ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: સંકલન

નવીન બેન્કર, Navin Banker


હ્યુસ્ટન, અમેરિકામાં

ગુજરાતી સાંસ્કૃતિક

પ્રવૃત્તિઓના

અદના સેવક

પરિચય – દેવિકા ધ્રુવ
મળવા જેવા માણસ – પી.કે. દાવડા
એક સત્યકથા – ગફુર ચાચા
એક વાર્તા – બહેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો
તેમણે લખેલ રિપોર્ટ – ‘અકિલા’માં
સાધુ વાણિયો બીજા જન્મે
તેમનાં પોતાનાં સંસ્મરણો

તેમનો બ્લોગ – અહીં ક્લિક કરો

જન્મ

૨૬, સપ્ટેમ્બર – ૧૯૪૧; ભુડાસણ (જિ. અમદાવાદ )

અવસાન

૨૦, સપ્ટેમ્બર – ૨૦૨૦, હ્યુસ્ટન, ટેક્સાસ, અમેરિકા

કુટુમ્બ

માતા– કમળાબેન ; પિતા – રસિકલાલ
બહેનો – કોકિલા, સુષમા, દેવિકા, સંગીતા; ભાઈ – વીરેન્દ્ર
પત્ની – કોકિલા( લગ્ન – ૧૯૬૩)

શિક્ષણ

૧૯૫૮ – SSC
૧૯૬૨ – બી.કોમ. – ગુજ. યુનિ., એચ.એ. કોમર્સ કોલેજ, અમદાવાદ

વ્યવસાય

૧૯૬૨ – ૧૯૭૯ – સેન્ટ્રલ ગવર્નમેન્ટની એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં, ઓડીટર
૧૯૮૬ પછી – હ્યુસ્ટનમાં બહેન ડોક્ટર કોકિલાબેન પરીખની ઓફીસમાં એકાઉન્ટ્સ મેનેજર

લગ્ન વખતે

તેમના વિશે વિશેષ

  • પિતા સામાન્ય સ્થિતિના – મીલમાં નોકરી
  • કુટુમ્બની નબળી આર્થિક પરિસ્થિતિને લઈને ૧૦ મા અને ૧૧ મા ધોરણના અભ્યાસ દરમ્યાન એમને થોડા પૈસા કમાવવા માટે અનેક પ્રકારના નાના મોટા કામો કરવા પડેલા
  • ૧૯૬૨- પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી.
  • સવાસો જેટલી તેમની નવલિકાઓ  સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગડાયજેસ્ટ, આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી. તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં.
  • ૧૯૬૪ – ૧૯૭૭ –  ડઝનેક એકાંકીઓ અને  કેટલાંક  ત્રિઅંકી નાટકોમાં કામ
  • ૧૯૭૯ -૧૯૮૬ – ભારત અને અમેરિકા વચ્ચે આવન જાવન
  • ૧૯૮૬ પછી – અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રદાન, નાટકોમાં ભાગ,  હ્યુસ્ટનમાં થતા વિવિધ પ્રવૃત્તિઓના હેવાલોનું સામાયિકોમાં લેખન
  • જૂની/ નવી રંગભૂમિ વિશે ઊંડું જ્ઞાન

રચનાઓ

  • વાર્તા – હેમવર્ષા, અરમાનોની આતશબાજી, રંગભીની રાત્યુંના સમ, કલંકિત, પરાઈ ડાળનું પંખી
  • ૧૮ જેટલી રોમેન્ટિક પોકેટ બુક્સ

સાભાર

દેવિકાબેન ધ્રુવ અને અન્ય મિત્રોના બ્લોગ/ વેબ સાઈટ

ગુજરાતની ગરિમા – આ ગુજરાત છે, જય વસાવડા


jv1

એમનો પરિચય અહીં

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત.

જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત.

ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત.

શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠેલું ગુજરાત.

ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત…

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું.

હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું, અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું.

કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું.

ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું…ગુજરાત

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું – જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ!

મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે  અને, તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે…

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એક ઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વાસે છે

ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી , અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો.

મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે…

વ્હાલા, હું ગુજરાત છું.

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું, અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું.

હું પરબ વાવડીના છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાન સંગાથે પાણી લઇ દાદા મેકરણ ઘુમ્યા છે.

મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું, અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું.

મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ

જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું…

મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે.

પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે.

મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે.

મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે.

મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે.

મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે.

મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઉંમર ૫૦ની હશે, પણ મારી ઉંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.

હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાંય હું લપાતું હતું.

માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું, અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે.

કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ઘુંટ પીધા છે, અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે,

અને હા…મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું

મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે.

અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું…
અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડ્સ ના પારણાં હીંચોળ્યા છે.

સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું.

રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું.

સપ્તકના તબલાની થાપ અને કુમુદિની- મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં

હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માનાચિત્રોમાં

હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું, અમદાવાદની ગુફાના લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે, અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે.

હઠીસિંગની હવેલીના ટોડલે ખરતું હેરિટેજનું પીછું હું છું, અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું…

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ

નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે,  અને ગોઘૂલિ ટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે.

મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોંચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું.

મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ઘૂંટડા ભર્યા છે,  એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ઘૂંટડા ગટગટાવ્યા છે.

મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

હું ગુજરાત છું!

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી.(Non Resident Gujarati) છું હું.

મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું.

હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું, પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાઉં છું

કણબીનું હળ છું, કસબીની હથોડી છું.

હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી રંગોળી છું.

હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું.

હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું.

હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું…

મિયાં ફૂસકીની ટોપી અને ગલબા શિયાળની જામફળની ટોપલી યે મારી જ હતી.

બકોર પટેલના હાથ પર પડતી વાઘજીભાઈની હું તાળી છું.

મેં અનુભવી છે પીળા રૂમાલની ગાંઠની ભીંસ, સેના બારનિશની ચુસ્ત છાતીએ સંપુટ આપનારી મારી હથેળીના સળ ઉઠેલા છે.

નૌતમલાલની ચાંદીની મૂઠવાળી લાકડીની ઠક ઠક મને હજુ સંભળાય છે.

છ અક્ષરના નામમાંથી ઉઠેલો ત્રણ અક્ષરના નામનો સોનલવરણો પોકાર મારા કાળજે ત્રોફાય છે.

મોબાઈલની કોલર ટયુનમાં નયનને બંધ રાખીને ગઝલ સંભળાય ત્યાં હું રણકું છું.

પન્નાભાભી જાય છે, પણ આભડછેટ જતી નથી એ વિચારે હું ઝબકું છું.

ઉપેન્દ્ર ત્રિવેદી-રમેશ મહેતાનો લહેકો પણ હું છું અને કાંતિ મડિયા- સિઘ્ધાર્થ રાંદેરિયાનો રંગીલો ચટકો પણ હું છું.

હું તોફાની ટપુડો છું, હું તુલસી વિરાણી છું, મારે ત્યાં કંકુ ખરે ને સૂરજ ઉગે છે, અને મારી આંખે કંકુના સૂરજ આથમે છે…

હા, હું ગુજરાત છું.

મારો બર્થ ડે છે, છતાં ય મને કેમ કોઈ ગંદકીથી દૂર નિર્મળ રાખતા નથી?

કેમ મારા આખા ય શરીરની નસેનસમાં પડી ગયેલા ખાડા પુરાતા નથી?

હજુ ય હું ફફડું છું કે કોઈ લુખ્ખો મવાલી દાદાગીરીથી મારી કેક પરથી મીણબત્તીઓ ચોરી જશે અને
પોલીસ એફઆઈઆર પણ નહીં નોંધે તો? આટઆટલી રમણીયતા પછી શું મારે રમખાણોથી જ ઓળખાવાનું છે?

ચકલીને ય ન સાચવી શકનાર મારા ગુજરાતીઓ મને સાચવશે? કે પછી ગૌમાતાની વંદના કરી ગાયનું દૂધ જ ન પીવા જેવો દંભ કરશે?

ક્યાં સુધી મારા ગૌરવને બદલે જ્ઞાતિ ગર્વ જ સાંભળી મારે માથું દુઃખાડવું પડશે?

ક્યારે હું અંકિત ફડિયા કે ગીત શેઠી પરફોર્મન્સથી ઓળખાઈશ અને માત્ર એમના બેન્ક બેલેન્સથી નહિ?

ક્યારે મારી આંખો ઠારનાર ઉડતા પતંગિયા જેવા મારા ખરા સ્વર્ણિમ ભવિષ્ય જેવા યુવક યુવતીઓને પ્રેમ કરવા, આનંદ કરવા, સત્ય શોધવા માટે મોકળું મેદાન અને અનંત આકાશ મળશે?

રિમેમ્બર, હું એડજસ્ટેબલ છું, ફ્લેક્સીબલ છું અને એટલે જ મોડર્ન એન્ડ પ્રોગ્રેસિવ છું.

વેપાર મારી આવડત છે, નબળાઈ નથી.

જવાહરલાલથી જીન્નાહના વેવાઈઓ મારી ભાષા બોલ્યા છે. મેં દેશને પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ આપ્યા છે. અને આખી દુનિયામાં, આખા દેશમાં જ્યારે કોઈ પણ રિઝર્વ બેન્કની નોટને હાથમાં પકડશે, ત્યારે એને એના પર એક ગુજરાતીનું બોખું સ્મિત જોવા મળશે.

અત્યાર સુધીમાં મેં પેદા કરેલા સર્વશ્રેષ્ઠ ગુજરાતીનું! જ્યાં હું છું, ત્યાં સદાકાળ ઉત્સવ છે, હું નર્મદા તીરે વિસ્તરેલો કબીરવડ છું.

હું બોસ છું… બાપુ, હું ગુજરાત છું.

વિચાર યાત્રા


      સંસ્થાઓ દ્વારા, સામૂહિક, સહિયારા પ્રયત્નો દ્વારા થતી સાહિત્યિક પ્રવૃત્તિઓ હવે નેટ ઉપર ઘણી બધી છે.પોતાની કે બીજેથી લીધેલી રચનાઓ પ્રકાશિત કરનારા બ્લોગો તો સેંકડોની સંખ્યામાં છે. પણ એકલે હાથે મિત્રોની રચનાઓનું ઈ-બુક રૂપે પ્રકાશન કરનારનો જુસ્સો ‘મૌલિક’ જ કહેવાય! અને એક નહીં પાંચ પાંચ પ્રકાશનો અને તે પણ માત્ર પાંચ જ મહિનામાં.

      કોણ છે એ મૌલિક જુસ્સા વાળો જણ ?

      એકત્રીસ જ વરસનો એક તરવરતો યુવાન મૌલિક રામી – એનો પરિચય એના જ શબ્દોમાં અહીં

mau11

આ ચિત્ર પર ક્લિક કરો.

અને એ નોંધી લો કે, એનો વ્યવસાય છે – પશ્ચિમી સંગીત !

અને એ પાંચ પુસ્તકો – અહીં….

mau12

આ ચિત્ર પર ક્લિક કરો.

એક જ ચોપડી જુઓ અને એમાંના લેખ તો શું – એની રંગભરી રજૂઆત પર પણ મોહી પડશો.

સલામ મૌલિક …..
સલામ આ ઈ-બુકો બનાવવાની એની કળાને….

જ્યાં સુધી ગુજરાત આવા મૌલિકોને પેદા કરશે,
ત્યાં સુધી ગુજરાતી અમર રહેશે
અવનવી ક્ષિતીજો આંબતી રહેશે.

રમેશ બાપાલાલ શાહ, Ramesh Bapalal Shah


Ramesh_Shah–  પત્રકાર, લેખક, કલા પારખ, વિદ્વાન અને સંશોધક

–   કુમાર’ માસિકના ચાહક અને વિવેચક

–   ” મફત મેળવેલું નડતું નથી. પરંતુ મફત મેળવવાની વૃત્તિ નડે છે.”

——————————————————————————————-

જન્મ

  • ૧૦, સપ્ટેંબર ૧૯૩૭; સુરેન્દ્રનગર

અભ્યાસ

  • બી. એ. (ઇકોનોમિક્સ), ભવન્સ કૉલેજ- મુંબાઈ

વ્યવસાય

  • ૧૯૬૪-૨૦૦૦ –  ટેક્સ્ટાઇલ પ્રિંટિંગ ટેક્નિશિઅન
  • ત્યાર બાદ – લેખક; પ્રકાશક

તેમના વિશે વિશેષ

  •  ‘કુમાર’ માસિકના ૧૦૦૦ અંક (૧૯૨૪-૨૦૧૧) ને કૉમ્પ્યુટરમાં તેનાં ૬૦,૦૦૦ જેટલાં પાનાં એક સાથે કરી તેમાં તેટલી જ કહી શકાય તેવી પૂરક સામગ્રી (ચિત્રો-ઑડિઓ-વિડિઓ-પીડીએફ પુસ્તકો) ઉમેરી, આ બધું પળવારમાં શોધી જોઈ-વાંચી-કૉપી કરી શકાય તેવા સર્ચ-એન્જિનની સગવડ સાથે તૈયાર કર્યું.

આ ચિત્ર પર ક્લિક કરી ત્યાં પહોંચી જાઓ.

આ ચિત્ર પર ક્લિક કરી ત્યાં પહોંચી જાઓ.

તે વિશે રમેશભાઈ જણાવે છે –

       “દસેક વર્ષથી શત્રુંજય(પાલીતાણા) પર મંદિરોની નગરી છે જે જગતભરમાં અજોડ છે તે મંદિરોના સ્થાપત્યના ચિત્રકામ કરાવવાની હોંશ હતી. આવું કામ કોઈ એક ચિત્રકારને આપી તેમની સાથે રહી વર્ષો સુધી ધીરજ રાખીને તપસ્યા કરવી પડે. વળી એક જ કલાકાર  આ કામ કરે તો વિવિધતા ન મળે. ત્રણ વર્ષ પહેલાં સુરતની એક સંસ્થા દર વર્ષે જુદા જુદા સ્થળોએ કલા-શિબિર ગોઠવે છે તેમાં મને નારગોળની શિબિરમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું. દોઢસોથી વધુ યુવાન કલાકારોને કામ કરતાં જોઈ મેં એક શિબિર પાલીતાણા ગોઠવવા તે સંસ્થાને નિમંત્રણ આપ્યું. બધા ચિત્રકારોની રહેવાની વ્યવસ્થા ગોઠવી આપી. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ૮૦ જેટલા (selected) કલાકારોને ત્યાં લઈ જઈ ચાર દિવસ કામ કરાવ્યું, પરિણામે ૩૦૦ જેટલાં on the spot ચિત્રો તૈયાર થયા. કલાકારોને યોગ્ય પુરસ્કાર આપી બધા ચિત્રો અમારા મુનિરાજ શ્રી રાજહંસસૂરિજીને અર્પણ કર્યાં; જે પાલીતાણામાં કાયમી પ્રદર્શન તરીકે ગોઠવાશે. મોટા મોટા અને નામી કલાકારો કરતાં પણ આ યુવાનોએ અદભુત  પરિણામો આપ્યા. તેમાં મહારાજશ્રીએ પ્રોત્સાહન આપી ચિત્રોમાં આધ્યાત્મ-ભાવ ઉભરાવ્યા તે બેમિસાલ છે.

This slideshow requires JavaScript.

2015 – પાલીતાણાના મંદિરોના સ્થાપત્યના ચિત્રકામનું અભિયાન

રચના

  •  ‘પાન ખરે છે ત્યારે’

એ પુસ્તકની પ્રસ્તાવના ( ડો. શશિકાન્ત શાહ) માંથી તેમના વિશે અભિપ્રાય

એ પુસ્તકની પ્રસ્તાવના ( ડો. શશિકાન્ત શાહ) માંથી તેમના વિશે અભિપ્રાય

સાભાર 

  • ડો. કનક રાવળ
%d bloggers like this: