ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: પ્રકાશક

નાગેન્દ્ર વિજય, Nagendra Vijay


વિજ્ઞાનના પૂજારી

વિકિપિડિઆ પર
નાગેન્દ્ર વિજય ; સફારી મેગેઝિન ; યુ-ટ્યુબ ચેનલ

લેખક તરીકે નગેન્દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિંગથી માંડીને એઇડ્સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્સ પ્લાન્ક સુધીના વૈવિઘ્યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી.  –
નગેન્દ્રવિજયનાં પ્રકાશનો એટલે ૧૦૦ ટચની, ગેરન્ટેડ ગુણવત્તા.

–  ઉર્વીશ કોઠારી
[ તેમના બ્લોગ પર સરસ પરિચય ]

જન્મ

૧૫, ડિસેમ્બર – ૧૯૪૪ ; અમદાવાદ

કુટુમ્બ

માતા– વસંતલીલા ; પિતા – વિજયગુપ્ત ( એમનો પરિચય અહીં )
પત્ની – પુશ્કર્ણા, પુત્ર – હર્ષલ, વિશાલ વાસુ

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – ?
ઉચ્ચ – ?

વ્યવસાય

લેખક, પ્રકાશક

તેમના વિશે વિશેષ

  • ૧૪ વર્ષની ઊંમરે કલમ હાથમાં પકડી, 
  • અંગ્રેજીમાં ‘સફારી’ સામાયિકના તંત્રી
  • નાગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ
  • જન્મભૂમિ પ્રવાસી, વેણી, મુંબઇ સમાચાર, ગુજરાત મિત્ર, અભિયાન, શ્રીરંગ, ગુજરાત સમાચાર, સંદેશ- આ બધાં અખબારો-સામયિકોમાં કોલમ

રચનાઓ

  • General Knowledge Factfinder (જનરલ નોલેજ ફેક્ટફાઈન્ડર) (4 volumes)
  • Pastime Puzzles (પાસટાઈમ પઝલ્સ) (2 volumes)
  • Hydroponics (હાઇડ્રોપોનિક્સ)
  • Yuddh 71 (યુદ્ધ ૭૧)
  • Einstein and Relativity (આઇનસ્ટાઈન અને સાપેક્ષવાદ)
  • Vishwavigrahni yaadgar yuddhakathao (વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓઃ volume 1 to 3)
  • Mathemagic (મેથેમેજિક)
  • Samaysar (સમયસર)
  • Safari Jokes (સફારી જોક્સ)
  • Vismaykarak Vigyan (વિસ્મયકારક વિજ્ઞાન)
  • Mosad na Jasusi missiono (મોસાદના જાસૂસી મિશનો)
  • Super quiz (સુપર ક્વિઝ)
  • Cosmos (કોસ્મોસ)
  • Aasan Angreji (આસાન અંગ્રેજી)
  • Jate banavo: Model vimaan (જાતે બનાવો: મોડેલ વિમાન volume 1-2)
  • Ek vakhat evu banyu (એક વખત એવું બન્યું…)
  • 20th Century: Aitihasic Sadini 50 ajod satyaghatnao (20th Century: ઐતિહાસિક સદીની ૫૦ અજોડ સત્યઘટનાઓ)
  • Prakriti ane Pranijagat (પ્રકૃતિ અને પ્રાણીજગત)

અપંગની પ્રતિભા- ભરત પટેલ


સાભાર – શ્રી. નિરંજન પટેલ

ઈ.સ. ૨૦૦૦ થી  ‘વિકલાંગ  મિત્ર’ મસિક ચલાવતા શ્રી. ભરત પટેલનું આત્મ કથાનક ( બે ભાગમાં )

Bharat Patel – 1

Bharat Patel – 2

    નીચે દર્શાવેલ ચિત્ર અને તેની સાથે સંકળાયેલી લિન્ક પરથી ‘વિકલાંગ મિત્ર’ ના બધા અંક ઓન -લાઈન વાંચી શકાશે.

Vikalang

આ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી ગુજરાતની વિકલાંગ સંસ્થાની વેબ સાઈટની મુલાકાત લો.

નાનુભાઈ નાયક, Nanubhai Naik


NN1‘સુરતના નગરબાપા’ – શ્રી. ભગવતીકુમાર શર્મા

———————————————————————

સમ્પર્ક

જન્મ

  • ૧૦, મે – ૧૯૨૭, ભાંડુત, તા. ઓલપાડ, જિ. સૂરત

અવસાન

  • ૧૭, મે – ૨૦૧૮, સુરત

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – ?
  • પત્ની – ?; પુત્રો – જનક, કિરીટ

શિક્ષણ

  • મેટ્રિક

વ્યવસાય

  • સાહિત્ય પ્રકાશન, લેખન, સામાજિક કાર્યકર

nn2

તેમના વિશે વિશેષ

  • મેટ્રિક થયા પછી છ મહિના મુંબાઈની સિદ્ધાર્થ કોલેજમાં અભ્યાસ શરૂ કરી છોડી દીધો અને શબ્દ રચના હરિફાઈઓ યોજવા લાગ્યા.
  • દોઢ વર્ષ ‘નવસારી સમાચાર’ના તંત્રીપદે
  • સંદેશ, પ્રતાપ, નૂતન ભારત, ચેત મછેન્દર વિ. દૈનિક/ સામાયિકોમાં કટાર લેખન , ૨૦૦થી વધારે વાર્તાઓ અને લેખો છપાયા છે.
  • ‘જનસત્તા’માં ‘સબરસ’ શ્રેણી હેઠળ બાળકો માટેની વાર્તાઓ
  • સુરતની નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ – હાલમાં તેના  ઉપપ્રમુખ
  • સુરતની ‘સાર્વજનિક શિક્ષણ સંસ્થા’ના મેનેજિંગ ટ્રસ્ટી
  • સુરત પ્રેસ માલિક મંડળના પ્રમુખ
  • ગુજરાત પ્રિન્ટર ફાઉન્ડેશનના સ્થાપક. એક વખત તેના પ્રમુખ પણ હતા.
  • ‘ ચતુરનો ચોતરો’ અને એવા બીજા  સાહિત્ય સમ્મેલનોનું આયોજન.
  • ‘નાની છીપવાડ’ -સુરત ખાતે હાથથી કમ્પોઝ કરાતાં પુસ્તકો છાપવાના પ્રેસથી શરૂઆત કરીને બે પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાઓના માલિક  –  જે માત્ર પ્રકાશન કરતી વેપારી સંસ્થા નહીં પણ સાહિત્ય, સંસ્કૃતિ અને સામાજિક ફેરફારો માટેની લોકમાન્ય પીઠિકા બની રહી છે.
  • ‘સાહિત્ય સંગમ’ વિશે એક સંશોધન લેખ શ્રીમતિ શાંભવી પંડ્યાએ તૈયાર કરેલો છે.
  • સુરતની ‘સાહિત્ય સંગમ’ સસ્થામાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી પ્રકાશનો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના મુખ્ય મથક ‘સંસ્કાર ભવન’માં દર મહિને પાંચ થી છ સાહિત્ય અને કળાને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે.
  • ટીવીના વધતા જતા પ્રભાવ સામે વાંચન રસ કેળવાય તે માટે સસ્તી ચોપડીઓ પ્રજાને મળી રહે , તે માટે સતત કાર્યરત. ‘ગ્રંથ યાત્રા’ યોજના હેઠળ માત્ર ૫૪૫ ₹ માં દર વર્ષે ૨૩ પુસ્તકોનું વિતરણ એ આનો આંખે ઊડીને વળગે તેવો દાખલો છે.
  • તેમની પ્રારંભિક રચનાઓ  ‘પ્રાણ જાગો રે!’ અને ‘નારી નરનું રમકડું’ બહુ જ લોકપ્રિય બનેલી છે.
  • બંધારણીય સુધારણાઓ માટે તેમણે સૂચવેલા સુધારાઓમાંથી ૧૫ સ્વીકારવામાં આવ્યા છે.
  • તેમના જીવન અને દર્શનના નિચોડ જેવું પુસ્તક ‘ -‘The World of My Dream’ તેમનું શ્રેષ્ઠ સર્જન છે.

રસના વિષયો

  • સાહિત્ય, રાજકારણ, પત્રકારિત્વ, ખેતી, વાંચનનો પ્રસાર

The World of my dream-Front-Eng

રચનાઓ

સાભાર 

  • શ્રીમતિ મૌલિકા દેરાસરી

પ્રાણજીવન મહેતા, Pranjivan Mehta


pm6‘મારા જીવનમાં પ્રાણજીવન મહેતા કરતાં વધારે નજીકનો કોઈ મિત્ર નથી.’ 

ગાંધીજી

     During my last trip to Europe I saw a great deal of Mr. Gandhi. From year to year (I have known him intimately for over twenty years) I have found him getting more and more selfless. He is now leading almost an ascetic sort of life–not the life of an ordinary ascetic that we usually see but that of a great Mahatma and the one idea that engrosses his mind is his motherland.

(તેમના સ્વ. ગોપાલકૃષ્ણ ગોખલેને લખેલી પત્રમાંથી )

શ્રી, ઉર્વીશ કોઠારીના બ્લોગ પર સરસ લેખ

–    ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લેખ

‘The better India’ માંથી મળેલ મૂળ માહિતી

ફેસબુક પરથી મળેલ એક સરસ રિપોર્ટ 

    ‘You may not perhaps be knowing for whom I wrote ‘Hind Swaraj’. The person is no more and hence there is no harm in disclosing his name. I wrote the entire Hind Swaraj for my dear friend Dr. Pranjivan Mehta. All the argument in the book is reproduced almost as it took place with him.’

Gandhiji
– 21 February 1940 at a meeting of the Gandhi Seva Sangh)

‘ગુર્જરી ડાઈજેસ્ટ’ – ઓક્ટોબર – ૨૦૧૪ માં પ્રકાશિત લેખ…

pm1pm2pm3pm4

જન્મ

  • ૧૮૬૪, મોરબી

અવસાન

  • ૩, ઓગસ્ટ – ૧૯૩૨, રંગૂન

કુટુમ્બ

  • માતા – ?,  પિતા– જગજીવન
  • ભાઈઓ -રેવાશંકર, પોપટભાઈ અને બીજા એક ભાઈ
  • પત્ની – ? ; સંતાન – ?

શિક્ષણ

  • પ્રારંભિક – મોરબી
  • માધ્યમિક – રાજકોટ
  • મેડિકલ – (LMS) – મુંબાઈ; એમ.ડી. – બ્રસેલ્સ ( બેલ્જિયમ)
  • કાયદો – બાર એટ લો – લન્ડન

વ્યવસાય

  • શરૂઆતમાં થોડોક વખત મુંબાઈમાં ખાનગી પ્રેક્ટિસ
  • ઈડર સ્ટેટના મુખ્ય મેડિકલ ઓફિસર
  • રંગૂન , બર્મા માં વકીલ અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ
  • હીરાનો વેપાર

astha

પાયાનો સંદર્ભ સ્રોત – આ ચિત્ર પર ક્લિક કરો.

pm1

યુવાન વયે

pm8

pm21

pm10

૧૯૨૨ – ગુજરાત વિદ્યાપીઠને દાન આપ્યું- તે પ્રસંગે

pm7

તેમના હસ્તાક્ષર અને સહી

તેમના વિશે વિશેષ

  • ૧૮૮૬ – મુંબાઈમાંથી મેડિકલ ડીગ્રી ગોલ્ડ મેડલ સાથે પસાર કરી.
  • ૧૮૮૭ – માર્ચ – મોરબીના રાજાની સ્કોલરશીપના સહારે બ્રસેલ્સ, બેલ્જિયમ માં અભ્યાસ શરૂ.
  • ૧૮૮૯ – યુનિ. ઓફ બ્રસેલ્સમાંથી  સર્જરીમાં વિશેષ યોગ્યતા ( Distinction) સાથે એમ.ડી. ની પદવી
  • બ્રસેલ્સના મુક્ત વાતાવરણની મન પર ગાઢ અસર (સ્વદેશની સ્વતંત્રતા માટેના ખ્યાલોનો પ્રાદુર્ભાવ)
  • લન્ડનમાં બાર એટ લો થવા માટે રજિસ્ટ્રેશન કર્યું.- અને તે સબબે લન્ડન ગયા. એક જ વર્ષમાં તેમણે આ ડીગ્રી પણ મેળવી લીધી.
  • ૧૯૮૯ મા અંત ભાગમાં – ભારત પાછા આવ્યા
  • ૧૮૯૯ – રંગૂનમાં સ્થળાંતર. વકીલ અને ડોક્ટરની બેવડી ભૂમિકામાં અત્યંત સફળ કામગીરી.
  • આ ઉપરાંત તેમણે હીરાના વેપારમાં પણ ઝૂકાવ્યું અને ઘણું કમાયા. થોડાક જ વર્ષોમાં રંગૂનના સૌથી સમ્પત્તિવાન અને વગદાર નાગરિક બની ગયા.
  • રંગૂનમાં હિન્દુ સોશિયલ ક્લબ અને રામકૃષ્ણ સોસાયટીના પ્રમુખ
  • અખિલ ભારતીય કોન્ગ્રેસની રંગૂન શાખા, બર્મા (અત્યારનું મ્યાંમાર)ની પ્રોવિન્શિયલ કોન્ગ્રેસના સભ્ય
  • બર્મા સોશિયલ સર્વિસ લીગ ના સ્થાપક અને ઘણા સમય સુધી સેક્રેટરી
  • બર્માની સ્વતંત્રતા માટે લડતા રાષ્ટ્રવાદીઓને ઉત્તેજન
  • ૧૯૦૬ – એન્ગ્લો- ગુજરાતી અઠવાડિક ‘ યુનાઈટેડ બર્મા’ ની સ્થાપના, જેના તંત્રી વી. મદનજિત હતા. દલિત લોકોની સેવા અને સ્વદેશીની હિમાયત તેનો મુદ્રાલેખ હતો.
  • દક્ષિણ ભારતના અર્થશાસ્ત્રીની મદદથી બર્મામાં ટ્રેડ યુનિયન સ્થાપવાની શરૂઆત કરી. રંગૂન બંદરના કામદારોની ચળવળને સક્રીય ટેકો આપી ઘણી મોટી આંતરરાષ્ટ્રીય કમ્પનીઓમાં અળખામણા બની ગયા.
  • ૧૯૧૫ – ભારતીય નેશનલ કોન્ગ્રેસના મુંબાઈ ખાતેના અધિવેશનમાં હાજરી આપી અને સાબરમતી આશ્રમની સ્થાપના માટે સક્રીય સહકાર અને મદદ આપ્યાં.
  • ૧૯૧૭-૧૮ બર્માની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં સક્રીય ફાળો જેના કારણે તે વખતના બર્માના લેફ્ટેનન્ટ ગવર્નર ક્રેડોકે તેમને એક અઠવાડિયામાં બર્મા છોડી દેવા ફરમાન કર્યું હતું. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા તે કારણે, બર્માના અન્ય વગદાર આગેવાનો વચ્ચે પડવાના કારણે અને પ્રચંડ લોક લાગણીના કારણે   એ ફરમાન પાછું ખેંચી લેવું પડ્યું હતું.
  • ૧૯૧૯ – સ્થાનિક સ્વરાજ માટે ના બર્માના ડેપ્યુટેશન સાથે બ્રિટનનની મુલાકાતે – સાથે ભારતીય નેશનલ કોન્ગ્રેસને માટે પણ ત્યાં સક્રીય કામગીરી.
  • ૧૯૨૦ – ૨૧ અત્યંત નાદુરસ્ત તબિયતના કારણે બ્રિટન અને યુરોપમાં તબીબી સારવાર ૧૯૨૬/ ૧૯૨૯ – બે વખત ભારતની મુલાકાત. પણ લથડતી જતી તબિયતના કારણે તેમનું જાહેર જીવન સંકેલાઈ ગયું હતું.
  • ૧૯૩૨ – ઘરમાં ચાલતાં પડી જવાના કારણે થયેલી ઈજામાંથી સેપ્ટિક થઈ જતાં અવસાન.

ગાંધીજી સાથે 

  • ૨૯, સપ્ટેમ્બર – ૧૯૮૮ ગાંધીજીના લન્ડનમાં પહેલા દિવસે, વિક્ટોરિયા હોટલ, ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે બન્ને વચ્ચે  પહેલી મુલાકાત, આ અગાઉ પણ બન્ને વચ્ચે પત્ર વ્યવહાર ચાલુ હતો.
  • ગાંધીજીના લન્ડનમાં શરૂઆતના સમયમાં તેમને મોટાભાઈની જેમ મદદ અને દોરવણી.
  • ૧૯૯૧ – ગાંધીજી બેરિસ્ટર બનીને દેશ પાછા આવ્યા, ત્યારે મુંબાઈના તેમના ઘેર રહ્યા હતા, અને ત્યાં જ ગાંધીજીને શ્રીમદ રાજ ચન્દ્રનો પરિચય થયો હતો. બન્ને વચ્ચે નિકટતા પણ આ સમયે જ સ્થપાઈ.
  • ૧૯૨૦ પછી ગાંધીજીની મુંબાઈ ખાતેની પ્રવૃત્તિનું કેન્દ્ર, મણીભુવન – તેમના મોટા ભાઈ – રેવાશંકરે બંધાવ્યું હતું. ( અત્યારે તેમાં ગાંધી સંગ્રહાલય છે.)
  • તેમના બીજા મોટાભાઈ પોપટ ભાઈના દીકરી શ્રીમદ રાજચન્દ્રનાં પત્ની હતાં. ( શ્રીમદ રાજચન્દ્રની ઘણી મોટી અસર ગાંધીજીના અહિંસા અંગેના વિચારો પર પડી હતી.)
  • ૧૮૯૮ ના અંત ભાગમાં – ગાંધીજી દક્ષિણ આફ્રિકાની ચળવળ અંગે ભારતમાંથી સહકાર મેળવવા આવ્યા , ત્યારે મુંબાઈમાં  તેમના ઘેર જ રહ્યા હતા.
  • પ્રાણજીવન મહેતા પણ લન્ડનથી પાછા વળતાં કેપ ટાઉન રોકાયા હતા અને ડર્બનમાં ગાંધીજીને મળવા ગયા હતા. આ મુલાકાતો દરમિયાન ગાંધીજીની નિસ્વાર્થ વૃત્તિ અને સમાજ સેવાની ધગશનો અંદાજ તેમને આવી ગયો હતો.
  • ૧૯૦૨ – આફ્રિકા બીજી વાર જતાં પહેલાં ગાંધીજી રંગૂનની મુલાકાતે ગયા હતા, અને તેમની સાથે એક અઠવાડિયું રહ્યા હતા.
  • ગાંધીજીની એ મુલાકાત દરમિયાન તેમણે પ્રાણજીવન મહેતા સાથે ભારતના સ્વાતંત્ર્ય અંગે વિચારોની આપલે કરી હતી, જે ગાંધીજીના બહુ જાણીતા લેખ ‘ હિન્દ સ્વરાજ’નું મૂળ હતું.
  • ગાંધીજી સાથેના એ વિચાર વિમર્શ બાદ તેમણે તે વખતના ભારતીય નેશનલ કોન્ગ્રેસના સર્વે સર્વા ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે પત્ર વ્યવહાર કર્યો હતો, જેમાં ગાંધીજીને ભારતના સ્વરાજના   ભાવિ શિલ્પી અને ‘મહાત્મા’ તરીકે ઉલ્લેખ કર્યો હતો, એટલું જ નહીં પણ સમસ્ત માનવજાતને નવી દોરવણી આપી શકે તેવા મસીહા તરીકે ગાંધીજીનો ઉલ્લેખ કર્યો હતો.
  • આ જ રીતે તેમણે ગાંધીજીને ભારતના સ્વરાજ માટે નેતૃત્વ લેવા ભાર પૂરક સૂચવ્યું હતું, ફિનિક્સ આશ્રમમાં ભારતના સ્વયંસેવકોને સત્યાગ્રહની તાલીમ આપવાનો બધો ખર્ચ ભોગવવા પણ તેમણે તૈયારી બતાવી હતી. આ ઉપરાંત ગાંધીજીની આફ્રિકા  ખાતેની કામગીરી અંગેના અને તેને સંબંધિત પ્રકાશનોના પ્રસાર માટેનો પૂરો ખર્ચ ઊઠાવવાનું પણ તેમણે કબૂલ્યું હતું.
  • ગાંધીજીના અંગત ખર્ચ અંગેની બધી જવાબદારી તેમણે પોતાને શીરે લેવા કબૂલ્યું હતું.
  • ૧૯૧૧ – ગાંધીજીનું સૌથી પહેલું જીવન ચરિત્ર તેમણે લખ્યું હતું.
  • ભારતીય જીવન પદ્ધતિ અંગેનું તેમના બાજા પુસ્તક Hindu Social Ideals    પુસ્તકમાં તેમણે ગાંધીજીના ફિનિક્સ આશ્રમ ખાતેના સત્યના  પ્રયોગોનો ઉલ્લેખ કર્યો હતો.
  • ૧૯૧૫ – ગાંધીજી હમ્મેશ માટે ભારત પાછા આવ્યા બાદ. ગોખલેના અવસાન બાદ તેમને સર્વન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટીના સામાન્ય સભ્ય તરીકે સ્વીકારવા પણ કોઈ તૈયાર ન હતું, તે વખતે ગાંધીજી આઠ દિવસ માટે રંગૂન ગયા હતા. પ્રાણજીવન મહેતાએ તેમને  ઉદાર રીતે નાણાંકીય સહાય કરી હતી.
    એમ ન કર્યું હોત તો ગાંધીજી મોટા કુટુમ્બની અંગત જવાદારીઓ અદા કરવામાંથી જ દટાઈ ગયા હોત.
  • અમદાવાદમાં કોચરબ આશ્રમ સ્થાપવાની પૂરી જવાબદારી તેમને ઊઠાવી હતી.
  • ૧૯૨૦ – દાંડી કૂચના દસ વર્ષ પહેલાં ગરીબ પ્રજાની કમર તોડી નાંખતા મીઠા પરના કર સામે આંદોલન ચલાવવા તેમણે ગાંધીજીને સૂચવ્યું હતું.
  • ૧૯૨૯ની ગાંધીજીની બર્માની મુલાકાત વખતે નાજૂક તબિયત છતાં તેમની સાથે સતત રહ્યા અને ફર્યા હતા.

રચનાઓ

  • K. Gandhi and the South African Indian Problem
  • Hindu Social Ideals
  • તેમના જીવન વિશે અભ્યાસ પૂર્ણ પુસ્તક – Mahatma and the doctor – Shri S.R. Mehrotra

 

સાભાર

  • The Better India
  • શ્રી. ભરત ભટ્ટ, કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ
  • Dialogue – આસ્થા ભારતી
  • શ્રી. ઉર્વીશ કોઠારી

 

 

 

 

 

 

 

 

 

ગોલીબાર એન. જે.


Golibar_3‘ચક્રમ’ના સ્થાપક

નથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે,
ઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે.
—-
કદી સારું નિહાળું તો ગ્રહી લઉં છું તુરત દિલમાં,
ગણો તો આમ ‘ગોલીબાર’ પણ પાકો નિશાચર છે.

આખી રચના અહીં

—————

આખું નામ

  • નૂરમહમ્મદ જુસબભાઈ ગોલીબાર

જન્મ

  • ૧૯૧૪, પડધરી, જિ. જામનગર

અવસાન

  • ૨૬, નવેમ્બર-૧૯૬૬; અમદાવાદ

કુટુમ્બ

  • માતા-? ; પિતા– ?
  • પત્ની – ? ; સંતાનો – એચ. એન. ગોલીબાર ( ‘ચંદન’ના હાલના તંત્રી )

અભ્યાસ

  • ચાર ધોરણ સુધી

વ્યવસાય

  • ૧૯૪૩- ૫૦ – ‘સંગીત’ના તંત્રી
  • ૧૯૪૭ – ૬૯ – ‘ચક્રમ’ના તંત્રી

તેમના વિશે વિશેષ

  • સામાન્ય લોકોના પ્રિય સાપ્તાહિક ‘ચક્રમ’ના સ્થાપક
  • તેમના પુત્ર એચ.એન. ગોલીબારે ચક્રમનું નામ બદલી ‘ચંદન’ રાખ્યું હતું.

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

નટવરલાલ વીમાવાળા, Natwarlal Vimawala


———————————————————-

જન્મ

  • ૩૦, સપ્ટેમ્બર – ૧૯૦૦

કુટુમ્બ

  • માતા –વિજયાલક્ષ્મી; પિતા – મૂળચંદ
  • પત્ની – હરવદન કાપડિયા

શિક્ષણ

  • પ્રાથમિક – મુંબાઈમાં
  • કોલેજ શિક્ષણ – વિલ્સન કોલેજ, ફર્ગ્યુસન કોલેજ, ગુજરાત મહાવિધ્યાલયમાં અભ્યાસ

તેમના વિશે વિશેષ

  • કુટુમ્બની મૂળ અટક મહેતા હતી. એક જમાનામાં નટવરલાલ શંભુ તરીકે વધારે પ્રખ્યાત હતા! પણ પિતાના વીમાના વ્યવસાયના કારણે વીમાવાળા તરીકે જાણીતા થયા. કુટુમ્બને કવિ નર્મદ સાથે સારો સંબંધ હતો.
  • તેમના દાદાએ કવિ નર્મદને ઘણી આર્થિક મદદ કરેલી.
  • પિતા મૂળચંદ ઘેલાભાઈએ ગુજરાતી ભજનો અને ગીતો લખ્યાં હતાં.
  • ચન્દ્રવદન ચિમનલાલ મહેતા તેમના એક પિતરાઈ ભાઈ હતા.
  • દસ વર્ષની ઉમરથી જ સાહિત્ય શોખ. એ ઉમરથી જ સામાયિકોમાં લેખો, કવિતાઓ લખેલાં.
  • તેજસ્વી શિક્ષણ કારકિર્દી, સળંગ પ્રથમ વર્ગ જાળવી રાખ્યો હતો.
  • આઠ વર્ષની ઉમરે પિતાનું અવસાન. કોલેજ અભ્યાસ દરમિયાન માતાનું અવસાન
  • સ્નાતકની પરીક્ષા જતી કરી, બારડોલી સત્યાગ્રહમાં ઝૂકાવ્યું. આને કારણે અભ્યાસ અટક્યો અને સાહિત્ય પ્રકાશનના કામમાં પરોવાયા.
  • ૧૯૧૫ – પહેલું પ્રકાશન, મરાઠી પરથી ’શિર હીન શબ’ નામની ડિટેક્ટિવ નવલકથાનો પહેલો ભાગ. ઘણા વખત પછી ‘બેગમ કે બલા’ નામે પ્રસિદ્ધ કરેલી.
  • ૧૯૨૧– ભાઈ સાથે ગાંડિવ સાહિત્ય મંદિરમાં. નવજીવનનાં પુસ્તકોથી શરૂઆત. શરૂઆતમાં ગાંડિવમાં નિર્દોષ વિનોદ માટે ‘તોપ’ નામનું સામાયિક શરૂ કર્યું હતું!
  • ૧૯૨૨ – ગાંડિવ માટે પ્રેસ શરૂ કર્યું.
  • જીવન પર ગાંધીજી, અમૃતલાલ પઢિયારનાં અને Upton Sinclair નાં પુસ્તકોની ઘણી અસર. પણ વિવિધ પ્રકારનાં વાચનનો શોખ.
  • પ્રથમ લગ્ન માટે જ્ઞાતિમાં જ વિવાહ થયો હતો પણ તે તોડી નાંખવો પડ્યો. આ માટે જ્ઞાતિના ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો. અંતે જ્ઞાતિ બહાર લગ્ન કર્યું.
  • ૧૯૨૯ – સાહિત્ય પરિષદને બાળસાહિત્ય પ્રકાશન કરવામાં મદદ, શ્રી રમણ કાંટાવાળા સ્મારક તરીકે ‘મધપૂડો’નું પ્રકાશન

રચના

  • ગાંડિવ કથામાળા અને સ્ત્રી શક્તિ ગ્રંથમાળામાં અનેક પુસ્તિકાઓ બહાર પાડી છે

સાભાર

  • ડો. કનક રાવળ
  • શ્રી. હરીશ રઘુવંશી

 

 

ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal Vimawala


————————–

જન્મ

  • ૧૮૯૭

કુટુમ્બ

  • માતા –વિજયાલક્ષ્મી; પિતા – મૂળચંદ
  • પત્ની – કાન્તિગૌરી; સંતાન – ?

શિક્ષણ

  • પ્રાથમિક – મુંબાઈમાં
  • ઇન્ટર આર્ટ્સ – વિલ્સન કોલેજ, સુરત

તેમના વિશે વિશેષ

  • દસ વર્ષની ઉમરે પિતાનું અવસાન. કોલેજ અભ્યાસ દરમિયાન માતાનું અવસાન થતાં અભ્યાસ છોડવો પડ્યો.
  • માધ્યમિક શાળામાં અભ્યાસ કાળથી જ સાહિત્યમાં રસ જાગ્યો.
  • મોટા ભાઈ ચંપકલાલ ઝવેરાતના ધંધામાં અને નાના ભાઈ સાહિત્ય પ્રકાશનના વયવસાયમાં.
  • થોડોક વખત નડિયાદમાં અને પછી મુંબાઈમાં શેઠ જમનાલાલ બજાજની પેઢીમાં નોકરી.
  • ૧૯૨૦ – ‘નવજીવન’ પ્રેસમાં સ્વામી આનંદ સાથે કામ
  • ૧૯૨૧ – સુરતમાં ગાંડીવ સાહિત્ય મંદિરની સ્થાપના, પાછળથી તે નાના ભાઈ નટવરલાલે સંભાળ્યું હતું.
  • સાહિત્ય સાથે યાંત્રિક કામમાં પણ રસ.
  • ૧૯૨૧ – ગાંડીવ રેંટિયો બનાવ્યો, જેમાં સુધારા વધારા કરી ગાંધીજીએ યરવડા ચક્ર બહાર પાડેલો.
  • ગાંડિવ સાહિત્ય મંદિરે બંગાળનું ક્રાન્તિકારી સાહિત્ય પ્રસિદ્ધ કરેલું; જેના કારણે પોલિસે કાર્યાલયનો કબજો લીધો હતો.
  • ૧૯૩૧ – સ્ત્રી શક્તિ સાપ્તાહિક શરૂ કર્યું – જે આજે પણ ચાલુ છે.
  • સામાન્ય પ્રજા માટે ‘દેશબંધુ’ સાપ્તાહિક પણ શરૂ કર્યું.

 રચનાઓ

  • પાંડવ ગુપ્ત નિવાસ – કવિ ભાસના નાટક પરથી લખેલી રચના
  • ગાંડિવ કથામાળા અને સ્ત્રી શક્તિ ગ્રંથમાળામાં અનેક પુસ્તિકાઓ બહાર પાડી છે
  • બાળ સાહિત્ય – બાળવિહાર, સોનાકુમારી, કોલસા કાકા, રેલ પાટા, બ્રહ્માંડનો ભેદ

સાભાર

  • ડો. કનક રાવળ
  • શ્રી. હરીશ રઘુવંશી
%d bloggers like this: