ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: શિક્ષક

સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker


સાભાર

શ્રી. નિરંજન મહેતા, જન્મભૂમિ

જન્મ

૩૦, જુલાઈ – ૧૯૪૨ ; પેઢામલી ( વિજાપુર પાસે)

અવસાન

૨૭, જુલાઈ, મુંબાઈ

કુટુમ્બ

માતા – ? ; પિતા – ત્રિકમલાલ
પત્ની – અનસૂયા ; પુત્રો – આશિષ, સ્વ. સમીર; પુત્રી – અર્ચના

શિક્ષણ

એમ.એ. ; બી.એડ.

વ્યવસાય

  • બાલભારતી શાળા, કાંદિવલી, મુંબાઈ
  • એન.એમ. કોલેજ, પાર્લા, મુંબાઈ
  • પ્રાચાર્ય, સંસ્કાર સર્જન શાળા, મલાડ

તેમના વિશે વિશેષ

  • દેશ વિદેશમાં ડાયરા, કવિ સંમેલન અને મુશાયરાઓનું સંચાલન
  • અવસાન સમયે પૌત્ર પ્રેરક સાથે બોરીવલી, મુંબાઈમાં રહેતા હતા.

રચનાઓ

  • કાવ્યસંગ્રહો – પ્રવાહ, ક્ષણ, એ જ લખવાનું તને, વાયરો, ડોલરવન, પ્રાગડ, અશ્રુપર્વ , કમળપૂજા, સોણલાં ( બાળગીતો)
  • લલિત નિબંધ – અર્થની વેણુ
  • નાટકો – સરસ્વતીચંદ્ર, નરસૈયાનો નાથ
  • શોધ નિબંધ – ન છડિયા હથિયાર
  • સંપાદન – કવિ કાગ કહે, ભમ્મરિયા કૂવાને કાંઠડે ( લોકગીતો )

લયસ્તરો પર તેમની રચનાઓ અહીં

સન્માન

હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક

મજાનાં ઘર…
આંગણું, પરસાળ ને ઊંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં.

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા,
આમ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઈ
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.

એ પછીથી મોરનાં પીછાં થયાં,
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.

– સુરેન ઠાકર ‘મેહુલ’
—————————–
પહેલી જિંદગી… વહેલી જિંદગી

કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.

જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.

પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.

એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.

લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.

આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.

એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ સાચવેલી જિંદગી.

-સુરેન ઠાકર ‘મેહુલ’

મનસુખ સલ્લા, Mansukh Salla


માનવતાના કેળવણીકાર
અને
સમાજ ઉત્કર્ષના સાહિત્યકાર

મનુભાઈ પંચોળી ‘દર્શક’ કહેતા કે સાહિત્ય અને શિક્ષણ એ તો સમાજની બે આંખો છે. મનસુખભાઈએ સમાજની આ બન્ને આંખોની માવજત કરીને તે ને ‘દૃષ્ટિ’ આપવાનું સફળ કામ કર્યું છે.

રીડ ગુજરાતી પર તેમનો એક લેખ – પૂણ્યનું વાવેતર

જન્મ

૨, નવેમ્બર – ૧૯૪૨ ; ગામ – નેસડી, સાવરકુંડલાની નજીક , અમરેલી જિલ્લો

કુટુમ્બ

માતા– વિમળાબેન ; પિતા – મોહનલાલ
પત્ની – કલ્પનાબેન પુત્ર – નિશીથ; પુત્રીઓ – માધવી( વિનોબા આશ્રમ, ગોત્રીમાં પતિ સાથે વ્યવસ્થાપક ) , સ્વાતિ

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – સાત ધોરણ સુધી વતનમાં ; આગળનું ભણતર ખડસલી લોકશાળામાં
૧૯૬૩ – બી.એ. – લોકભારતી સણોસરા
૧૯૬૬ – એમ .એ., ગુજરાત વિદ્યાપીઠ

વ્યવસાય

૧૯૬૬ – આંબલામાં શિક્ષક
૧૯૬૭ – ૧૯૮૨ લોકભારતી, સણોસરામાં અધ્યાપક
૧૯૮૨ – ૨૦૦૩ – લોકભારતીમાં આચાર્ય

તેમના વિશે વિશેષ

  • પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થયું.
  • સોની પરિવારનાં માતાએ ખેતરમાં મજૂરી પણ કરી હતી. પણ પછી શિક્ષણ મેળવી સિવણકામ કરતાં અને બાલવાડીનાં શિક્ષિકા પણ બનેલાં  
  • બી.એ. અને એમ.એ. બન્નેમાં પ્રથમ વર્ગમાં પ્રથમ
  • શિક્ષક, આચાર્ય, ડીન, સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી, સેનેટ, સિન્ડિકેટ કે એકેડેમિક કાઉન્સિલના સભ્ય, સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીના ગર્વનિંગ બોડીના સભ્ય
  • તેમના અનેક વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં સમાજનિષ્ઠા સાથે સ્થાયી થયા છે.
  • ૨૦૦૩ થી – અમદાવાદના રામદેવનગરમાં નિવાસ
  • હાલ ગુજરાત કેળવણી પરિષદના સારથિ તરીકે તેઓ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે.

રચનાઓ

  • હૈયે પગલાં તાજાં
  • માણસાઈની કેળવણી
  • અનુભવની એરણ પર
  • તુલસીનક્યારાના દીવા
  • ગાંધીઃ દુનિયાની નજરે

સન્માન

નર્મદ ચંદ્રક

સાભાર

શ્રી. રમેશ તન્ના – તેમની ફેસબુક દિવાલ પરથી
[ https://www.facebook.com/ramesh.tanna.5/posts/10157959236577893 ]

પ્રેમશંકર નરભેરામ ભટ્ટ, Premshankar N. Bhatt


‘પ્રેમ’

જન્મ – ૧૫. માર્ચ – ૧૯૧૦ ; ભાવનગર 
અવસાન – ૧૧, ઓક્ટોબર – ૨૦૧૬, ગાંધીનગર

– ૧ –
– ૨ –
– ૩ –
– ૪ –

મુસ્તનશીર બર્મા( Mustanshir Barma)


ગુજરાતી ભૌતિકશાસ્ત્રી

વિકિપિડિઆ પર

જન્મ

૨૭, ડિસેમ્બર – ૧૯૫૦, મુંબઈ

કુટુમ્બ

માતા– ? ; પિતા – ?
પત્ની – રશીદા

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – કેંપિયન સ્કૂલ, મુંબઈ
ઉચ્ચ – એમ,એસ,સી, – સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈ
પી.એચ. ડી. – ન્યુ યોર્ક સ્ટેટ યુનિવસિટી, સ્ટોની બ્રૂક

વ્યવસાય

પ્રોફેસર, લેખક, વૈજ્ઞાનિક
ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ડિરેક્ટર

તેમના વિશે વિશેષ

  • આંકડા શાસ્ત્રીય ભૌતિકશાસ્ત્રના નિષ્ણાત
  • Associate of the Indian Academy of Sciences (1983 – 86).
  • Honorary faculty member, Jawaharlal Nehru Centre for Advanced Scientific Research, Bangalore (1998 – 2001).
  • J.C. Bose Fellowship of the Department of Science and Technology (2007).
  • Seventh Abdus Salam Memorial Lecture, Jamia Millia Islamia, New Delhi (2009).

Specific research directions being pursued include

  • Fluctuation-dominated phase ordering, which involves a fine balance between giant fluctuations and long range order, and is found in a variety of soft matter systems.
  • Multispecies coupled driven systems, at instabilities which lead to phase separation.
  • Entropy-induced ordering of hard objects, with a focus on the dynamics of approach to the steady state.
  • Aggregation-fragmentation dynamics, leading to macroscopic condensates and temporal intermittency, with connections to intra-cellular transport of proteins.
  • Disordered driven systems, to clarify qualitative aspects of transport of particles and interfaces driven in random media.

રચનાઓ

તેમણે પ્રકાશિત કરેલ અઢળક રિસર્ચ સામગ્રી

સન્માન

  • Young Scientist Award of the Indian National Science Academy (1980).
  • Shanti Swarup Bhatnagar Prize for the Physical Sciences awarded by the CSIR (1995).
  • DAE Raja Ramanna Prize Lecture in Physics (2004).
  • S.N. Bose Birth Centenary Award of the Indian Science Congress (2007).
  • R.S. Goyal Prize for Physics (2006), awarded in 2010.

2013
—-
Padma Shri Award

સાભાર

શ્રી. મોઇઝ ખુમરી

પંકજ જોશી, Pankaj Joshi


રીડ ગુજરાતી પર તેમની સાથે એક મૂલાકાત

વિકિપિડિયા પર

વિજ્ઞાનના વિખ્યાત સામાયિક Scientific American’ માં તેમના બે લેખ

ગૂગલ સ્કોલર તરીકે તેમની વિગતો

‘આજકલ’ પર એવોર્ડ સમાચાર

સંપર્ક
ઈમેલ – psjcosmos@gmail.com

જન્મ
૨૫, એપ્રિલ , ૧૯૫૩; શિહોર ( ભાવનગર જિ. )

કુટુમ્બ
માતા – અરૂણા  ; પિતા – શાંતિલાલ
પત્ની -દિવ્યા ;  દીકરી – નુપૂર

શિક્ષણ
૧૯૭૫ – એમ.એસ.સી.
૧૯૭૯ – પી.એચ.ડી.

વ્યવસાય
TIFR માં સિનિયર પ્રોફેસર
ચારૂસેટ યુનિ. ના કુલપતિ ( Provost)  

તેમના વિશે વિશેષ

  • ઘરશાળાના વિદ્યાર્થી , બાળપણથી વિજ્ઞાનમાં ઊંડો રસ.
  • માતાના પિતા ચંદ્રશંકર યાજ્ઞિકે શિહોર વગેરે વિસ્તારમાં ખૂબ સામાજિક કાર્ય કર્યું હતું.
  • તેમનો પી.એચ.ડી. માટેનો વિષય – ‘A Study of Causality Principle in General Relativity’.
  • બ્લેકહોલની તસવીર લેવાની ઐતિહાસિક ઘટનામાં માતબર પ્રદાન.
  • બ્લેક હોલ અને તારાઓની મૃત્યુ પછીની સ્થિતિ અંગે નેકેડ સિંગ્યુલારિટી નામની થિયરીના સંશોધક
  • તેમના સંશોધનને ધ્યાનમાં લઇને સ્ટિફન હોકિંગે તેમને ૧૯૮૩માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આમંત્રણ આપીને બોલાવ્યા હતા. સ્ટિફન હોકિંગને તેઓ પોતાના ગુરૂ માનતા.
  • વિશ્વની અનેક સંસ્થાઓમાં વિઝિટિંગ પ્રોફેસર
  • ચારુસેટમાં આવતા પહેલાં મુંબઇ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચના ડિપાર્ટમેન્ટ ઑફ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં સિનિયર પ્રોફેસર.
  • આણંદ પાસે ચાંગા ગામમાં આવેલ ચારુસેટ યુનિ. ના કુલપતિ
  • તેમના નામે 200 જેટલા પબ્લિકેશન્સ ઈન્ટરનેશનલ જર્નલ્સ અને બુક્સમાં છે.
  • સાતથી વધુ વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરી પીએચ ડી.ની પદવી મેળવી છે. તારાઓના વિલય અંગેની તેમની ફાયર બોલ થીયરી આજે વિશ્વમાં ચર્ચામાં છે. તાજેતરમાં અમેરિકાના વિશ્વ પ્રસિદ્ધ `સાઇન્ટિફિક અમેરિકન’ મેગેઝીને તેમનો લેખ તથા કાર્ય કવર સ્ટોરી તરીકે પ્રસિદ્ધ કર્યું છે જેનો વિશ્વની પંદરથી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે.

રચનાઓ

ગુજરાતીમાં – કુતુહુલ, બાળ શ્રેણી, ભાગ ૧,૨; કુતુહુલ, કિશોર શ્રેણી, ભાગ ૧,૨; પ્રયોગોની મઝા, અવનવા પ્રયોગો, તારા સૃષ્ટિ, બ્રહ્માંડ દર્શન, બ્રહ્માંડ-ગોષ્ઠિ

અંગ્રેજીમાં – અનેક સંશોધન લેખો અને વિજ્ઞાન સંબંધી પુસ્તકો

સન્માન
વિધ્યાવિકાસ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સારસ્વત ગૌરવ એવોર્ડ

૨૦૨૦ – સાયન્સ ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના એવા ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીનો વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ

નગીનદાસ સંઘવી, Nagindas Sanghvi


“ હું તો મારા વિદ્યાર્થીઓના હાથે ટીચાઈ ટીચાઈને ઘડાયો છું.”
હુલામણું નામ – નગીનબાપા

ન્મ

૧૦, માર્ચ – ૧૯૨૦; ભાવનગર

અવસાન

૧૨, જુલાઈ- ૨૦૨૦; સુરત

કુટુંબ – ??

શિક્ષણ

એમ.એ.  ભાવનગર

વ્યવસાય

શિક્ષણ – ૧૯૫૧ – ૮૦, ભવ ન્સ કોલેજ , અંધેરી , રુપારેલ કોલેજ – માહીમ; મીઠીબાઈ કોલેજ, વિલે પાર્લે  મુંબઈ
સામાયિકોમાં કટાર લેખક

તેમની ચેનલ

https://www.youtube.com/channel/UCP5z9huJwsrMwtB1_rmwW9g/videos

તેમના વિશે વિશેષ

  • 1944માં ભણવાનું પૂરું કર્યું હતું. મુંબઈમાં ઍડ્વર્ટાઈઝિંગ કંપનીમાં મહિને 30 રૂપિયાના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. એક-બે જગ્યાએ કામ કર્યા પછી ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષ કટારલેખન કરતાં હતા.
  • એક ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું હતું. વચ્ચે બે વાર મુંબઈથી ભાવનગર પાછા ગયા હતા.
  • ૧૯૫૦ ના વર્ષમાં મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. એ પછીનાં બત્રીસ વર્ષ મુંબઈની રૂપારેલ તથા મીઠીબાઈ કૉલેજમાં ભણાવ્યું હતું. તેઓ રાજકારણ અને ઈતિહાસના વિષય શીખવતા હતા.
  • તેઓ કૉલેજમાં ભણાવતા હતા ત્યારથી સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું.  નિવૃત્તિ પછી પણ તેઓ લખતા રહ્યાં હતા. 1982માં મહિને 700 રૂપિયાનું પેન્શન મળતું હતું. પણ એમાં એમનું ઘર ચાલે એમ નહોતું એટલે લખવાનું કામ કરીને કમાતા હતા. આમ તેઓ અકસ્માતે લખતા રહ્યાં હતા.
  • મુંબઇની મીઠીબાઇ કૉલેજમાં પૉલિટીકલ સાયન્સના વડા તરીકે નિવૃત્ત થયા હતા. 
  • ૧૯૬૨ થી – ચિત્રલેખા અને બીજાં સામાયિકોમાં રાજકારણને લગતી નિયમિત કટારોમાં નીડર લેખન
  • રાજકીય પ્રવાહોની તલસ્પર્શી છણાવટ અને સાચા અર્થમાં અને તડ અને ફડ કરનારા
  • મૂળ રામાયણમાંથી ઘણી બધી એવી બાબતો તેમણે મૂકી કે જે કથા અને પાત્રો અંગેની રૂઢિગત માન્યતાઓને માફક ન આવી. લેખમાળા સામેનો વિરોધ હુલ્લડબાજી અને છાપાંની હોળી સુધી પહોચ્યો હતો. તેમની કોલમ આખરે એ બંધ થઈ, આક્ષેપોનો જવાબ આપવાનો લેખકનો હક્ક પણ તંત્રીસાહેબોએ નકારવો પડ્યો.  નોંધપાત્ર છે કે પછીના વર્ષે નગીનદાસે એ લેખમાળાને  ‘રામાયણની અંતરયાત્રા’ પુસ્તક તરીકે જાતે પ્રકાશિત કરવાની હિમ્મત દાખવી. ડૉ. આંબેડકરનાં ‘રિડલ ઑફ રામ’ લખાણની યાદ અપાવતાં આ પુસ્તકનાં પાનેપાને તલ:સ્પર્થી સંશોધન અને  સ્વતંત્ર ચિંતન દેખાય છે.
  • તેઓ આસ્તિક બિલકુલ ન હતા. ધર્મ એમના માટે અધ્યાત્મનો વિષય ન હતો. તેઓ માનતા કે ધર્મ વગર કોઈ સમાજ ટક્યો નથી અને ટકી શકે પણ નહીં. નગીનભાઈ પોતે જ કહે તા હતા, ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજકારણ વિશેનાં લખાણોએ એમને ઘણા આજીવન દુશ્મન આપ્યા છે તો પ્રગાઢ દોસ્તો પણ આપ્યા છે.

ચનાઓ

  • મહામાનવ કૃષ્ણ, ગીતા નવી નજરે, ગીતા વિમર્શ,  નરે ન્દ્ર મોદી – એક રાજકીય સફર, રામાયણની અંતરયાત્રા,
  • તડફડ શ્રેણી – ભારત, ધર્મ, ઈતિહાસ, જીવન, રાજનીતિ, સમાજ, સંસ્કૃતિ, વિશ્વ, સોંસરી વાત, નગીનદાસ સંઘવીનું  તડ ને ફડ
  • સંકલન – એમની વિવિધ કટારોના લેખોમાંથી સંકલન કરેલા આઠ  પુસ્તકોનો સેટ
  • ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી અઢાર પુસ્તક અને 29 પરિચય પુસ્તિકાઓ. 

સન્માન

૨૦૧૮ – પદ્મશ્રી , ભારત સરકાર
વજુ કોટક સુવર્ણ ચંદ્રક

મનુ વોરા, Manu Vora


Manu Voraજીવન મંત્ર  – ( સમાજને)

  • નિસ્વાર્થ પ્રદાન
  • નિઃશુલ્ક ચક્ષુદાન
  • નિઃશુલ્ક વિદ્યાદાન

तमसो मा ज्योतिर्गमय ।

# તમારી શક્તિઓને જાણો અને જીવનના સઘળાં પાસાંઓમાં તેનો ઉપયોગ કરો.

# આપણે જ્ઞાન વહેંચીએ, ત્યારે તે વધે છે; છુપાવીએ ત્યારે તે મરણ પામે છે.

# ‘Blind foundation for India’ web site

# AICTE NEP 2020 Implementation Plan

[ અહીંથી એ લેખ ડાઉન લોડ કરો ]

       After all, no one has figured out, how to take their knowledge or wealth with them, when they depart from this world!

જન્મ

  • ઓક્ટોબર – ૧૯૪૫, મુંબઈ; વતન – અમરેલી

કુટુમ્બ

  • માતા– શાન્તાબહેન; પિતા – કિશનદાસ
  • પત્ની – નીલા ( લગ્ન – ૧૯૭૪ ) ;  પુત્રો  – આશિષ, આનંદ

શિક્ષણ

  • ૧૯૬૨ – એસ.એસ.સી.  પ્રાથમિક અને માધ્યમિક ( પારેખ & મહેતા શાળા, અમરેલી )
  • ૧૯૬૪ – ઈન્ટર સાયન્સ , ખાલસા કોલેજ, મુંબઈ
  • ૧૯૬૮ – B. Tech(Chem.Engg.) , IIT બનારસ હિન્દુ યુનિ.
  • ૧૯૭૦ – M. S. (Chem.Engg), IIT, Chicago
  • ૧૯૭૫ – Ph.D. (Chem.Engg), IIT, Chicago
  • ૧૯૮૫ – MBA (Marketing), Keller Graduate School of Management, Chicago

વ્યવસાય

  • કન્સલ્ટિંગ(Quality Management ), શિક્ષણ

WhatsApp Image 2021-03-06 at 5.27.19 PM

ભારતમાં અંધ જનો માટે કરેલ કામ માટે તેમને એલિસ આઈલેન્ડ સોસાયટી તરફથી મળેલ એવોર્ડ

તેમના વિશે વિશેષ

  • છ વર્ષની ઉમરે માતા અને પિતા બન્નેને ગુમાવ્યા
  • ૧૯૫૯ –  નહીં ફૂટેલા માનીને  ફટાકડાની પાસે જતાં ૨૪ કલાક માટે દૃષ્ટિ ગુમાવી, આ બનાવને કારણે અંધ જનો માટે પાયાની સહિષ્ણુતા જન્મી.
  • ઝળહળતી શૈક્ષણિક કારકિર્દીના કારણે શિકાગો ભણવા જવા માટે J. N. ટાટા સ્કોલરશીપ મેળવી
  • પત્ની નીલા પણ ડોક્ટર છે અને M.D. ની પદવી ધરાવે છે.
  • ૧૯૮૯ થી હાલ સુધી  – ભારત માટે Blind Foundation for India ની સ્થાપના અને સંવર્ધન
  • ૧૯૯૩થી હાલ સુધી  – ધંધાકીય શિક્ષણ માટેની સંસ્થાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆત
  • ૨૦૧૩ – ભારતમાં ‘Gift of Knowledge’ Project ની શરૂઆત
  • ૨૦૧૮ – IIT (BHU) માં ફુલ બ્રાઈટ નિષ્ણાત પ્રોજેક્ટ્ની પૂર્ણાહુતિ
  • અમેરિકા, આફ્રિકા, યુરોપ , લેટિન અમેરિકા, મધપૂર્વના દેશોમાં અનેક વખત અંગત અને સેવા પ્રોજેક્ટો માટે પ્રવાસ
  • Quality & Business Excellence અંગે અનેક પ્રવચનો, અને અભ્યાસુ લેખો, બ્લોગ પર લેખો

Gift of Knowledge for nation building ( click here to read a .pdf file )

feature-story-img2

રચના

“Managing Human Capital” Chapter in “Six Sigma for Transactions and Service”  Book, McGraw-Hill, 2005.

સન્માન

  • ૨૦૧૦ – અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના tarafthi Volunteer Service Award
  • ૨૦૧૪ – હેરિન્ગ્ટન / ઇશિકાવા મેડલ – Asia Pacific Quality Organization, Manila, Philippines
  • ૨૦૧૫ – Distinguished Alumnus Award, Banaras Hindu University
  • ૨૦૧૭ – Association of IIT BHU Alumni,  Life-Time Achievement Award
  • ૨૦૧૮ – Times Now અને ICICI Bank તરફથી NRI of the year award

સંજય કોરિયા


———————————————————————————————————

સપર્ક

  • હરિકૃષ્ણ નગર-2, ગંગાભુવન વિસ્તાર, જસદણ, જિલ્લો રાજકોટ
  • Cell : 989 800 1982
  • ઈમેલ  –  sanjay.koriya@yahoo.com

જન્મ

કુટુંબ

શિક્ષણ

  • M.A., M.Ed., Ph.D.

વ્યવસાય

  • શિક્ષક – અજમેરા હાઈસ્કુલ, વિંછિયા

તેમનો બ્લોગ 

skoria_blog

આ ચિત્ર પર ક્લિક કરો.

દરેક શિક્ષકે આત્મસાત કરવા જેવી તેમની ઈ-બુક 

sk_eb

આ શિર્ષક પર ક્લિક કરો.

તેમના વિશે વિશેષ

  • લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો, સાપ્તાહિકો, દૈનિકોમાં સામાજિક, શૈક્ષણિક અને પ્રેરણાત્મક લેખો પ્રકાશિત થયેલ છે.  તેમજ રાજ્ય અને નેશનલ કક્ષાના સેમિનારમાં આઠ રીસર્ચ  પેપર રજૂ કરેલ છે.
  • માનદ્ સહ-સંપાદક  : સંસ્કૃતિ દર્શન સામયિક – માણાવદર
  • તંત્રી –  શિક્ષણસેતુ ઈ-મેગઝિન – જસદણ
  • ત્રણેક પુસ્તકો પ્રકાશન હેઠળ છે.
  • સદસ્ય –  ગુજરાતી લેખક મંડળ – અમદાવાદ, સમન્વય શિક્ષણ અભિયાન – ભાવનગર, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ – વડોદરા;  ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ  – અમદાવાદ
  • પ્રજાપતિ જ્ઞાતિના ઉત્કર્ષ માટે નોંધ પાત્ર કામગીરી; તે માટે જ્ઞાતિની ઘણી સંસ્થાઓ દ્વારા એવોર્ડ અપાયા છે.

રચનાઓ

  • ચરિત્ર – પ્રજાપતિ સાહિત્યિક પ્રતિભાઓ
  • પ્રેરણાત્મક – શ્રેષ્ઠ પ્રેરક પ્રસંગો, સેલ્ફ મેનેજમેન્ટ, શ્રેષ્ઠ પ્રેરક વિચારબિંદુઓ
  • ચિંતન – મૂલ્ય શિક્ષણ

સન્માન 

  • ફેબ્રુઆરી – ૨૦૧૮ –  G.C.E.R.T.–ગાંધીનગર દ્વારા ઇનોવેટિવ શિક્ષકનો એવોર્ડ
  • જુલાઈ – ૨૦૧૮ –  સાંદિપની વિદ્યાનિકેતન દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
  • જુલાઈ – ૨૦૧૮ – તેજસ્વિતા સન્માન,  શ્રી સહજાનંદ સંસ્કાર ધામ – ફરેણી

નટવર ગાંધી, Natwar Gandhi


ng11‘નાણાંકીય બાબતોના જાદૂગર કવિ’

  • તમારે હર્મ્યે ના હતી કશી કમી કલ્પતરુની,
    હતાં માતાપિતા, સુખવતી હતી પત્ની પ્રમદા,
    હતાં દૈવે દીધા દયિત સુત, ઐશ્વર્ય જગનું,
    અકસ્માતે જોયાં દુઃખ જગતનાં, વૃદ્ધ વયનાં.
    પીડા, વ્યાધી જોયાં, શબ વિરૂપ, ભિખારી ભમતાં,
    લલાટે આવું જે જીવન લખ્યું તે કેમ જીવવું ?
    ત્યજી પત્ની સૂતી, સુત,  વિત ત્યજી ચાલી નીકળ્યા,
    તપશ્ચર્યા વેઠી, કરુણ નયને બુદ્ધ પ્રગટ્યા !
  • ચડાવી સૂટ, બૂટ ટાઈ ફરતા ઘણા તોરથી,
    ગીચોગીચ વસે અસંખ્ય જન બાપડા ચાલીમાં,
    વસે ઝૂંપડપટ્ટી, કૈંક ફૂટપાથ લાંબા થતા,
    લગાવી લિપસ્ટિક કૈંક ગણિકા ફરે, નોતરે,
    અહીં ઊઘડી આંખ, પાંખ પ્રસરી ઊડ્યો આભ હું,
    મહાનગર આ, ભણ્યો જીવનના પાઠ હું.
  • ‘ઓપિનિયન’ પર તેમની આત્મકથા વિશે
  • પરિચય લેખો
    –     ૧     – –     ૨    –

——————————————————-

જન્મ

  • ૪, ઓક્ટોબર – ૧૯૪૦; સાવરકુંડલા, જિ. અમરેલી

કુટુમ્બ

  • માતા– શાંતા બહેન; પિતા – મોહનલાલ
  • પત્ની – ૧) સ્વ. નલીની ૨) પન્ના નાયક ;  પુત્ર  – અપૂર્વ ; દીકરી – સોનલ

શિક્ષણ

  • પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ – સાવરકુંડલામાં
  • બી.કોમ. ( સિડનહામ કોલેજ ); એલ.એલ.બી.( ગવર્મેન્ટ લો કોલેજ )  –  મુંબાઈ
  • એમ.બી.એ. ( Atlanta  uni.)
  • પી.એચ.ડી.  ( Louisiana Uni.)

વ્યવસાય

  • શરૂઆતમાં મુંબાઈમાં વિવિધ જગ્યાઓએ નોકરી
  • અમેરિકામાં શિક્ષણ બાદ પ્રોફેસર
  • વોશિંગ્ટન ડી.સી. ની મ્યુનિસિપાલીટીમાં વિવિધ ફરજો.
  • ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર પદેથી અંગત કારણોસર રાજીનામું

davda

આ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી તેમની આત્મકથા ધારાવાહી રૂપે વાંચો – માણો.

Inline image

તેમની સાથે એક ઇન્ટરવ્યૂ

તેમના વિશે વિશેષ

  • શરૂઆતમાં મુંબાઈમાં  મૂળજી જેઠા મારકિટ, ટેક્ષ્ટાઈલ મીલો અને અન્ય પેઢીઓમાં નોકરી.
  • ૧૯૬૫   માં અમેરિકા સ્થળાંતર
  • અમેરિકામાં અભ્યાસ બાદ પીટ્સબર્ગ યુનિ. અને અન્ય યુનિ.ઓમાં શિક્ષણ કાર્ય
  • ૧૯૭૬ – ૧૯૯૭  અમેરિકન કોન્ગ્રેસની વોચ ડોગ એજન્સી એજન્સી – જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં પોલિસી અને એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું.
  •  ૧૯૯૭ — વોશિંગ્ટન ડી.સી. સ્ટેટમાં ટેક્સ કમિશ્નર
  • ૨૦૦૦-૨૦૧૪ ત્યાં જ ચીફ ફાઈન્સાન્સિયર ( એ હોદ્દાની રૂએ વૉશિન્ગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. એ કામમાં સંકળાયેલા સરકારી કર્મચારીઓની સંખ્યા – ૧૨૦૦ થી વધારે)
  • તેમણે આ કામ હાથમાં લીધું ત્યારે વોશિંગ્ટન ડી.સી.ની નાણાંકીય સ્થિતિ બહુ જ નાજૂક અને દેવાંઓથી ભરપૂર હતી; જે તેમના કુશળ વહીવટને કારણે ૧૫૦૦ મિલિયન ડોલરની પુરાંત વાળી બની ગઈ હતી. આ બાબતમાં જાણકાર વાચકોને આશ્ચર્ય થશે કે, અનેક એજન્સીઓ દ્વારા અભ્યાસ કરીને જાહેર કરાતા ફાઇનાન્સ્શિયલ રેટિંગ ૧૩ તબક્કાઓમાં સાવ નકારાત્મકથી A+ / A++ સુધી તેઓ પહોંચાડી શક્યા હતા.
  • ૨૦૧૪ – ૨૦૧૬ – Distinguished Policy Fellow at Georgetown University’s McDonough School of Business.
  • અત્યારે તેઓ વર્લ્ડ બેન્ક અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
  • ૨૦૧૪ – જાણીતાં કવયિત્રી પન્નાબહેન નાયક સાથે જીવવા સરકારી નોકરીમાંથી રાજીનામું.

logo

આ ફોટા પર ક્લિક કરી પન્ના બહેન વિશે વાંચો.

ng22

રચનાઓ

  • કવિતા – અમેરિકા-અમેરિકા, ઇન્ડિયા-ઇન્ડિયા, પેન્સિલ્વાનિયા
  • આત્મકથા – એક અજાણ્યા ગાંધીની આત્મકથા

સન્માન

  • અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ઘણા એવોર્ડ્સ.
  • ૧૯૯૬ – આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે  ‘વિશ્વગુર્જરી’ એવોર્ડ

સાભાર

  • શ્રી. પી. કે. દાવડા

જગદીશ શાહ, Jagdish Shah


js5

js19

તેમની આત્મકથાના આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો અને પી.ડી.એફ. ફાઈલ ડાઉન લોડ કરી અવશ્ય વાંચો.

js18


તેમની આત્મકથામાંથી મળેલાં મોતી….

This slideshow requires JavaScript.

જન્મ

  • ૬, મે – ૧૯૩૪, ટાન્ગુ, બ્રહ્મદેશ ( મ્યાંમાર ) વતન – બોડકા, તા.કરજણ , જિ. વડોદરા

અવસાન

  • ૨૮, જાન્યુઆરી – ૨૦૧૭, વડોદરા

 

કુટુમ્બ

  • માતા – ?  , પિતા – અમૃતલાલ
  • પત્ની – મંજુલા ( લગ્ન – જુલાઈ – ૧૯૬૦), પુત્રો  –કપિલ, ભરત
  • પુત્રીઓ  – ૧૦૦ થી વધારે માનસ પુત્રીઓ !

શિક્ષણ

  • પ્રાથમિક – વડોદરાની મ્યુનિ. શાળાઓમાં
  • માધ્યમિક – સયાજી હાઈસ્કૂલ , વડોદરા
  • એક વર્ષ  – વડોદરાની સાયન્સ કોલેજમાં
  • એક વર્ષ – વેડછી આશ્રમમાં ગ્રામસેવકની તાલીમ અને અધ્યાપન મંદિરમાંથી પી.ટી.સી.
  • બે વર્ષ – લોકભારતી – સણોસરામાં સ્નાતક

વ્યવસાય

  • ૧૯૫૩ – સાત મહિના એસ.ટી. કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક.
  • આનંદીના મુવાડા પ્રાથમિક શાળામાં નોકરી.
  • ગુજરાત સર્વોદય મડળમાં અદના કાર્યકરથી શરૂ કરીને જિલ્લા પ્રમુખ જેવા વિવિધ સ્થાનો પર સમાજોપયોગી કામગીરી
  • ‘ભૂમિપુત્ર’ દૈનિકમાં ખબરપત્રી અને કોલમ લેખકથી શરૂ કરીને તંત્રી સુધી

તેમના વિશે વિશેષ

  • બીજાં નામો – જમનાદાસ, જનક . પણ બાળમંદિરમાં જાતે ‘જગદીશ’નામ લખાવી આવેલા!
  • પિતા ટાંગુ, મ્યાંમાર માં ઈલેક્ટ્રિક સપ્લાય કમ્પનીમાં જનરલ મેનેજર હતા. આથી એમના સમાજમાં રંગૂનવાળા તરીકે ઓળખાતા
  • ૧૯૩૭ થી ૧૯૪૫ – મ્યાંમાર છોડી વડોદરાની પોળોમાં ભાડાનાં મકાનોમાં વસવાટ
  • બાળપણમાં સોનાની વિંટી પહેરવા બાબતની યાદના પ્રતાપે આખી જિંદગી સોનાનાં ઘરેણાં તરફ અરૂચિ.
  • શાળાના દોસ્ત સાદત અલી સાથેની દોસ્તીના પ્રતાપે હિંદુ –મુસ્લીમ એકતાના સંસ્કાર બાળપણથી મજબૂત થયા.
  • પાંચ છ વર્ષના હતા ત્યારથી જ આભડછેટ પસંદ નહોતા કરતા. આ મુક્તિ માટે માબાપે આપેલ સંસ્કારનો હમ્મેશ આભાર માનતા. જીવન ભર કોઈ પણ જાતના આભડછેટથી દૂર રહેતા.
  • બાળમંદિરમાં હતા ત્યારથી જ વાંચનમાં રસ. ચોથા ધોરણમાં જાતે જઈને બાળપુસ્તકાલયમાં સભ્ય બની ગયેલા. વ્યાયામ અને કસરતમાં પણ એટલો જ રસ હતો. થોરાટ વ્યાયામ શાળામાં નિયમિત જતા.
  • ૧૯૪૨ – સ્વતંત્રતાની ચળવળના પ્રતાપે કોન્ગ્રેસ સેવાદળમાં જોડાયેલા
  • હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંઘમાં નેતાગીરીની તાલીમ – ૧૧મા ધોરણમાં જનરલ સેક્રેટરી ( મહામંત્રી) તરીકે પણ ચૂંટાયેલા.વડોદરા વિદ્યાર્થી મિત્ર મડળની કારોબારીમાં પણ સ્વ. રામલાલ પરીખની દોરવણી હેઠળ કામ કરેલું.
  • તેમની આત્મકથામાં કિશોરકાળના  પોતાના દોષો પણ વર્ણવ્યા છે.
  • ૧૯૪૫ની સાલથી રોજનિશી લખવાની ટેવ પડી હતી – તે છેક ૨૦૧૨ની સાલ સુધી ચાલુ રહી.
  • અખિલ ગુજરાત વિદ્યાર્થી કોંગ્રેસના નેજા હેઠળ વેકેશનમાં શ્રમ શિબિરોમાં પણ જોડાતા. એમની આત્મકથામાં ગુંદી આશ્રમના નવલભાઈ શાહ સાથે શ્રમ કર્યાનો અનુભવ ખાસ વાંચવા જેવો છે.
  • આવી જ એક શિબિરમાં નારાયણ દેસાઈને સાંભળીને ભૂદાન કાર્યક્રમમાં રસ પડેલો. આ બીજ આગળ ઉપર એમને વિનોબા આશ્રમના સંચાલક બનવા સુધી લઈ ગયો.
  • ૧૮, ઓગસ્ટ -૧૯૫૩ – દેશસેવા માટે. ઘર છોડ્યું, અને પાદરા તાલુકામાં બબલભાઈની ભૂદાનયાત્રામાં જોડાયા. એ વખતની ડાયરીમાં લખેલા નિર્ધાર …
  • બબલભાઈની સલાહથી રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થામાં જોડાવાનું નક્કી કર્યું.  ઘણા મનોમંથન અને વિકલ્પોનો અભ્યાસ કરી જૂન માસમાં નવી તરાહના અભ્યાસમાં જોડાતાં પહેલાં નડિયાદમાં ૭૫ રૂપિયાના પગારથી જુનિયર ક્લાર્કની નોકરીમાં જોડાયા. તપસ્યામય જીવનનો આરંભ.
  • ૧૯૫૪- ૧૯૫૫ ‘નઈ તાલીમ’ સંસ્થાની સ્કોલરશીપ પર   ‘વેડછી’ આશ્રમમાં જુગતરામ દવે સાથે જોડાયા. તાપસ જીવન ગાળી, સેવાકાર્યની પાયાની તાલીમ લીધી.
  • ૧૯૫૫થી – ૧૯૫૭  આનંદીના મુવાડા ગામમાં પહેલા બીજા ધોરણના શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. પછાત વસ્તીમાં કોઈને ભણવામાં રસ ન હતો. પણ તેમની મહેનત, પ્રેમ અને લગાવથી એક જ વર્ષમાં એટલાં બધાં વિદ્યાર્થીઓ આવતા થઈ ગયા કે, સરકારી નિયમો મુજબ ચાર શિક્ષકો  મંજૂર થયા અને તેઓ આચાર્ય બની ગયા. બીજા વર્ષે પાંચ શિક્ષકો અને પાંચમું ધોરણ શરૂ !
  • ત્રીજા વર્ષથી માત્ર બારૈયા કોમનાં બાળકો જ ભણવા આવતાં , તેની જગ્યાએ અછૂત ગણાતા વણકર અને ભંગી બાળકો પણ ભણવા આવવા લાગ્યા.
  • ગરીબ વસ્તીના બાળકોની પાયાની જરૂરિયાતો માટે પોતાના પગારની બચતમાંથી બાળકોને મદદ કરતા !
  • આચાર્ય તરીકે ‘નઈ તાલીમ’ ના શિક્ષણના પ્રયોગો શરૂ. કદી તાડના ઝાડ પર ચઢ્યા ન હતા, પણ એ સાહસ પણ છોકરાંઓ માટે કર્યું અને તેમને તાડફળી ખવડાવી !
  • સાથે સાથે ગામલોકોમાં પણ કુટેવોમાં સુધારા માટે ગ્રામસેવક તરીકે પ્રદાન. ગામવાસીઓની  અપ્રતીમ ચાહના મેળવી.
  • ૧૯૫૬ ના અંતમાં કોન્ગ્રેસ સેવાદળ તરફથી ભારતનાં વિકાસ કામો જોવા માટેની અખિલ ભારત સ્પેશિયલ ટ્રેનમાં અન્ય સેવકો સાથે ભારત યાત્રા
  • ૧૯૫૭ – શાળા છોડી અને ભૂદાન કાર્યની તાલીમ દરમિયાન નારાયણ દેસાઈએ યોજેલી, ભૂમિદાન માટે લોકોમાં જાગૃતિ આણવા વલસાડથી પાલનપુર નગરયાત્રામાં જોડાયા.
  • ૧૯૫૮ – વિનોબા ભાવેની ચાર મહિનાની ગુજરાતમાં ભૂદાન યાત્રા પહેલાં અને દરમિયાન વ્યવસ્થા માટે સખત પરિશ્રમ
  • ૧૯૬૦ – ગાંધી વાદી વિચારસરણી વાળા અને સાદા જીવનના આગ્રહી કુટુમ્બની દીકરી મંજુલાબેન સાથે લગ્ન
  • પોતાને પુત્રી હોય તેવી બહુ ઇચ્છા હોવા છતાં, દીકરી ન જન્મી અને બે સંતાનથી વધારે ન હોવાં જોઈએ તેવો નિર્ધાર કર્યો હોવાના કારણે અનેક મહિલાઓને દીકરી જેવો પ્રેમ , સંબંધ અને તેમના જીવનમાં મદદ
  • ૧૯૬૦ સુધી – આનંદીના મુવાડા તરફથી મળતી મહિને ૩૦/- રૂ.ની મદદ માત્રથી સ્વૈચ્છિક  ગરીબી વેઠી ભૂદાન કાર્ય. ઘેર પિતાની પરિસ્થિતિ બગડતાં નારાયણ દેસાઈએ મહિને ૮૦/- રૂ.ની મદદ આપી. લગ્ન પછી, આનંદીના મુવાડા ગામે ‘કૈલાસ આશ્રમ’માં ગ્રામસેવક તરીકે. પણ અવારનવાર   દેશના વિવિધ ભાગોમાં વિનોબા સાથે પદયાત્રામાં – મુખ્ય કામ ખબરપત્રીનું.
  • ૧૯૬૩ – ટીબીની બિમારીમાં સપડાયા. વડનગરના સેનેટેરિયમમાં સારવાર લીધી. વિનોબાજીની સૂચનાથી સતત મંત્રજાપનો પ્રયોગ કર્યો અને છ મહિનાની જગ્યાએ ત્રણેક મહિને ટીબીની બિમારી દૂર થઈ.
  • બે વર્ષ – લોકભારતી, સણોસરામાં અભ્યાસ કરી સ્નાતક બન્યા.
  • ગુજરાત સર્વોદય મંડળમાં અઢાર વર્ષ  વિવિધ પ્રકારની, સમાજ ઉદ્ધારની કામગીરી. ‘ભૂમિપુત્ર’ માં પણ સતત પ્રદાન.
  • સાવલીના સંત, વિમલાતાઈ વિ. સાથેના તેમના અનુભવો ન માની શકીએ તેવા અદભૂત છે. તેમના સુધારાવાદી વલણ અને સાચા સંતો માટેનો આ આદર – એમ વિરોધાભાસી હકિકતો તેમના મુક્ત મનની સાક્ષી પૂરે છે.
  • ૧૯૭૭ – ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન સર્વોદયનું કામ કરવા માટે એક મહિનો જેલવાસ.
  • જયપ્રકાશ નારાયણની ગુજરાતની મુલાકાત દરમિયાન એમની સાથે અંગત સમ્પર્ક થયો હતો.
  • ૧૯૭૮ – વડોદરા નિસગોપચાર કેન્દ્રની શરૂઆત. તેમના સર્વોદય કામની શાખને કારણે સરકારી ગ્રાન્ટ વીસ મળતી રહેલી. છેલ્લા તેર વર્ષથી ડોક્ટર થયેલો તેમનો દીકરો ભરત, એલોપથી છોડીને અને આયુર્વેદનો અભ્યાસ કરીને,  મુખ્ય ચિકિતસક તરીકેની જવાબદારી સંભાળે છે. તેમનો બીજો દીકરો કપિલ પણ ત્યાં સજીવ ખેતીનું કામ સંભાળે છે. બન્ને દીકરાએ આશ્રમને જ રહેઠાણ બનાવ્યું છે.
  • વૈજ્ઞાનિક અભ્યાસ કરીને, ‘મીઠામાં આયોડિન ભેળવવું જ જોઈએ.’  – એ કાયદાનો વિરોધ કરેલો, અને તે દૂર કરવા આંદોલન પણ ચલાવેલું.
  • ૧૯૯૨ – બાબરી મસ્જિદ ધ્વંસ પછી થયેલાં તોફાનો દરમિયાન શાંતિ સ્થાપવા માટે છ દિવસના ઉપવાસ.
  • ૨૦૦૨ – ગોધરા ટ્રેન હત્યાકાંડ પછી શાંતિ સ્થાપવાના કામમાં, સ્થળો પર જઈને, મોટું જોખમ વહોરી, સક્રીય કામગીરી.
  • ભૂમિપુત્ર માં દસકાંઓ સુધી ખબરપત્રી થી માંડીને તંત્રી પદ સુધીની કામગીરી . ‘સંતને પગલે ‘ ,– વિનોબાજીની ભૂદાન યાત્રા અંગે ભૂમિપુત્રમાં ડાયરી –કોલમ , ‘સમાચારને સથવારે’ દૈનિક કોલમ
  • શિવામ્બુ ચિકિત્સામાં બહુ જ વિશ્વાસ હતો અને તેના પ્રચાર માટે ઘણી શિબિરો યોજેલી. ‘શિવામ્બુ’ માસિકની સ્થાપના
  • આખું જીવન – કોઈ જાતની બચત ન કરવાના સંકલ્પ સાથે ગાળી. પોતાની ટીબીની બિમારી, દીકરા કપિલની માંદગી,  વિ. ના વિના ખર્ચે ડોક્ટરોએ સારવાર કરી દીધી. તે જ રીતે દીકરાઓના ઉચ્ચ શિક્ષણના ખર્ચ માટે સમભાવી મિત્રોની મદદ હમ્મેશ મળતી રહી હતી.
  • ૧૯૮૮ પછી – દીકરો ‘ગ્રામ ભારતી’માં કમાતો થયો પછી, ભૂમિપુત્ર અને સર્વોદત મંડળમાં વિના વેતને, સતત પ્રદાન
  • સમાજ સેવાના કોઈ પણ કામનો સંકલ્પ કરે પછી ગેબી રીતે નાણાંકીય સગવડો થઈ જતી.
  • આડત્રીસ વર્ષથી વડોદરા નજીકના વિનોબા આશ્રમમાં જ રહેતા હતા.

રચનાઓ

  • સમાજને ઉપયોગી  પુસ્તિકાઓ – બસની મુસાફરી, રેલગાડીની મુસાફરી, ભીખનું હાંલ્લું, ગુજરાતના વનવાસીઓ, સ્વમૂત્ર ચિકિત્સા, શિવામ્બુ ચિકિત્સા
  • સંકલન – અંતકડી, સંસ્કાર ગીતો
  • સમાચાર લક્ષી વિચારો – સમાચારને સથવારે

સન્માન

  • ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન તરફથી પ્રણવાનંદ સ્વામી પુરસ્કાર

સાભાર

  • શ્રી. ઉત્તમ ગજ્જર
%d bloggers like this: