ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: સંવાદ દાતા

સાધના વૈદ્ય, Sadhna Vaidya


sv3રેડિયો ઉદઘોષક ( સબરસ અને સંસ્કાર રેડિયો, લેસ્ટર, યુ,કે.

નીચેના લોગો પર ક્લિક કરો –

sv1

sv2


જન્મ

 • ૨૨-ડિસેમ્બર- ૧૯૬૩, માંગરોળ, જિ. જૂનાગઢ

કુટુમ્બ

 • માતા – ચંદ્રિકાબહેન, પિતા – ધીરજલાલ; બહેન – લતા હીરાણી
 • પતિ – હસિત (ડોકટર), પુત્રી – ઝીલ (ડોકટર), પુત્ર – સ્મિત

અભ્યાસ

 • બી.એ. ( ગૃહ વિજ્ઞાન ) -SLU Arts college, Ahmedabad – ૧૯૮૪

વ્યવસાય

 • ૨૦૦૦ થી –  U.K. ની  નેશનલ હેલ્થ સંસ્થામાં (NHS) સિસ્ટમ ઓફિસર
 • ૨૦૦૨ થી –  લેસ્ટર ના ‘સબરસ’ અને ‘સંસ્કાર’ રેડિયો પર ગુજરાતી પ્રેઝન્ટર

તેમના વિશે વિશેષ

 • ૧૯૮૬ –  લગ્ન પછી ભાવનગર ખાતે ગૃહિણી તરીકે
 • ૧૯૯૭ –  યુકે માં  લેસ્ટર ખાતે સ્થળાંતર
 • યુકે મા રહેવા માટે  ત્રણ  વર્ષ  સુધી જાત સાથે લડીને મનને મનાવ્યુ
 • ૨૦૦૧ –  રેડિયો પરની હરીફાઇ નુ ઇનામ લેવા રેડીયો સ્ટેશને ગઇ, સાથે સાથે ભાષા માટે અને ગુજરાતી ગીતો વિશે સૂચનો કર્યા. ત્યારથી FM ફ્રિકવંસી પર ગુજરાતી કાર્યક્રમો આપવાના શરુ કર્યા. જ્યારે આપણા તહેવાર આવે ત્યારે દિવાળી સ્પેશિયલ કાર્યક્રમો થતા. આમ રેડિયો સાથેનો સબંધ બંધાયો. જીવને અહીંથી વળાંક લીધો.
 • સંગીત પ્રત્યેનો પ્રેમ, કાર્યક્રમમાં ઊતરવા લગ્યો. મોસાળનો સંગીતનો વારસો બહાર રેલાવા લાગ્યો
 • ૨૦૦૨ થી દર શનિ-રવિ ગુજરાતી કાર્યક્રમો સંસ્કાર રેડિયો ના માધ્યમ થી શરુ થઇ ગયા.
 • ગુજરાતી સંગીતના લગાવ સાથે લોકોમાં ગુજરાતી ભાષા માટે જાગૃતિ લાવવામાં અનહદ રસ
 • આ સમય દરમ્યાન અહીંની GCAC સુધીની  અંગ્રેજી અને ગણિતની  પરીક્ષા પાસ કરી.
 • ૨૦૦૨ થી નેશનલ હેલ્થ ટ્રસ્ટ(NHS)માં ફુલ ટાઇમ જોબની સાથે NHSમાં ઓફિસ કામ સિવાય ભાષાંતરનું કામ પણ ચાલુ.
 • લેસ્ટર  અને લંડનમાં ઘણા સંગીતના  કાર્યક્રમોમાં અને  ઘણા નાટકોમાં સૂત્રધાર તરીકે કામ કર્યું છે.
 • તેમનાં બહેન લતા હીરાણી જાણીતાં સાહિત્યકાર છે. તેમનો પરિચય અહીં .
Advertisements
%d bloggers like this: