ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: ગાયક

નારાયણ સ્વામી, Narayan Swami


Narayan-Swami

 “फकीरी में मजा जीसको, अमीरी क्या बेचारी हे”

શ્રી કેદાર સિંહજીના બ્લોગ ઉપર

તેમણે ગાયેલાં ભજનો ( ‘દાદીમાની પોટલી’ પર )

એક સરસ પરિચય લેખ (કેદારસિંહજી)

–  વિકિપિડિયા ઉપર 

——————————————————————————

મૂળ નામ

  • શક્તિદાન મહીદાન લાંગાવદરા

જન્મ

  • ૨૯, જુન- ૧૯૩૮; માંડવી
  • રહેઠાણ – રાજકોટ

કુટુમ્બ

  • માતા-?; પિતા- ?
  • પત્ની- ? સંતાનો -?

અવસાન

  • ૧૫, સપ્ટેમ્બર -૨૦૦૦

લક્ષ્મણ બારોટ સાથે

તેમના વિશે વિશેષ

  • ગુજરાતી ભજન નાં એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર
  • તેમનાં લોક ડાયરો અથવા સંતવાણી કાર્યક્રમો ભારત સહિત વિદેશોમાં થયા હતા.
  • દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી અને નરસિંહ મહેતાનાં ભજનો સંભળાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
  • તેમણે સંસાર માંથી સન્યાસ લીધો હતો. શાપર (વેરાવળ)નાં પાટીયે આવેલ શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં. જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતા.
  • તેમની સાથે વેરાવળ (શાપર)નાં મુળુભા(બચુભાઈ) તેમજ અન્ય સાથીદારો એ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે.
  • ત્યાર પછી તેઓ કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે સ્થાપેલ આશ્રમમાં રહેતા હતા; જયાં બિમાર તથા અશક્ત ગાયોની સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલ.
  • રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં એક જાહેરમાર્ગનું નામ નારાયણ સ્વામી માર્ગ નામ આપેલ છે.

સાભાર

  • વિકિપિડિયા
  • શ્રી.અશોક દાસ
  • કેદારસિંહજી

ભજનો

પુનિત મહારાજ, Punit Maharaj


પાપ થાય એવું કમાવું નહી
દેવું થાય એવું ખર્ચવું નહી
માંદા પડીએ તેવું ખાવું નહી
લડાઈ થાય તેવું બોલવું નહી….
( દીનેશ ગઢવીના બ્લોગ પરથી)

વીકિપિડિયામાં

દિવ્ય ભાસ્કરમાં

મીનાબેનના બ્લોગ પર

વાંચો –
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી.

સઘળું સંભાળતો હો, મારો રણછોડીયો,

વ્હાલા શ્યામ મુરારી રે! 

સાચું ઔષધ સંસાર, હરીનું નામ છે.

હજારો ગાઉના છેટે, હૃદયના ભાવ દોડે છે,

મારું રણ તમે છોડાવો રે! રણછોડરાયા !

મારા જીવન કેરી નાડ, તારે હાથ સોંપી છે.

સમય મારો સાધજે વ્હાલા

હરિના નામનો હો! એક જ આધાર છે.

——–

એક લેખ – જનકલ્યાણમાંથી

તેમનાં કુળદેવી વાઘેશ્વરીમા – ભાવનગર પાસે વલ્લભીપુર

તેમના જીવન વિશે એક વિસ્તૃત લેખ   – પાન ૧૦ થી ૧૨

તેમના વતન ધંધુકા તાલુકા વિશે

———
એમનાં ભજનો સાંભળો – આલ્બમ  ભક્તિ સાગર, ગાયક – હેમન્ત ચૌહાણ

જનક મહારાજના સંઘમાં ડાકોર પદયાત્રા ….

 ભાગ –   ૧         ;         ભાગ –   ૨

———————————————–

નામ

  • બાલકૃષ્ણ ભટ્ટ

જન્મ

  • ૧૯, મે- ૧૯૦૮, જૂનાગઢ , વતન ધંધુકા

અવસાન

  • ૨૭, જુલાઈ- ૧૯૬૨, વડોદરા

કુટુમ્બ

  • દાદા– નારણદાસ, દાદી – પાર્વતીબા
  • પિતા – ભાઈશંકર, માતા – લલિતાદેવી
  • પત્ની – સરસ્વતી, પુત્ર – પ્રફુલ્લ( નાની ઉમ્મરે અવસાન) , જનક( મહારાજ) , પુત્રીઓ

તેમના ભજનિક પુત્ર – જનક મહારાજ

અભ્યાસ

  • ધંધુકામાં નોન મેટ્રિક , કુટુમ્બની નબળી સ્થિતીના કારણે ચશ્માં ન ખરીદી શકવાના અભ્યાસ છોડવો પડ્યો!
  • જૂનાગઢમાં તાર મોકલવાની તાલીમ – એક વર્ષ

વ્યવસાય

  • નરોડા, અમદાવાદ તારખાતામાં કામથી શરૂઆત,
  • ગણેશ વાસુદેવ માવલંકરના દૈનિક ‘ ગર્જના’માં પટાવાળાથી પત્રકાર
  • પછી સાપ્તાહિક/ માસિકના તંત્રી થી માંડીને પોટલાં ઊંચકનાર મજૂર સુધીની જાતજાતની નોકરીઓ
  • તૈયબ અને કમ્પનીમાં કારકૂનથી શરૂ કરી મેનેજર પદ સુધી નિષ્ઠાપૂર્વક નોકરી
  • બહુ જાણીતા ભજનિક, સંત અને સમાજસેવક

 

તેમના જીવન વિશે

લેખક – નરહરિ ન. દવે; સંપાદક – પુનિતપદરેણુ

તેમના જીવન વિશે લેખ – પાનું-૧ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

તેમના જીવન વિશે લેખ – પાનું-૨ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

તેમના જીવન વિશે લેખ – પાનું-૩ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

રચનાઓ 

સાભાર

  • પ્રભુનો પ્રતિનિધિ ( પુનિત મહારાજ પ્રતિષ્ઠાન)
  • આ પુસ્તક પ્રેમપૂર્વક ભેટ આપનાર ભજનિક મીનાબેન અને પ્રવીણભાઈ ઠક્કર.

ફાલ્ગુની પાઠક, Falguni Pathak



ઢગલાબંધ ગીતો સાંભળો

અને અહીં પણ

 

એક સરસ લેખ

જન્મ

  • ૧૨ માર્ચ ૧૯૬૪

ઉપનામ

ગરબાની રાણી, દાંડીયાની રાણી

તેમના વિશે

  • ઇ.સ. ૧૯૮૮માં ‘યાદ પિયા કી આને લગી’ આલ્બમથી સંગીતક્ષેત્રે પ્રવેશ
  • અનેક સફળ ગીતો આપીને પ્રચંડ લોકચાહના મેળવી
  • મુખ્યત્વે ગુજરાતી ગરબા અને લોકસંગીત આધારીત ગીતો ગાયા છે.
  • ‘તા થૈયા’ બેન્ડના માધ્યમથી દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો. વિશાળ ચાહક વર્ગ.
રચનાઓ
  • આલ્બમ – યાદ પિયાકી આને લગી, મૈને પાયલ હૈ છમકાઇ, મેરી ચુનર ઉડ ઉડ જાયે, મેરી ચુનર ઉડ ઉડ જાયે, દિલ ઝુમ ઝુમ નાચે, સાંવરિયા તેરી યાદ મેં, તેરી મેં પ્રેમ દિવાની
  • ફિલ્મો – પ્યાર કોઇ ખેલ નહીં, દિવાનાપન, પ્રથા, ના તુમ જાનો ના હમ, લીલા
વધુ વાંચો

પ્રાણલાલ વ્યાસ,Pranlal Vyas


રૂડીને રંગીલી, વ્હાલા, તારી  વાંસળી  રે  લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો,

સાંભળો  ઃ  ઃ

નામ

પ્રાણલાલ વ્યાસ

જન્મ

ઇ.સ. ૧૯૪૦

અવસાન

૧ ઑગસ્ટ ૨૦૧૧ ; જૂનાગઢ

પ્રદાન

  • પ્રખ્યાત લોકગાયક, ભજનીક
  • ૩૭ જેટલી ફિલ્મોમાં કંઠ આપ્યો, તેમાંથી ૨૬ જેટલી ફિલ્મોનો એવોર્ડ મળ્યા છે.
સન્માન
  • ગુજરાત ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ
ફિલ્મો
  • શેઠ સગળશા, ગંગાસતી, ગોરા કુંભાર વગેરે
વધુ વાંચો

રાસબિહારી દેસાઇ, Rasbihari Desai



“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મારી વેલ શણગારો વીરા, શગને સંકોરો

  રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ !”

___

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર

એક સરસ સંસ્મરણ ( શ્રી. બિનીત મોદીના બ્લોગ ઉપર)

સાંભળો  ઃ  ૧  ઃ    ઃ  ૩  ઃ

અને વિભાબેન સાથે વિડિયોમાં પ્રત્યક્ષ ગાતા જુઓ..

https://www.youtube.com/watch?v=x0xRbZBcVQo&feature=player_embedded

————————————

જન્મ

  • ૨૩ જૂન ૧૯૩૫ ; પાટણ

અવસાન

  • ૭. ઓક્ટોબર -૨૦૧૨, અમદાવાદ

કુટુંબ

અભ્યાસ
  • એમ. એસસી. (ફિઝીક્સ)

સંગીતનું શિક્ષણ
  • નાગર પરિવારનો જન્મજાત સંગીતનો વારસો.
  • આંતરિક ઊંડી લગન, ખંતપૂર્વક શ્રવણ, વાંચન અને રિયાઝ દ્વારા સંગીતની સાધના કરી.
  • પ્રારંભિક પ્રેરણા સુરેશ જાની (કાકા), સૂર્યકાન્ત દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય પાસેથી મળી.
વ્યવસાય
  • પ્રાધ્યાપક અને ફિઝીક્સ વિભાગના વડા – ભવન્સ કૉલેજ
જીવનઝરમર
  • વિસનગરના નાગર એવા રાસભાઇના લોહીમાં જ સંગીત હતું.
  • તેમના દાદીમાં સારુ ગાતા હતા. તેમના પિતા પાટણના અગ્રણી સ્વાતંત્ર સેનાની હતા.
  • માતાનું નાની વયે અવસાન થતાં તેમના ફોઇ દ્વારા ઉછેર. તેમના જીવનઘડતરમાં તેમના ફોઇનો મોટો ફાળો છે.
  • સંગીતને પોતાના મિશન તરીકે સ્વીકાર્યું. ગાયક અને સંગીતકાર તરીકે નામના મેળવી.
  • ભારતીય સંગીત વિશે દેશ વિદેશમાં વ્યાખ્યાનો પણ આપ્યાં છે.
  • દેશ વિદેશમાં સુગમ સંગીતના અનેક કાર્યક્રમો કર્યા.
  • રેડીયો અને ટીવીના ટોપ ગ્રેડ ગાયક.
પ્રદાન
  • આલ્બમ – માંડવાની જુઇ, શ્રવણ માધુરી, ને તમે યાદ આવ્યા, બિલિપત્ર, ત્રિનેત્ર, રાધામાધવલીલા ગાન, આશ્રમ ભજનાવલી, કીર્તનમાલા, અમે કોમળ કોમળ, શિવમહિમ્ન, વિષ્ણુસહસ્ત્રનામ, સાયુજ્ય (ભાગ ૧-૨), સંગીત સુધા.
  • ફિલ્મ – કાશીનો દિકરો, હોથલ પદમણી, લીલુડી ધરતી

પરેશ ભટ્ટ, Paresh Bhatt


સંગીતરચનાઓ

“હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક,

તળેટી સમીપે હજો ક્યાંક થાનક.”

___

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ…..

___

“પરેશ જીવનરસનો ધોધ હતો, ઊર્મિલ હતો, સ્નેહાળ હતો, નિખાલસ હતો. ગુજરાતનું બેનમૂન મોતી હતો.” – રમેશ પારેખ

“મંચ ઉપર વાદ્ય સાથે ઉભેલા પરેશની સૂરધારા ધસમસતી આવી. એમાં માર્દવ હતું, દર્દ હતું, શ્રદ્ધાની ખુમારી હતી, કર્મયોગના ખમીરનો રણકો હતો.” – ઉમાશંકર જોશી. Read more of this post

કૌમુદી મુનશી, Kaumudi Munshi


વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી
લાગે છે એવી અળખામણી !

ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,

ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો
કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે

# તેમના વિશે વેબ સાઇટ

રચનાઓ સાંભળો ઃ ૧ ઃ ૨ ઃ

_____________________________________________________________________________________________

નામ

કૌમુદી મુનશી

ઉપનામ

ગુજરાતની કોકિલા

જન્મ

ઇ.સ. ૧૯૨૯માં વારાણસી (કાશી) ખાતે

અવસાન

  • ૧૩, ઓક્ટોબર – ૨૦૨૦,મુંબઈ

કુટુમ્બ

  • પિતા – કુંવર નંદલાલ મુન્શી
  •  માતા – અનુબહેન મુન્શી
  • પતિ – નીનુ મજુમદાર (પ્રખ્યાત સંગીતકાર અને ગીતકાર)
  • પુત્ર – ઉદય મજુમદાર (પ્રખ્યાત ગાયક)

અભ્યાસ

  • 1950 – બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી હિન્દી સાહિત્ય અને સંગીત સાથે B.A.ની પદવી મેળવી
  • ‘ઠુમરીના રાણી’ કહેવાતા સિદ્ધેશ્વરી દેવી પાસે ઠુમરીની તાલીમ લીધી.
  • ઉસ્તાદ તાજ અહમદ ખાં પાસે ગઝલ ગાયકીની તાલીમ
  • પંડિત મનોહર બર્વે પાસે પણ તાલીમ લીધી.

જીવન ઝરમર

  • તેમનું મૂળ વતન વડનગર, પણ પેઢી તેમનો પરિવાર કાશીમાં સ્થાયી છે.
  • તેમનો પરિવાર કાશીમાં મોટા જમીનદાર. નાનપણથી જ ઘરમાં કલા અને સાહિત્યપ્રેરક વાતાવરણ.
  • હિન્દી, ઉર્દુ, વ્રજ ભાષા પર ઘણો સારો કાબુ.
  • સાક્ષરવર્ય શ્રી રમણલાલ દેસાઇ તેમના મામા થાય.
  • વારાણસીમાં સ્ત્રીઓના જાહેર કાર્યક્રમ પર સામાજીક પ્રતિબંધ હોવાને કારણે તેઓ ૧૯૫૧માં મુંબઇ આવ્યાં.
  • અવિનાશ વ્યાસે તેમને પ્રથમ તક આપી અને ‘અલી ઓ બજાર વચ્ચે બજાણિયો’ તથા ‘નવી તે વહુના હાથમાં રૂમાલ’ ગીતો દ્વારા તેમનું સુગમ સંગીત ક્ષેત્રે પદાર્પણ થયું.
  • સંગીતકાર નીનુ મજુમદાર સાથે ઇ.સ. ૧૯૫૪માં પ્રણય લગ્ન.
  • શુદ્ધ શાસ્ત્રીય સંગીત, ઉપ શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, ભોજપુરી લોકગીતો, ઠુમરી, ગઝલ, દાદ્ર, કજરી વગેરે સંગીતના વિવિધ પ્રકારોમાં તેમણે નીપુણ્તા મેળવી છે.
  • સેંકડો પ્રાચીન બંદિશો તેમને કંઠસ્થ છે.
  • ઇ.સ. ૨૦૧૧ તેમની કલાનું ‘હ્રદયસ્થ અવિનાશ વ્યાસ પારિતોષિક’ દ્વારા સંન્માન કરવામાં આવ્યું.
  • તેઓ સંગીતને પવિત્ર માને છે. આથી જ પૈસા માટે ક્યારે પણ ગાયું નથી.
  • જ્હાનવી શ્રીંમાનકર અને ઉપજ્ઞા પંડ્યા તેમની શિષ્યાઓ છે.

સંદર્ભ

ક્ષેમુ દીવેટીયા, Kshemu Divetia

%d bloggers like this: