ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વિકલાંગ

અપંગની પ્રતિભા- ભરત પટેલ


સાભાર – શ્રી. નિરંજન પટેલ

ઈ.સ. ૨૦૦૦ થી  ‘વિકલાંગ  મિત્ર’ મસિક ચલાવતા શ્રી. ભરત પટેલનું આત્મ કથાનક ( બે ભાગમાં )

Bharat Patel – 1

Bharat Patel – 2

    નીચે દર્શાવેલ ચિત્ર અને તેની સાથે સંકળાયેલી લિન્ક પરથી ‘વિકલાંગ મિત્ર’ ના બધા અંક ઓન -લાઈન વાંચી શકાશે.

Vikalang

આ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી ગુજરાતની વિકલાંગ સંસ્થાની વેબ સાઈટની મુલાકાત લો.

જગદીશ પટેલ, Jagdish Patel


JP2‘અંધજન બેલી’

-“ Quote”

– ‘અંધજનમંડળ – વેબ સાઈટ

———————————————————

તેમની જીવનક્થાનું પુસ્તક- 'ક્લિક' કરીને વાંચો

તેમની જીવનક્થાનું પુસ્તક-
‘ક્લિક’ કરીને વાંચો

જન્મ

 • ૫, સપ્ટેમ્બર-૧૯૨૮ – વીરસદ( જિ. ખેડા)

અવસાન

 • ૩૧, માર્ચ- ૧૯૯૯, અમદાવાદ

કુટુમ્બ

 • માતા– લલિતાબેન; પિતા – ડો. કાશીભાઈ પટેલ
 • ભાઈઓ– રમેશ, સુધીર, નરેશ; બહેનો-ગીતા, દક્ષા
 • પત્ની – ભદ્રાબેન સતીયા( લગ્ન – ૧૯૫૯)

શિક્ષણ

 • બી.એ.
 • મુંબાઈમાં ફિઝિયોથેરાપીનો ડિપ્લોમા

વ્યવસાય

 • અંધજનોના વિકાસ માટે આખું જીવન સમર્પિત

JP5

પત્ની - ભદ્રાબેન સાથે,લગ્ન બાદ

પત્ની – ભદ્રાબેન સાથે,લગ્ન બાદ

JP1

તેમના ભાઈ જીતેન્દ્ર પટેલ સાથે

તેમના વિશે વિશેષ

 • બાળપણ મોસાળ અને નડિયાદમાં વીત્યું. પણ ચારેક વર્ષની ઉમ્મરે ડોક્ટર  પિતા સાથે કલકત્તા રહેવા ગયા.
 • આઠ વર્ષની ઉમ્મરે મેનેન્જાઈટિસની બીમારીમાં બન્ને આંખે અંધાપો. છતાં ધગશથી ભણતર ચાલુ રાખ્યું.
 • અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વોર્ડના સ્થાપક અને પછી એના ખાતાધિકારી બન્યા હતા.
 • તેમના જૂના ગોઠિયા જીતેન્દ્ર ત્રિવેદી ( લકવા ગ્રસ્ત)એ તેમને હાઈસ્કૂલ અને કોલેજના શિક્ષણમાં પારાવાર મદદ કરી હતી.
 • ૧૯૫૪ – અન્ય ત્રણ અંધ મિત્રો સાથે રાયપુર, અમદાવાદમાં અંધજનોની ક્લબ સ્થાપીને અંધજનોના વિકાસ માટેની પ્રવૃત્તિની શરૂઆત કરી હતી.
 • ૧૯૫૭ – કામેશ્વરની પોળ, રાયપુરમાં આવેલ શેઠ અંબાલાલ સારાભાઈની હવેલીમાં અંધજન મંડળની વિધિસર શરૂઆત. તેમનાં પત્ની ભદ્રાબેન ત્યારથી આજીવન એમનાં સેક્રેટરી રહ્યાં હતાં.
 • ૧૯૬૨- અમદાવાદ એજુકેશન સોસાયટીએ દાન આપેલી જમીન પર, વસ્ત્રાપુર ખાતેના હાલના મકાનમાં ગુજરાત રાજ્યના તત્કાલીન ગવર્નર શ્રી. મહેંદી નવાઝ જંગના હસ્તે ‘અંધજન મંડળ’નું ઉદ્‍ઘાટન, સ્થળાંતર અને મોટા પાયે વિકાસની શરૂઆત. . શેઠ શ્રી. અરવિંદ નરોત્તમ પહેલા પ્રમુખ.
 • અનેક દાતાઓ અને સ્વયંસેવકોની ની સહાયથી આ નાનકડી શરૂઆત મોટા વડલામાં વિકાસ પામી. શેઠ શ્રી. અરવિંદ નરોત્તમનો એમાં મહત્તમ ફાળો રહ્યો છે.
 • અંધ બાળકોને શિક્ષણથી થયેલી શરૂઆત અનેક પ્રવૃત્તિઓમાં વિકાસ પામી છે.
 • દેશ વિદેશમાં અનેક સેમિનારોમાં ભાગ
 • અપંગ જનો માટેની દેશની અનેક સંસ્થાઓમાં તેમના બહોળા અનુભવનો લાભ તેમણે આપેલો છે.
 • ૧૯૯૨ – હદયરોગનો હુમલો જેમાં બહેરાશ અને બન્ને હાથ અને પગમાં અપંગતા. પણ સતત ધગશથી ચાલતા થયા.
 • લાયન્સ ક્લબ દ્વારા પણ અંધજનોની ઘણી સેવા કરેલી છે.

સન્માન

 • ૧૯૮૧ – ગુજરાત રાજ્યનો એવોર્ડ
 • ૧૯૯૧ – ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો ઈલ્કાબ
 • ૧૯૯૪ – ભારત સરકાર તરફથી અંધજનોની સેવા માટે એવોર્ડ
 • બીજા અનેક એવોર્ડો અને જાહેર સન્માન

સાભાર

 • ડો. ગીતા/ રાજેન્દ્ર ત્રિવેદી( તેમના બહેન અને બનેવી) અને અંધજન મંડળના સક્રીય સહાયક
 • ‘અંધજન મંડળ’ વેબ સાઈટ

કનુભાઈ ટેઈલર, Kanubhai Tailor


જીવનમંત્ર

“મારું જીવન જીવવા માટે છે. ભગવાને મારા માટે કઈક બીજું વિચાર્યું છે “

” વિક્લાન્ગનું બાળક ક્યારેય વિકલાંગ નથી  હોતું.  એમના સંતાનો બીજા બાળકો કરતા  મા બાપની ડબલ સેવા કરતા હોય છે.”

………………

જન્મ

 • ૧૯૫૬, મગદલ્લા( જિ. સુરત)

કુટુમ્બ

 • માતા– ….. ; પિતા – હસમુખભાઈ
 • પત્ની – તે બન્ને હાથે વિકલાંગ છે; પુત્રીઓ – રચના, સોનલ

શિક્ષણ

 • પ્રાથમિક / માધ્યમિક – ……
 • કોલેજ – અપંગ માનવ મંડળમાંથી

વ્યવસાય

 • પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ
 • વિકલાંગોની સેવા

તેમના વિશે વિશેષ

 • ૬ મહિનાની ઉમરે તાવ અને ઇન્જેક્શન પછી પોલીઓને લીધે કમરની નીચે બે પગે બિલકુલ અપંગ
 • લોકોની મશ્કરી અને દુખ સહન ન થતા ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. બચી જતાં , ઉપરોક્ત પંક્તિ જીવનમંત્ર બની.
 • અપંગ માનવ મંડળમાં એમના જેવા બીજા વિકલાંગોનું મંડળ બનાવીને  એમનાં હિત માટેની પ્રવૃત્તિ શરુ કરી.
 • ૧૯૭૯ – વિકલાંગોને માટે બસમાં મફત મુસાફરી અને બસમાં ચડવા માટે પ્રાથમિકતા મળવી જોઈએ  એ મુદ્દા માટે ૧૧ દિવસના આમરણાંત ઉપવાસ કર્યા . એ પછી એમની માગણીઓ સ્વીકારાઈ
 • ૧૯૭૯ – વિકલાંગોની જીનીવા વર્લ્ડ મોબિલીટી કોન્ફરન્સમાં એ વખતના વડા પ્રધાન મોરારજી દેસાઈએ કનુભાઈને ભારતના વિકલાંગોના પ્રતિનિધિ તરીકે મોક્લ્યા .
 • ૧૯૮૧ – એમના સબળ પ્રતિનિધિત્વ અને પ્રયાસોથી આખું વર્ષ વિકલાંગ વર્ષ તરીકે ઉજવવાનું ભારત સરકારે જાહેર કર્યું.
 • ૧૯૮૨- અમેરિકામાં નેશનલ સોસાયટી ઓફ હેન્ડીકેપ ઓર્ગેનીજેશનનું ઉદઘાટન કનુંભાઈના હસ્તે કરવામાં આવ્યું.
 • ૧૯૮૫ – સુરત આવીને સ્થાયી થયા.વિકલાંગ પ્રિન્ટીંગ પ્રેસ ચાલુ કર્યું; જે વિકલાંગોથી  ચલાવાતું હતું. અહીં સગવડના અભાવે શરૂમાં તેઓ ફૂટપાથ ઉપર સુતા હતા.
 • ૧૯૯૦ – અમેરિકામાં પ્રેસીડન્ટ જ્યોર્જ બુશ’સીનીયર’ ના હસ્તે ‘Outstanding achievement Award’  એનાયત કરવામાં આવ્યો.
 • બુશે એમને વાઈટ હાઉસમાં આમંત્રીને અબ્રાહમ લિંકનની ખુરશીમાં
 • એમને બેસાડીને એમનું બહુમાન કર્યું.
 • ૧૯૯૧ – સુરત અને આજુબાજુના વિસ્તારના વિકલાંગોની સેવા અને એમના માટે, વિના મૂલ્યે સ્કુલની સગવડ માટે ‘Disabled Welfare Trust of India’  ની સ્થાપના કરી.
 • ૧૯૯૭ માં ચાર વિક્લાન્ગથી શરુ થયેલી સ્કુલમાં ૨૦૦૦ સુધીમાં ૪૦૦ વિકલાંગો અભ્યાસ કરતા થયા. કુલ ૧૦૦૦ વિદ્યાર્થીઓએ સ્કૂલનો લાભ લઈને કામે લાગ્યા.
 • ૧૯૯૩મા સુરત લાયન્સ ક્લબ ઓફ મીડ વેસ્ટના પહેલા વિકલાંગ પ્રમુખ થયા.
 • લંડનની ટુરમાં રાણી ઈલીઝાબેથ અને વડા પ્રધાન માર્ગારેટ થેચરને મળવાનું માન મળ્યું.
 • ૨૦૦૬ – ગુજરાત સરકારે કનુભાઈના કામની કદર કરીને ૪૦ કરોડની કિંમતની જમીન એમની સંસ્થાના વિકાસ માટે વિના મુલ્યે આપી.
 • વિકલાંગો માટે અલગ હોસ્પિટલ એમનું સ્વપ્ન મુંબાઈના હરિયાની ટ્રસ્ટના ૫ કરોડ રૂપિયાના દાનથી પુરું થયું. હોસ્પિટલનું ઉદઘાટન મુખ્ય પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું.

સન્માન

 • ૪૦ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એવોર્ડ  એનાયત કરવામાં આવેલ છે.
 • ગુજરાત સરકારનો ‘ગુજરાત ગૌરવ’ એવોર્ડ
 • ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ એવોર્ડ

સાભાર 

%d bloggers like this: