સખત ટ્રેનીંગ પૂરી કર્યા બાદ તેમને ફ્રન્ટીયર ફોર્સમાં લેફ્ટનન્ટના પદ પર કમીશન
બીજા વિશ્વયુદ્ધમાં બ્રહ્મદેશના મોરચે, પેટમાં આઠ ગોળીઓ ઘૂસી હોવાં છતાં તેમણે આગળ વધી ટેકરી પર કબજો કર્યો.
ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધીમાં તેઓ કર્નલના પદ પર પહોંચ્યા હતા.
૧૯૪૮માં કાશ્મીરના યુદ્ધમાં ડાયરેક્ટોરેટ ઓૉફ મિલીટરી ઓપરેશન્સમાં તેમણે વ્યુહરચના આંકી અને કબાઇલીઓને હાંકી કાઢવા હવાઇ માર્ગે ભારતીય સેનાને મોકલી.
ફ્રન્ટીયર ફોર્સ પાકિસ્તાનમાં ફાળવવામાં આવતાં તેમની નીમણૂંક ગોરખા રાઇફલ્સની આઠમી રેજીમેન્ટમાં થઇ. ગોરખાઓએ તેમને નામ આપ્યું – સૅમ બહાદુર.
૧૯૬૦ના દશકમાં નહેરૂ-કૃષ્ણ મેનનની કારકિર્દી દરમિયાન રાજકારણ સૈન્યમાં પગપેસારો કરી ગયું હતું; અને તેમની સામે તહોમતનામું મૂકવામાં આવ્યું હતું. પણ કોર્ટના પ્રીસાઇડીંગ ઓફિસર પ્રામાણિક અને પ્રખર શિખ જનરલ દૌલત સિંઘે બધા તહોમત ફગાવી દીધા.
૧૯૬૨ની ચીન સામે કારમી હાર પછી પૂર્વ ક્ષેત્રની ચોથી સેનાના સેનાપતિનું પદ તેમને સોંપાયું હતું. અને સેના માં ઉત્સાહ આવી ગયો હતો.
૧૯૭૧ના માર્ચ મહિનામાં પૂર્વ પાકિસ્તાન પર હુમલા વખતે તેમણે ભારતના ચીફ ઓૉફ આર્મી સ્ટાફ તરીકે મોરચો સંભાળ્યો. તેમણે શ્રીમતિ ઇન્દિરા ગાંધીને વચન આપેલું, “Sweetie, I will give you Bangladesh.” એ વિજયના પ્રતાપે તેમણે ભારતના એક માત્ર ફીલ્ડ માર્શલનો ખિતાબ મેળવ્યો.
વાચકોના પ્રતિભાવ