પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા.
શરૂઆતમાં એમણે નર્સને ઘરે રસોઇની નોકરી કરેલી છે.
ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતાં ગાયિકા તેઓ ફિલ્મી ગીતો માટે પણ જાણીતા છે.
હેમુ ગઢવીએ એમનું આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત રેકોર્ડિંગ કર્યું હતુ.
પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.
ઇન્ટરવ્યુ – સૌજન્ય
દિવ્ય ભાસ્કર
પ્રશ્ન :-
જૂના અને નવા ગીતોમાં શું ફર્ક છે.
જવાબ :-
જૂના ગીતોના ઢાળ પ્રમાણે હાલની ગાયકી શકય નથી એ ઢાળના ગીતો ગાવા શકય નથી. સામેનું ઓડિયન્સ કેવું અને કેટલું બેઠું છે તે જોઇને તે પ્રમાણે તેને અનુરૂપ ગીતો ગાવાં જોઇએ.
પ્રશ્ન :-
પ૦ વર્ષ પછી હાલની ૭૫ વર્ષની વયે કયા ગીતો પસંદ છે.
જવાબ :-
હોથલ પદમણી, જેસલ તોરલના ગીતો મને અને લોકોને આજે પણ ગમે છે. મારે ટોડલે બેઠો મોર તેમજ પાપ તારુ પડકાર જાડેજા વગેરે ગીતો બહુજ પસંદ પડે છે.
પ્રશ્ન :-
આપનો યાદગાર પ્રસંગ
જવાબ :-
રતુભાઇ અદાણી મિનસ્ટિર હતા ત્યારે મને દિલ્હી લઇ ગયેલા. જયાં તત્કાલી વડાપ્રધાન ઇિન્દરા ગાંધીએ મને બોલાવી હતી. મને હિન્દીમાં ‘‘દિવાળી કયા કર રહી હૈ’’ તેમ પૂછ્યું હતું. અને ‘‘જસમા ઓડણ’’નું ગીત ગાવાનું કહ્યું હતું.
પ્રશ્ન : –
કયા કયા દેશોનો પ્રવાસ કર્યો છે.
જવાબ :-
અમેરિકા, ન્યૂઝીલેન્ડ, આક્રિકા, લંડન સહિત ૧૫ દેશોમાં ગીત ગાયાં છે.
પ્રશ્ન :-
આપને કયા એવોર્ડ મળ્યા છે.
જવાબ :-
ભારત સરકારનો પદ્મશ્રી એવોર્ડ, વાયબ્રન્ટ ગુજરાતનો એવોર્ડ. મારા ઘરની આખી ભીંત એવોર્ડ અને માનદપત્રકોથી ભરાઇ ગઇ છે.
પ્રશ્ન :-
શરૂઆતમાં ગીતો ગાતા કેટલી રકમ મળતી.
જવાબ:-
આજથી વર્ષો પહેલા હું ગીત ગાતી ત્યારે હેમુભાઇ ગઢવી, મેરૂભા બાપુએ પ૦ પૈસા આપ્યા હતા. જે મેં આજે સાચવીને રાખ્યા છે અને કાગ બાપુએ મને ‘‘ફુલ ઉતયૉ ફુલવાડી’’એ ગાવાનું કહ્યું હતું. હાલ લંડન, બીબીસી, મુંબઇ, દિલ્હીથી મારા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ત્યારે ૧૫થી ર૦ હજારના ઓડિયન્સ વચ્ચે ગાવાનુ થાય છે.
વાચકોના પ્રતિભાવ