એક ગુજરાતી દીકરીની વાંચવી જ પડે તેવી વાત….
બરાબર મારી દીકરીની ઉમરની જ આ ગુજરાતી દિકરીની વાત ઓપિનિયન પર વાંચી. અહીં સમાવેશ કરવો જ પડે – તેવી એક ગુજરાતણ – અમેરિકન સ્ત્રીની જીવન દાસ્તાન
સ્ત્રી સન્માન- લડત માટેની વીરાંગના
અમેરિકન મરીન દળમાં માજી અધિકારી
‘SWAN’ ની સ્થાપક
યોગ શિક્ષક
મારી ખૂબ ઈચ્છા છે કે અનુરાધા ભગવતી અને પદ્મા દેસાઈની સ્મૃતિયાત્રાઓની તંદુરસ્ત ચર્ચા દેશ-દુનિયામાં, ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં તો થાય જ. આ બન્ને પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પણ થવો જોઈએ.
— બકુલા ઘાસવાલા
શ્રીમતિ બકુલા ઘાસવાલા દ્વારા ‘ઓપિનિયન’ પર તેનો મનનીય પરિચય આ રહ્યો.
એ પરિચય લેખમાંથી ટચૂકડું ટાંચણ …..
અનુની આત્મકથાની વિશિષ્ટતા એની પારદર્શકતા અને ધારદાર કલમ છે. અનુભવ્યું અને લાગ્યું તે લખ્યું, બોલી તે બોલી, જે ગમ્યું તે કર્યું, ન ગમ્યું તે છોડ્યું અને અંતે હૈયે તો હોઠે અહીં ટેરવે. નારીવાદીઓનો તકિયાકલામ ‘Personal is Political’ અનુની ગળથૂથીના સંસ્કાર છે. તે રીતે ‘મારા તન-મન-ભાવના-ધન પર મારો જ અધિકાર છે અને હું ઈચ્છીશ તે કરીશ’ એવો નિર્ધાર એનું વિશિષ્ટ પાસું છે. જો સ્વતંત્રતાનો અહેસાસ છે તો સમાંતર જવાબદારીની સભાનતા પણ છે. મને આ આત્મકથન ‘આંતર ખોજ’ તરીકે વધારે સ્પર્શ્યું છે. હકીકતે તો ઉંમરના વચલા કે મધ્યાહ્નના પડાવ પર એને ટેરવેથી આત્મકથન શબ્દાંકિત થયું છે. યેલ યુનિવર્સિટીમાં સ્નાતક તરીકેના અભ્યાસના અનુભવોથી લઈ મિલિટરીની મરીન શાખામાં લેફ્ટનન્ટ અને કેપ્ટન તરીકેની કારકિર્દી બનાવી ત્યાર પછી SWAN નામની સંસ્થાની સ્થાપના દ્વારા મિલિટરીમાં સ્ત્રી-સૈનિકો સાથે થતાં જાતીય દુર્વ્યવહારના ખુદના અને અન્યના અનુભવોને વાચા આપી મિલિટરીમાં સ્ત્રી કેન્દ્રિત વલણ-અભિગમ બદલવા અને કાયદા / ધારાધોરણ સુધારવા માટે હિમાયતી તરીકેની સક્રિય ભૂમિકા ભજવનાર અનુરાધાની આકંઠ નિસબત, પ્રતિબદ્ધતા અને અંત સુધી ધ્યેયને સમર્પિત રહેવાની અડગ નિષ્ઠાનો આલેખ એટલે એનું આત્મકથનાત્મક આલેખન
અનુરાધાનું એ મનનીય પુસ્તક …..
ગાંધીજી સવિનય કાનૂન ભંગની વાતોનાં તો થોથે થોથાં ભરાયાં છે. પણ અનુરાધાના આવા જ જંગની વાતનો પ્રસાર આપણે કરીશું?
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ