંધ વિડિયો

———————————————-

જન્મ

 • ૧૭,મે -૧૯૫૮; જેતપુર, જિ. રાજકોટ

કુટુમ્બ

 • માતા– જીતુબેન; પિતા– કેશુભાઈ;  ભાઈઓ – મનહર, નિર્મલ( બન્ને જાણીતા સંગીતકાર/ ગાયક )
 • પત્ની– ફરિદા; પુત્રીઓ – નયાબ, રેવા

શિક્ષણ

 • પ્રાથમિક- રાજકોટ
 • ડિપ્લોમા(એન્જિ.)- ભાવસિંહજી પોલિટિક્નિક, ભાવનગર
 • વિજ્ઞાનમાં ડીગ્રી -વિલ્સન કોલેજ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ-મુંબાઈ

તેમના વિશે વિશેષ

 • pu_3 pu_2કુટુમ્બમાં સૌથી પહેલાં ગાવાનું શરૂ કરનાર – મોટાભાઈ નિર્મલ; પછી મનહર.
 • રાજકોટની સંગીત નાટ્ય અકાદમીમાં તબલા વાદનની તાલીમ
 • માસ્ટર નવરંગ પાસે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ગાયકીની તાલીમ
 • ગઝલ ગાયકીમાં પ્રવીણતા મેળવવા ઉર્દૂનો અભ્યાસ
 • કેનેડા અને અમેરિકામાં ગઝલ ગાયકીમાં સફળતા મળવાથી એમાં આત્મ વિશ્વાસ જાગ્યો, અને ઊંડો રસ કેળવાયો.
 • મનહર ઉધાસની મુંબાઈની રંગભૂમિમાં અને બોલીવુડમાં મળેલ સફળતાથી પંકજે પણ એમાં પાર્શ્વગાયક તરીકે પ્રવેશ કર્યો અને વધારે સફળતા મેળવી.
 • ૧૯૮૬- ‘નામ’માં બહુ જ પ્રસિદ્ધ થયેલ અને લોકચાહના મેળવેલ ગીત ‘ચિઠ્ઠી આયી હૈ..’ થી પ્રકાશમાં આવ્યા.
 • ૧૯૯૦ – લતા મંગેશકર સાથે’ મૈયા તેરી કસમ’ દ્વન્દ ગીતથી પણ ઘણી પ્રસિદ્ધિ મળી.
 • પહેલું જાહેર પ્રશંસા પામેલ ગીત ‘અય! મેરે વતનકે લોગોં..’
 • ૧૯૮૦– પહેલું ગઝલનું આલ્બમ’આહટ’
 • ‘શગુફ્તા’ આલ્બમ – હિન્દીમાં સીડી પર બહાર પડેલ પહેલું આલ્બમ
 • અત્યાર સુધીમાં ૫૦થી વધારે આલ્બમો બહાર પડ્યાં છે.
 • સાજન, યહ દિલ્લગી, ફિર તેરી કહાની યાદ આઈ… ફિલ્મોમાં નાનકડા પાત્રોમાં અભિનય પણ કરેલો છે.
 • ‘સોની’ ટીવી પર, ઉગતા ગઝલ ગાયકોને તક પૂરી પાડતા  કાર્યક્રમ -‘આદાબ અર્ઝ હૈ’ નું સંચાલન પણ કર્યું છે.

આલ્બમો

 • Aahat (1980)
 • Mukarrar
 • Tarrannum
 • Mehfil
 • Shamakhana
 • Pankaj Udhas Live at Albert Hall
 • Nayaab
 • Legends
 • Khazana
 • Aafreen
 • Shagufta
 • Nabeel
 • Aashiana
 • Rubayee
 • Teen Mausam
 • Geetnuma
 • Kaif
 • Khayaal
 • Aman
 • Woh Ladki Yaad Aati Hai
 • Stolen Moments
 • Mahek
 • Ghoonghat
 • Muskan
 • Dhadkan
 • Best of Pankaj Udhas Vol-1,2
 • Pankaj Udas ‘Life Story’ Vol-1,2
 • Pankaj Udhas Vol-1,2,3,4
 • Lamha
 • Janeman
 • Jashn
 • Endless Love
 • shaayar
 • Rajuat (Gujarati)
 • Baisakhi (Punjabi)
 • Yaad
 • Kabhi Ansoo Kabhi Khushboo Kabhi Naghuma
 • Humnasheen
 • In Search of Meer (2003)
 • Hasrat
 • Bhalobasha (Bengali)
 • Yaara – Music by Ustad Amjad Ali Khan
 • Shabad – Music by Vaibhav Saxena and Gunjan Jha
 • Shaayar (2010)
 • Barbad Mohabbat
 • Nasheela

સન્માન

 • ૨૦૦૬ – ૨૫ આલ્બમો બહાર પાડવાના સબબે, ભારત સરકાર તરફથી પદ્મશ્રી.
 • બીજા અનેક સ્થાનિક પારિતોષિકો અને એવોર્ડ

સાભાર

 • વિકિપિડિયા

સંજીવ કુમાર, Sanjeev Kumar


Sanjeev_kumar–  વિકિ ઉપર

————————————————-

નામ

 • હરિભાઈ જરીવાલા

જન્મ

 • ૯, જુલાઈ- ૧૯૩૮,મુંબાઈ
 • મૂળ વતન – નિયોલ ગામ ( જિ.સૂરત )

અવસાન

 • ૬, નવેમ્બર- ૧૯૮૫, મુંબાઈ

શિક્ષણ

 • ?

વ્યવસાય

 • ફિલ્મ એક્ટર, પ્રોડ્યુસર

કુટુમ્બ

 • માતા-?; પિતા-?
 • અપરિણિત

તેમના વિશે વિશેષ

 • કિશોરાવસ્થામાં કુટુમ્બ સાથે મુંબાઈમાં વસવાટ
 • ફિલ્મ સ્કૂલમાં ભણતાં ભણતાં બોલીવૂડમાં પ્રવેશ
 • ૧૯૬૦ – ‘હમ હિન્દુસ્તાની’ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત
 • ૧૯૬૫ – ‘નિશાન’ ફિલ્મથી તેમની ઝળહળતી કારકિર્દીની શરૂઆત થઈ.
 • ૧૯૬૮ – દિલીપકુમાર સાથે ‘સંઘર્ષ’ ફિલ્મમાં કામ કર્યું.
 • ૧૯૭૦ – ‘ખિલૌના’ ફિલ્મમાં
 • ૧૯૭૨ – ‘સીતા ઔર ગીતા’ ફિલ્મમાં
 • ૧૯૭૩ – ‘આપકી કસમ’  ફિલ્મમાં
 • ૧૯૭૫ – બહુ જ વખણાયેલી ‘શોલે’ ફિલ્મમાં ઠાકુર તરીકે અવિસ્મરણીય અભિનય
 • ‘શતરંજ કે ખિલાડી’માં મિર્ઝા  સાજિદ અલી તરીકે તેમનો અભિનય બહુ જ વખણાયેલો
 • ‘ત્રિશૂલ’ અને ’વિધાતા’ જીવનના છેવટના ભાગની ફિલ્મો
 • એક પંજાબી ફિલ્મમાં પણ અભિનય આપ્યો હતો.
 • અવસાન બાદ તેમણે અભિનય કરેલી દસ ફિલ્મો બહાર પડી હતી. ‘પ્રોફેસરકી પડોસન’ તો છેક ૧૯૯૩માં તેમની અધુરી અદાકારી છતાં બહાર પડી હતી.
 • હેમા માલિની અને સુલક્ષણા પંડિત સાથે પ્રણય સંબંધો; પણ લગ્નમાં ન પરિણમ્યા.
 • હૃદય રોગના હુમલાથી અવસાન

સન્માન

 • ૧૯૭૧– ‘દસ્તક’ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ
 • ૧૯૭૩ – ‘કોશિશ’ ફિલ્મમાં બહેરા મુંગા તરીકે પ્રાણવાન અભિનય માટે ‘શ્રેષ્ટ એકટર’ નેશનલ એવોર્ડ
 • ઘણા બધા ફિલ્મફેર એવોર્ડ

સાભાર

 • વિકિપિડિયા

મનહર ઉધાસ, Manhar Udhas


મિર્ચી મ્યુઝિક એવોર્ડ વખતે - ૨૦૧૩

મિર્ચી મ્યુઝિક એવોર્ડ વખતે – ૨૦૧૩

તેમણે ગાયેલી સ્વ. શ્રી રજની પાલનપુરીની મનપસંદ ગઝલ ‘ બની આઝાદ ‘ ના પહેલા શેરની પ્રેરણાથી બનેલી એક ઈ-બુક

વિકિ ઉપર

– તેમનો એક ઇન્ટરવ્યુ  

–  ‘સારેગમપ’ ની પહેલી ‘ગોલ્ડન વોઈસ હન્ટ’ ની શરૂઆત વખતનો અહેવાલ

– અન્ય 

– ‘ટહૂકો’ પર ઢગલાબંધ ગીતો સાંભળો અને વાંચો 

‘ રણકાર’ પર ઢગલાબંધ ગીતો સાંભળો અને વાંચો

‘મીતિક્ષા.કોમ’ પર ઢગલાબંધ ગીતો સાંભળો અને વાંચો

બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.

– રજની ‘પાલનપુરી’

'બની આઝાદ' જે આલ્બમમાં છે, તે આલ્બમ

‘બની આઝાદ’ જે આલ્બમમાં છે, તે આલ્બમ

————————————

——————————-

જન્મ

 • જેતપુર ; (મૂળ વતન- રાજકોટ પાસે ચરખડી ગામ )

કુટુમ્બ

 • માતા – જીતુબેન ; પિતા – કેશુભાઈ; ભાઈઓ – પંકજ, નિર્મલ( બન્ને જાણીતા સંગીતકાર/ ગાયક )
 • પત્ની –  ? ; સંતાન – ?

શિક્ષણ

 •  ( વર્ષ – ?)  – ડિપ્લોમા મિકેનિકલ એન્જિ.(ભાવસિંહજી પોલિટેક્નિનિક, ભાવનગર)

વ્યવસાય

 • જીવન ભર સંગીતકાર, ગાયક

શાંત ઝરૂખે વાટ નિરખતી, રૂપની રાણી જોઈ હતી

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

નયનને બંધ રાખીને, મેં જ્યારે તમને જોયાં છે.

તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું

થાય સરખામણી તો ઉતરતા છીએ 

જોતો જ રહ્યો બસ હું તમને

તેમના વિશે વિશેષ

 • તેમના નાના ભાઈ નિર્મલ ઉધાસે મુંબાઈમાં પહેલી વખત ગાયક તરીકે કારકિર્દી શરૂ કરી હતી.
 • મુંબાઈમાં નોકરી શોધતા હતા, ત્યારે તેમના બનેવીએ તેમનો સંગીતમાં રસ જોતાં કલ્યાણજી આણંદજી સાથે કામ કરવાનું સૂચવ્યું.
 • પહેલી વખત મુકેશ હાજર ન હોવાના કારણે અને ગીતની ફિલ્મના શુટિંગ માટે બહુ જ જરૂર હોવાથી મુકેશની અવેજીમાં એમનું પહેલું ગીત રેકોર્ડ થયું. એમની ગાયકીની ગુણવત્તા જોતાં, મુકેશે એ ગીતને જ ફાઈનલ રાખવા કહ્યું !( आपको हमसे बिछडे हुए , एक ज़माना बीत गया । – ૧૯૬૯ની ફિલ્મ ‘વિશ્વાસ’ ) તેમના જીવનમાં આ એક મહાન વળાંક નીવડ્યો , અને ત્યારથી એમણે સતત ગીત/ સંગીતની  સાધના ચાલુ જ રાખી છે.
 • તેમણે ગાયેલાં ઘણાં ગીતો મુકેશે ગાયેલાં છે- એમ શ્રોતાઓ માની લે છે!
 • તેમણે ગાવાની શરૂઆત કરી ત્યારે ઘણા બધા પ્રખ્યાત ગાયકો યુવાન હતા; અને તેમણે ગાવા માટે ખાસ કોઈ તાલીમ લીધી ન હતી. અને છતાં તેમની ગાયક તરીકેની કારકીર્દિ આગળ ધપતી જ રહી.
 • બોલીવુડના મોટા ભાગના સંગીતકારો સાથે કામ કર્યું છે; અને ઘણા ફિલ્મી કલાકારોના પાર્શ્વ ગાયક તરીકે ગીતો ગાયાં છે.
 • ‘ઝી’ ટીવીના ‘સારેગમપ’ના નિર્ણાયકોમાં અગ્રેસર. અનેક નવા ગાયકો એના થકી ઝળહળતા થયા છે – એક જાણીતું ગુજરાતી નામ – પાર્થિવ ગોહિલ
 • હિન્દી, ગુજરાતી, પંજાબી, બંગાળી અને બીજી ભાષાઓની ૩૦૦થી વધારે ફિલ્મોમાં ગીતો ગાયાં છે.
 • અત્યાર સુધીમાં તેમના ૬૦ આલ્બમો બહાર પડ્યા છે.
 • કદાચ તેમનું પહેલું ગુજરાતી આલ્બમ ‘ સૂરજ ઢળતી સાંજનો છે’ – પણ તે શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાયના સંગીતમાં હોવાથી તેમના આગવા આલ્બમમાં ગણાતો નથી. તેમનાં બધાં ગુજરાતી આલ્બમોનાં નામ ‘અ’થી શરૂ થાય છે; એ એમની વિશેષતા છે.

તેમનાં ગુજરાતી ગીતોનાં આલ્બમો

 • આગમન, અવસર, આનંદ, આવકાર, અર્પણ, આમંત્રણ, અરમાન, અભિનંદન, અમૃત, આભુષણ, અનુરાગ, અભિષેક, આરંભ, અનુભવ, અસ્મિતા, આકાર, આવાઝ, આલાપ, અપેક્ષા, આફરિન( વિડિયો), આકૃતિ, આભાર, અક્ષર, અનમોલ, અભિલાષા, અદ્‍ભૂત

manahrસાભાર

 • વિકિપિડિયા

પ્રદ્યુમ્ન તન્ના, Pradyumn Tanna


Pradyumna_Tanna– રમતું’તું રાત્ય દંન જીભે જિનું નામ
ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઈ બીજાં
સઈ !
અમીં નહીં ! અમીં નહીં !

– સઘન ગગન ઘન ગરજ સુણીને થર થર કંપ્યા પ્હાડ!
કાજળ ધેરાં વાદળ છાઈ દિશા ચૂવે અંધાર,
ઝબકે સબકે લબકે વીજ કરી નાગણ શા ફુત્કાર,
વન વન દંડન ખંડન કરતો સમીરણ પાડે ત્રાડ!

– જળ આગળ,
જળ પાછળ, હેઠળ,
અરતે ફરતે જળ

-ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી,
મા ! જાવા દે જરી.
( અહીં વાંચો.)

તેમની સાથે એક સાંજનાં સંસ્મરણો

તેમની કાવ્ય રચનાઓ 

———————-

જન્મ

 • ૭, જુલાઈ- ૧૯૨૯; અધેવાડા( જિ. ભાવનગર)

અવસાન

 • ૩૦, ઓગસ્ટ-૨૦૦૯; કોમો ( ઈટાલી)

કુટુમ્બ

 • માતા– ?; પિતા – ?
 • પત્ની -રોઝાલ્બા; સંતાનો – ?

અભ્યાસ 

 • એમ.એ.

[ ઇટાલિયન પત્ની રોઝાલ્બા સાથે ]

તેમના વિશે વિશેષ

 • જીવનના પહેલા પાંચ વર્ષ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા દહાણુંમાં વીત્યા.
 • કાયમી વસવાટ ઇટાલીના કોમો શહેરમાં કર્યો અને ઇટાલિઅન યુવતી રોઝાલ્બા સાથે લગ્ન કર્યા
 • ચિત્રકળા, છબીકળા અને કવિતા પર ભારે હથોટી.

રચનાઓ

 • કવિતા– છોળ

સાભાર

જયશંકર સુંદરી, Jayshankar Sundari


Jayshankar-Sundariવિકીપિડીયા પર

# ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

#  એક પરિચય

#  વેબ ગુર્જરી પર સરસ લેખ

——————————————————-

js

આ ચિત્ર પર ક્લિક કરો

નામ

 • ભોજક જયશંકર ભૂધરદાસ

જન્મ

 • ૩૦,જાન્યુઆરી-૧૮૮૯; વિસનગર ( જિ. મહેસાણા)

અવસાન

 • ૨૨. જાન્યુઆરી- ૧૯૭૫; વિસનગર ( જિ. મહેસાણા)

કુટુમ્બ

 • માતા -? ; પિતા-ભૂધરદાસ
 • પત્ની -?; સંતાનો – ?

શિક્ષણ

 • બે ધોરણ

વ્યવસાય

 • નાટ્ય કલાકાર

તેમના વિશે વિશેષ

 • ૧૮૯૮-૧૯૦૧ કલકત્તા ઉર્દૂ નાટક મંડળીમાં
 • ૧૯૦૧-૧૯૩૨ મુંબાઈ ગુજરાતી નાટક મંડળી સાથે
 • ૧૯૪૮-૧૯૬૨ અમદાવાદમાં નાટ્ય પ્રવૃત્તિ; નાટ્ય પ્રવૃત્તિ માટે ગુજરાતમાં આબોહવા સર્જવા માટે સક્રિય
 • ૧૯૬૪ – મુંબાઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બાવીસમા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ
 • સ્ત્રી પાત્રમાં જીવંત અભિનય; નાટ્ય રંગભૂમિ પર સ્ત્રી સંવેદનાને અત્યંત સફળ રીતે  ઉજાગર કરતા.
 • ‘મેનાગુર્જરી’ નાટક દ્વારા તેમને જે લોકપ્રિયતા, પ્રસિદ્ધિ, યશ અને સન્માન મળ્યાં તે ગુજરાતના રંગભૂમિના ઇતિહાસમાં અવિસ્મરણીય છે. ( ‘અનામિકા’ બ્લોગ પરથી )
 • પચાસ ઉપરાંત નાટકોમાં તેમણે સ્ત્રીપાત્ર ભજવ્યું. તેઓ જયારે સ્ત્રીનો શણગાર સજીને સ્ટેજ પર આવતા ત્યારે સ્ત્રીઓ પણ ઝાંખી પડતી. સ્ટેજ પર એક સ્ત્રીને કેવી રીતે પ્રગટ કરવી તે કલા તેમનામાં અદમ્ય હતી.( ‘નીરવ રવે’ બ્લોગ પરથી )
 • અમદાવાદ અને અન્ય સ્થળોએ તેમના નામ પરથી નાટ્ય થિયેટરો બન્યા છે.

 રચના

 • આત્મકથા– થોડાં આંસુ : થોડાં ફૂલ 

સન્માન

 • ૧૯૫૧ – રણજિતરામ સુવર્ણ ચન્દ્રક
 • ૧૯૫૭ – રાષ્ટ્રપતિ સુવર્ણ ચન્દ્રક
 • ૧૯૭૧ – પદ્મભૂષણનો ઈલ્કાબ

સાભાર

 • ગુજરાતી સાહિત્ય કોશ

બંસીલાલ વર્મા (ચકોર), Bansilal Verma


bv# તેમનો  એક પરિચય

# વિકિપિડિયા પર 

—————-

ઉપનામ

 • ચકોર, બંસી, કિશોર વકીલ

જન્મ

 • ૨૩,નવેમ્બર-૧૯૧૭, ચોટિયા( જિ. મહેસાણા – તારંગા પાસે)

અવસાન

 • ૮, ઓગસ્ટ – ૨૦૦૩

કુટુમ્બ

 • માતા– જમના, પિતા-ગુલાબરાય

શિક્ષણ

 • મેટ્રિક – વડનગરમાંથી
 • કલાગુરૂ રવિશંકર રાવળ પાસે ચિત્રકળાનો અભ્યાસ

તેમના વિશે વિશેષ

 • ૧૯૩૩– અમદાવાદમાં ચિત્રકામ શીખવા આવ્યા
 • વિવિધ અખબારોમાં વ્યંગ અને ઠઠ્ઠાચિત્રો અને પુસ્તકોનાં શિર્ષકો બનાવેલા છે.
 • લખનૌ ખાતેના કોન્ગ્રેસ અધિવેશન વખતે મંડપ સુશોભનનું કામ કરતાં નંદલાલ બોઝના સમ્પર્કમાં આવ્યા.
 • ૧૯૩૭ – ‘નવસૌરાષ્ટ્ર’ વર્તમાન પત્રમાં વ્યંગચિત્રો બનાવવાથી આ કામની શરૂઆત
 • ૧૯૪૮ –મુંબાઈના અખબારોમાં વ્યંગચિત્રો આપવાની શરૂઆત
 • તેમનાં ચિત્રો મૈસૂરની આર્ટ ગેલેરીમાં પણ સમાવાયા છે.

રચનાઓ

 • હાસ્યલેખ – વિનોદ વાટિકા
 • વ્યંગચિત્ર સંગ્રહ – વામનમાંથી વિરાટ ( લાલબહાદુર શાસ્ત્રીના સેવાકાળને સ્પર્શતાં વંગચિત્રો)
 • નિબંધ – ભારતમાં અંગ્રેજી અમલ, શાંતિમય ક્રાન્તિ

સન્માન

 • ૧૯૪૧ – આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મોન્ટ્રિયલ એવોર્ડ
 • ગુજરાત સરકાર દ્વાતા એક લાખ રૂપિયાનો રવિશંકર રાવળ એવોર્ડ

સાભાર 

 • ગુજરાતી સાહિત્યકોશ
 • ડો. કનક રાવળ, કુમાર
%d bloggers like this: