પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા.
શરૂઆતમાં એમણે નર્સને ઘરે રસોઇની નોકરી કરેલી છે.
ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતાં ગાયિકા તેઓ ફિલ્મી ગીતો માટે પણ જાણીતા છે.
હેમુ ગઢવીએ એમનું આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત રેકોર્ડિંગ કર્યું હતુ.
પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.
ઇન્ટરવ્યુ – સૌજન્ય
દિવ્ય ભાસ્કર
પ્રશ્ન :-
જૂના અને નવા ગીતોમાં શું ફર્ક છે.
જવાબ :-
જૂના ગીતોના ઢાળ પ્રમાણે હાલની ગાયકી શકય નથી એ ઢાળના ગીતો ગાવા શકય નથી. સામેનું ઓડિયન્સ કેવું અને કેટલું બેઠું છે તે જોઇને તે પ્રમાણે તેને અનુરૂપ ગીતો ગાવાં જોઇએ.
પ્રશ્ન :-
પ૦ વર્ષ પછી હાલની ૭૫ વર્ષની વયે કયા ગીતો પસંદ છે.
જવાબ :-
હોથલ પદમણી, જેસલ તોરલના ગીતો મને અને લોકોને આજે પણ ગમે છે. મારે ટોડલે બેઠો મોર તેમજ પાપ તારુ પડકાર જાડેજા વગેરે ગીતો બહુજ પસંદ પડે છે.
પ્રશ્ન :-
આપનો યાદગાર પ્રસંગ
જવાબ :-
રતુભાઇ અદાણી મિનસ્ટિર હતા ત્યારે મને દિલ્હી લઇ ગયેલા. જયાં તત્કાલી વડાપ્રધાન ઇિન્દરા ગાંધીએ મને બોલાવી હતી. મને હિન્દીમાં ‘‘દિવાળી કયા કર રહી હૈ’’ તેમ પૂછ્યું હતું. અને ‘‘જસમા ઓડણ’’નું ગીત ગાવાનું કહ્યું હતું.
પ્રશ્ન : –
કયા કયા દેશોનો પ્રવાસ કર્યો છે.
જવાબ :-
અમેરિકા, ન્યૂઝીલેન્ડ, આક્રિકા, લંડન સહિત ૧૫ દેશોમાં ગીત ગાયાં છે.
પ્રશ્ન :-
આપને કયા એવોર્ડ મળ્યા છે.
જવાબ :-
ભારત સરકારનો પદ્મશ્રી એવોર્ડ, વાયબ્રન્ટ ગુજરાતનો એવોર્ડ. મારા ઘરની આખી ભીંત એવોર્ડ અને માનદપત્રકોથી ભરાઇ ગઇ છે.
પ્રશ્ન :-
શરૂઆતમાં ગીતો ગાતા કેટલી રકમ મળતી.
જવાબ:-
આજથી વર્ષો પહેલા હું ગીત ગાતી ત્યારે હેમુભાઇ ગઢવી, મેરૂભા બાપુએ પ૦ પૈસા આપ્યા હતા. જે મેં આજે સાચવીને રાખ્યા છે અને કાગ બાપુએ મને ‘‘ફુલ ઉતયૉ ફુલવાડી’’એ ગાવાનું કહ્યું હતું. હાલ લંડન, બીબીસી, મુંબઇ, દિલ્હીથી મારા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ત્યારે ૧૫થી ર૦ હજારના ઓડિયન્સ વચ્ચે ગાવાનુ થાય છે.
૧૮૮૮ – ૧૧ વર્ષની ઉમરે આલ્ફ્રેડ નાટક કમ્પનીમાં નટજીવનનો પ્રારંભ
૧૫ વર્ષની ઉમરે ‘અલાઉદ્દીન’ નાટકનું દિગ્દર્શન અને ‘લયલા’ તરીકે અભિનય. તેમના કામથી પ્રભાવિત થઈ આલ્ફ્રેડ નાટક કમ્પનીના ડિરેક્ટરે તેમને આસિ. ડિરેક્ટરનો હોદ્દો આપ્યો.
શેકસ્પિયરનાં નાટકો ‘હેમ્લટ. અને ‘રોમિયો જુલિયેટ’ ને હિન્દી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પહેલ કરી.
ધંધાદારી રંગભૂમિના ગીતલેખક, સંગીત વિશારદ
કલકત્તાના ‘અમૃત બઝાર પત્રિકા’માં અંગ્રેજી રાજ્યની વિરૂદ્ધ લેખો પણ લખ્યા હતા.
( વર્ષ – ?) – ડિપ્લોમા મિકેનિકલ એન્જિ.(ભાવસિંહજી પોલિટેક્નિનિક, ભાવનગર)
વ્યવસાય
જીવન ભર સંગીતકાર, ગાયક
શાંત ઝરૂખે વાટ નિરખતી, રૂપની રાણી જોઈ હતી
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
નયનને બંધ રાખીને, મેં જ્યારે તમને જોયાં છે.
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું
થાય સરખામણી તો ઉતરતા છીએ
જોતો જ રહ્યો બસ હું તમને
તેમના વિશે વિશેષ
તેમના નાના ભાઈ નિર્મલ ઉધાસે મુંબાઈમાં પહેલી વખત ગાયક તરીકે કારકિર્દી શરૂ કરી હતી.
મુંબાઈમાં નોકરી શોધતા હતા, ત્યારે તેમના બનેવીએ તેમનો સંગીતમાં રસ જોતાં કલ્યાણજી આણંદજી સાથે કામ કરવાનું સૂચવ્યું.
પહેલી વખત મુકેશ હાજર ન હોવાના કારણે અને ગીતની ફિલ્મના શુટિંગ માટે બહુ જ જરૂર હોવાથી મુકેશની અવેજીમાં એમનું પહેલું ગીત રેકોર્ડ થયું. એમની ગાયકીની ગુણવત્તા જોતાં, મુકેશે એ ગીતને જ ફાઈનલ રાખવા કહ્યું !( आपको हमसे बिछडे हुए , एक ज़माना बीत गया । – ૧૯૬૯ની ફિલ્મ ‘વિશ્વાસ’ ) તેમના જીવનમાં આ એક મહાન વળાંક નીવડ્યો , અને ત્યારથી એમણે સતત ગીત/ સંગીતની સાધના ચાલુ જ રાખી છે.
તેમણે ગાયેલાં ઘણાં ગીતો મુકેશે ગાયેલાં છે- એમ શ્રોતાઓ માની લે છે!
તેમણે ગાવાની શરૂઆત કરી ત્યારે ઘણા બધા પ્રખ્યાત ગાયકો યુવાન હતા; અને તેમણે ગાવા માટે ખાસ કોઈ તાલીમ લીધી ન હતી. અને છતાં તેમની ગાયક તરીકેની કારકીર્દિ આગળ ધપતી જ રહી.
બોલીવુડના મોટા ભાગના સંગીતકારો સાથે કામ કર્યું છે; અને ઘણા ફિલ્મી કલાકારોના પાર્શ્વ ગાયક તરીકે ગીતો ગાયાં છે.
‘ઝી’ ટીવીના ‘સારેગમપ’ના નિર્ણાયકોમાં અગ્રેસર. અનેક નવા ગાયકો એના થકી ઝળહળતા થયા છે – એક જાણીતું ગુજરાતી નામ – પાર્થિવ ગોહિલ
હિન્દી, ગુજરાતી, પંજાબી, બંગાળી અને બીજી ભાષાઓની ૩૦૦થી વધારે ફિલ્મોમાં ગીતો ગાયાં છે.
અત્યાર સુધીમાં તેમના ૬૦ આલ્બમો બહાર પડ્યા છે.
કદાચ તેમનું પહેલું ગુજરાતી આલ્બમ ‘ સૂરજ ઢળતી સાંજનો છે’ – પણ તે શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાયના સંગીતમાં હોવાથી તેમના આગવા આલ્બમમાં ગણાતો નથી. તેમનાં બધાં ગુજરાતી આલ્બમોનાં નામ ‘અ’થી શરૂ થાય છે; એ એમની વિશેષતા છે.
વાચકોના પ્રતિભાવ