ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: સમાજ સેવક

ગાંધીજી, Gandhiji


mahatma_gandhi_2.jpg‘મીઠાનો કાયદો તોડ્યો.’  – દાંડીકૂચ

‘કરેંગે યા મરેંગે.’ – 1942 ની લડત

‘સત્ય સિવાય બીજો કોઇ ઇશ્વર નથી.’

# જીવન અને કવન વિશેની વેબ સાઈટ

# ‘સત્યના પ્રયોગો’ – અહીં વાંચો 

# વીકી ઉપર   ઃ અંગ્રેજીમાં ;    ગુજરાતીમાં

# ગાંધીડો મારો- મોભીડો મારો – કવિ કાગ.

ગાંધીજીના જીવનના એક ઓછા જાણીતા પ્રસંગ વિશે સ્વ. શ્રી. રવિશંકર રાવળનો એક લેખ
– (અંગ્રેજીમાં અનુવાદ, શ્રી. કનક રાવળ)

# કસ્તુરબા વિશે તેમના પૌત્ર અરૂણ ગાંધીના પુસ્તકના શ્રીમતિ સોનલ પરીખે કરેલા અનુવાદનો એક અંશ અહીં

_________________________________

 

Navjivan

આ લોગો પર ક્લિક કરો

This slideshow requires JavaScript.

નામ

 • મોહનદાસ કરમચંદ ગાંધી

ઉપનામ

 • મહાત્મા ગાંધી, ગાંધીજી, બાપુ, રાષ્ટ્રપિતા

જન્મ 

 • 2- ઓક્ટોબર -1869  ;  પોરબંદર

અવસાન

 • 30 – જાન્યુઆરી,  1948   ;    દિલ્હી

કુટુમ્બ

 • માતા-  પૂતળીબાઈ ;   પિતા – કરમચંદ (કબા) ગાંધી
 • પત્ની – કસ્તૂરબા (લગ્ન- 1881 )  ;  પુત્રો –  હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ

અભ્યાસ

 • 1887 – મેટ્રીક – આલ્ફ્રેડ હાઈસ્કૂલ , રાજકોટ
 • કોલેજ – શામળદાસ કોલેજ, ભાવનગર
 • બૅરિસ્ટર (લંડન)

વ્યવસાય

 • આફ્રીકામાં વકીલાત
 • પછી દેશસેવા અને સમાજોધ્ધારમાં જીવન સમર્પિત.

પ્રદાન

 • ભારતની આઝાદી અને અસહકારના  શસ્ત્રના સર્જક
 • અનેક ઉચ્ચ કક્ષાના અને વિવિધ ક્ષેત્રમાં  શ્રેષ્ઠ કહી શકાય તેવા આંતરરાષ્ટ્રીય નેતાઓના પ્રેરણાસ્રોત
 • પાયાની કેળવણી, અછુતોધ્ધાર, અછુતો માટે હરિજન શબ્દના શોધક
 • જીવનભર સત્યશોધક
 • જગતની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી આત્મકથા અને અગણિત લેખો અને પત્રોના લેખક
 • અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારના આજીવન પુજારી

ગાંધીજીના જીવન ઉપર, અંગ્રેજીમાં સરસ ડોક્યુમેન્ટરી ફિલ્મ.

( ‘ક્લિક’ કર્યા બાદ વીસેક મિનીટ રહીને જોશો ; તો સારી રીતે આ ૫ કલાક લાંબી ફિલ્મ જોઈ શકશો. )

અને થોડીક ટુંકી ફિલ્મ આ રહી.

અને હવે.. આભાર ‘યુ ટ્યુબ’નો …. ઢગલાબંધ વિડિયો આ રહ્યા  …..

આ ચિત્ર પર ક્લિક કરો.

આ ચિત્ર પર ક્લિક કરો.

રિચાર્ડ એટનબરોની યાદગાર ફિલ્મ ….

જીવન ઝરમર

 • પિતા પોરબંદર રાજ્યના દીવાન; પછી રાજકોટના દીવાન
 • દાસી રંભાનો ધાર્મિક પ્રભાવ
 • 1888 – ઈંગ્લેંડ ભણવા ગયા, બેરિસ્ટર થયા.
 • દક્ષિણ આફ્રિકામાં વકીલાતની શરૂઆત
 • ટ્રેનમાંથી ફેંકાઇ ગયા બાદ જીવનમાં પરિવર્તન, જાહેર જીવન માં ઝંપલાવ્યું,
 • રંગદ્વેષ તથા બિન-ગોરાઓને થતા અન્યાયોનો વિરોધ, અસહકારના શસ્ત્રની શોધ
 • ફીનીક્ષમાં “ટોલ્સ્ટોય ફાર્મ”  આશ્રમ સ્થાપ્યો
 • 1915- ભારત આવી લોકમાન્ય ટિળક પાસે દેશસેવાનું વ્રત અને દેશભ્રમણ,
 • અમદાવાદમાં પ્રથમ કોચરબ તથા પાછળથી સાબરમતીમાં હરિજન આશ્રમની સ્થાપના
 • ગૂજરાત વિદ્યાપીઠ ની સ્થાપના, દેશસેવા તથા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું
 • 1920 –  અસહકારનું આંદોલન
 • 1930 –  ઐતિહાસિક દાંડીકૂચ
 • 1942  –  “હિંદ છોડો” ચળવળ
 • 1948 –  30 જાન્યુઆરીએ બિરલા હાઉસ, દિલ્હી માં નથ્થુરામ ગોડસેથી ગોળીબાર દ્વારા હત્યા, દિલ્હીમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી લાખોની જનમેદની વાળી સ્મશાનયાત્રા

મુખ્ય રચનાઓ

 • આત્મકથા – સત્યના પ્રયોગો
 • પ્રકાશન – હરિજન, યન્ગ ઇન્ડીઆ , નવજીવન વિ. ;
 • નિબંધો –  હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાની લડતનો ઈતિહાસ, અનાસક્તિયોગ વિ.
 • પત્રલેખન – ગાંધીજીના પત્રો
 • સમગ્ર સાહિત્ય – ગાંધીજીનો અક્ષરદેહ (90 થી વધુ ગ્રંથો)

સન્માન

 • દિલ્હીમાં ‘રાજઘાટ’ નામે સમાધિ, જ્યાં વિશ્વના અસંખ્ય નેતાઓએ ફૂલહાર દ્વારા અંજલી અર્પણ કરી છે.
 • તેમની છબી વાળી રૂપીયાની ચલણી નોટો, સીક્કા, ટપાલ ટિકીટો છપાયાં છે.
 • તેમના જીવન ઉપર પ્રખ્યાત ફિલ્મ ‘ગાંધી’ બની છે.
 • તાજેતરમાં તેમના જીવનને કેન્દ્ર સ્થાને રાખી બનેલી ફિલ્મ ‘ગાંધીગીરી’ એ મોટી હલચલ મચાવી દીધી હતી.
 • તેમનો અવસાન દિન ‘શહીદ દિન’ ગણાય છે અને સમગ્ર દેશમાં સવારે 11-00 વાગે  બે મિનીટ મૌન પાળવામાં આવે છે.
 • આખા વિશ્વના અગણિત લોકોના હજુ પણ પ્રેરણાદાયી

સાભાર

જિજ્ઞાસુ વાચકોનો… જેમની માહિતી તરસે આ સંકલન વધારે સમૃદ્ધ બની શક્યું છે.

પ્રફુલ્લ શાહ, ઇન્દીરા શાહ, Praful Shah, Indira Shah


praful_indira_shah.jpg

“નાના લોકોમાં વિશાળ દિલ વધારે જોવા મળ્યા છે.”
તેમના પુસ્તકમાંથી

જીવનમંત્ર
“ આ જગતમાંથી હું એક જ વાર પસાર થવાનો છું, તેથી જો મમતા બતાવી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ કરી લઉં, કારણકે હું અહીંથી ફરી નીકળવાનો નથી.” –   થોપર કાર્લા

“ પ્રફુલ્લભાઇ – ઇન્દીરાબેન અનેક લોકોનાં મા-બાપ, દાદા, દાદી અને પૂજનીય છે.”
સુરેશ શાહ – કુમાર : માર્ચ, 2002

“ ભારતની સામાન્ય પ્રજા સાથે પોતાના જીવનકાર્યને જોડનાર ડોક્ટર શુષ્ક બુદ્ધિવાદી બની ન શકે. પ્રફુલ્લભાઇ ઝવેરચંદ મેઘાણીની પરંપરાનું ખુલ્લાપણું ધરાવે છે…… ગ્રામવિસ્તારમાં કામ કરવાનું સાહસ ધરાવતા નવી પેઢીના ડોક્ટરો આવાં પુસ્તકો વાંચીને પોતાની આચારસંહિતા ઘડી શકે.”
રઘુવીર ચૌધરી

“ માનવી જો મળી જાય તો બીજું શું જોઇએ?
દાતાર હો કે દાસ, મને સહુ પસંદ છે,”
રુસ્વા મઝલૂમીની તેમને અંજલી

# સત્યકથાઓ  :    –  1  –  :    –  2  –

# ઇન્દીરાબેન વિશે એક સરસ લેખ

_____________________________________________________________

આખો લેખ વાંચવા અહીં 'ક્લિક' કરો.

આખો લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.


જન્મ

30, સપ્ટેમ્બર- 1932; લીંબડી

કુટુમ્બ

પિતા – શાંતિલાલ ગીરધરલાલ ; ભાઇઓ – હસમુખ, દિલીપ; બહેનો – બે

પત્ની– ઇંદીરાબેન ( તે પણ સેવાના ભેખધારી) ; પુત્રો – રાજ, સંજય, વિવેક ; પુત્રી – સ્વ. સોનલ

અભ્યાસ

1958 – એમ.બી.બી.એસ. ( વડોદરા)

વ્યવસાય

પ્રારંભમાં છ સાર્વજનિક દવાખાનામાં કામ કર્યું

32 વર્ષની ઉમ્મરે સાવરકુંડલામાં ખાનગી દવાખાનું શરુ કર્યું

Praful_2 Praful_1

તેમના વિશે વિશેષ

ગાંધીવાદી પિતાના ઉચ્ચ સંસ્કારોનો વારસો સાચવ્યો છે. પિતાને પ્રથમ વર્ગની ટિકીટ કરાવી આપી હતી તે રદ કરાવી તેમને ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવાનું મુનાસીબ માન્યું હતું. પિતાએ આરઝી હકૂમતમાં ચૂડા રાજ્યના વહીવટદાર તરીકે કામ કર્યું હતું. કદી અંગત કામ માટે સરકારી સાધનસામગ્રી કે વાહન ન વાપરતા.

27 વર્ષની ઉમ્મરે માનવસેવાનો મંત્ર આત્મસાત્ કરી અનેકો માટે સેવાપરાયણ ડોક્ટર બની રહ્યા.

દીકરી સોનલ અભ્યાસ કરતી ત્યારથીજ કરૂણામૂર્તિ હતી. કોઇનું દુઃખ જોઇ ન શકે. પછાત વિસ્તારોમાં અને માછીમારોની વસ્તીમાં બાળકોની સેવા કરવા પહોંચી જાય. ( 24 વર્ષની ઉમ્મરે જીપ અકસ્માતમાં મૃત્યુ) . તેની યાદમાં ‘સોનલ ફાઉન્ડેશન’ની સ્થાપના.

વ્યવસાયની સાથે બાળ પુસ્તકાલય, ક્ષય-નિવારણ, વૃક્ષ ઉછેર, કલા અને હુન્નરની તાલીમ આપતી અનેક પ્રવૃત્તિઓ

તેમના પુસ્તકમાં નાના માણસની, માનવતા મહોરી ઉઠે તેવી અનેક સત્યકથાઓ છે.

ખાટકી અને વાઘરી જાતિઓના ઉત્કર્ષ માટે અથાક અને નિસ્વાર્થ પ્રયત્નો કરેલા છે. આવા સાવ સામાન્ય લોકોની વિનામૂલ્યે સેવા કરતાં, તે લોકો છાનામાના શાકભાજી જેવી નાની નાની વસ્તુઓ આભારના પ્રતીક રૂપે મુકી જતા.

એક વાર ડોક્ટર માંદા પડ્યા ત્યારે દરદીઓએ તેઓ સાજા થઇ જાય તે માટે બાધા આખડીઓ રાખેલી. તે વખતે ડોક્ટરે બૌધ્ધિક વિશ્લેષણ કરવાને બદલે ‘મારાં દર્દીઓની દુઆ અને માનતા ફળી’ એમ તેમનો ઋણસ્વીકાર કરેલો.

સાર્વજનિક છાત્રાલયનું સંચાલન પણ સંભાળે છે.

‘અખંડ આનંદ’ માં તેમની સત્યકથાઓ પ્રકાશિત થતી રહે છે.

એક સાજા થયેલા દરદીએ રામદેવ પીરની બાધા ઉતારવા ડોક્ટરને સાથે લઇ જવાની હઠ પકડેલી અને ડોકટર પોતાની અંગત માન્યતાઓ બાજુએ મુકી ગયેલા પણ ખરા! ( ‘આ ભોળિયા જીવોને હું શું કહું? ઇશ્વરને પ્રાર્થના કરી કે, આ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ટકી રહે એવું કરજે !” )

શોખ

ટેનિસ, કવિતા, ગરબા, ગાર્ડનીંગ, પક્ષીઓળખ

પ્રદાન

ઇન્દીરાબેને 2100 બહેનોને સીવણ શીખવાડી, 350ને સીવણ મશીનો આપી પગભર કરી.

પોલીયો અને રક્તપિત્ત નિવારણ માટે રક્તપિત્ત કેન્દ્ર- 214 થી વધુ દરદીઓને સમ્પૂર્ણ સારા કર્યા, અને પુનર્વસિત કર્યા

891 ક્ષયના દરદીઓની વિનામૂલ્યે સારવાર.

કેન્સર નિદાન-કેન્દ્ર શરુ કર્યું

1997 – સાવરકુડલામાં પિતાના સ્મરણાર્થે બાળ –પુસ્તકાલય, તેમાં બાળકોને ઉત્સાહિત કરવા દર વર્ષે સૌથી વધુ પુસ્તકો વાંચનારને ઇનામ, વક્તૃત્વ સ્પર્ધા, વાર્તાલેખન વિ. અનેક પ્રવૃત્તિઓ ચાલે છે.

ઉચ્ચ સિક્ષણ માટે સહાય

પૂનામાં અનેક ગુલમહોરનાં વૃક્ષો જોઇ સાવરકુંડલાની આજુબાજુના ગામોમાં હરિયાળી કરાવી- 1 લાખ રોપાઓનું વિતરણ અને માવજત.

કચ્છમાં ધરતીકંપ પછી રાહતકાર્ય અને મકાનો બાંધવામાં મદદ.

રચનાઓ

‘મનેખ નાનું, મન મોટું’ ( સ્વાનુભવની સત્યકથાઓ)

રક્તપિત્ત, ડાયાબીટીસ, વૃક્ષ- છોડમાં રણછોડ જેવી પરિચય પુસ્તિકાઓ

સન્માન

અશોક ગોંદિયા એવોર્ડ

સાભાર

 • શ્રી. વિજયભાઇ શાહ – હ્યુસ્ટન
 • શ્રી. ગોપાળ પારેખ

———————————————————————————–

તેમના પિતા શ્રી. શાંતિલાલ શાહની શીખ

         “ ભલે તમે સંધ્યા કરો, સંયમ સાધો, ધોળાં વસ્ત્રો પહેરો, વ્રત લ્યો કે મંદિરમાં નિયમિત દર્શન કરવા જાઓ , જાત્રા કરવા જાઓ, સંતસેવા, સત્સમાગમ કે ભક્તિ આદરો; પણ જ્યાં સુધી જીવન ઉચ્ચ અને નીતિમય બનાવ્યું નથી, અસત્યનો ત્યાગ કરીને સત્યનું પાલન કરવાનું વ્રત લીધું નથી ત્યાં સુધી ઇશ્વર દૂર જ છે…. પરોપકારવૃત્તિ રાખવી. દુઃખીનાં દુઃખ દૂર કરવા બનતું તો કરજો જ.”

મનુવર્યજી, Manuvaryaji


Manuvaryaji

એક સરસ લેખ

——————————————————————–

સમ્પર્ક

 • ૧૬, પ્રીતમનગર – એલિસબ્રિજ, અમદાવાદ -૩૮૦ ૦૦૬
 • ફોન – ૨૬૫૭ ૬૪૭૨

પૂર્વાશ્રમનું નામ

 • મનુભાઈ બ્રહ્મભટ્ટ

જન્મ

 • ૧૦, ફેબ્રુઆરી-૧૯૧૫; પાલા ગામ, જિ. મહેસાણા

અવસાન

 • ૫, ઓક્ટોબર-૨૦૦૦; અમદાવાદ

કુટુમ્બ

 • માતા-મણિબેન; પિતા– સીતારામ; ભાઈ – વિષ્ણુદેવ

શિક્ષણ

 • માધ્યમિક શિક્ષણ- વિરમગામમાં
 • વિજ્ઞાન અને સંસ્કૃત સાથે સ્નાતક- મુંબાઈમાંથી

વ્યવસાય

 • સમગ્ર જીવન યોગ સાધના અને તેના શિક્ષણમાં સમર્પિત

તેમના વિશે વિશેષ

 • પિતા એન્જિનિયર હતા.
 • ૧૯૩૬ – પ્રીતમનગર, એલિસબ્રિજ, અમદાવાદમાં ‘યોગ સાધના આશ્રમ’ની સ્થાપના
 • ૧૯૪૫– સમર્થ અવધૂત યોગીરાજ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી કૃષ્ણાત્મજ મહારાજ પાસેથી અમદાવાદના મિલમાલિક શેઠ શ્રી અંબાલાલ સારાભાઈના નિવાસસ્થાને ચૈત્ર સુદ પૂનમને દિવસે અવધૂત દીક્ષા લીધી.
 • તેઓએ આશ્રમના સાધકવૃંદ સાથે બદ્રીકેદાર, ગંગોત્રી, જમનોત્રીની યાત્રા કરી હતી.
 • ૧૯૭૨ – અખિલ ભારત યોગ પરિષદ અમદાવાદમાં યોજવામાં મહત્વનું પ્રદાન
 • ૧૯૭૨ – આશ્રમના ત્રૈમાસિક મુખપત્ર ‘ યોગ નવનીત’ની શરૂઆત
 • માધ્યમિક શિક્ષણમાં યોગને પ્રાયોગિક ધોરણે એક વિષય તરીકે દાખલ કરાવવા માટે મહત્વનું યોગદાન
 • ૧૯૮૦ ‘વિશ્વાયતન યોગાશ્રમ’ અને સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઑફ રિસર્ચના વડા તરીકે નિયુક્ત થયા, તેથી તેઓને અમદાવાદ છોડી દિલ્હી રહેવા જવાનું થયું. પાછા અમદાવાદ આવી યોગાશ્રમનું સુકાન સંભાળ્યું.
 • ૧૯૭૯  – મહર્ષિ મહેશ યોગીના વિશેષ નિમંત્રણથી તેમનાં યુરોપનાં યોગકેન્દ્રનું નિરીક્ષણ કરવા તથા આશીર્વાદ આપવા ‘વિશ્વાયતન યોગાશ્રમ’ દિલ્હીથી સીલબર્ગમાં આવેલી મેરૂ યુનિવર્સિટીમાં ગયા. ત્યાંથી અનેક સ્થળોનાં યોગકેન્દ્રોમાં નિરીક્ષણ તેમજ પ્રવચનાર્થે ગયા.
 • ૧૯૮૨ – ચીન, રશિયા અને સ્વિટ્ઝરલેન્ડમાં યોગસંદેશ આપવા યાત્રા
 • ‘ગુજરાત રાજ્ય યોગશિક્ષણ સમિતિ’ના ઉપપ્રમુખ
 • આશ્રમની હાલની પ્રવૃત્તિઓમાં યોગઆસનો, પ્રાણાયામ, ધ્યાન, ભજન કીર્તન, સેમિનાર, યોગશિબિરો, રક્તદાનશિબિરો, યાત્રાઓ વગેરેનો સમાવેશ થાય છે. યોગસાધનઆશ્રમ તરફથી, જેલવાસીઓ, ઓફિસરો, પોલિસઅફસરો વગેરે માટે પણ અવાર નવાર યોગતાલીમ શિબિરો યોજાય છે.

રચનાઓ

 • યોગ અને ભક્તિ વિષયક અનેક પુસ્તકો અને લેખો

સાભાર

 • યોગ નવનીત – ડિસે-૨૦૧૪
 • શ્રી. અતુલ ભટ્ટ
 • ડો. કનક રાવળ

ચુનીભાઈ વૈદ્ય, Chunibhai Vaidya


cv_3

પ્રખર ગાંધીવાદી, છેવાડાના માણસોના અધિકાર માટે ઝઝુમનાર લોકપ્રહરી

‘… ‘ગાંધી નિધિ’નું કામ કરતાં મને સમજાયું કે, ‘જે બોલવું , તે જ કરવું.’ ”

ઇન્ડિયન એક્સપ્રેસ પર તેમને અંજલિ રૂપે લેખ

તેમના જીવન વિશે અનેક વિડિયો અહીં

————————————–

લોકલાડીલું નામ

 • ચુનીકાકા

જન્મ

 • ૨, સપ્ટેમ્બર- ૧૯૧૮, સંડેર ગામ, જિ. પાટણ

અવસાન

 • ૧૯, ડિસેમ્બર- ૨૦૧૪; અમદાવાદ

કુટુમ્બ

 • માતા– મણિબેન; પિતા– રામજીભાઈ
 • પત્ની– લક્ષ્મીબેન; દીકરી-નીતાબેન

શિક્ષણ

 • પ્રાથમિક – નવસારી
 • સુરતમાંથી મેટ્રિક

વ્યવસાય

 • શરૂઆતના જીવનમાં સુરત મ્યુનિ.માં ક્લાર્ક
 • કર્ણાટક રાજ્યના બેલગામ શહેરમાં પારસીની પેઢીમાં નામું લખતા
 • કાલિકટ, કેરળમાં પૃથ્વીરાજ આશરની કમ્પનીમાં હિસાબનીશ
 • ઉત્તર ગુજરાતના મલુંદમાં શિક્ષક અને છેલ્લે હેડ માસ્તર
 • ૧૯૪૭થી – સમગ્ર જીવન ગાંધી ચિંધ્યા માર્ગ પર

 

CV_2

તેમના વિશે વિશેષ

 • ૧૯૩૦ ની દાંડીકૂચ વખતે નવસારીમાં પ્રથમ ગાંધી દર્શન માતાએ કરાવ્યું.
 • સુરતમાં નોકરી કરતા હતા ત્યારે ભુગર્ભ પ્રવૃત્તિઓ ચલાવતા.
 • કાલિકટમાં નોકરી સાથે ગાંધીવાદી પ્રવૃત્તિમાં ભાગ.
 • ૧૯૪૭ માં ‘ગાંધી નિધિ’ના કામ માટે સરદાર પટેલે આશર કમ્પનીના માલિકના સગા એવા પ્રબોધ ચોકસીને બોલાવ્યા. તેમની સાથે ચુનીકાકા દિલ્હી પહોંચી ગયા; અને ગાંધીજીના ૩૩,૦૦૦ પત્રોનો અનુવાદ અને રજિસ્ટ્રેશનના કામમાં જોડાયા; અને દોઢ વર્ષ આ આ કામ કર્યું. આ વખતે તેમને ગાંધીજી સાચી રીતે સમજાયા.
 • ત્યાર બાદ અમદાવાદમાં ભૂદાન પ્રવૃત્તિમાં શ્રી. નારાયણ દેસાઈ સાથે પ્રકાશનની કામગીરી. એ વખતે કાંતણના કામમાં ૧૩,૦૦૦ આંટીઓ બનાવી ભારત ભરમાં ‘સૂતાંજલિ’ કાર્યક્રમમાં સૌથી પહેલું સ્થાન મેળવ્યું.
 • એક સર્વોદય સમ્મેલનમાં વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણની હાજરીમાં ‘ભૂદાનના કામમાં જીવનદાન’- જીવનમાં આમૂલ પરિવર્તન
 • વડોદરામાં ‘ભૂમિપુત્ર’નું સંચાલન
 • કાશીમાં રાધાકૃષ્ણ બજાજ સાથે ‘સર્વ સેવા સંઘ’ નાં પ્રકાશનોની જવાબદારી
 • ૧૯૬૧ થી ૧૯૭૩ – આસામમાં ભુદાનના કામમાં; આસામિયા ભાષા શીખ્યા
 • ૧૯૭૫- કટોકટી વેળાએ ‘ભૂમિપુત્ર’માં વિરોધી લખાણો
 • ૧૯૭૬ – સાત મહિના જેલવાસ
 • દલિતો અને છેવાડાના માણસોના હક્કો માટે અનેક મુદ્દાઓ પર અવિરત ઝુંબેશ અને લડત
 • લોકોની મહેનતથી અનેક ‘ગુપ્ત બંધ’ ( આડ બંધ) બનાવડાવ્યા.
 • જીવનના અંત સુધી ‘ગુજરાત લોકસમિતિ’ ના મુખપત્ર’ લોકસ્વરાજ’ ના તંત્રી
 • દીકરી નીતા ૨૨ વર્ષની ઉમરથી તેમના કાર્યમાં જોડાયેલી રહી છે.

રચના

 • ‘સૂરજ સામે ધૂળ’ – ગાંધીજીની હત્યા અને બલિદાન અંગે પુસ્તિકા- દેશની ૧૩ ભાષાઓમાં અનુવાદ

સન્માન

 • ૧૯૮૩ – સાને ગુરૂજી નિર્ભય પત્રકારિત્વ એવોર્ડ’
 • ૧૯૯૩-દર્શક ફાઉન્ડેશન દ્વારા ‘ ગ્રામ પુનરુત્થાન એવોર્ડ’
 • વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ‘ સરદાર પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ
 • ૨૦૧૦- જમનાલાલ બજાજ પુરસ્કાર

CV_1

સાભાર

 • ડો. કનુભાઈ જાની
 • લોક સ્વરાજ – જાન્યુઆરી -૨૦૧૫

પ્રમુખ સ્વામી, Pramukh Swami


Pramukh_Swami    અક્ષર પુરુષોત્તમ સંસ્થા BAPS, બોચાસણના, ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનાપાંચમા આધ્યાત્મિક અનુગામી

BAPS  વિશે…..

# BAPS web site

# સ્વામીનારાયણ સંસ્થા

#  વિકિપિડિયા પર

# વિશેષ માહિતી લેખ

#  કિડની મશીનનું ઉધાટન – એક ‘સરસ’ લેખ

# અવસાન પ્રસંગે અંજલિ – વિનોદ વિહાર ઉપર

તેમનાં વચનો-

 • બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના આનંદમાં આપણો આનંદ છે. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.” ,
 • જે દેશનો યુવાન ચારિત્ર્યવાન અને નૈતિક રીતે દ્ર્ઢ હશે, તેનો વિકાસ કોઈ જ અટકાવી શકશે નહીં.
 • ધર્મ શું છે?..ફક્ત સદાચાર.
 • માણસની આધ્યાત્મિક જરુરિયાત માટે મંદિર જેવી સંસ્થાઓ બહુ જ જરૂરી છે.દેશની રક્ષા માટે જેમ મિલિટરીની જરૂર છે, તેટલી જ જરૂર સંસ્કારો માટે સમાજ ને છે. સંતો તેના પ્રોફેસરો છે.

અક્ષરધામ, નવી દિલ્હી

નામ

 • પ્રમુખ સ્વામી મહારાજ
 • સાધુ નારાયણ સ્વરૂપદાસજી
 • સંસારી નામ- શાન્તિભાઈ પટેલ

જન્મ

 • તા-૭/૧૨/ ૧૯૨૧( હિન્દુ પંચાંગ…વિક્રમ સંવત–૧૯૭૮ના માગશર સુદ-૮)
 • વતન… ચાણસદ ગામ, પાદરા તાલુકા, વડોદરા જિલ્લો

અવસાન

 • ૧૩, ઓગસ્ટ;  સાળંગપુર, જિ. અમદાવાદ

કુટુમ્બ

 • પિતા– મોતીભાઈ; માતા-દિવાળીબા
 • ભાઈ બહેન – ચાર ( તેમનાથી બધાં મોટાં)

અભ્યાસ

 • પાંચમા ધોરણ સુધી ગામની શાળામાં
 • મેટ્રિક સુધી તાલુકા મથક પાદરાની નિશાળમાં
 • પછી સ્વામીનારાયણ ગુરૂકૂળમાં ધાર્મિક અભ્યાસ

વ્યવસાય

 • આજીવન સ્વામીનારાયણં, અક્ષર પુરૂષોત્તમ  સંસ્થા ( BAPS) ની સેવા અને નેતૃત્વ

તેમના વિશે વિશેષ

 • તેમનું જન્મ સ્થાન – ચાણ્સદ ગામમાં , ઢાળવાળી ગલિમાં, ડાબા હાથે આવેલું બે ઓરડાનું પહેલું મકાન…આજે ‘પ્રાગટ્ય તીર્થ’ તરીકે સંસ્થાએસ્મૃતિ મંદિર બનાવ્યું છે ને ,હરિભક્તોનું આસ્થા કેન્દ્ર છે.
 • ૧૮-૧૯ વર્ષની ઉમ્મરે, ગુરુશાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અને માતા, પિતાની સમ્મતિ  લઈ, ગૃહત્યાગ કર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં  સાધુ બન્યા.
 • ભક્તિ પરાયણ કુટુમ્બના સંસ્કાર ઝીલતાં, પિતા સાથે ગુરુસત્સંગ થકી, એકાદશીના વ્રત કરવાની બાળવયે શરુઆત કરી. ગુરુ શાસ્ત્રીજી ધર્મ સભા માટે ચાણસદ ગામે આવ્યા ત્યારે; પિતાજી સાથે  દર્શને ગયા.પૂ. શાસ્ત્રીજી મહારાજે ત્યારે  તેમને જોઈને કહ્યું…મોતીભાઈ..”આ અમારા છે’ સમય આવે સેવા માટે યાદ કરીશું.
 • શાળા અભ્યાસ દરમિયાન ખુબ જ તેજસ્વી, હમ્મેશ પહેલો, બીજો ક્રમ જાળવી રાખતા.સાથે સાથે ક્રિકેટ રમવામાં, તરવામાં અને સ્વામીનારાયણ સમ્પ્રદાયનાં ભજનો ગાવામાં ખુબ ક રસ.
 • તા. ૭, નવેમ્બર – ૧૯૩૯.- ઘેરથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ ચિઠ્ઠી આપી, એમાં લખ્યું હતું; ” સાધુ થવા આવી જાઓ” અને હરિભક્ત કુટુમ્બે આનેજીવનની ધન્ય પળો ગણી હસતે મુખે, કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે તેમને વિદાય દીધી…એ દિવસ હતો
 • ૨૨ નવેમ્બર,૧૯૩૯ – પ.પૂ ગુરુ શાસ્ત્રીજી મહારાજે, અમદાવાદમાં પાર્ષદની દીક્ષા આપી.એ વખતે એમનું નામ ‘શાન્તિ ભગત’ હતું !
 • પછી સંસ્કૃત ભાષાના અધ્યયનની શરૂઆત
 • સંસ્કૃત ભણી શાસ્ત્રીજી બ્ન્યા, સાધુ જીવનની દિનચર્યામાં એવા તો ગોઠવાઈ ગયા કે ગુરુ શાસ્ત્રીજી મહારાજના વહાલા બની ગયા.
 • ૧૦ જાન્યુઆરી,૧૯૪૦ – અક્ષર ડેરી, ગોંડલ – શાસ્ત્રીજી મહારાજે , પૂ.યોગીજી મહારાજ સાથે, સંપૂર્ણ વૈદિક વિધિથી ભાગવતી દીક્ષા આપી.; સાધુ નારાયણસ્વરૂપદાસ સ્વામીની પદવી આપી
 • ૨૩મા વર્ષે સંસ્થાનીવહિવટી કમિટીમાં નિમણૂક
 • ૧૯૪૬માં,૨૪મા વર્ષે   સારંગપુરમાં સ્વામીનારાયણ મંદીરના કોઠારીની મહત્ત્વની જવાબદારી
 • ૨૧ મી મે,૧૯૫૦ (ફક્ત ૨૮ વર્ષની વયે) – નવા કામકાજ હાથ ધરવાની કોઠાસૂઝ જોઈ..શ્રી શાસ્ત્રીજી મહારાજે, પ.પૂ.યોગીજી મહારાજની આશીષ સાથે, બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ‘પ્રમુખ’ તરીકેની ખૂબ જ મોટી જવાબદારી, સોંપી.,
 • ૧૦મી મે,૧૯૫૧ – પ.પૂ .યોગીજી મહારાજના અવસાન બાદ , ભગવાન સ્વામીનારાયણ સ્વામીનાપાંચમા અનુગામી તરીકે, સંત ચરણ કોટી જન ઉધ્ધારક થઈ ને પ્રમુખ સ્વામી, , આ યુગના સાચા સંત  તરીકે  પૂજાય છે.
 • આજે ૯૪મા વર્ષે ,સંસ્થાને વિશ્વવંદનીય વિરાટ સંસ્થા બનાવી ,દોરવણી આપી રહ્યા છે.
 • પૂર, ભૂકંપ, દુષ્કાળ, સમયે, લાખો નિસ્વાર્થ સેવાભાવી  સ્વયં સેવકોની ફોજ, ભાતૃભાવથી કાર્ય કરતી, વિશ્વે જોઈ છે.
 • વિશ્વના અનેક મહાનધર્મગુરુઓ, રાજકીય મહાનુભાવો, સમાજસેવી સંસ્થાઓ  સાથે, છ દાયકા સુંધી, સંત પ્રતિભાથી તેમણે સૌને પોતીકા બનાવ્યા છે.
 • ૨૯ ઑગષ્ટ,૨૦૦૦ – તેમનું યુનોની ધર્મસભામાં , (Millennium world peace summit of spiritual leaders),ગુજરાતી માતૃ ભાષામાં પ્રવચન,
 • ૧૯૮૩માં તેમણે હાર્ટ એટેક અનુભવ્યો પણ બેઠા થઈ તરત કાર્યરત બની ગયા.
 • ૫૫ જેટલાવિદેશોમાં રચનાત્મક રીતે આજે BAPS  કાર્યરત છે; જેના તેઓ સૂત્રધાર છે.
 • સ્વામીશ્રીનો કરુણા પ્રવાહ-
  ૧૯૯૩નો મહારાષ્ટ્રના ભૂકંપ વખતે; ઓરીસ્સાનું વાવાઝોડું, ચેન્નાઈના દક્ષિણ ભાગે કન્યાકુમારી,આંદોમાન-નિકોબાર ટાપુ, સુનામીની ભયંકર તબાહી, ૨૦૦૬ નો સુરતનો જળપ્રલય, નૈરોબી-દારેસલામ,૨૦૦૧નો ગુજરાત-ભૂજનો ભયંકર ભૂકંપ કે કેલિફોર્નીઆ(અમેરીકા)ના ભૂકંપ પીડિતો;
 • હાલ ૧૧૦૦ ઉપરાંત પ્રાચીનતમ, આરસપહાણ કોતરણી કલાના શિખરબધ્ધમંદિરોનું   નિર્માણ. આની  યશ કલગી સમાન, દિલ્હી સ્થિત  વિશાળ અક્ષરધામનું નિર્માણ ફક્ત પાંચ જ વર્ષમાં પૂરું થયેલું.
 • ૮ જુલાઈ – ૨૦૦૦ – ૭૧૩ મંદિરોના નિર્માણના યોગદાન સમયે, Guinness World Records recognize()   ,પ્રમુખ સ્વામીને સન્માનિત કરેલા છે..
 • ૨૮ જેટલા વિદેશ પ્રવાસ અને બધે ભક્તિરસની લ્હાણી
 • પ્રમુખ સ્વામીના ગુરુપદે..બીએપીએસ..સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપ—-
 • ૫૫ દેશોમાં , ૧૨૫૦૦ ઉપરાંત વિશ્વવ્યાપી સત્સંગ મંડળો..મહિલા મંડળો થકી..યુવા આંતરિક શક્તિ વિકાસ સંચાલન.
 • વિશ્વના ૧૫ જેટલા દેશોમાં ૭૫૦થી વધુ નવાં મંદિર સંકુલનો નિર્માણ કરી..કુલ ૧૧૦૦ મંદિરોમાં ૯૦૯૦ જેટલાં સંસ્કાર કેન્દ્રોનું નિયમિત સંચાલન.
 • ૪૦ સામાજિક સેવા સંકુલો દ્વારા વિરાટ નિઃસ્વાર્થ ,નિઃશુલ્ક સેવા (હરિભક્તોના દાનથી),
 • ૮૦ નૂતન શાળાઓ ,૩૧ શિક્ષણ પરિસરો(૧૧૦૦૦ વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ લાભ લે..છાત્રાલય સાથે)
 • ૨૨ જેટલાં આરોગ્ય કેન્દ્રો ..૭ મોટીહોસ્પિટલો.. ફરતા દવાખાના સાથે…પરિવહન , ( પાંચ લાખ દર્દીઓને પ્રતિવર્ષ સેવા)

 રજૂઆત સંકલન

 • રમેશ પટેલ(આકાશદીપ)

આધાર

 • સત્સંગ, Pramukh swami Maharaja
 • Life and brief work by BAPS Sadhu

જગદીશ પટેલ, Jagdish Patel


JP2‘અંધજન બેલી’

-“ Quote”

– ‘અંધજનમંડળ – વેબ સાઈટ

———————————————————

તેમની જીવનક્થાનું પુસ્તક- 'ક્લિક' કરીને વાંચો

તેમની જીવનક્થાનું પુસ્તક-
‘ક્લિક’ કરીને વાંચો

જન્મ

 • ૫, સપ્ટેમ્બર-૧૯૨૮ – વીરસદ( જિ. ખેડા)

અવસાન

 • ૩૧, માર્ચ- ૧૯૯૯, અમદાવાદ

કુટુમ્બ

 • માતા– લલિતાબેન; પિતા – ડો. કાશીભાઈ પટેલ
 • ભાઈઓ– રમેશ, સુધીર, નરેશ; બહેનો-ગીતા, દક્ષા
 • પત્ની – ભદ્રાબેન સતીયા( લગ્ન – ૧૯૫૯)

શિક્ષણ

 • બી.એ.
 • મુંબાઈમાં ફિઝિયોથેરાપીનો ડિપ્લોમા

વ્યવસાય

 • અંધજનોના વિકાસ માટે આખું જીવન સમર્પિત

JP5

પત્ની - ભદ્રાબેન સાથે,લગ્ન બાદ

પત્ની – ભદ્રાબેન સાથે,લગ્ન બાદ

JP1

તેમના ભાઈ જીતેન્દ્ર પટેલ સાથે

તેમના વિશે વિશેષ

 • બાળપણ મોસાળ અને નડિયાદમાં વીત્યું. પણ ચારેક વર્ષની ઉમ્મરે ડોક્ટર  પિતા સાથે કલકત્તા રહેવા ગયા.
 • આઠ વર્ષની ઉમ્મરે મેનેન્જાઈટિસની બીમારીમાં બન્ને આંખે અંધાપો. છતાં ધગશથી ભણતર ચાલુ રાખ્યું.
 • અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વોર્ડના સ્થાપક અને પછી એના ખાતાધિકારી બન્યા હતા.
 • તેમના જૂના ગોઠિયા જીતેન્દ્ર ત્રિવેદી ( લકવા ગ્રસ્ત)એ તેમને હાઈસ્કૂલ અને કોલેજના શિક્ષણમાં પારાવાર મદદ કરી હતી.
 • ૧૯૫૪ – અન્ય ત્રણ અંધ મિત્રો સાથે રાયપુર, અમદાવાદમાં અંધજનોની ક્લબ સ્થાપીને અંધજનોના વિકાસ માટેની પ્રવૃત્તિની શરૂઆત કરી હતી.
 • ૧૯૫૭ – કામેશ્વરની પોળ, રાયપુરમાં આવેલ શેઠ અંબાલાલ સારાભાઈની હવેલીમાં અંધજન મંડળની વિધિસર શરૂઆત. તેમનાં પત્ની ભદ્રાબેન ત્યારથી આજીવન એમનાં સેક્રેટરી રહ્યાં હતાં.
 • ૧૯૬૨- અમદાવાદ એજુકેશન સોસાયટીએ દાન આપેલી જમીન પર, વસ્ત્રાપુર ખાતેના હાલના મકાનમાં ગુજરાત રાજ્યના તત્કાલીન ગવર્નર શ્રી. મહેંદી નવાઝ જંગના હસ્તે ‘અંધજન મંડળ’નું ઉદ્‍ઘાટન, સ્થળાંતર અને મોટા પાયે વિકાસની શરૂઆત. . શેઠ શ્રી. અરવિંદ નરોત્તમ પહેલા પ્રમુખ.
 • અનેક દાતાઓ અને સ્વયંસેવકોની ની સહાયથી આ નાનકડી શરૂઆત મોટા વડલામાં વિકાસ પામી. શેઠ શ્રી. અરવિંદ નરોત્તમનો એમાં મહત્તમ ફાળો રહ્યો છે.
 • અંધ બાળકોને શિક્ષણથી થયેલી શરૂઆત અનેક પ્રવૃત્તિઓમાં વિકાસ પામી છે.
 • દેશ વિદેશમાં અનેક સેમિનારોમાં ભાગ
 • અપંગ જનો માટેની દેશની અનેક સંસ્થાઓમાં તેમના બહોળા અનુભવનો લાભ તેમણે આપેલો છે.
 • ૧૯૯૨ – હદયરોગનો હુમલો જેમાં બહેરાશ અને બન્ને હાથ અને પગમાં અપંગતા. પણ સતત ધગશથી ચાલતા થયા.
 • લાયન્સ ક્લબ દ્વારા પણ અંધજનોની ઘણી સેવા કરેલી છે.

સન્માન

 • ૧૯૮૧ – ગુજરાત રાજ્યનો એવોર્ડ
 • ૧૯૯૧ – ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો ઈલ્કાબ
 • ૧૯૯૪ – ભારત સરકાર તરફથી અંધજનોની સેવા માટે એવોર્ડ
 • બીજા અનેક એવોર્ડો અને જાહેર સન્માન

સાભાર

 • ડો. ગીતા/ રાજેન્દ્ર ત્રિવેદી( તેમના બહેન અને બનેવી) અને અંધજન મંડળના સક્રીય સહાયક
 • ‘અંધજન મંડળ’ વેબ સાઈટ

ઈલા ભટ્ટ, Ela Bhatt


Ila_1‘દરેક કામમાં જોખમો તો હોય છે જ. દરેક સફળતાની અંદર નિષ્ફળતાનું બીજ હોય જ છે. પણ તે અગત્યનું નથી. તેની સાથે શી રીતે તાલ મિલાવો છો- એ જ ખરું આહ્વાન છે.”

ઈલા ભટ્ટ  અને સેવા એ પર્યાય વાચક શબ્દો બની ગયા છે.

વિકિપિડિયા પર

‘સેવા’ વેબ સાઈટ

‘એલ્ડર્સ’ વેબ સાઈટ

‘રેમન મેગસેસે ‘ એવોર્ડની વેબ સાઈટ ઉપર

—————————————————————-

ela

આ ચિત્ર પર ક્લિક કરો અને તેમની જીવન કથા વાંચો.

જન્મ

 • ૭, સપ્ટેમ્બર-૧૯૩૩; અમદાવાદ
 • વતન – સૂરત

કુટુમ્બ

 • માતા – વનલીલા(વ્યાસ); પિતા-સુમંતરાય( વકીલ)
 • પતિ-રમેશ ભટ્ટ( વકીલ) ; સંતાનો – ?

શિક્ષણ

 • ૧૯૪૦-૪૮ – સાર્વજનિક ગર્લ્સ હાઈસ્કૂલ, સૂરત
 • ૧૯૫૨– બી.એ. ;એમ.ટી.બી. કોલેજ –સૂરત
 • ૧૯૫૪ – એલ.એલ.બી, – એલ.એ.શાહ લો કોલેજ, અમદાવાદ

વ્યવસાય

 • ૧૯૫૫- અમદાવાદમાં મજૂર મહાજનની કાયદા શાખામાં
 • ૧૯૭૨ થી – ‘સેવા’સાથે અને પછી આખા વિશ્વમાં સ્ત્રીઓની ઉન્નતિ અંગે પ્રદાન

Ila_4

Ila_3

Ila_2

તેમના વિશે વિશેષ

 • જન્મ અમદાવાદમાં થવા છતાં; બાળપણ સૂરતમાં વીત્યું.
 • તેમની માતા સ્ત્રીઓના વિકાસ સાથે સંકળાયેલાં હતાં; અને પિતા કાયદાના ક્ષેત્રમાં
 • કાયદાના અભ્યાસના અંતે હિદુ કાયદા માટે યુનિ.નો ગોલ્ડ મેડલ
 • અભ્યાસ બાદ થોડોક વખત મુંબાઈની એસ.એન.ડી.ટી. કોલેજમાં અંગ્રેજીનું અધ્યાપન
 • ૧૯૬૮ – મજૂર મહાજનની સ્ત્રી શાખાનું સંચાલન
 • મજૂર મહાજન તરફથી ઇઝરાયેલમાં મજુર કાયદા બાબત અભ્યાસ
 • ૧૯૭૧ – તેલ અવીવની આફ્રો એશિયન ઇન્સ્ટિટ્યુટમાંથી ડિપ્લોમા ઈન લેબર એફેર્સ એન્ડ કો ઓપરેશન
 • મજૂર મહાજનમાં કામ કરતાં તેમને લાગ્યું કે, અમદાવાદની મીલોમાં કામ કરતા મજૂરોની પત્નીઓ જીવન નિર્વાહ માટે અન્ય પરચુરણ કામો કરતી હતી; અને તેમને કોઈ કાયદાકીય રક્ષણ ન હતું.
 • સ્વતંત્ર રીતે કામ કરતી સ્ત્રીઓના સંગઠનનો વિચાર તેમને આવ્યો; અને મજૂર મજાજનના પ્રમુખ શ્રી. અરવિંદ બુચના ટેકાથી એ સ્ત્રીઓને પોતાના કામ હક્કોના રક્ષણ અંગે  માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું.
 • ૧૯૭૨ – ‘સેવા’- Self Employed Womens’ Association – ની સ્થાપના( શ્રી. અરવિંદ બુચ પ્રમુખને ઈલા ભટ્ટ- જનરલ સેક્રેટરી)
 • ‘સેવા’ ની અમદાવાદની મજૂર સ્ત્રીઓની નાનકડી સેવાની શરૂઆત અત્યંત વિશાળ વડલો બનીને રહી; અને આખા દેશમાં એની વડવાઈઓ ફેલાઈ ગઈ.
  ( ‘સેવા’ વિશે વિશેષ અહીં.)
 • ૧૯૮૦-૧૯૯૮ – વર્લ્ડ વિમેન્સ બેન્કિંગમાં કાર્ય
 • રોકફેલર ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી
 • ‘એલ્ડર્સ’ સંસ્થામાં પાયાનું યોગદાન.
 • ૨૦૧૫ – ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ

રચના

 • We are poor but so many: the story of self-employed women in India.
  – આ પુસ્તકના  ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, ફ્રેન્ચ અને તામીલ ભાષાઓમાં અનુવાદ થયા છે.

સન્માન

 • ૧૯૮૫– ભારત સરકારનો પદ્મશ્રી. એવોર્ડ
 • ૧૯૮૬ – ભારત સરકારનો પદ્મભૂષણ એવોર્ડ
 • ૧૯૭૭ –સામાજિક નેતૃત્વ માટેનો રેમન મેગસેસે એવોર્ડ
 • ૨૦૦૧– હાર્વર્ડ યુનિ.ની માનદ ડોક્ટરેટ ડીગ્રી
 • બ્રસેલ્સ( બેલ્જિયમ) અને જ્યોર્જ ટાઉન( યુ.એસ.) યુનિ,ઓમાંથી પણ માનદ ડોક્ટરેટ ડીગ્રી
 • ૨૦૧૦– યુ.એસ. સરકાર દ્વારા દસ લાખથી વધારે સ્ત્રીઓના જીવનધોરણને ઊંચું લાવવા માટે ‘ગ્લોબલ ફેરનેસ એવોર્ડ’
 • ૨૦૧૧– સ્ત્રીઓના ઉદ્ધાર માટે, અતિ પ્રતિષ્ઠિત રેડક્લિફ સુવર્ણ ચન્દ્રક
 • ૨૦૧૩– ઇન્દિરા ગાંધી પારિતોષિક

સાભાર 

 • વિકિપિડિયા

નારાયણ દેસાઈ, Narayan Desai


ND1– ગાંધીજી નો ‘બાબલો’ 

– ગાંધીજીની મૂળ શોધ સત્યની હતી. સત્ય એટલે સાચું બોલવું એટલી સાદી સમજમાંથી એ શોધ વધુ ને વધુ વિસ્તરતી અને વધુ ને વધુ ઊંડી ઊતરતી ગઈ. એનો બીજો તબક્કો આવ્યો સત્ય એટલે મન, વચન અને કર્મથી સત્ય; જેવું વિચારીએ તેવું બોલીએ અને જેવું બોલીએ તેવું જ કરીએ, ત્યાં સુધી તેઓ પહોંચ્યા. 

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

વિકિપિડિયા પર

– શ્રી. રામ ગઢવીના બ્લોગ પર માહિતી

રીડ ગુજરાતી પર

તેમના વિચારો ‘ સર્વોદય પ્રેસ’ના બુલેટિન પર

———————————————————————-

ND10

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સર્જિત વિડિયો

ગાંધી કથા – ન્યુ જર્સી

ગાંધી કથા – સાદરા

——————

જન્મ

 • ૨૪, ડિસેમ્બર- ૧૯૨૪; વલસાડ

અવસાન

 • ૧૫, માર્ચ -૨૦૧૫, વેડછી

કુટુમ્બ

 • માતા-દુર્ગાબેન;  પિતા – મહાદેવભાઈ ( ગાંધીજીના સેક્રેટરી )

શિક્ષણ

 • ગાંધી આશ્રમમાં- આશ્રમના અંતેવાસીઓ પાસે

વ્યવસાય

 • આખું જીવન ‘ગાંધી વિચાર’ને સમર્પણ

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

 • એક મહિનાની ઉમરથી ગાંધી આશ્રમમાં, ગાંધીજીની નજર હેઠળ ઉછર્યા હતા,અને ૨૩ વર્ષ આશ્રમમાં જ રહ્યા હતા. Peace Brigades International  સ્થાપવામાં સક્રીય ભાગ લીધો હતો.
 • દેશને સ્વતંત્રતા મળ્યા પછી,વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણે શરૂ કરેલી ‘શાંતિ સેના’માં જોડાયા હતા.
 • જયપ્રકાશ નારાયણે સ્થાપેલ જનતા પક્ષમાં પણ ઘણું પ્રદાન કર્યું હતું.
 • સમ્પૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, વેડછીના સંચાલક
 • ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
 • ૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
 • વિશ્વભરમાં ગાંધીકથાઓ કરી છે – ૬૦ ઉપર

રચનાઓ

(હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં  ૫૦ જેટલાં પુસ્તકો)

 • ચરિત્ર – પાવન પ્રસંગો, જયપ્રકાશ નારાયણ, મારું જીવન એ જ મારી વાણી, ભાગ ૧થી ૪ ( ગાંધી ચરિત્ર)
 • સર્જનાત્મક– ‘ગાંધી ક્યાંક હશે ભારતમાં’- ગીત સંવાદ મઢી કટાક્ષિકા
 • માહિતી/ સંકલન – સામ્યયોગી વિનોબા, ભુદાન આરોહણ, મા ધરતીને ખોળે, શાંતિસેના, સંત સેવતાં સુકૃત વાધે, સર્વોદય શું છે?, ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે?,અહિંસક પ્રતિકારની કહાણી, વેડછીનો વડલો
 • નાટક – કસ્તૂરબા
 • ઈતિહાસ/ રાજકારણ– સોનાર બાંગલા, લેનિન અને ભારત
 • અનુવાદો – માટીનો માનવી, રવિછબી
 • તેમનાં પ્રવચનો અને લેખોનો સંગ્રહ – ‘ઘણું જીવો ગુજરાતી’

સન્માન

 • ૧૯૯૨– ભારતની સાહિત્ય એકેડેમીનો એવોર્ડ
 • ૧૯૯૮ – યુનેસ્કોનો અહિંસા અને માટેનો એવોર્ડ
 • ૧૯૯૯ –રચનાત્મક પ્રવૃત્તિઓ માટેનો જમનાલાલ બજાજ એવોર્ડ
 • ૨૦૦૪ –  ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી એવોર્ડ
 • ૨૦૧૩ – ગુજરાતી વિશ્વકોશનો ‘સવ્યસાચી સારસ્વત પુરસ્કાર

સાભાર

 • ગુજરાતી સાહિત્યકોશ
 • વિકિપિડિયા
 • શ્રી. ઉત્તમ ગજ્જર

—————-

વિશેષ વાંચન…

પરિચયો

મોરારજી દેસાઇ, Morarji Desai


REVISED

“One should act in life according to truth and one’s faith.”

“મને રીંગણ બટાટાની જેમ ફેંકી દીધો!”

પુસ્તક   # જીવનઝાંખી — 1  # — 2

# એક સરસ લેખ

# વિકિપિડિયા પર 


તેમની સાથે એક ઇન્ટરવ્યુ –

ઉપનામ

 • ‘સર્વોચ્ચ’

જન્મ

 • ફેબ્રુઆરી 29, 1896; ભદેલી (વલસાડ નજીક)

અવસાન

 • એપ્રિલ 10, 1995

કુટુમ્બ

 • માતા– વિજયાબેન(ઉર્ફે મણીબેન), પિતા- રણછોડજી દેસાઇ (શિક્ષક)
 • પત્ની – ગજરાબેન ( લગ્ન – ૧૯૧૧) ; પાંચ સંતાનો – એક પુત્ર (કાંતિલાલ) અને એક પુત્રી હજી હયાત છે.

અભ્યાસ

 • 1918- બી.એ. – મુંબઇ યુનિ.

વ્યવસાય

 • શરૂઆતમાં 12 વર્ષ મુંબઇમાં ડેપ્યુટી કલેકટર તરીકે સરકારી નોકરી
 • બ્રૂહદ મુંબાઈ  રાજ્યના મુખ્ય મંત્રી
 • જવાહરલાલ નહેરૂના પ્રધાનમંડળમાં નાણાં મંત્રી
 • 1977-79 – ભારતના ચોથા પ્રધાનમંત્રી-(ભારતના સૌથી મોટી ઉમ્મરના વડાપ્રધાન – 82 વર્ષના)

જીવન ઝરમર

 • પિતાના સંસ્કાર મુજબ કોઇ પણ સંજોગોમાં સત્ય અને પુરુષાર્થને વળગી રહેવાના આગ્રહી
 • કટ્ટર ગાંધીવાદી; આઝાદીના લડતના લડવૈયા
 • અંગ્રેજો સામેની 1930ની આઝાદીની લડતમાં ગાંધીજી સાથે સક્રિય;  ‘ભારત છોડો’ની ચળવળ દરમ્યાન જેલની સજા; ભારતની આઝાદી માટે કુલ દસ વર્ષ જેલ ભોગવેલી
 • આઝાદી મળ્યા પછી પણ રાજકીય ક્ષેત્રે ઘણા સક્રીય રહેલા
 • 1952માં મુંબઇના મુખ્યમંત્રી તરીકે ચુંટાયેલા
 • સુવર્ણ કન્ટ્રોલ એક્ટના કારણે પ્રજામાં ઘણા અપ્રિય થયેલા
 • પહેલાં કોંગ્રેસ પક્ષના સભ્ય હતા, પરંતુ 1969માં રાજીનામું આપી વિરોધી પક્ષમાં જોડાયા હતા
 • ઇ ન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી દરમ્યાન કારાવાસમાં
 • ઘણા લાંબા સમય સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
 • એમણે જાહેર કર્યુ હતું કે એમની છેવટ સુધીની તંદુરસ્તીનું કારણ શિવામ્ભુ (દૈનિક સ્વમૂત્ર પિવાનો પ્રયોગ) હતું.

સન્માન

 • નિશાન-એ-પાકિસ્તાન
 • ભારતરત્ન (એકલા ભારતીય જેને આ બંને ખિતાબો મળ્યા હતા)
 • એમની છબીવાળી ટપાલ ટિકિટ બહાર પડેલી છે.

1996-Morarji_Desai

 

Creative Quotations from Shree Morarji Desai

 • “Life at any time can become difficult: life at any time can become easy. It all depends upon how one adjusts oneself to life.”
 • “Self-help must precede help from others. Even for making certain of help from heaven, one has to help oneself.”
 • “An expert gives an objective view. He gives his own view.”
 • “It is easy to hate and it is difficult to love. This is how the whole scheme of things works. All good things are difficult to achieve; and bad things are very easy to get.”
 • “You are quite correct in saying that I banned the export of monkeys on a humanitarian basis and not because the number was lessening. I believe in preventing cruelty to all living beings in any form.”

શ્રી.મોટા, Shri Mota


Mota– નિરાધાર પણા માં નર્યું પાંગળા પણું પ્રવર્તે છે, જીવનમાં જેને સાચો સમર્થ આધાર પ્રગટે છે ,તે તો જબરદસ્ત ખુમારી અનુભવે છે,એના જીવનમાં ,પ્રસંગમાં પ્રગટતી ટટારી પ્રત્યેક કર્મમાં એને લાગ્યા કરે છે.પોતે એકલો તો કદી છે જ નહિ,એવું નક્કરપણે તેને લાગ્યા કરે છે.હૃદયના તેવા ભાવ માં ક્યાય શોક ,ખેદ,દિલગીરી નથી હોતા,ત્યાં તેવા ભાવ માં નિરાશા ઉગી શક્તીજ નથી,

-જે જીવ પોતાનો વર્તમાનકાળ યોગ્યપણે ઉત્તમપણાંથી સાચવી શકે છે, તેનો ભવિષ્યકાળ પણ સચવાયેલો જ રહે છે.

–  પર (પારકાં)ની સેવા પ્રભુની સેવા સમજો. સેવા લેનાર, સેવા દેનાર ઉપર સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે.

– ‘હરિ ૐ’ આશ્રમ વેબ સાઈટ

—————————————————–

image-94નામ

 • ચુનીલાલ ઠક્કર

જન્મ

 • ૪, સપ્ટેમ્બર-૧૮૯૮; સાવલી( જિ. વડોદરા)

અવસાન

 • ૨૩, જુલાઈ- ૧૯૭૬; ફાજલપુર( જિ. વડોદરા)

કુટુમ્બ

 • માતા-સૂરજબા; પિતા– આશારામ

શિક્ષણ

 • ૧૯૧૯ – મેટ્રિક

main-imageતેમના વિશે વિશેષ

 • ૧૯૦૫-૧૯૧૮ – આકરી મજૂરી સાથે તૂટક તૂટક અભ્યાસ
 • ૧૯૧૬ – પિતાનું અવસાન
 • ૧૯૧૯-૧૯૨૦ – વડોદરા કોલેજમાં જોડાયા પણ અધવચથી અભ્યાસ છોડી દીધો
 • ૧૯૨૧– ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ ત્યાંય અભ્યાસ એક જ વર્ષમાં છોડી, હરિજન સેવામાં લાગી ગયા.
 • ૧૯૨૨– ફેફરુંના રોગથી કંટાળી ગરૂડેશ્વરની ભેખડ પરથી આત્મહત્યાનો પ્રયાસ; પણ દૈવી બચાવ.
 • ‘હરિ ૐ’ મંત્રના સતત જાપથી રોગમુક્ત થયા.
 • ૧૯૨૩– ( વસંત પંચમી) પૂ. શ્રી. બાલયોગીજી પાસે દિક્ષા. શ્રી, કેશવાનંદ ધૂણીવાળા દાદાના દર્શને સાંઈખેડા ગયા. ત્યાં રાત્રે સ્મશાનમાં સાધના અને દિવસભર હરિજન સેવા
 • ૧૯૨૭– હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ; પરિણામે ‘હરિ ૐ’ મંત્ર અખંડ થયો
 • ૧૯૨૮ – પહેલી હિમાલય યાત્રા
 • ૧૯૨૮– સાકોરીના પૂ. ઉપાસનીબાબાની સાથે સાધના. બધી સૂધ બૂધ ખોઈ, મળમૂત્ર માં જ પડ્યા રહ્યા.
 • ૧૯૩૦ – મનની નીરવતાનો સાક્ષાત્કાર
 • ૧૯૩૦-૩૨ આઝાદીની લડતમાં ભાગને કારણે સાબરમતી, વીસાપુર, નાસિક અને યરવડા જેલોમાં કારાવાસ, સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પ્રભુસ્મરણ
 • વીસાપુર જેલમાં વિદ્યાર્થીઓને સમજાવવા સરળ ભાષામાં શ્રીમદ્‍ ભગવદ્‍ ગીતાનું વિવરણ ‘જીવન ગીતા’  લખ્યું.
 • ૧૯૩૪ – સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર
 • ૧૯૩૪-૩૯ – હિમાલયમાં અઘોરીબાબા પાસે, ધુંવાધારની ગુફામાં અને નર્મદાકિનારે નગ્ન દેહે ૨૧ ધૂણી ધખાવી સાધના; શીરડીના સાંઈબાબા પાસેથી અંતિમ તબક્કાની સાધનાનું માર્ગદર્શન
 • ૨૯, માર્ચ- ૧૯૩૯ – કાશીમાં નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર; હરિજન સેવક સંઘમાંથી રાજીનામું
 • ૧૯૪૨ – હરિજન સેવક સંઘમાંથી છૂટા થયા છતાં, હરિજન કન્યા છાત્રાલય માટે મુંબાઈમાં ફાળો ઉઘરાવ્યો.
 • ૧૯૪૫– હિમાલયની યાત્રા દરમિયાન અદ્‍ભૂત અનુભવો
 • ૧૯૪૬– સાબરમતી હરિજન આશ્રમમાં મીરાં કુટિરમાં મૌન એકાંતનો પ્રારંભ
 • ૧૯૫૦ – દક્ષિણ ભારતના કુમ્ભકોણમ્‍માં કાવેરી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના (૧૯૭૬ પછી એ આશ્રમ બંધ કરાયો છે.)
 • ૧૯૫૪ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં એક ઓરડીમાં મૌન એકાંતનો પ્રારંભ
 • ૧૯૫૫– નડિયાદ શેઢી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના
 • ૧૯૫૬ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના
 • ૧૯૬૨થી – ‘હરિ ૐ’ આશ્રમ દ્વારા લોકકલ્યાણનાં કામોનો પ્રારંભ
 • ૧૯૬૮-૧૯૭૫ – શરીરના અનેક રોગો છતાં સતત પ્રવાસ અને અધ્યાત્મ અને સ્વાનુભવના ૩૬ ગ્રન્થોનું લેખન/ પ્રકાશન
 • ૧૯૭૬ – ફાજલપુરમાં મહી નદીના કાંઠે શ્રી. રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં આનંદ પૂર્વક દેહત્યાગ
 • મૃત્યુ બાદ મળેલ દાનમાંથી ગુજરાતના પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બાધવાનો આદેશ.

રચનાઓ

Mota_books

સાભાર

 • ‘ શ્રી મોટા સાથે હિમાલય યાત્રા’ – શ્રી. નંદુભાઈ શાહ ; ‘હરિ ૐ’ આશ્રમ પ્રકાશન, સૂરત
%d bloggers like this: