પ્રિય મિત્ર,
સેલફોનના વધતા જતા ઉપયોગ સાથે ઈમેલ વ્યવહાર બહુ સીમિત બની ગયો છે. એવી જ હાલત મોટા ભાગની ગુજરાતી વેબ સાઈટો અને બ્લોગોની છે. આથી ૯ ડિસેમ્બર – ૨૦૧૯ ના રોજ નીચે દર્શાવેલ લોગોવાળું વોટ્સ એપ ગ્રુપ ચાલુ કરવામાં આવ્યું છે. એનું આ શ્વેતપત્ર વાંચવા વિનંતી છે –

આ લોગો પર ક્લિક કરો
એમાં સોશિયલ મિડિયાની ચીલાચાલુ રીત રસમ કરતાં એક નવો જ અભિગમ રાખવામાં આવ્યો છે.
જો કોઈ મિત્ર એમના મિત્રને જોડાવા કહે અને તે કબૂલ થાય તો જ એમાં એમને ઉમેરવા. નવા જોડાનાર મિત્રે ગુગમની કોઈ એક પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ અને નીચેની બાબતો અંગે સંયમ પાળવો જોઈએ –
૧. કોઈ પણ જાતની બાબત ફોર્વર્ડ કરવા પર પ્રતિબંધ
૨. કોઈ પણ જાતની પ્રશંસા કે ટીકા ( Likes, eMoji પણ )ની જાહેરમાં અભિવ્યક્તિ પર પ્રતિબંધ
૩. પોતાની રચના મૂકવા પર પણ પ્રતિબંધ
તો તમને થશે કે, વ્યવહાર શી બાબત અંગે ? આ રહ્યા નવા નૂસખા –
ગુજરાતની ગરિમા ઉજાગર કરે તેવી નીચેની બાબતો
ક) સોમવાર – ઈતિહાસ/ પુરાતત્વ/ કળા અંગેની ક્વિઝ
ખ) મંગળવાર – શબ્દ રમત
ગ) ગુરૂવાર – જનરલ ક્વિઝ
ઘ) શુક્રવાર સાહિત્ય ક્વિઝ
ચ) વાચિકં – જાહેર કરવામાં આવે તે વિષય પર સભ્ય મહત્તમ બે મિનિટની વોઈસ ક્લિપ મોકલે. મળેલ સૌ સંદેશ પરથી વિડિયો બનાવવામાં આવી યુટ્યુબ પર તરતો મૂકવામાં આવે છે.
છ) શનિવાર – કોઈ એક ગુજરાતી કલાકારનો પરિચય
જ) રવિવાર – કોઈ એક સેવાલક્ષી ગુજરાતી સંસ્થાનો પરિચય
ઝ) અવારનવાર કોઈ એક ચિત્ર / વિડિયો / શેર કે વિચાર પર ચર્ચા ચોરો
ટ) તંત્રી ( સુરેશ જાની) ની પરવાનગી લીધા બાદ ગુજરાતની ગરિમાને ઉજાગર કરે તેવા સમાચાર
ઠ ) કોઈ નવી સામૂહિક પ્રવૃત્તિ શરૂ કરવા કોઈ સભ્યને ઉમંગ થાય અને તંત્રીને જાણ કરે અને યોગ્ય લાગે તો તે પણ સહર્ષ શરૂ કરવામાં આવશે.
ડ) ગુજરાતીમાં લખાણ માટે આગ્રહ નથી, પણ તેમ કરવું આવકાર્ય છે.
વાચિકં માં ભાગ લેવા પાંચ દિવસનો અને બીજી કોઈ વર્કશોપમાં ભાગ લેવા ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે – અને તે પણ તેના સંચાલકને અંગત રીતે જ મોકલવાનો હોય છે. માત્ર ચર્ચા ચોરો જ જાહેર પ્રવૃત્તિ હોય છે.
હાલ ગ્રુપમાં ૧૫ સક્રીય સભ્યો છે. પણ ગુગમના આ વિચારનો વ્યાપ થાય એ હેતુથી વધારે સભ્યો ઉમેરવાનો વિચાર છે. પણ સભ્ય સંખ્યા ૫૦ થી વધારે વધવા દેવામાં નહીં આવે. જો કોઈ અઠવાડિયામાં વ્યસ્તતાના કારણે સભ્ય ભાગ ન લઈ શકે, તો તે ગનીમત; પણ જો એક મહિના સુધી આમ ચાલુ રહે તો એડમિન તરફથી તેમનું ધ્યાન દોરવામાં આવશે.
જો તમને આ બાબતો યોગ્ય લાગતી હોય અને જોડાવા વિચાર હોય તો મને તમારો સેલ ફોન નં. આપવા વિનંતી છે. આશા છે કે, ગુગમની ભાવના અને ઉદ્દેશને ઉજાગર કરવાના આ અભિયાનમાં તમે જોડાશો. તમારા મિત્રોને પણ આની જાણ કરશો , તો આભારી થઈશ.
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ