ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: અન્ય ભાષા લેખક

શેખાદમ આબુવાલા, Shaikh Adam Abuwala


“આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે,
નસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો.” 
  –  તેમના પોતાના અવાજમાં સાંભળો

“માનવીને આ જગત, આદમથી શેખાદમ સુધી
એ જ દોરંગી લડત, આદમથી શેખાદમ સુધી.”   – #  સાંભળો અને માણો

“દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.”

“હે, વ્યથા! કુમળાં કંઈ કાળજાને કોરતી કાળી કથા. ”  –  #   સાંભળો અને માણો

” ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.”

“ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.” – ખુરશી-કાવ્યો

#  રચનાઓ   :    –   1  –    :   –  2  –

એક સરસ પરિચય

#  એક અંગત પરિચય   –  ૧  –  ;

________________________________________________________________

નામ

 • આબુવાલા શેખઆદમ મુલ્લાં શુજાઉદ્દીન

ઉપનામ

 • આદમ

કુટુમ્બ

 • માતા – મોતીબાઈ; પિતામુલ્લાં શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ

જન્મ

 • 15,ઓક્ટોબર – 1929; અમદાવાદ

અવસાન

 • 20,મે – 1985; અમદાવાદ

અભ્યાસ

 • બી.એ. (ગુજરાતી) – ગુજ. યુનિ., અમદાવાદ
 • એમ.એ. ( અંગ્રેજી અને ઉર્દૂ સાથે)

વ્યવસાય

 • ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કારકીર્દીની શરૂઆત
 • 1956-1974 – ‘વોઈસ ઓફ જર્મની’- બર્લીનમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી/ ઉર્દૂ સર્વિસનું સંચાલન
 • 1974 પછી – અમદાવાદમાં પત્રકાર

sa

જીવનઝાંખી

 • માત્ર 16 જ વર્ષની ઉમ્મરે ‘સંસ્કૃતિ’ જેવા ઉચ્ચ કક્ષાના સામાયિકમાં તેમનું સોનેટ અને ત્રણ ગઝલો પ્રગટ થયાં હતાં.
 • એમ.એ. માં ઉમાશંકર જોશીના શિષ્ય
 • સામ્યવાદી યુવક મહોત્સવમાં મોસ્કોની મુલાકાત બાદ પોલેન્ડ અને જર્મનીમાં સ્થળાંતર
 • ‘ચાંદની’ તેમનો પ્રથમ પ્રયોગલક્ષી કાવ્યસંગ્રહ( પૃથ્વી જેવા લગભગ અગેય અને બીજા સંસ્કૃત છંદોમાં પણ ગઝલો લખેલી છે.)
 • અખબારોમાં કટારો – સારા જહાં હમારા, માનવી ને આ  જગત, આદમની આવડત, જમાલપુરથી જર્મની
 • મિત્રો – ગણ્યા ગણાય નહીં એટલા – ગોલીબાર ખાનદાનની ત્રણ પેઢી દાદા.બાપ,પૌત્રથી માંડી બધાજકવિઓ,લેખકો, સાહિર.લુધ્યાનવી,નીરજ,મોહંમદ રફી,વિનોદ ભટ્ટ,નીરુભાઈ દેસાઈ,જયંત પરમાર,ઉમાશંકર જોષી,મરીઝ,શૂન્ય પાલનપુરી,સૈફપાલનપુરી,શેખચલ્લી,હબીબ,બેકાર,બદરી કાચવલ,અમીરી,ઘાયલ,માજી વડા પ્રધાન વી.પી.સીંઘ,માજી મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી વિ.
 • આંતરડાની બીમારીથી અવસાન

રચનાઓ – 33 પુસ્તકો

 • કાવ્ય – ચાંદની,અજંપો, હવાની હવેલી, સોનેરી લટ, ખુરશી, તાજમહાલ
 • નવલકથા– તમન્નાના તમાશા, તું એક ગુલાબી સપનું છે, આયનામાં કોણ છે?. નીંદર સાચી, સપનાં જૂઠાં, રેશમી ઉજાગરા, ફૂલ બનીને આવજો,  સમગ્ર ગઝલ – દીવાને આઝમ
 • અનુવાદ– શ્રેષ્ઠ જર્મન વાતો
 • આત્મકથા. સ્વાનુભવો – હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં
 • ડાયરી – હમ ભી ક્યા યાદ કરેંગે
 • મુલાકાતો – તસ્વીર દિખાતા હૂં
 • ઉર્દૂ ગઝલો – घिरते बादल- खूलते बादल , अपने ईक ख्वाबको दफनाके आया हूं

લાક્ષણિકતાઓ

 • તેમની રચનાઓમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે.
 • રાજકીય/ સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં ‘ ખુરશી કાવ્યો’ નોંધનીય છે.
 • નવલકથાઓમાં માનવતાવાદી અભિગમ છે.

સાભાર

 • ગુજરાતી સાહિત્યકોશ ખંડ -2
 • શ્રી. મહમ્મદઅલી ભેડુ – ‘ વફા’

યશવન્ત ત્રિવેદી, Yashwant Trivedi


પ્રેરક અવતરણ

“જેમ ડુંગળીનાં ફોતરાં ઉતારતાં ઉતારતાં કેવળ છોંતરાં જ રહે ને કાંઈ સાર નીકળે નહીં; તે જ પ્રમાણે વિચાર કરતાં ‘હું’ જેવી કોઈ ચીજ મળશે નહીં. બાકી જે રહે તે જ આત્મ – ચૈતન્ય.”
– રામકૃષ્ણ પરમહંસ

“તલવારના ઘા પર ઘા કર્યે જાઓ દોસ્તો!
હું ટટ્ટાર ઊભો છું, પાણીના સ્તંભની જેમ.”

” મને થયેલ અન્યાય માટે
આખું બ્રહ્માંડ સાંભળે એટલી મોટી મેં ચીસ પાડી હોત.
પણ તો મારી કવિતા નષ્ટ થઈ જાત.”

“ ફુલોની પાંડુલિપિ સવારની સાડી પર ભરતકામ કરી રહી છે.
વરસાદથી ભીંજાયેલી પાંખો પસવારીને
પંખીઓ નિતાંતને કોઈ શુભ સંદેશ આપી રહ્યાં છે.”
– એક ગદ્ય કાવ્ય

“ દુનિયાનો કોઈપણ મુકદ્દમો ચાલે છે ત્યારે બહારના અને અંદરના યશવંત વચ્ચે જ ચાલે છે.”
– પ્રો. અમૃત ઉપાધ્યાય

# એક રચના

____________________________________________________________

Read more of this post

આબિદ સુરતી, Abid Surati


aabid_surti_1.jpg

 •  ચિત્રકાર, કાર્ટૂનિસ્ટ અને હવે પાણી બચાવનાર યોદ્ધો
 • ઘેર ઘેર જઈ ગળતા નળ રિપેર કરી આપનાર પ્લમ્બર !
 • કદાચ…
  એમનાં કાર્ટૂનો કરતાં વધારે ‘કામ’ નો નિસ્વાર્થ યજ્ઞ

 

 

————————————

dabbuji_aabid_1.jpg

પ્રેરક અવતરણ
‘जान कर चलो, मान कर नहीं ।’

ભારતીય ભાષાઓમાં કોમીક સાહિત્યના પ્રથમ કલાકાર

# એક ડોક્યુમેન્ટ

વેબ સાઇટ

____________________________________________________

સમ્પર્ક –   60/1, આલ્વેઝ સોસાયટી, હિલ રોડ , વાંદરા ( વેસ્ટ) , મુંબાઈ – 400 050

જન્મ

 • 5- મે, 1935; વાવેરા( રાજુલા)
 • વતન – સૂરત

કુટુમ્બ

 • માતા – સકીના; પિતા – ગુલામહુસેન
 • પત્ની – માસૂમા ( લગ્ન – 1965; મુંબાઈ ) ; પુત્રો –  સાહિલ – મેનેજમેન્ટ ગુરુ ; આલીફ – ટીવી ચેનલમાં વાઈસ પ્રેસીડેન્ટ

અભ્યાસ

 • ડીપ્લોમા આર્ટ્સ

વ્યવસાય

 • ફ્રીલાન્સર

dabbuji_aabid.jpg – ડબ્બુજી અને આબિદ

તેમના વિશે વિશેષ

 • ચાર -પાંચ વર્શની ઉમ્મરે તાપીના પુરમાં ડૂબતા બચેલા.
 • યુવાવસ્થામાં કુટુમ્બના દબાણના કારણે પ્રથમ પ્રેમમાં નીષ્ફળતા. હતાશામાંથી તેમની કૃતિ ‘તુટેલા ફરિશ્તા’ લખાઈ.
 • મૂળ વ્યવસાય – ચિત્રકામ
 • શરદબાબુની રચનાઓનો ઘણો પ્રભાવ
 • પ્રથમ મૌલિક પ્રકાશિત નવલિકા – ‘ભૂલ’ મુંબાઈ સમાચારમાં
 • ત્રણ ભાષા ઉપરાંત ઉર્દૂ પણ જાણે છે.
 • આરંભમાં ‘નવનીત’ અને ‘ રુચિ’ માં કૃતિ પ્રસિદ્ધ થઈ હતી.
 • ‘ડાયરો’  વાર્ષિકનું સંપાદન
 • ફિલ્મ તથા ટી.વી. સ્ક્રીપ્ટ રાઈટર
 • આકાશવાણી અને ટી.વી. પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
 • ઘણી ગુજરાતી વાર્તાઓનો હિન્દીમાં અનુવાદ કર્યો છે.
 • હિન્દી સાપ્તાહિક ‘ ધર્મયુગ’ માં ‘ઢબ્બુજી’  નામથી ત્રીસ વરસ કાર્ટૂન છપાયાં.
 • વોટર, ઓઇલ, એક્રીલીક કલર માં ચિત્રો
 • ‘પ્રમોદ પટી’ નામના ડીરેક્ટરે તેમના જીવન ઉપરથી એક ડોક્યુમે ન્ટરી બનાવી છે.
 • ‘Devil’s Bible’ ના આધાર પર લખાયેલ ‘કાળી કિતાબ’ ના સાત ભાષાઓમાં અનુવાદ થયા છે. કન્નડમાં તો તેને વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીકે ઈનામ મળ્યું હતું.
 • વિપશ્યનાના સાધક છે.

શોખ

 • ચિત્રકામ, તરવાનો, નાટકોમાં અભીનય

રચનાઓ –  80 પુસ્તકો ( મોટા ભાગના હિન્દીમાં )

 • નવલકથા – તુટેલા ફરિશ્તા, કાળી કિતાબ, કેનાલ, ડાઘ
 • વાર્તા
 • નાટક
 • બાળ સાહિત્ય – રંગત *
 • હિન્દી – गुजरातीकी पुरस्कृत कहानियां, सौ सालकी गुजराती कहानियां, તીસરી આંખ + , (કુલ પચીસ જેટલાં પુસ્તકો)

સન્માન

 • ગુજરાત સરકારનો પુરસ્કાર *
 • કેન્દ્ર સરકારનો પુરસ્કાર +

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા; રન્નાદે પ્રકાશન

મુકુન્દરાય પારાશર્ય, Mukundray Parasharya


mukundrai_parashya.jpg

“હરિ! તમે સ્વીકારો તો કરું ભવ ભવ ચાકરી.”

_______________________________________________________________   Read more of this post

કેશુભાઈ દેસાઈ, Keshubhai Desai


keshubhai-desai.jpgkeshubhai-desai1.jpg

વ્યવસાયે તબીબ એવા શબ્દબ્રહ્મના ઓલિયા ઉપાસક ! સાબરકાંઠાની બહુમુખી પ્રતિભા!
પ્રેરક અવતરણ –
न हि कल्याणकृत्  कश्चित्  दुर्गतिम् तात गच्छति ।
( કલ્યાણને માટે કરેલું કોઇ કામ દુર્ગતિને પામતું નથી. )

” અમે નથી અળવીતરા, તોયે લોક કહે તે માનો.
આજ અમારી હોય ભલે ના, કાલ અમારી જાણો.”

” રાજકારણ એવું વળગણ છે કે, મને ‘પાયમાલ’ કરી મૂક્યો છે, છતાં હું તેનાથી દૂર રહી શક્યો નથી ! ”
( આમ જાહેરમાં પ્રામાણિકતાથી કહેનાર કેટલા હશે?)

” राष्ट्र नकशोंमें ढल सकता है, मानवता नहीं । ”

# તેમની એક વાર્તા (અંગ્રેજી અનુવાદ)

_____________________________________________________________

સંપર્ક      1) ધરતીનાં છોરુ પ્રતિષ્ઠાન, તલોદ, જીલ્લો સાબરકાંઠા  
               2)  ‘શાંતાયનમ્’ 5, જનતા સોસા. પ્રાંતિજ, 383 205 ( જિ. સાબરકાંઠા)

જન્મ

 • 3 મે, 1949; ખેરાળુ, જિ. મહેસાણા

કુટુંબ

 • માતા – સૂરજબા (હુજીમા) , પિતા – નાથુભાઈ
 • પત્ની – શાન્તા( લગ્ન – 1970)

અભ્યાસ

 • એમ. બી. બી. એસ. – મહારાજા સયાજીરાવ યુનિ. (વડોદરા)
 • રાષ્ટ્રભાષા રત્ન (વર્ધા)

વ્યવસાય

 • તલોદની સાર્વજનિક હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર 
 • પછી સ્વતંત્ર તબીબી પ્રેક્ટિસ શરૂ કરી.

                                   keshubhai-desai.jpg

જીવનઝરમર

 • પ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ ચાંદની માસિકમાં ટૂંકી વાર્તા ‘જટાળો ભૂત’
 • ત્રણ ભાષાઓ ઉપરાંત સંસ્કૃત પણ જાણે છે.
 • દૈનિક જનસત્તામાં કટાર લખવી શરૂ કરી. કાવ્યો લખ્યાં. 1981માં બે નવલકથાઓ પ્રકાશિત થઈ.
 • ચિત્રકળામાં ભારે રસ, સ્પર્ધાઓમાં પુરસ્કારો મેળવ્યા
 • 1962 -13 વર્ષની ઉમ્મરે વોર્સો – પોલે ન્ડમાં બાળચિત્ર સ્પર્ધામાં ઇનામ મેળવ્યું હતું.
 • નવલિકાઓ, કાવ્યો વગેરેની રેડિયો પર રજૂઆત
 • તબીબી વ્યવસાય, રાજકીય પ્રવૃત્તિઓ અને લેખન વચ્ચે સંતુલન જાળવી જીવન જીવતા ડોક્ટર લેખક
 • લગ્નસંસ્થાના વિરોધી !
 • સામાજિક રૂઢિઓ, બાધા, પૂજા, ગુરુપ્રથા વિ. માં અવિશ્વાસ – માનવ ધર્મના હિમાયતી

શોખ

 • ચિત્રકળા 

રચનાઓ       – કુલ 16 પુસ્તકો

 • નવલકથા – વનવનનાં પારેવાં, જોબનવન, , સૂરજ બુઝાવ્યાનું પાપ, મજબૂરી, હોળાષ્ટક, મેડમ, ઉધઈ, લેડીઝ હોસ્ટેલ, કામાંધ કેસરી (કુલ – 11 )
 • વાર્તા – પ્રાતઃરુદન
 • હિન્દી -ઉધઈનું જાતે કરેલું હિંદી રુપાંતર ‘દીમક’ ભારતીય જ્ઞાનપીઠ દ્વારા પ્રકાશિત
 • લેખ – એક ઘર જોયાનું યાદ
 • રેખાચિત્રો –  પાંખ વિનાનાં પંખેરુ

સન્માન

 • દૈનિક, સામયિકો, વાર્તાસ્પર્ધાઓમાં ઈનામો

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

પવનકુમાર જૈન, Pavankumar Jain


પ્રેરક વાક્ય
‘If you can think of it, you can do it.’
– Land ( Inventor of Polaroid camera)

“—–
માંદલા અવાજે ‘હોલ’માં વાંચવું
આજે જ કરી જુઓ
અસર ઘણી અણધારી થશે. “
 

“વાહ-વાહ ના ધ્વનિથી વાયરે ચઢેલ ‘પવન’ – રાધેશ્યામ શર્મા

રચના

_________________________________________________________________________

સમ્પર્ક – ગોવિંદ નિવાસ, સરોજેની રોડ, વિલે પાર્લે( પશ્ચિમ) , મુંબાઇ- 400 056

ઉપનામ

 • નસીરા અન્સારી, રોશન અલી, સ્ટીફન ડિડેલસ

જન્મ

 • 24, જાન્યુઆરી- 1947, મુંબાઇ
 • મૂળ વતન – પ્રતાપગઢ – રાજસ્થાન

કુટુમ્બ

 • માતા –  અનિલા; પિતા – વીરેન્દ્રકુમાર( હિન્દી સામાયિક ‘ભારતી’ના સંપાદક )
 • ભાઇ – જૈનેન્દ્ર (ટી.વી. સીરીયલ)

અભ્યાસ

 • બી.એ. ( અંગ્રેજી)
 • 1974 – અમદાવાદની એન.આઇ.ડી.માં ગ્રાફિક ડીઝાઇનનો ડિપ્લોમા

વ્યવસાય

 • સ્વતંત્ર પ્રવૃત્તિ

જીવનઝરમર

 • ત્રણ ભાષા ઉપરાંત મરાઠી અને સંસ્કૃત પણ જાણે છે.
 • પ્રથમ કૃતિ – હિન્દીમાં કાવ્ય – ખંડિત ફૂલ
 • પ્રથમ ગુજરાતી કૃતિ લાભશંકર ઠાકર સંપાદિત ‘કૃતિ’ માસિકમાં પ્રકાશિત થયેલી
 • કવિતા, વાર્તાઓ, માહિતીપ્રદ લોકભોગ્ય લેખો, લોકકથા અને પરીકથાઓનો અનુવાદ
 • ‘ઇપાણનું યૌવન’ અને ‘વરુ અને શ્રી પાપી’ બહુ વખણાયેલી વર્તાઓ
 • આકાશવાણી પર વાર્તાઓ વાંચી છે.
 • એક વખત ટી.વી. પર પણ ઝળક્યા છે.
 • અંગ્રેજી અનિયતકાલિક ‘ટોર્નેડો’ નું થોડોક વખત સંપાદન
 • ગાળ બોલવામાં અદ્ ભુત આનંદ સમાયેલો છે – તેમ માનનાર વ્યક્તિ !
 • ઇશ્વર, ગુરુ, પૂજા કે વિધિમાં વિશ્વાસ નથી
 • મનહર મોદીના ચાહક

શોખ

 • ચિત્રકામ, માટીકામ, ગ્રાફિક ડીઝાઇન

રચનાઓ

 • અનુવાદ – પ્રશિષ્ટ જર્મન સાહિત્ય, દેશ પરદેશની લોકકથાઓ

સન્માન

 • ‘ડાયરો’ અને ‘નવનીત’નાં પારિતોષિકો – વાર્તાઓ માટે

સાભાર

 • ‘સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા – રન્નાદે પ્રકાશન

પ્રીતિ સેનગુપ્તા, Preeti Sengupta


preeti-sengupta_1.jpg

કોલમ્બસની પાંચસોમી નવવિશ્વ શોધની વર્ષગાંઠ ઊજવવા માટે,
પતિ – પિતા કે કોઈ પુરુષના સંગાથ વગર જ ઉત્તર ધ્રુવ પર
પ્રથમ પગ પ્રસ્થાપિત કરનાર સર્વપ્રથમ ભારતીય સન્નારી

પ્રેરક અવતરણ : મનમાં નિર્ભયતા ને મૂકિત હોય તે જરૂરી છે.

” એક મુસાફરના માર્ગમાં પથ પહોંચાડે છે કેટકેટલે સ્થળે. નદીઓ અને દરિયાઓ પસાર થતાં રહે છે. નકશાના પાના પરના દેશ દેશાવરના ઓળખાતા જાય છે. સરહદો વળોટાતી જાય છે. કિનારા સઘળે આવકારતા જાય છે. પછી પર્વતો રોકતા નથી, જંગલો ડરાવતાં નથી. સુંદર સ્થાનો દ્રષ્ટિમાં પરોવાયાં કરે છે, અને સ્મૃતિપટ પર શાશ્વત ચિહ્નો મૂકતાં રહે છે.”

પોતાની નિજી ઓળખ એ આ રીતે આપે છે :

 • મૂળ ભારતીય, થડ ગુજરાતી, શાખા બંગાળી, પાંદડાં અમેરિકન.
 • ફૂલ ખીલે તે સમય અને સ્થળ પ્રમાણે રંગરંગના
 • વતન અમદાવાદ, વસવાટ ન્યૂયોર્ક અને વ્યવહાર સારી દુનિયા સાથે.
 • આચાર પોર્વાત્ય, વિચાર આધુનિક અને વર્તમાન વટેમાર્ગુ જેવું.
 • કર્મે લેખક, ધર્મે મુસાફર

એક કવિતા 

# નોર્વેનો પ્રવાસ

# તેમના વિશે એક લેખ

_____________________________________________________________

સંપર્ક       ચુનીલાલ ચિનાઈ રોડ,  ગુલબાઇનો ટેકરો, અમદવાદ-૩૮૦ ૦૦૬

જન્મ

 • 17 – મે, 1944, અમદાવાદ

કુટુમ્બ

 • મૂળ નામ – પ્રીતિ શાહ 
 • પતિ– ચંદન સેનગુપ્તા( ન્યુયોર્કમાં લગ્ન)

અભ્યાસ

 • સ્નાતક થયા પછી થોડોક સમય અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીનું અધ્યાપન  
 • અંગ્રેજીમાં એમ.એ. – અમદાવાદ તેમજ ન્યુયોર્કમાંથી

વ્યવસાય

 • લેખન, ભ્રમણ, વાંચન, ચિત્ર, છબીકળા.

જીવનઝરમર

 • સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ – સ્કૂલના સમયમાં પ્રવાસલેખો પ્રગટ થતા.
 •  અમદાવાદના ટાઉનહોલમાં જ્યૂથિકા રોય સાથે કાર્યક્રમ દરમ્યાન વાર્તા-આલાપ
 • સોનામહોર શા ખનકતા સૂરની સ્વામીની “મ્હોર્-દિ” કનિકા બેનર્જી સાથે પ્રીતિએ સમુહગાન કર્યુ છે.
 • અમદાવાદમાં રવીન્દ્ર સંગીત અને બંગાળી શીખ્યાં છે.
 • હાલ ન્યુયોર્કમાં રહે છે.
 • ચીર પ્રવાસી – પતિના ખર્ચે ! –  104 દેશોના પ્રવાસ કર્યા છે.
 • ગુરુ , કર્મકાંડ માં શ્રધ્ધા નથી.
 • પૂર્વા, દિક્ દિગંત, સૂરજસંગે દક્ષિણ પંથે વગેરે પુસ્તકોથી કીર્તિ મળી 
 • યાદગાર અકસ્માત –  ૧૯૮૯માં એન્ટાર્કટિક સમુદ્રના પાણીમાં વહાણ તુટ્યું, ને ડૂબવા માંડ્યુ.દક્ષિણ ધ્રુવ પ્રવાસમાં જહાજ તૂટી પડતા ટ્રાન્સપ્રેરન્સિઝ, સામાન સમત તણાઈ ગયો, માત્ર પ્રાણ બચ્યો તો પ્રીતિની પ્રવાસપોથી યાદથી અકબંધ રહી શકી.
 • ઝાંબિયાના સુવર્ણસદેશ એકાંતની થયેલુ તીવ્ર અનુભૂતિ પછી ટપકાવવા માટે પેન ઉપાડવાનું મન જ ન થાય એ પેલા નિર્ભેળ આંતરિક યાત્રિકના હૈયાની સાક્ષી પૂરે છે,
 • આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.

શોખ

 • ચિત્ર, સંગીત, બાટીક કામ, ફોટોગ્રાફી, નાટક કરવાનો  

રચના     –  સોળ પુસ્તકો

 • કવિતા – ઓ જુલિયેટ, ખંડિત આકાશ, જૂઇનું ઝુમખું
 • નિબંધ – કિનારે કિનારે, ઉત્તરોત્તર, મન તો ચંપાનું ફૂલ, ધવલ આલોક ધવલ અંધાર
 • પ્રવાસ – ઘરથી દૂરના ઘર, સૂરજ સંગે દક્ષિણ પંથે, દેશ વિદેશ, પૂર્વા, દિગદિગન્ત 
 • અંગ્રેજી – ત્રણ

સન્માન

 • ૧૯૯૩ –  “વિશ્વગુર્જરી” એવોર્ડ
 • ગુજરાત સાહિત્ય પરિષદનો પુરસ્કાર
 • ગુજરાત સાહિત્ય અકાદમીના ચાર પુરસ્કાર

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)

મધુ કોઠારી, Madhu Kothari


madhu-kothari.jpgદમયંતીએ કહ્યું :
‘ઓઢવા માટે વસ્ત્ર
નથી.’
નળે તરત જવાબ વાળ્યો :
‘ આ ચાંદની ઓઢી લે.’ 
–  એક મોનો ઇમેજ  

ર્પ્રેરક અવતરણ
“ You have to know the ropes to pull the strings.” – Shelby Friedman

_______________________________________________________ 

સમ્પર્ક         ફીલિંગ, સુભાષનગર, રૈયા રોડ, રાજકોટ – 360 001

નામ

 •  મધુસૂદન રામચન્દ્ર કોઠારી

જન્મ

 • 16, સપ્ટેમ્બર – 1939; કેરવાડા; જિ. ભરૂચ  ( બીજા એક સંદર્ભ પ્રમાણે 16, એપ્રિલ- 1939 )

કુટુમ્બ

 • પિતા – રામચંદ્ર
 • પત્ની – હંસા ( લગ્ન – 1959) ; સંતાન – ત્રણ

અભ્યાસ

 • 1963 – એમ.એ.
 • 1977 – પી.એચ.ડી.

વ્યવસાય

 • રાજકોટની કોલેજમાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક

જીવનઝરમર

 • ત્રણ ભાષા ઉપરાંત બંગાળી પણ જાણે છે.
 • વડોદરામાં સુરેશ જોશીના વિદ્યાર્થી પહેલી કૃતિ ચુનીલાલ મડીયાના ‘રુચિ’ સામયિકમાં પ્રગટ થઇ.
 • આકાશવાણી પર કાર્યક્રમો આપેલા છે.
 • ડ્રાંઉ ડ્રાંઉ, ટેન્ટ્રમ , યમક, પૃષ્ઠ –  સાહિત્યિક લઘુ સામાયિકોનું સંપાદન
 • ઓ.પી. નય્યર પ્રિય સંગીતકાર
 • રાજકોટમાં પ્રયોગાત્મક કવિતાનું ‘ એક્સપેરીમેન્ટલ ગ્રુપ’ શરુ કર્યું
 • ‘એઝરા પાઉન્ડ’ની રચનાઓની અસર નીચે ‘ મોનો ઇમેજ’ નો પ્રયોગ ( ‘ટાઇપ રાઇટર’ માં )

શોખ

 • ચિત્રકળા, ગિટાર વાદન

રચનાઓ

 • કવિતા – મેટાબોલિઝમ, ટાઇપરાઇટર ( અછાંદસ), ચાવીને થૂંકી દઉં છું, ઓરબીટ, અચોક્કસ
 • નાટક – ફલાણાનું ફ્લાવરવાઝ ( પદ્યરૂપક )
 • વિવેચન – સાહિત્ય વિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ, શોરગુલ
 • સંપાદન – ગઝલનું નવું ગગન, ગઝલની આસપાસ, વોઇસીસ
 • અંગ્રેજી – મોનો ઇમેજ ( ગુજરાતી ગઝલોનો અંગ્રેજીમાં અનુવાદ )

લાક્ષણિકતાઓ

 • પદ્યનો નાટ્યમાં સફળતાપૂર્વક ઉપયોગ
 • કલ્પનો અને પ્રતીકોનો સભાનતાપૂર્વક પ્રયોગ અને વિનિયોગ

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

નસીર ઇસ્માઇલી, Naseer IsmailiNaseer_Ismaili‘સંવેદનાના સૂર’ ની પાછળનો ટહૂકો.

“મારા જેવા નવોદિતોને ધુરંધર સર્જકો સહિત્યકાર ગણવા તૈયાર નથી.. એટલે નવોદિતોની નિરાશાઓથી સુપેરે પરિચિત છું.”

પ્રેરક અવતરણ
“ નિશાન ચૂક માફ, ન કદી નીચું નિશાન” – બ.ક.ઠા.

_________________________________________________________________
 

સમ્પર્ક –  એ-5, કિન્નરી એપાર્ટ્મેન્ટ , શાહ આલમ, દાણીલીમડા, અમદાવાદ- 380 028

ઉપનામ

 • ઝુબિન

જન્મ

 • 12- ઓગસ્ટ, 1946; હિમ્મતનગર – જિ. સાબરકાંઠા
 • મૂળ વતન – ધોળકા

અવસાન

 • ૨૮. એપ્રિલ – ૨૦૨૧, અમદાવાદ

કુટુમ્બ

 • માતા– ફાતમા; પિતા– પીરમહંમદ
 • પત્ની – ફરીદા ( લગ્ન – 1966, અમદાવાદ) ; સંતાનો – ત્રણ પુત્રો

અભ્યાસ

 • એમ.કોમ. ;  એલ.એલ.બી.
 • સી.એ.આઇ.આઇ.બી.

વ્યવસાય

 • સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયામાં ઓફીસર

યુવાન વયે

જીવનઝરમર

 • પ્રથમ પ્રિયતમા ‘ઝુબિન’ ના અવસાન બાદ વ્યથિત જણ (સંવેદનાના સૂર નું મૂળ )
 • ત્રણ ભાષા ઉપરાંત ઉર્દૂમાં પ્રવીણ
 • ‘નૂતન ગુજરાત’માં તેમની કટાર ‘ વાત તમારી’ શરુ થવાની હતી ત્યાં તે બંધ પડ્યું, પછી ‘જનસત્તા’ આ કટાર શરુ થઇ, તે બંધ પડતાં ગુજરાત સમાચાર’માં બહુ જ પ્રચલિત કટાર ‘સંવેદનાના સૂર’ શરુ કરી
 • સર્વપ્રથમ મૌલિક કૃતિ – વાર્તા’ સ્વપ્નનું મૃત્યુ’ –  ચાંદનીમાં
 • પ્રતિષ્ઠિત હિન્દી સામાયિક ‘કહાનીકાર’ માં પણ તેમની વાર્તાઓ છપાઇ છે
 • લેખન દરમિયાન પ્રસૂતા જેવી અવસ્થા
 • 1990 – તેમની વાર્તાઓ પરથી ‘ જિંદગી એક સફર’ ટી,વી, સીરીયલ બનેલી છે
 • તેમની વાર્તાઓથી આકર્ષાયેલી એક કવયિત્રીએ મળવાની ઇચ્છા રાખી હતી, પણ નસીબ સંજોગે તે ન બનતાં તે યુવતીએ આત્મહત્યા કરી લીધી, આ ઘટનાએ તેમને બહુ મોટો જખમ આપ્યો અને તેમાંથી ટીવીની બહુ જ વખણાયેલી પ્રસંગકથા ‘સંગતિ’ નિર્માઇ.
 • સત્યકથાઓમાં પાત્રની પરવાનગીથી સાચા નામો પણ આપે છે, આ ઉપરથી તેમને એક ફોન મળ્યો કે “ નામ સાથે એક ઉપજાવેલી કથા છાપવાનો કેટલો ચાર્જ?!!” – આવું પણ બને છે.
 • ખાસ મિત્ર –  દિલીપ રાણપુરા
 • નામદાર આગાખાન તેમજ અક્રમ વિજ્ઞાની ‘દાદા ભગવાન’ બન્ને તેમના માટે પૂજ્ય

શોખ

તમાકુવાળું પાન

રચના – છ પુસ્તકો

 • નવલકથા – તૂટેલો એક દિવસ’
 • વાર્તા– આમાં ક્યાંક તમે છો, સંવેદનાના સૂર *
 • હિન્દી વાર્તાસંગ્રહ – ઉલઝન %

લક્ષણિકતા

 •  જીવનમાંથી પ્રગટતી વાસ્તવિકતાઓને વાચા આપતી રચનાઓ

સન્માન

 • ગુજરાત સરકારનું પારિતોષિક *
 • ‘સારિકા’ માસિકનું પારિતોષિક %

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2

હસુ યાજ્ઞિક, Hasu Yagnik


hasu_yagnik.jpg“ Music creates order out of chaos.” –  તેમનો જીવન મંત્ર
( વાયોલિનથી વાંગ્મય માં પ્રેરણા પામતા સાહિત્યકાર )

પ્રેરક અવતરણ
“ દરેક જીવ તારું પોતાનું અંગ છે એ વાત ક્યારેય ભૂલીશ નહીં.” – રામકૃષ્ણ પરમહંસ

_______________________________________________________________ Read more of this post

%d bloggers like this: