ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વહીવટકાર

સેમ માણેકશા, Sam Maneckshaw


Sam_Manekshaw_1– “Sweetie, I will give you Bangladesh.”

વિકિપિડિયા પર 

તેમના જીવન વિશે એક સરસ લેખ

‘Jawaharlal, do you want Kashmir,or do you want to give it away?’
– an extract from the book- ‘Kashmir 1947, Rival Versions of History’ – Prem Shankar Jha,

પાકિસ્તાનના ‘ડૉન’ મેગેઝિનમાં લેખ

—————————————————–

ઉપનામ

 • સેમ બહાદુર

ખિતાબ

 • ફિલ્ડ માર્શલ

જન્મ

 • ૩, એપ્રિલ-૧૯૧૪ ; અમૃતસર

અવસાન

 • ૨૭, જુન -૨૦૦૮ના; ઉટીની નજીક વેલિંગ્ટન

કુટુમ્બ

 • માતા -હીરબાઈ; પિતા– હોરમસજી ફરામજી
 • પત્ની – સીલુ બોડે; પુત્રીઓ – ?

શિક્ષણ

 • શાળા- નૈનિતાલની શેરવુડ કોલેજ( મિલિટરી)
 • સેન્ડહર્સ્ટ કોલેજના ધોરણે નવી સ્થપાયેલી દહેરાદૂનની મિલિટરી કોલેજની પહેલી બેચમાં પસંદ થયા.
 • ૪, ફેબ્રુઆરી- ૧૯૩૪, ઈન્ડિયન મિલિટરી એકેડેમીમાંથી સ્નાતક

વ્યવસાય

 • આખી જિંદગી લશ્કરમાં

૧૯૭૧ ની લડાઈ વખતનાં તેમનાં સંસ્મરણો

તેમને સ્મરણાંજલિ

બી.બી.સી. પર ઇન્ટર વ્યુ

Sam_Manekshaw

યુવાન ઉમ્મરે

પ્રેસિડેન્ટ અબ્દુલ કલામની સાથે

પ્રેસિડેન્ટ અબ્દુલ કલામની સાથે

તેમના વિશે વિશેષ

 • સખત ટ્રેનીંગ પૂરી કર્યા બાદ તેમને ફ્રન્ટીયર ફોર્સમાં  લેફ્ટનન્ટના પદ પર કમીશન
 • બીજા વિશ્વયુદ્ધમાં બ્રહ્મદેશના મોરચે, પેટમાં આઠ ગોળીઓ ઘૂસી હોવાં છતાં તેમણે આગળ વધી ટેકરી પર કબજો કર્યો.
 • ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધીમાં તેઓ કર્નલના પદ પર પહોંચ્યા હતા.
 • ૧૯૪૮માં કાશ્મીરના યુદ્ધમાં ડાયરેક્ટોરેટ ઓૉફ મિલીટરી ઓપરેશન્સમાં તેમણે વ્યુહરચના આંકી અને કબાઇલીઓને હાંકી કાઢવા હવાઇ માર્ગે ભારતીય સેનાને મોકલી.
 • ફ્રન્ટીયર ફોર્સ પાકિસ્તાનમાં ફાળવવામાં આવતાં તેમની નીમણૂંક ગોરખા રાઇફલ્સની આઠમી રેજીમેન્ટમાં થઇ. ગોરખાઓએ તેમને નામ આપ્યું – સૅમ બહાદુર.
 • ૧૯૬૦ના દશકમાં નહેરૂ-કૃષ્ણ મેનનની કારકિર્દી દરમિયાન રાજકારણ સૈન્યમાં પગપેસારો કરી ગયું હતું; અને તેમની સામે તહોમતનામું મૂકવામાં આવ્યું હતું. પણ કોર્ટના પ્રીસાઇડીંગ ઓફિસર પ્રામાણિક અને પ્રખર શિખ જનરલ દૌલત સિંઘે બધા તહોમત ફગાવી દીધા.
 • ૧૯૬૨ની ચીન સામે કારમી હાર પછી પૂર્વ ક્ષેત્રની ચોથી સેનાના સેનાપતિનું પદ તેમને સોંપાયું હતું. અને સેના માં ઉત્સાહ આવી ગયો હતો.
 • ૧૯૭૧ના માર્ચ મહિનામાં પૂર્વ પાકિસ્તાન પર હુમલા વખતે તેમણે ભારતના ચીફ ઓૉફ આર્મી સ્ટાફ તરીકે મોરચો સંભાળ્યો. તેમણે શ્રીમતિ ઇન્દિરા ગાંધીને વચન આપેલું, “Sweetie, I will give you Bangladesh.” એ વિજયના પ્રતાપે તેમણે ભારતના એક માત્ર ફીલ્ડ માર્શલનો ખિતાબ મેળવ્યો.

સન્માન

 • પદ્મવિભૂષણ

સાભાર

 • કેપ્ટન નરેન્દ્ર ફણસે

તેમના જીવન વિશે વિસ્તૃત માહેતી આપતો લેખ અહીં –

પ્રભાશંકર પટ્ટણી, Prabhashankar Pattani


NPG x84440; Sir Prabashankar Pattani by Bassano-દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
( આખી રચના અહીં)

–  ” …..દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય.”

– પ્રભાશંકર પટ્ટણી : એક વિરલ વ્યક્તિત્વ : ડૉ. મહેબૂબ દેસાઈ

વિકીપિડિયા ઉપર

–  પૌત્ર શ્રી મહેશ અનંતરાય પટ્ટણીએ તેમના દાદા વિશે લખેલ આ ટૂંકું જીવનચરિત્ર

–  તેમના જીવનની એક સત્યકથા- ‘ચંદનનાં ઝાડ’  –  ( સાભાર – શ્રી.ઉત્તમ ગજ્જર )

—————

જન્મ

 • ૧૫, એપ્રિલ-૧૮૬૨; મોરબી

અવસાન

 • ૧૬, ફેબ્રુઆરી – ૧૯૩૮

કુટુમ્બ

 • માતા–  મોતીબાઈ ; પિતા – દલપતરામ 
 • પત્ની– ૧૮૭૮- કુંકી, ૧૮૮૧- રમા ; સંતાનો – ?

શિક્ષણ

 • મેટ્રિક – રાજકોટ 

વ્યવસાય 

 • ભાવનગર રાજ્યના દિવાન
 • અંગ્રેજ સરકારના પોલિટિકલ એજન્ટ

Pattani_2તેમના વિશે વિશેષ

 • મૂળ અટક ભટ્ટ હતી; પણ બ્રાહ્મણ નહીં ગણાવવા માટે બદલીને પટ્ટણી કરી નાંખી હતી.
 • અંગ્રેજ સરકાર તરફથી ‘સર’ નો ખિતાબ
 • મુંબાઈ, દિલ્હી અને વિલાયતની કારોબારીના સભ્ય 
 • ગાંધીજીના પરમ મિત્ર
 • ૧૯૨૪માં તેમણે પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.
 • તેમના જીવન વિશે પુસ્તકો – ‘પ્રભાશંકર પટ્ટણી’ – વ્યક્તિત્વ દર્શન’ – મુકુન્દરાય પારાશર્ય;  ‘મારું જીવ્યું થયું અભિરામ’ – શિશિર મહેતા

રચનાઓ 

 • કવિતા – મિત્ર

સાભાર 

 • ગુજરાતી સાહિત્ય કોશ
 • ડો. કનક રાવળ

દલપત પઢિયાર, Dalpat Padhiyar


દીપ ધર્યા ને ઊમટી તેજસવારી,
ભીતર ગગન ઊઘડે બારી !

#   અમને કોની રે સગાયું આજ સાંભરે? 
     ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે

……… અહીં સાંભળો

#   મૂળ રે વિનાનું કાયાં ઝાડવું જી રે,
એ જી એને પડતાં નહીં લાગે વાર રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી

#  તું સમજે જે દૂર, તે સાવ જ તારી કને,
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને !

————————————————————-

જન્મ

 • ૧૧, ઓક્ટોબર- ૧૯૫૦, કહાનવાડી ( જિ. ખેડા)

કુટુમ્બ

 • પિતા-નારણભાઈ

શિક્ષણ

 • એમ.એ., પી.એચ.ડી.

વ્યવસાય

 • શરૂઆતમાં ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક
 • ગુજરાત સરકારમાં નાયબ માહિતી નિયામક

રચના

 • કવિતા– ભોંયબદલો

સાભાર

 • ગુજરાતી સાહિત્ય કોશ

રણછોડજી અમરજી, Ranchodji Amarji


નામ

રણછોડજી અમરજી દીવાન

જન્મ

સંવત ૧૮૨૫ના આસો સુદ ૧૦ (ઇ.અ. ૧૭૬૯)

અવસાન

સંવત ૧૮૯૮ના ફાગણ વદ ૬ (ઇ.સ. ૧૮૪૨)

કુટુંબ

પિતા – અમરજી દીવાન (જૂનાગઢ રાજ્યના દીવાન)

માતા – ખુશાલબાઇ

મોટાભાઇ – રઘુનાથજી

પુત્ર – શંકરપ્રસાદ

જીવનઝરમર

 • તેઓ જ્ઞાતિએ વડનગરા નાગર હતાં.
 • પિતા અમરજી બાદ તેઓ જૂનાગઢ રાજ્યના દીવાન બન્યા હતાં.
 • તેઓ નાનપણથી જ વિદ્યાવિલાસી હતા.
 • તેઓ શૂરવીર પણ હતાં. કેશોદના રાયજાદા અને કચ્છના લશ્કરને તેમણે હરાવ્યું હતું.
 • તેઓ પાછળથી જૂનાગઢ છોડી જામનગરમાં સ્થાયી થયા હતાં. તેમને આટકોટ અને પડધરીના પરગણાં જીવાઇમાં મળેલા.
 • તેમને કોઇ પુત્ર ન હતો. આથી તેમણે પોતાના દોહિત્રને દત્તક લીધો હતો.
 • ફારસી, વ્રજ, ગુજરાતી એમ ત્રણ ભાષામાં તેમણે રચનાઓ કરી છે.
રચના
 • ફારસી ભાષામાં – તવારીખે સોરઠ અને રુકાતે ગુનાગુન
 • વ્રજ ભાષામાં – શિવરહસ્ય, કાલખંજ આખ્યાન, શંખચૂડ આખ્યાન, કુવલયાનંદ, દક્ષયજ્ઞભંગ, શિવરાત્રી માહાત્મ્ય, ઇશ્વરવિવાહ, જાલંધર આખ્યાન, અંધકાસુર આખ્યાન, શિવસાગરકીર્તન, ભરુમાંગદ આખ્યાન, ભક્તમાળ, બુઢેશ્વરબાવની, ત્રિપુરાસુર આખ્યાન, કામદહન આખ્યાન.
 • ગુજરાતી ભાષામાં – શિવગીતાની ટીકા, દ્રવ્યશુદ્ધિ,શ્રાદ્ધનિર્ણય, વિહારીશતસાઇ, વિશ્વનાથ ઉપરનો પત્ર, ઉત્સવમાલિકા, નાગરવિવાહ,સૂતકનિર્ણય, સોમવારમાહાત્મ્ય, બ્રાહ્મણની ચોરાસી નાત, ચંડીપાઠના ગરબા.
સંદર્ભ
 • પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યક્રુતિઓ ઃ સં. રમણિક દેસાઇ

કનુભાઇ દેસાઇ


અનેક ક્ષેત્રોમાં નિપુણતા અને સિદ્ધહસ્તતા

_____________________________________ 

અભ્યાસ

 • બી.એ.
 • પત્રકારત્વમાં ડિપ્લોમા
 • ઑફિસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા

વ્યવસાય

 • રાજનીતિજ્ઞ
 • સામાજિક કાર્યકર
 • પત્રકાર

જીવન ઝરમર

 • વ્યુત્પન્ન સાહિત્યકાર, સમર્થ વિચારક, અખબારી આલમના સર્વેસર્વા જેવા જાગ્રત પ્રહરી, વિચક્ષણ, રાજનીતિજ્ઞ, સંનિષ્ઠ સામાજિક કાર્યકર, કુશળ વક્તા અને સંચાલક, સેવાભાવી સજ્જન અને પત્રકાર, નખશિખ બુદ્ધિવાદી ચિંતક
 • 1958  – મુંબઇ મંત્રાલયની સરકારી નોકરી છોડી યુવક કોંગ્રેસમાં જોડાયા
 • મુંબઇ રાજ્યનું વિભાજન થતાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઇએ ગુજરાતના સંપન્ન ટ્ર્સ્ટ સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી એન્ડ મેમોરીયલ ટ્ર્સ્ટની જવાબદારી તેમને સોંપી અને સેક્રેટરી નીમ્યા
 • 1971 – શ્રી કે.કે.શાહ કેન્દ્રના પ્રધાન તરીકે નિમાતાં શ્રી કનુભાઇ દેસાઇ તેમના રહસ્યમંત્રી બન્યા; તેમણે મુંબઇ વિભાગીય કોંગ્રેસના મંત્રી તરીકે તેમ જ પ્રસિદ્ધ બેરિસ્ટર શ્રી રજની પટેલ સાથે અનેક સંસ્થાઓમાં કામ કર્યું
 • 1972-76 – યુવાનોમાં જાગૃતિ આણવા ‘ઉપહાર’ માસિક શરૂ કર્યું, જે ઘણું લોકપ્રિય નીવડ્યું.
 • મહારાષ્ટ્ર સરકારની વીજીલન્સ કમિટી અને પ્રોહીબીશન કમિટીના સભ્ય તરીકે તેમણે કામગીરી બજાવી
 • 1972-73 – ધોબી તળાવ કૉંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ, પ્રકાશન અધિકારી, અને નાણાં સમિતિના સેક્રેટરી, ઓર્ગેનાઇઝર સેક્રેટરી – એમ વિવિધ હોદ્દાઓ કુશળતાપૂર્વક સંભાળ્યા અને દીપાવ્યા
 • સામાજિક અને રચનાત્મક ક્ષેત્રે મુંબઇ પ્રદેશ કૉંગ્રેશ કમિટી આયોજિત વિવિધ પ્રવૃત્તિક્ષેત્રોમાં  મહત્વનું પ્રદાન
 • વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીઓમાં જોઇન્ટ સેક્રેટરીની હેસિયતથી બજાવેલ કામગીરી ભારે પ્રશંસા પામી
 • 1980 – ડિસ્ટ્રીક્ટ રીઓર્ગેનાઇઝેશનલ સેલના સભ્ય તરીકેની નોંધપાત્ર કામગીરી
 • 1986 – મહારાષ્ટ્ર સરકારે, ‘મુંબઇ સમાચાર’ અને ‘ગુજરાત સમાચાર’ દૈનિક પત્રોમાં પ્રગટ થતા તેમના લેખોને અનુલક્ષી પ્રેસકાર્ડ આપ્યું.

મુખ્ય રચનાઓ

 • ચરિત્ર – શ્રી મોરારજીભાઇ દેસાઇ અને શ્રી પાંડુરંગ શાસ્ત્રીની મુલાકાતો પર આધારિત પુસ્તક ‘મહાનુભાવોની મંગળ વાણી’ ,  પુરાણયોગી મોરારજીભાઇ *
 • સંશોધન – આપણા રાષ્ટ્રીય પ્રશ્નો, આપણી રાષ્ટ્રીય સમસ્યાઓ
 • ધાર્મિક – ધર્મસંચય, ધર્મરહસ્ય, ધર્મરહસ્યની ખોજમાં , ધર્મ અને સંસ્કૃતિ

સન્માન

 • 1984 – સાહિત્ય એકેડેમી એવોર્ડ  *
 • મહારાષ્ટ્ર સરકાર દ્વારા મળેલા બિરુદો –  ‘જસ્ટીસ ઓફ પીસ’ અને ‘સ્પેશ્યલ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ’

સાભાર

‘વાપી-તાપીની વિરાસત’

%d bloggers like this: