વિવિધ ક્ષેત્રોમાં વીરલ પ્રદાન કરનાર, સદા યુવાન અને કર્મઠ પ્રતિભા
દસ વર્ષની ઉમરથી યોગના સાધક અને આયુર્વેદિક સારવાર પદ્ધતિના હિમાયતી
# જીવન સૂત્ર –
જય સચ્ચિદાનંદ
# તેમની વેબ સાઈટ
# સખી રે, મારી તું તો પતંગ ને હું દોર
કાપી ના કાપે એવી જોડ.
# લય સ્તરો પર
# ‘ગુજરાતી કવિતા અને ગઝલ’ પર
# ફેસબુક પર
https://www.facebook.com/Premormi


બૈજુ બાવરા – તાના રીરી હોલમાં
જન્મ
- ૧૮, સપ્ટેમ્બર – ૧૯૩૬, રંગૂન, મ્યાંમાર ( બર્મા)
કુટુમ્બ
- પિતા – ભાઈલાલ; માતા – કમળા
- પત્ની – સ્વ. ઉષા; પુત્ર – કલ્પેશ
અભ્યાસ
- ૧૯૫૪– મેટ્રિક ( એસ. પી. વિદ્યાલય – નાસિક)
- ૧૯૫૮ – એમ.એસ.સી.(મિકે. એન્જિ.) – વેસ્ટ બ્રોમવિચ યુનિ. – બર્મિન્ગહામ
વ્યવસાય
- હોટલ માલિક
- સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન/ સંચાલન

યુવાન ઉમરે
This slideshow requires JavaScript.
તેમના વિશે વિશેષ
- બીજા વિશ્વ યુદ્ધ વખતે જાપાનના આક્રમણના કારણે, વતન કરમસદમાં કામચલાઉ સ્થળાંતર
- ૧૯૫૪ – રંગૂનમાં એશિયાટિક ક્રિકેટ ક્લબ સ્થાપી.
- નાસિકમાં ખાસ મિત્રની સંગતથી સંગીત સૂઝ કેળવી.
- ૧૯૫૭ – લન્ડન જવા પ્રયાણ, થોડોક વખત નોકરી કરી
- ૧૯૬૦ – ઇન્ડિયા કોફી હાઉસ, ‘પાર’ ટ્રાવેલ એજન્સી અને ઇન્ડિયા એમ્પોરિયમથી ધંધાની શરૂઆત ( લન્ડનમાં શાકાહારી આહાર માટેની પહેલી રેસ્ટોરન્ટ)
- ૧૯૬૧ – ‘નવકલા’ ભારતીયો માટેની સાંસ્કૃતિક / સામાજિક સંસ્થાની સ્થાપના, જે હાલમાં પણ લન્ડનમાં કાર્યરત છે.
- ૧૯૬૫ – એક મિત્રની સાથે ‘શરૂણા’ હોટલની શરૂઆત
- ૧૯૭૪ – પોતાની માલિકીની ‘મંદિર’ રેસ્ટોરન્ટની શરૂઆત; તેની સાથે ‘રવિશંકર’ હોલની પણ શરૂઆત આયુર્વેદિક સારવાર માટે લન્ડનમાં ‘કુશળ’ ક્લિનિક ની શરૂઆત
- ૧૯૮૦ – ૮૫ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ગેઈન્સ વિલે ખાતે શાકાહારી હોટલ
- લન્ડનમાં ૧૦૦ થી વધારે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા
- ૨૦૦૨ – પત્નીના અવસાન બાદ લન્ડનની બધી પ્રવૃત્તિઓ સંકેલી કરમસદમાં પાછા ફર્યા. મોટું નવું મકાન બનાવી તેમાં નરસિંહ મહેતા/ તાના રીરી હોલમાં બિન ધંધાદારી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને આયુર્વેદિક સારવાર
- ૨૦૦૪ – ગુરૂદેવ ટાગોરના શાંતિનિકેતનમાં ‘પ્રેમોર્મિ’ કવિ તરીકે સન્માન
- તેમના કાવ્ય સંગ્રહ ‘હૃદય વીણા’ નો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે.

તેમણે દોરેલ એક ચિત્ર
હોબીઓ
- કવિતા, સંગીત, પ્રવાસ, ચિત્ર, નાટક, નૃત્ય, અભિનય, યોગ, વૈદક, પ્રાકૃતિક ચિકિત્સા

રચનાઓ
- કવિતા – હૃદયગંગા, કાવ્યપિયૂષિની, ઝરમર ઝરમર, વૈખરીનો નાદ, હું,
ગીત મંજરી ( હિન્દી)
- રસોઈકળા – Mandir Ayurvedic cook book
સન્માન
- ‘ઉત્સવ એવોર્ડ’ નવી દિલ્હી
- જ્ઞાનેશ્વર એવોર્ડ, પૂના
- શાન્તિ નિકેતન, કલકત્તામાં સન્માન
- ગુજરાત ગૌરવ એવોર્ડ – લન્ડન અને બીજા અનેક સ્થાનિક એવોર્ડો
કવિ રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ ને
કહોને કોણ છે એવા ઘણો આનંદ આપે છે,
મળોજ્યાં એમને ત્યારે ખભાપર હાથ રાખે છે.
નથી ભૂલી શકાવાના તમારા હોલ ને કાર્યો,
ભલેને દૂર રહેશે પણ હ્રદયની પાસ લાગે છે.
કવિતા હોય કે સંગીત, નર્તન હોય કે ભાવક,
બધાને ભાવથી સરપાવ આપીને નવાજે છે.
નથી એ સંતથી ઓછા, કળાના ભેખધારી છે,
નદી વૃક્ષો પહાડો ને ઝરણની જાત માને છે.
પનોતા પુત્રમાતાના, મહામાનવ છો ધરતીના,
ફરી આવી મળો અમને તમારી ખોટ સાલે છે.
તમે સાગર સમા પ્રેમી, તમારું નામ ‘પ્રેમોર્મિ’,
તમારાં ગીત ને કાવ્યો બધા સાક્ષર વખાણે છે.
તમારા નામમાં રમતા રહે છે, ઈશ ને માધવ,
તમોને ‘સાજ’ના વંદન, નમી મસ્તક ઝૂકાવે છે.
-‘સાજ’ મેવાડા
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ