ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: આખ્યાનકાર

પુનિત મહારાજ, Punit Maharaj


પાપ થાય એવું કમાવું નહી
દેવું થાય એવું ખર્ચવું નહી
માંદા પડીએ તેવું ખાવું નહી
લડાઈ થાય તેવું બોલવું નહી….
( દીનેશ ગઢવીના બ્લોગ પરથી)

વીકિપિડિયામાં

દિવ્ય ભાસ્કરમાં

મીનાબેનના બ્લોગ પર

વાંચો –
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી.

સઘળું સંભાળતો હો, મારો રણછોડીયો,

વ્હાલા શ્યામ મુરારી રે! 

સાચું ઔષધ સંસાર, હરીનું નામ છે.

હજારો ગાઉના છેટે, હૃદયના ભાવ દોડે છે,

મારું રણ તમે છોડાવો રે! રણછોડરાયા !

મારા જીવન કેરી નાડ, તારે હાથ સોંપી છે.

સમય મારો સાધજે વ્હાલા

હરિના નામનો હો! એક જ આધાર છે.

——–

એક લેખ – જનકલ્યાણમાંથી

તેમનાં કુળદેવી વાઘેશ્વરીમા – ભાવનગર પાસે વલ્લભીપુર

તેમના જીવન વિશે એક વિસ્તૃત લેખ   – પાન ૧૦ થી ૧૨

તેમના વતન ધંધુકા તાલુકા વિશે

———
એમનાં ભજનો સાંભળો – આલ્બમ  ભક્તિ સાગર, ગાયક – હેમન્ત ચૌહાણ

જનક મહારાજના સંઘમાં ડાકોર પદયાત્રા ….

 ભાગ –   ૧         ;         ભાગ –   ૨

———————————————–

નામ

  • બાલકૃષ્ણ ભટ્ટ

જન્મ

  • ૧૯, મે- ૧૯૦૮, જૂનાગઢ , વતન ધંધુકા

અવસાન

  • ૨૭, જુલાઈ- ૧૯૬૨, વડોદરા

કુટુમ્બ

  • દાદા– નારણદાસ, દાદી – પાર્વતીબા
  • પિતા – ભાઈશંકર, માતા – લલિતાદેવી
  • પત્ની – સરસ્વતી, પુત્ર – પ્રફુલ્લ( નાની ઉમ્મરે અવસાન) , જનક( મહારાજ) , પુત્રીઓ

તેમના ભજનિક પુત્ર – જનક મહારાજ

અભ્યાસ

  • ધંધુકામાં નોન મેટ્રિક , કુટુમ્બની નબળી સ્થિતીના કારણે ચશ્માં ન ખરીદી શકવાના અભ્યાસ છોડવો પડ્યો!
  • જૂનાગઢમાં તાર મોકલવાની તાલીમ – એક વર્ષ

વ્યવસાય

  • નરોડા, અમદાવાદ તારખાતામાં કામથી શરૂઆત,
  • ગણેશ વાસુદેવ માવલંકરના દૈનિક ‘ ગર્જના’માં પટાવાળાથી પત્રકાર
  • પછી સાપ્તાહિક/ માસિકના તંત્રી થી માંડીને પોટલાં ઊંચકનાર મજૂર સુધીની જાતજાતની નોકરીઓ
  • તૈયબ અને કમ્પનીમાં કારકૂનથી શરૂ કરી મેનેજર પદ સુધી નિષ્ઠાપૂર્વક નોકરી
  • બહુ જાણીતા ભજનિક, સંત અને સમાજસેવક

 

તેમના જીવન વિશે

લેખક – નરહરિ ન. દવે; સંપાદક – પુનિતપદરેણુ

તેમના જીવન વિશે લેખ – પાનું-૧ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

તેમના જીવન વિશે લેખ – પાનું-૨ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

તેમના જીવન વિશે લેખ – પાનું-૩ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

રચનાઓ 

સાભાર

  • પ્રભુનો પ્રતિનિધિ ( પુનિત મહારાજ પ્રતિષ્ઠાન)
  • આ પુસ્તક પ્રેમપૂર્વક ભેટ આપનાર ભજનિક મીનાબેન અને પ્રવીણભાઈ ઠક્કર.

એર્વદ રુસ્તમ, Ervad Rustam


“કોઇ બેગાંનાં કૂટંમશે કરતાં કૂલખાંપણ લાગે-લાજ!

જેમ   કબૂતર   બર   કબૂતર   ને   બાઝ બર   બાઝ”

___

“શોલે     શણગારમાંહાં    શોહીએ    જેમ    સીસ   જ     ટીકી!

તે તેખતરવાં આગલ કૂમેદ શોહીએ જેમ નેનમાં કાજલ કીકી”

___

Read more of this post

વિષ્ણુદાસ, Vishnudas


“કોહો મારા તાતજી ભલે આવીયા, અમને મોસાલું શું લાવીઆ,

અમ્યો લાવ્યા છું બાઇ ચંગ ને તાલ, મોસાલું કરશે સ્રી ગોપાલ.”

___

“દીપક તેલ વિના ઝાંખા તેજ, માતા વિના તેમ બાપનાં હેજ,

ધૃત વિના જેમ લુખાં અન્ન, માત વિના તેમ બાપનાં મન.”

___

“પણ્ય રાજધર્મ ને વેદમારગે છે કહ્યું તાંહાં જેહ,

જે મલ્યા મધ્યે ભેદ આણે, છેદ થાએ તેહનો દેહ.”

___

Read more of this post

પ્રેમાનન્દ, Premanand

છોટમ, Chhotam

નાકર, Nakar


“તાત વચને નીશરા તાતે ત્યજીઆ પ્રાણ

આગલ શાં સુખ દેખવા ઊભૂ આ શરીર…”

___

“બહુ આહારી ભીમ મહાભડ; એ કિમ ક્ય્હાં સમાઇ?..

એ ઘડા જેવડૂં માનિક માનિની, કિમ રહિશિ પરહાથિ?.. ”

___

“જે કોય કવિતા કૂડી કવે, તેનું પાપ તેને શિર વસમે’

Read more of this post

રાજે


“ આજની ઘડી રળિયામણી જી રે,

હાંરે મ્હારા વ્હાલાજી આવ્યાની વધામણી જી રે. ”

#    રચના 

________________________________ Read more of this post

ભાલણ


# “ નાવિક વળતો બોલિયો , સાંભળો મારા સ્વામ.
સાથ સહુ કો નાવે બેસો, નહીં બેસાડું રામ,” _______________________ Read more of this post

શામળ ભટ્ટ


shamal_bhatt_1.jpg“જાગે  જે કોઇ ધનનો ધણી,
જાગે જેને ચિંતા ઘણી.
જાગે રાત અંધારી ચોર,
જાગે ઘન વરસતે મોર.”

# રચનાઓ 
________________________________________

જન્મ

આશરે 1694

અવસાન

આશરે 1769

કુટુમ્બ

માતા – આનંદીબાઈ
પિતા
– વીરેશ્વર ત્રિવેદી ( મૂળ અટક )

તેમના વિશે એક સરસ લેખ – ‘ઓપિનિયન’ પર – ‘પહેલો ગુજરાતી વાર્તાકાર’

opinion

આ ચિત્ર પર ક્લિક કરો….

જીવન ઝરમર

  • ચાતુરી, બુધ્ધિ અને વિનોદ પર વધારે ભારવાળી રચનાઓ; સુભાષિતો, સમસ્યાઓ, છપ્પાઓ; ઘણા લોકપ્રિય આખ્યાનકાર
  • માતર તાલુકાના સિંહુંજ ગામનાં જાગીરદાર પટેલ રખીદાસે તેમને જમીન અને રહેવા માટે ઘર આપ્યું.
  • શામળ છપ્પા માં પ્રખ્યાત છે.

મુખ્ય રચનાઓ

આખ્યાનો – પદ્માવતી, ચન્દ્ર ચન્દ્રાવતી, નન્દ બત્રીસી, સિંહાસન બત્રીસી , સૂડા બહોતેરી, બરાસ કસ્તૂરી  કાવ્ય – શિવ પુરાણ , રાવણ મંદોદરી સંવાદ, પતાઇ રાવળનો ગરબો, રણછોદજીના શ્લોકો , છપ્પાઓ

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – પ્રવીણ પુસ્તક ભંડાર

%d bloggers like this: