ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: અનુવાદક

નવલરામ ત્રિવેદી, Navalram Trivedi


અંધારા કો અતિશય ઊંડા વારિધિની ગુફામાં
મોંઘેરાં ને ઝળહળ થતાં મૌક્તિકો કૈં પડયાં રહે;
ને પુષ્પો કૈં નિરજનવને ખૂબ ખીલી રહીને
પેંકી દે છે નિજ સુરભિ; હા ! દૈવનો દુર્વિપાક !

વિકિપિડિયા પર

ઉપનામ

‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય

જન્મ

૧૧, ઓક્ટોબર, ૧૮૯૫ ,વઢવાણ

અવસાન

૧૮, મે – ૧૯૪૪, અમદાવાદ

કુટુ મ્બ

માતા – ; પિતા – જગન્નાથ
પત્ની – સવિતાબેન; સંતાન – ચાર

શિક્ષણ

પ્રાથમિક – વઢવાણ
બી. એ. – ૧૯૨૦; એમ.એ. – ૧૯૨૬

વ્યવસાય

ગુજરાતી સાહિત્ય સભામાં મંત્રી
SNDT કોલેજમાં વાઈસ – પ્રિન્સિપાલ

  તેમના વિશે વિશેષ

એમણે પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ અરવિંદ ઘોષના બંગાળી ગ્રંથ ‘કારાવાસની કહાણી’ (૧૯૨૧)ના અનુવાદથી કર્યો. ‘કેટલાંક વિવેચનો’ (૧૯૩૪), ‘નવા વિવેચનો’ (૧૯૪૧) અને ‘શેષ વિવેચનો’ (મરણોત્તર, ૧૯૪૭) એ એમના વિવેચનલેખ-સંગ્રહો છે. એમના લેખો વિશદ તથા વિગતપ્રચુર હોય છે. ઉપરાંત તટસ્થતા, સ્પષ્ટવક્તૃત્વ ને બહુશ્રુતતા પણ જોવા મળે છે. કલાપી, કાન્ત, ન્હાનાલાલ અને મુનશીની કૃતિઓ વિશેનાં એમનાં લખાણો નોંધપાત્ર છે. ‘કેતકીનાં પુષ્પો’ (૧૯૩૯) અને ‘પરિહાસ’ (મરણોત્તર, ૧૯૪૫)માં રાજ્કીય, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ક્ષેત્રોની ઊણપોને હાસ્ય-કટાક્ષનું લક્ષ્ય બનાવતા એમના હળવા નિબંધો અને પ્રતિકાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એમાં ઉક્તિવૈચિત્ર્ય, શબ્દરમત, ટુચકા અને અતિશયોકિત દ્વારા હાસ્ય-કટાક્ષ વ્યકત થયાં છે. ‘કલાપી’ (૧૯૪૪) એ એમણે પ્રાપ્ય માહિતીને આધારે લખેલું, કવિ કલાપીના જીવન અને પ્રણયસંઘર્ષને આવરી લેતું રોચક જીવનચરિત્ર છે.

નવલરામની અન્ય મહત્વની સાહિત્યસેવા એમનાં સંપાદનો છે. ટિપ્પણ અને સ્વતંત્ર મંતવ્યોની આગવી મુદ્રાવાળું પુસ્તક ‘જયંતી વ્યાખ્યાનો’ (૧૯૪૦), ‘બુદ્ધિપ્રકાશ’ સમાયિકમાં પ્રકાશિત, વિવિધ વિષયોને સ્પર્શતા લેખોને આવરી લેતું પુસ્તક ‘બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ’-ભા. ૧, ૨ (અનંતરાય રાવળ સાથે, ૧૯૪૧, ૧૯૪૨), શામળનું મૂલ્યાંકન કરતું પુસ્તક ‘શામળનું વાર્તાસાહિત્ય’ કલાપીની કવનપ્રવૃત્તિને મૂલવતા ગ્રંથો ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (૧૯૩૮) તથા ‘હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો’ (૧૯૩૯) એટલાં મુખ્ય સંપાદનો છે. ‘સમાજસુધારાનું રેખાદર્શન’ (૧૯૩૪) એ દસ્તાવેજી પુસ્તક, ‘શિક્ષણનું રહસ્ય’ એ અનુવાદ, અન્ય સાથે મળીને સંપાદિત કરેલું ‘માનસશાસ્ત્ર’, ‘બ્રિટીશ સામ્રાજયનો અર્વાચીન ઇતિહાસ’ અને ‘હિન્દનું નવુ રાજ્યબંધારણ’ જેવાં ઈતર પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

માધવસિંહ સોલંકી, Madhavsinh Solanki


ત્રણ વખત ગુજરાતના મુખ્ય મંત્રી

વિકિપિડિયા પર
દિવ્ય ભાસ્કરમાં ઘણા ફોટા સાથે લેખ

જન્મ

૩૦, જુલાઈ- ૧૯૨૭ , પીલુદરા, વડોદરા જિ.

અવસાન

૯, જાન્યુઆરી – ૨૦૨૧, ગાંધીનગર

કુટુમ્બ

માતા– ? ; પિતા – ફૂલસિંહ
પત્ની ? પુત્ર – ભરત

શિક્ષણ

પ્રાથમિક – ? માધ્યમિક – ?
ઉચ્ચ – ?

વ્યવસાય

પત્રકાર, રાજકારણ

તેમના વિશે વિશેષ

  • ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી
    ડિસે – ૧૯૭૬ થી એપ્રિલ – ૧૯૭૭
    જુન -૧૯૮૦થી જુલાઈ – ૧૯૮૫ ;
    ડિસે ૧૯૮૯ થી માર્ચ – ૧૯૯૦
  • ભારત સરકારના વિદેશ પ્રધાન
    જુન – ૧૯૯૧ થી માર્ચ – ૧૯૯૨
  • ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદી વિચાર KHAM માટે જાણીતા બનેલા અને એના આધારે રાષ્ટ્રીય કોન્ગ્રેસને ગુજરાતની વિધાનસભામાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતી અપાવી હતી.
  • તેમના પુત્ર ભરતસિંહ પણ કો ન્ગ્રેસના આગળ પડતા નેતા
  • ગુજરાતી સાહિત્યકારો ભુપત વડોદરિયા, મોહમ્મદ માંકડ વિ. ના અંગત મિત્ર.
  • કવિ શેખાદમ આબુવાલાના ખાસ મિત્ર

શ્રી. જયનારાયણ લિખિત શ્રદ્ધાંજલિ

માધવસિંહ ફૂલસિંહ સોલંકી – એક દિગ્ગજ રાજપુરુષની ચિરવિદાય

૯૪ વરસની દીર્ઘાયુષી કહી શકાય તેવી ઉંમરે ગુજરાતની રાજનીતિના એક વિરાટ વ્યક્તિત્વે આજે વિદાય લીધી છે. એમણે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ માટે ૧૪૯ બેઠકો જીતીને સ્થાપેલી કીર્તિમાન આજે પણ એમનો એમ છે. આમ તો ક્રિકેટની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે દરેક રેકોર્ડ તૂટવા માટે બનતો હોય છે પણ માધવસિંહભાઈનો આ રેકોર્ડ તૂટશે કે કેમ એ તો સમય જ કહી શકશે. માધવસિંહભાઈ સાથે મારે સીધેસીધું કામ કરવાનું બન્યું. ૧૯૮૦ થી ૧૯૮૫નાં એ વરસો ગુજરાતની વિકાસગાથાનાં સ્વર્ણિમ વરસો હતાં. માત્ર એટલું જ નહીં પણ સામાજિક વિકાસ અને ગરીબલક્ષી કામગીરીની વાત કરીએ તો પણ માધવસિંહભાઈ અને ઝીણાભાઈ દરજીની જોડીએ ઘણું ગજું કાઢ્યું હતું. મધ્યાહન ભોજન યોજના માધવસિંહભાઈના સમયે શરૂ થઈ. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટેની આક્રમક નીતિઓનો એ ગાળો હતો. શિવજ્ઞાનમ, એમ. જી. શાહ, એચ. કે. ખાન, એચ. આર. પાટણકર, એસ. કે. શેલત, અનિલ શાહ જેવી ધુરંધર સનદી અધિકારીઓની એક ખૂબ કસાયેલી અને સક્ષમ ટીમ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને એક મિશન સ્વરૂપે લઈને કામે લાગી હતી. ગુજરાત મહારાષ્ટ્રમાંથી છૂટું પડ્યું ત્યારે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ એનો નંબર ૮મો હતો. ૧૯૬૦થી ૯૦ના ત્રણ દાયકામાં સ્થાનિક ગુજરાતી ઉદ્યોગ સાહસિકો અને મુંબઇ વસતા ગુજરાતી ઉદ્યોગપતિઓના રોકાણને આકર્ષવા માટે GIDC, GSFC, GIIC અને GSIC જેવાં નિગમોની શરૂઆત મનુભાઈ શાહ જેવા દીર્ઘદ્રષ્ટાના આયોજનનું પરિણામ હતું. આ ચાર નિગમ માટેનું એક વાક્ય હતું ‘the four wheels that gear the industrial growth in Gujarat’ ભાવાર્થ કરીએ તો ‘ગુજરાતનાં ઔદ્યોગિક વિકાસને ગતિવંત રાખતાં ચાર ચક્રો’. આ સમયગાળામાં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન ટીમ એટલે કે ઇન્ડેક્સ્ટની સ્થાપના એક અનોપચારિક ટી કલબ તરીકે થઇ. અનૌપચારિક રહેવા છતાં ઉદ્યોગ કમિશનરના નેતૃત્વ હેઠળ લગભગ સંસ્થાગત કહી શકાય તેવી વ્યવસ્થામાં પરિણમી. આગળ જતાં ૧૯૭૮માં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યૂરોની સ્થાપના થઈ જેના સ્થાપક ચીફ એક્ઝિક્યૂટિવ તરીકે મેં બાર વરસ કામ કર્યું. આ કામગીરીનો મધ્યાહન એટલે માધવસિંહભાઈનો ૧૯૮૦થી ૧૯૮૫ સુધીનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ. ઔદ્યોગિક નીતિઓ અને મહારાષ્ટ્રના સીકોમને હંફાવે તેવી one stop shop – ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યૂરો – ઇન્ડેક્સ્ટ-બીનો આ આખીય વ્યવસ્થામાં રિસર્ચ અને વૈજ્ઞાનિક અભિગમથી ગુજરાત સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ એડમિનિસ્ટ્રેશનની માર્કેટિંગ એજન્સી તરીકેનો રોલ એટલો તો અસરકારક હતો કે અન્ય અનેક રાજયોએ એને અપનાવ્યો. આ સમયગાળામાં બે દિગ્ગજો જેમણે મને પ્રભાવિત કર્યો તેમાંના એક મારા રોલ મોડેલ અને રાજકીય ગુરુ સનત મહેતા અને બીજા તે રાજ્યની ઔદ્યોગિક નીતિઓનો સીધો હવાલો સંભાળતા ગુજરાતના પ્રબુદ્ધ મુખ્યમંત્રી માધવસિંહભાઈ. આ પાંચ વરસનો ગાળો એવો હતો કે માધવસિંહભાઈને ક્યાંય પણ અર્થવ્યવસ્થા અથવા ઔદ્યોગિક વિકાસ ઉપર ભાષણ આપવાનું હોય તો એ તૈયાર કરવાનું કામ મારે ભાગે આવ્યું અને વિચારોનો તાલમેલ એટલો અથવા માધવસિંહભાઈનો મારા પર વિશ્વાસ એટલો કે એમાં ક્યારેય કોઈ ખોટકો ના આવ્યો. આ કામ કરતાં કરતાં માધવસિંહભાઈ સાથે નજીદીકથી પરિચયમાં આવવાનું થયું. સનતભાઇ અને માધવસિંહભાઈ બંનેના સ્વભાવ ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવા પણ બંનેનો એક શોખ લગભગ સરખો. એ શોખ એટલે વાંચનનો શોખ. મને એક વખતે ખૂબ હળવાશની પળોમાં મારા સિનિયર અને ત્યારબાદ જાહેર જીવનમાં આવ્યો ત્યારે મિત્ર એવા શ્રી એચ. કે. ખાન સાહેબે કહેલું કે માધવસિંહભાઈને માટે કોઈ સારું પુસ્તક ખરીદીને આપવું એના જેવું મુશ્કેલ કામ બીજું એકેય નથી. તમે આપવા જાવ એ પહેલાં એમની પાસે એ પુસ્તક આવી જ ગયું હોય. એ જમાનો ઇન્ટરનેટનો નહોતો પણ અખબારોમાંથી કાપલીઓ કાઢી અને પોતાને ગમતા વિષયોની ફાઇલો બનાવવાનો હતો. આમાં પણ પત્રકારોમાં શ્રી નિરુભાઈ દેસાઈ અને રાજનેતાઓમાં શ્રી માધવસિંહભાઈ અને સનતભાઈની ધગશ અને વ્યવસ્થાપન શક્તિ અદ્ભુત હતી.

મારા રોલ મોડેલ કે રાજકીય ગુરુ સનતભાઈ પણ મારે માધવસિંહભાઈ કે ઝીણાભાઈ સાથે એમને કારણે ક્યારેય અંતર ન થયું. માધવસિંહભાઈ પાસેથી ઘણું શીખવા જેવું હતું પણ સૌથી વધારે મને અસર કરી ગયું હોય અને જેને ત્યાર પછીના રાજકારણીઓમાં હું હંમેશા શોધવા મથતો રહ્યો છું તે હતું એમની પાકટતા અને વિરોધને ગળી જવાની ગુણગ્રાહિતા. એક સમયે કેબિનેટ મીટિંગમાં સનતભાઇ અને માધવસિંહભાઈને થોડી તડાફડી થઈ. જો કે તડાફડી તો સનતભાઇએ કરી હતી માધવસિંહભાઈએ નહીં. મામલો શાંત પણ થઈ ગયો. ત્યારબાદ એમના કેટલાક સાથીઓ માધવસિંહભાઈની ચેમ્બરમાં પહોંચ્યા, રોષ ઠાલવ્યો, આવું કેમ ચલાવી લેવાય? અત્યંત સ્વસ્થતાપૂર્વક માધવસિંહભાઈએ કહ્યું કે વિવેક કોણ ચૂક્યું? અને પછી હળવે રહીને ઉમેર્યું, ભાઈ, ક્યારેક દૂઝણી ગાયની લાત ખમવી પણ પડે! આપણે બધા સનતભાઈને ક્યાં નથી ઓળખતા? પણ એમની નાણામંત્રી તરીકેની ક્ષમતા બાબત તો કશું જ કહેવું પડે તેમ નથી. એટલે આ પ્રશ્ને અહીં જ પૂર્ણવિરામ મૂકી દો. અને વાત સમેટાઇ ગઈ. સનતભાઇએ જે શબ્દો વાપર્યા હતા આવેશમાં આવીને તે બદલ તેમનું રાજીનામું ચોક્કસ માંગી લઈ શકાયું હોત અને માધવસિંહભાઈનો એ મધ્યાહ્ને તપતા સુરજનો સમય હતો. એમને એમ કરતાં કોઈ રોકી ન શક્યું હોત પણ એ વાત ગળી ગયા.

બીજી ઘણી વાતો છે પણ એક વાત ખાસ યાદ આવે છે. એક સિનિયર પોલીસ-અધિકારી સાથે ગપ્પાં મારતાં આ વાતનો ઉલ્લેખ થયેલો. અનામત આંદોલન જ્યારે ચરમસીમાએ હતું ત્યારે જ પાલજ-પ્રાંતીયા-લવારપુરા વિસ્તારમાં એક ટોળાએ માધવસિંહભાઈ પર લગભગ આત્મઘાતી હુમલો કર્યો. એક ખેડૂતની સમયસૂચકતાથી એમાંથી એ ઉગરી પણ ગયા. ગાંધીનગરના તે સમયના એસપી ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું, સાહેબ આમાંથી ખાલી મુખ્ય માણસોના નામ આપો, એકયને નહીં છોડીએ. માથેથી ઘાત પસાર થઈ એ પરિસ્થિતિમાં પણ માધવસિંહભાઈએ એમની હળવાશ અને સૂધબુધ નહોતી છોડી. એમણે કહ્યું, મિસ્ટર એસપી, આ એ વિસ્તાર છે જ્યાં અનેકવાર મારું સ્વાગત થયું છે. આજે કેટલાક લોકો મારાથી નારાજ છે. જાહેરજીવનમાં રહેલા વ્યક્તિએ સમભાવ કેળવવો જ પડે છે. હું કોઈને ઓળખતો નથી અને તમારે કોઈ કાર્યવાહી પણ કરવાની નથી. ગુજરાતનો મુખ્યમંત્રી એના નાગરિકો સામે ફરિયાદી બને એ નામોશી મારા નામે ન લખાય તે જોજો. આ વાત અહીં પૂરી થાય છે.

આ માધવસિંહભાઈ હતા. હું એમનો ખૂબ મોટો ચાહક રહ્યો, આજે પણ છું. હું આમ તો ક્યારેક ક્યારેક માધવસિંહભાઈને મળવાનો મોકો ઝડપી લેતો પણ નિરાંતે મુલાકાત થઇ સિવિલ હોસ્પિટલમાં. હું ત્યારે આરોગ્ય મંત્રી હતો. મારી એકબીજા વીઆઇપી હોસ્પિટલમાં દાખલ થયા હતા તે સંદર્ભે સૌજન્ય મુલાકાત દરમિયાન ડૉ. પ્રભાકરે મને કહ્યું કે માધવસિંહભાઈ પણ એડમિટ છે. એમણે પગની ઢાંકણીનું ઓપરેશન કરાવ્યું છે. ઉતાવળે પગલે હું એ રૂમમાં પહોંચ્યો. સૌજન્ય ખાતર ડૉ. પ્રભાકરે કહ્યું કે જય નારાયણ વ્યાસ સાહેબ અમારા આરોગ્ય મંત્રી છે. માધવસિંહભાઈએ અત્યંત સ્વસ્થતાથી કહ્યું, ‘એમ, તો તો બહુ કહેવાય! હજુ પણ જય નારાયણ જેવા માણસો ચલણમાં છે એ જ મોટા આનંદની બાબત છે. પણ જય નારાયણ તો મારો લાડકો અધિકારી હતો.’ અને પછી જે વાતો ચાલી, વચ્ચે ચા પણ પીવાઇ, એમાં ખાસ્સા બે કલાક નીકળી ગયા. ઘણા વખત પછી માધવસિંહભાઈને મન ભરીને માણ્યા. ગુજરાતના એક પ્રબુદ્ધ રાજપુરુષને જેણે એક પરિવાર માટેની પોતાની વફાદારી ખાતર પોતાની આખીય રાજકીય કારકિર્દી પર મધ્યાહને પૂર્ણવિરામ મૂકી દીધું. જે કંઈ રહસ્ય હતાં તે પોતાના મનમાંજ ધરબી દીધાં અને એજ ચિરપરિચિત સ્મિત સાથે જિંદગી જીવી ગયા. એક એવો સમય હતો જ્યારે માધવસિંહભાઈની આજુબાજુ એવડું મોટું ટોળું હોય કે એમને મળવું પણ અશક્ય થઈ જાય. મોટા ઉદ્યોગપતિઓથી માંડીને સાહિત્યકારો અને કલાકસબીઓથી માધવસિંહભાઈનો દરબાર ઉભરાતો હતો. પક્ષના કાર્યકરો ખાસ કરીને આજે જેને આપણે બક્ષીપંચ તરીકે ઓળખીએ છીએ તેમાં સમાવિષ્ટ ઠાકોર કોમ માટે માધવસિંહભાઈ આરાધ્ય દેવથી ઓછા ન હતા એમના માટેની લાગણી જ કદાચ માધવસિંહભાઈને અનામત આંદોલનનું જોખમ વહોરવા સુધી ખેંચી ગઈ હશે. માધવસિંહભાઈએ એમને ખરા દિલની લાગણીથી પોતાના ગણ્યા. આ માધવસિંહભાઈ હતા.

‘સમયને સથવારે ગુજરાત’ પુસ્તકમાં
માધવસિંહભાઈના કાર્યકાળ તેમજ માધવસિંહભાઈ અને સનતભાઇના સંયુક્ત પ્રદાન બાબત કંઇક આ મુજબ લખાયું છે :

“માધવસિંહનાં પાંચ વર્ષ એક રસપ્રદ વિષય છે. અભ્યાસ માટે અવનવું પ્રકરણ છે. માનસશાસ્ત્ર માટે ભાથું છે. બુદ્ધિશાળી, કલ્પનાશીલ સાથે વાસ્તવદર્શી માધવસિંહને દીર્ઘદ્રષ્ટિ ખરી જ. નિર્ણયશક્તિ પણ ખરી. હિંમત ને નવો નકશો સાકાર કરવાની આત્મશ્રદ્ધા અને વગ. તેમને સાથ મળ્યો ઉદ્યોગ ને નાણાપ્રધાન સનત મહેતાનો. તે સમયમાં બંનેની ઘણી સિદ્ધિ દર્શાવી શકાય. ઉદ્યોગના વિકાસ માટે તેમણે પગલાં લીધાં, તેઓને યશ છે. જે ગુજરાત ભારતમાં ઉદ્યોગમાં આઠમા નંબરે હતું તેનું સ્થાન નંબર બે આવ્યું. ભારતમાં ઉદ્યોગમાં ગુજરાતને મોખરે લઈ આવવું એ સિદ્ધિ સારી જ. આદિવાસી વિસ્તારમાં આઇટીઆઇ, આશ્રમશાળા, હોસ્ટેલો વધારી એ પણ પ્રગતિનું પગલું. ઔદ્યોગિક શાંતિ, જે ઉદ્યોગની ઇમારત સુદ્રઢ કરવા માટે આવશ્યક છે તે પણ માધવસિંહ-સનતની જોડીના સમયમાં ગુજરાતમાં પ્રવર્તી. સામાજિક ઉન્નતિનાં પગલાં જેવાં કે, પછાત વર્ગ માટે કુટુંબપોથી, ખેતમજૂરના વેતનમાં વધારો, એવાં ઘણાં સારાં પગલાં લેવાયાં. સનત મહેતાનો ફળદ્રુપ વિચાર અમદાવાદ-વડોદરા છ લેનનો હાઇવે ઓટો બાન ૧૩૪ કરોડના ખર્ચે એ પણ ભાવિના માર્ગવિકાસની સુરેખ રૂપરેખા છે. માધવસિંહ અને સનત મહેતાએ નર્મદા યોજના સરદાર સરોવર માટે વિશ્વબેંક તરફથી પ્રથમ તબક્કે ૫૦૦ કરોડની લોન પ્રાપ્ત કરી એ પણ તેઓની સિદ્ધિનું વિરાટ પગલું છે. સરદાર સરોવરના બાંધકામનું કાર્ય શરૂ થયું. સર્વાંગી વિકાસનું વૃક્ષ ફૂલ્યું-ફાલ્યું. માધવસિંહમાં મીઠાશ છે. કાર્યકરોને હુંફ આપવાની શક્તિ અને વૃત્તિ છે. કેટલાય કાર્યકર્તા પર તેમનું વર્ચસ્વ કાયમ રહેશે.” (‘સમયને સથવારે ગુજરાત’, કુંદનલાલ ધોળકિયા અને વિનોદ દવે. પાન ૧૩૯-૧૪૦)

માધવસિંહભાઈ વિશે લખવા બેસીએ તો ઘણું લખાય અને લખીશ પણ ખરો. પણ આજનો પ્રસંગ તો આ દિગ્ગજ નેતાની ચીરવિદાયનો પ્રસંગ છે. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસના બે મહાનાયકો અહેમદ પટેલ અને માધવસિંહભાઈ સોલંકી, મને બંને સાથે કામ કરવાનો મોકો મળ્યો, બંને સાથેના મારા સંબંધો આજે પણ મારા સંસ્મરણોમાં મહેકે છે. બંને ટૂંકાગાળામાં ચાલ્યા ગયા.

માધવસિંહભાઈ માધવસિંહભાઈ હતા. મને સનતભાઇએ જાહેરજીવનમાં ધકેલ્યો. ઉત્તર ગુજરાતના વિકાસ માટેની રૂપરેખા તેમજ પાણીના પ્રશ્ને કામ કરવા પ્રેર્યો. લાકડાવાલા સાહેબથી શરૂ કરી એચ.ટી.પારેખ, પ્રોફેસર અલઘ, શ્રી વાડીલાલ ડગલી, નરોત્તમભાઈ શાહ, આઈ. જી. પટેલ સાહેબ જેવા અર્થશાસ્ત્રના ખેરખાંઓની પાઠશાળામાં ભણવાનો મોકો સનતભાઇ મહેતા નામના હેડમાસ્ટરે આપ્યો પણ વિરોધને ગળી જઇને ગરિમા જાળવી રાખવાનો પાઠ માધવસિંહ સોલંકીની પાઠશાળામાંથી મળ્યો. પદની ગરિમા હોય છે. પોતાના વર્તનથી વ્યક્તિ એ પદને ગરિમા બક્ષે છે. માધવસિંહભાઈ એક એવા રાજપુરૂષ હતા જેમણે અનેક કિસ્સાઓ જેમાં શેખાદમ આબુવાલા, મહમ્મદ માંકડ, ભૂપતભાઇ વડોદરિયા જેવા નામો આવે, સંબંધોની ગરિમા બક્ષી અને રાજનીતિમાં રહીને પણ વફાદારી શું કહેવાય એ વખત આવે માથું આપી દેવાની વફાદારીને પણ એમણે જીવી બતાવી. માધવસિંહભાઈ સૌજન્યશીલ હતા, ગરિમાપુર્ણ હતા, એમનો એક ઓરા (તેજપુંજ) હતો, જે અધિકારીઓને એક આંખમાં હસાવતો અને ક્યારેક સત્તાધીશનો કડપ પણ બતાવતો. ડાબેરી વિચારધારા અને સામાન્ય માણસ માટેની લાગણી માધવસિંહભાઈના હૃદયમાં હંમેશા ધબકતી રહી. અંગ્રેજીમાં જેને voracious reader કહેવાય એવા માધવસિંહભાઈ જબરજસ્ત પુસ્તકપ્રેમી અને સાહિત્યપ્રેમી હતા. ગઝલ અને ગાયકી એમને જકડી રાખતી અને આ બધી મહેફીલ જામે ત્યારે માત્ર તારીખ જ નહીં ક્યારેક દિવસ પણ બદલાઈ જતો. મારો પરિચય વડોદરામાં મકરંદભાઇ દેસાઈ , સનતભાઇ મહેતા , જી. જી. પરાડકર અને જશભાઈ એટીકેટી સાથે થયો, જાહેર જીવનમાં અનેક વ્યક્તિત્વોના પરિચયમાં આવવાનું અને એમનો સ્નેહ અને હુંફ પામવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે, એમની સાથે કામ કરતાં હું ઘડાયો છું, એમની માફક વિચારતાં વિચારતાં મારામાં પણ એક નાનકડો વિચારક/ચિંતક જન્મ્યો છે. આ બધા વચ્ચે માધવસિંહભાઈની સંવેદનશીલતાએ મને સૌથી વધુ પ્રભાવિત કર્યો છે.

હું ઇન્ડસ્ટ્રીયલ એક્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનું મારું રાજીનામું લઈને એમને મળવા ગયેલો. પાક્કા નિર્ધાર સાથે કે સનતભાઇને છોડીને તો કોઈની સાથે નહીં રહી શકાય. કોઈકે માધવસિંહભાઈના કાનમાં નાખ્યું હતું કે હું સનત મહેતાનો માણસ છું. અંગ્રેજીમાં જેને duplicate કહે છે તેવી બેવડાં ધારાધોરણવાળી જીંદગી જીવતાં ક્યારેય નથી ફાવ્યું અને એટલે હું માધવસિંહભાઈની ખાસ મુલાકાત માંગીને મળવા ગયો હતો. મેં એ દિવસે એમને સ્પષ્ટ કહ્યું હતું કે સનતભાઇ મારા આદર્શ છે અને રહેશે કારણકે સંબંધોના ઘોડા બદલવા માટે હું ટેવાયેલો નથી. આટલું કહ્યા બાદ મેં ઉમેર્યું હતું કે સાહેબ આપ મારા મુખ્યમંત્રી છો, ઔદ્યોગિક નીતિઓ આપના તાબા હેઠળ આવતો વિષય છે. હું આપના ખાતાનો અધિકારી છું સનતભાઈના ખાતાનો નહીં અને એટલે જ્યાં સુધી એક અધિકારી તરીકેની મારી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાને લાગેવળગે છે ત્યાં સુધી મારા મંત્રી તરીકે આપ જ છો અને રહેશો. જેમ સનતભાઈનો સંબંધ છુપાવીને મારે આપની પાસેથી કશું નથી મેળવવું બરાબર એ જ રીતે મુખ્યમંત્રી અને ઔદ્યોગિક નીતિ બાબતના મંત્રી તરીકે આપ મારા સાહેબ છો એ નિષ્ઠા ક્યાંય નહીં વેચાય એટલું પણ નક્કી સમજી લેજો. સાથોસાથ આપને જો મારામાં વિશ્વાસ ન હોય અને મારા સનતભાઈ સાથેના સંબંધોને કારણે જરા જેટલી પણ શંકા આપના મનમાં મારા માટે હોય તો એ નોકરી મારાથી નહીં થઈ શકે. ભગવાને દાંત આપ્યા છે તે ચાવણું પણ આપી રહેશે. આમેય હું તો નિમ્ન મધ્યમ વર્ગમાંથી આવું છું. મારી જરૂરિયાતો એટલી નથી કે મારે વફાદારી વેચીને અથવા છુપાવીને નોકરી કરવી પડે. આવો બધો બબડાટ માધવસિંહભાઈની આંખમાં આંખ મિલાવ્યા વગર હું કરી ગયો હોઈશ. માધવસિંહભાઈએ હાથ લંબાવ્યો. મેં પેલો રાજીનામાનો કાગળ એમના હાથમાં મૂક્યો. માત્ર બે જ લીટીનો એ પત્ર હતો. ચહેરા પર સ્મિત ફરકાવીને એમણે એ કાગળ ફાડીને કચરાટોપલીમાં નાખી દીધો. અંગ્રેજીમાં મને કહ્યું, ‘Don’t be emotional, young man! You will always have my full trust and confidence!!’ એમણે બેલ મારી. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી મુખ્યમંત્રીના હવાલદાર તરીકે આગવી રુઆબદારીથી કામ સંભાળનાર એક વિશિષ્ટ વ્યક્તિત્વ શ્રી ગુણે અંદર આવ્યા. માધવસિંહભાઈએ બે ચા મંગાવી. એ ચાની સાથે માધવસિંહભાઈ માટેના માન અને આદર્શનો એકએક ઘુંટડો મારા પેટમાં ઉતારતો ગયો. સનતભાઈ મારા રાજકીય ગુરુ અને રોલ મોડેલ પણ તે દિવસથી માધવસિંહભાઈ મારા માટે એક સૌજન્યશીલ અને સદૈવ આદરણીય રાજપુરુષ બની રહ્યા.
ચોરાનું નખ્ખોદ નથી જતું. અનેક પ્રતિભાઓ આવશે અને જશે પણ માધવસિંહભાઈની ગાદી પર બેસી શકે, સનતભાઈનું બરછટપણું અને તીવ્ર બુદ્ધિશક્તિનું પ્રતિનિધિત્વ કરી શકે , અહેમદ પટેલની ચાણક્ય બુદ્ધિને તોલે આવે તેવા રાજપુરુષો જવલ્લે જ પેદા થતા હોય છે.
‘બહુરત્ના વસુંધરા’ એ સૂત્ર શાશ્વત સત્ય છે. આશા રાખીએ ભવિષ્યમાં ગુજરાતમાં આવા રાજપુરુષો ફરી ફરીને એની રાજનીતિને પ્રભાવિત કરવા જનમતા રહે.

માધવસિંહભાઈ આજે દિવંગત થયા છે. મારી એમને સાચા હૃદયની શ્રદ્ધાંજલિ.

પરેશ વ્યાસ, Paresh Vyas


શબ્દ સંશોધનના રસિયા

તેમના ઘણા બધા લેખ તેમની માતાના બ્લોગ ‘નીરવ રવે’ પર અહીં

જન્મ

૨, જાન્યુઆરી – ૧૯૫૯; ભાવનગર

કુટુમ્બ

માતા– પ્રજ્ઞા ; પિતા – પ્રફુલ્લ; બહેનો – યામિની,છાયા,રોમા,સીમા
પત્ની કલ્યાણી, પુત્રો કેશવ, માધવ

શિક્ષણ

પ્રાથમિક – કુંદીઆણા સુરત; માધ્યમિક – બારડોલી
ઉચ્ચ – 1998 – BSc , સુરત; BE – National Fire Service College, Nagpur

વ્યવસાય

Dy. Commisioner, Fire and Safety deptt. Rajkot

તેમના વિશે વિશેષ

રચનાઓ

સંશોધન – શબ્દ સંહિતા, શબદ કીર્તન,
અનુવાદ – ઓ’ હેન્રીની સદાબહાર વાર્તાઓ
સંકલન – પ્રેમ એટલે કે

નિરંજન ભગત, Niranjan Bhagat


# “હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું? “

રચનાઓ  ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ

कविताकोश पर एक रचना

વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

#  એક સરસ લેખ

તેમના અવસાન નિમિત્તે ‘નીરવ રવે’ પર  સરસ શ્રદ્ધાંજલિ

રીડ ગુજરાતી પર પરિચય

_______________________

nb70

chitralekha

આ મુખપૃષ્ઠ પર ‘ક્લિક’ કરી, ખાસ તૈયાર કરેલો પરિચય વાંચો…

nb66

નામ

  • નિરંજન નરહરિભાઇ ભગત

જન્મ

  • ૧૮ – મે , ૧૯૨૬  ; અમદાવાદ

અવસાન 

  • ૧, ફેબ્રુઆરી – ૨૦૧૮ ; અમદાવાદ

અભ્યાસ

  • એમ. એ.

વ્યવસાય

  • અધ્યાપન

જીવન ઝરમર

  • બંગાળી અને અંગ્રેજી કાવ્યોનું બહોળું વાંચન
  • ‘હાલતી ચાલતી વિદ્યાપીઠ’ જેવા કવિ
  • નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન
  • ઉત્તમ વક્તા
  • પરંપરિત હરિગીત અને ઝૂલણા છંદ તેમની વિશિષ્ટ મુદ્રા છે.
  • ‘પ્રવાલ દ્વીપ’ નો અંગ્રેજીમાં અનુવાદ થયો છે.

મુખ્ય રચનાઓ

  • કાવ્યસંગ્રહો – છંદોલય * , કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો, પ્રવાલ દ્વીપ , છંદોલય બૃહદ્ – સમગ્ર કવિતા
  • વિવેચન – કવિતાનું સંગીત, કવિતા કાનથી વાંચો, ન્હાનાલાલની ઊર્મિકવિતા, સ્વાધ્યાય લોક – અનેક ભાગ
  • અનુવાદ – ચિત્રાંગદા ( રવીન્દ્રનાથના નાટકનો ), ઓડનનાં કાવ્યો
  • સંપાદન – પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ, મીરાંબાઇના કાવ્યો
  • ધાર્મિક – યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા
  • તંત્રી – ગ્રંથ, સાહિત્ય

સન્માન

  • ૧૯૬૯  – રણજિતરામ સુવર્ણચંદ્રક *
  • ૧૯૫૩ – ૫૭  – નર્મદચંદ્રક *
  • ૨૦૧૫  – કાવ્યમુદ્રા વિનોદ નિઓટિયા એવોર્ડ

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.

ઉદયન ઠક્કર, Udayan Thakker


ut_3 બરાબર ‘હિસાબ’ રાખતા કવિ !

ચીસ પાડી ઊઠવાની એક વેળા હોય છે
    ત્યાં સુધી ઘડિયાળના હોઠો, બીડેલા હોય છે

#  ઢોલ-નગારે લોકો ત્રૂઠાં,
જલતરંગનાં ભાયગ રૂઠાં !

પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે

 

#  પાંડોબા અને મેઘધનુષ્ય – कविताकोश के उपर

# ઢગલાબંધ રચનાઓ  –  ૧  –  ,  –  ૨  –

————————-

ut_5

આખી રચના માણવા અહીં ‘ક્લિક’ કરો

ut_6

આ ચિત્ર પર ક્લિક કરી આખી વાર્તા વાંચો

સમ્પર્ક

  • udayan thakker <udayanthakker@hotmail.com>

જન્મ

  • ૨૮, ઓક્ટોબર-૧૯૫૫, મુંબાઈ

કુટુમ્બ

  • માતા– શાંતિ ; પિતા– કરસનદાસ
  • પત્ની – રાજુલ; દીકરીઓ – ઋચા, ગરીમા

શિક્ષણ

  • બી.કોમ., મુંબાઈ

વ્યવસાય 

  • ચાર્ટર્ડ અને કોસ્ટ એકાઉન્ટન્ટ

UT_1

ut_4

આ ચિત્ર પર ક્લિક કરો – તંત્રી શ્રી ઉદયન ઠક્કર

તેમના વિશે વિશેષ

  • તેમના પહેલા જ કાવ્ય સંગ્રહ ‘ એકાવન’ને જયંત પાઠક પારિતોષિક એનાયત થયું હતું, અને તે SNDT યુનિ.માં પાઠ્ય પુસ્તક તરીકે માન્ય થયું હતું.
  • તેમનાં અમુક કાવ્યો અંગ્રેજી અને જાપાનીઝ ભાષામાં પણ અનુવાદિત થયા છે (Duet of Trees )
  • તેમની રચનાઓના અનુવાદો અમેરિકાની પ્રતિષ્ઠિત કાવ્ય સંસ્થાઓએ પણ સ્વીકારી અને પ્રમાણિત કરી છે.
  • વિશ્વના વિવિધ દેશોમાં ૨૪ જેટલા અને ભારતમાં તો સેંકડોની સંખ્યામાં કાવ્ય પઠનના કાર્યક્રમો તેમણે આપ્યા છે,
  • ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ કારોબારીમાં માનાર્હ સભ્ય.
  • મુંબાઈના રામજી આશર વિદ્યાલય અને આર.એન. શેઠ વિદ્યામંદિરમાં ટ્રસ્ટી
  • poetryindia.com     ના તંત્રી

રચનાઓ

  • કવિતા – એકાવન, સેલ્લારા, ચૂંટેલા કાવ્યો
  • સંકલન/ સંપાદન – આસ્વાદ- જુગલબંધી, જેવી તારી ઢોલકી એવો મારો તંબૂરો
  • બાળવાર્તા– એન મિલાકે ટેન મિલાકે છૂ (૫ પુસ્તકો), તાક ધિના ધિન (૩ પુસ્તકો)
  • બાળકવિતા– હાક છીં હિપ્પો
  • ગુજરાતી કવિતાના મરાઠી અનુવાદ– અનુભૂતિ(સહસંપાદન)
  • અંગ્રેજી અનુવાદ – Duet of Trees

સન્માન

  • જયંત પાઠક પારિતોષિક
  • હરીન્દ્ર  દવે એવોર્ડ
  • ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ પારિતોષિક
  • ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉશનસ પારિતોષિક
  • એનસીઈઆરટી નો શ્રેષ્ઠ બાળસાહિત્યનો રાષ્ટ્રીય પુરસ્કાર
  • રમેશ પારેખ કવિતા સન્માન

સાભાર

  • શ્રી. પી.કે. દાવડા
  • શ્રી.મહેન્દ્ર મહેતા

પૂજાલાલ દલવાડી, Pujalal Dalwadi


pd1આ ક્યાંથી ગગડાટ અંબર મહીં ના મેઘખંડે દીસે
વા માઝા મૂકી સિંધુ ફાળ ભરતો આવે ધસી આ દિશે
કે વિંધ્યાચળના ભયાનક વને ત્રાડી રહ્યો કેસરી
પ્હાડો યે ધડકે ભરાય ફટકે ફાટી પડે દિગ્ગજો

સરી ન જતી કલ્પના ત્વરિત આમ ત્યાગી મને
જરી સ્થિર તરંગ રાખ તવ રંગ રંગે ભર્યા

નીરવ નાદ-લહરીઓ આવે!
અનહદનું આહ્‌વાન,
અનાહત નાદ-લહરીઓ આવે !

ગૂગલ ડોક્સ પર

વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

———————————————
જન્મ

  • ૧૭, જૂન-૧૯૦૧, નાપા – જિ,ખેડા

અવસાન

  • ૨૭, ડિસેમ્બર – ૧૯૮૫, પોંડિચેરી

કુટુમ્બ

  • માતા – ?, પિતા – રણછોડદાસ
  • પત્ની -? , સંતાન -?

શિક્ષણ

  • પ્રાથમિક, માધ્યમિક – ગોધરા, નડિયાદ
  • ૧૯૧૮ – મેટ્રિક

તેમના વિશે વિશેષ

  • ઇન્ટર સુધી પહોંચ્યા બાદ અભ્યાસ છોડી દીધો.
  • અંબાલાલ પુરાણીના સમ્પર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર.
  •  ૧૯૨૩માં એકાદ વર્ષ કોસિન્દ્રાની ગ્રામશાળામાં વ્યાયામ શિક્ષક.
  • ૧૯૨૬ થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ.

pd2

રચનાઓ

  • કવિતા – પારિજાત, પ્રભાતગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ, મહાભગવતી, પાંચજન્ય, મુક્તાવલી, શુક્તિકા, દુહરાવલી, ગુર્જરી, વૈજ્યન્તિ, અપરાજિતા, કાવ્યકેતુ, સોપાનિકા, શતાવરી, દુઃખગાથા, ધ્રુવપદી, શબરી
  • બાળ સાહિત્ય –  બાલગુર્જરી, કિશોરકાવ્યો, કિશોરકુંજ, કિશોરકાનન, કિશોરકેસરી, મીરાંબાઈ’ – ગીતનાટિકા
  • ગદ્ય – છંદપ્રવેશ, શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય, સાવિત્રી સારસંહિતા’
  • અન્ય ભાષા – સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો
  • અનુવાદ
    • કવિતા – સાવિત્રી-ભા.૧-૬, મેઘદૂત
    • ગદ્ય – પરમ શોધ, શ્રી અરવિંદનાં નાટકો, માતાજીની શબ્દસુધા

સાભાર 

  • ગુજરાતી સાહિત્ય કોશ
  • વિકિપિડિયા
  • શ્રી. પી.કે.દાવડા

જુગતરામ દવે, Jugatram Dave


jd1વેડછીનો વડલો

બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;
અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા

તેમની એક રચના –  ‘ભાઈને હાથે માર’

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !

ગુજરાતના જુ.કાકા –  મીરાં ભટ્ટ

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

વિકિપિડિયા પર

શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના – ગુજરાત સરકાર

———————————————-

જન્મ

  • ૧, સપ્ટેમ્બર – ૧૮૮૮, લખતર, જિ- સુરેન્દ્રનગર

અવસાન

  • ૧૪, માર્ચ – ૧૯૮૫, ગાંધી આશ્રમ, વેડછી

કુટુમ્બ

  • માતા – ? , પિતા – ચીમનલાલ
  • અપરિણિત

શિક્ષણ

  • પ્રાથમિક/ માધ્યમિક – વઢવાણ, ધ્રાંગધ્રા, મુંબાઈ

વ્યવસાય

  • શિક્ષણ, પત્રકારત્વ, લોકસેવા

તેમના વિશે વિશેષ

  • નોન મેટ્રિક પણ સાહિત્ય/ શિક્ષણ/ સેવા માં અદભૂત પ્રદાન
  • ૧૯૧૭ – મુંબાઈમાં ‘વીસમી સદી’ માં નોકરી
  • એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા
  • ? – કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદના સંસર્ગથી ગાંધી આશ્રમમાં શિક્ષણ કાર્ય
  • ૧૯૧૯-૧૯૨૩  નવજીવનમાં સેવા
  • ૧૯૨૭ – બારડોલી સત્યાગ્રહમાં સક્રીય ભાગ
  • ૧૯૨૮થી – વેડછી (જિ,સુરત) ખાતે અદિવાસીઓની અને  ગ્રામ સેવા
  • વિભિન્ન સત્યાગ્રહોમાં નવ વર્ષ જેલમાં ગાળ્યા.
  • ૧૯૭૧-૭૮ ‘વટ વૃક્ષ’ માસિકનું સંચાલન

jd2

રચનાઓ

  • કવિતા – કૌશિકાખ્યાન( મહાભારતની એક કથા પરથી) , ગીતાગીતમંજરી, ગ્રામ ભજનમંડળી, ઈશ ઉપનિષદ, ગુરૂદેવનાં ગીતો
  • નાટિકાઓ – આંધળાનું ગાડું, પ્રહ્લાદ નાટક અને સહનવીરનાં ગીતો, ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ
  • નિબંધ – આત્મરચના અથવા આશ્રમી કેળવણી,
  • જીવન ચરિત્ર –  ગાંધીજી (બાળકો માટે – ગુજરાતી, હિન્દી અને  અંગ્રેજીમાં), ખાદી ભક્ત ચુનીભાઈ
  • આત્મકથા – મારી જીવન કથા
  • બાળસાહિત્ય – ગાલ્લી મારી ઘરરર… જાય, ચાલણગાડી, ચણીબોર, પંખીડાં, રાયણ

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ

અરુણા જાડેજા, Aruna Jadeja


Aruna_1

  • ( લખવાનું શરૂ કર્યું બાદ) મારામાં ખૂબ જ બદલાવ આવ્યો છે. જ્યારથી મેં લખવાનું શરૂ કર્યું ત્યારથી મને ડિપ્રેશનનો ‘ડી’ કે ફ્રસ્ટ્રેશનનો ‘એફ’ શું છે તેની ખબર જ નથી. અત્યારની જનરેશનને નાની ઉંમરે આ બધું જોવા મળતું હોય છે. મારી પાસે એટલું કામ છે કે ભગવાને મને બે હાથની જગ્યાએ દસ હાથ આપ્યા હોત તો… અને દિવસના ૨૪ કલાકની જગ્યાએ ૫૦ કલાક આપ્યા હોત તો… હું મારા અલગ-અલગ કામને ટાઈમ આપી શકત.
  • પરિવારને મારા પ્રત્યે ગર્વ છે. મારા પૌત્રો પણ કહે છે વી પ્રાઉડ ઓફ યુ દાદી
  • હું જીવનમાં સતત જુવાન રહેવા માગું છું. કારણ કે, મારા નામની પાછળ જુવાનસિંહ લખાય છે.
  • હું ટૂંક સમયમાં સંસારમાંથી નિવૃત્તિ લઈ રહી છું અને આધ્યાત્મિક માર્ગે વળી રહી છું.

————————————————————————

મૂળ સ્રોત - અહીં ક્લિક કરો

મૂળ સ્રોત – અહીં ક્લિક કરો

સમ્પર્ક 

  • એ-1, સરગમ ફ્લેટ્સ. નવરંગપુરા, ઈશ્વરભુવન રોડ, અમદાવાદ, ૩૮૦ ૦૧૪
  • ફોન  079-26449691, 94285 92507
  • ઈમેલ    arunaj50@yahoo.com

નામ

  • અરુણા જુવાનસિંહ જાડેજા

જન્મ

  • ૯ , નવેમ્બર – ૧૯૫૦

Aruna_2

કુટુમ્બ

  • માતા- ? , પિતા – ?
  • પતિ – જુવાનસિંહ, સંતાન – ?

શિક્ષણ

  • એમ. એ. બી. એડ. (ગુજરાતી સાહિત્ય)

વ્યવસાય

  • અધ્યાપન – વાડિયા વીમેન્સ કોલેજ, સુરત –  ૧૯૭૩ – ૮૧

આ ચિત્ર પર 'ક્લિક' કરો

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો

તેમના વિશે વિશેષ

  • જન્મ મહારાષ્ટ્રિયન  “બીલ્ગી”   કુટુંબ માં થયો
  • અરૂણાબેન મરાઠી સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં લાવે છે  કારણ કે પણ આખી જિંદગી ગુજરાતમાં કાઢી તેથી મરાઠી કરતાં ઘણી વખત તેમના ગુજરાતી અનુવાદો શ્રેષ્ઠ રહ્યા છે.
  • ૨૦૦૫માં હાસ્ય લેખોના મરાઠીથી ગુજરાતીમાં અનુવાદ કરેલ એક પુસ્તક સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યું ! ૨૦૧૦માં તેમને આ પુસ્તક માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો.
  • છેલ્લાં 12 વર્ષોથી ‘ અંધજન મંડળ’, અમદાવાદમાં ધો. 10 અને 12ના અંધ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના અંધ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી તેમ જ સંસ્કૃત વિષયોનું શિક્ષણકાર્ય અને કેસેટ તેમજ સીડીનું રેકોર્ડિંગ. (માનદ્ સેવા)
  • એક ઓળખ- બુકમાર્કસ્- ઘરમાં જ રહ્યે પુસ્તકપ્રેમીઓ સાથેનો સંપર્ક ટકાવવાનો નુસખો, છેલ્લા 8 વર્ષથી આ પ્રયાસ ચાલુ
  • અખંડાનંદ ,જનકલ્યાણ,કુમાર,નવનીત સમર્પણ,પરબ,શબ્દસૃષ્ટિ,ઉદ્દેશ,પ્રત્યક્ષ,સમીપે,તથાપિ  જેવાં ગુજરાતી અને  મરાઠી સામયિકોમાં સ્વતંત્ર લેખન – કુલ ૧૫૦ થી વધારે મૌલિક લેખો
  • મુંબઈના ધો. 12ના ગુજરાતીના પાઠયપુસ્તકમાં એક પ્રકરણનો સમાવેશ
  • એમ.એ. પાર્ટ-2(ગુજ. યુનિ.)ના અભ્યાસક્રમ(તુલનાત્મક સાહિત્ય)માં સમાવેશ
  • સંપાદનકાર્ય – સામયિક ‘દિવ્ય સંસ્કૃતિ’, લાઈફ મિશન પ્રકાશન, વડોદરા\
  • આખી જિંદગી સાઈકલ પણ ચલાવેલી ન હોવા છતાં, ૫૦ વર્ષની ઉમરે કાર ચલાવતા શીખ્યાં!
  • ૫૫ વર્ષની ઉમરે કોમ્પ્યુટર શીખ્યા, અને સામાયિકોમાં પેજ મેકરમાં બનાવેલી ફાઈલો જ મોકલવા લાગ્યા!
  • અરુણાજીને કુકિંગનો પણ ખૂબ શોખ છે. તેમના આઈસક્રીમ અને કેક ખૂબ વખણાય છે. એમાં પણ પાનનો આઈસ્ક્રીમ તેમની યુએસપી છે.

તેમણે છપાવેલ એક બુકમાર્ક

તેમણે છપાવેલ એક બુકમાર્ક

હોબી

  • બાગકામ, ભરતગૂંથણ, કલા-કારીગરી, સંગીત-શ્રવણ (કાનસેન)

aruna_4

પ્રદાન

  • અનુવાદો
    • ગુજરાતી-મરાઠી  – विनोदमेळा’ – વિનોદ ભટ્ટ,  ‘
    • મરાઠી-ગુજરાતી  –  પુલકિત, મુકામ શાંતિનિકેતન – પુલ.દેશપાંડે;  ઈડલી, ઓર્કિડ અને હું, તમન્ના તમારી, મારગ અમારો – વિઠ્ઠલ કામત, રિયાઝનો કાનમંત્ર, યશવંત દેવ; ભૂમિ, આશા બગે, સંસ્મરણોનો મધપૂડો, સ્વ. વા.ના. ચિત્તળે;  શ્યામની  બા- સાને ગુરૂજી,  મન સાથે મૈત્રી, સમર્થ રામદાસ સ્વામી,  ભણે તુકો – સંત તુકારામ,  આડબંધ’(ચૅકડૅમ) – સુરેખા શાહ,  શ્રી ઇચ્છા બલવાન, શ્રીનિવાસ થાણેદાર,    શ્રીમદ્ ભાગવત્ કથાસાર, ગમતાનો કરીએ ગુલાલ – કાવ્યાનુવાદો.,
    • સંસ્કૃત- ગુજરાતી – શ્રીમદ્ ભગવદગીતા,  શ્રી વિષ્ણુસહસ્રનામ, શ્રી સૂક્તમ્, શ્રી શિવ મહિમ્ન સ્તોત્રમ્ શ્રી પુરુષ સૂક્તમ્, શ્રી ગણપતિ અથર્વશીર્ષ
    • અંગ્રેજી – ગુજરાતી –  પ્રથમ બુક્સ’  (બેંગલોર) ની બાળવાર્તાઓ,
  • નિબંધ – (લ)ખવૈયાગીરી, સંસારીનું સુખ સાચું,

સન્માન 

  • ગુજરાત સાહિત્ય અકાદમી
  • अखिल भारतीय वाङमय परिषद, बडौदे
  • રાષ્ટ્રીય સાહિત્ય અકાદેમી

સાભાર

  • રીડ ગુજરાતી
  • ગુજરાતી સાહિત્ય સંગમ

રમણ પાઠક, Raman Pathak


raman_pathak.jpg

“મંદીર બાંધવા કરતાં જાહેર સંડાસ બાંધો.”

સારા માણસ થવામાં તો સુખ-આનંદ છે, પછી મુશ્કેલી જ ક્યાં ?

‘ગુજરાત મિત્રે’માં વસંતોત્સવ

તેમના પુસ્તક ‘વિવેક વલ્લભ વિશે’ 

–  ‘રીડ ગુજરાતી’ પર તેમના વિચારો

તેમની આત્મકથાના લોકાર્પણ વખતે નાનુભાઈ નાયકે આપેલ ‘પરિચય’ પ્રવચન

#   એક લેખ 

# આધુનિક મહર્ષિ -વલ્લભ ઇટાલિયા

—————————————————————–

જન્મ

  • 30 –  જુલાઈ , 1922  ;   રાજગઢ (પંચમહાલ)

અવસાન

  • ૧૨, માર્ચ – ૨૦૧૫, બારડોલી

કુટુમ્બ

  • માતા – ઈચ્છાબા ; પિતા – હિંમતલાલ
  • પત્નીસરોજ ( લેખિકા ) ; પુત્રી – શર્વરી

અભ્યાસ

  • પ્રાથમિક , માધ્યમિક –  રાજગઢ
  • બી. એ  – એમ. ટી. બી. કોલેજ, સુરત
  • એમ. એ.  – ગુજરાત યુનિ. ( 40 વર્ષની ઉમ્મરે, સુવર્ણ ચન્દ્રક સાથે ! )

વ્યવસાય

  • 1948- 68   –   પત્રકારત્વ
  • લેખન

જીવનઝરમર

  • જ્ઞાતિની કન્યા સાથે થયેલી સગાઇ તોડી પરજ્ઞાતિના સરોજબેન સાથે માત્ર બે રૂપીયાના ખર્ચે પરણ્યા.
  • મુંબાઇના ‘હિન્દુસ્તાન’ દૈનીકના તંત્રીવિભાગમાં
  • પછી સોવિયેટ રશીયાના માહીતિ ખાતામાં મુખ્ય સંચાલક
  • 1968 – બધું છોડી શેક્ષણ ક્ષેત્રે
  • સુરતના ‘ ગુજરાત મિત્ર’  માં ‘રમણ ભ્રમણ’ નામની બહુ જ લોકપ્રિય અને સમાજના કુરિવાજો અને ધાર્મિક અંધશ્રધ્ધાની સામે લાલબત્તી ધરતી કોલમના લેખક  
  • પ્રખર વિવેકપંથી( Rational thinker), ગુજરાતમાં રેશનાલીઝમના પિતામહ
  • બાળકોની અને સ્ત્રીઓની વેદનાઓ તેમના લખાણોનો મુખ્ય વિષય

વ્યવસાય

  • શિક્ષક, પત્રકાર, પછી આકાશવાણી-દિલ્હીમાં સમાચારપ્રસારક
  • “સોવિયેત સમાચાર”માં સંપાદક
  • દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક

મુખ્ય રચનાઓ

  • નવલકથા -ઓથાર
  • વાર્તા – સબસે ઊંચી પ્રેમસગાઈ, પ્રીત બંધાણી, અકસ્માતના આકાર.
  • હાસ્યલેખ  – હાસ્યલોક, હાસ્યોપનિષદ
  • ચિંતન/  નિબંધ  – આક્રોશ, રમણભ્રમણ, આંસુ અનરાધાર, વિવેક વલ્લભ
  • સંપાદન – સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ
  • અનુવાદ – ધીરે વહે છે દોન, ચેખોવની શ્રેષ્ઠ નવલકથાઓ

સાભાર

  • શ્રી. હરીશ રઘુવંશી

ગુલામ મોહમ્મદ શેખ, Gulam Mohommad Shaikh


“બુધસભામાં અધિકારથી ઘુસેલા માણસ” – રાધેશ્યામ શર્મા

– જેસલમેર

મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.

– પત્નીને સ્ટેશન પર વિદાય આપતી વેળા…

દરેક વિદાય વખતે
વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે.)
પાછો ફર્યો
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
મને વીંટળાઈ વળ્યું.

–  વિકિપિડિયા પર

– તેમની કવિતાઓ ‘લય સ્તરો’ પર

– પરિચય   –   ૧   –      ;    –    ૨   – 

– ‘ઈન્ડિયા ટુડે’ પર

# પરિચય :     –  1  –    :     –  2  –

________________________________________________________

સમ્પર્ક     – નિહારિકા, યુનિવર્સિટી હેલ્થ સેંટર પાછળ, પ્રતાપગંજ, વડોદરા – 390001.

જન્મ

  • 16 ફેબ્રુઆરી, 1937; વઢવાણ ; સુરેન્દ્રનગર

કુટુમ્બ

  • માતા – લાડુબહેન, પિતા – તાજ મોહમ્મદ
  • પત્ની –નીલિમા ( લગ્ન –1970) ; સંતાન – એક પુત્ર, એક પુત્રી

અભ્યાસ

  • 1959 – બી.એ (ફાઇન આર્ટ્સ) – વડોદરાની મ. સ. યુનિવર્સિટી
  • 1961– એમ. એ. (ફાઇન આર્ટ્સ) –  “”   “”  “”
  • 1966 – એ. આર. સી. એ. – રોયલ સ્કૂલ ઓફ આર્ટ્સ , લંડન

વ્યવસાય

  • 1960 થી  –  મ.સ.યુનિ. માં ફાઈન આર્ટસમાં અધ્યાપન
  • ચિત્રકળા વિભાગના અધ્યક્ષ

                                   ghulam_mohommad.jpg

જીવન ઝરમર

  • અબ્યાસકાળમાં યુરોપમાં ભ્રમણ
  • ચિત્રકલાના અભ્યાસ સાથે સાહિત્ય સર્જન
  • દેશ-વિદેશમાં ચિત્રપ્રદર્શનો યોજાયાં છે.
  • કાવ્ય – મુક્ત ગદ્યમાં વિશેષ રુચિ.
  • પ્રથમ કૃતિ ‘બાળક’ મેગેઝિનમાં પ્રકાશિત. તે પછી ‘રમકડું’, ‘ચાંદની’, ‘કુમાર’ આદિ સામયિકોમાં કૃતિઓ છપાઈ.
  • ૧૯૬૦-૬૩; ૧૯૬૭-૧૯૮૧- એમ.એસ. યુનિ.; વડોદરામાં ચિત્રકળાના પ્રોફેસર
  • ૧૯૮૭,૨૦૦૩ – શિકાગોની કળા સંસ્થામાં વિઝિટિંગ કલાકાર
  • ૧૯૬૦ – મુંબાઈમાં પહેલું અંગત ચિત્ર પ્રદર્શન
  • ઉમ્બરટાઈડ, ઈટલીની સિવિતેલા રેનેરી સેન્ટર, પેન્સિલ્વાનિયા યુનિ. અને મોન્ટેલ્વો યુનિ. કેલિફોર્નિયામાં વિઝિટિંગ આર્ટિસ્ટ
  • મોડર્ન આર્ટ નેશનલ ગેલરી, દિલ્હી; વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ, લન્ડન અને પીબડી એસેક્સ મ્યુઝિયમ, સેલમ( યુ.એસ.) માં તેમની કલાકૃતિઓ પ્રદર્શિત છે.
  • અનેક કલા પ્રદર્શનોમાં તેમની કૃતિઓ પ્રદર્શિત થઈ છે.
  • અરબ સુફિવાદનો અભ્યાસ અને કળામાં એનો ઉપયોગ
  • ‘મપ્પા મુન્ડી’ – નકશા દોરવાની મધ્યકાલીન યુરોપિયન પદ્ધતિનો ઉપયોગ કલાની નવી ક્ષિતિજો આકારવા માટે કરવાની આધુનિક રીતોમાં મહત્વનું પ્રદાન. (અહીં એનો ખ્યાલ મેળવો.)
  • ચિત્રકળા ઉપરાંત લેખક અને કવિ પણ છે.
  • વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તેમના ચિત્રોને સ્થાન મળ્યું છે.
  • ક્ષિતિજ, વિશ્વમાનવ, સાયુજ્ય સામયિકોમાં કલા વિભાગોનું સંચાલન

                                                         gmsheikh-2_small.jpg

એક મપ્પા મુન્ડી શૈલીનું ચિત્ર

તેમનાં થોડાંક ચિત્રો

 

Behind\Beyond the Frames ( PART 1 )

Part- 2  ;  Part – 3 ;  Part – 4 ;  Part – 5

મુખ્ય રચનાઓ

લાક્ષણિકતા

  • કાવ્યગ્રંથમાં પોતાની ચિત્રકલાનું સુભગ સંયોજન

સન્માન

  • ૧૯૬૨– લલિત કલા અકાદમી, નવી દિલ્હી
  • ૧૯૮૩– પદ્મશ્રી એવોર્ડ
  • ૨૦૦૨– કાલીદાસ સન્માન, મધ્ય પ્રદેશ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2
  • ડો. કનક રાવળ
  • વિકિપિડિયા
%d bloggers like this: