ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: કળારસિક

નવીન બેન્કર, Navin Banker


હ્યુસ્ટન, અમેરિકામાં

ગુજરાતી સાંસ્કૃતિક

પ્રવૃત્તિઓના

અદના સેવક

પરિચય – દેવિકા ધ્રુવ
મળવા જેવા માણસ – પી.કે. દાવડા
એક સત્યકથા – ગફુર ચાચા
એક વાર્તા – બહેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો
તેમણે લખેલ રિપોર્ટ – ‘અકિલા’માં
સાધુ વાણિયો બીજા જન્મે
તેમનાં પોતાનાં સંસ્મરણો

તેમનો બ્લોગ – અહીં ક્લિક કરો

જન્મ

૨૬, સપ્ટેમ્બર – ૧૯૪૧; ભુડાસણ (જિ. અમદાવાદ )

અવસાન

૨૦, સપ્ટેમ્બર – ૨૦૨૦, હ્યુસ્ટન, ટેક્સાસ, અમેરિકા

કુટુમ્બ

માતા– કમળાબેન ; પિતા – રસિકલાલ
બહેનો – કોકિલા, સુષમા, દેવિકા, સંગીતા; ભાઈ – વીરેન્દ્ર
પત્ની – કોકિલા( લગ્ન – ૧૯૬૩)

શિક્ષણ

૧૯૫૮ – SSC
૧૯૬૨ – બી.કોમ. – ગુજ. યુનિ., એચ.એ. કોમર્સ કોલેજ, અમદાવાદ

વ્યવસાય

૧૯૬૨ – ૧૯૭૯ – સેન્ટ્રલ ગવર્નમેન્ટની એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં, ઓડીટર
૧૯૮૬ પછી – હ્યુસ્ટનમાં બહેન ડોક્ટર કોકિલાબેન પરીખની ઓફીસમાં એકાઉન્ટ્સ મેનેજર

લગ્ન વખતે

તેમના વિશે વિશેષ

  • પિતા સામાન્ય સ્થિતિના – મીલમાં નોકરી
  • કુટુમ્બની નબળી આર્થિક પરિસ્થિતિને લઈને ૧૦ મા અને ૧૧ મા ધોરણના અભ્યાસ દરમ્યાન એમને થોડા પૈસા કમાવવા માટે અનેક પ્રકારના નાના મોટા કામો કરવા પડેલા
  • ૧૯૬૨- પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી.
  • સવાસો જેટલી તેમની નવલિકાઓ  સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગડાયજેસ્ટ, આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી. તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં.
  • ૧૯૬૪ – ૧૯૭૭ –  ડઝનેક એકાંકીઓ અને  કેટલાંક  ત્રિઅંકી નાટકોમાં કામ
  • ૧૯૭૯ -૧૯૮૬ – ભારત અને અમેરિકા વચ્ચે આવન જાવન
  • ૧૯૮૬ પછી – અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રદાન, નાટકોમાં ભાગ,  હ્યુસ્ટનમાં થતા વિવિધ પ્રવૃત્તિઓના હેવાલોનું સામાયિકોમાં લેખન
  • જૂની/ નવી રંગભૂમિ વિશે ઊંડું જ્ઞાન

રચનાઓ

  • વાર્તા – હેમવર્ષા, અરમાનોની આતશબાજી, રંગભીની રાત્યુંના સમ, કલંકિત, પરાઈ ડાળનું પંખી
  • ૧૮ જેટલી રોમેન્ટિક પોકેટ બુક્સ

સાભાર

દેવિકાબેન ધ્રુવ અને અન્ય મિત્રોના બ્લોગ/ વેબ સાઈટ

નાનુભાઈ નાયક, Nanubhai Naik


NN1‘સુરતના નગરબાપા’ – શ્રી. ભગવતીકુમાર શર્મા

———————————————————————

સમ્પર્ક

જન્મ

  • ૧૦, મે – ૧૯૨૭, ભાંડુત, તા. ઓલપાડ, જિ. સૂરત

અવસાન

  • ૧૭, મે – ૨૦૧૮, સુરત

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – ?
  • પત્ની – ?; પુત્રો – જનક, કિરીટ

શિક્ષણ

  • મેટ્રિક

વ્યવસાય

  • સાહિત્ય પ્રકાશન, લેખન, સામાજિક કાર્યકર

nn2

તેમના વિશે વિશેષ

  • મેટ્રિક થયા પછી છ મહિના મુંબાઈની સિદ્ધાર્થ કોલેજમાં અભ્યાસ શરૂ કરી છોડી દીધો અને શબ્દ રચના હરિફાઈઓ યોજવા લાગ્યા.
  • દોઢ વર્ષ ‘નવસારી સમાચાર’ના તંત્રીપદે
  • સંદેશ, પ્રતાપ, નૂતન ભારત, ચેત મછેન્દર વિ. દૈનિક/ સામાયિકોમાં કટાર લેખન , ૨૦૦થી વધારે વાર્તાઓ અને લેખો છપાયા છે.
  • ‘જનસત્તા’માં ‘સબરસ’ શ્રેણી હેઠળ બાળકો માટેની વાર્તાઓ
  • સુરતની નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ – હાલમાં તેના  ઉપપ્રમુખ
  • સુરતની ‘સાર્વજનિક શિક્ષણ સંસ્થા’ના મેનેજિંગ ટ્રસ્ટી
  • સુરત પ્રેસ માલિક મંડળના પ્રમુખ
  • ગુજરાત પ્રિન્ટર ફાઉન્ડેશનના સ્થાપક. એક વખત તેના પ્રમુખ પણ હતા.
  • ‘ ચતુરનો ચોતરો’ અને એવા બીજા  સાહિત્ય સમ્મેલનોનું આયોજન.
  • ‘નાની છીપવાડ’ -સુરત ખાતે હાથથી કમ્પોઝ કરાતાં પુસ્તકો છાપવાના પ્રેસથી શરૂઆત કરીને બે પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાઓના માલિક  –  જે માત્ર પ્રકાશન કરતી વેપારી સંસ્થા નહીં પણ સાહિત્ય, સંસ્કૃતિ અને સામાજિક ફેરફારો માટેની લોકમાન્ય પીઠિકા બની રહી છે.
  • ‘સાહિત્ય સંગમ’ વિશે એક સંશોધન લેખ શ્રીમતિ શાંભવી પંડ્યાએ તૈયાર કરેલો છે.
  • સુરતની ‘સાહિત્ય સંગમ’ સસ્થામાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી પ્રકાશનો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના મુખ્ય મથક ‘સંસ્કાર ભવન’માં દર મહિને પાંચ થી છ સાહિત્ય અને કળાને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે.
  • ટીવીના વધતા જતા પ્રભાવ સામે વાંચન રસ કેળવાય તે માટે સસ્તી ચોપડીઓ પ્રજાને મળી રહે , તે માટે સતત કાર્યરત. ‘ગ્રંથ યાત્રા’ યોજના હેઠળ માત્ર ૫૪૫ ₹ માં દર વર્ષે ૨૩ પુસ્તકોનું વિતરણ એ આનો આંખે ઊડીને વળગે તેવો દાખલો છે.
  • તેમની પ્રારંભિક રચનાઓ  ‘પ્રાણ જાગો રે!’ અને ‘નારી નરનું રમકડું’ બહુ જ લોકપ્રિય બનેલી છે.
  • બંધારણીય સુધારણાઓ માટે તેમણે સૂચવેલા સુધારાઓમાંથી ૧૫ સ્વીકારવામાં આવ્યા છે.
  • તેમના જીવન અને દર્શનના નિચોડ જેવું પુસ્તક ‘ -‘The World of My Dream’ તેમનું શ્રેષ્ઠ સર્જન છે.

રસના વિષયો

  • સાહિત્ય, રાજકારણ, પત્રકારિત્વ, ખેતી, વાંચનનો પ્રસાર

The World of my dream-Front-Eng

રચનાઓ

સાભાર 

  • શ્રીમતિ મૌલિકા દેરાસરી

મધુસુદન ઢાકી, Madhusudan Dhaky


dhak2#   ઈતિહાસ અને પુરાતત્વના ખાં

#    તેમનાં ઘણા બધા સંશોધન લખાણો

#  એક ટૂંક પરિચય

#  વિકિપિડિયા પર

# એક સરસ  પરિચય- ધ્રુવ ઘોષ

#

————————————————–

જન્મ

  • ૩૧, જુલાઈ -૧૯૨૭; પોરબંદર

અવસાન

  • ૨૯, જુલાઈ-૨૦૧૬, અમદાવાદ

કુટુમ્બ

  • માતા– ? ; પિતા – અમીલાલ
  • પત્ની – ગીતા, સંતાન – ?

શિક્ષણ

  • બી.એસ.સી.( ભુસ્તરશાસ્ત્ર) – ફર્ગ્યુસન કોલેજ, પુણે

વ્યવસાય

  • ૧૯૯૬ – ૨૦૦૫ –  દિલ્હી ખાતે ભારતીય કળા અને પુરાતત્વમાં સંશોધનાની અમેરિક સંસ્થામાં

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • થોડોક સમય સેન્ટ્રલ બેન્કમાં નોકરી
  • ૧૯૭૬-૧૯૯૬ – કળા અને પુરાતત્વ અંગેની ગુડગાંવ સ્થિત અમેરિકન સંસ્થામાં સંશોધન વિભાગના ડિરેક્ટર; ત્યાં જ ૨૦૦૫ સુધી ડિરેક્ટર – એમેરિટસ
  • ભારતીય શાસ્ત્રીય સંગીત વિશે સંશોધન પણ કરેલું છે.
  • ભારતની સ્વતંત્રતા બાદ નવા બંધાતા સોમનાથ મંદિરના બાંધકામના ક્યુરેટર
  • જૈન સાહિત્ય અને કળા વિશે સંશોધન અને લેખન

રચનાઓ

[ ૨૫ પુસ્તકો, ૩૨૫ સંશોધન લેખ, ૪૦૦ – સામાયિકોમાં  લેખ ]

  • સંશોધન – The Riddle of the Temple of Somanātha, The Indian temple forms in Karṇātak inscriptions and architecture, Encyclopaedia of Indian temple architecture with Michael Meister, The Indian temple Traceries (2005), Complexities Surrounding the Vimalavasahī Temple at Mt. Abu (1980), Arhat Pārśva and Dharaṇendra nexus, Nirgranth Aitihāsik Lekh-Samuccay, Professor Nirmal Kumar Bose and His Contribution to Indian Temple Architecture: The Pratiṣṭhạ̄-Lakṣaṇasamuccaya and the Architecture of Kaliṅga(1998), The Temples in Kumbhāriyā (2001), Saptaka (1997), Tamra Shashan (2011).[3]

સન્માન

  • કેમ્પબેલ મેમોરિયલ સુવર્ણચન્દ્રક – એશિયાટિક સોસાયટી, મુંબાઈ
  • ૧૯૭૪ – કુમાર  ચન્દ્રક
  • ૨૦૧૦ – પદ્મભુષણ
  • ૨૦૧૦ – રણજિતરામ સુવર્ણચન્દ્રક – ગુજરાતી સાહિત્ય પરિષદ
  • ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર
  • લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ – ગુજરાતી ઈતિહાસ પરિષદ

 

 

 

http://projectanveshan.com/a-meeting-with-our-mentor/

સુનિલ કોઠારી, Sunil Kothari


 

Dr. Sunil Kothariનૃત્ય આયોજક અને વિશેષજ્ઞ

તેમનો વિગતવાર પરિચય અંગ્રેજીમાં.

અંગ્રેજીમાં તેમની સાથેનો એક વાર્તાલાપ.

 

—————————————————————–

જન્મ

  • ૧૯૩૩

સંપર્ક

  • ૯૪, એશિયાડ વિલેજ, નવી દિલ્લી, ૧૧૦૦૪૯.
  • ફોનઃ +૯૧-૧૧-૨૬૪૯૮૮૨૩, ઈ-મેલઃ sunilkothari1933@gmail.com

કુટુંબ

  • માતા – ? , પિતા –  ?
  • પત્ની – ?;  સંતાનો – ?

અભ્યાસ

  • એમ. એ – ૧૯૬૪
  • પી. એચ. ડી, મ. સ. યુનિવર્સિટી ઑફ બરોડા – ૧૯૭૭
  • ડી. લીટ (નૃત્ય), રબિન્દ્ર ભારતી યુનિવર્સિટી – ૧૯૮૪

વ્યવસાય

  • હિસાબનીશ (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)
  • વિવેચક, ટાઇમ્સ ઑફ ઈન્ડીયા.
  • પ્રાધ્યાપક રવિન્દ્ર ભારતી યુનિવર્સિટી અને બાદમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી.

ડાન્સ ક્રિટીક એસોશિએશન દ્વારા પ્રદર્શિત તેમનાં વાર્તાલાપનો વિડિઓ.

તેમનાં વિષે વિશેષ

  • ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોવા છતાં નૃત્ય પ્રત્યે લગાવને લીધે શાસ્ત્રીય નૃત્યના લેખન-વિવેચન ક્ષેત્રે ઝંપલાવ્યું.
  • તેમણે ૧૫થી વધારે પુસ્તકો વિવિધ નાટ્ય શૈલીઓ જેવી કે ભરત નાટ્યમ, કથક, કુચીપુડી, ઓડિસી અને છાઉ નૃત્ય પર લખ્યાં છે.
  • દેશ વિદેશની વિવિધ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપ્યા અને નાટ્ય સભાઓમાં ભાગ લીધો.
  • કાલિદાસ સન્માન આપનાર પંચના સભ્ય અને ‘ફેસ્ટિવલ ઑફ ઈન્ડીયા’ તથા ‘ખજુરાહો નૃત્ય ઉત્સવ’ માં નૃત્યકારોના પસંદગીકાર.
  • તેઓ હાલમાં ‘વર્લ્ડ ડાન્સ એલાયન્સ’ ના ઉપ-પ્રમુખ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
  • તેઓ શ્રુતિ માસિક, નર્તનમ ત્રૈમાસિક અને narthaki.com માટે લેખો લખે છે.

સન્માન

  • તાજેતરમાં રણજિતરામ સુવર્ણચંદ્રકનું સન્માન.
  • ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા “પદ્મશ્રી” થી સન્માનિત – ૨૦૦૧.
  • સંગીત નાટક અકાદમી પારિતોષક – ૧૯૯૫.
  • લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવૉર્ડ, ડાન્સ ક્રિટીક એસોસિએશન, ન્યુયોર્ક.
  • ગુજરાતના રાજ્યપાલ દ્વારા ગુજરાત રાજ્યના સંગીત નાટક અકાદમી પુરસ્કાર.

હિમ્મતલાલ જોશી (આતાઈ), Himmatal Joshi ( Aataai)


જીવનમંત્ર

सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला नहीं हो सकता।
————
Teachers open door,
But you must enter by yourself.

તેમનો બ્લોગ ‘ આતાવાણી’

તેમની જીવનકથા – તેમના શબ્દોમાં

૯૦ વરસના જુવાનનો પરિચય આપતો એક લેખ

શ્રી.પી.કે.દાવડાએ લખેલ સરસ લેખ

———–

ઉપનામ

  • આતાઈ

જન્મ

  • ૧૫, એપ્રિલ-૧૯૨૧, દેશિંગા ( તા. માણાવદર, જિ. જૂનાગઢ )

અવસાન

  • ૧૫, જાન્યુઆરી -૨૦૧૭, મોરિસ ટાઉન, ટેનેસી

કુટુમ્બ

  • પિતા – જટાશંકર; માતા – ઝવેરબેન; ભાઈ – પ્રભાશંકર; બહેનો – હેમકુંવર, સ્વ. રાધા, સ્વ. માણેક
  • પત્ની– સ્વ. ભાનુમતી; પુત્રો – હરગોવિંદ ( દેવ – તેમનું ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન) , સતીશ; પુત્રી– જયા

અભ્યાસ

  • પાંચ ધોરણ સુધી – દેશિંગામાં
  • છ અને સાત ધોરણ – મરમઠ

વ્યવસાય

  • ભારતમાં – ૧૯૪૨ થી ૧૯૪૭ – મિલીટરી, ૧૯૪૭ – ૧૯૬૯ અને ૧૯૭૧ થી ૧૯૭૪ પોલિસ ખાતું
  • અમેરિકામાં – ૧૯૭૪ થી ૧૯૮૫ –  વિવિધ નોકરીઓ, મોટા ભાગે છેલ્લે સુધી પ્રિન્ટિંગ પ્રેસમાં

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • મિલીટરીમાં હાલના પાકિસ્તાન અને દેશમાં વિવિધ જગ્યાએ જાતજાતના અનુભવો
  • પોલિસ ખાતામાં અમદાવાદ અને અંબાજી ખાતે જાતજાતની કામગીરી, એ દરમિયાન બકરીઓ પણ પાળી હતી.
  • અમેરિકા આવ્યા  બાદ સાહિત્ય રસ કેળવાયો અને ઉર્દૂ અને અરબી ભાષા પણ શિખ્યા. ઉર્દૂ લીપીમાં પણ લખતાં શિખ્યા.
  • આશરે ૪૦ વર્ષથી અમેરિકા રહેતા હોવા છતાં હજુ અમેરિકન નાગરિક બન્યા નથી.
  • સદા બહાર, સદા યુવાન અને કામગરા માણસ
  • ૧૯૯૬ સુધી ન્યુ જર્સી અને ન્યુ યોર્ક રાજ્યોમાં અને ત્યાર બાદ એરિઝોના રાજ્યમાં વસવાટ

હોબી

  • ખજુરના ઠળિયા, નાળિયેરની કાચલી, વિવિધ ફળની સૂકાયેલી છાલ, છીપ વિ. માંથી માળા, પટ્ટા, ટોપી વિ. બનાવવા
  • વિવિધ ચીજોમાંથી જાદુના ખેલ માટેનાં સાધનો બનાવવા અને બતાવવા
  • સાપ, નાગ, વીંછી જેવા જાનવરોને કોઈ સાધન વગર પકડવા

રચનાઓ

  • અતાઈના અનોખા સ્વાનુભવો, અતાઈના આપજોડિયાં, વડીલોની વાતો, આધી હકીકત  આધા ફસાના

આશા પારેખ,Asha Parekh


તેમના સંખ્યાબંધ વિડિયો નિહાળો

નામ

આશા પારેખ

જન્મ

૨ ઓક્ટોબર ૧૯૪૨; મહુવા – જિ. ભાવનગર

કુટુંબ

  • પિતા – પ્રાણલાલ પાતેખ
  • માતા – સુધા પારેખ (કોસ્ચ્યુમ ડિઝાઇનર)
Asha_Parekhતેમના વિશે થોડું
  • મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં હિન્દુ પિતા અને મુસ્લીમ માતાને કુખે જન્મ
  • એકમાત્ર સંતાન હોવાને કારણે લાડકોડમાં ઉછેર
  • માતાના આગ્રહને કારણે અત્યંત નાની ઉંમરે શાસ્ત્રીય નૃત્યની તાલીલ લીધી. અનેક નૃત્ય કાર્યક્રમો આપવાનો પ્રારંભ કર્યો.
  • આવા એક કાર્યક્રમમાં જાણીતા નિર્માતા બિમલ રોયની નજર પડી. ‘બાપ બેટી’ ફિલ્મ દ્વારા ફક્ત દસ વર્ષની ઉંમરે સીનેપ્રવેશ.
  • સોળ વર્ષની ઉંમરે નિર્માતા વિજય ભટ્ટ દ્વારા તેઓ ‘સ્ટાર મટીરીયલ’ ન હોવાને કારણે ફિલ્મ ‘ગૂંજ ઊઠી શહનાઇ’ ફિલ્મમાંથી કાઢી મુકાયા.
  • એસ. મુખરજીની ફિલ્મ ‘દિલ દેકે દેખોજી’ ફિલ્મ દ્બારા અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો. ફિલ્મને સારી સફળતા મળી.
  • અભિનેતા શમ્મી કપૂર સાથે અનેક સફળ ફિલ્મો આપી. નોંધપાત્ર ફિલ્મો છે; તિસરી મંઝીલ, જવાન મહોબત્ત વગેરે
  • સને ૧૯૬૬માં આવેલ ‘દો બદન’ ફિમથી પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરી.
  • ૨૧ વર્ષ સુધી ફિલ્મનિર્માણના ક્ષેત્રે કામ કર્યું.
  • ૧૯૯૦થી ટેલીવિઝન ધારાવાહિકના નિર્માણક્ષેત્રે ઝંપલાવ્યું. ‘આકૃતિ’ ફિલ્મ નિર્માણ કંપનીના નામ હેઠળ ‘કોરા કાગઝ’, પલાશ-એક ફૂલ’, ‘દાલ મે કાલા’ વગેરે નામની સફળ ટીવી ધારાવાહિકનું નિર્માણ કર્યું.
  • ગુજરાતી ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’માં કાર્ય કર્યું. ફિલ્મને અભૂતપૂર્વ સફળતા મળી.
સિદ્ધિ/સન્માન
  • ‘ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડ’ના પ્રથમ સ્ત્રીઅધ્યક્ષા (૧૯૯૮ થી ૨૦૦૧)
  • ‘સિને કલાકાર સંઘ’ના પ્રમુખ (૧૯૯૪-૨૦૦૦)
  • તેમના માનવ સેવાના કાર્યો પ્રત્યે આભાર દર્શાવવા મુંબઇની એક હોસ્પીટલનું ‘આશા પારેખ હોસ્પીટલ’ નામાભિધાન કરવામાં આવ્યું.
  • ‘સિને કલાકાર કલ્યાણ સંઘ’ના ખજાનચી
  • ૭મો આંતરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ અકાદમી પુરસ્કાર (૨૦૦૭)
  • લાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર – ૯મો બોલીવુડ એવોર્ડ્સ (અમેરિકા)
  • લાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર – ૫મો વાર્ષિક આંતરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ (પુણે)
  • કટી પતંગ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર
  • પદ્મશ્રી પુરસ્કાર (૧૯૯૨)
  • કલાકાર પુરસ્કાર
  • સપ્તતરંગ કે સપ્તર્ષી પુરસ્કાર
  • ભારતીય ઉદ્યોગ ફેડરેશન દ્વારા જીવંત દંતકથા પુરસ્કાર
  • સહ્યાદ્રી નવરત્ન પુરસ્કાર
  • પ્રકૃતિ રત્ન પુરસ્કાર
પ્રદાન
  • હિન્દી ફિલ્મો – દિલ દેકે દેખો, હમ દિન્દુસ્તાની, ઘુંઘટ, જબ પ્યાર કિસીસે હોતા હૈ, તિસરી મંઝીલ, ઝીદ્દી, દો બદન, ઉપકાર, ચિરાગ, નાદાન, ઉધાર કા સિંદૂર, મેં તુલસી તેરે આંગન કી, વગેરે
  • ગુજરાતી ફિલ્મ – અખંડ સૌભાગ્યવતી
  • હિન્દી ધારાવાહિક – કોરા કાગઝ, દાલ મેં કાલા, બાજે પાયલ, પલાશ – એક ફૂલ
  • ગુજરાતી ધારાવાહિક – અખંડ સૌભાગ્યવતી, જ્યોતિ
વધુ વાંચો
%d bloggers like this: