ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વહીવટકાર

એક જાણવા જેવા ‘કાકડિયા’


જામનગર જિલ્લાના ડાંગરવાડા નામના નાનકડા ગામમાં ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મોહનભાઇ અને રૂડીબેન કાકડીયાનો દીકરો ધીરજ બાળપણથી જ ભણવામાં બહુ હોશિયાર. ધો.7 સુધીનો અભ્યાસ ગામની જ સરકારી શાળામાં પૂરો કર્યો. હંમેશા પહેલો નંબર જાળવી રાખ્યો.

મોહનબાપા પોતે ભણેલા નહીં પણ દીકરાને ભણાવી ગણાવીને આગળ વધારવાની એમની અનેરી ઈચ્છા હતી. આગળના અભ્યાસ માટે ધીરજને રાજકોટના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં બેસાડ્યો. સખત પરિશ્રમના પ્રતાપે ગામડાની શાળામાં ભણેલો સામાન્ય પરિવારનો આ છોકરો 1984માં ધો.10ની બોર્ડની પરીક્ષામાં શહેરના છોકરાઓને પણ પાછળ રાખીને સમગ્ર રાજકોટ જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં આઠમા ક્રમે આવ્યો.

11-12 સાયન્સનો અભ્યાસ કરવા એ અમદાવાદ ગયો. 16 વર્ષની ઉંમરે ધીરજ કાકડિયાએ પહેલી વખત અમદાવાદ જોયું. અમદાવાદના આધુનિક છોકરાઓ સામે ગામડીયા ધીરુએ એવું કાંઠું કાઢ્યું કે ધો.12ની બોર્ડની પરીક્ષામાં પણ એ સમગ્ર અમદાવાદ જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે આવ્યો.

બોર્ડ રેન્કર તરીકે રાજ્યની શ્રેષ્ઠ મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હોવા છતાં ધીરજ કાકડીયાએ એન્જીનીયરીંગ પસંદ કર્યું અને ડિસ્ટિંગશન સાથે એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાંથી ઇલેક્ટ્રોનિકસ અને કોમ્યુનિકેશન બ્રાન્ચમાં સ્નાતક કર્યું. કોલેજના આ અભ્યાસ દરમિયાન આ છોકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી ભારત સરકારના ઉચ્ચ અધિકારી બનવાનું સપનું જોયું અને કોલેજ પૂરી થતાં સપનું સાકાર કરવા માટે સખત મહેનત કરી પરીક્ષાની તૈયારી કરી.

1992માં જ્યારે યુપીએસસી વિશે શહેરના છોકરાઓને પણ પૂરતી જાણકારી નહોતી ત્યારે ગામડાના ખેડૂત પરિવારના આ છોકરાએ ભારત દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી લીધી અને દૂરદર્શન કેન્દ્ર દિલ્હી ખાતે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક મેળવી. કોઈ કલ્પના પણ ન કરી શકે કે ગુજરાતના એક અંતરિયાળ ગામમાં જ્યાં માંડ એકાદ ઘરે ટેલિવિઝનની સુવિધા હોય એવા ગામનો છોકરો દૂરદર્શન કેન્દ્રનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ બની જાય !

2001ના ભૂકંપ વખતે અને 2002ના કોમી રમખાણો વખતે ધીરજ કાકડીયાએ દૂરદર્શનના માધ્યમથી એવું અદભૂત કામ કર્યું કે ભારત સરકારે તેની નોંધ લેવી પડી અને મુંબઇ ખાતે રાષ્ટ્રિય એવોર્ડથી એનું સન્માન થયું. ડાંગરવાડાના આ દીકરાએ એવો તો ડંકો વગાડ્યો કે ભારતના વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિશ્રીએ પણ એની નોંધ લીધી અને એમના વિદેશપ્રવાસને કવરેજ કરવા માટે ડો. ધીરજ કાકડીયાને એમની ટીમમાં સામેલ કર્યા.

16 વર્ષની ઉંમરે પહેલીવાર અમદાવાદ જોનારો ધીરુ 2002માં વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી સાથે કઝાકિસ્તાન, 2007માં વડાપ્રધાનશ્રી ડો.મનમોહનસિંઘ સાથે કોલંબો, 2007માં રાષ્ટ્રપતિ શ્રી પ્રતિભાદેવી પાટીલ સાથે ઇન્ડોનેશિયા અને 2014માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે અમેરિકાની યાત્રામાં વિદેશ સરકારની મહેમાનગતિ માણી આવ્યા.

ડો. ધીરજ કાકડીયા અત્યારે ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના એડિશનલ ડાયરેક્ટર જનરલ પદે ગુજરાતના હેડ તરીકે એમની સેવાઓ આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે આટલું મોટું પદ અને સન્માન પ્રાપ્ત કર્યા પછી પણ પોતાના ગ્રામીણ વિસ્તારના સગા-સંબંધીઓ અને મિત્રો માટે ધીરુ બનીને જ જીવે છે!!

સાધનો અને સુવિધાઓના અભાવ વચ્ચે ઉછરી રહેલા તમામ યુવાનો માટે ડો.ધીરજ કાકડીયા દીવાદાંડી સમાન છે. તમારી જાત પર વિશ્વાસ રાખજો. જો તમારે આગળ વધવું જ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે.
શૈલેષ સગપરિયા

મનસુખ સલ્લા, Mansukh Salla


માનવતાના કેળવણીકાર
અને
સમાજ ઉત્કર્ષના સાહિત્યકાર

મનુભાઈ પંચોળી ‘દર્શક’ કહેતા કે સાહિત્ય અને શિક્ષણ એ તો સમાજની બે આંખો છે. મનસુખભાઈએ સમાજની આ બન્ને આંખોની માવજત કરીને તે ને ‘દૃષ્ટિ’ આપવાનું સફળ કામ કર્યું છે.

રીડ ગુજરાતી પર તેમનો એક લેખ – પૂણ્યનું વાવેતર

જન્મ

૨, નવેમ્બર – ૧૯૪૨ ; ગામ – નેસડી, સાવરકુંડલાની નજીક , અમરેલી જિલ્લો

કુટુમ્બ

માતા– વિમળાબેન ; પિતા – મોહનલાલ
પત્ની – કલ્પનાબેન પુત્ર – નિશીથ; પુત્રીઓ – માધવી( વિનોબા આશ્રમ, ગોત્રીમાં પતિ સાથે વ્યવસ્થાપક ) , સ્વાતિ

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – સાત ધોરણ સુધી વતનમાં ; આગળનું ભણતર ખડસલી લોકશાળામાં
૧૯૬૩ – બી.એ. – લોકભારતી સણોસરા
૧૯૬૬ – એમ .એ., ગુજરાત વિદ્યાપીઠ

વ્યવસાય

૧૯૬૬ – આંબલામાં શિક્ષક
૧૯૬૭ – ૧૯૮૨ લોકભારતી, સણોસરામાં અધ્યાપક
૧૯૮૨ – ૨૦૦૩ – લોકભારતીમાં આચાર્ય

તેમના વિશે વિશેષ

  • પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થયું.
  • સોની પરિવારનાં માતાએ ખેતરમાં મજૂરી પણ કરી હતી. પણ પછી શિક્ષણ મેળવી સિવણકામ કરતાં અને બાલવાડીનાં શિક્ષિકા પણ બનેલાં  
  • બી.એ. અને એમ.એ. બન્નેમાં પ્રથમ વર્ગમાં પ્રથમ
  • શિક્ષક, આચાર્ય, ડીન, સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી, સેનેટ, સિન્ડિકેટ કે એકેડેમિક કાઉન્સિલના સભ્ય, સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીના ગર્વનિંગ બોડીના સભ્ય
  • તેમના અનેક વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં સમાજનિષ્ઠા સાથે સ્થાયી થયા છે.
  • ૨૦૦૩ થી – અમદાવાદના રામદેવનગરમાં નિવાસ
  • હાલ ગુજરાત કેળવણી પરિષદના સારથિ તરીકે તેઓ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે.

રચનાઓ

  • હૈયે પગલાં તાજાં
  • માણસાઈની કેળવણી
  • અનુભવની એરણ પર
  • તુલસીનક્યારાના દીવા
  • ગાંધીઃ દુનિયાની નજરે

સન્માન

નર્મદ ચંદ્રક

સાભાર

શ્રી. રમેશ તન્ના – તેમની ફેસબુક દિવાલ પરથી
[ https://www.facebook.com/ramesh.tanna.5/posts/10157959236577893 ]

નટવર ગાંધી, Natwar Gandhi


ng11‘નાણાંકીય બાબતોના જાદૂગર કવિ’

  • તમારે હર્મ્યે ના હતી કશી કમી કલ્પતરુની,
    હતાં માતાપિતા, સુખવતી હતી પત્ની પ્રમદા,
    હતાં દૈવે દીધા દયિત સુત, ઐશ્વર્ય જગનું,
    અકસ્માતે જોયાં દુઃખ જગતનાં, વૃદ્ધ વયનાં.
    પીડા, વ્યાધી જોયાં, શબ વિરૂપ, ભિખારી ભમતાં,
    લલાટે આવું જે જીવન લખ્યું તે કેમ જીવવું ?
    ત્યજી પત્ની સૂતી, સુત,  વિત ત્યજી ચાલી નીકળ્યા,
    તપશ્ચર્યા વેઠી, કરુણ નયને બુદ્ધ પ્રગટ્યા !
  • ચડાવી સૂટ, બૂટ ટાઈ ફરતા ઘણા તોરથી,
    ગીચોગીચ વસે અસંખ્ય જન બાપડા ચાલીમાં,
    વસે ઝૂંપડપટ્ટી, કૈંક ફૂટપાથ લાંબા થતા,
    લગાવી લિપસ્ટિક કૈંક ગણિકા ફરે, નોતરે,
    અહીં ઊઘડી આંખ, પાંખ પ્રસરી ઊડ્યો આભ હું,
    મહાનગર આ, ભણ્યો જીવનના પાઠ હું.
  • ‘ઓપિનિયન’ પર તેમની આત્મકથા વિશે
  • પરિચય લેખો
    –     ૧     – –     ૨    –

——————————————————-

જન્મ

  • ૪, ઓક્ટોબર – ૧૯૪૦; સાવરકુંડલા, જિ. અમરેલી

કુટુમ્બ

  • માતા– શાંતા બહેન; પિતા – મોહનલાલ
  • પત્ની – ૧) સ્વ. નલીની ૨) પન્ના નાયક ;  પુત્ર  – અપૂર્વ ; દીકરી – સોનલ

શિક્ષણ

  • પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ – સાવરકુંડલામાં
  • બી.કોમ. ( સિડનહામ કોલેજ ); એલ.એલ.બી.( ગવર્મેન્ટ લો કોલેજ )  –  મુંબાઈ
  • એમ.બી.એ. ( Atlanta  uni.)
  • પી.એચ.ડી.  ( Louisiana Uni.)

વ્યવસાય

  • શરૂઆતમાં મુંબાઈમાં વિવિધ જગ્યાઓએ નોકરી
  • અમેરિકામાં શિક્ષણ બાદ પ્રોફેસર
  • વોશિંગ્ટન ડી.સી. ની મ્યુનિસિપાલીટીમાં વિવિધ ફરજો.
  • ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર પદેથી અંગત કારણોસર રાજીનામું

davda

આ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી તેમની આત્મકથા ધારાવાહી રૂપે વાંચો – માણો.

Inline image

તેમની સાથે એક ઇન્ટરવ્યૂ

તેમના વિશે વિશેષ

  • શરૂઆતમાં મુંબાઈમાં  મૂળજી જેઠા મારકિટ, ટેક્ષ્ટાઈલ મીલો અને અન્ય પેઢીઓમાં નોકરી.
  • ૧૯૬૫   માં અમેરિકા સ્થળાંતર
  • અમેરિકામાં અભ્યાસ બાદ પીટ્સબર્ગ યુનિ. અને અન્ય યુનિ.ઓમાં શિક્ષણ કાર્ય
  • ૧૯૭૬ – ૧૯૯૭  અમેરિકન કોન્ગ્રેસની વોચ ડોગ એજન્સી એજન્સી – જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં પોલિસી અને એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું.
  •  ૧૯૯૭ — વોશિંગ્ટન ડી.સી. સ્ટેટમાં ટેક્સ કમિશ્નર
  • ૨૦૦૦-૨૦૧૪ ત્યાં જ ચીફ ફાઈન્સાન્સિયર ( એ હોદ્દાની રૂએ વૉશિન્ગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. એ કામમાં સંકળાયેલા સરકારી કર્મચારીઓની સંખ્યા – ૧૨૦૦ થી વધારે)
  • તેમણે આ કામ હાથમાં લીધું ત્યારે વોશિંગ્ટન ડી.સી.ની નાણાંકીય સ્થિતિ બહુ જ નાજૂક અને દેવાંઓથી ભરપૂર હતી; જે તેમના કુશળ વહીવટને કારણે ૧૫૦૦ મિલિયન ડોલરની પુરાંત વાળી બની ગઈ હતી. આ બાબતમાં જાણકાર વાચકોને આશ્ચર્ય થશે કે, અનેક એજન્સીઓ દ્વારા અભ્યાસ કરીને જાહેર કરાતા ફાઇનાન્સ્શિયલ રેટિંગ ૧૩ તબક્કાઓમાં સાવ નકારાત્મકથી A+ / A++ સુધી તેઓ પહોંચાડી શક્યા હતા.
  • ૨૦૧૪ – ૨૦૧૬ – Distinguished Policy Fellow at Georgetown University’s McDonough School of Business.
  • અત્યારે તેઓ વર્લ્ડ બેન્ક અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
  • ૨૦૧૪ – જાણીતાં કવયિત્રી પન્નાબહેન નાયક સાથે જીવવા સરકારી નોકરીમાંથી રાજીનામું.

logo

આ ફોટા પર ક્લિક કરી પન્ના બહેન વિશે વાંચો.

ng22

રચનાઓ

  • કવિતા – અમેરિકા-અમેરિકા, ઇન્ડિયા-ઇન્ડિયા, પેન્સિલ્વાનિયા
  • આત્મકથા – એક અજાણ્યા ગાંધીની આત્મકથા

સન્માન

  • અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ઘણા એવોર્ડ્સ.
  • ૧૯૯૬ – આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે  ‘વિશ્વગુર્જરી’ એવોર્ડ

સાભાર

  • શ્રી. પી. કે. દાવડા

ભાગ્યેશ જહા, Bhagyesh Jha


bhagyesh1

‘કવિતા મારો વિસામો છે. કવિતા મારી હાશ છે, મારું ઓશીકું છે.’

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હવે ધોધમાર વરસો તો કેવું ?

ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ

મેળાનું નામ ના પાડો

મઝા એ વાતની છે કે વડીલો વિરોધ કરી રહ્યા છે

SMS કરવાનું બંધ કરો શ્યામ ! હવે રૂબરૂમાં આવવાનું રાખો.

અન્ય રચનાઓ 

એક સરસ પરિચય

————————————————-

જન્મ

  • ૧૮,  ફેબ્રુઆરી- 1955;  નારદીપુર તા. જિ. ગાંધીનગર.

કુટુમ્બ

  • માતા – શારદા ; પિતા – વાસુદેવ વિષ્ણુપ્રસાદ જહા
  • પત્નીઝરણા ; પુત્રીઓપ્રાર્થના, લજ્જા

અભ્યાસ

  • પ્રાથમિક – ?
  • માધ્યમિક – ?
  • ૧૯૭૬ – બી.એ. કોલેજ – ?
  • 19?? –   I.A.S

વ્યવસાય

  • ગુજરાત સરકારમાં વિવિધ હોદ્દા પર
  • ૨૦૧૬ માં નિવૃત્ત

તેમના વિશે વિશેષ

  • એક અનોખું વ્યક્તિત્વ. એક સંગમસ્થાન જ્યાં સંસ્ક્રુત, ગુજરાતી અને અંગ્રેજી મળે, ભળે. હ્રદયથી કવિ, તાલીમથી બ્યુરોક્રેટ, પણ અનુભવે સંવેદનશીલ અને દ્રષ્ટિવંત વહીવટકર્તા.અસરકારક વક્તા, હાસ્યની સહજ સ્ફુટ થતી રમુજવૃત્તિ અને સમજણથી ઘડાયેલ વાણી-વર્તન.અદભુત મિત્ર, એનાથી પણ અદકેરા માણસ. સતત શ્રેષ્ઠતાની જ શોધ અને સાધના પણ

  • એમના ઘરમાં વાતાવરણ સંસ્કૃતનું અને શિક્ષણનું હતું. સંસ્કૃત પર એમનું એટલું પ્રભુત્વ છે કે ભાગ્યેશભાઈ પોતાનું આખું વક્તવ્ય સંસ્કૃતમાં અસરકારક રીતે આપી શકે છે.

  • પિતાજી શાળાના આચાર્ય અને દાદાજી અનેક સંસ્થાઓના સ્થાપક એટલે સમાજ સાથે પૂરી નિસ્બત ઉછેરમાં વણાઈ

  • શાળાભ્યાસ દરમિયાન વક્તૃત્વ, કાવ્યપાઠ, નાટકમાં હંમેશા એમને પ્રથમ સ્થાન મળતું. મોનો એકટીંગમાં માસ્ટરી

  • બી.એ.માં સંસ્કૃત વિષયમાં  ગોલ્ડ મેડલ.
  • મેડીકલમાં જવાની ઈચ્છા હતી પરંતુ એડમિશન ન મળ્યું એટલે સંકલ્પ કર્યો કે કંઈક કરી બતાવવું ! અને IAS થયા.

  • ૧૯૮૬  –  સ્ટડી ફેલો, બ્રિટિશ  કાઉન્સિલ – માન્ચેસ્ટર યુનિવર્સિટી
  • ઈન્ટરનેશનલ મેનેજમેન્ટ પ્રોગ્રામ , USDA ગ્રેજ્યુએટ સ્કૂલ, વૉશિગ્ટન
  • કૉલમ – ‘નવગુજરાત સમય’માં –  ‘સમયનો પગરવ’ ; ‘નમસ્કાર’ સામયિકમાં “સમયનું સ્ટેથોસ્કોપ” , જન્મભૂમિ પ્રવાસી, ફુલછાબ અને કચ્છમિત્રમાં
  • ૧૯૮૧– ગોધરા સબડીવીઝનલ મેજિસ્ટ્રેટ
  • ૧૯૮૩–  SPIPA
  • ૧૯૮૬–  ડાયરેક્ટર, DRDA, મહેસાણા
  • ૧૯૮૮–  જનરલ મેનેજર, સરદાર સરોવર યોજના
  • ૧૯૯૨– કોર્પોરેટ મેનેજર, GIIC
  • ૧૯૯૫–  મેનેજિંગ ડિરેક્ટર –  IndexTB
  • ૧૯૯૬ – ઉદ્યોગ કમિશ્નર
  • ૧૯૯૮ – કલેક્ટર, ખેડા
  • ૨૦૦૧ – કલેક્ટર, વડોદરા
  • ૨૦૦૫ – કમિશ્નર, માહિતી અને મનોરંજન કર
  • ૨૦૦૯  –  સચિવ, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતો
  • અધ્યક્ષ – કાર્યવાહક સમિતિ,,ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સંગીત નાટક અકાદમી, ગુજરાત લલિત કલા અકાદમી.
  • ૨૦૧૫ – અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી
  • ૨૦૧૬–  ખાસ ફરજ પરના અધિકારી, મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય.

તેમના વિશે એક  સરસ લેખ

bhagyesh2

 

તેમના પુસ્તકના વિમોચન વખતે – મુરારી બાપુ

રચનાઓ

  •  કવિતા – પહાડ ઓગળતા રહ્યા, મીરાંની જેમ મને મળજો, સંકોચાયેલું મૌન, ટેબલેટના અજવાળે પાનબાઈ, સમયસ્તોત્ર, ….અને આ વળાંકે
  • ગદ્ય – આમુખ (તંત્રીલેખ)

સન્માન

  • ૧૯૯૭ –  મેટ્રોકેમ એવૉર્ડ ફોર  એન આઉટસ્ટેંડીંગ મેનેજર ઑફ ધી ઇયર, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન
  • ૨૦૦૦( ખેડા) , ૨૦૦૩( વડોદરા)  – બેસ્ટ કલેક્ટર એવોર્ડ
  • ૨૦૦૫ – પ્રાઈમ મિનિસ્ટર્સ એવૉર્ડ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઑફ ઇ-ગવર્નંન્સ ઇનીશેયટીવ

 

જગદીશ શાહ, Jagdish Shah


js5

js19

તેમની આત્મકથાના આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો અને પી.ડી.એફ. ફાઈલ ડાઉન લોડ કરી અવશ્ય વાંચો.

js18


તેમની આત્મકથામાંથી મળેલાં મોતી….

This slideshow requires JavaScript.

જન્મ

  • ૬, મે – ૧૯૩૪, ટાન્ગુ, બ્રહ્મદેશ ( મ્યાંમાર ) વતન – બોડકા, તા.કરજણ , જિ. વડોદરા

અવસાન

  • ૨૮, જાન્યુઆરી – ૨૦૧૭, વડોદરા

 

કુટુમ્બ

  • માતા – ?  , પિતા – અમૃતલાલ
  • પત્ની – મંજુલા ( લગ્ન – જુલાઈ – ૧૯૬૦), પુત્રો  –કપિલ, ભરત
  • પુત્રીઓ  – ૧૦૦ થી વધારે માનસ પુત્રીઓ !

શિક્ષણ

  • પ્રાથમિક – વડોદરાની મ્યુનિ. શાળાઓમાં
  • માધ્યમિક – સયાજી હાઈસ્કૂલ , વડોદરા
  • એક વર્ષ  – વડોદરાની સાયન્સ કોલેજમાં
  • એક વર્ષ – વેડછી આશ્રમમાં ગ્રામસેવકની તાલીમ અને અધ્યાપન મંદિરમાંથી પી.ટી.સી.
  • બે વર્ષ – લોકભારતી – સણોસરામાં સ્નાતક

વ્યવસાય

  • ૧૯૫૩ – સાત મહિના એસ.ટી. કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક.
  • આનંદીના મુવાડા પ્રાથમિક શાળામાં નોકરી.
  • ગુજરાત સર્વોદય મડળમાં અદના કાર્યકરથી શરૂ કરીને જિલ્લા પ્રમુખ જેવા વિવિધ સ્થાનો પર સમાજોપયોગી કામગીરી
  • ‘ભૂમિપુત્ર’ દૈનિકમાં ખબરપત્રી અને કોલમ લેખકથી શરૂ કરીને તંત્રી સુધી

તેમના વિશે વિશેષ

  • બીજાં નામો – જમનાદાસ, જનક . પણ બાળમંદિરમાં જાતે ‘જગદીશ’નામ લખાવી આવેલા!
  • પિતા ટાંગુ, મ્યાંમાર માં ઈલેક્ટ્રિક સપ્લાય કમ્પનીમાં જનરલ મેનેજર હતા. આથી એમના સમાજમાં રંગૂનવાળા તરીકે ઓળખાતા
  • ૧૯૩૭ થી ૧૯૪૫ – મ્યાંમાર છોડી વડોદરાની પોળોમાં ભાડાનાં મકાનોમાં વસવાટ
  • બાળપણમાં સોનાની વિંટી પહેરવા બાબતની યાદના પ્રતાપે આખી જિંદગી સોનાનાં ઘરેણાં તરફ અરૂચિ.
  • શાળાના દોસ્ત સાદત અલી સાથેની દોસ્તીના પ્રતાપે હિંદુ –મુસ્લીમ એકતાના સંસ્કાર બાળપણથી મજબૂત થયા.
  • પાંચ છ વર્ષના હતા ત્યારથી જ આભડછેટ પસંદ નહોતા કરતા. આ મુક્તિ માટે માબાપે આપેલ સંસ્કારનો હમ્મેશ આભાર માનતા. જીવન ભર કોઈ પણ જાતના આભડછેટથી દૂર રહેતા.
  • બાળમંદિરમાં હતા ત્યારથી જ વાંચનમાં રસ. ચોથા ધોરણમાં જાતે જઈને બાળપુસ્તકાલયમાં સભ્ય બની ગયેલા. વ્યાયામ અને કસરતમાં પણ એટલો જ રસ હતો. થોરાટ વ્યાયામ શાળામાં નિયમિત જતા.
  • ૧૯૪૨ – સ્વતંત્રતાની ચળવળના પ્રતાપે કોન્ગ્રેસ સેવાદળમાં જોડાયેલા
  • હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંઘમાં નેતાગીરીની તાલીમ – ૧૧મા ધોરણમાં જનરલ સેક્રેટરી ( મહામંત્રી) તરીકે પણ ચૂંટાયેલા.વડોદરા વિદ્યાર્થી મિત્ર મડળની કારોબારીમાં પણ સ્વ. રામલાલ પરીખની દોરવણી હેઠળ કામ કરેલું.
  • તેમની આત્મકથામાં કિશોરકાળના  પોતાના દોષો પણ વર્ણવ્યા છે.
  • ૧૯૪૫ની સાલથી રોજનિશી લખવાની ટેવ પડી હતી – તે છેક ૨૦૧૨ની સાલ સુધી ચાલુ રહી.
  • અખિલ ગુજરાત વિદ્યાર્થી કોંગ્રેસના નેજા હેઠળ વેકેશનમાં શ્રમ શિબિરોમાં પણ જોડાતા. એમની આત્મકથામાં ગુંદી આશ્રમના નવલભાઈ શાહ સાથે શ્રમ કર્યાનો અનુભવ ખાસ વાંચવા જેવો છે.
  • આવી જ એક શિબિરમાં નારાયણ દેસાઈને સાંભળીને ભૂદાન કાર્યક્રમમાં રસ પડેલો. આ બીજ આગળ ઉપર એમને વિનોબા આશ્રમના સંચાલક બનવા સુધી લઈ ગયો.
  • ૧૮, ઓગસ્ટ -૧૯૫૩ – દેશસેવા માટે. ઘર છોડ્યું, અને પાદરા તાલુકામાં બબલભાઈની ભૂદાનયાત્રામાં જોડાયા. એ વખતની ડાયરીમાં લખેલા નિર્ધાર …
  • બબલભાઈની સલાહથી રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થામાં જોડાવાનું નક્કી કર્યું.  ઘણા મનોમંથન અને વિકલ્પોનો અભ્યાસ કરી જૂન માસમાં નવી તરાહના અભ્યાસમાં જોડાતાં પહેલાં નડિયાદમાં ૭૫ રૂપિયાના પગારથી જુનિયર ક્લાર્કની નોકરીમાં જોડાયા. તપસ્યામય જીવનનો આરંભ.
  • ૧૯૫૪- ૧૯૫૫ ‘નઈ તાલીમ’ સંસ્થાની સ્કોલરશીપ પર   ‘વેડછી’ આશ્રમમાં જુગતરામ દવે સાથે જોડાયા. તાપસ જીવન ગાળી, સેવાકાર્યની પાયાની તાલીમ લીધી.
  • ૧૯૫૫થી – ૧૯૫૭  આનંદીના મુવાડા ગામમાં પહેલા બીજા ધોરણના શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. પછાત વસ્તીમાં કોઈને ભણવામાં રસ ન હતો. પણ તેમની મહેનત, પ્રેમ અને લગાવથી એક જ વર્ષમાં એટલાં બધાં વિદ્યાર્થીઓ આવતા થઈ ગયા કે, સરકારી નિયમો મુજબ ચાર શિક્ષકો  મંજૂર થયા અને તેઓ આચાર્ય બની ગયા. બીજા વર્ષે પાંચ શિક્ષકો અને પાંચમું ધોરણ શરૂ !
  • ત્રીજા વર્ષથી માત્ર બારૈયા કોમનાં બાળકો જ ભણવા આવતાં , તેની જગ્યાએ અછૂત ગણાતા વણકર અને ભંગી બાળકો પણ ભણવા આવવા લાગ્યા.
  • ગરીબ વસ્તીના બાળકોની પાયાની જરૂરિયાતો માટે પોતાના પગારની બચતમાંથી બાળકોને મદદ કરતા !
  • આચાર્ય તરીકે ‘નઈ તાલીમ’ ના શિક્ષણના પ્રયોગો શરૂ. કદી તાડના ઝાડ પર ચઢ્યા ન હતા, પણ એ સાહસ પણ છોકરાંઓ માટે કર્યું અને તેમને તાડફળી ખવડાવી !
  • સાથે સાથે ગામલોકોમાં પણ કુટેવોમાં સુધારા માટે ગ્રામસેવક તરીકે પ્રદાન. ગામવાસીઓની  અપ્રતીમ ચાહના મેળવી.
  • ૧૯૫૬ ના અંતમાં કોન્ગ્રેસ સેવાદળ તરફથી ભારતનાં વિકાસ કામો જોવા માટેની અખિલ ભારત સ્પેશિયલ ટ્રેનમાં અન્ય સેવકો સાથે ભારત યાત્રા
  • ૧૯૫૭ – શાળા છોડી અને ભૂદાન કાર્યની તાલીમ દરમિયાન નારાયણ દેસાઈએ યોજેલી, ભૂમિદાન માટે લોકોમાં જાગૃતિ આણવા વલસાડથી પાલનપુર નગરયાત્રામાં જોડાયા.
  • ૧૯૫૮ – વિનોબા ભાવેની ચાર મહિનાની ગુજરાતમાં ભૂદાન યાત્રા પહેલાં અને દરમિયાન વ્યવસ્થા માટે સખત પરિશ્રમ
  • ૧૯૬૦ – ગાંધી વાદી વિચારસરણી વાળા અને સાદા જીવનના આગ્રહી કુટુમ્બની દીકરી મંજુલાબેન સાથે લગ્ન
  • પોતાને પુત્રી હોય તેવી બહુ ઇચ્છા હોવા છતાં, દીકરી ન જન્મી અને બે સંતાનથી વધારે ન હોવાં જોઈએ તેવો નિર્ધાર કર્યો હોવાના કારણે અનેક મહિલાઓને દીકરી જેવો પ્રેમ , સંબંધ અને તેમના જીવનમાં મદદ
  • ૧૯૬૦ સુધી – આનંદીના મુવાડા તરફથી મળતી મહિને ૩૦/- રૂ.ની મદદ માત્રથી સ્વૈચ્છિક  ગરીબી વેઠી ભૂદાન કાર્ય. ઘેર પિતાની પરિસ્થિતિ બગડતાં નારાયણ દેસાઈએ મહિને ૮૦/- રૂ.ની મદદ આપી. લગ્ન પછી, આનંદીના મુવાડા ગામે ‘કૈલાસ આશ્રમ’માં ગ્રામસેવક તરીકે. પણ અવારનવાર   દેશના વિવિધ ભાગોમાં વિનોબા સાથે પદયાત્રામાં – મુખ્ય કામ ખબરપત્રીનું.
  • ૧૯૬૩ – ટીબીની બિમારીમાં સપડાયા. વડનગરના સેનેટેરિયમમાં સારવાર લીધી. વિનોબાજીની સૂચનાથી સતત મંત્રજાપનો પ્રયોગ કર્યો અને છ મહિનાની જગ્યાએ ત્રણેક મહિને ટીબીની બિમારી દૂર થઈ.
  • બે વર્ષ – લોકભારતી, સણોસરામાં અભ્યાસ કરી સ્નાતક બન્યા.
  • ગુજરાત સર્વોદય મંડળમાં અઢાર વર્ષ  વિવિધ પ્રકારની, સમાજ ઉદ્ધારની કામગીરી. ‘ભૂમિપુત્ર’ માં પણ સતત પ્રદાન.
  • સાવલીના સંત, વિમલાતાઈ વિ. સાથેના તેમના અનુભવો ન માની શકીએ તેવા અદભૂત છે. તેમના સુધારાવાદી વલણ અને સાચા સંતો માટેનો આ આદર – એમ વિરોધાભાસી હકિકતો તેમના મુક્ત મનની સાક્ષી પૂરે છે.
  • ૧૯૭૭ – ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન સર્વોદયનું કામ કરવા માટે એક મહિનો જેલવાસ.
  • જયપ્રકાશ નારાયણની ગુજરાતની મુલાકાત દરમિયાન એમની સાથે અંગત સમ્પર્ક થયો હતો.
  • ૧૯૭૮ – વડોદરા નિસગોપચાર કેન્દ્રની શરૂઆત. તેમના સર્વોદય કામની શાખને કારણે સરકારી ગ્રાન્ટ વીસ મળતી રહેલી. છેલ્લા તેર વર્ષથી ડોક્ટર થયેલો તેમનો દીકરો ભરત, એલોપથી છોડીને અને આયુર્વેદનો અભ્યાસ કરીને,  મુખ્ય ચિકિતસક તરીકેની જવાબદારી સંભાળે છે. તેમનો બીજો દીકરો કપિલ પણ ત્યાં સજીવ ખેતીનું કામ સંભાળે છે. બન્ને દીકરાએ આશ્રમને જ રહેઠાણ બનાવ્યું છે.
  • વૈજ્ઞાનિક અભ્યાસ કરીને, ‘મીઠામાં આયોડિન ભેળવવું જ જોઈએ.’  – એ કાયદાનો વિરોધ કરેલો, અને તે દૂર કરવા આંદોલન પણ ચલાવેલું.
  • ૧૯૯૨ – બાબરી મસ્જિદ ધ્વંસ પછી થયેલાં તોફાનો દરમિયાન શાંતિ સ્થાપવા માટે છ દિવસના ઉપવાસ.
  • ૨૦૦૨ – ગોધરા ટ્રેન હત્યાકાંડ પછી શાંતિ સ્થાપવાના કામમાં, સ્થળો પર જઈને, મોટું જોખમ વહોરી, સક્રીય કામગીરી.
  • ભૂમિપુત્ર માં દસકાંઓ સુધી ખબરપત્રી થી માંડીને તંત્રી પદ સુધીની કામગીરી . ‘સંતને પગલે ‘ ,– વિનોબાજીની ભૂદાન યાત્રા અંગે ભૂમિપુત્રમાં ડાયરી –કોલમ , ‘સમાચારને સથવારે’ દૈનિક કોલમ
  • શિવામ્બુ ચિકિત્સામાં બહુ જ વિશ્વાસ હતો અને તેના પ્રચાર માટે ઘણી શિબિરો યોજેલી. ‘શિવામ્બુ’ માસિકની સ્થાપના
  • આખું જીવન – કોઈ જાતની બચત ન કરવાના સંકલ્પ સાથે ગાળી. પોતાની ટીબીની બિમારી, દીકરા કપિલની માંદગી,  વિ. ના વિના ખર્ચે ડોક્ટરોએ સારવાર કરી દીધી. તે જ રીતે દીકરાઓના ઉચ્ચ શિક્ષણના ખર્ચ માટે સમભાવી મિત્રોની મદદ હમ્મેશ મળતી રહી હતી.
  • ૧૯૮૮ પછી – દીકરો ‘ગ્રામ ભારતી’માં કમાતો થયો પછી, ભૂમિપુત્ર અને સર્વોદત મંડળમાં વિના વેતને, સતત પ્રદાન
  • સમાજ સેવાના કોઈ પણ કામનો સંકલ્પ કરે પછી ગેબી રીતે નાણાંકીય સગવડો થઈ જતી.
  • આડત્રીસ વર્ષથી વડોદરા નજીકના વિનોબા આશ્રમમાં જ રહેતા હતા.

રચનાઓ

  • સમાજને ઉપયોગી  પુસ્તિકાઓ – બસની મુસાફરી, રેલગાડીની મુસાફરી, ભીખનું હાંલ્લું, ગુજરાતના વનવાસીઓ, સ્વમૂત્ર ચિકિત્સા, શિવામ્બુ ચિકિત્સા
  • સંકલન – અંતકડી, સંસ્કાર ગીતો
  • સમાચાર લક્ષી વિચારો – સમાચારને સથવારે

સન્માન

  • ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન તરફથી પ્રણવાનંદ સ્વામી પુરસ્કાર

સાભાર

  • શ્રી. ઉત્તમ ગજ્જર

જીવરાજ મહેતા, Jivraj Mehta


jm1– THE STORY OF THE SIMPLE YEARNING, SELFLESS CHURNING AND SUBLIME LEARNING OF DR. JIVRAJ MEHTA

વિકિપિડિયા પર

—————————————

જન્મ

  • ૨૯, ઓગસ્ટ – ૧૮૮૭; અમરેલી

અવસાન

  • ૭, નવેમ્બર – ૧૯૭૮,

કુટુમ્બ

  • માતા – જમક બેન, પિતા – નારાયણ
  • પત્ની – હંસા , સંતાન – ?

શિક્ષણ

  • લાયસન્સ- મેડિસિન અને સર્જરી ( Equivalent of MBBS), ગ્રાન્ટ મેડિકલ કોલેજ/ સર જે.જે. હોસ્પિટલ, મુંબાઈ
  • ૧૯૧૪ – લન્ડનમાંથી FRCS

વ્યવસાય

  • ૧૯૨૫ – ૧૯૪૨ પોતે સ્થાપેલી શેઠ ગોરધનદાસ સુંદર દાસ મેડિકલ કોલેજના ડીન
  • ૧૯૪૮ – ભારત સ્વતંત્ર બન્યા બાદ વડોદરા રાજયના દિવાન

jm6

NPG x153952; Mrs Hansa Mehta; Dr Jivraj Narayan Mehta by Bassano

by Bassano, half-plate glass negative, 9 November 1931

jm3

 

NPG x150710; Mrs Hansa Mehta; Dr Jivraj Narayan Mehta; Sir Manubhai Nandshankar Mehta by Bassano

by Bassano, half-plate glass negative, 9 November 1931

 

 

તેમના વિશે વિશેષ

  • મેડિકલ શિક્ષણ માટે શેઠ વી.એમ. કપોળ બોર્ડિંગ ટ્રસ્ટની સ્કોલરશીપ, તે શિક્ષણ માટે, બ્રિટિશ મેડિકલ સર્વિસના ઓફિસરો આગળ બહુ કપરી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. એના છેલ્લા વર્ષમાં આઠમાંથી સાત ઈનામો મેળવ્યા હતા, અને આઠમું પણ હોસ્ટેલના સાથી સાથે પ્રાપ્ત કર્યું હતું.
  • લન્ડનમાં અભ્યાસ માટે ટાટા એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્કોલરશીપ
  • ૧૯૦૯- ૧૯૧૫ – લન્ડન ખાતે નિવાસ, ત્યાં ભારતીય વિદ્યાર્થીઓના મડળના પ્રમુખ હતા. ૧૯૧૪માં એમ.ડી.ની પરીક્ષામાં યુનિ.નો ગોલ્ડ મેડલ મળ્યો હતો.
  • લન્ડનની રોયલ કોલેજ ફોર ફિઝિશિયન્સના સભ્ય.
  • દેશમાં આવ્યા પછી, થોડાક સમય માટે ગાંધીજીના અંગત ડોક્ટર રહ્યા
  • સ્વતંત્રતાની ચળવળમાં પહેલેથી રસ હતો, અને બે વખત સત્યાગ્રહમાં ભાગ લેવા માટે જેલમાં ગયા હતા
  • સ્વતંત્રતા મળ્યા બાદ થોડોક વખત વડોદરા રાજ્યના દિવાન
  • ૧૯૪૮ – ભારતના નવા તંત્રમાં ડિરેક્ટર જનરલ ઓફ મેડિસિન
  • ૧૯૬૦ સુધી – મુંબાઈ રાજ્યમાં નાણાં, ઉદ્યોગ, નશાબંધી અને જાહેર બાંધકામ ખાતાના પ્રધાન
  • ૧૯૬૦-૧૯૬૩ ગુજરાત રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન
  • ૧૯૬૪-૧૯૬૬ ઇન્ગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશ્નર
  • મુંબાઈની શેઠ ગોરધનદાસ સુરેન્દર દાસ હોસ્પિટલ અને એડવર્ડ – સાત હોસ્પિટલના સ્થાપક.ત્યાં ૧૮ વર્ષ કામ કર્યું.
  • ભારતમાં મેડિકલ ક્ષેત્રે સંશોધન માટે પાયાનું કામ. મુંબાઈ, પુના, ઓરંગાબાદ, અમદાવાદ,નાગપુર માં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સ્થાપવામાં મહત્વનો ફાળો
  • દિલ્હી ખાતેની ઓલ ઇન્ડિઆ ઇન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સની સ્થાપનામાં સક્રીય હિસ્સો.
  • ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ

સન્માન

  • ૨૦૧૫ – ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્ર માટે સર્વોચ્ચ – જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત

વલ્લભરામ વૈદ્ય , Vallabhram Vaidya


Vallabhram_1– પ્રખર આયુર્વેદાચાર્ય, સંશોધક, પંડિત, વિચારક, લેખક, ફિલસૂફ, સંગીતજ્ઞ

————————————————————-

નામ

  • વલ્લભરામ વિશ્વનાથ દવે

જન્મ

  • ૧૯૦૩? – ૧૯૦૪?;  થોરિયાળી-ધ્રોળ પાસે

અવસાન

  • ૧૯૮૬    અમદાવાદ

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – વિશ્વનાથ
  • પત્ની – કાશીબેન; પુત્રો – રમાકાન્ત, રાધેકાન્ત, ચન્દ્રકાંત,  હરકાન્ત,  મણીન્દ્ર, જીતેન્દ્ર; પુત્રી – જ્યોતિ

અભ્યાસ

  • પ્રાથમિક  શિક્ષણઃ નોન-મેટ્રિક,પડધરી(રાજકોટ પાસે)
  • આયુર્વેદાચાર્ય (-  ?)

પત્ની - કાશીબેન

પત્ની – કાશીબેન

પિતા સાથે - યુવાનીમાં

પિતા સાથે – યુવાનીમાં

તેમના વિશે વિશેષ

  • એલોપથી,હોમિઓપથી,યુનાની વિગેરે અન્ય ચિકિત્સા પધ્ધતિઓના તુલનાત્મક અભ્યાસી
  • અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં વનસ્પતિ શાસ્ત્ર ઉપર વાંચીને તેમાં પારંગત થયા
  • વનસ્પતિશાસ્ત્રી તરીકે વર્ષો સુધી હિમાલય અને અન્ય પ્રદેશોમાં ભ્રમણ કરીને વનસ્પતિઓનાં નમૂના એકઠા કર્યા.
  • નાની ઉમ્મરથી ઉત્તરકાશી-ગંગોત્રી નિવાસી સદગત સ્વામીશ્રી તપોવન મહારાજના શિષ્ય. પ્રતિ વર્ષ સ્વામીજી પાસે આધ્યાત્મિક અને દર્શનોના અને આયુર્વેદના અભ્યાસ માટે  હિમાલય જતાં. સ્વામીજીના ત્રણ શિષ્યોમાના કદાચ તેઓ સૌ પ્રથમ વૈદ્યરાજ થયાં.
  • તેમના સહાધ્યાયીઓમાં સ્વામિ ચિન્મયાનંદજી (ચિન્મય ટ્રુસ્ટ) અને સ્વામિ સુન્દરાનંદજી (જે પછી અજ્ઞાત રહ્યા છે.)
  • આશરે ૧૯૨૭-૧૯૨૮ ના સમયે વૈદ્યરાજે ચુપચાપ ગ્રહત્યાગ કરેલો અને તપોવનજી મહારાજ પાસે પૂર્વસંન્યાસ દીક્ષા લઈ,  ભગવા ધારણ કરીને જટાધારી બન્યા.પિતાને તેમની ભાળ દસ-બાર મહિને મળેલી.  તેમણે તપોવનજી મહારાજ પાસે જઈને ફરિયાદ કરી એટલે સ્વામીજીએ વૈદ્યરાજને ગ્રહસ્થાશ્રમમાં પાછા   ફરવાનો  આદેશ આપ્યો..
  • વિવિધ પત્ર-પત્રિકાઓમાં આયુર્વેદ વિષે લેખો
  • “સંદેશ” (અમદાવાદ)માં “આરોગ્ય અને દિર્ઘજીવન”ની લેખ માળા જે આગળજતાં પુસ્તક્ર રુપે પ્રસિધ્ધ થયેલી.
  • ગુરુદેવ સ્વામિ તપોવનજી માત્ર સંસ્ક્રુત ભાષામાં જ લખતા. વૈદ્યરાજે તેમના ઘણા પુસ્તકો અને ટીકાના હિન્દી અનુવાદપોતે લખેલી ટીકા સાથે પ્રકાશિત કર્યા. આજે પણ તે પુસ્તકો ચિન્મય ટ્રુસ્ટની  દેશ-વિદેશની  શાખાઓમાં  ઉપલધ્ધ છે.
  • ગુજરાત યુનિવર્સીટીમાં આયુર્વેદ કેકલ્ટી ની સ્થાપના માટે તેમના ભગીરથ પ્રયત્નો પછી તેમને સફળતા મળી.તેઓ આયુર્વેદ કેકલ્ટીના પ્રથમ ડીન અને યુનિવર્સિટીની સિન્ડીકેટના સદસ્ય થયા.તેમણે A.M.S  ડિગ્રી માટે નો અભ્યાસ ક્રમ ઘડ્યો જે આજે પણ ચાલુ છે.
  • તેમણે વનસ્પતિઓનો મોટો સંગ્રહ કરી, વૈજ્ઞાનિક ઢબે એક પ્રદર્શન તેમના સ્વ.માતુશ્રીના નામે તૈયાર કરીને આગળ જતાં કોઈ સંસ્થાને દાનમાં આપી દીધું
  • મહારાષ્ટ્રના આયુર્વેદ બોર્ડના સદસ્ય
  • ગુજરાતના અને સૌરાષ્ટ્ર ના ‘વૈદ્ય મંડળ’ના સદસ્ય
  • જામનગરની આયુર્વેદ કોલેજના પ્રિન્સીપાલ
  • ગુજરાત રાજ્યની સિન્ડિકેટના સદસ્ય.
  • ગુજરાત રાજ્યની આયુર્વેદ કેકલ્ટીના ચેરમેન
  • ગુજરાત પ્રદેશ વૈદ્ય મંડળનાં આજીવન સદસ્ય
  • રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ ખાદી પહેરવાનું અને અસ્પ્રુશ્યોની સારવાર કરવાનું શરુ કર્યું.
  • બીજા વિશ્વયુધ્ધ વખતે ક્વિનાઈનની અછત લીધે મેલેરિયાનો ફેલાવો ચાલ્યો. વૈદ્યરાજે અનેક પ્રયોગો પછી “સર્પાશિની” નામની ઔષધ તૈયાર કરી અને અમદાવાદના ‘મજુર મહાજનને’ હજારો ગોળીઓ વિના મૂલ્યે મજુરો,કામદારો અને અન્ય જરૂરિયાતમંદોને વહેંચવા પહોંચાડી.
  • ભાવનગરની ‘શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થા’ના સંચાલકો નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી, ગિજુભાઈ બધેકા તેમના મિત્રો હતાં. ગિજુભાઈની પ્રેરણાથી તેમણે અંજારમાં મોન્ટેસોરી બાલમંદિર શરુ કરાવ્યું.પોતાના કુટુંબના બાળકોને પણ  ત્યાં અભ્યાસ  માટે મોકલ્યા.
  • શાસ્ત્રીય સંગીતના શોખને લીધે એક ઉસ્તાદ પાસે તબલા વાદનમાં નિપુણતા મેળવી.
  • પરિવારમાં પણ રોજ સવાર-સાંજ “આશ્રમ ભજનાવલી”માંથી ભજનો ગાવાની પ્રથા શરુ કરી.
  • તેમણે નાનાભાઈ ભટ્ટ પાસે ગાંધીજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરેલી.ત્યારે વિજયાબેન પટેલ( ગાંધીજીએ તેમના  આશ્રમમાં પોતાની પુત્રી તરિકે રાખેલા તે) માંદા રહેતાં અને કોઈ વૈદ્ય કે ડોક્ટરના ઉપચારોથી નિરોગી નહી થઈ શક્યા. નાનાભાઈએ સુચન કર્યું કે, આ બેનને સાજા કરી દો તો તમને ગાંધીજી પાસે લઈ જશે. વિજયાબેન સારા થઈ ગયા એટલે તેમણે વૈદ્યરાજનો ગાંધીજી સાથે પરિચય કરાવ્યો.
  • ગાંધીજીની ઈચ્છા હતીકે “કસ્તુરબા ગાંધી તટ્ર્સ્ટ”ના આશ્રમે વૈદો તૈયાર કરીને ગામડે ગામડે પહોચાડવાં.તેઓને ત્રીસેક જેટલાં ઓસડિયાનુ જ્ઞાન હોય જે લોકોના ઉપચારો માટે વાપરી શકે. આ યોજના અનુસાર ઉમેદવારો  તેમના ઘેર તાલિમ લેવા આવતા.
  • આયુર્વેદિક દવાના વાવેતર માટે એક વાડી પણ શરુ કરી હતી.
  • કવિહ્રદય હોવાને કારણે તેમનાં ‘આરોગ્ય અને દીર્ઘજીવન’ પુસ્તકમાં અનેક સ્થળે નાની મોટી કંવિતાઓ-કટાક્ષ કાવ્યો.
  • સન ૧૯૨૩માં ૧૮ વર્ષની ઉમ્મરે સંસ્ક્રુતમાં ગજાનનસ્તોત્રં ની રચના

રચનાઓ

  • આરોગ્ય અને દીર્ઘ જીવન
  • આયુ આરોગ્ય કેસરી
  • શ્રી સૌમ્યકાશીસ્તોત્ર મૂલમ(તપોવન્જી લિખિત નો અનુવાદ)
  • શ્રી પાતંજલ યોગદર્શનં વ્યાસ ભાષ્ય સમેતં (સટીક હિંદી અનુવાદ)
  • શતરુદ્રીરીયં અશ્વમેધસહિતં-(સટીક ગુજરાતી અનુવાદ)
  • સ્વામિ તપોવનમ અન્ય ચાર કે પાંચ પુસ્તકો.
  • ગાંધીજી સાથે નો પત્ર વ્યહવાર Collected Works of Mahatma Gandhiમાં પ્રકાશિત થયો છે.

સાભાર

  • ડો.રાધેકાંત વલ્લભરામ દવે
  • ડો.કનક રાવળ

એચ. એલ. ત્રિવેદી, Dr. H. L. Trivedi


HLTrivediવિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપાલન્ટ માટે જાણીતાં તબીબ.

– તેમનાં શૈક્ષણિક, વ્યવસાયિક જીવન અને પ્રકાશનોનો વિગતવાર હેવાલ

–  વિશ્વ કિડની દિવસે 50,000 નાગરિકોની નિઃશુલ્ક તપાસનું આયોજન.

–  ડૉ. એચ.એલ. ત્રિવેદીના માર્ગદર્શનમાં ૪૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટનો ર્રેકોર્ડ.

–   નેફ્રેટિસ નામક કિડનીને લગતાં રોગના ઉપચાર માટે સ્ટેમ સેલ પદ્ધતિ દ્વારા નિરાકરણ.

–  ડાયાબિટીસના દર્દીમાં સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન મેકિંગ અને રેગ્યુલેટરી સેલનું પ્રત્યારોપણ કરી દર્દીને ઇન્સ્યુલિન મુક્ત કરવાની શોધ.

#  કિડની મશીનનું ઉધાટન – એક ‘સરસ’ લેખ

# તેમના જીવન પર આધારિત નવલકથા વિશે લેખ ‘વેબ ગુર્જરી’ પર

# તેમના વિશેની એક સત્યઘટના – ડો શરદ ઠાકરની કલમે 

———————————————————————-

નામ

  • ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી

જન્મ

  • ૩૧ ઑગસ્ટ, ૧૯૩૨, ચરાડવા, તા. હળવદ, જી. સુરેન્દ્રનગર, ગુજરાત.

અવસાન

  • ૨, ઓક્ટોબર – ૨૦૧૯; અમદાવાદ

સંપર્ક

  • ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના (આઇ.કે.ડી.આર.સી), ઈન્સ્ટીટ્યુટ ઑફ ટ્રાન્સ્પ્લાન્ટેશન સાઈન્સિઝ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસરવા, અમદાવાદ – ૩૮૦૦૧૬.

 કુટુંબ

  • માતા – શારદા, પિતા – લક્ષ્મીશંકર ત્રિવેદી
  • પત્ની – શારદા (સુનિતા) એચ ત્રિવેદી; સંતાનો – ?

 અભ્યાસ

  • પ્રિ-મેડિકલ, ધરમેન્દ્ર સિંહજી કોલેજ, રાજકોટ. (૧૯૫૩)
  • એમ.બી.બી.એસ, બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ. (૧૯૬૩)
  • ઈ.સી.એફ.એમ.જી, (૧૯૬૩)
  • ૧૯૬૩ થી ૧૯૬૯ સુધી વિદેશોમાં વિવિધ તબીબી તાલીમ.

 વ્યવસાય

  • ૧૯૬૦ – ૧૯૬૨, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.
  • ૧૯૭૦ – ૧૯૭૭, અધ્યાપક અને સંચાલક, મેકમાસ્ટર યુનિવર્સટી, કેનેડા.
  • ૧૯૭૭ – ૧૯૮૧, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.
  • ૧૯૮૧ થી અધ્યાપક અને સંચાલક, ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ (IKDRC), અમદાવાદ.

 

ડૉ. એચ.એલ. ત્રિવેદીના કાર્યને દર્શાવતી એક ડોક્યુમેન્ટરી.

 

ડૉ. એચ.એલ. ત્રિવેદી સાથે સંવાદ.

 તેમના વિષે વિશેષ

  • કુશાગ્ર બુદ્ધિમતતા અને એકાગ્રતા સાથે દેશ-વિદેશમાં ભણતર લીધું તથા વ્યવસાયિક અનુભવ મેળવ્યો.
  • કુશળ પ્રબંધક, સંશોધક અને શિક્ષક. વિદેશ છોડીને વતન પરત આવી દેશ અને સમાજ માટે જીવન સમર્પણ.
  • તેમની આત્મકથા “Tryst with Destiny” નો અનુવાદ ડૉ. શરદ ઠાકરે  ગુજરાતીમાં ‘પુરુષાર્થ પોતાનો: પ્રસાદ પ્રભુનો’ પુસ્તક લખીને કર્યો.

સન્માન

સાભાર

ઝવેરભાઈ પટેલ, Zaverbhai Patel


zp4

વેબ ગુર્જરી પર એક લેખ

– તેમના વિશે બે  લેખ   –   ૧  –   ;   –   ૨   –

લોક – ૧ ઘઉં વિશે

 

———————————————————————————

જન્મ

  • ૯, ડિસેમ્બર- ૧૯૦૩; ગરિયાધાર, (જિ. ભાવનગર)

અવસાન

  • ૨૩, માર્ચ – ૧૯૮૯; લોક ભારતી, સણોસરા

કુટુમ્બ

  • માતા – કુંવરબેન ; પિતા – હરખાભાઈ
  • પત્ની – મણીબેન ( ૧૯૧૦ – ૧૯૯૫ )
  • પુત્રો – અશોક, ભરત, પ્રતાપ, અશ્વિન; મહેશ; પુત્રીઓ – ઉમા, ચન્દ્રિકા, કોકિલા, આશા

શિક્ષણ

  • ૧૯૨૩ –એસ.એસ.સી. , હેરિસ સ્કુલ, પાલીતાણા
  • ૧૯૨૮ – બી.એસ.સી. ( ફર્ગ્યુસન કોલેન; પુના)
  • ૧૯૩૦ – એમ.એસ.સી. –ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ( બેન્ગલોર)
  • ૧૯૩૩ – પી.એચ.ડી. ( યુનિ. ઓફ ઇલિનોઈસ, અરબાના; યુ.એસ.

વ્યવસાય

  • ૧૯૩૩-૧૯૪૮ પાલિતાણા સ્ટેટમાં રેવન્યુ કમિશ્નર
  • ૧૯૪૮- ૧૯૫૫ સૌરાષ્ટ્ર રાજ્યમાં ખેતીવાડી સંશોધનના ડે. કમિશ્નર
  • ૧૯૫૬ – ૧૯૫૯ –ગુજરાત રાજ્યના ખેતીવાડી ખાતાના ડે. ડિરેક્ટર

zp2

તેમના વિશે વિશેષ

  • ભાવનગરની શામળદાસ કોલેજમાં એસ.એસ.સી.  બાદ બે વર્ષ ભણ્યા.
  • ૧૯૨૯ – પિતાનું અવસાન; ૧૯૩૦ – માતાનું અવસાન
  • ૧૯૩૦ – બર્લિન યુનિ., જર્મનીમાં ખેતીવાડી અને જમીન અંગેનો અભ્યાસ
  • અમેરિકામાં પી.એચ.ડી. થયા હોવા છતાં; જેમની સ્કોલરશીપના કારણે વિદેશ જઈ શક્યા હતા;તે પાલીતાણાના મહારાજાના ઋણસ્વીકાર ન ભુલીને ૧૨૫/- રૂપિયાના પગારે રાજ્યની રેવન્યુ ખાતાની નોકરીમાં જોડાયા હતા.
  • ગુજરાત રાજ્યમાં નોકરી દરમિયાન જૂનાગઢમાં ૮૦૦ એકરના ખેતરનો ખેતીવાડી સંશોધન માટે વિકાસ( જે હાલ જૂનાગઢ ખેતીવાડી યુનિ.નો એક ભાગ છે.)
  • ૧૯૫૮-૧૯૬૬ નિવૃત્ત  થયા બાદ ૩૦ વર્ષ સુધી, પોતાના ખર્ચે,પાલીતાણા હાઈસ્કૂલની જમીન અને બાજુનું  ખેતર ભાડે રાખીને ઘઉંની નવી જાત ઉછેરવાના પ્રયોગો કર્યા
  • ૧૯૬૭-૧૯૭૩ ‘લોકભારતી’ – સણોસરા ખાતે ઘઉંની નવી જાતિ વિકસાવવાના પ્રયોગો.
  • ૧૯૭૯ – બીજી શ્રેષ્ઠ જાતો કરતાં, ૧૭% વધારે ઉત્પાદન આપતી લોક–૧ ઘઉંની જાતના સર્જક; ખેડૂતોને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી આપ્યો.

સાભાર

  • શ્રી. પ્રતાપ પટેલ, ચન્દ્રવદન મિસ્ત્રી

સેમ પિત્રોડા, Sam Pitroda


Sam_Pitroda

–   ‘It’s a journey. There are no destinations’

” Why do you say we have a 19th century mindset?”

   Because we are still so bothered by the questions of who you are, which caste you belong  to, which religion, which race, which nationality, as opposed to just saying we  are human beings, we have only one planet earth and that’s it. We breathe the same air. We can’t say this is my air and that is your air.
So we need to start our dialogue with prior unity-

–  ‘  ઇન્ડિયન એક્સપ્રેસ પર તેમનો ઈન્ટરવ્યુ

– તેમની વેબ સાઈટ

૧૫ મા અસ્મિતા પર્વમાં આપેલ  વ્યાખ્યાન  ‘પ્રયોગ ઘર પર’

– ૧૫ મા અસ્મિતા પર્વમાં આપેલ  વ્યાખ્યાન  ‘રીડ ગુજરાતી પર’

–  ભારત સરકારની તેમની વેબ સાઈટ

——————————————————————————–

મૂળ નામ

  • સત્યનારાયણ ગંગારામ પિત્રોડા

જન્મ

  • ૪,મે-૧૯૪૨; તિતલાગઢ, ઓરિસ્સા

કુટુમ્બ

  • માતા-?; પિતા– ગંગારામ; ભાઈ બહેનો – સાત
  • પત્ની– ?; સંતાનો -?

શિક્ષણ

  • શાળાકીય – વલ્લભ વિદ્યાનગર; જિ. ખેડા
  • એમ.એસ.સી.( ફિઝિક્સ/ ઇલેક્ટ્રોનિક્સ) – મહારાજા સયાજીરાવ યુનિ.
  • એમ.એસ.( ઇલે.એન્જિ.) – ઇલિનોઈસ યુનિ. શિકાગો

વ્યવસાય

  • આઈ.ટી. તજજ્ઞ
  • સરકારી વહીવટકાર

Sam_Pitroda_1

Sam_Pitroda_web_2

————-

Sam_Pitroda_web

—-

તેમના વિશે વિશેષ

  • તેમના કુટુમ્બને ગાંધીજીના જીવન અને કવન માટે ઘણું માન હતું; આથી તેમને અને તેમના ભાઈને વડોદરા ભણવા મોકલ્યા હતા.
  • ‘Worldcom’ કમ્પનીમાં ચેરમેન હતા.
  • ૧૯૭૪ –  Wescom Switching  માં જોડાયા હતા.
  • ૧૯૭૫– ઇલેક્ટ્રોનિક ડાયરીની પાયાની શોધ કરી હતી.
  • ૧૯૮૦ –  Wescom Switching ને ટેક ઓવર કરી લેનાર કમ્પની –‘રોકવેલ’માં વાઈસ પ્રેસિડન્ટ બન્યા.
  • ૧૯૮૩ – બાઈનરી આંકડાઓના આધારવાળા ગંજીપાના પત્તાંની ડિઝાઈન પણ બનાવી હતી!
  • ૧૯૮૪ – ભારતના વડા પ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ તેમને દેશની ફોન સિસ્ટમમાં સુધારા સૂચવવા ભારત બોલાવ્યા હતા; જે અન્વયે Center for Development of Telematics ‘C-DOT’  ની સ્થાપના કરી હતી. આ માટે તેમણે અમેરિકન નાગરિકત્વ પાછું વાળી, ફરીથી ભારતીય નાગરિક બન્યા હતા.
  • ૧૯૮૭ – ટેલિકોમ્યુનિકેશન નીતિઓ અંગે તત્કાલીન વડા પ્રધાન,  રાજીવ ગાંધીના સલાહકાર; નવા સ્થપાયેલ ‘ટેલિકોમ્યુનિકેશન કમીશન’ના ચેરમેન
  • બહુ જ પ્રચલિત અને લોકપ્રિય બનેલા પીળા રંગના ‘ પી.સી.ઓ. બુથ‘ ની સ્થાપના કરાવી.
  • ૧૯૯૦ – અમેરિકા પાછા આવી, મોબાઈલ ફોનની ટેક્નોલોજીમાં પ્રદાન
  • ૨૦૦૪ – શ્રી, મનમોહનસિંહની સરકારે સ્થાપેલ ‘ નેશનલ નોલેજ કમીશન’ના ચેરમેન
  • ૨૦૦૯ – ભારત સરકારમાં જાહેર ઇન્ફ્રા સ્ટ્રક્ચર બાબતો અંગે, કેબિનેટ મિનિસ્ટર કક્ષાનો હોદ્દો
  • ૨૦૧૦ – નેશનલ ઈન્નોવેશન કાઉન્સિલના ચેરમેન
  • આન્ધ્ર યુનિ. , સંભલપુર યુનિ. અને યુનિ. ઓફ ઇલિનોઈસ તરફથી માનદ પી.એચ.ડી.ની ડીગ્રી

સન્માન

  • ૨૦૦૨– ‘ડેટાક્વેસ્ટ’( આઈ.ટી. અંગેનું સુપ્રસિદ્ધ, ભારતીય મેગેઝિન) તરફથી’ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’\
  • ૨૦૦૯ – ભારત સરકાર તરફથી ‘ પદ્મભૂષણ’ ઇલ્કાબ
  • ૨૦૧૧– જિનિવામાં મળેલી કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટીનો એવોર્ડ
%d bloggers like this: