
“આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે,
નસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો.” – તેમના પોતાના અવાજમાં સાંભળો
“માનવીને આ જગત, આદમથી શેખાદમ સુધી
એ જ દોરંગી લડત, આદમથી શેખાદમ સુધી.” – # સાંભળો અને માણો
“દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.”
“હે, વ્યથા! કુમળાં કંઈ કાળજાને કોરતી કાળી કથા. ” – # સાંભળો અને માણો
” ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.”
“ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.” – ખુરશી-કાવ્યો
# રચનાઓ : – 1 – : – 2 –
# એક સરસ પરિચય
# એક અંગત પરિચય – ૧ – ;
________________________________________________________________
નામ
- આબુવાલા શેખઆદમ મુલ્લાં શુજાઉદ્દીન
ઉપનામ
કુટુમ્બ
- માતા – મોતીબાઈ; પિતા – મુલ્લાં શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ
જન્મ
- 15,ઓક્ટોબર – 1929; અમદાવાદ
અવસાન
અભ્યાસ
- બી.એ. (ગુજરાતી) – ગુજ. યુનિ., અમદાવાદ
- એમ.એ. ( અંગ્રેજી અને ઉર્દૂ સાથે)
વ્યવસાય
- ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કારકીર્દીની શરૂઆત
- 1956-1974 – ‘વોઈસ ઓફ જર્મની’- બર્લીનમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી/ ઉર્દૂ સર્વિસનું સંચાલન
- 1974 પછી – અમદાવાદમાં પત્રકાર

જીવનઝાંખી
- માત્ર 16 જ વર્ષની ઉમ્મરે ‘સંસ્કૃતિ’ જેવા ઉચ્ચ કક્ષાના સામાયિકમાં તેમનું સોનેટ અને ત્રણ ગઝલો પ્રગટ થયાં હતાં.
- એમ.એ. માં ઉમાશંકર જોશીના શિષ્ય
- સામ્યવાદી યુવક મહોત્સવમાં મોસ્કોની મુલાકાત બાદ પોલેન્ડ અને જર્મનીમાં સ્થળાંતર
- ‘ચાંદની’ તેમનો પ્રથમ પ્રયોગલક્ષી કાવ્યસંગ્રહ( પૃથ્વી જેવા લગભગ અગેય અને બીજા સંસ્કૃત છંદોમાં પણ ગઝલો લખેલી છે.)
- અખબારોમાં કટારો – સારા જહાં હમારા, માનવી ને આ જગત, આદમની આવડત, જમાલપુરથી જર્મની
- મિત્રો – ગણ્યા ગણાય નહીં એટલા – ગોલીબાર ખાનદાનની ત્રણ પેઢી દાદા.બાપ,પૌત્રથી માંડી બધાજકવિઓ,લેખકો, સાહિર.લુધ્યાનવી,નીરજ,મોહંમદ રફી,વિનોદ ભટ્ટ,નીરુભાઈ દેસાઈ,જયંત પરમાર,ઉમાશંકર જોષી,મરીઝ,શૂન્ય પાલનપુરી,સૈફપાલનપુરી,શેખચલ્લી,હબીબ,બેકાર,બદરી કાચવલ,અમીરી,ઘાયલ,માજી વડા પ્રધાન વી.પી.સીંઘ,માજી મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી વિ.
- આંતરડાની બીમારીથી અવસાન
રચનાઓ – 33 પુસ્તકો
- કાવ્ય – ચાંદની,અજંપો, હવાની હવેલી, સોનેરી લટ, ખુરશી, તાજમહાલ
- નવલકથા– તમન્નાના તમાશા, તું એક ગુલાબી સપનું છે, આયનામાં કોણ છે?. નીંદર સાચી, સપનાં જૂઠાં, રેશમી ઉજાગરા, ફૂલ બનીને આવજો, સમગ્ર ગઝલ – દીવાને આઝમ
- અનુવાદ– શ્રેષ્ઠ જર્મન વાતો
- આત્મકથા. સ્વાનુભવો – હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં
- ડાયરી – હમ ભી ક્યા યાદ કરેંગે
- મુલાકાતો – તસ્વીર દિખાતા હૂં
- ઉર્દૂ ગઝલો – घिरते बादल- खूलते बादल , अपने ईक ख्वाबको दफनाके आया हूं
લાક્ષણિકતાઓ
- તેમની રચનાઓમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે.
- રાજકીય/ સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં ‘ ખુરશી કાવ્યો’ નોંધનીય છે.
- નવલકથાઓમાં માનવતાવાદી અભિગમ છે.
સાભાર
- ગુજરાતી સાહિત્યકોશ ખંડ -2
- શ્રી. મહમ્મદઅલી ભેડુ – ‘ વફા’
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ