ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: દાનવીર

અંબાલાલ અને જ્યોત્સ્ના પટેલ , Ambalal, Jyotsna Patel


Ambalal

‘ગુજરાતના માનવતાવાદી રેશનાલિસ્ટ ભામાશા’

– શ્રી. બિપીન શ્રોફ

    ‘ જરૂરિયાત કરતાં વધારે હોય તે રકમ દાનમાં આપી દઈએ. તો ઘણો વધારે બદલો લોકોને થતા સંતોષથી મળી જશે. એટલું યાદ રાખીએ કે, મૃત્યુ બાદ આપણી  બેન્કમાંથી રકમ સ્વર્ગમાં ટ્રાન્સફર કરવાની કોઈ પદ્ધતિ નથી!  જો અને જ્યારે  એવી કોઈ પદ્ધતિ થાય તો અને  ત્યારે  દાન કરવાનું બંધ કરીએ !’

તેમની આત્મકથા


સમ્પર્ક

  •  222, Banker Dr. Thibodaux, LA – 70301
  • Ph- 985 – 447- 9899
  • email  ambalalp34@gmail.com

-જન્મ

  • અંબાલાલ – ૯, જૂન – ૧૯૩૪; કુરલી, વડોદરા જિ.; વતન – શિનોર ગામ વડોદરા જિ
  • જ્યોત્સ્ના –  ૨, જૂન – ૧૯૩૯; નિકોરા, ભરૂચ જિ.

કુટુમ્બ

  • અંબાલાલ  – માતા -ઉજમ બેન ; પિતા – જાદવ ભાઈ
  • સંતાન – સંદિપ

શિક્ષણ

  • અંબાલાલ
    ૧૯૫૬ –  બી.એ. – M.S. Uni. Vadodara
    ૧૯૫૮ – પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા – Applied psychology, Industrial relations and personnel management – Liverpool Uni. UK
    ૧૯૬૧ – એલ.એલ.બી., M.S. Uni. Vadodara
  • જ્યોત્સ્ના
    ૧૯૫૯ –  ઈન્ટર આર્ટ્સ, Guj. Uni.

વ્યવસાય

  • ૧૯૫૮ – ૧૯૭૦  ફેક્ટરી મેનેજર , સારાભાઈ કેમિકલ્સ , વડોદરા
  • ૧૯૭૦ – ૧૯૮૭ – બન્ને હેરિસબર્ગ, પેન્સિલ્વાનિયા સરકારમાં નોકરી

sinor

તેમના વિશે વિશેષ

  • મૂળ નામ જશભાઈ હતું, પણ પાંચ વર્ષની ઉમરે ગંભીર બિમારીમાં પટકાયા હતા, અને અંબા માતાજીને પ્રાર્થના કરવાથી સાજા થયા હતા – એ માન્યતાને કારણે નામ બદલીને અંબાલાલ રાખવામાં આવ્યું હતું.
  • જ્યોત્સ્ના બહેન નું મૂળ નામ જશોદા હતું, પણ લગ્ન પછી નામ બદલવામાં આવ્યું હતું.
  • વડોદરામાં કોલેજ અભ્યાસ દરમિયાન યુનિ. ના ગણિતના પ્રોફેસર રાવજી ભાઈ પટેલના ઘેર દર શુક્રવારે મળતી રેનેસાં ક્લબ ( રાવજી મોટા યુનિ.! ) માં થતી ચર્ચાઓમાં સક્રીય ભાગ અને માનવતાવાદી વિચારસરણી અને અભિગમનો વિકાસ.
  • તેમના ગામમાંથી પરદેશ જઈને ભણનાર પહેલી વ્યક્તિ.
  • વિશ્વના અનેક દેશોની સફર કરી છે.
  • જુન – ૧૯૭૦ માં અમેરિકા  સ્થળાંતર
  • ૧૯૮૭ –થીબીડો , લુઇસિયાનામાં દીકરા અને પુત્રવધુના ઘેર સ્થળાંતર.
  • માતા પિતા પાસેથી ગળથૂથીથી સામાજિક સેવાના સંસ્કાર
  • તેમના પુત્ર સંદિપ વડોદરા માંથી મેડિકલ લાઈનમાં ડોક્ટર બન્યા  છે. પુત્ર વધુ નીતા ગાંધીનગરમાં ઉછરેલી છે. અને એન્જિનિયર છે.
  • નિવૃત્ત થયા બાદ દર વર્ષે છ મહિના વદોદરા આવીને રહે છે, અને સમાજ સેવાના કામમાં ઓતપ્રોત રહે છે.
  • તેમના કોલેજ કાળના મિત્ર ઇન્દુભાઈ સમાજ સેવાનું કામ કરતા હતા, તેની ઉપરથી તેમને પણ એવાં કામમાં રસ જાગ્યો. વતન શિનોરમાં આદિવાસી છાત્રોની હોસ્ટેલમાં મદદ માટેના દાનથી તેમના સેવા કાર્યની શરૂઆત થઈ.
  • બીજા મિત્રો કમલેશ ઠક્કર અને બચુભાઈ વસાવા પણ આ સેવા યજ્ઞમાં સહભાગી થયા છે.
  • દાન પ્રવૃત્તિ શરૂ કર્યા બાદ સાત કરોડ ₹ થી વધારે રકમનું દાન.
  • શિનોર ગામમાં વોટર વર્ક્સ, પ્રાથમિક શાળા, પિતાના નામથી હાઈસ્કૂલ, બાળમંદિર, પુસ્તકાલય, કોમ્યુનિટી હોલ,    આદિવાસી વિદ્યાર્થી /   વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલય,  આદિવાસી કન્યાઓનાં સમૂહ લગ્ન ,આદિવાસી પ્રજામાં શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે અગણિત દાન વિ. માટે તેમને શિનોર ગામના વતનીઓ ભામાશા ની ઉપમા આપે છે.
  • ભરૂચ જિલ્લાના ડેડિયાપાડા અને તેનાથી પણ દૂરના વિસ્તારોમાં આદિવાસીઓના વિકાસ માટે દાન. ઉચ્ચ અભ્યાસ માટે આદિવાસી યુવક/ યુવતિઓને આર્થિક મદદ.
  • વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં દેશની સૌ પ્રથમ મૂક/ બધીર વિદ્યાર્થીઓ માટેની કોલેજ શરૂ થઈ છે, જેના બાંધકામ માટે તેમણે ૨૧ લાખ ₹. આપ્યા છે અને હજુ પણ તેમની મદદ ચાલુ છે.
  • તેમનાં દાનથી ૧૦૦૦ થી વધારે આદિવાસી યુવક / યુવતિઓ ઉચ્ચ અભ્યાસ કરી જીવનમાં આગળ ધપ્યાં છે.
  • તેમના દીકરા અને  પુત્રવધુ પણ તેમને પૂરા દિલથી આ સેવાકાર્યમાં સહકાર આપે છે, એટલું જ નહીં પણ તેમને દર વખતે દાન માટે ૩૦ લાખ ₹ નો ડ્રાફ્ટ આપી દે છે.
  • જાણીતા વિચારક અને લેખક શ્રી. ગુણવંત શાહે પણ તેમના એક લેખમાં આનો ઉલ્લેખ કરી તેમની સેવા ભાવનાને બિરદાવી છે.
  • દીકરા અને પુત્રવધુનાં અમેરિકામાં જન્મેલાં  સંતાનો પણ દાદા દાદીના આ સેવા યજ્ઞને બહુ માનની નજરથી જુએ છે.

સાભાર

  • ડો. કનક રાવળ

 

 

પ્રાણજીવન મહેતા, Pranjivan Mehta


pm6‘મારા જીવનમાં પ્રાણજીવન મહેતા કરતાં વધારે નજીકનો કોઈ મિત્ર નથી.’ 

ગાંધીજી

     During my last trip to Europe I saw a great deal of Mr. Gandhi. From year to year (I have known him intimately for over twenty years) I have found him getting more and more selfless. He is now leading almost an ascetic sort of life–not the life of an ordinary ascetic that we usually see but that of a great Mahatma and the one idea that engrosses his mind is his motherland.

(તેમના સ્વ. ગોપાલકૃષ્ણ ગોખલેને લખેલી પત્રમાંથી )

શ્રી, ઉર્વીશ કોઠારીના બ્લોગ પર સરસ લેખ

–    ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લેખ

‘The better India’ માંથી મળેલ મૂળ માહિતી

ફેસબુક પરથી મળેલ એક સરસ રિપોર્ટ 

    ‘You may not perhaps be knowing for whom I wrote ‘Hind Swaraj’. The person is no more and hence there is no harm in disclosing his name. I wrote the entire Hind Swaraj for my dear friend Dr. Pranjivan Mehta. All the argument in the book is reproduced almost as it took place with him.’

Gandhiji
– 21 February 1940 at a meeting of the Gandhi Seva Sangh)

‘ગુર્જરી ડાઈજેસ્ટ’ – ઓક્ટોબર – ૨૦૧૪ માં પ્રકાશિત લેખ…

pm1pm2pm3pm4

જન્મ

  • ૧૮૬૪, મોરબી

અવસાન

  • ૩, ઓગસ્ટ – ૧૯૩૨, રંગૂન

કુટુમ્બ

  • માતા – ?,  પિતા– જગજીવન
  • ભાઈઓ -રેવાશંકર, પોપટભાઈ અને બીજા એક ભાઈ
  • પત્ની – ? ; સંતાન – ?

શિક્ષણ

  • પ્રારંભિક – મોરબી
  • માધ્યમિક – રાજકોટ
  • મેડિકલ – (LMS) – મુંબાઈ; એમ.ડી. – બ્રસેલ્સ ( બેલ્જિયમ)
  • કાયદો – બાર એટ લો – લન્ડન

વ્યવસાય

  • શરૂઆતમાં થોડોક વખત મુંબાઈમાં ખાનગી પ્રેક્ટિસ
  • ઈડર સ્ટેટના મુખ્ય મેડિકલ ઓફિસર
  • રંગૂન , બર્મા માં વકીલ અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ
  • હીરાનો વેપાર
astha

પાયાનો સંદર્ભ સ્રોત – આ ચિત્ર પર ક્લિક કરો.

pm1

યુવાન વયે

pm8

pm21

pm10

૧૯૨૨ – ગુજરાત વિદ્યાપીઠને દાન આપ્યું- તે પ્રસંગે

pm7

તેમના હસ્તાક્ષર અને સહી

તેમના વિશે વિશેષ

  • ૧૮૮૬ – મુંબાઈમાંથી મેડિકલ ડીગ્રી ગોલ્ડ મેડલ સાથે પસાર કરી.
  • ૧૮૮૭ – માર્ચ – મોરબીના રાજાની સ્કોલરશીપના સહારે બ્રસેલ્સ, બેલ્જિયમ માં અભ્યાસ શરૂ.
  • ૧૮૮૯ – યુનિ. ઓફ બ્રસેલ્સમાંથી  સર્જરીમાં વિશેષ યોગ્યતા ( Distinction) સાથે એમ.ડી. ની પદવી
  • બ્રસેલ્સના મુક્ત વાતાવરણની મન પર ગાઢ અસર (સ્વદેશની સ્વતંત્રતા માટેના ખ્યાલોનો પ્રાદુર્ભાવ)
  • લન્ડનમાં બાર એટ લો થવા માટે રજિસ્ટ્રેશન કર્યું.- અને તે સબબે લન્ડન ગયા. એક જ વર્ષમાં તેમણે આ ડીગ્રી પણ મેળવી લીધી.
  • ૧૯૮૯ મા અંત ભાગમાં – ભારત પાછા આવ્યા
  • ૧૮૯૯ – રંગૂનમાં સ્થળાંતર. વકીલ અને ડોક્ટરની બેવડી ભૂમિકામાં અત્યંત સફળ કામગીરી.
  • આ ઉપરાંત તેમણે હીરાના વેપારમાં પણ ઝૂકાવ્યું અને ઘણું કમાયા. થોડાક જ વર્ષોમાં રંગૂનના સૌથી સમ્પત્તિવાન અને વગદાર નાગરિક બની ગયા.
  • રંગૂનમાં હિન્દુ સોશિયલ ક્લબ અને રામકૃષ્ણ સોસાયટીના પ્રમુખ
  • અખિલ ભારતીય કોન્ગ્રેસની રંગૂન શાખા, બર્મા (અત્યારનું મ્યાંમાર)ની પ્રોવિન્શિયલ કોન્ગ્રેસના સભ્ય
  • બર્મા સોશિયલ સર્વિસ લીગ ના સ્થાપક અને ઘણા સમય સુધી સેક્રેટરી
  • બર્માની સ્વતંત્રતા માટે લડતા રાષ્ટ્રવાદીઓને ઉત્તેજન
  • ૧૯૦૬ – એન્ગ્લો- ગુજરાતી અઠવાડિક ‘ યુનાઈટેડ બર્મા’ ની સ્થાપના, જેના તંત્રી વી. મદનજિત હતા. દલિત લોકોની સેવા અને સ્વદેશીની હિમાયત તેનો મુદ્રાલેખ હતો.
  • દક્ષિણ ભારતના અર્થશાસ્ત્રીની મદદથી બર્મામાં ટ્રેડ યુનિયન સ્થાપવાની શરૂઆત કરી. રંગૂન બંદરના કામદારોની ચળવળને સક્રીય ટેકો આપી ઘણી મોટી આંતરરાષ્ટ્રીય કમ્પનીઓમાં અળખામણા બની ગયા.
  • ૧૯૧૫ – ભારતીય નેશનલ કોન્ગ્રેસના મુંબાઈ ખાતેના અધિવેશનમાં હાજરી આપી અને સાબરમતી આશ્રમની સ્થાપના માટે સક્રીય સહકાર અને મદદ આપ્યાં.
  • ૧૯૧૭-૧૮ બર્માની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં સક્રીય ફાળો જેના કારણે તે વખતના બર્માના લેફ્ટેનન્ટ ગવર્નર ક્રેડોકે તેમને એક અઠવાડિયામાં બર્મા છોડી દેવા ફરમાન કર્યું હતું. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા તે કારણે, બર્માના અન્ય વગદાર આગેવાનો વચ્ચે પડવાના કારણે અને પ્રચંડ લોક લાગણીના કારણે   એ ફરમાન પાછું ખેંચી લેવું પડ્યું હતું.
  • ૧૯૧૯ – સ્થાનિક સ્વરાજ માટે ના બર્માના ડેપ્યુટેશન સાથે બ્રિટનનની મુલાકાતે – સાથે ભારતીય નેશનલ કોન્ગ્રેસને માટે પણ ત્યાં સક્રીય કામગીરી.
  • ૧૯૨૦ – ૨૧ અત્યંત નાદુરસ્ત તબિયતના કારણે બ્રિટન અને યુરોપમાં તબીબી સારવાર ૧૯૨૬/ ૧૯૨૯ – બે વખત ભારતની મુલાકાત. પણ લથડતી જતી તબિયતના કારણે તેમનું જાહેર જીવન સંકેલાઈ ગયું હતું.
  • ૧૯૩૨ – ઘરમાં ચાલતાં પડી જવાના કારણે થયેલી ઈજામાંથી સેપ્ટિક થઈ જતાં અવસાન.

ગાંધીજી સાથે 

  • ૨૯, સપ્ટેમ્બર – ૧૯૮૮ ગાંધીજીના લન્ડનમાં પહેલા દિવસે, વિક્ટોરિયા હોટલ, ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે બન્ને વચ્ચે  પહેલી મુલાકાત, આ અગાઉ પણ બન્ને વચ્ચે પત્ર વ્યવહાર ચાલુ હતો.
  • ગાંધીજીના લન્ડનમાં શરૂઆતના સમયમાં તેમને મોટાભાઈની જેમ મદદ અને દોરવણી.
  • ૧૯૯૧ – ગાંધીજી બેરિસ્ટર બનીને દેશ પાછા આવ્યા, ત્યારે મુંબાઈના તેમના ઘેર રહ્યા હતા, અને ત્યાં જ ગાંધીજીને શ્રીમદ રાજ ચન્દ્રનો પરિચય થયો હતો. બન્ને વચ્ચે નિકટતા પણ આ સમયે જ સ્થપાઈ.
  • ૧૯૨૦ પછી ગાંધીજીની મુંબાઈ ખાતેની પ્રવૃત્તિનું કેન્દ્ર, મણીભુવન – તેમના મોટા ભાઈ – રેવાશંકરે બંધાવ્યું હતું. ( અત્યારે તેમાં ગાંધી સંગ્રહાલય છે.)
  • તેમના બીજા મોટાભાઈ પોપટ ભાઈના દીકરી શ્રીમદ રાજચન્દ્રનાં પત્ની હતાં. ( શ્રીમદ રાજચન્દ્રની ઘણી મોટી અસર ગાંધીજીના અહિંસા અંગેના વિચારો પર પડી હતી.)
  • ૧૮૯૮ ના અંત ભાગમાં – ગાંધીજી દક્ષિણ આફ્રિકાની ચળવળ અંગે ભારતમાંથી સહકાર મેળવવા આવ્યા , ત્યારે મુંબાઈમાં  તેમના ઘેર જ રહ્યા હતા.
  • પ્રાણજીવન મહેતા પણ લન્ડનથી પાછા વળતાં કેપ ટાઉન રોકાયા હતા અને ડર્બનમાં ગાંધીજીને મળવા ગયા હતા. આ મુલાકાતો દરમિયાન ગાંધીજીની નિસ્વાર્થ વૃત્તિ અને સમાજ સેવાની ધગશનો અંદાજ તેમને આવી ગયો હતો.
  • ૧૯૦૨ – આફ્રિકા બીજી વાર જતાં પહેલાં ગાંધીજી રંગૂનની મુલાકાતે ગયા હતા, અને તેમની સાથે એક અઠવાડિયું રહ્યા હતા.
  • ગાંધીજીની એ મુલાકાત દરમિયાન તેમણે પ્રાણજીવન મહેતા સાથે ભારતના સ્વાતંત્ર્ય અંગે વિચારોની આપલે કરી હતી, જે ગાંધીજીના બહુ જાણીતા લેખ ‘ હિન્દ સ્વરાજ’નું મૂળ હતું.
  • ગાંધીજી સાથેના એ વિચાર વિમર્શ બાદ તેમણે તે વખતના ભારતીય નેશનલ કોન્ગ્રેસના સર્વે સર્વા ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે પત્ર વ્યવહાર કર્યો હતો, જેમાં ગાંધીજીને ભારતના સ્વરાજના   ભાવિ શિલ્પી અને ‘મહાત્મા’ તરીકે ઉલ્લેખ કર્યો હતો, એટલું જ નહીં પણ સમસ્ત માનવજાતને નવી દોરવણી આપી શકે તેવા મસીહા તરીકે ગાંધીજીનો ઉલ્લેખ કર્યો હતો.
  • આ જ રીતે તેમણે ગાંધીજીને ભારતના સ્વરાજ માટે નેતૃત્વ લેવા ભાર પૂરક સૂચવ્યું હતું, ફિનિક્સ આશ્રમમાં ભારતના સ્વયંસેવકોને સત્યાગ્રહની તાલીમ આપવાનો બધો ખર્ચ ભોગવવા પણ તેમણે તૈયારી બતાવી હતી. આ ઉપરાંત ગાંધીજીની આફ્રિકા  ખાતેની કામગીરી અંગેના અને તેને સંબંધિત પ્રકાશનોના પ્રસાર માટેનો પૂરો ખર્ચ ઊઠાવવાનું પણ તેમણે કબૂલ્યું હતું.
  • ગાંધીજીના અંગત ખર્ચ અંગેની બધી જવાબદારી તેમણે પોતાને શીરે લેવા કબૂલ્યું હતું.
  • ૧૯૧૧ – ગાંધીજીનું સૌથી પહેલું જીવન ચરિત્ર તેમણે લખ્યું હતું.
  • ભારતીય જીવન પદ્ધતિ અંગેનું તેમના બાજા પુસ્તક Hindu Social Ideals    પુસ્તકમાં તેમણે ગાંધીજીના ફિનિક્સ આશ્રમ ખાતેના સત્યના  પ્રયોગોનો ઉલ્લેખ કર્યો હતો.
  • ૧૯૧૫ – ગાંધીજી હમ્મેશ માટે ભારત પાછા આવ્યા બાદ. ગોખલેના અવસાન બાદ તેમને સર્વન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટીના સામાન્ય સભ્ય તરીકે સ્વીકારવા પણ કોઈ તૈયાર ન હતું, તે વખતે ગાંધીજી આઠ દિવસ માટે રંગૂન ગયા હતા. પ્રાણજીવન મહેતાએ તેમને  ઉદાર રીતે નાણાંકીય સહાય કરી હતી.
    એમ ન કર્યું હોત તો ગાંધીજી મોટા કુટુમ્બની અંગત જવાદારીઓ અદા કરવામાંથી જ દટાઈ ગયા હોત.
  • અમદાવાદમાં કોચરબ આશ્રમ સ્થાપવાની પૂરી જવાબદારી તેમને ઊઠાવી હતી.
  • ૧૯૨૦ – દાંડી કૂચના દસ વર્ષ પહેલાં ગરીબ પ્રજાની કમર તોડી નાંખતા મીઠા પરના કર સામે આંદોલન ચલાવવા તેમણે ગાંધીજીને સૂચવ્યું હતું.
  • ૧૯૨૯ની ગાંધીજીની બર્માની મુલાકાત વખતે નાજૂક તબિયત છતાં તેમની સાથે સતત રહ્યા અને ફર્યા હતા.

રચનાઓ

  • K. Gandhi and the South African Indian Problem
  • Hindu Social Ideals
  • તેમના જીવન વિશે અભ્યાસ પૂર્ણ પુસ્તક – Mahatma and the doctor – Shri S.R. Mehrotra

 

સાભાર

  • The Better India
  • શ્રી. ભરત ભટ્ટ, કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ
  • Dialogue – આસ્થા ભારતી
  • શ્રી. ઉર્વીશ કોઠારી

 

 

 

 

 

 

 

 

 

હીરાબેન બેટાઈ, Hiraben Betai


ગુજરાતની આ મહાન સન્નારીની વિગત તો જ્યારે મળે ત્યારે; પણ માનનીય શ્રી. રજનીકુમાર પંડ્યાના બ્લોગ ‘ઝબકાર’ પર આ સ્મરણો વાંચી મન પ્રસન્ન થઈ ગયું.

દેશને મળેલી આઝાદીની ઉજવણીના આ સપ્પરમા દિવસે ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ના વ્હાલા વાચકો આ મહાન સન્નારીને નતમસ્તકે અંજલી અર્પણ કરવામાં મારી સાથે જરૂર જોડાશે; એવી શ્રદ્ધા સાથે…

હાલ તો આ તસ્વીરોથી જ સંતોષ માણીએ…
( સાભાર – શ્રી. રજનીકુમાર પંડ્યા )

This slideshow requires JavaScript.

ઇન્દુભાઇ ઈપ્કોવાળા, Indubhai IPCOwala


  

      “સંત-સત્સંગથી ધીરે ધીરે ધન પરનો પોતાનો માલિકીભાવ ક્ષીણ થવા માંડ્યો. તે એટલે સુધી કે, એમ વિચાર આવ્યો કે, ટ્યુબ વેચાય એના ઉપર જ શા માટે? જેટલી ટ્યુબ આપણી આગળ ઉત્પાદિત થઇને  આવે એના ઉપર જ આ નિયમ લાગુ પાડોને ! ધારોકે, પચ્ચીસ હજાર ટ્યુબ આવી તો, એના ઉપર આટલા ભગવાનને આપવાના થાય તે પહેલેથી જ, અગાઉથી જ આપી દેવા. શા માટે ભગવાનના ઉધાર રાખવા? એટલે વેચાણ પર નહિ, ઉત્પાદન પર આ સ્વયમ્ લાદેલો ‘પ્રભુ- ટેક્સ’ આપી દઇને ચિંતામુક્ત થઇ જવાનું “
– ‘ઓજસનો અવતાર’ માંથી

“ઓજસનો કદી અસ્ત થતો નથી.”
માણસ જાય છે. વિચારો ટકે છે, ને એની ‘પ્રજા’ પણ થાય છે.”
રજનીકુમાર પંડ્યા

# ‘ઇપ્કો’ ની વેબ સાઇટ

________________________________________________

સમ્પર્ક   –  ઇપ્કો હાઉસ, હિમાંશુ બંગલો, પેટલાદ રોડ, નડિયાદ- 387 001   

નામ

ઇન્દુલાલ  મગનલાલ પટેલ

ઉપનામ

ચરોતરના ભામાશા, ચરોતર રત્ન 

જન્મ

7, સપ્ટેમ્બર- 1927 ; ધર્મજ (જિ.  ખેડા)

અવસાન

23, જુલાઈ – 2007 ; અમદાવાદ

કુટુમ્બ

માતા – સૂરજબા; પિતા – મગનભાઇ પટેલ; દાદા – ધોરીભાઇ

પત્ની – શારદા (લગ્ન– 1951) ; પુત્રીઓ – અનીતા, નયના

અભ્યાસ

બી.ફાર્મ  

વ્યવસાય

શરુઆતમાં મુંબાઇમાં મેડીકલ રેપ્રઝેન્ટેટીવ

પછી ધર્મજમાં છીંકણીના સેલ્સમેન

શેષ જીવન –  તમાકુની  ટૂથપેસ્ટ બનાવવાનું કારખાનું – ‘ઈપ્કો’

જીવનઝરમર

બે વર્ષની ઉમ્મરે પિતા પાસે આફ્રિકા ગયા.

પિતા ‘ફોજી’ ના નામે ઓળખાતા, કારણકે કોઇ જરુરતમંદ માગે તો ગજવામાં હોય તેટલા રૂપિયા આપી દેતા. માતા  અત્યંત ધાર્મિક વૃત્તિવાળાં હતાં.

બાળપણમાં તોફાની, થોડા સંગ – કુસંગ, ભણવામાં બેધ્યાન

શાળા અને કોલેજ કાળમાં ભણવામાં હોંશિયાર 

1958 – તમાકુની ટૂથપેસ્ટ બનાવવાનો ‘ફ્લેશ’ થયો – ઓજસનો પહેલો ચમકારો

શરુઆતની જિંદગીમાં સાવ નાસ્તિક, પણ પત્નીના સહવાસે નડિયાદના સંતરામ મહારાજને    સમર્પિત

આવકનો મોટાભાગનો હિસ્સો આપી ‘શારદાબેન ઇન્દુભાઇ ઇપ્કોવાળા ચેરિટેબલ ટ્રસ્ટ’  સ્થાપ્યું અને જાળવ્યું, જેમાંથી કોલેજો, દવાખાના, ગરીબીમુક્તિ, દુષ્કાળરાહત, મંદિરો, ટાઉન હોલ, કેન્સર સંશોધન કેન્દ્ર વિ. માટે લાખોનાં દાન આપ્યાં.

તેમના જમાઇઓ દેવાંગભાઇ અને અવિરતભાઇએ તેમના વ્યવસાય અને ટ્રસ્ટનાં કામો  ઉપાડી લીધાં છે.  

રચનાઓ

તેમની જીવનકથા – ઓજસનો અવતાર ( લે. રજનીકુમાર પંડ્યા)  – તેમને પંચોતેર વર્ષ થયા તે પ્રસંગે લખાયેલ

સાભાર

સપ્તક – ગુજરાત ટાઇમ્સ, ન્યુયોર્ક – રજનીકુમાર પંડ્યા 

———————————————————————————-

રજનીકુમાર પંડ્યાના પુસ્તક વિશે વિચારો –

         ” એક મહિનો અને દસ  દિવસ હું ઇન્દુકાકાના જીવનના અંતરંગમાં , એના ઊંડાણમાં અવગાહન કરતો રહ્યો. મારી સાથે મારી મદદમાં ભાઇ બીરેન કોઠારી પણ રહ્યો. અમને બન્નેને લાગતું હતું કે, અમે કોઇ વન્ડરલેન્ડમાં ફરી રહ્યા છીએ, જ્યાંની ભૂમિ સપાટ નથી. માર્ગો બનાવેલા નથી. કાંટાના અનુભવો હતા. હતાશાની ખીણો હતી. તો આશાની પગથાર પણ હતી. ક્યાંક એકદમ યુ-ટર્ન હતો, ત્યાં ક્યાંક ગેબી શક્તિ હાથ પકડીને દોરતી હોય એમ લાગતું હતું. આકાશ અનેકરંગી હતું, પણ એમાં જે સૂરજ ચમકતો હતો તે માત્ર તેજ ફેંકતો ન હતો, તેજથી ઊંચી કોઇ ચીજ એમાંથી ફૂટતી હતી. તેજથી ઊંચું, તેજથી વધુ દેદીપ્યમાન, દૈવી અને ચોતરફ શાતા ફેરવનાર એવું શું હોઇ શકે? એનું શું નામ હોઇ શકે? એને કહેવાય ‘ઓજસ’

           ઇન્દુકાકા માત્ર તેજસ્વી નહોતા, ઓજસ્વી પણ હતા. ઘણા એને ચહેરાની કાંતિ કહે, ઘણા તેજવલય કહે – પણ એ બન્ને શબ્દોમાં ગ્લેમરનો ઇશારો છે. ઓજસમાં ગ્લેમર( ચળકાટ) ન હોય. શીળું , દૈવી જ્યોત જેવું કોઇ તત્વ હોય. બન્ને વચ્ચે જ્વાળા અને જ્યોતિ જેટલો ફેર છે. પુરુષાર્થ, પ્રતિભા અને પ્રારબ્ધે એમને ધન આપ્યું, પણ એ ધનથી એમનામાં ગરમી ન જન્મી, ગરવાઇ જન્મી અને દ્યુતિનો પ્રાદુર્ભાવ થયો. એમની જીવનયાત્રાનો અર્ક ‘ઓજસ’ શબ્દમાં વરતાતો હતો.

      એટલે પછી અમને ઇન્દુકાકાના પુસ્તકનું શીર્ષક સૂઝ્યું   – ઓજસનો અવતાર”

ચીનુભાઈ ચીમનલાલ, Chinubhai Chimanlal


નામ

ચીનુભાઇ ચીમનલાલ (મેયર)

જન્મ

નવેમ્બર 1 –  1901; અમદાવાદ
Read more of this post

કસ્તુરભાઈ લાલભાઈ, Kasturbhai Lalbhai

%d bloggers like this: