ગાંધીધેલા ને ભૂદાન ચળવળના પ્રેમી એવા સરળ ભાવનાશીલ ચીમનભાઈ ભાવસારનું ઘર ગાંધીવિચાર આકર્ષિત વ્યક્તિઓનો અતિથિમેળો. આવા સત્ત્વશીલ વાતાવરણમાં લેબર ઑફિસર તરીકે કામ કરતા પિતા મધુભાઈ અને માતા ભાનુબેનને ત્યાં પુત્ર સંજયભાઈનો જન્મ થયો. ચાણસ્મા ગામના આ પનોતા પુત્ર મિકેનિકલ એન્જિનિયર થઈ જયારે સહાધ્યાયીઓ પરદેશ જઈ અર્થ સમૃદ્ધિ માટે વિચારતા હતા ત્યારે લક્ષ્મીપૂજાના બદલે ગ્રામલક્ષ્મીની પૂજાનો સંકલ્પ લઈ બેઠા . સત્ત્વશીલ વ્યક્તિઓનો સહવાસ અને વિમલાતાઈ , નારાયણ દેસાઈના સાંનિધ્યમાં યોજાતી શિબિરોનો પ્રભાવ સંજયભાઈમાં જોવા મળે છે. શુદ્ધ , સંવેદનાસભર , સત્ત્વશીલ સ્વપ્નાં સાકાર થયા વિના રહેતાં નથી એ ન્યાયે ‘ યત્ર વિશ્વ ભવતી એક નીડમ્ ‘ – સૂત્ર અનુસાર ચિત્તમાં વિશ્વગ્રામનાં સ્વપ્નાં આછાં આછાં આકાર ધારણ કરતાં હતાં તે જ અરસામાં સજીવ ખેતીના પ્રયોગો કરતાં ડૉ . ઇન્દુબહેન પટેલની કૉમર્સ ગ્રેજ્યુએટ પુત્રી તુલા સાથે આવા જ કોઈ કેમ્પમાં દોસ્તીનું બીજ વવાયું અને તુલા – સંજય એક થયાં.
કૉલેજના છેલ્લા વર્ષમાં રેફ્રિજરેશન અંગેના એક પ્રોજેક્ટમાં કામ કરતાં ખરું ભારત તો ગામડામાં વસે છે એ વિચારે ‘ વિશ્વગ્રામ’ના વિચારનો પાયો નાખ્યો . શરૂઆત સંઘર્ષભર્યા દિવસોથી થઈ , દૃઢ વિચાર મંથનથી નીપજેલા નીમઘેલછા નવનીત દ્વારા આ બેલડીને આવાં જ ઘેલાંનો સહવાસ સાંપડતો રહ્યો અને માંડ એક હજારની વસ્તી ધરાવતા વિજાપુર તાલુકાના પેઢામલી ગામમાં જઈ વસવાટ કર્યો .
પૈસાના બદલે પરસેવો પાડ્યો , ખનખનિયાના બદલે ખિલખિલ હાસ્ય વેરતા ચહેરાઓનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું. અનેક હૂંફાળાં હૃદયોના સાથમાં કામ આગળ ચાલ્યું. પેઢામલીથી મહેસાણા પાસેના જગુદણમાં અને પછી મહેસાણા – વિસનગર રોડ પર બાસણા(પીલુદરા) ગામે ‘ વિશ્વગ્રામ ” સ્થિર થવા પામ્યું . વિશ્વગ્રામ એટલે સ્નેહગ્રામ, વિશ્વગ્રામ એટલે યુવાગ્રામ, વિશ્વગ્રામ એટલે કિતાબગ્રામ, વિશ્વગ્રામ એટલે કરુણાગ્રામ, વિશ્વગ્રામ એટલે શાંતિગ્રામ. આમ આ બુંદબુંદોના મેળાવડાએ નાના – શા ઝરણારૂપે વહી સર્વધર્મ સમભાવ, કરુણા અને કલ્યાણભાવનું સિંચન કરતું રહી અનેક પીડિતોને આશ્વાસન આપતું રહ્યું.
જયાં જરૂર પડે ત્યાં દોડી જઈ શાંતભાવે બેસી જઈ કામ આરંભી દેવું એ ‘વિશ્વગ્રામ’ની ચેતનાનો ઘોષ છે. આવાં કામોમાં સરકારી ગ્રાન્ટ લેવી નહીં, ભ્રષ્ટાચારથી વેગળા રહી સમર્પિત વ્યક્તિઓનો સહકાર લઈ ચૂપચાપ કામ કરતા રહેવું એ મહામંત્રનું રટણ વિશ્વગ્રામ કરી રહ્યું છે. રેલવે સ્ટેશને ભીખ માગતાં કેટલાક બાળકો વિશ્વગ્રામમાં હૂંફ મેળવી રહ્યાં છે. કચ્છના ધરતીકંપની આપત્તિ હોય, સુનામીની તીવ્ર થપાટ હોય, કોમી આગની અગનઝાળ હોય, કાશ્મીરના ધરતીકંપની પીડા હોય કે હિમાલયનાં વર્ષા તાંડવો હોય, વિશ્વગ્રામની ચેતના સફાળી થઈ દોડી જ જાય. નરસિંહ મહેતાની હૂંડીની માફક સહધર્મીઓ, સ્વજનો , સહવાસીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહકારથી વિશ્વગ્રામનો સેવારથ વણથંભ્યો દોડતો રહે છે અને સંવેદનાસભર થઈ ‘વિશ્વગ્રામ’ મિત્રો દોડી જઈ મદદરૂપ થવામાં જરાય ઢીલ કે સંકોચ અનુભવતા નથી.
સામાન્ય સંજોગોમાં વિવિધ પાસાં ધરાવતી અનેકવિધ શિબિરો યોજી, પુસ્તક પરબ યોજી યુવાજાગૃતિ અને લોકજાગૃતિનું કામ કરતી આ સંસ્થા સંપૂર્ણ લોકઆધારિત છે. વ્યક્તિ કે સંસ્થા પ્રામાણિક હોય એટલું પૂરતું નથી પણ પ્રામાણિક લાગવી જોઈએ એટલે હિસાબી ઓડિટ તો ખરું જ, સાથે સામાજિક , નૈતિક ચકાસણી યોગ્ય વ્યક્તિઓ દ્વારા થતી રહે છે. ‘વિશ્વગ્રામ’ સ્થળે શિબિર. આ બધું કરવા છતાં તુલા – સંજયનું નેતૃત્વ મોરપીંછ જેવું હલકું છે. દીકરી ગુલાલને આ દંપતી વિસરતાં નથી તે જીવન વિદ્યાપીઠમાં ઉછરી રહી છે. સંવેદનાસભર હૂંફ આપી ઉડવા પાંખ આપનાર દંપતી એ અનાથ બાળકોને જીવન જીવવાની આંખ પણ આપી છે.
તુલા – સંજયનો ખ્યાલ તેમના પછી સંસ્થાનું સુકાન ગુલાલને સોંપવાનો નથી પણ કોઈ આદર્શઘેલી યોગ્ય નેતૃત્વશક્તિ ધરાવતી વ્યક્તિ સંભાળે તેવો છે. નિશાળના ઓરડામાં પડેલી તિરાડમાંથી માંડીને ઓઝોન પડમાં પડેલાં ગાબડાં સુધીની ચિંતા કરતી આ બેલડી અને સંસ્થા અનેક સન્માનોથી વિભૂષિત થઈ છે. તેમજ
સ્થાપક – પંકજ અને મુક્તાબેન ડાગલી – બન્ને પ્રજ્ઞાચક્ષુ
સતત સક્રીય મદદગાર – નવિનભાઈ મણિયાર
ટ્રસ્ટીઓ – ૧૨
પ્રવૃત્તિઓ
રહેવાની હોસ્ટેલ, પ્રાથમિક થી માધ્યમિક શિક્ષણ માટેની શાળા, હરતા ફરતા શિક્ષકો
આ ફોટા પર ક્લિક કરી સંસ્થાની વેબ સાઈટની મુલાકાત લો
વિશેષ માહિતી
ડગલી દંપતીનો સહ જીવનની શરૂઆત સાથે જ નિર્ણય કે, ‘પોતાનાં બાળકો નહીં પણ અંધ બાળકોની સેવા કરીશું.’
હાલમાં ૨૦૦ અંધ કન્યાઓ સંસ્થામાં આશ્રય રહીને ઉછરી રહી છે.
મોબાઈલ શિક્ષણ યોજના હેઠળ ૩૫ શિક્ષકો દ્વારા ૧૧૦૦ અંધ, બહેરાં મુંગાં અને ખાસ જરૂરિયાત વાળાં બાળકોને શિક્ષણ આપવામાં આવ્યૂં છે – જેમાંના ઘણાં પોતાના પગ પર ઊભા રહેતા થઈ શક્યા છે.
ઘણાં સ્વયંસેવકોની મદદથી અંધ બાળકો માટે ઓડિયો લાયબ્રેરી વિકસાવવામાં આવી છે.
મૂળ જમીન દાતા – વિનોદા કે. શાહ
ગુજરાત સરકારે પણ બે એકર જમીન ફાળવી છે.
બાળકોના વિકાસ માટે અઢળક સાંસ્કૃતિક પ્રવૃતિઓ
દર મહિને બહાર પડતું ઈ. મેગેઝિન ‘ વૃક્ષ ‘
સન્માન
૨૦૦૧ , મુક્તાબેન ડગલીને નારી શક્તિ એવોર્ડ , ભારત સરકાર
માર્ચ – ૨૦૧૯ મુક્તાબેન ડગલીને પદ્મશ્રી એવોર્ડ , ભારત સરકાર
હજુ આજે જ આ સાઈટ અને મોબાઈલ એપની મુલાકાત લીધી. થોડી જ મિનિટો માટે લટાર મારી. અહોહો ….. અધધધ….. વાહ! ના પોકારો મનમાં ઊઠી ગયા. ફેસબુક પર અહીં [ 206,595 Followers ]
સ્થાપકનો પુત્ર તપન ૨૦૦૧ ની સાલમાં ૧૨ મા ધોરણની પરીક્ષામાં ઉજ્વળ રીતે ઉત્તિર્ણ થયા બાદ અને એમ.જી. સાયન્સ કોલેજ (અમદાવાદ) માં પ્રવેશ મેળવ્યા બાદ માર્ગ અક્સ્માતમાં અવસાન પામ્યો હતો.
તપન બહુ તેજસ્વી વિદ્યાર્થી હતો અને તેના ઘરની આજુબાજુ રહેતાં બાળકોને અભ્યાસેતર પ્રવૃત્તિમાં ઊંડો રસ લઈ મદદ કરતો હતો. તેના અવસાન બાદ તેનાં માતા પિતાએ તેની આ પ્રવૃત્તિ ચાલુ રાખવા આ સંસ્થાની સ્થાપના કરી, જે આજ સુધી અવિરત ચાલુ છે.
વપરાશ કરનાર સભ્યો
૧૦ થી ૧૫ વર્ષની વયના બાળકો
(કારણ કે આ વય જૂથમાં ખૂબ જ સારી ગ્રહણશક્તિ જ્ઞાનપિપાસા હોય છે . આ એક મહત્વપૂર્ણ તબક્કો છે જ્યારે કોઈ બાળકને ઇચ્છે તે દિશામાં વાળી શકે છે.
પ્રવૃત્તિઓ
નૈતિક મૂલ્યોનું સિંચન
બૌદ્ધિક વિકાસ
વિવિધ કળા શીખવામાં રસ વિકસાવો
ટ્રસ્ટ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના ચરિત્ર નિર્માણ અને તેમના સર્વાંગી વિકાસ તરફ કામ કરી રહ્યું છે, જે તેમને એક પ્રામાણિક અને માનનીય ભવિષ્યમાં નાગરિકબનાવશે જે સ્વસ્થ સમાજનો નિર્માતા બની શકે.
આ સંસ્થા બાળકો માટેનું એક માસિક મેગેઝિન પણ પ્રકાશિત કરે છે, જેનું શીર્ષક ‘તથાગત’ છે.
વિવિધ વિષયના શિક્ષકો માનદ રીતે આ પ્રવૃત્તિમાં સેવા આપે છે. દાત. ગણિતના પ્રખ્યાત પ્રોફેસર ડો. પી.સી. વૈદ્ય
મહિલાઓની વિકાસયાત્રા….ઘરમા જ પુરાઇ રહેલી નારીશક્તિનૈ પોતાનામાં છૂપાયેલી શક્તિનુ ભાન થાય અને તેને એવી દિશામા વાળે કે, જેથી પોતાનો, કુટુબના સભ્યોનો અને તેના થકી સમાજની માનસિકતાનો પણ વિકાસ થાય
પાણીની પરબમાં જેમ સેવાભાવે પાણી મફત પીવરાવવામાં આવે છે તેમ, જરૂરિયાત વાળા, આર્થિક રીતે પછાત, બાળકોને નિઃશૂલ્ક વિદ્યાદાન અને શૈક્ષણિક મદદ
પ્રેરણા સ્રોત
શિવાનંદ સ્વામી
Only thing in the life to learn is: learn to give, whatever one can.
સ્થળ
સચીન ટાવર, સેટેલાઈટ, અમદાવાદ
સ્થાપના
૫, જુલાઈ – ૨૦૦૫ ( રથયાત્રાનો દિવસ )
સંચાલકો
દિપક અને મંજરી બુચ
દિપક બુચ GSFC માંથી નિવૃત્ત થયા બાદ આ પ્રવૃત્તિ શરૂ કરી.
કાર્યની રૂપરેખા
શાળાએ જતાં જે બાળકો ભણવા માટે તત્પર હોય અને સાથોસાથ તેઓના માતા-પિતા પોતાના બાળકોને ભણાવવા આતુર હોય તેવો વર્ગ પસંદ કરવો.
બાળકોમાં ઇચ્છાશક્તિ પેદા કરવી, સંસ્કાર સિંચન કરવું તેમજ હિંમતવાન વ્યક્તિત્વ ઘડવું જેથી પોતાના પગ ઉપર ઉભા રહી શકે….પોતાના કુટુંબને આર્થિક સંકણામણમાંથી ઉગારે તેટલું જ નહિ પણ સમાજમાં એક સુંદર વ્યક્તિત્વ તરીકે ઉભરી આવે જે ભવિષ્યમાં અન્યોને પણ ઉપયોગી થાય.
ઉપરોક્ત માટે તેઓની કારકિર્દી પૂરી થાય ત્યાં સુધી આંગળી પકડી રાખવી ને ટેકો આપવો જેથી અભ્યાસ પૂર્ણ કરી પોતાના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થાય.
પરીક્ષાઓમાં ઉત્તમ માર્ક્સ લાવવા એ એક માત્ર લક્ષ્ય ન રાખતા ઉપરોક્ત આધારે “ભણ્યો તેમજ ગણ્યો “ થાય તેવી ભાવના પરોવાયેલ છે…
સમયાનુસાર ઉમેરવામાં આવેલી પ્રવૃત્તિઓ
દરેક વિદ્યાર્થીને બધી જ સ્ટેશનરી, ચોપડા,નોટબુકસ,પેન,પેન્સિલ,રબ્બર વિગેરે આપવી.
લાઈબ્રેરી – જેથી બાળકોને અન્ય વાંચનમાં રસ પડે અને ઘણું શીખવાનું મળે.
સામાન્ય બીમારીમાં મફત સારવાર મળી રહે તે હેતુથી એક ડોક્ટર સાથે વ્યવસ્થા કરી.
શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવું અને દર વર્ષે એકવાર બાળકોને પ્રવાસમાં લઇ જવાં.
હોશિયાર વિદ્યાર્થીઓને શાળાની ફી માટે મદદ મેળવી આપવી.
ધોરણ ૮ અને તેની ઉપરના ઘોરણના બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેમજ સામાન્ય જ્ઞાન વધે તે હેતુથી જે-તે ક્ષેત્રની અનુભવી વ્યક્તિઓને આમંત્રણ આપી વિદ્યાર્થીઓને સંબોધવા માટે બોલાવવા.
અમદાવાદ મેનેજમેન્ટ એશોસિએશન (AMA) માં જુદા-જુદા પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવા.
જુદી-જુદી સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, સંગીત-સ્પર્ધા, નાટક સ્પર્ધા વગેરે યોજવી જેથી બાળકોમાં કળાનો વિકાસ થાય.
પ્રોત્સાહક ફિલ્મો બતાવવી.
ઘોરણ ૧૦ પછી વિદ્યાર્થીને શામાં રસ છે અને તે અનુસાર કયો અભ્યાસક્રમ લેવો? તે અંગે નિષ્ણાત લોકોને બોલાવીને માર્ગદર્શન પૂરું પાડવું.
ઘોરણ ૧૦ ઉપરના બધા જ વિદ્યાર્થીઓનું એલમ્ની ગ્રુપ, જેની મિટિંગમાં દેશ-વિદેશના કરન્ટ ન્યુઝની ચર્ચા તેમજ અનુભવી વ્યક્તિને બોલાવીને કારકિર્દી માટેનું માર્ગદર્શન આપવું.
સેવાભાવી વ્યક્તિઓ દ્વારા “સ્પોકન ઈંગ્લીશ” તેમજ “કોમર્સ” ના કલાસ
સંસ્થા વિશે વિશેષ
૨૦૦૫ માં ૩-૪ વિદ્યાર્થીઓથી શરૂ કરેલ આ પ્રવૃત્તિનો વ્યાપ થતાં , હાલ શાળાના ૨૦૦ અને કોલેજના ૧૦ વિદ્યાર્થીઓ છે.
હોશિયાર વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે ફીની સગવડતા કરી આપવામાં આવે ત્યારે એક શીખ (નૈતિક જવાબદારી તરીકે વચન લેવરાવવામાં આવે છે કે ..
“અમે આ માટે સમાજના ઋણી છીએ તેથી લીધેલ રકમની પાઈ એ પાઈ અમારા જીવનકાળ દરમ્યાન અનુકુળતાએ અન્યને મદદ માટે વાપરીશું. તેટલું જ નહિ ત્યારબાદ પણ પોતાની રીતે સમાજના નબળા વર્ગને મદદ કરતા રહીશું.”
બાર વિદ્યાર્થીઓ, વિવિધ કોલેજોમાંથી અભ્યાસ પૂર્ણ કરી, બી.એ., બી.કોમ., બી.સી.એ., ડિપ્લોમા એન્જિનિઅરીંગ, એન્જિનિઅરીંગ વિગેરે નોકરીઓમાં જોડાઈ ગયા છે.
ખોળાના બાળકને સારામાં સારું શિક્ષણ આપવા પેટે બાંધનાર માબાપ તો હોય. કોઈક વીરલા એકાદ ગરીબ બાળકને ભણાવવાનું કામ માથે લે – એમ પણ બને.
પણ…. આખી ને આખી શાળા ( ભુલ્યો… શાળાઓ) દત્તક લેનારા પણ છે.
એ ટ્રસ્ટની વાત કરીએ એ પહેલાં એ સ્પષ્ટ થવું જોઇએ કે ‘ભલું’ એટલે શું ? એમને અન્ન-કપડાં-ઝૂંપડાં જોગવી આપવા એટલું જ? એ બધી અવશ્ય પાયાની જરૂરતો છે. બેશક, એ પ્રાથમિક (પ્રાઇમરી)છે. એના વગર ના ચાલે, પણ કેવળ એટલાથી પણ ના ચાલે. શ્રેય તો એથી વિશેષ કશુંક છે.
જવાબ માટે જેના પર ભવિષ્યકાળ નિર્ભર છે એવા વીરલાઓની અત્યારે પાંગરી રહેલી પેઢી ઉપર ! એ બાળકોની આખી શ્રેણી નિબીડ અંધકારમાં જન્મી છે. એમને જિંદગીના એમના હકના મળવા જોઈતા અજવાસની કલ્પના જ નથી. એ સવારે એક ટંક જ ખિચડી પામે છે, બીજી વારની ખિચડી માટે બીજી સવારની રાહ એમને જોવાની રહે છે. નાનપણથી જ અંધશ્રધ્ધા. કુરિવાજો અને આદિમકાળના જમાનાનાં અવિચારી બંધનો એમને ઘેરી વળે છે, પોતાના મોટા બાંધવોને એ દારુ પી પીને મરી જતાં નજર સામે જુએ છે ને છતાં એ નરકમાં આળોટતા રોકનાર કોઇ નથી. મોટા થઇને એ લોકો પણ જે પ્રજા પેદા કરશે એમને માટે પણ એ જ નરકવાસ છે. આ સિલસિલાનો છે કોઇ અંત ?
—
એનો અંત લાવી શકાય માત્ર અને માત્ર બાળકોની કેળવણી વડે. એકલો ‘શિક્ષણ’ શબ્દ સાંકડો છે. એમાં ભણતર આવે છે, પણ ગણતર નથી આવતું. પણ છતાં એની શરૂઆત બેશક શાળાકીય શિક્ષણથી કરવી પડે. પરંતુ જે બાળકોમાં ભણવાની કોઇ જ તમન્ના પેદા થઇ નથી તેમને શાળાનું નિર્જીવ મકાન શું આકર્ષી શકવાનું ?
આવી શાળાઓને દત્તક લેનારા ‘મુછાળા’ અને ‘મુછાળી’ દંપતી ( રતીભાઈ અને નલિની બહેન મુછાળા)
ઉપરના ચિત્ર પર ક્લિક કરી એમની વેબ સાઈટ પર વિશેષ માહિતી મેળવો.
િત્ર દસ બાર વરસ જૂના ગુજરાતી નેટ જગતમાં ઈ-બુક બનાવવી અને બ્લોગ કે વેબ સાઈટ પર મુકવી એ હવે નવી વાત નથી. પણ……આખા ને આખા ખજાના વિનામૂલ્યે વિશ્વ ભરના ગુજરાતીઓ માટે ખુલ્લા મુકી દેવા જેવાં સત્કાર્યો પણ શાણાં, કલ્યાણકારી ભાવના વાળાં સજ્જનો અને સન્નારીઓ કરી રહ્યાં છે. એ જાણીને વાચકોને જરૂર આનંદ થશે.
નિસ્વાર્થ કામ કરનાર એ સૌ ગુજરાતીઓને
શત શત વંદન
લો … ચિત્ર પર ક્લિક કરીને આ બધી વેબ સાઈટો પર ઘુમી વળો…
ગુજરાતમાં કદાચ પહેલી જ જગ્યા , જ્યાં ચંદનનાં વૃક્ષો ઉછરી રહ્યા છે!
રખડતી-ભટકતી જાતિનાં અનાથ અથવા અનાથની જેમ માબાપથી વિખૂટાં રહેતા બાળકો અને જરૂરતમંદ વૃધ્ધો માટે એવી રીતે કાયમી આશ્રયસ્થાન
બાળકોના ઉછેર માટે ‘કલરવ’ સંસ્થા
‘માનો ખોળો’ અને ‘પ્રકૃતિનો ખોળો’ એમ બે મુખ્ય વિભાજન હેઠળ પ્રવૃત્તિઓનું વિભાજન કરવામાં આવ્યું છે.
માનો ખોળો
નિ:સહાય બાળકો માટેનો અનાથાશ્રમ તેમજ એવા જ વૃદ્ધો માટેનો વૃદ્ધાશ્રમ, વિકલાંગો માટે સ્વરોજગારની તાલીમ, યોગ તેમજ હેલ્થ સેન્ટર, વાનપ્રસ્થ આશ્રમ ઉપરાંત શિબિર, લાયબ્રેરી, કોન્ફરન્સ, સત્સંગ
પ્રકૃતિનો ખોળો
ઔષધિ બાગ, સજીવ ખેતી, કુદરતી ઉપચાર કેન્દ્ર, મધમાખી સંવર્ધન, તરુ સંવર્ધન, નર્સરી, પશુ સંવર્ધન, ગોબર ગેસ તથા સૌર ઉર્જા, જળસંચય
વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત એવા આ સંચાલકે સાવ વેરાન અને ઉજ્જડ ભૂમી પર આજે પોતાના એ જ્ઞાનથી આંબળાં, પપૈયાં, ચીકુ, સંતરાં, મોસંબી, ખારેક, સીતાફળ, અંજીર, કાજુ અને નારિયેળીનાં વૃક્ષોની હરીભરી સૃષ્ટિ ખડી કરી દીધી છે. ત્રણસોથી ચારસો સાગનાં ઝાડ પણ ઉછેરી દીધાં છે.
કડીમાં તેઓ ‘મમતા કેન્દ્ર’ નામની અપંગો માટેની સંસ્થા પણ મિત્રોના સહયોગથી નાને પાયે ચલાવતા હતા.
ડો. અનિલા પટેલ આમ તો વનસ્પતિ ડાઈઝના વિષયમાં પી.એચ.ડી છે, પણ સંપૂર્ણપણે આ સંસ્થાને જ સમર્પિત છે
કેમ …..જાદુ ટોનાની કે બહુ બહુ તો દિવ્ય દર્શનની વાત લાગી ને?
જ્યારે મારા પ્રિય મિત્ર અતુલ ભટ્ટે આ વાત કહી ત્યારે હું તરત બોલી ઊઠ્યો હતો,” I do not believe it.” – “હું આ વાત માનવા તૈયાર નથી.”
વાત જાણે એમ છે કે, અતુલનું બે વર્ષ જૂનું; એને ઘેર જમવા આવવાનું આમંત્રણ પાળવા એને ઘેર ગયો; ત્યારે સ્વાભાવિક રીતે વાતો અધ્યાત્મ, અંતરયાત્રા અને બાળ શિક્ષણના અમારા સામાન્ય રસના વિષયોની આજુબાજુ જ આથડતી રહી હતી. મનની શક્તિઓ અંગે અને બાળમાનસમાં એના ઉછેરમાંથી સ્વાભાવિક રીતે તેણે આ ‘નયન વિણ દર્શન’ ની વાત કહી; અને કોઈને પણ થાય તેમ મારો પ્રતિભાવ પણ ‘અશક્ય’ ના પ્રતિઘોષમાં આવીને અટકી ગયો.
તરત અતુલે એને એ દર્શન વિશે ડેમો આપનાર દંપતીને ફોન કર્યો અને જમ્યા બાદ તરત બપોરના એક વાગે એમના સ્ટુડિયો પર ડેમો નિહાળવાનું નક્કી કરી દીધું.
અને અમે જમણ બાદ તરત, બોપલથી ઘુમા જવાના રસ્તા પર આવેલ શ્રીમતિ કૃષ્ણા અને શ્રી. દર્શન પરીખના સ્ટુડિયોપર આતુરતાપૂર્વક પહોંચી ગયા. પ્રારંભિક વાતચીતોમાં મારી જ નાતના(!), ઇલેક્ટિકલ એન્જિનિયર એવા દર્શનભાઈએ મધ્ય મનની જાણકારી આપી અને સમજાવ્યું કે, એનું કામ આમ તો માણસના ડાબા અને જમણા મગજની વચ્ચે સંતોલન/ સંવાદિતા જાળવી રાખવાનું હોય છે; પણ જો ૪ થી ૧૪ વર્ષ સુધીની ઉમરમાં અમૂક ફ્રિક્વન્સી વાળા સંગીતની સૂરાવલીઓ બાળકને સંભળાવવામાં આવે તો; મગજના આ ભાગની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી શકાય છે. જેમ તરવાનું કે સાઈકલ ચલાવવાનુ શીખ્યા પછી; એનો અભ્યાસ ન રહે તો પણ, એ શક્તિઓ આપણે વીસરી નથી જતા; એમ જ નવી મળેલી આ શક્તિઓ એ બાળકના મગજમાં જીવનભર ટકી પણ રહે છે.
અને પછી એમના આઠ જ વરસના દીકરા હેમને એનો ડેમો આપવા તેમણે કહ્યું.
હેમે આંખ પર રૂના પૂમડાં મુકી એની ઉપર જાડા, કાળા કપડાનો પાટો બાંધી દીધો ને અમને એ કસીને, બરાબર બાંધવા કહ્યું. તેના નાનકડી આંખો પર આટલો મોટો પાટો પુરેપુરો અંધારપટ પાથરી દે, એ બાબત કોઈ શંકાને સ્થાન જ ન હતું.
બાજુમાં પડેલા ત્રણ જુદી જુદી જાતના રૂબિક ક્યુબને બરાબર અમળાવી દેવા દર્શનભાઈએ અમને કહ્યું. પછી હેમે એક પછી એક ક્યુબ હાથમાં લઈ; માત્ર અડધી મિનિટમાં દરેક ક્યુબ ઠીક કરી દીધો. પછી જુદા જુદા રંગના કાર્ડ ચીપીને એને હાથમાં આપવામાં આવ્યા. દરેકનો રંગ તેણે બરાબર કહી બતાવ્યો.ત્યાર બાદ, બાજુમાં પડેલા એની પાઠ્યપુસ્તકની ચોપડીના કોઈ પણ પાનાંને આડેધડ ખોલી આપવાનું અમને કહેવામાં આવ્યું. હેમે એ પાનાં પરની આકૃતિઓ બરાબર ઓળખી બતાવી એટલું જ નહીં; પણ એમાં છાપેલું લખાણ પણ બરાબર આંગળી રાખીને વાંચી બતાવ્યું.
ડેમોની ચરમ સીમા તો હવે પછી આવી.
દર્શનભાઈએ મારો સેલ ફોન ખોલી એમાંનો કોઈ પણ ફોટો ખોલી હેમને બતાવવા કહ્યું. જમતાં પહેલાં અતુલ અને હું ‘મનુવર્યજી’ના એલિસબ્રિજ અખાડામાં ગયા હતા; તે વખતના એમના ચિત્રનો મેં પાડેલો ફોટો ખોલ્યો. થોડીક જ વારમાં હેમ બોલી ઊઠ્યો, ”ભગવા વસ્ત્ર પહેરેલ કોઈ સાધુનું ચિત્ર અને બાજુ દિવાલ પર એક કાળો-ધોળો ફોટો.”
મારા મોંમાંથી અદ્ભૂત તો ઉદ્ગાર નીકળી પડ્યો – એમાં હવે તમને હવે કોઈ નવાઈ નહીં લાગે.
દર્શનભાઈ અને કૃષ્ણાબેન જૂન- ૨૦૧૪થી આ કામ કરી રહ્યાં છે; અને અત્યાર સુધીમાં ત્રીસ બાળકોના મધ્ય મગજને કાર્યાન્વિત કરવામાં સફળ થયા છે. આ બાળકો આંખે પાટા બાંધીને હુ..તુ..તુ..ની રમત પણ રમે છે; અને સાઈકલ પણ ચલાવી શકે છે.
દર્શનભાઈ અને કૃષ્ણાબેન જે સંસ્થાની ફ્રેન્ચાઈઝથી આ કામ જૂન મહિનાથી કરી રહ્યાં છે – એ સંસ્થાની વેબ સાઈટ આ રહી.
આ ચિત્ર પર ક્લિક કરી એ વેબ સાઈટ પર પહોંચો.
આ વિડિયો જોઈ આ વાતની જાત ખાતરી કરી લેવા વિનંતી
આ અજાયબ જેવી વાત મગજની આ અજ્ઞાત શક્તિનો એક જડબેસલાક પૂરાવો આપે તેવી તો છે જ; પણ બીજી જે જે શક્તિઓ કાર્યાન્વિત કરી શકાય છે; એનું લિસ્ટ આ રહ્યું.
યાદશક્તિમાં ધરખમ સુધારો
એકાગ્રતામાં વધારો
આત્મવિશ્વાસમાં વધારો
લાગણીઓ પર વધારે કાબુ
ચિત્રો યાદ રાખવાની શક્તિમાં વધારો
ભણવાની ઝડપમાં વધારો
પ્રતિક્રિયામાં સુધારો
ઇન્દ્રિયાતીત સંવેદનાઓમાં વધારો
નોંધી લો કે, આ બધું હેમ જેવા ચબરાક અને હોંશિયાર બાળકને જ કામનું છે એમ નથી. કોઈ પણ સામાન્ય બાળકની શક્તિઓમાં આવા ફાયદા થઈ શકે છે – એમ સાબિત કરવામાં આ્વ્યું છે.
ગુજરાતમાં વસતા વાચકો માટે …
દર્શનભાઈ અને કૃષ્ણાબેનના સમ્પર્ક માટેની માહિતી…
Krishna Academy
D-14, India colony, Opp.Baleshwar Jain derasar,Bopal, Ahmedabad-380058
Cel phone no. 95375 35465
email – geniuskid.bopal@gmail.com
આ બાબત શિક્ષણ આપતી બીજી એક સંસ્થાની આ વેબ સાઈટ પર પણ નજર નાંખવા વિનંતી
વાચકોના પ્રતિભાવ