કૃષિ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપનાર, સજીવ ખેતીના નિષ્ણાત.
પ્રેરક સૂત્ર :
“પોતાનો વંશ ચાલુ રાખવાની પ્રબળ જિજીવિષા અનેક જીવોની જેમ વનસ્પતિમાં પણ કુદરતે મૂકેલી છે.”
સ્વ-પરિચય – તેમના બ્લોગ પર:
માહિતી સભર પરિચયઃ
તેમનાં પુસ્તકોની યાદીઃ
અન્ય બ્લોગ પર અંગ્રેજીમાં તેમનાં વિષે વધુ માહિતી મેળવો (The Perfect Farmer):
________________________________________________

લોકભારતી -સણોસરા દ્વારા પ્રકાશિત – તેમની આત્મકથાત્મક ઈ-બુક ( આ ચિત્ર પર ક્લિક કરો)
સંપર્ક
- “પંચવટી બાગ”, મુ. માલપરા; તાલુકો-ગઢડા [સ્વામીના] જિ. ભાવનગર – ૩૬૪૭૩૦.
- +૯૧-૨૮૪૭-૨૮૩૬૨૧
- panchvatibag@gmail.com
- કૃષિ સ્નાતક [લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ- સણોસરા; B R S (Bachelor in Rural Studies) -૧૯૬૫ ]

ગોદાવરીબેન ભીંગરાડિયા
જન્મ
- ૨૦ સપ્ટેમ્બર, ૧૯૪૫. ચોસલા, તા.ગઢડા, જિ. ભાવનગર [હવે બોટાદ] , ગુજરાત.
અભ્યાસ
કુટુંબ
- માતા – દિવાળીબેન, પિતા – ભીખાભાઈ.
- પત્નીઃ ગોદાવરીબેન
- સંતાનો – નીતિન, ભરત અને વનિતા
વ્યવસાય
- ખેતી, બાગાયત, ગોપાલન, ગ્રામસેવા ખેતીની શરૂઆત – 1965થી આજ સુધી.


તેમના વિશે વિશેષ
- સ્નાતક પરીક્ષા પહેલાં દીલ્હીથી લેવાતી ‘રૂરલ ઈન્સ્ટીટ્યુટ’ની પરીક્ષામાં, ભારતની આવા અભ્યાસક્રમ ચલાવતી “બધી જ સંસ્થાઓમાં પ્રથમ વર્ગમાં પ્રથમ” અને ૧૯૬૫માં કૃષિ સ્નાતક થયા.
- નોકરી માટે સારી એવી તકો હોવાં છતાં ખેતી કરવાનો નિર્ણય લીધો.
- કૃષિ દ્વારા ગ્રામ પુનરુત્થાનનું માર્ગદર્શન આપનાર ગુરુજનો અને વડીલોનાં સ્વપ્નો સિદ્ધ કર્યા.
- “પંચવટી બાગ” નામક વાડીની સ્થાપના અને ત્યાં કૃષિ ક્ષેત્રે અવનવાં સફળ પ્રયોગો.
- કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વિચારક, વક્તા અને લેખક.
- સામાજીક ક્ષેત્રે સેવાઓ ફરજ સમજીને કર્યા અને કૃષિ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન માટે ઘણાં બધાં પુરસ્કાર મળ્યા.
- તેમનાં કાર્યમાં પત્ની ગોદાવરીબહેનના યોગદાનથી “કૃષિ દંપતી” તરીકે જાણીતા.
સન્માન
- અનેક એવોર્ડો અને પારિતોષિકો ( વધુ વિગત – તેમના બ્લોગ પર )
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ