પિતૃપક્ષે વેપારનો વારસો – તો માતૃપક્ષે વિધાપ્રીતિનો, સાહિત્યપ્રીતિનો
વ્યવસાયે ડોક્ટર એવા નાના ડો. ફૂલચંદ મહેતાના મુખેથી ક.મા.મુનશીની નવલકથાઓનાં અનેક પ્રકરણ સાંભળવાનો લહાવો પ્રકાશભાઈને બચપણમાં મળેલો.
પિતાજીને વ્યવસાય નિમિત્તે અમૃતસરમાં રહેવા જવાનું બન્યું. આ કારણે આરંભના ચારેક વરસ પ્રકાશભાઈનું બાળપણ અમૃતસરમાં વીત્યું.
અમૃતસર પછી વડોદરામાં નોકરીની તક મળતાં આખો પરિવાર સ્થાયી થવા માટે ત્યાં આવ્યો. અહીં તેમનાં માતા ઇન્દુબેન તેમ જ શિક્ષક રમણભાઈ ક્ષત્રિયને કારણે પ્રકાશભાઈની વાંચનરુચિને યોગ્ય દિશા મળી.
૧૯૫૦માં ફરી એક વાર સ્થળાંતર થયું અને આખો પરિવાર આવી વસ્યો અમદાવાદમાં.
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું પુસ્તક ‘ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ’, ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ અને રવીન્દ્રનાથ ટાગોરનું ‘સ્વદેશી સમાજ’ – આ ત્રણેય પુસ્તકોએ ખૂબ પ્રભાવિત કર્યા.
આ જ ગાળામાં પુરુષોત્તમ માવળંકરે શરૂ કરેલા લાસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં યોજાતાં ચર્ચાસત્રોમાં પ્રકાશભાઈની હાજરી નિયમિત બની. મહાગુજરાતના આંદોલન વખતેય તેમને ઈન્દુચાચાનાં જોશીલાં ભાષણ સાંભળવા ગમતાં, પણ ચન્દ્રકાન્ત દરૂ અને જયંતી દલાલની મુદ્દાસર અને વાસ્તવદર્શી રજૂઆત વધુ આકર્ષતી.
શાળાકાળ દરમિયાન અન્ય એક શિક્ષક હરિશ્ચંદ્ર પટેલ દ્વારા પ્રકાશભાઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ જોડાવાનું બન્યું.
છ વર્ષ અમદાવાદમાં અધ્યાપન
સરદાર પટેલ યુનિવર્સિટી’ દ્વારા તૈયાર થઈ રહેલા ગુજરાતી જ્ઞાનકોશ ‘જ્ઞાનગંગોત્રી’ શ્રેણીમાં ભોગીલાલ ગાંધીની સાથે જોડાયા.
૧૯૭૫ માં કટોકટી બાદ દસ મહિના જેલવાસ.
જનસત્તા અને નૂતન ગુજરાતમાં પત્રકાર
‘સમયના ડંકા’ કોલમમાં સાપ્રત સમસ્યા પર ચિંતન – એ કોલમ ઘણી પ્રચલિત બની.
જનસત્તાની વડોદરા આવૃત્તિના નિવાસી તંત્રી
ટાઈમ્સની ગુજરાતી આવૃત્તિમાં થોડોક વખત
૧૩ વર્ષ સમકાલીન, ગુજરાત મિત્ર અને ગુજરાત ટુડે માં કટાર લેખન
અખંડ આનંદના પુનર્જન્મમાં સક્રીય ફાળો
૧૯૯૨ – નિરીક્ષક પખવાડિકનું નવનિર્માણ અને તેના તંત્રી
ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચૂંટાઈને ઘણી વખત સભ્ય.
દિવ્ય ભાસ્કરમાં કોલમ લેખનને કારણે વ્યાપક સમૂહ સુધી પહોંચ્યા.
૨૦૦૦ની સાલથી જાણીતાં ગુજરાતી સામયિકોમાં હાસ્યલેખન અને વિવિધ અખબારોમાં હાસ્યકટારલેખન તેમ જ khabarchhe.com પર ટૂંકી વાર્તાની કૉલમ.
ગુજરાત ગાર્ડિયન અખબારમાં દર ગુરુવારે પ્રવાસકથા અને રવિવારે ‘દુનિયાકી સૈર’ કૉલમ ચાલે છે. મુંબઈ હેરિટેજ વૉક, સિંગાપોર, બૅંગકૉક, કેરળ, મધય પ્રદેશ અને ટર્કીની પ્રવાસકથાઓ લખી છે.
રચનાઓ
હાસ્ય – લપ્પન–છપ્પન, હાસ્યાત્ સદા મંગલમ્. પંચ ત્યાં પરમેશ્વર, પંદરમું રતન, આજનું કામ કાલે
Amar Palanpuri, Adarsh Society, Athwa, Surat, Gujarat 395001, India
મૂળ નામ
પ્રવીણ મણીલાલ મહેતા
જન્મ
૧, જુલાઈ – ૧૯૩૫, પાલનપુર
કુટુમ્બ
માતા – તારાબહેન; પિતા – મણીલાલ
પત્ની – ૧) હંસા, ૨) મીનાક્ષી; સંતાન – ?
શિક્ષણ
મેટ્રિક( પાલનપુર)
વ્યવસાય
હીરા ઉદ્યોગમાં
તેમના વિશે વિશેષ
નવ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થઈ ગયું.
અત્યંત તોફાની હતા, અને તેમનાં તોફાનોથી પરેશાન થઈ માતા કૂવે આપઘાત કરવા ગયાં. ત્યાં ‘શૂન્ય’ પાલનપુરીની માતાએ બચાવ્યા અને પોતાને ઘેર લઈ ગયા. પછી પ્રવીણ પણ ‘શૂન્ય’ના ઘેર જતો થયો અને તેમના પુત્ર સમાન બનીને રહ્યો. ઘરનું બધુ કામ કરે, શૂન્યના પગ પણ દબાવે અને તેમની શાયરી પણ સાંભળતો થયો.
સ્કૂલના નવા મકાનના સંડાસમાં લયબદ્ધ રીતે ગાળો લખતા પકડાયા અને પ્રિન્સિપાલે ‘શૂન્ય’ને ફરિયાદ કરી. તેમણે તમાચો માર્યો અને પ્રવીણની જિંદગીમાં વળાંક આવ્યો.
મેટ્રિક પાસ થયા બાદ માસીના ઘેર મુંબાઈમાં નોકરી.
મુંબાઈમાં પ્રેમમાં નિષ્ફળતા મળતાં ગઝલો લખવાની શરૂઆત કરી. ત્યારથી શરૂ થયેલી યાત્રા ‘ઉઝરડો’ ગઝલ સંગ્રહમાં પરિણમ્યો. પણ તેમણે કદી એ પ્રેમિકા વિશે કોઈને જણાવ્યું નથી.
મુંબાઈમાં બિમાર પડતાં પાછા પાલનપુર ગયા અને સાહિત્ય વર્તુળોમાં ગઝલમાં ડૂબી ગયા. ‘શૂન્ય’ એ આપેલા તખલ્લુસ ‘અમર’થી ગઝલો લખતા થયા.
સાજા થઈને મુંબાઈ પાછા ગયા અને ‘શૂન્ય’ની ભલામણથી ‘સૈફ’ પાલનપુરીના સમ્પર્કમાં આવ્યા. તેમના સામાયિક ‘વતન’ માં માનદ સેવા. ‘શૂન્ય’ની ચિઠ્ઠીમાં તેઓ સારું ગાય છે, એમ જાણવાથી સૈફે મિત્રો સાથેની મહેફિલમાં એમની પાસે ગઝલો ગવડાવી અને આમ મુબાઈના પ્રખ્યાત કવિઓ સાથે તેમનો સમ્પર્ક થવા લાગ્યો.અમીન આઝાદ, બેફામ, ગની દહીંવાલા, વેણીભાઈ પુરોહિત, શયદા, બેકાર, રતિલાલ ‘અનિલ’, નીનુ મજમુદાર વિ. સાથે મહેફિલોમાં ભાગ લેવા માંડ્યા.
હીરા ઘસવાનું કામ કરતા લોકો ગાળો બહુ બોલતા. એના ઉપરથી તેમનું એક ચર્ચાસ્પદ વિધાન – ”ગઝલ ગાળોનો પર્યાય છે!”
ઘણા નાટકોમાં અભિનય પણ કર્યો છે. જયંતિ પટેલ ‘રંગલો’ દ્વારા દિગ્દર્શિત, પચાસ નાઈટ ચાલેલા, નાટક ‘નેતા અભિનેતા’ માં મુખ્ય પાત્ર ભજવ્યું હતું, અને તેમનો અભિનય બહુ જ વખણાયો હતો.
નાટક કારકિર્દીમાં જ મીનાક્ષી મારફતિયાના ઘનિષ્ઠ સમ્પર્કમાં આવ્યા. આના કારણે તેમનું લગ્ન જીવન ખરાબે ચઢ્યું. અંતે પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ, મીનાક્ષી સાથે સંસાર શરૂ કર્યો.
૧૯૬૨ – સૂરતમાં રહેવા લાગ્યા. ‘સપ્તર્ષિ‘ નામની સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપના
લગ્ન – 1882 – ચાર રાણીઓ સાથે ; પટરાણી – નંદકુંવરબા ( પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના પ્રયાસો માટે મહારાણી વિક્ટોરિયાએ તેમને ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’ નો ખિતાબ આપેલો હતો. ) સંતાનો – ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા.
અભ્યાસ
નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં
1987 – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ)
1890 – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
1895 – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે
વ્યવસાય
રાજકર્તા
મૂખ્ય કૃતિઓ
ભગવદ્ ગોમંડલ – નવ ભાગ – ગુજરાતી વિશ્વકોષ
જીવન ઝરમર
1884– 25 ઓગસ્ટ રાજ્યાભિષેક
1930-33 – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો – પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી, ગોંડલમાં તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,
શિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી
વૃક્ષપ્રેમ – ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.
પુસ્તક પ્રકાશન – કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના 9870 જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.
ગોંડલ સ્ટેટ નુ રાજ ચિહ્ન
સન્માન
1897 – મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ
1934 – તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.
ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત :
ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ, નંદનવન અણમોલ – વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય, ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય. સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ, નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ. કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ, કુંજ નિકુંજ શાં ખેતર વાડી સુંવાળાં સુરક્ષ. રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ-શાંતિનાં રાજ્ય, પશુ પંખીજન ઝાડને પણ જ્યાં અભયનાં સામ્રાજ્ય.
એક અનોખું વ્યક્તિત્વ. એક સંગમસ્થાન જ્યાં સંસ્ક્રુત, ગુજરાતી અને અંગ્રેજી મળે, ભળે. હ્રદયથી કવિ, તાલીમથી બ્યુરોક્રેટ, પણ અનુભવે સંવેદનશીલ અને દ્રષ્ટિવંત વહીવટકર્તા.અસરકારક વક્તા, હાસ્યની સહજ સ્ફુટ થતી રમુજવૃત્તિ અને સમજણથી ઘડાયેલ વાણી-વર્તન.અદભુત મિત્ર, એનાથી પણ અદકેરા માણસ. સતત શ્રેષ્ઠતાની જ શોધ અને સાધના પણ
એમના ઘરમાં વાતાવરણ સંસ્કૃતનું અને શિક્ષણનું હતું. સંસ્કૃત પર એમનું એટલું પ્રભુત્વ છે કે ભાગ્યેશભાઈ પોતાનું આખું વક્તવ્ય સંસ્કૃતમાં અસરકારક રીતે આપી શકે છે.
પિતાજી શાળાના આચાર્ય અને દાદાજી અનેક સંસ્થાઓના સ્થાપક એટલે સમાજ સાથે પૂરી નિસ્બત ઉછેરમાં વણાઈ
શાળાભ્યાસ દરમિયાન વક્તૃત્વ, કાવ્યપાઠ, નાટકમાં હંમેશા એમને પ્રથમ સ્થાન મળતું. મોનો એકટીંગમાં માસ્ટરી
બી.એ.માં સંસ્કૃત વિષયમાં ગોલ્ડ મેડલ.
મેડીકલમાં જવાની ઈચ્છા હતી પરંતુ એડમિશન ન મળ્યું એટલે સંકલ્પ કર્યો કે કંઈક કરી બતાવવું ! અને IAS થયા.
પાંચ છ વર્ષના હતા ત્યારથી જ આભડછેટ પસંદ નહોતા કરતા. આ મુક્તિ માટે માબાપે આપેલ સંસ્કારનો હમ્મેશ આભાર માનતા. જીવન ભર કોઈ પણ જાતના આભડછેટથી દૂર રહેતા.
બાળમંદિરમાં હતા ત્યારથી જ વાંચનમાં રસ. ચોથા ધોરણમાં જાતે જઈને બાળપુસ્તકાલયમાં સભ્ય બની ગયેલા. વ્યાયામ અને કસરતમાં પણ એટલો જ રસ હતો. થોરાટ વ્યાયામ શાળામાં નિયમિત જતા.
હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંઘમાં નેતાગીરીની તાલીમ – ૧૧મા ધોરણમાં જનરલ સેક્રેટરી ( મહામંત્રી) તરીકે પણ ચૂંટાયેલા.વડોદરા વિદ્યાર્થી મિત્ર મડળની કારોબારીમાં પણ સ્વ. રામલાલ પરીખની દોરવણી હેઠળ કામ કરેલું.
તેમની આત્મકથામાં કિશોરકાળના પોતાના દોષો પણ વર્ણવ્યા છે.
૧૯૪૫ની સાલથી રોજનિશી લખવાની ટેવ પડી હતી – તે છેક ૨૦૧૨ની સાલ સુધી ચાલુ રહી.
અખિલ ગુજરાત વિદ્યાર્થી કોંગ્રેસના નેજા હેઠળ વેકેશનમાં શ્રમ શિબિરોમાં પણ જોડાતા. એમની આત્મકથામાં ગુંદી આશ્રમના નવલભાઈ શાહ સાથે શ્રમ કર્યાનો અનુભવ ખાસ વાંચવા જેવો છે.
આવી જ એક શિબિરમાં નારાયણ દેસાઈને સાંભળીને ભૂદાન કાર્યક્રમમાં રસ પડેલો. આ બીજ આગળ ઉપર એમને વિનોબા આશ્રમના સંચાલક બનવા સુધી લઈ ગયો.
૧૮, ઓગસ્ટ -૧૯૫૩ – દેશસેવા માટે. ઘર છોડ્યું, અને પાદરા તાલુકામાં બબલભાઈની ભૂદાનયાત્રામાં જોડાયા. એ વખતની ડાયરીમાં લખેલા નિર્ધાર …
બબલભાઈની સલાહથી રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થામાં જોડાવાનું નક્કી કર્યું. ઘણા મનોમંથન અને વિકલ્પોનો અભ્યાસ કરી જૂન માસમાં નવી તરાહના અભ્યાસમાં જોડાતાં પહેલાં નડિયાદમાં ૭૫ રૂપિયાના પગારથી જુનિયર ક્લાર્કની નોકરીમાં જોડાયા. તપસ્યામય જીવનનો આરંભ.
૧૯૫૪- ૧૯૫૫ ‘નઈ તાલીમ’ સંસ્થાની સ્કોલરશીપ પર ‘વેડછી’ આશ્રમમાં જુગતરામ દવે સાથે જોડાયા. તાપસ જીવન ગાળી, સેવાકાર્યની પાયાની તાલીમ લીધી.
૧૯૫૫થી – ૧૯૫૭ આનંદીના મુવાડા ગામમાં પહેલા બીજા ધોરણના શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. પછાત વસ્તીમાં કોઈને ભણવામાં રસ ન હતો. પણ તેમની મહેનત, પ્રેમ અને લગાવથી એક જ વર્ષમાં એટલાં બધાં વિદ્યાર્થીઓ આવતા થઈ ગયા કે, સરકારી નિયમો મુજબ ચાર શિક્ષકો મંજૂર થયા અને તેઓ આચાર્ય બની ગયા. બીજા વર્ષે પાંચ શિક્ષકો અને પાંચમું ધોરણ શરૂ !
ત્રીજા વર્ષથી માત્ર બારૈયા કોમનાં બાળકો જ ભણવા આવતાં , તેની જગ્યાએ અછૂત ગણાતા વણકર અને ભંગી બાળકો પણ ભણવા આવવા લાગ્યા.
ગરીબ વસ્તીના બાળકોની પાયાની જરૂરિયાતો માટે પોતાના પગારની બચતમાંથી બાળકોને મદદ કરતા !
આચાર્ય તરીકે ‘નઈ તાલીમ’ ના શિક્ષણના પ્રયોગો શરૂ. કદી તાડના ઝાડ પર ચઢ્યા ન હતા, પણ એ સાહસ પણ છોકરાંઓ માટે કર્યું અને તેમને તાડફળી ખવડાવી !
સાથે સાથે ગામલોકોમાં પણ કુટેવોમાં સુધારા માટે ગ્રામસેવક તરીકે પ્રદાન. ગામવાસીઓની અપ્રતીમ ચાહના મેળવી.
૧૯૫૬ ના અંતમાં કોન્ગ્રેસ સેવાદળ તરફથી ભારતનાં વિકાસ કામો જોવા માટેની અખિલ ભારત સ્પેશિયલ ટ્રેનમાં અન્ય સેવકો સાથે ભારત યાત્રા
૧૯૫૭ – શાળા છોડી અને ભૂદાન કાર્યની તાલીમ દરમિયાન નારાયણ દેસાઈએ યોજેલી, ભૂમિદાન માટે લોકોમાં જાગૃતિ આણવા વલસાડથી પાલનપુર નગરયાત્રામાં જોડાયા.
૧૯૫૮ – વિનોબા ભાવેની ચાર મહિનાની ગુજરાતમાં ભૂદાન યાત્રા પહેલાં અને દરમિયાન વ્યવસ્થા માટે સખત પરિશ્રમ
૧૯૬૦ – ગાંધી વાદી વિચારસરણી વાળા અને સાદા જીવનના આગ્રહી કુટુમ્બની દીકરી મંજુલાબેન સાથે લગ્ન
પોતાને પુત્રી હોય તેવી બહુ ઇચ્છા હોવા છતાં, દીકરી ન જન્મી અને બે સંતાનથી વધારે ન હોવાં જોઈએ તેવો નિર્ધાર કર્યો હોવાના કારણે અનેક મહિલાઓને દીકરી જેવો પ્રેમ , સંબંધ અને તેમના જીવનમાં મદદ
૧૯૬૦ સુધી – આનંદીના મુવાડા તરફથી મળતી મહિને ૩૦/- રૂ.ની મદદ માત્રથી સ્વૈચ્છિક ગરીબી વેઠી ભૂદાન કાર્ય. ઘેર પિતાની પરિસ્થિતિ બગડતાં નારાયણ દેસાઈએ મહિને ૮૦/- રૂ.ની મદદ આપી. લગ્ન પછી, આનંદીના મુવાડા ગામે ‘કૈલાસ આશ્રમ’માં ગ્રામસેવક તરીકે. પણ અવારનવાર દેશના વિવિધ ભાગોમાં વિનોબા સાથે પદયાત્રામાં – મુખ્ય કામ ખબરપત્રીનું.
૧૯૬૩ – ટીબીની બિમારીમાં સપડાયા. વડનગરના સેનેટેરિયમમાં સારવાર લીધી. વિનોબાજીની સૂચનાથી સતત મંત્રજાપનો પ્રયોગ કર્યો અને છ મહિનાની જગ્યાએ ત્રણેક મહિને ટીબીની બિમારી દૂર થઈ.
બે વર્ષ – લોકભારતી, સણોસરામાં અભ્યાસ કરી સ્નાતક બન્યા.
ગુજરાત સર્વોદય મંડળમાં અઢાર વર્ષ વિવિધ પ્રકારની, સમાજ ઉદ્ધારની કામગીરી. ‘ભૂમિપુત્ર’ માં પણ સતત પ્રદાન.
સાવલીના સંત, વિમલાતાઈ વિ. સાથેના તેમના અનુભવો ન માની શકીએ તેવા અદભૂત છે. તેમના સુધારાવાદી વલણ અને સાચા સંતો માટેનો આ આદર – એમ વિરોધાભાસી હકિકતો તેમના મુક્ત મનની સાક્ષી પૂરે છે.
૧૯૭૭ – ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન સર્વોદયનું કામ કરવા માટે એક મહિનો જેલવાસ.
જયપ્રકાશ નારાયણની ગુજરાતની મુલાકાત દરમિયાન એમની સાથે અંગત સમ્પર્ક થયો હતો.
૧૯૭૮ – વડોદરા નિસગોપચાર કેન્દ્રની શરૂઆત. તેમના સર્વોદય કામની શાખને કારણે સરકારી ગ્રાન્ટ વીસ મળતી રહેલી. છેલ્લા તેર વર્ષથી ડોક્ટર થયેલો તેમનો દીકરો ભરત, એલોપથી છોડીને અને આયુર્વેદનો અભ્યાસ કરીને, મુખ્ય ચિકિતસક તરીકેની જવાબદારી સંભાળે છે. તેમનો બીજો દીકરો કપિલ પણ ત્યાં સજીવ ખેતીનું કામ સંભાળે છે. બન્ને દીકરાએ આશ્રમને જ રહેઠાણ બનાવ્યું છે.
વૈજ્ઞાનિક અભ્યાસ કરીને, ‘મીઠામાં આયોડિન ભેળવવું જ જોઈએ.’ – એ કાયદાનો વિરોધ કરેલો, અને તે દૂર કરવા આંદોલન પણ ચલાવેલું.
૧૯૯૨ – બાબરી મસ્જિદ ધ્વંસ પછી થયેલાં તોફાનો દરમિયાન શાંતિ સ્થાપવા માટે છ દિવસના ઉપવાસ.
૨૦૦૨ – ગોધરા ટ્રેન હત્યાકાંડ પછી શાંતિ સ્થાપવાના કામમાં, સ્થળો પર જઈને, મોટું જોખમ વહોરી, સક્રીય કામગીરી.
ભૂમિપુત્ર માં દસકાંઓ સુધી ખબરપત્રી થી માંડીને તંત્રી પદ સુધીની કામગીરી . ‘સંતને પગલે ‘ ,– વિનોબાજીની ભૂદાન યાત્રા અંગે ભૂમિપુત્રમાં ડાયરી –કોલમ , ‘સમાચારને સથવારે’ દૈનિક કોલમ
શિવામ્બુ ચિકિત્સામાં બહુ જ વિશ્વાસ હતો અને તેના પ્રચાર માટે ઘણી શિબિરો યોજેલી. ‘શિવામ્બુ’ માસિકની સ્થાપના
આખું જીવન – કોઈ જાતની બચત ન કરવાના સંકલ્પ સાથે ગાળી. પોતાની ટીબીની બિમારી, દીકરા કપિલની માંદગી, વિ. ના વિના ખર્ચે ડોક્ટરોએ સારવાર કરી દીધી. તે જ રીતે દીકરાઓના ઉચ્ચ શિક્ષણના ખર્ચ માટે સમભાવી મિત્રોની મદદ હમ્મેશ મળતી રહી હતી.
૧૯૮૮ પછી – દીકરો ‘ગ્રામ ભારતી’માં કમાતો થયો પછી, ભૂમિપુત્ર અને સર્વોદત મંડળમાં વિના વેતને, સતત પ્રદાન
સમાજ સેવાના કોઈ પણ કામનો સંકલ્પ કરે પછી ગેબી રીતે નાણાંકીય સગવડો થઈ જતી.
આડત્રીસ વર્ષથી વડોદરા નજીકના વિનોબા આશ્રમમાં જ રહેતા હતા.
વાચકોના પ્રતિભાવ