ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: લેખક

અનુરાધા ભગવતી


એક ગુજરાતી દીકરીની વાંચવી જ પડે તેવી વાત….

બરાબર મારી દીકરીની ઉમરની જ આ ગુજરાતી દિકરીની વાત ઓપિનિયન પર વાંચી. અહીં સમાવેશ કરવો જ પડે – તેવી એક ગુજરાતણ – અમેરિકન સ્ત્રીની જીવન દાસ્તાન

સ્ત્રી સન્માન- લડત માટેની વીરાંગના

અમેરિકન મરીન દળમાં માજી અધિકારી


‘SWAN’ ની સ્થાપક


યોગ શિક્ષક

મારી ખૂબ ઈચ્છા છે કે અનુરાધા ભગવતી અને પદ્મા દેસાઈની સ્મૃતિયાત્રાઓની તંદુરસ્ત ચર્ચા દેશ-દુનિયામાં, ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં તો થાય જ. આ બન્ને પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પણ થવો જોઈએ. 

— બકુલા ઘાસવાલા

શ્રીમતિ બકુલા ઘાસવાલા દ્વારા ‘ઓપિનિયન’ પર તેનો મનનીય પરિચય આ રહ્યો.

એ પરિચય લેખમાંથી ટચૂકડું ટાંચણ …..

અનુની આત્મકથાની વિશિષ્ટતા એની પારદર્શકતા અને ધારદાર કલમ છે. અનુભવ્યું અને લાગ્યું તે લખ્યું, બોલી તે બોલી, જે ગમ્યું તે કર્યું, ન ગમ્યું તે છોડ્યું અને અંતે હૈયે તો હોઠે અહીં ટેરવે. નારીવાદીઓનો તકિયાકલામ ‘Personal is Political’ અનુની ગળથૂથીના સંસ્કાર છે. તે રીતે ‘મારા તન-મન-ભાવના-ધન પર મારો જ અધિકાર છે અને હું ઈચ્છીશ તે કરીશ’ એવો નિર્ધાર એનું વિશિષ્ટ પાસું છે. જો સ્વતંત્રતાનો અહેસાસ છે તો સમાંતર જવાબદારીની સભાનતા પણ છે. મને આ આત્મકથન ‘આંતર ખોજ’ તરીકે વધારે સ્પર્શ્યું છે. હકીકતે તો ઉંમરના વચલા કે મધ્યાહ્નના પડાવ પર એને ટેરવેથી આત્મકથન શબ્દાંકિત થયું છે. યેલ યુનિવર્સિટીમાં સ્નાતક તરીકેના અભ્યાસના અનુભવોથી લઈ મિલિટરીની મરીન શાખામાં લેફ્ટનન્ટ અને કેપ્ટન તરીકેની કારકિર્દી બનાવી ત્યાર પછી SWAN નામની સંસ્થાની સ્થાપના દ્વારા મિલિટરીમાં સ્ત્રી-સૈનિકો સાથે થતાં જાતીય દુર્વ્યવહારના ખુદના  અને અન્યના અનુભવોને વાચા આપી મિલિટરીમાં સ્ત્રી કેન્દ્રિત વલણ-અભિગમ બદલવા અને કાયદા / ધારાધોરણ સુધારવા માટે હિમાયતી તરીકેની સક્રિય ભૂમિકા ભજવનાર અનુરાધાની આકંઠ નિસબત, પ્રતિબદ્ધતા અને અંત સુધી ધ્યેયને સમર્પિત રહેવાની અડગ નિષ્ઠાનો આલેખ એટલે એનું આત્મકથનાત્મક આલેખન 

અનુરાધાનું એ મનનીય પુસ્તક …..

ગાંધીજી સવિનય કાનૂન ભંગની વાતોનાં તો થોથે થોથાં ભરાયાં છે. પણ અનુરાધાના આવા જ જંગની વાતનો પ્રસાર આપણે કરીશું?

સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker


સાભાર

શ્રી. નિરંજન મહેતા, જન્મભૂમિ

જન્મ

૩૦, જુલાઈ – ૧૯૪૨ ; પેઢામલી ( વિજાપુર પાસે)

અવસાન

૨૭, જુલાઈ, મુંબાઈ

કુટુમ્બ

માતા – ? ; પિતા – ત્રિકમલાલ
પત્ની – અનસૂયા ; પુત્રો – આશિષ, સ્વ. સમીર; પુત્રી – અર્ચના

શિક્ષણ

એમ.એ. ; બી.એડ.

વ્યવસાય

  • બાલભારતી શાળા, કાંદિવલી, મુંબાઈ
  • એન.એમ. કોલેજ, પાર્લા, મુંબાઈ
  • પ્રાચાર્ય, સંસ્કાર સર્જન શાળા, મલાડ

તેમના વિશે વિશેષ

  • દેશ વિદેશમાં ડાયરા, કવિ સંમેલન અને મુશાયરાઓનું સંચાલન
  • અવસાન સમયે પૌત્ર પ્રેરક સાથે બોરીવલી, મુંબાઈમાં રહેતા હતા.

રચનાઓ

  • કાવ્યસંગ્રહો – પ્રવાહ, ક્ષણ, એ જ લખવાનું તને, વાયરો, ડોલરવન, પ્રાગડ, અશ્રુપર્વ , કમળપૂજા, સોણલાં ( બાળગીતો)
  • લલિત નિબંધ – અર્થની વેણુ
  • નાટકો – સરસ્વતીચંદ્ર, નરસૈયાનો નાથ
  • શોધ નિબંધ – ન છડિયા હથિયાર
  • સંપાદન – કવિ કાગ કહે, ભમ્મરિયા કૂવાને કાંઠડે ( લોકગીતો )

લયસ્તરો પર તેમની રચનાઓ અહીં

સન્માન

હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક

મજાનાં ઘર…
આંગણું, પરસાળ ને ઊંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં.

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા,
આમ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઈ
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.

એ પછીથી મોરનાં પીછાં થયાં,
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.

– સુરેન ઠાકર ‘મેહુલ’
—————————–
પહેલી જિંદગી… વહેલી જિંદગી

કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.

જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.

પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.

એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.

લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.

આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.

એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ સાચવેલી જિંદગી.

-સુરેન ઠાકર ‘મેહુલ’

સ્વ. ડો. કનક રાવળ


૧૯૩૦ – ૨૦૨૨

જીવનમંત્ર

વર્તમાનમાં જીવન
“Yesterday was History,
tomorrow is a Mystery
but today is God’s Gift”

જન્મ

૯, ફેબ્રુઆરી – ૧૯૩૦, અમદાવાદ

અવસાન

૩, જૂન – ૨૦૨૨, પોર્ટ લે ન્ડ , ઓરેગન, યુ.એસ.એ.

કુટુંબ

માતા – , પિતા – રવિશંકર ( કળાગુરૂ)
પત્ની – ભારતી, પુત્રો

યુવાન વયે – પત્ની ( ભારતી સાથે )

શિક્ષણ

૧૯૫૧ – બી. ફાર્મ ( અમદાવાદ)
૧૯૫૩ – એમ. ફાર્મ ( મિશિગન )
૧૯૫૬ – પી.એચ.ડી. ( આયોવા )

વ્યવસાય

વિવિધ કમ્પનીઓમાં ફાર્મસ્યુટિકલ ક્ષેત્રમાં સંશોધન, અને સંચાલન.
છેલ્લે – વાઈસ પ્રેસિડન્ટ – બ્લોક ડ્રગ કમ્પની

તેમના વિશે વિશેષ

  • વ્યવસાય ઉપરાંત ગુજરાતી સાહિત્ય – ખાસ કરીને ઈતિહાસમાં વિશેષ રસ
  • તેમના પિતા ગુજરાતમાં કળાશિક્ષણના આદ્ય પ્રણેતા
  • તેમના ભાઈ સ્વ. કિશોર રાવળ – પ્રથમ ગુજરાતી ટાઈપ પેડના સર્જક , પ્રથમ ગુજરાતી વેબ સાઈટ ‘કેસૂડાં’ના તંત્રી
  • ત્રીસેક વર્ષથી હ્રદયની બિમારીને કારણે ‘પેસ મેકર’ અને…. આનંદ મંગળ સાથે જીવન વ્યતિત કર્યું .
  • કુમાર, ગુર્જરી ડાઈજેસ્ટ માં લેખ પ્રકાશિત થયા છે.
  • મિત્રો સાથે આવી ગમ્મત …
    https://dhavalrajgeera.wordpress.com/2013/02/09/kara/
    https://dhavalrajgeera.wordpress.com/2013/02/12/kara_getup/

સાભાર

સ્પીક બિન્દાસ પર ઇન્ટરવ્યૂ [ અહીં ક્લિક કરો . ]

મનસુખ સલ્લા, Mansukh Salla


માનવતાના કેળવણીકાર
અને
સમાજ ઉત્કર્ષના સાહિત્યકાર

મનુભાઈ પંચોળી ‘દર્શક’ કહેતા કે સાહિત્ય અને શિક્ષણ એ તો સમાજની બે આંખો છે. મનસુખભાઈએ સમાજની આ બન્ને આંખોની માવજત કરીને તે ને ‘દૃષ્ટિ’ આપવાનું સફળ કામ કર્યું છે.

રીડ ગુજરાતી પર તેમનો એક લેખ – પૂણ્યનું વાવેતર

જન્મ

૨, નવેમ્બર – ૧૯૪૨ ; ગામ – નેસડી, સાવરકુંડલાની નજીક , અમરેલી જિલ્લો

કુટુમ્બ

માતા– વિમળાબેન ; પિતા – મોહનલાલ
પત્ની – કલ્પનાબેન પુત્ર – નિશીથ; પુત્રીઓ – માધવી( વિનોબા આશ્રમ, ગોત્રીમાં પતિ સાથે વ્યવસ્થાપક ) , સ્વાતિ

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – સાત ધોરણ સુધી વતનમાં ; આગળનું ભણતર ખડસલી લોકશાળામાં
૧૯૬૩ – બી.એ. – લોકભારતી સણોસરા
૧૯૬૬ – એમ .એ., ગુજરાત વિદ્યાપીઠ

વ્યવસાય

૧૯૬૬ – આંબલામાં શિક્ષક
૧૯૬૭ – ૧૯૮૨ લોકભારતી, સણોસરામાં અધ્યાપક
૧૯૮૨ – ૨૦૦૩ – લોકભારતીમાં આચાર્ય

તેમના વિશે વિશેષ

  • પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થયું.
  • સોની પરિવારનાં માતાએ ખેતરમાં મજૂરી પણ કરી હતી. પણ પછી શિક્ષણ મેળવી સિવણકામ કરતાં અને બાલવાડીનાં શિક્ષિકા પણ બનેલાં  
  • બી.એ. અને એમ.એ. બન્નેમાં પ્રથમ વર્ગમાં પ્રથમ
  • શિક્ષક, આચાર્ય, ડીન, સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી, સેનેટ, સિન્ડિકેટ કે એકેડેમિક કાઉન્સિલના સભ્ય, સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીના ગર્વનિંગ બોડીના સભ્ય
  • તેમના અનેક વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં સમાજનિષ્ઠા સાથે સ્થાયી થયા છે.
  • ૨૦૦૩ થી – અમદાવાદના રામદેવનગરમાં નિવાસ
  • હાલ ગુજરાત કેળવણી પરિષદના સારથિ તરીકે તેઓ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે.

રચનાઓ

  • હૈયે પગલાં તાજાં
  • માણસાઈની કેળવણી
  • અનુભવની એરણ પર
  • તુલસીનક્યારાના દીવા
  • ગાંધીઃ દુનિયાની નજરે

સન્માન

નર્મદ ચંદ્રક

સાભાર

શ્રી. રમેશ તન્ના – તેમની ફેસબુક દિવાલ પરથી
[ https://www.facebook.com/ramesh.tanna.5/posts/10157959236577893 ]

પ્રેમશંકર નરભેરામ ભટ્ટ, Premshankar N. Bhatt


‘પ્રેમ’

જન્મ – ૧૫. માર્ચ – ૧૯૧૦ ; ભાવનગર 
અવસાન – ૧૧, ઓક્ટોબર – ૨૦૧૬, ગાંધીનગર

– ૧ –
– ૨ –
– ૩ –
– ૪ –

નાગેન્દ્ર વિજય, Nagendra Vijay


વિજ્ઞાનના પૂજારી

વિકિપિડિઆ પર
નાગેન્દ્ર વિજય ; સફારી મેગેઝિન ; યુ-ટ્યુબ ચેનલ

લેખક તરીકે નગેન્દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિંગથી માંડીને એઇડ્સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્સ પ્લાન્ક સુધીના વૈવિઘ્યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી.  –
નગેન્દ્રવિજયનાં પ્રકાશનો એટલે ૧૦૦ ટચની, ગેરન્ટેડ ગુણવત્તા.

–  ઉર્વીશ કોઠારી
[ તેમના બ્લોગ પર સરસ પરિચય ]

જન્મ

૧૫, ડિસેમ્બર – ૧૯૪૪ ; અમદાવાદ

કુટુમ્બ

માતા– વસંતલીલા ; પિતા – વિજયગુપ્ત ( એમનો પરિચય અહીં )
પત્ની – પુશ્કર્ણા, પુત્ર – હર્ષલ, વિશાલ વાસુ

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – ?
ઉચ્ચ – ?

વ્યવસાય

લેખક, પ્રકાશક

તેમના વિશે વિશેષ

  • ૧૪ વર્ષની ઊંમરે કલમ હાથમાં પકડી, 
  • અંગ્રેજીમાં ‘સફારી’ સામાયિકના તંત્રી
  • નાગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ
  • જન્મભૂમિ પ્રવાસી, વેણી, મુંબઇ સમાચાર, ગુજરાત મિત્ર, અભિયાન, શ્રીરંગ, ગુજરાત સમાચાર, સંદેશ- આ બધાં અખબારો-સામયિકોમાં કોલમ

રચનાઓ

  • General Knowledge Factfinder (જનરલ નોલેજ ફેક્ટફાઈન્ડર) (4 volumes)
  • Pastime Puzzles (પાસટાઈમ પઝલ્સ) (2 volumes)
  • Hydroponics (હાઇડ્રોપોનિક્સ)
  • Yuddh 71 (યુદ્ધ ૭૧)
  • Einstein and Relativity (આઇનસ્ટાઈન અને સાપેક્ષવાદ)
  • Vishwavigrahni yaadgar yuddhakathao (વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓઃ volume 1 to 3)
  • Mathemagic (મેથેમેજિક)
  • Samaysar (સમયસર)
  • Safari Jokes (સફારી જોક્સ)
  • Vismaykarak Vigyan (વિસ્મયકારક વિજ્ઞાન)
  • Mosad na Jasusi missiono (મોસાદના જાસૂસી મિશનો)
  • Super quiz (સુપર ક્વિઝ)
  • Cosmos (કોસ્મોસ)
  • Aasan Angreji (આસાન અંગ્રેજી)
  • Jate banavo: Model vimaan (જાતે બનાવો: મોડેલ વિમાન volume 1-2)
  • Ek vakhat evu banyu (એક વખત એવું બન્યું…)
  • 20th Century: Aitihasic Sadini 50 ajod satyaghatnao (20th Century: ઐતિહાસિક સદીની ૫૦ અજોડ સત્યઘટનાઓ)
  • Prakriti ane Pranijagat (પ્રકૃતિ અને પ્રાણીજગત)

મુસ્તનશીર બર્મા( Mustanshir Barma)


ગુજરાતી ભૌતિકશાસ્ત્રી

વિકિપિડિઆ પર

જન્મ

૨૭, ડિસેમ્બર – ૧૯૫૦, મુંબઈ

કુટુમ્બ

માતા– ? ; પિતા – ?
પત્ની – રશીદા

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – કેંપિયન સ્કૂલ, મુંબઈ
ઉચ્ચ – એમ,એસ,સી, – સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈ
પી.એચ. ડી. – ન્યુ યોર્ક સ્ટેટ યુનિવસિટી, સ્ટોની બ્રૂક

વ્યવસાય

પ્રોફેસર, લેખક, વૈજ્ઞાનિક
ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ડિરેક્ટર

તેમના વિશે વિશેષ

  • આંકડા શાસ્ત્રીય ભૌતિકશાસ્ત્રના નિષ્ણાત
  • Associate of the Indian Academy of Sciences (1983 – 86).
  • Honorary faculty member, Jawaharlal Nehru Centre for Advanced Scientific Research, Bangalore (1998 – 2001).
  • J.C. Bose Fellowship of the Department of Science and Technology (2007).
  • Seventh Abdus Salam Memorial Lecture, Jamia Millia Islamia, New Delhi (2009).

Specific research directions being pursued include

  • Fluctuation-dominated phase ordering, which involves a fine balance between giant fluctuations and long range order, and is found in a variety of soft matter systems.
  • Multispecies coupled driven systems, at instabilities which lead to phase separation.
  • Entropy-induced ordering of hard objects, with a focus on the dynamics of approach to the steady state.
  • Aggregation-fragmentation dynamics, leading to macroscopic condensates and temporal intermittency, with connections to intra-cellular transport of proteins.
  • Disordered driven systems, to clarify qualitative aspects of transport of particles and interfaces driven in random media.

રચનાઓ

તેમણે પ્રકાશિત કરેલ અઢળક રિસર્ચ સામગ્રી

સન્માન

  • Young Scientist Award of the Indian National Science Academy (1980).
  • Shanti Swarup Bhatnagar Prize for the Physical Sciences awarded by the CSIR (1995).
  • DAE Raja Ramanna Prize Lecture in Physics (2004).
  • S.N. Bose Birth Centenary Award of the Indian Science Congress (2007).
  • R.S. Goyal Prize for Physics (2006), awarded in 2010.

2013
—-
Padma Shri Award

સાભાર

શ્રી. મોઇઝ ખુમરી

નવીન બેન્કર, Navin Banker


હ્યુસ્ટન, અમેરિકામાં

ગુજરાતી સાંસ્કૃતિક

પ્રવૃત્તિઓના

અદના સેવક

પરિચય – દેવિકા ધ્રુવ
મળવા જેવા માણસ – પી.કે. દાવડા
એક સત્યકથા – ગફુર ચાચા
એક વાર્તા – બહેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો
તેમણે લખેલ રિપોર્ટ – ‘અકિલા’માં
સાધુ વાણિયો બીજા જન્મે
તેમનાં પોતાનાં સંસ્મરણો

તેમનો બ્લોગ – અહીં ક્લિક કરો

જન્મ

૨૬, સપ્ટેમ્બર – ૧૯૪૧; ભુડાસણ (જિ. અમદાવાદ )

અવસાન

૨૦, સપ્ટેમ્બર – ૨૦૨૦, હ્યુસ્ટન, ટેક્સાસ, અમેરિકા

કુટુમ્બ

માતા– કમળાબેન ; પિતા – રસિકલાલ
બહેનો – કોકિલા, સુષમા, દેવિકા, સંગીતા; ભાઈ – વીરેન્દ્ર
પત્ની – કોકિલા( લગ્ન – ૧૯૬૩)

શિક્ષણ

૧૯૫૮ – SSC
૧૯૬૨ – બી.કોમ. – ગુજ. યુનિ., એચ.એ. કોમર્સ કોલેજ, અમદાવાદ

વ્યવસાય

૧૯૬૨ – ૧૯૭૯ – સેન્ટ્રલ ગવર્નમેન્ટની એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં, ઓડીટર
૧૯૮૬ પછી – હ્યુસ્ટનમાં બહેન ડોક્ટર કોકિલાબેન પરીખની ઓફીસમાં એકાઉન્ટ્સ મેનેજર

લગ્ન વખતે

તેમના વિશે વિશેષ

  • પિતા સામાન્ય સ્થિતિના – મીલમાં નોકરી
  • કુટુમ્બની નબળી આર્થિક પરિસ્થિતિને લઈને ૧૦ મા અને ૧૧ મા ધોરણના અભ્યાસ દરમ્યાન એમને થોડા પૈસા કમાવવા માટે અનેક પ્રકારના નાના મોટા કામો કરવા પડેલા
  • ૧૯૬૨- પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી.
  • સવાસો જેટલી તેમની નવલિકાઓ  સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગડાયજેસ્ટ, આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી. તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં.
  • ૧૯૬૪ – ૧૯૭૭ –  ડઝનેક એકાંકીઓ અને  કેટલાંક  ત્રિઅંકી નાટકોમાં કામ
  • ૧૯૭૯ -૧૯૮૬ – ભારત અને અમેરિકા વચ્ચે આવન જાવન
  • ૧૯૮૬ પછી – અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રદાન, નાટકોમાં ભાગ,  હ્યુસ્ટનમાં થતા વિવિધ પ્રવૃત્તિઓના હેવાલોનું સામાયિકોમાં લેખન
  • જૂની/ નવી રંગભૂમિ વિશે ઊંડું જ્ઞાન

રચનાઓ

  • વાર્તા – હેમવર્ષા, અરમાનોની આતશબાજી, રંગભીની રાત્યુંના સમ, કલંકિત, પરાઈ ડાળનું પંખી
  • ૧૮ જેટલી રોમેન્ટિક પોકેટ બુક્સ

સાભાર

દેવિકાબેન ધ્રુવ અને અન્ય મિત્રોના બ્લોગ/ વેબ સાઈટ

પંકજ જોશી, Pankaj Joshi


રીડ ગુજરાતી પર તેમની સાથે એક મૂલાકાત

વિકિપિડિયા પર

વિજ્ઞાનના વિખ્યાત સામાયિક Scientific American’ માં તેમના બે લેખ

ગૂગલ સ્કોલર તરીકે તેમની વિગતો

‘આજકલ’ પર એવોર્ડ સમાચાર

સંપર્ક
ઈમેલ – psjcosmos@gmail.com

જન્મ
૨૫, એપ્રિલ , ૧૯૫૩; શિહોર ( ભાવનગર જિ. )

કુટુમ્બ
માતા – અરૂણા  ; પિતા – શાંતિલાલ
પત્ની -દિવ્યા ;  દીકરી – નુપૂર

શિક્ષણ
૧૯૭૫ – એમ.એસ.સી.
૧૯૭૯ – પી.એચ.ડી.

વ્યવસાય
TIFR માં સિનિયર પ્રોફેસર
ચારૂસેટ યુનિ. ના કુલપતિ ( Provost)  

તેમના વિશે વિશેષ

  • ઘરશાળાના વિદ્યાર્થી , બાળપણથી વિજ્ઞાનમાં ઊંડો રસ.
  • માતાના પિતા ચંદ્રશંકર યાજ્ઞિકે શિહોર વગેરે વિસ્તારમાં ખૂબ સામાજિક કાર્ય કર્યું હતું.
  • તેમનો પી.એચ.ડી. માટેનો વિષય – ‘A Study of Causality Principle in General Relativity’.
  • બ્લેકહોલની તસવીર લેવાની ઐતિહાસિક ઘટનામાં માતબર પ્રદાન.
  • બ્લેક હોલ અને તારાઓની મૃત્યુ પછીની સ્થિતિ અંગે નેકેડ સિંગ્યુલારિટી નામની થિયરીના સંશોધક
  • તેમના સંશોધનને ધ્યાનમાં લઇને સ્ટિફન હોકિંગે તેમને ૧૯૮૩માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આમંત્રણ આપીને બોલાવ્યા હતા. સ્ટિફન હોકિંગને તેઓ પોતાના ગુરૂ માનતા.
  • વિશ્વની અનેક સંસ્થાઓમાં વિઝિટિંગ પ્રોફેસર
  • ચારુસેટમાં આવતા પહેલાં મુંબઇ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચના ડિપાર્ટમેન્ટ ઑફ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં સિનિયર પ્રોફેસર.
  • આણંદ પાસે ચાંગા ગામમાં આવેલ ચારુસેટ યુનિ. ના કુલપતિ
  • તેમના નામે 200 જેટલા પબ્લિકેશન્સ ઈન્ટરનેશનલ જર્નલ્સ અને બુક્સમાં છે.
  • સાતથી વધુ વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરી પીએચ ડી.ની પદવી મેળવી છે. તારાઓના વિલય અંગેની તેમની ફાયર બોલ થીયરી આજે વિશ્વમાં ચર્ચામાં છે. તાજેતરમાં અમેરિકાના વિશ્વ પ્રસિદ્ધ `સાઇન્ટિફિક અમેરિકન’ મેગેઝીને તેમનો લેખ તથા કાર્ય કવર સ્ટોરી તરીકે પ્રસિદ્ધ કર્યું છે જેનો વિશ્વની પંદરથી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે.

રચનાઓ

ગુજરાતીમાં – કુતુહુલ, બાળ શ્રેણી, ભાગ ૧,૨; કુતુહુલ, કિશોર શ્રેણી, ભાગ ૧,૨; પ્રયોગોની મઝા, અવનવા પ્રયોગો, તારા સૃષ્ટિ, બ્રહ્માંડ દર્શન, બ્રહ્માંડ-ગોષ્ઠિ

અંગ્રેજીમાં – અનેક સંશોધન લેખો અને વિજ્ઞાન સંબંધી પુસ્તકો

સન્માન
વિધ્યાવિકાસ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સારસ્વત ગૌરવ એવોર્ડ

૨૦૨૦ – સાયન્સ ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના એવા ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીનો વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ

નગીનદાસ સંઘવી, Nagindas Sanghvi


“ હું તો મારા વિદ્યાર્થીઓના હાથે ટીચાઈ ટીચાઈને ઘડાયો છું.”
હુલામણું નામ – નગીનબાપા

ન્મ

૧૦, માર્ચ – ૧૯૨૦; ભાવનગર

અવસાન

૧૨, જુલાઈ- ૨૦૨૦; સુરત

કુટુંબ – ??

શિક્ષણ

એમ.એ.  ભાવનગર

વ્યવસાય

શિક્ષણ – ૧૯૫૧ – ૮૦, ભવ ન્સ કોલેજ , અંધેરી , રુપારેલ કોલેજ – માહીમ; મીઠીબાઈ કોલેજ, વિલે પાર્લે  મુંબઈ
સામાયિકોમાં કટાર લેખક

તેમની ચેનલ

https://www.youtube.com/channel/UCP5z9huJwsrMwtB1_rmwW9g/videos

તેમના વિશે વિશેષ

  • 1944માં ભણવાનું પૂરું કર્યું હતું. મુંબઈમાં ઍડ્વર્ટાઈઝિંગ કંપનીમાં મહિને 30 રૂપિયાના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. એક-બે જગ્યાએ કામ કર્યા પછી ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષ કટારલેખન કરતાં હતા.
  • એક ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું હતું. વચ્ચે બે વાર મુંબઈથી ભાવનગર પાછા ગયા હતા.
  • ૧૯૫૦ ના વર્ષમાં મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. એ પછીનાં બત્રીસ વર્ષ મુંબઈની રૂપારેલ તથા મીઠીબાઈ કૉલેજમાં ભણાવ્યું હતું. તેઓ રાજકારણ અને ઈતિહાસના વિષય શીખવતા હતા.
  • તેઓ કૉલેજમાં ભણાવતા હતા ત્યારથી સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું.  નિવૃત્તિ પછી પણ તેઓ લખતા રહ્યાં હતા. 1982માં મહિને 700 રૂપિયાનું પેન્શન મળતું હતું. પણ એમાં એમનું ઘર ચાલે એમ નહોતું એટલે લખવાનું કામ કરીને કમાતા હતા. આમ તેઓ અકસ્માતે લખતા રહ્યાં હતા.
  • મુંબઇની મીઠીબાઇ કૉલેજમાં પૉલિટીકલ સાયન્સના વડા તરીકે નિવૃત્ત થયા હતા. 
  • ૧૯૬૨ થી – ચિત્રલેખા અને બીજાં સામાયિકોમાં રાજકારણને લગતી નિયમિત કટારોમાં નીડર લેખન
  • રાજકીય પ્રવાહોની તલસ્પર્શી છણાવટ અને સાચા અર્થમાં અને તડ અને ફડ કરનારા
  • મૂળ રામાયણમાંથી ઘણી બધી એવી બાબતો તેમણે મૂકી કે જે કથા અને પાત્રો અંગેની રૂઢિગત માન્યતાઓને માફક ન આવી. લેખમાળા સામેનો વિરોધ હુલ્લડબાજી અને છાપાંની હોળી સુધી પહોચ્યો હતો. તેમની કોલમ આખરે એ બંધ થઈ, આક્ષેપોનો જવાબ આપવાનો લેખકનો હક્ક પણ તંત્રીસાહેબોએ નકારવો પડ્યો.  નોંધપાત્ર છે કે પછીના વર્ષે નગીનદાસે એ લેખમાળાને  ‘રામાયણની અંતરયાત્રા’ પુસ્તક તરીકે જાતે પ્રકાશિત કરવાની હિમ્મત દાખવી. ડૉ. આંબેડકરનાં ‘રિડલ ઑફ રામ’ લખાણની યાદ અપાવતાં આ પુસ્તકનાં પાનેપાને તલ:સ્પર્થી સંશોધન અને  સ્વતંત્ર ચિંતન દેખાય છે.
  • તેઓ આસ્તિક બિલકુલ ન હતા. ધર્મ એમના માટે અધ્યાત્મનો વિષય ન હતો. તેઓ માનતા કે ધર્મ વગર કોઈ સમાજ ટક્યો નથી અને ટકી શકે પણ નહીં. નગીનભાઈ પોતે જ કહે તા હતા, ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજકારણ વિશેનાં લખાણોએ એમને ઘણા આજીવન દુશ્મન આપ્યા છે તો પ્રગાઢ દોસ્તો પણ આપ્યા છે.

ચનાઓ

  • મહામાનવ કૃષ્ણ, ગીતા નવી નજરે, ગીતા વિમર્શ,  નરે ન્દ્ર મોદી – એક રાજકીય સફર, રામાયણની અંતરયાત્રા,
  • તડફડ શ્રેણી – ભારત, ધર્મ, ઈતિહાસ, જીવન, રાજનીતિ, સમાજ, સંસ્કૃતિ, વિશ્વ, સોંસરી વાત, નગીનદાસ સંઘવીનું  તડ ને ફડ
  • સંકલન – એમની વિવિધ કટારોના લેખોમાંથી સંકલન કરેલા આઠ  પુસ્તકોનો સેટ
  • ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી અઢાર પુસ્તક અને 29 પરિચય પુસ્તિકાઓ. 

સન્માન

૨૦૧૮ – પદ્મશ્રી , ભારત સરકાર
વજુ કોટક સુવર્ણ ચંદ્રક

%d bloggers like this: