બરાબર મારી દીકરીની ઉમરની જ આ ગુજરાતી દિકરીની વાત ઓપિનિયન પર વાંચી. અહીં સમાવેશ કરવો જ પડે – તેવી એક ગુજરાતણ – અમેરિકન સ્ત્રીની જીવન દાસ્તાન
સ્ત્રી સન્માન- લડત માટેની વીરાંગના અમેરિકન મરીન દળમાં માજી અધિકારી ‘SWAN’ ની સ્થાપક
યોગ શિક્ષક
મારી ખૂબ ઈચ્છા છે કે અનુરાધા ભગવતી અને પદ્મા દેસાઈની સ્મૃતિયાત્રાઓની તંદુરસ્ત ચર્ચા દેશ-દુનિયામાં, ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં તો થાય જ. આ બન્ને પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પણ થવો જોઈએ.
અનુની આત્મકથાની વિશિષ્ટતા એની પારદર્શકતા અને ધારદાર કલમ છે. અનુભવ્યું અને લાગ્યું તે લખ્યું, બોલી તે બોલી, જે ગમ્યું તે કર્યું, ન ગમ્યું તે છોડ્યું અને અંતે હૈયે તો હોઠે અહીં ટેરવે. નારીવાદીઓનો તકિયાકલામ ‘Personal is Political’ અનુની ગળથૂથીના સંસ્કાર છે. તે રીતે ‘મારા તન-મન-ભાવના-ધન પર મારો જ અધિકાર છે અને હું ઈચ્છીશ તે કરીશ’ એવો નિર્ધાર એનું વિશિષ્ટ પાસું છે. જો સ્વતંત્રતાનો અહેસાસ છે તો સમાંતર જવાબદારીની સભાનતા પણ છે. મને આ આત્મકથન ‘આંતર ખોજ’ તરીકે વધારે સ્પર્શ્યું છે. હકીકતે તો ઉંમરના વચલા કે મધ્યાહ્નના પડાવ પર એને ટેરવેથી આત્મકથન શબ્દાંકિત થયું છે. યેલ યુનિવર્સિટીમાં સ્નાતક તરીકેના અભ્યાસના અનુભવોથી લઈ મિલિટરીની મરીન શાખામાં લેફ્ટનન્ટ અને કેપ્ટન તરીકેની કારકિર્દી બનાવી ત્યાર પછી SWAN નામની સંસ્થાની સ્થાપના દ્વારા મિલિટરીમાં સ્ત્રી-સૈનિકો સાથે થતાં જાતીય દુર્વ્યવહારના ખુદના અને અન્યના અનુભવોને વાચા આપી મિલિટરીમાં સ્ત્રી કેન્દ્રિત વલણ-અભિગમ બદલવા અને કાયદા / ધારાધોરણ સુધારવા માટે હિમાયતી તરીકેની સક્રિય ભૂમિકા ભજવનાર અનુરાધાની આકંઠ નિસબત, પ્રતિબદ્ધતા અને અંત સુધી ધ્યેયને સમર્પિત રહેવાની અડગ નિષ્ઠાનો આલેખ એટલે એનું આત્મકથનાત્મક આલેખન
લગ્ન – 1882 – ચાર રાણીઓ સાથે ; પટરાણી – નંદકુંવરબા ( પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના પ્રયાસો માટે મહારાણી વિક્ટોરિયાએ તેમને ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’ નો ખિતાબ આપેલો હતો. ) સંતાનો – ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા.
અભ્યાસ
નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં
1987 – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ)
1890 – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
1895 – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે
વ્યવસાય
રાજકર્તા
મૂખ્ય કૃતિઓ
ભગવદ્ ગોમંડલ – નવ ભાગ – ગુજરાતી વિશ્વકોષ
જીવન ઝરમર
1884– 25 ઓગસ્ટ રાજ્યાભિષેક
1930-33 – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો – પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી, ગોંડલમાં તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,
શિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી
વૃક્ષપ્રેમ – ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.
પુસ્તક પ્રકાશન – કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના 9870 જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.
ગોંડલ સ્ટેટ નુ રાજ ચિહ્ન
સન્માન
1897 – મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ
1934 – તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.
ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત :
ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ, નંદનવન અણમોલ – વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય, ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય. સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ, નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ. કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ, કુંજ નિકુંજ શાં ખેતર વાડી સુંવાળાં સુરક્ષ. રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ-શાંતિનાં રાજ્ય, પશુ પંખીજન ઝાડને પણ જ્યાં અભયનાં સામ્રાજ્ય.
૧૯૨૧થી લાલા લજપત રાયે સ્થાપેલ ‘ભારતીય લોકસેવક મડળ'( Servants of India society) ના પ્રમુખ
૧૯૩૦ – – ૩૨ સામાજિક બહિષ્કારની ચળવળમાં આગળ પડતો ભાગ
બારડોલી સત્યાગ્રહમાં ભાગ
૧૯૪૨ – ‘ભારત છોડો’આંદોલનમાં સક્રીય અને નેતાગીરીનો ભાગ લેતાં ત્રણ વર્ષ જેલવાસ, કુલ સાત વર્ષ જેલમાં ગાળ્યા.
જવાહરલાલ નહેરૂ રાષ્ટ્રીય કોન્ગ્રેસના પ્રમુખ હતા, તે વખતે કોન્ગ્રેસના જનરલ સેક્રેટરી
૧૯૪૯/ ૧૯૫૭ – ગોહિલવાડ( ભાવનગર) ની બેઠક પરથી લોકભાની ચુટ્ણીમાં ચુંટાયા. લોકસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ
૧૯૫૭ – ભારત સરકારે નીમેલી ‘ સામાજિક વિકાસ’ માટેની સમિતિના અધ્યક્ષ. તે સમિતિએ બનાવેલ અહેવાલના આધારે પંચાયતી રાજ’નો ખરડો લોકસભામાં પસાર થયો. આ કારણે તેમને પંચાયતી રાજના સ્થપતિ ગણવામાં આવે છે.
૧૯૬૩ – ગુજરાત રાજ્યના બીજા મુખ્ય મંત્રી પદે સત્તારૂઢ
૧૯૬૫ – ભારત / પાકિસ્તાન યુદ્ધ વખતે મીઠાપુરથી કચ્છની સરહદ તરફ તેમને લઈ જતા ભારતીય લશ્કરના વિમાનને પાકિસ્તાનના લશ્કરી વિમાને તોડી પાડતાં, પત્ની અને વિમાન ચલાવતા પાયલોટ અને સહાયક સ્ટાફ સાથે અવસાન
સન્માન
૧૯, ફેબ્રુઆરી – ૨૦૦૦ તેમની જન્મ શતાબ્દિ નિમિત્તે ટપાલ ટિકિટ
પાંચ છ વર્ષના હતા ત્યારથી જ આભડછેટ પસંદ નહોતા કરતા. આ મુક્તિ માટે માબાપે આપેલ સંસ્કારનો હમ્મેશ આભાર માનતા. જીવન ભર કોઈ પણ જાતના આભડછેટથી દૂર રહેતા.
બાળમંદિરમાં હતા ત્યારથી જ વાંચનમાં રસ. ચોથા ધોરણમાં જાતે જઈને બાળપુસ્તકાલયમાં સભ્ય બની ગયેલા. વ્યાયામ અને કસરતમાં પણ એટલો જ રસ હતો. થોરાટ વ્યાયામ શાળામાં નિયમિત જતા.
હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંઘમાં નેતાગીરીની તાલીમ – ૧૧મા ધોરણમાં જનરલ સેક્રેટરી ( મહામંત્રી) તરીકે પણ ચૂંટાયેલા.વડોદરા વિદ્યાર્થી મિત્ર મડળની કારોબારીમાં પણ સ્વ. રામલાલ પરીખની દોરવણી હેઠળ કામ કરેલું.
તેમની આત્મકથામાં કિશોરકાળના પોતાના દોષો પણ વર્ણવ્યા છે.
૧૯૪૫ની સાલથી રોજનિશી લખવાની ટેવ પડી હતી – તે છેક ૨૦૧૨ની સાલ સુધી ચાલુ રહી.
અખિલ ગુજરાત વિદ્યાર્થી કોંગ્રેસના નેજા હેઠળ વેકેશનમાં શ્રમ શિબિરોમાં પણ જોડાતા. એમની આત્મકથામાં ગુંદી આશ્રમના નવલભાઈ શાહ સાથે શ્રમ કર્યાનો અનુભવ ખાસ વાંચવા જેવો છે.
આવી જ એક શિબિરમાં નારાયણ દેસાઈને સાંભળીને ભૂદાન કાર્યક્રમમાં રસ પડેલો. આ બીજ આગળ ઉપર એમને વિનોબા આશ્રમના સંચાલક બનવા સુધી લઈ ગયો.
૧૮, ઓગસ્ટ -૧૯૫૩ – દેશસેવા માટે. ઘર છોડ્યું, અને પાદરા તાલુકામાં બબલભાઈની ભૂદાનયાત્રામાં જોડાયા. એ વખતની ડાયરીમાં લખેલા નિર્ધાર …
બબલભાઈની સલાહથી રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થામાં જોડાવાનું નક્કી કર્યું. ઘણા મનોમંથન અને વિકલ્પોનો અભ્યાસ કરી જૂન માસમાં નવી તરાહના અભ્યાસમાં જોડાતાં પહેલાં નડિયાદમાં ૭૫ રૂપિયાના પગારથી જુનિયર ક્લાર્કની નોકરીમાં જોડાયા. તપસ્યામય જીવનનો આરંભ.
૧૯૫૪- ૧૯૫૫ ‘નઈ તાલીમ’ સંસ્થાની સ્કોલરશીપ પર ‘વેડછી’ આશ્રમમાં જુગતરામ દવે સાથે જોડાયા. તાપસ જીવન ગાળી, સેવાકાર્યની પાયાની તાલીમ લીધી.
૧૯૫૫થી – ૧૯૫૭ આનંદીના મુવાડા ગામમાં પહેલા બીજા ધોરણના શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. પછાત વસ્તીમાં કોઈને ભણવામાં રસ ન હતો. પણ તેમની મહેનત, પ્રેમ અને લગાવથી એક જ વર્ષમાં એટલાં બધાં વિદ્યાર્થીઓ આવતા થઈ ગયા કે, સરકારી નિયમો મુજબ ચાર શિક્ષકો મંજૂર થયા અને તેઓ આચાર્ય બની ગયા. બીજા વર્ષે પાંચ શિક્ષકો અને પાંચમું ધોરણ શરૂ !
ત્રીજા વર્ષથી માત્ર બારૈયા કોમનાં બાળકો જ ભણવા આવતાં , તેની જગ્યાએ અછૂત ગણાતા વણકર અને ભંગી બાળકો પણ ભણવા આવવા લાગ્યા.
ગરીબ વસ્તીના બાળકોની પાયાની જરૂરિયાતો માટે પોતાના પગારની બચતમાંથી બાળકોને મદદ કરતા !
આચાર્ય તરીકે ‘નઈ તાલીમ’ ના શિક્ષણના પ્રયોગો શરૂ. કદી તાડના ઝાડ પર ચઢ્યા ન હતા, પણ એ સાહસ પણ છોકરાંઓ માટે કર્યું અને તેમને તાડફળી ખવડાવી !
સાથે સાથે ગામલોકોમાં પણ કુટેવોમાં સુધારા માટે ગ્રામસેવક તરીકે પ્રદાન. ગામવાસીઓની અપ્રતીમ ચાહના મેળવી.
૧૯૫૬ ના અંતમાં કોન્ગ્રેસ સેવાદળ તરફથી ભારતનાં વિકાસ કામો જોવા માટેની અખિલ ભારત સ્પેશિયલ ટ્રેનમાં અન્ય સેવકો સાથે ભારત યાત્રા
૧૯૫૭ – શાળા છોડી અને ભૂદાન કાર્યની તાલીમ દરમિયાન નારાયણ દેસાઈએ યોજેલી, ભૂમિદાન માટે લોકોમાં જાગૃતિ આણવા વલસાડથી પાલનપુર નગરયાત્રામાં જોડાયા.
૧૯૫૮ – વિનોબા ભાવેની ચાર મહિનાની ગુજરાતમાં ભૂદાન યાત્રા પહેલાં અને દરમિયાન વ્યવસ્થા માટે સખત પરિશ્રમ
૧૯૬૦ – ગાંધી વાદી વિચારસરણી વાળા અને સાદા જીવનના આગ્રહી કુટુમ્બની દીકરી મંજુલાબેન સાથે લગ્ન
પોતાને પુત્રી હોય તેવી બહુ ઇચ્છા હોવા છતાં, દીકરી ન જન્મી અને બે સંતાનથી વધારે ન હોવાં જોઈએ તેવો નિર્ધાર કર્યો હોવાના કારણે અનેક મહિલાઓને દીકરી જેવો પ્રેમ , સંબંધ અને તેમના જીવનમાં મદદ
૧૯૬૦ સુધી – આનંદીના મુવાડા તરફથી મળતી મહિને ૩૦/- રૂ.ની મદદ માત્રથી સ્વૈચ્છિક ગરીબી વેઠી ભૂદાન કાર્ય. ઘેર પિતાની પરિસ્થિતિ બગડતાં નારાયણ દેસાઈએ મહિને ૮૦/- રૂ.ની મદદ આપી. લગ્ન પછી, આનંદીના મુવાડા ગામે ‘કૈલાસ આશ્રમ’માં ગ્રામસેવક તરીકે. પણ અવારનવાર દેશના વિવિધ ભાગોમાં વિનોબા સાથે પદયાત્રામાં – મુખ્ય કામ ખબરપત્રીનું.
૧૯૬૩ – ટીબીની બિમારીમાં સપડાયા. વડનગરના સેનેટેરિયમમાં સારવાર લીધી. વિનોબાજીની સૂચનાથી સતત મંત્રજાપનો પ્રયોગ કર્યો અને છ મહિનાની જગ્યાએ ત્રણેક મહિને ટીબીની બિમારી દૂર થઈ.
બે વર્ષ – લોકભારતી, સણોસરામાં અભ્યાસ કરી સ્નાતક બન્યા.
ગુજરાત સર્વોદય મંડળમાં અઢાર વર્ષ વિવિધ પ્રકારની, સમાજ ઉદ્ધારની કામગીરી. ‘ભૂમિપુત્ર’ માં પણ સતત પ્રદાન.
સાવલીના સંત, વિમલાતાઈ વિ. સાથેના તેમના અનુભવો ન માની શકીએ તેવા અદભૂત છે. તેમના સુધારાવાદી વલણ અને સાચા સંતો માટેનો આ આદર – એમ વિરોધાભાસી હકિકતો તેમના મુક્ત મનની સાક્ષી પૂરે છે.
૧૯૭૭ – ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન સર્વોદયનું કામ કરવા માટે એક મહિનો જેલવાસ.
જયપ્રકાશ નારાયણની ગુજરાતની મુલાકાત દરમિયાન એમની સાથે અંગત સમ્પર્ક થયો હતો.
૧૯૭૮ – વડોદરા નિસગોપચાર કેન્દ્રની શરૂઆત. તેમના સર્વોદય કામની શાખને કારણે સરકારી ગ્રાન્ટ વીસ મળતી રહેલી. છેલ્લા તેર વર્ષથી ડોક્ટર થયેલો તેમનો દીકરો ભરત, એલોપથી છોડીને અને આયુર્વેદનો અભ્યાસ કરીને, મુખ્ય ચિકિતસક તરીકેની જવાબદારી સંભાળે છે. તેમનો બીજો દીકરો કપિલ પણ ત્યાં સજીવ ખેતીનું કામ સંભાળે છે. બન્ને દીકરાએ આશ્રમને જ રહેઠાણ બનાવ્યું છે.
વૈજ્ઞાનિક અભ્યાસ કરીને, ‘મીઠામાં આયોડિન ભેળવવું જ જોઈએ.’ – એ કાયદાનો વિરોધ કરેલો, અને તે દૂર કરવા આંદોલન પણ ચલાવેલું.
૧૯૯૨ – બાબરી મસ્જિદ ધ્વંસ પછી થયેલાં તોફાનો દરમિયાન શાંતિ સ્થાપવા માટે છ દિવસના ઉપવાસ.
૨૦૦૨ – ગોધરા ટ્રેન હત્યાકાંડ પછી શાંતિ સ્થાપવાના કામમાં, સ્થળો પર જઈને, મોટું જોખમ વહોરી, સક્રીય કામગીરી.
ભૂમિપુત્ર માં દસકાંઓ સુધી ખબરપત્રી થી માંડીને તંત્રી પદ સુધીની કામગીરી . ‘સંતને પગલે ‘ ,– વિનોબાજીની ભૂદાન યાત્રા અંગે ભૂમિપુત્રમાં ડાયરી –કોલમ , ‘સમાચારને સથવારે’ દૈનિક કોલમ
શિવામ્બુ ચિકિત્સામાં બહુ જ વિશ્વાસ હતો અને તેના પ્રચાર માટે ઘણી શિબિરો યોજેલી. ‘શિવામ્બુ’ માસિકની સ્થાપના
આખું જીવન – કોઈ જાતની બચત ન કરવાના સંકલ્પ સાથે ગાળી. પોતાની ટીબીની બિમારી, દીકરા કપિલની માંદગી, વિ. ના વિના ખર્ચે ડોક્ટરોએ સારવાર કરી દીધી. તે જ રીતે દીકરાઓના ઉચ્ચ શિક્ષણના ખર્ચ માટે સમભાવી મિત્રોની મદદ હમ્મેશ મળતી રહી હતી.
૧૯૮૮ પછી – દીકરો ‘ગ્રામ ભારતી’માં કમાતો થયો પછી, ભૂમિપુત્ર અને સર્વોદત મંડળમાં વિના વેતને, સતત પ્રદાન
સમાજ સેવાના કોઈ પણ કામનો સંકલ્પ કરે પછી ગેબી રીતે નાણાંકીય સગવડો થઈ જતી.
આડત્રીસ વર્ષથી વડોદરા નજીકના વિનોબા આશ્રમમાં જ રહેતા હતા.
-General semantics is a discipline or methodology intended to improve the ways people interact with their environment and with one another.
————————————————————————-
જન્મ
?
અવસાન
૨૫, જાન્યુઆરી-૨૦૧૩; મુંબાઈ( ૮૮ વર્ષની ઉમરે)
કુટુમ્બ
માતા – ? ; પિતા – ?
પત્ની -? ; પુત્ર – મધુકર
શિક્ષણ
કાયદાના સ્નાતક , મુંબાઈ
ચિત્ર પર ‘ક્લિક’કરી તેમના વિચારો જાણો
વડોદરા ખાતેની સંસ્થાનું પહેલું વાર્ષિક સામાયિક
તેમના વિશે વિશેષ
૧૯૫૪- ટેક્સ્ટાઈલ પ્રિન્ટિંગ માટેના ખાસ રસાયણો વેચવા માટેની દુકાન ‘પીડીલાઈટ’ની સ્થાપના
૧૯૫૯ – સિન્થેટિક ગુંદર વેચવાની અને પછી તેના ઉત્પાદનની શરૂઆત
ફેવિકોલ અને એવાં બીજાં ઉત્પાદનો બનાવવાનાં કારખાનાં ભારત ઉપરાંત અમેરિકા, થાઈલેન્ડ,દુબાઈ, ઇજિપ્ત અને બાંગલાદેશમાં પણ સ્થાપ્યાં છે. વિશ્વભરમાં કુલ વેચાણ -૬.૧૪ કરોડ ડોલર. વિશ્વભરમાં ૧૪ પેટા કમ્પનીઓ છે.
ઉદ્યોગપતિ હોવાની સાથે પૂર્ણ રીતે માનવતાવાદી. કારખાનામાં યુનિયને હડતાલ પાડી હોવા છતાં, દરેક કારીગરને પૂરો પગાર ચુકવી, એમનાં દિલ જીતી લીધાં અને હડતાલ સમેટાઈ ગઈ.
છેવટ સુધી બધા જ કર્મચારીઓની અપૂર્વ ચાહના મેળવતા રહ્યા
અનેક વિષયોના અભ્યાસી હોવા છતાં તે માત્ર વિદ્વાન ન હતા; પણ દિલથી માનવતાવાદી હતા.
૨૦૦૯ – વડોદરા ખાતે જનરલ સિમેન્ટિક અને અન્ય માનવ વિજ્ઞાનો માટેના કેન્દ્રની સ્થાપના
સન્માન
૨૦૧૩- જનરલ સિમેન્ટિક આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી એવોર્ડ.
મૂળશંકર નામના આ બાળકે શિવના મંદિરે જઇને નિશ્વય કર્યો કે મૂર્તિપૂજા કરવી નિરર્થક છે. હું એનો વિરોધ કરું છું.
એક શિવરાત્રિએ પિતા મૂળશંકરને લઇને પૂજા કરવા માટે શિવમંદિરે લઇ ગયા. આખી રાત શિવપૂજા કરી, લાડુ ભોગ ચડાવ્યો. મૂળશંકર ધ્યાનથી શિવમંદિર અને શિવલિંગ તરફ જ જોતો રહ્યો. નિર્ભર થઇને શિવમંદિરમાં લિંગની સામે બેસી ગયો. જ્યારે તેણે જોયું કે ક્યાંથી ઉંદર આવ્યા અને શિવલિંગ ઉપર ચડાવેલો પ્રસાદ ખાઇ ગયા. આ ર્દશ્ય જોઇને મૂળશંકરના મનમાં વિચાર આવ્યો કે શિવજીની આ હાલત? મૂળશંકરને મૂર્તિપૂજાનો મોહભંગ થઇ ગયો. એમને દુ:ખ થયું અને વૈરાગ્ય જાગ્યો. એમને થોડા સમય માટેનો વૈરાગ્ય નહીં પરંતુ આખી જિંદગીનો વૈરાગ્ય આવી ગયો.
10 Principles* of the Arya Samaj
God is the efficient cause of all true knowledge and all that is known through knowledge.
God is existent, intelligent and blissful. He is formless, omniscient, just, merciful, unborn, endless, unchangeable, beginning-less, unequalled, the support of all, the master of all, omnipresent, immanent, un-aging, immortal, fearless, eternal and holy, and the maker of all. He alone is worthy of being worshiped.
The Vedas are the scriptures of all true knowledge. It is the paramount duty of all Aryas to read them, teach them, recite them and to hear them being read.
One should always be ready to accept truth and to renounce untruth.
All acts should be performed in accordance with Dharma that is, after deliberating what is right and wrong.
The prime object of the Arya Samaj is to do good to the world, that is, to promote physical, spiritual and social good of everyone.
Our conduct towards all should be guided by love, righteousness and justice.
We should dispel Avidya (ignorance) and promote Vidya (knowledge).
No one should be content with promoting his/her good only; on the contrary, one should look for his/her good in promoting the good of all.
One should regard oneself under restriction to follow the rules of society calculated to promote the well being of all, while in following the rules of individual welfare all should be free.
તેમના વિશે વિશેષ
૧૮૪૬– બહેનના મૃત્યુ બાદ કિશોરાવસ્થામાં સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા.
દંડી સ્વામીએ દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.
ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.
ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું.
૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા.
હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું.
તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો.
અનેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું
૧૦,એપ્રિલ ૧૮૭૫ – મુંબઈમાં ‘આર્યસમાજ’ ની સ્થાપના કરી.
તેમના એક ખાસ અનુયાયી – શ્યામજી કૃષ્ણવર્મા
તેમના બીજા જાણીતા પ્રશંસકો
Madam Cama, Pandit Guru Dutt Vidyarthi,Pran Sukh Yadav, Vinayak Damodar Savarkar,Lala Hardayal, Madan Lal Dhingra, Ram Prasad Bismil, Bhagat Singh, Mahadev Govind Ranade, Swami Shraddhanand. Mahatma Hansraj and Lala Lajpat Rai.
આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે.
પછી તેઓ રાજસ્થાન તરફ ચાલ્યા ગયા જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા. દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા.
કહેવાય છે કે મહારાજા જશવંત સિંહ ની રખાત “નન્હિ ભક્તન્” તેમજ સ્વામીના વિરોધી એવા પંડિતો,મુલ્લાઓ અને અન્ગ્રેજોએ સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ થયું હતું.
રચનાઓ
પચાસ જેટલાં પુસ્તકો – સૌથી વધારે જાણીતું … સત્યાર્થ પ્રકાશ (૧૮૭૫)
( આખી સૂચિ માટે વિકિપિડિયા પર)
– નિરાધાર પણા માં નર્યું પાંગળા પણું પ્રવર્તે છે, જીવનમાં જેને સાચો સમર્થ આધાર પ્રગટે છે ,તે તો જબરદસ્ત ખુમારી અનુભવે છે,એના જીવનમાં ,પ્રસંગમાં પ્રગટતી ટટારી પ્રત્યેક કર્મમાં એને લાગ્યા કરે છે.પોતે એકલો તો કદી છે જ નહિ,એવું નક્કરપણે તેને લાગ્યા કરે છે.હૃદયના તેવા ભાવ માં ક્યાય શોક ,ખેદ,દિલગીરી નથી હોતા,ત્યાં તેવા ભાવ માં નિરાશા ઉગી શક્તીજ નથી,
-જે જીવ પોતાનો વર્તમાનકાળ યોગ્યપણે ઉત્તમપણાંથી સાચવી શકે છે, તેનો ભવિષ્યકાળ પણ સચવાયેલો જ રહે છે.
– પર (પારકાં)ની સેવા પ્રભુની સેવા સમજો. સેવા લેનાર, સેવા દેનાર ઉપર સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે.
-દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. ( આખી રચના અહીં)
– ” …..દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય.”
વાચકોના પ્રતિભાવ