ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: ઇતિહાસકાર

રતિલાલ ‘અનિલ’, Ratilal ‘Anil’


ratilal_anil_1.JPG“નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !”

“અસ્તિત્વના પરાક્રમે આ શું કર્યું ‘અનિલ’
દર્પણ બનાવવા જતાં ચહેરો ફૂટી ગયો. “

“સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
નથી હું મર્યો કે નથી અવતર્યો !”

” દિવાસળી એક જ વાર બોલે છે. ” – એક ચાંદરણું

# કાવ્યો    –  1  –     :   –   2   –    :        –  3   –       

#   ‘ચાંદરણા’

# એક લેખ        :      વેબ સાઇટ   +     +   ખાસ ફોન્ટ  ઇન્સ્ટોલ કર્યા બાદ

# તેમના અવસાન દિને સરસ અંજલિ – ‘પેલેટ’ પર

#  ‘ચિત્રલેખા’માં ઈન્ટરવ્યુ

__________________________________________ Read more of this post

રજનીકુમાર પંડ્યા, Rajnikumar Pandya


Rajani_Pandya” મારી ટપાલ શું કરે છે ? ”
– મકરંદ દવે રજનીકાન્ત પંડ્યાને ……

” ફિલ્મ જગતનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર કાનનદેવી કેવા નિબીડ દુર્ગંધભર્યા ને અંધકારભર્યા જીવનમાંથી યશ અને કીર્તિની ચકાચૌંધ દુનિયામાં આવી શક્યાં ! કેવી હશે કાનનબાલામાંથી કાનનદેવી બનવાની એમની એ યાત્રા? ”

#    રચના     –  1  –  :   –  2  –   :    –  3  –   

#   પુસ્તકો 

#   તેમનો બ્લોગ

# મારા જીવનનો વળાંક – તેમના જ શબ્દોમાં ‘Must read’ તેમના લેખક બનવાની કથા

__________________________________________ Read more of this post

ભોગીલાલ સાંડેસરા, Bhogilal Sandesara


bhogilal_sandesara_1.jpg” આજીવન વિદ્યોપાસક, જૂની ગુજરાતી અને પ્રાચીન સાહિત્યના મર્મજ્ઞ અને ઇતિહાસ- પુરાતત્વના રસિક વિદ્વાન ….” 

– રમણલાલ જોશી

_______________________

નામ

ભોગીલાલ જયચંદભાઇ સાંડેસરા

જન્મ

5 – એપ્રિલ , 1917 ; પાટણ

અભ્યાસ

 • એમ.એ. પી.એચ. ડી. 

વ્યવસાય

અધ્યાપન , સંશોધન – વડોદરા 

જીવન ઝરમર

 • 1952 – મુંબાઇ યુનિ. માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન
 • 1962-64  ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ
 • 1987 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
 • તંત્રી – સ્વાધ્યાય

મુખ્ય રચનાઓ

 • સંશોધન/ વિવેચન – વાઘેલાઓનું ગુજરાત, ઇતિહાસની કેડી, સંશોધનની કેડી, અનુસ્મૃતિ, *  મહા અમાત્ય વસ્તુપાલનું મંત્રીમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેમનો ફાળો, જગન્નાથપુરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષો, શબ્દ અને અર્થ +
 • સંપાદન – માધવ કૃત રૂપસુંદરકથા, નેમિચ ન્દ્ર ભંડારી કૃત ષષ્ટિશતક પ્રકરણ, દયારામ, સત્તરમા શતકના પ્રાચીન ગુર્જર કાવ્યો, કર્પૂરમંજરી, સંઘવિજયકૃત સિંહાસન- બત્રીસી,  જેષ્ઠીમલ્લ અને મહાપુરાણ
 • પ્રવાસ – પ્રદક્ષિણા
 • અનુવાદ – સંઘદાસ ગણિકૃત વસુદેવ હિંડી, પંચતંત્ર, ભારતીય આર્ય અને હિન્દી 
 • પ્રકીર્ણ – વર્ણક સમુચ્ચય

સન્માન

 • 1953 – રણજિતરામ સુવર્ણચંદ્રક  + 
 • 1956-60 –   નર્મદ સુવર્ણચંદ્રક *

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો, પ્રો. રમેશ શુકલ, પ્રવીણ પ્રકાશન

નવલરામ પંડ્યા


navalram_pandya.jpg”એકલા શું કરીએ? એક માણસથી શું થઇ શકે?
અમે કહીએ છીએ, મોટાં કામ એકથી જ થાય છે.  બૌધ્ધ, ખ્રિસ્તી, મુસલમાન ધર્મના કાઢનારા એક હતા કે અનેક? શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, કબીર, એ પ્રથમ એક જ હતા ક્ર અનેક? શિવાજી એક હતા કે અનેક? એક ગેલીલીયોએ કેટલું કર્યું છે? એક સોક્રેટીસ ગ્રીસ દેશમાં સુધારાનો પોકાર કેવો ઉઠાવી શક્યો હતો?  ”

#   રચના

_______________________

Read more of this post

નાનાભાઇ ભટ્ટ


nanabhai_bhatt_1.jpgક્રાંતેકારી શિક્ષણશાસ્ત્રી

“નવીન કેળવણીનું એક લક્ષણ એ છે કે, તે વિદ્યાર્થી પ્રધાન છે. આપણી ઘણી શાળાઓ હજી આજે પણ વિષય-પ્રધાન છે……. શાળાના વિષયો વિદ્યાર્થી માટે છે – પણ વિદ્યાર્થી વિષયો માટે નથી, એ વસ્તુ આપણા લક્ષમાં હોત તો, આજે આપણે વિષયના જાણકારને શોધીએ છીએ , તેમ વિદ્યાર્થીના જાણકારને શોધતા હોત.  ”

# જીવનઝાંખી       :         વિચારો 

લોકભારતી  

_______________________

નામ

નૃસિંહ પ્રસાદ કાળીદાસ ભટ્ટ

જન્મ

નવેમ્બર 11, 1882 – ભાવનગર

અવસાન

ડિસેમ્બર 31, 1961

અભ્યાસ

 • એમ. એ. ( ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે – શામળદાસ કોલેજ, ભાવનગર

વ્યવસાય

 • અધ્યાપન

                          nanabhai_bhatt.jpg

જીવન ઝરમર

 • 1904 – મહુવામાં હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ
 • 1906-10  – શામળદાસ કોલેજમાં અધ્યાપક
 • 1910 – ભાવનગરમાં ‘ દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવન’ ની સ્થાપના 
 • 1925-28 –  ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક
 • 1930 અને 1942 માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે જેલવાસ
 • 1938 – આંબલા – (શિહોર પાસે) માં ગ્રામ દક્ષિણામુર્તિ ની સ્થાપના
 • 1948 – સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન
 • 1953 – સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના
 • 1954-57 – રાજ્યસભાના નિયુક્ત સભ્ય
 • 1924 -આફ્રિકા, 1935 – જાપાન, 1954 – ડેન્માર્ક ની મુલાકાત
 • હરભાઇ ત્રિવેદી, મનુભાઇ પંચોળી, મૂળશંકર ભટ્ટ, ન.પ્રા. બુચ જેવા શક્તિશાળી સહ કાર્યકરોના નેતા

મુખ્ય રચનાઓ

 • ઇતિહાસ – આપણા દેશનો ઇતિહાસ
 • ચરિત્ર – હજરત મહંમદ પયગંબર,  મહાભારતનાં પાત્રો  – ‘લોકભારત’ નામે સંપુટ રૂપે 13 ભાગ ,   રામાયણનાં પાત્રો –  ‘લોકરામાયણ’ નામે સંપુટ રૂપે 6 ભાગ
 • શિક્ષણ – સંસ્કૃત પુસ્તક 1-2-3, સરળ સંસ્કૃત;
 • પ્રવાસ વર્ણન  –  આફ્રિકાનો પ્રવાસ
 • ધાર્મિક – હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ – 1,2 ; સંસ્કૃત સુભાષિતો; શ્રીમદ્ લોકભાગવત; ભાગવત કથાઓ, બે ઉપનિષદો; ભારતીય સંસ્કૃતિ શું છે?
 • વાર્તા –  દૃષ્ટાંત કથાઓ 1,2
 • શિક્ષણ – ગૃહપતિને, કેળવણીની પગદંડી , ઘડતર અને ચણતર – 1,2 ; સંસ્થાનું ચરિત્ર
 • ચિંતન –  પથારીમાં પડ્યાં પડ્યાં 

સન્માન  

1960 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

ચંદ્રકાન્ત બક્ષી , Chandrakant Bakshi


chnadrakant_bakshi-340” મહાજાતિ ગુજરાતી”

” ગુજરાતમાં ગેરકાનૂની રીતે પીવાતા શરાબને એક હોજમાં ભરવામાં આવે તો એમાં ગાંધીનગરનું આખું સચિવાલય ડૂબી જાય !”

“મારી સાથે દુશ્મની કરવા લાલાયિત પુરુષોની કમી નથી, વિશેષત: ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં. પણ દુશ્મન બનવાનું માન હું મગતરાઓને આપતો નથી. દુશ્મનીને હું દોસ્તી જેટલી જ ઊંચી પીઠિકા પર મૂકું છું. મારા દુશ્મન બનવા માટે બૌદ્ધિક કક્ષા મારા જેટલી હોય એ અનિવાર્ય શરત છે. મને પ્રેમ કરો કે નફરત કરો, જે કંઈપણ કરો પણ દિલ ફાડીને કરો ! મારા માટે દોસ્તી અને દુશ્મની મહત્વનાં નથી. મારા માટે મહત્વના શબ્દો છે : દિલ ફાડીને !”

“ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”

પ્રથમ વાર્તા   કુમાર – 1951     :  એક રચના

ચન્દ્રકાન્ત બક્ષી – દીકરીની નજરે

એક શ્રધ્ધાંજલિ        :     એક મુલાકાત

ટુંક પરિચય – 1 –      :     – 2 –   ઃ   એક સરસ લેખ

# બક્ષી વાંચનયાત્રા ( નીરવના બ્લોગ પર )

# એક આખો બ્લોગ ‘બાકાયદા બક્ષી’ [નીચેની ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોચી જાઓ .]

bakshi

______________________________ Read more of this post

કે. કા. શાસ્ત્રી

વિજયરાય વૈદ્ય

મહાદેવભાઈ દેસાઈ


MD?

?

#   દાવડાનું આંગણું ‘ પર એક સરસ સંસ્મરણ 

#  જીવન      1  –   2

________________________________________

md1

તેમનું જીવન ચરિત્ર ( લેખક – નારાયણ દેસાઈ) અહીં ક્લિક કરો

જન્મતારીખ

 • જાન્યુઆરી 1, 1892

જન્મસ્થળ

 • સરસ ગામ (ઓલપાડ)

અવસાન

 • ઓગસ્ટ 15, 1942, પૂના

કુટુમ્બ 

 • માતા –  જમનાબેન;  પિતા  – હરિભાઈ; બહેનો    
 • પત્ની દુર્ગાબેન; ( લગ્ન – 1905); પુત્ર – નારાયણ

અભ્યાસ

 • 1906- મેટ્રીક (સુરત)
 • 1910- બી. એ – એલ્ફિંસ્ટન કોલેજ , મુંબાઇ
 • 1913- એલ.એલ.બી. – – એલ્ફિંસ્ટન કોલેજ , મુંબાઇ

વ્યવસાય

 • જીવનની શરૂઆતમાં ટ્રાન્સલેટર તરીકે નોકર
 • બેંકમાં નોકરી
 • પછી ગાંધીજી સાથે હરિજન આશ્રમમાં જોડાયા, ગાંધીજીના અંગત સાથી તથા મંત્રી.

જીવન ઝરમર

 •  દેશસેવા (ગાંધીજી સાથે)
 •  “ક્વીટ ઈંડિયા” ચળવળ વખતે ધરપકડ
 • યરવડા જેલમાં મૃત્યુ

મુખ્ય રચનાઓ

 • ડાયરી  – મહાદેવભાઈની ડાયરી ભાગ –  1 થી 17
 • ચરિત્ર લેખન – વીર વલ્લભભાઈ
 • ઉપરાંત ઈતિહાસ લેખન અને અનુવાદો

 

કાન્ત , Kant


kant.jpg

જલધિજલદલ ઉપર દામિની દમકતી, વ્યામિની વ્યોમસરમાંહી સરતી;

કામિની કોકિલા, કેલિ કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી.

ઉત્પત્તિ, સ્થિતિ, વિશ્વ આ સકલની છે સર્વ જે તાતથી,
ઉદ્ધારાર્થ મનુષ્યના અવતરે જે માનવી માતથી,
જે ધાતા જગનો, પવિત્ર પ્રભુ, જે ત્રાતા સ્વયં નન્દન,
તે શ્રી સાંબ દયાલુ શંકર પિતા! સ્વીકારજો વંદન!

( પૂર્વાલાપ )

_____________________________

રચનાઓ   : 1 : 2 :

kant

પૂર્વાલાપ – ઈ-બુક વાંચો

નામ

 • મણિશંકર રત્નજી  ભટ્ટ

ઉપનામ

 • કાન્ત

જન્મ

 • 20, નવેમ્બર- 1867 ; ચાવંડ  જિ. અમરેલી

અવસાન

 • 16, જૂન –  1923;  રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં

માતા

 • મોતીબાઇ

પિતા

 • રત્નજી

ભાઇ બહેન

 • ભાઇ ગૌરીસ્જંકર, માધવજી, હરજીવન, મણિશંકર, બહેનો– દયાબેન, પ્રાચીબેન

લગ્ન

 • 1883– નર્મદા (નદી), અવસાન 1891
 • 1892– નર્મદા ( ન્હાની), અવસાન 1918

સંતાનો

 • 11 સંતાનો 8 ના અવસાન તેમના જીવનકાળમાં થયા.

અભ્યાસ

 • પ્રાથમિક – માંગરોળ, મોરબી
 • માધ્યમિક ગોંડળ , રાજકોટ
 • 1888 બી.એ એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ, વર્ડ્ઝવર્થ અને મેકમીલન તેમના પ્રોફેસર હતા

વ્યવસાય

 • 1889– સુરતમાં શિક્ષક
 • 1890– વડોદરા કલાભવનમાં અધ્યાપક
 • 1898-1923 ભાવનગર રાજ્યમાં એજ્યુકેશન ખાતામાં
 • 1906 થી –  ડિરેક્ટર ઓફ એજ્યુકેશન

પ્રદાન

 • અનેક સર્જનાત્મક અને સંપાદકીય ગ્રંથો
 • એમણે ગુજરાતીમાં નૂતન કાવ્યસ્વરૂપ ‘ખંડકાવ્ય’ અવતાર્યુ અને અમાં જ ઉત્કૃષ્ટ કાવ્યો ભેટ ધર્યા. ખંડકાવ્યમાં તેમની સર્જનપ્રતિભા સોળે કળાએ ખીલેલી મનાય છે.

મૂખ્ય કૃતિઓ

 • કાવ્યસંગ્રહ– પૂર્વાલાપ
 •  અનુવાદ– ગીતાંજલિ
 • નાટકો– ગુરુ ગોવિંદસિંહ, રોમન સ્વરાજ્ય
 • ઇતિહાસ– શિક્ષણનો ઇતિહાસ

જીવન

 • જીવનમાં પિતા, બન્ને પત્નીઓ અને આઠ બાળકોના મૃત્યુ જોયાં
 • 1900– સ્વિડનબોર્ગના વિચારોથી પ્રભાવિત થઇ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો – એ જમાનામાં ધર્મ એ વ્યક્તિની અંગત બાબત છે તેવી ક્રાંતિકારી માન્યતા
 • 1902– સામાજિક વિરોધના કારણે આર્યસમાજમાં જોડાયા, પણ અંતરથી ખ્રિસ્તી જ રહ્યા,
 • 1903– કલાપીના મરણ બાદ કેકારવ નું પ્રકાશન
 • પ્રભાશંકર પટ્ટણી, અને બળવન્તરાય ખાસ મિત્રો, તે વખતના બધા આગળ પડતા સાહિત્યકારો સાથે ગાઢ મૈત્રી

સાભાર

 • ઊર્મિબેન, ગુજરાત સમાચાર

લીન્ક

 કાન્ત -1 કાન્ત -2

%d bloggers like this: