ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વૈજ્ઞાનિક

ઝવેરભાઈ પટેલ, Zaverbhai Patel


zp4

વેબ ગુર્જરી પર એક લેખ

– તેમના વિશે બે  લેખ   –   ૧  –   ;   –   ૨   –

લોક – ૧ ઘઉં વિશે

 

———————————————————————————

જન્મ

 • ૯, ડિસેમ્બર- ૧૯૦૩; ગરિયાધાર, (જિ. ભાવનગર)

અવસાન

 • ૨૩, માર્ચ – ૧૯૮૯; લોક ભારતી, સણોસરા

કુટુમ્બ

 • માતા – કુંવરબેન ; પિતા – હરખાભાઈ
 • પત્ની – મણીબેન ( ૧૯૧૦ – ૧૯૯૫ )
 • પુત્રો – અશોક, ભરત, પ્રતાપ, અશ્વિન; મહેશ; પુત્રીઓ – ઉમા, ચન્દ્રિકા, કોકિલા, આશા

શિક્ષણ

 • ૧૯૨૩ –એસ.એસ.સી. , હેરિસ સ્કુલ, પાલીતાણા
 • ૧૯૨૮ – બી.એસ.સી. ( ફર્ગ્યુસન કોલેન; પુના)
 • ૧૯૩૦ – એમ.એસ.સી. –ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ( બેન્ગલોર)
 • ૧૯૩૩ – પી.એચ.ડી. ( યુનિ. ઓફ ઇલિનોઈસ, અરબાના; યુ.એસ.

વ્યવસાય

 • ૧૯૩૩-૧૯૪૮ પાલિતાણા સ્ટેટમાં રેવન્યુ કમિશ્નર
 • ૧૯૪૮- ૧૯૫૫ સૌરાષ્ટ્ર રાજ્યમાં ખેતીવાડી સંશોધનના ડે. કમિશ્નર
 • ૧૯૫૬ – ૧૯૫૯ –ગુજરાત રાજ્યના ખેતીવાડી ખાતાના ડે. ડિરેક્ટર

zp2

તેમના વિશે વિશેષ

 • ભાવનગરની શામળદાસ કોલેજમાં એસ.એસ.સી.  બાદ બે વર્ષ ભણ્યા.
 • ૧૯૨૯ – પિતાનું અવસાન; ૧૯૩૦ – માતાનું અવસાન
 • ૧૯૩૦ – બર્લિન યુનિ., જર્મનીમાં ખેતીવાડી અને જમીન અંગેનો અભ્યાસ
 • અમેરિકામાં પી.એચ.ડી. થયા હોવા છતાં; જેમની સ્કોલરશીપના કારણે વિદેશ જઈ શક્યા હતા;તે પાલીતાણાના મહારાજાના ઋણસ્વીકાર ન ભુલીને ૧૨૫/- રૂપિયાના પગારે રાજ્યની રેવન્યુ ખાતાની નોકરીમાં જોડાયા હતા.
 • ગુજરાત રાજ્યમાં નોકરી દરમિયાન જૂનાગઢમાં ૮૦૦ એકરના ખેતરનો ખેતીવાડી સંશોધન માટે વિકાસ( જે હાલ જૂનાગઢ ખેતીવાડી યુનિ.નો એક ભાગ છે.)
 • ૧૯૫૮-૧૯૬૬ નિવૃત્ત  થયા બાદ ૩૦ વર્ષ સુધી, પોતાના ખર્ચે,પાલીતાણા હાઈસ્કૂલની જમીન અને બાજુનું  ખેતર ભાડે રાખીને ઘઉંની નવી જાત ઉછેરવાના પ્રયોગો કર્યા
 • ૧૯૬૭-૧૯૭૩ ‘લોકભારતી’ – સણોસરા ખાતે ઘઉંની નવી જાતિ વિકસાવવાના પ્રયોગો.
 • ૧૯૭૯ – બીજી શ્રેષ્ઠ જાતો કરતાં, ૧૭% વધારે ઉત્પાદન આપતી લોક–૧ ઘઉંની જાતના સર્જક; ખેડૂતોને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી આપ્યો.

સાભાર

 • શ્રી. પ્રતાપ પટેલ, ચન્દ્રવદન મિસ્ત્રી

હરિનારાયણ આચાર્ય, Harinarayan Acharya


” ઉગે શશાંકુ રજનીરમણી ધીરેથી
આલિંગને ભુજ ભીડી નિજકંઠ બાંધે.
તારાવલી ચમકતી કહી વ્યોમભાગે
મંદાકિની જલપડ્યાં કુમુદાવલીશી.”
” તમે મને નોકરી અને પગાર મારી માનસિક શક્તિ માટે આપો છો કે, મારા પહેરવેશનો? એવું હોય તો, કાલથી નહીં આવું. ”
– ચડ્ડી અને બનિયન પહેરી મોટર સાયકલ રિપેર કરતાં, મોટરમાં બેસી ટકોરતા મિલ માલિકને
– – “પ્રકૃતિ” સામયિક તો હરિનારાયણ આચાર્યએ પોતાનો પ્રાણ રેડીને ઉછરેલું તેમનું માનસસંતાન હતું. ……
હરિનારાયણ આચાર્ય અમદાવાદમાં વસંતકુંજ, એલિસબ્રિજ – અમદાવાદના ઘેરથી અમદાવાદના જ કાંકરિયા પ્રાણી સંગ્રહસ્થાનના નિયામક એમના જેવડા જ વયોવૃદ્ધ રૂબિન ડેવિડને આવો કાગળ લખે. કાનખજૂરાના પગ અને ભીંગડાં ગણવાની આતુરતા બતાવે.
( શ્રી. રજનીકુમાર પંડ્યા)
————————————
જન્મ
 • ૨૫, ઓગસ્ટ- ૧૮૯૭, વીરમગામ; વતન – ઊંઝા

અવસાન

 • ૨૩,મે- ૧૯૮૪, અમદાવાદ
કુટુમ્બ
 • માતા-?, પિતા– ગિરધરલાલ
 • પત્ની – ? દીકરી –ઉષા
શિક્ષણ
 • પ્રાથમિક – ઊંઝામાં, માધ્યમિક – સિદ્ધપુર અને પાટણ
 • ૧૯૧૪– ગુજરાત કોલેજ , અમદાવાદમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ.
વ્યવસાય
 • ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી, સંસ્કૃત અને તત્વજ્ઞાન વિષયોના અધ્યાપક
 • ૧૯૪૫ સુધી –અમદાવાદની ભરતખંડ ટેક્સ્ટાઈલ મીલમાં મેનેજર
 • અમદાવાદના મિલ ઓનર્સ એસોસિયેશનમાં સહાયક મંત્રી

‘મારે ગીધપક્ષીના જીવનક્રમનો અભ્યાસ કરવો છે.’

હરિનારાયણ આચાર્યે જેમને આમ કહ્યું એ જંગલી લોકો હતા. ગીધની એમને બહુ નવાઈ નહોતી, પણ આ ખડખડખાંચમ સાઈકલ ઉપર માત્ર ચડ્ડી-બાંડિયું પહેરીને નીકળેલા છોકરડાએ એમને આ પૂછ્યું તેથી નવાઈ લાગી. છતાં એમણે કહ્યું : ‘જોખમી છે, બહુ જોખમી છે. એવા તંત મૂકી દે ભઈલા.’

એમનો એ તંત નહીં પણ ખંત હતો. એટલે જંગલી લોકોની મોપાજી મૂકીને હરિનારાયણ ખુદ જંગલને રસ્તે આગળ વધ્યા. આગળ ઉપર જ એક અગોચર જગ્યાએ એમને ગીધડાની જમાત જડી ગઈ. મરી ગયેલી એક ભેંસના શબને ચૂંથતા હતા. હરિનારાયણ સાઈકલને ભોંયે સુવડાવીને એ જયાફતની નજીક ગયા ત્યાં તો ગીધડામાં ફફડાટ વ્યાપી ગયો. ઊડાઊડ થઈ પડી અને સાગમટે હરિનારાયણ પર હુમલો કર્યો. લાંબી તીક્ષ્ણ ચાંચોથી એમને એમની જાહલ સાઇકલનાં પૈડાં પણ બચાવી ના શકે. હરિનારાયણ જીવ લઈને દોડ્યા, ને માંડ એ ગીધના ‘જ્યુરીસ્ડિક્શન’ની બહાર નીકળી ગયા, પણ બહાર નીકળીને પહેલું કામ એમણે પોતાની એકની એક સાઈકલની ચિંતા કરવાનું નહીં પણ ગજવામાંથી નોંધપોથી કાઢીને ગીધની ભયની પરિસ્થિતિ વખતની વર્તણૂકનું બારીક અવલોકન લખવાનું કર્યું.

તેમના વિશે વિશેષ
 • તેજસ્વી કારકિર્દીને કારણે આનંદશંકર ધ્રુવના પ્રિય વિદ્યાર્થી
 • અમદાવાદની મિલો સાથે વ્યવસાયિક કારકિર્દી હોવા છતાં અભ્યાસુ વૃત્તિના કારણે વિવિધ વિષયોમાં સંશોધનાત્મક ઋચિ અને ઊંડાણથી અભ્યાસ
 • ‘કુમાર’ અને ‘પ્રકૃતિ’માં અનેકવિધ લેખમાળાઓ ( ‘વનવગડાંના વાસી’ ઘણી પ્રખ્યાત થયેલી લેખશ્રેણી
 • ૧૯૪૨ – ૧૯૬૯ – ‘પ્રકૃતિ’ ના તંત્રી
રચનાઓ
 • દીર્ઘકાવ્ય – સીતા વિવસન
 • વિજ્ઞાન – વનવગડાંના વાસી, ગુજરાતનાં પ્રાણીઓની સર્વાનુક્રમણી
સન્માન
 • ૧૯૪૭ – રણજિતરામ સુવર્ણ ચન્દ્રક
સાભાર
 • ગુજરાતી સાહિત્યકોશ
 • ડો. કનક રાવળ, શ્રી. રજનીકુમાર પંડ્યા, શ્રી. બીરેન કોઠારી

ત્રિભુવનદાસ ગજ્જર, Tribhovandas Gajjar


tribhovandas_gajjar.jpg

______________________________________________________
જન્મ

ઓગસ્ટ –  1863, સૂરત

અવસાન

જુલાઈ –  17, 1920

કુટુમ્બ

પિતા

  –  કલ્યાણદાસ ગજ્જર

અભ્યાસ

 • મેટ્રિક – સૂરત.
 • બી. એસસી. –  એલ્ફિંસ્ટન કોલેજ મુંબઈ
 • એમ. એ.

વ્યવસાય

 • શિક્ષણ, અધ્યાપન

tribhuvandasgajjarpage-1tribhuvandasgajjarpage-2જીવન ઝરમર

 • મ.સ. યુનિ. વડોદરાના કલાભવનના સ્થાપક પ્રિન્સીપાલ
 • વડોદરા કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર
 • મુંબઈની વિલ્સન કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર
 • “રંગરહસ્ય” નામક ત્રિમાસિકનું સંપાદન.
 • રંગ-રસાયણ ક્ષેત્રે પ્રયોગો કરી વિશ્વપ્રસિદ્ધ થયા.
 • વિજ્ઞાનના અઘરા વિષયોના પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.

સાભાર 

 • રજની વ્યાસ ( ગરવા ગુજરાતી )

હોમી ભાભા, Homi Bhabha


bhabhaFather of nuclear sciences in India.

”આપણે પહેલાં અણુ શસ્ત્રોનું ઉત્પાદન કરવાની તાકાત કેળવવી જોઇએ, અને પછી દુનિયાને ગાંધીજીની વાત સમજાવવી જોઇએ.”

#  વેબ સાઇટ  – 1 –  :  – 2 –

____________________________

નામ

હોમી જહાંગીર ભાભા   

જન્મ

30- ઓક્ટોબર, 1909, મુંબાઇ

અવસાન

24 – જાન્યુઆરી, 1966, માઉન્ટ બ્લાન્ક , યુરોપ – વિમાની અકસ્માતમાં

કુટુમ્બ

પિતા – જહાંગીર, માયસોરમાં શિક્ષણ ખાતાના ઇન્સ્પેક્ટર જનરલ

અભ્યાસ

 • 1927– કેમ્બ્રીજ યુ.કે.માં મીકેનીકલ એંજિનીયરીંગ ભણવા ગયા
 • 1935 – કેવેન્ડીશ લેબોરેટરીમાંથી પી.એચ.ડી.
 • નોબલ ઇનામ વિજેતા પોલ ડીરાક સાથે કામ કર્યું હતું,  ભૌતિક શાસ્ત્રના માંધાતા જેવા વિજ્ઞાનીઓ ફર્મી, બોર્ હ , ફ્રેન્કના અંગત સંપર્કમાં

વ્યવસાય

 • જાણીતા અણુ વિજ્ઞાની
 • ભારત સરકારના અણુશક્તિ ખાતાના સેક્રેટરી

 

                 

જીવન ઝરમર

 • 1939 – ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ- બેન્ગ્લોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મીક કિરણોના સંશોધન માટેનું કેન્દ્ર સ્થાપ્યું
 • 1945– જે. આર. ડી ટાટા ની દોરવણી હેઠળ મુંબાઇમાં ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ (TIFR) ના ડિરેક્ટર ( હીરોશીમાના અણુ ધડાકાના ચાર જ મહીના બાદ)
 • 1948 –  ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ જવાહરલાલ  નહેરૂની પ્રેરણા અને મદદથી એટોમીક એનેર્જી કમીશન ઓફ ઇન્ડીયાની સ્થાપના
 • 1954 – ભારત સરકારના એટોમીક એનેર્જી ડીપાર્ટમેન્ટના  સેક્રેટરી
 • 1955– જીનીવા ખાતે એટોમિક એનેર્જીના શાંતિમય ઉપયોગો માટેની કોન્ફરંસ ના પ્રેસીડેન્ટ
 • 1966 – માઉન્ટ બ્લાન્ક , આલ્પ્સ પાસે વિમાની હોનારતમાં અવસાન ( આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાની દહેશત –  13 જ દિવસ પહેલાં લાલ બહાદુર શાસ્ત્રી પણ ભેદી રીતે તાશ્કંદમાં હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા હતા )
 • ભારતના અનેક પ્રતિષ્ઠીત અણુ વિજ્ઞાનીઓને તૈયાર કર્યા

સન્માન

તેમના સ્મારક તરીકે એટોમીક એનર્જી એસ્ટાબ્લીશમેન્ટ,  ટ્રોમ્બેનું નામ ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર રાખવામાં આવ્યું

વિક્રમ સારાભાઈ


“No great importance is to be given  to mere  experience.”
“He who can listen to the music in the midst
of noise can achieve great things.”

સ્વપ્ન – એમના જ શબ્દોમાં

…….હુ એ દિવસની કલ્પના કરુ છુ કે, ભારતનો પ્રત્યેક નાગરિક ટેલિવિઝન મારફત શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને દેશના ખૂણે ખૂણે વસતા પ્રત્યેક માનવી સુધી જ્ઞાનનો સંદેશ પહોંચાડવાનો આ એક જ ઉપાય છે…….

# જીવન ઝરમર  – 1 –  :  – 2 –

______________________ – હરીશ દવે

 

નામ

ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ

જન્મ

ઓગસ્ટ 12, 1919, અમદાવાદ

અવસાન

31 ડીસેમ્બર, 1971, ત્રિવેન્દ્રમ

કુટુમ્બ

પિતા – અંબાલાલ સારાભાઈ ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ; માતા – સરલાબેન ; ભાઇ બહેન – સાત; પત્ની -મૃણાલિની  – જાણીતા નૃત્યકાર ; પુત્રી – મલ્લિકા – જાણીતા કલાકાર

અભ્યાસ

1939 – “ટ્રાઈપોસ” કેમ્બ્રિજ (ઈંગ્લેંડ) થી ; 1947 – પી.એચ.ડી. કેમ્બ્રિજ (ઈંગ્લેંડ)

વ્યવસાય

ભારતના અગ્રીમ ભૌતિક શાસ્ત્રી, અણુ-વિજ્ઞાની તથા અવકાશ-કાર્યક્રમોના પ્રણેતા

Vikram_Sarabhai_1

દર્પણ એકેડેમીમાં એમનું શિલ્પ

જીવન ઝરમર

 • પિતાના વિશાળ ઘર ‘રીટ્રીટ’ માં જ બધા ભાઇ બહેનો માટે શાળા, એક સમયે 11 જેટલા શિક્ષકો હતા, જેમાંના ઘણા પી.એચ. ડી. થયેલા હતા; બાળપણમાં ઘેર જાણીતી પ્રતિભાઓ લાંબા સમય સુધી રોકાતી- જેવાકે ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વિ. ; આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો.
 • કારકીર્દિની શરૂઆતમાં ઈંડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ , બેંગલોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મિક કિરણો પર રીસર્ચ
 • એમ. આઈ. ટી. (અમેરિકા) માં થોડોક સમય વિઝિટીંગ પ્રોફેસર
 • 1956 અટીરા(અમદાવાદ)ની સ્થાપના અને માત્ર 37 વર્ષની ઉમ્મરે તેના ડિરેક્ટર
 • ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી, અમદાવાદના પ્રથમ ડિરેક્ટર
 • 1962 -આઈ. આઈ. એમ. (અમદાવાદ) ની સ્થાપના
 • થુમ્બાના રોકેટ લોંચિંગ સ્ટેશન તથા ત્રિવેન્દ્રમ(થીરૂવનંથપુરમ)ના સ્પેસ સેંટરના સ્થાપક
 • ભારતના સ્પેસ રીસર્ચના  પ્રણેતા
 • ભારતના એટમિક એનર્જી કમિશનના ચેરમેન
 • 1968 – યુનોની સ્પેસના શાંતિમય ઉપયોગ માટેની કોન્ફરન્સના ચેરમેન

સન્માન

 • 1962– ભૌતિકશાસ્ત્ર માટે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ
 • 1966– ભારત સરકાર તરફથી પદ્મભુષણનો ઇલ્કાબ
 • 1972 – ભારત સરકાર તરફથી મરણોત્તર પદ્મ વિભૂષણ ઇલ્કાબ
%d bloggers like this: