ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: હાસ્ય કલાકાર

રઈશ મનિયાર, Dr. Raeesh Maniar


પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

—-

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

તેમની રચનાઓનો   # મોટો ખજાનો

———————————————————–

સમ્પર્ક

 • ઈમેલ – amireesh@yahoo.com

જન્મ

 • ૧૯ , ઓગસ્ટ, ૧૯૬૬, કિલ્લા પારડી, જિ. વલસાડ

કુટુમ્બ

 • માતા– ? પિતા -?
 • પત્ની – ડો. અમી

અભ્યાસ

 • એમ.ડી., ડી.સી.એચ (બાળદર્દ, પેડિયાટ્રિક)

વ્યવસાય 

 • બાળ માનસશાસ્ત્રી

સાભાર – ‘લયસ્તરો’

Raeesh_Maniar

સરસ સંવાદક/ સંચાલક

 

તેમના વિશે વિશેષ

 • ડોક્ટર કવિ હોવા ઉપરાંત અનેક મુશાયરાઓ, કવિ સમ્મેલનો, સંગીતના કાર્યક્રમોના લોકપ્રિય સંચાલક
 • અખબારોમાં કટાર લેખન
 • ટીવી, રેડિયો પર કાર્યક્રમો આપ્યા છે.
 • અનેક વખત વિદેશમાં કાવ્યપઠનના કાર્યક્રમો
 • ‘ કૈફી આઝમી’ પુસ્તકનું વિમોચન અમિતાભ બચ્ચનના હસ્તે

તેમના વિચારો

 • ખ્યાતિની અભિલાષા એવો પોશાક છે જે જ્ઞાની પુરૂષો પણ છેલ્લે જ ઉતારે છે.
 • વિશ્વભરના માનવીઓમાં રહેલી એકરૂપતા નિહાળી, ધર્મ, સમ્પ્રદાય કે દેશ વચ્ચેના ભેદમાં માનવું નહીં.
 • માનવમાત્રની સમાનતાઓ સમજી…નાનાં મોટાં દરેકને સન્માન આપવું.
 • દરેકનું મન્તવ્ય સમજવું; એનો આદર કરવો.
 • દુનિયા જેવી છે, તેવી સ્વીકારવી. દરેક બાબતે ન્યાય તોળવો નહીં. આપણું જ ધારેલું થાય, તેવો આગ્રહ રાખવો નહીં.
 • જાતને સ્વીકારવી, જાતને ચાહતાં રહેવું.
 • પોતાની આવડતથી અનેકગણાં મોટાં સ્વપ્નાં જોવા નહીં.
 • આપણા ગુણો, વિશેષતાઓ પ્રકૃતિદત્ત હોય છે; એનું અભિમાન ન રાખવું.
 • આપણા ગુણ આપણા બાયોડેટામાં નહીં – આપણા કર્મમાં દેખાવા જોઈએ.

રચનાઓ 

 • કાવ્ય સંગ્રહો – કાફિયાનગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી, નિહાળતો જા, પન્નીએ પહતાય તો કેટો’ની ( હઝલો)
 • અનુવાદો – કૈફી આઝમી, જાવેદ અખ્તર, તરકસ, સાહિર લુધિયાનવી, આવો કે સ્વપ્ન વાવીએ કોઈ
 • જીવન ચરિત્ર – ‘મરીઝ’ અસ્તિત્વ અને વ્યક્તિત્વ
 • પિંગળ – ગઝલ- રૂપ અને રંગ
 • બાળ મનોવિજ્ઞાન – બાળઉછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? , તમે અને તમારું નિરોગી બાળક

સન્માન

 • ૨૦૦૦ – આઈ.એન.ટી. તરફથી ‘શયદા’ પુરસ્કાર – યુવા ગઝલકાર તરીકે
 • ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
 • ૨૦૦૨ – ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર

સાભાર

શાહબુદ્દીન રાઠોડ, Shahbudeen Rathodમળ્યા જે જખ્મો એના તરફથી

અમારા તરફથી કવન થઈ ગયા.

પ્રેરક જીવનમંત્ર – “ Do you want to be a humorist? Where are your tears?”

તેમના વિશે –

“ વનેચંદના વરઘોડાથી જગજિત બનેલા…..”- રમેશ તન્ના

# રચના :

–   1  –  ;  –   2  –

# સાંભળો

– ૧ – ; વનેચંદનો વરઘોડો 

ફેસબુક પર

તેમની જ વેબસાઈટ ઉપર હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીના શબ્દોમાં વાંચો

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.

 _____________________________________

સમ્પર્ક

 • આશિયાના, થાનગઢ, જિ. સુરેન્દ્રનગર- ૩૬૩ ૫૩૦
 • ફોન – ૨૨૦ ૮૮૫

જન્મ

 • ૯, ડિસેમ્બર, ૧૯૩૭; થાનગઢ

કુટુમ્બ

 • માતા – હસીનાબેન ; પિતા – સીદિકભાઈ
 • પત્ની – સાબિરા ( લગ્ન – ૧૨, ડિસે-૧૯૭૧) ; સંતાનો – ૨ પુત્ર, બે પુત્રી

અભ્યાસ

 • બી.એ., બી.એડ.

વ્યવસાય

 • શિક્ષક

જીવનઝરમર

 • અનેક વાર વિદેશ પ્રવાસ – ૨૨ દેશોની મૂલાકાત લીધી છે.
 • થીયેટર, આકાશવાણી અને દૂરદર્શન પર અનેક હાસ્ય કાર્યકમો આપેલ છે.
 • તેમની પ્રેરણામૂર્તિ – ચાર્લી ચેપ્લિન, માર્ક ટ્વેઈન
 • સૌથી પ્રથમ પ્રકાશિત કૃતિ – ‘શો મસ્ટ ગો ઓન’
 • કમ્પ્યુટર વિશે – ‘ માનવીને માનવીથી અલગ કરશે.’
 • બાધા આખડીમાં કોઈ શ્રદ્ધા નથી.
 • તેમના બહુ જાણીતા લેખો
 • વનેચંદનો વરઘોડો
 • નટા જટાની યાત્રા
 • શિક્ષકોનું બહારવટું

શોખ

 • કદીક ચિત્રકામ, હાર્મોનિયમ વાદન

મુખ્ય રચનાઓ

 • હાસ્ય લેખ – શો મસ્ટ ગો ઓન, દેવું તો મર્દ કરે, દુઃખી થવાની કળા, હસતાં હસાવતાં, અણમોલ આતિથ્ય, સજ્જન મિત્રોના સંગાથે

લાક્ષણિકતાઓ

 • હાસ્ય કલાકારોમાં શિરમોર
 • ગંભીર ચહેરો રાખી, સાંભળનારને હસી હસી લોટપોટ કરનાર

સન્માન

 • જ્યોતીન્દ્ર દવે સુવર્ણ ચન્દ્રક
 • અનેક પારિતોષિકો અને સન્માનો

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
%d bloggers like this: