ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: જીવન ચરિત્ર લેખક

અવંતિકા ગુણવંત, Avantika Gunwant


”બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”

– અવંતિકા ગુણવંત

“પહેરવે ઓઢવે મહારાષ્ટ્રીયન  જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો  મળવો મુશ્કેલ.”

ઉત્તમ ગજ્જર 

તેમનો પોતાના શબ્દોમાં પરિચય ‘ ગુજરાતી સાહિત્ય સંગમ’ ઉપર 

તેમનો બ્લોગ

તેમના વિશે એક લેખ 

તેમના અવસાન બાદ એક ભાવભરી સ્મરણાંજલિ

એક વાર્તા …….  માતા-કુંવારી કે પરણેલી ”                                                                                              

—————————————–

સંપર્ક

 • ‘શાશ્વત’, કે.એમ.જૈન ઉપાશ્રય સામે, ઓપેરા  સોસાયટીની પાસે, પાલડી. અમદાવાદ-380007
 • ફોન :+91-79-26612505, +91-79-26612505
 • ઈમેલ –   avantikagunvant@gmail.com

જન્મ

 • ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૭, અમદાવાદ
 • મૂળ વતન- ગામ ઝુલાસણ ,તા-કડી ,જી- મહેસાણા (ઉ.ગુ. )

અવસાન

 • ૯, ડિસેમ્બર – ૨૦૧૭

કુટુમ્બ 

 • માતા – શકરીબેન ; પિતા – ્છોટાલાલ શાહ
 • પતિ – ગુણવંત મહેતા ; પુત્ર –  મરાલ; પુત્રી – પ્રશસ્તિ

અભ્યાસ

 • મેટ્રિક – ૧૯૫૨
 • બી.એ. ૧૯૫૬ અંગ્રેજી, સાયકોલોજી
 • એમ.એ. ૧૯૬૦ ગુજરાતી, સંસ્કૃત

વ્યવસાય

 • ૧૯૬૧ – ૧૯૬૯ રસરંજન  બાલ અઠવાડિકનું સંપાદન
 • ૧૯૬૯ – ૧૯૭૫  બાલ ભારતી પ્રકાશન  – ધોરણ ૧ ૨ ૩ ના ગણિત ઇતિહાસ ભૂગોળ પર્યાવરણના પુસ્તકોનું  લેખન અને પ્રકાશન
 • વાચન ,લેખન, પ્રવાસ અને નવરાશે ચિત્રકામ એ  એમની શોખની પ્રવૃત્તિ..

તેમના વિશે વિશેષ

 • વર્ષોથી મુંબાઈ સમાચાર, જન્મભૂમિ-પ્રવાસી, સૌરાષ્ટ્ર  સમાચાર (ભાવનગર), હલચલ,  અને સાંવરી(કલકત્તા) વિ. પ્રકાશનોમાં લોકપ્રિય કોલમોમાં સ્ત્રી,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખોનાં લેખિકા
 • ૨૦૦૪-૨૦૦૫ ‘આરપાર’ સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો, વાર્તાઓ લોકોને ખુબ ગમેલા.
 • ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર, જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો દ્વારા તેઓ જાણીતા છે.
 • કેટલાંક લખાણો હિન્દી,  મરાઠી, તમિળ, ઉડિયામાં અનુવાદ

રચનાઓ

 • આપણી પ્રસન્નતા આપણા હાથમાં, ગૃહગંગાને તીરે, સપનાને દૂર શું નજીક શું ? , અભરે ભરી જિંદગી, પ્રેમ ! તારાં છે હજાર ધામ, કથા અને વ્યથા, માનવતાની મહેક, એકને આભ બીજાને ઉંબરો, સહજીવનનું પ્રથમ પગથિયું, ત્રીજી ઘંટડી,  હરિ હાથ લેજે , સદગુણદર્શન, ધૂપસળીની ધૂમ્રસેર, તેજકુંવર ચીનમાં, તેજકુંવર નવો અવતાર.

સન્માન

 • ૧૯૯૮ – “સંસ્કાર પારિતોષિક “
 • ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘માનવતાની મહેક’ને પારિતોષિક
 • ૧૯૮૨– ‘કુમાર’ માં  ‘અતિસ્નેહ ’ વાર્તાને શ્રેષ્ઠ વાર્તા તરીકે પારિતોષિક

સાભાર

 • શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો
 • શ્રી. ઉત્તમ ગજ્જર, લેક્સિકોન
 • શ્રી. વિજયકુમાર શાહ – ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ બ્લોગ

લતા હીરાણી, Lata Hirani


લેખક અને આકાશવાણી/ દૂરદર્શન કલાકાર

તેમનાં કાવ્યો 

એક અછાંદસ

એક માહિતી લેખ 

lata

આ ચિત્ર પર ક્લિક કરો અને તેમના બ્લોગ પર પહોંચો.


જન્મ

 • 27 ફેબ્રુઆરી 1955 (મોરબી)
 • વતન – જેતપુર (સૌરાષ્ટ્ર)

કુટુંબ

 • માતા – ચંદ્રિકાબહેન, પિતા – ધીરજલાલ,
 • પતિ – જગદીશચંદ્ર; લગ્ન – 1973.
 • પુત્રો – નિસર્ગ અને પાર્થ

પતિ – જગદીશ સાથે

અભ્યાસ

 • 1975 – B.A. (Hindi)
 • 1983 – LL.B. (Gujarat University)
 • 1985 – B. L. I. Sc. (Gujarat University)

વ્યવસાય

 • પાંચેક વર્ષ ગ્રંથપાલ તરીકે અને પછી લેખન

Lata_sketch

જીવન વિશે

 • સાહિત્યના ક્ષેત્રે… વાળનાર અને હંમેશા વધાવનાર પતિ
 • કૉલેજ કાળ દરમિયાન સાહિત્ય પ્રીતિને કારણે થોડું કાચુ લેખન થયેલું.
 • અભ્યાસ દરમિયાન જ 1973માં લગ્ન અને સંસારમાં વ્યસ્ત – ટુકડે ટુકડે ભણતર ચાલ્યું.
 • એકતાલીસ વર્ષની વયે ફરી લેખન તરફ
 • પહેલો લેખ 1996માં ‘સફારી’માં છપાયો, ‘ધરતીના ગોળાને ધ્રુજાવનાર ધડાકો’ અને એ એક ધડાકાએ જીવનની ગાડીને લેખનના પાટા પર ચડાવી દીધી .
 • નિયમિત કૉલમ
  • ‘સેતુ’( દિવ્ય ભાસ્કરની ‘કળશ’ પૂર્તિ, ફેબ્રુઆરી 2007-ફેબ્રુઆરી 2008)
  • ‘કાવ્યસેતુ’ (દિવ્ય ભાસ્કરની ‘મધુરિમા’ પૂર્તિમાં દર મંગળવારે સપ્ટેમ્બર 2011થી..)
  • ‘ટહુકો’ (‘આદિત્ય કિરણ’, શૈક્ષણિક સામયિકમાં જૂન 2010થી..)
  • ‘પ્રિય શુભદા’ અને ‘પ્રિય ટીનુ મીનુ’ (‘માનવ’ સામયિકમાં નવેમ્બર 2010થી…)
 • બાળ ભાસ્કર, જન્મભૂમિ પ્રવાસી, સમભાવ, અહા જિંદગી, અખંડ આનંદ, નવચેતન, કુમાર, શબ્દ સૃષ્ટિ, પરબ, ઓપિનિયન, કવિલોક, કાવ્ય સૃષ્ટિ, કવિ, વિચાર વલોણું અને અન્ય સામયિકોમાં લેખન,
 • આકાશવાણી અને દૂરદર્શન (રેડિયો ટૉક, રેડિયો નાટકો, સ્ક્રીપ્ટ લેખન,  મુલાકાતો),
 • આકાશવાણી અમદાવાદ પરથી ‘અમૃતધારા’નું નિયમિત પ્રસારણ
lh

પાંચ પુસ્તકોનો સમર્પણ વિધિ ૪, મે -૨૦૧૬

રચનાઓ 

 • કવિતા – ઝળહળિયાં, ઝરમર, સંવાદ – મૌનના દ્વારે
 • વાર્તા –  ઘરથી દૂર એક ઘર, કોલ્ડ કોફી
 • માહિતી – પ્રદૂષણ: આપણી સમસ્યા, આપણો ઉકેલ, ધનકીનો નિરધાર, ભણતરનું અજવાળું
 •  ચરિત્ર  – ઉજાસનું પ્રથમ કિરણ,  3 એવૉર્ડ્ઝ, (વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પહેલ કરનારી 101 ભારતીય સ્ત્રીઓના  રેખાચિત્રો), ગુજરાતના યુવારત્નો, સ્વયંસિધ્ધા, (ડૉ. કિરણ બેદીના જીવન વિશે, કિશોરો માટે)
 • બાળ સાહિત્ય – બિટ્ટુ વાર્તા કહે છે, લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ,  બુલબુલ
 • ઓડિયો કેસેટ – ‘ગીતા સંદેશ’ (ભગવદ ગીતાના સારરુપ શ્લોકોની સમજૂતી)

સન્માન

 • ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી મહિલા લેખનમાં વર્ષ 2000નો પ્રથમ પુરસ્કાર
 • ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી બાયોગ્રાફી વિભાગમાં વર્ષ 2000નો દ્વિતિય પુરસ્કાર
 • શક્તિ એવાર્ડ જયહિન્દ ગ્રુપ ઓફ ન્યુઝપેપર તરફથી 2003માં સાહિત્યના ક્ષેત્રમાં શ્રેષ્ઠપ્રદાન માટે
 • નેશનલ એવાર્ડ – દિલ્હીના વિજ્ઞાનભવનમાં ઉપરાષ્ટ્રપતિને હસ્તે નેશનલ એવાર્ડ  અને પુરસ્કાર
 • ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી જીવનચરિત્ર વિભાગમાં વર્ષ 2005નો દ્વિતિયપુરસ્કાર.
 • ‘મહારાજા ચક્રધર સન્માન- ૨૦૧૬, ( બાલી ખાતે)

બંસીધર શુકલ -Bansidhar Shukla


પ્રેરક અવતરણ

“આપણે પ્રકૃતિના અંશ છીએ, એટલે સ્વાભાવિકતાથી વિવેકપુરઃસર જીવન જીવવાથી સુખ અને શાંતિનો અનુભવ થાય છે.”

તેમના વિશે…

 • ‘સર્વવિષય વખારી’
 • ‘સરકારી, અર્ધ સરકારી, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા જાકારો છતાં જ્ઞાન સંવર્ધન અને વ્યાપની પ્રવૃત્તિ એકલે હાથે ચાલુ રાખનાર કર્મઠ, સદા યુવાન, સાચા સારસ્વત.’

– રાધેશ્યામ શર્મા

તેમણે જવાબ આપેલા કેટલાક અદ્‍ભૂત પ્રશ્નો – ( નોન ગુગલી !)  

 • શેતરંજની રમતની શોધ કોણે કરેલી?
 • અકબરના દરબારના ‘ નવ રત્નો’ કયા?
 • માફિયાઓની કાર્યપ્રણાલિ કેવી હોય છે?
 • દસ અબજ પછીની સંખ્યાનાં નામો?
 • જગતનું સૌથી મોટું પક્ષી કયું?

——————————————————

સમ્પર્ક

 • ૬, જીવન સૌરભ, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ.
 • ટેલિ.નં.
 • ઘર – (૦૭૯)- ૨૬૬૩ ૯૫૫૭
 • મોબાઈલ – ૯૪૨૯૧ ૨૮૫૩૫

ઉપનામ

 • ચિત્રગુપ્ત, હરિહર, રાહુ, ફ્રેન્ક વ્હાઈટ

જન્મ

 • ૩૦, ઓક્ટોબર – ૧૯૩૧, અમદાવાદ
 • મૂળ વતન – રૂપાલ, ગાંધીનગર જિ.

કુટુમ્બ

 • માતા – પ્રસન્નબેન હરગોવિંદરાય પાઠક, પિતા– છગનલાલ હરનારાયણ શુકલ
 • પત્ની – સંજુલા સોમાભાઈ ત્રિવેદી( લગ્ન – ૧૯૫૬); દિકરીઓ – કાશ્મીરા, ઉલ્કા, પૂર્ણા

શિક્ષણ

 • પ્રાથમિક – બાળમંદિર, ખમાસા, અમદાવાદ; મ્યુનિ. શાળા, ખાડિયા;
 • માધ્યમિક – પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ , કાંકરિયા, અમદાવાદ
 • બી.કોમ. ( એચ.એલ. કોમર્સ કોલેજ, અમદાવાદ )
 • એલ.એલ.બી. (એલ.એ. શાહ લો કોલેજ, અમદાવાદ)

વ્યવસાય

 • અમદાવાદમાં કોમર્શિયલ આર્ટિસ્ટ તરીકે શરૂઆત,
 • ૧૯૬૧-૧૯૯૪ – એલ.આઈ.સી.માં
 • ૧૯૯૪-૨૦૦૯ – ગુજરાતી વિશ્વકોશમાં નિષ્ણાત તરીકે સેવા

તેમના વિશે વિશેષ

 • શાળાકાળમાં ગુજરાતી હતલિખિત માસિક ‘તરૂણ’ નું સંચાલન.
 • ૧૯૪૭  – ગુજરાતી માસિક ‘ બાલમિત્ર’ – આનંદમાં પહેલી પ્રકાશિત  વાર્તા ‘કુસંપનું પરિણામ’
 • પહેલું પ્રકાશિત પુસ્તક ‘ વાહન વ્યવહાર’
 • શરૂઆતમાં મ્યુનિ. દીવા નીચે ફૂટપાથ પર બેસીને પણ લેખન કાર્ય કરેલું છે.
 • ૧૯૫૫ થી – ‘નવચેતન’ માસિકમાં ‘ જનરલ નોલેજ’ અને ‘ સવાલ જવાબ’ કટારના સંચાલક – એક જ કટારમાં સાતત્ય માટે રાષ્ટ્રિય રેકર્ડ
 • ‘ધર્મ સંદેશ’ અને ‘ધર્મલોક’ માં પ્રશ્ન –ઉત્તર વિભાગનું સંચાલન.
 • ગુજરાતી દૈનિકોમાં અનેક લેખો છપાયા છે.
 • ૧૯૭૭થી – રેડિયો પર અનેક વાર્તાલાપ
 • કટાક્ષ ચિત્રકાર ( કાર્ટૂનિસ્ટ) તરીકે પણ જનસત્તામાં
 • અનેક સંસ્થાઓમાં વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપેલાં છે; અને સામાન્ય જ્ઞાન વિષયક અનેક સેમિનારોમાં વક્તા તરીકે ભાગ લીધેલો છે.
 • સર્જનમાં પ્રેરણામૂર્તિ – વોલ્ટ ડિઝની
 • અંગત પુસ્તકાલયમાં ૨૦૦૦ થી વધારે પુસ્તકો
 • જાતે પાઠપૂજા કરતા નથી, અને બાધા આખડીમાં માનતા નથી. પણ શ્રદ્ધાળુઓ તરફ વિરોધ નહીં.
 • બે પુત્રીઓનાં લગ્ન અત્યંત સાદગીથી કર્યાં.

હોબીઓ

 • ગાયન,હાર્મોનિયમ વાદન, ચિત્રકામ, ટપાલ ટિકીટ સંગ્રહ, સિક્કા સંગ્રહ વિ.

રચનાઓ

 • સામાન્ય જ્ઞાન, વ્યક્તિ પરિચય વિ. વિષયોને લગતાં ૫૧ પુસ્તકો
 • માહિતી – જ્ઞાન સંહિતા, પ્રસન્નિકા જ્ઞાનકોશ ભાગ  ૧ – ૧૦ , પૌરાણિક ચરિત્ર કોશ, વાહન વ્યવહાર,ધ્વજ પરેડ, માનવ અજાયબીઓ, મગજ માપો, પરમાણુ, ટેલિફોન, ટેલિવિઝન અને આવી ઘણી બધી પરિચય પુસ્તિકાઓ
 • ભજન / ભક્તિ સંગ્રહ – મંજુલ સ્મરણાંજલિ,
 • નવલકથા – સમર્પિતા
 • વાર્તા – મંદિરનાં બારણાં ઉઘાડો

સન્માન

 • ૧૯૫૫ – ઝગમગ ચન્દ્રક
 • ૧૯૭૦ – નવચેતન ચન્દ્રક
 • ૧૯૭૮– અમદાવાદ ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિ દ્વારા વિશેષ સન્માન
 • ૧૯૮૦– સંસ્કાર પરિવાર, વડોદરા એવોર્ડ
 • ૧૯૮૮ – ગુજરાત રાજ્યનો પુરસ્કાર – જ્ઞાન સંહિતા માટે
 • ૧૯૯૮ – ગુજરાતી વિશ્વકોશ દ્વારા સન્માન
 • ૨૦૦૬ – વિનુભાઈ રાવળ સમાજ સેવા પુરસ્કાર
 • ૨૦૦૬ – બાળસાહિત્ય એકેડેમી ચન્દ્રક

સાભાર

 • શ્રી. ભરત જાની
 • સાક્ષરનો સાક્ષાત્કાર, ભાગ -૬ , રાધેશ્યામ શર્મા

ઉર્વીશ કોઠારી; Urvish Kothari


કમરપટા તળે (બીલો ધ બેલ્ટ) ઘા કરવો નહીં. પછી કોઈ માથે કમરપટો પહેરીને ફરે તો જુદી વાત છે.

બ્લોગ  

—————————————————————————————

સંપર્ક

લુહારવાડ, મહેમદાવાદ- ૩૮૭ ૧૩૦. (જિ- ખેડા)

ઈ- મેલ: uakothari@yahoo.com


૨૫, માર્ચ – ૨૦૧૮ ના રોજ તેમને પત્રકારિત્વ માટે ની.દે.  પુરસ્કાર મળ્યો , તે નિમિત્તે એક સરસ લેખ

opinion

આ ચિત્ર પર ક્લિક કરો….

જન્મ 

૪, ફેબ્રુઆરી – ૧૯૭૧; મહેમદાવાદ (જિ.ખેડા)

કુટુંબ

અભ્યાસ

 • શાળાકીય અભ્યાસ -શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ, મહેમદાવાદ
 • ૧૯૮૭ – બી.એસ.સી.- એમ.જી. કોલેજ ઓફ સાયન્સ, અમદાવાદ

વ્યવસાય

 • ૧૯૯૫થી પત્રકારત્વમાં. અને એ પછી અભિયાન, સંદેશ, સીટીલાઈફ ન્યૂઝ,આરપાર, દિવ્ય ભાસ્કર તથા હાલમાં ‘ગુજરાત સમાચાર’ સાથે સંલગ્ન.

એમના વિશે વિશેષ  

 • અત્યાર સુધી સમકાલીનગુજરાત ટાઈમ્સજન્મભૂમિ પ્રવાસી, ફૂલછાબ, કચ્છમિત્ર જેવાં અખબારોઅહા!જિંદગી તથા રિડીફ.કોમ (ગુજરાતી)માં   નિયમિત કટાર લેખન
 • ૧૨ વર્ષથી નિયમિત અઠવાડિક હાસ્યલેખન
 • ૯ વર્ષથી  દલિતશક્તિ માસિકનું સંપાદન

પુસ્તકો 

 • ‘રજનીકુમાર:આપણા સૌના’ (સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાના ષષ્ટીપૂર્તિ ગ્રંથનું સંપાદન, બીરેન કોઠારી સાથે)
 • ‘નોખા ચીલે નવસર્જન’ (‘નવસર્જન ટ્રસ્ટ’ની ૧૨ વર્ષની કામગીરીનું દસ્તાવેજીકરણ.)
 • ‘સરદાર:સાચો માણસ, સાચી વાત’ (સરદાર પટેલને નવી પેઢીની દૃષ્ટિએ મૂલવવાનો પ્રયાસ)
 • ‘બત્રીસ કોઠે હાસ્ય’ (હાસ્યલેખોનો સંચય)

સન્માન

 • કાકાસાહેબ કાલેલકર પારિતોષિક
 • જ્યોતીન્દ્ર દવે પારિતોષિક
 • નીરૂભાઈ દેસાઈ પુરસ્કાર

સાભાર

 • શ્રી. બીરેન કોઠારી

બીરેન કોઠારી, Biren Kothari


Biren_1અતિશય વિકાસ અને અવિકાસ બન્ને સમાન અવસ્થાઓ છે.

તેમના પોતાના જીવન વિશે – પેલેટ પર

‘પ્રતિલીપી’ પર તેમની આગવી શૈલીમાં ઇન્ટરવ્યુ

વીકિપિડિયામાં

બ્લોગ – Palette 

———————————————————————————————–

સંપર્ક:

 • એ – ૪૦૩, સૌરભ પાર્ક, સમતા ફ્લેટ્સની પાછળ, સુભાનપુરા, વડોદરા- ૩૯૦ ૦૨૩.
 • ઈ- મેલ: birenkamini@yahoo.combakothari@gmail.com

——————————————————-

જન્મ

 • ૬-૪-૧૯૬૫; મહેમદાવાદ (જિ.ખેડા)

કુટુંબ

 • માતા – સ્મિતાબેન; પિતા – અનિલકુમાર ; ભાઈ –ઉર્વીશ (સાહિત્યકાર)
 • પત્ની કામિની ; લગ્ન ( સ્થળ: નડીયાદ, વર્ષ: ૧૯૯૩)
 • સંતાનો – પુત્રી – શચિ; પુત્ર – ઈશાન

અભ્યાસ

 • શાળાકીય– શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ, મહેમદાવાદ
 • ડીપ્લોમા – કેમિકલ એન્જિનીયરીંગ-ડી.ડી.આઈ.ટી. નડીયાદ

વ્યવસાય

 • ૧૯૮૫ થી ૨૦૦૭ – ઈન્ડીયન પેટ્રોકેમીકલ્સ કોર્પો. લી, વડોદરામાં નોકરી.
 • ૨૦૦૭ થી – પૂર્ણ સમયના લેખક

પ્રદાન

 • વ્યાવસાયિક ધોરણે જીવનકથાઓનું લેખન, અનુવાદ, સંપાદન, સંકલન વગેરે.

તેમણે બનાવેલું બટનવેલનું બોન્સાઈ

શોખ, હોબી

 • બોન્સાઈ, જૂનું હિંદી ફિલ્મસંગીત, વાંચન, હાસ્ય, કળા

રચનાઓ

 • ચરિત્ર :  રજનીકુમાર: આપણા સૌના(ઉર્વીશ કોઠારી સાથે ),
  *પુરુષાર્થની પેલે પાર (ભાગ ૧ અને ૨)(
  ઉદ્યોગપતિ વિજ્ઞાની શ્રી નવનીતરાય આર. ત્રિવેદીની જીવનકથા),
  *મારોય એક જમાનો હતો(મર્હૂમ રાજવી શાયર શ્રી રુસ્વા મઝલૂમીની જીવનકથા), *ઉપેન્દ્ર ત્રિવેદી: આત્મકથન અને અન્ય આલેખ,
  સૌમ્ય સુગંધ (
  આજિવન શિક્ષક સ્વ. રામપ્રસાદ જાનીની જીવનકથા),
  ક્રાંતિકારી વિચારક (વિચારક સ્વ,રાવજીભાઇ પટેલની જીવનકથા),
  પડકાર સામે પુરુષાર્થ (
  લેખક-પ્રકાશક સ્વ. નવનીતભાઇ મદ્રાસીની જીવનકથા ), *અમૃતસૌરભ (મુંબઇના વાણીજ્ય મહારથી શ્રી ચાંપશી દેવશી નંદુની જીવનકથા), સખાપ્રકાશ (એક વિશિષ્ટ મહિલાસંતની જીવનકથા)

  ( * રજનીકુમાર પંડ્યા સાથે )
 • અનુવાદ
  પ્રજ્ઞા, મુક્તિ, સાહસ, નર ( આ ચારેયના લેખક ઓશો રજનીશ) ,
  WondeefThe Wonderful Divine Idol divine idol- part 1,2 (ગુર્જર યોગી દિનકરનાથ),
  Beyond the Horizons (પુરુષાર્થની પેલે પાર)

રામચંદ્ર ઠાકુર, Ramchandra Thakur


નામ

રામચંદ્ર નારાયણ ઠાકુર

જન્મ

૧૭ ડિસેમ્બર ૧૯૦૮ ; ચિત્રોડા જિ. સાબરકાંઠા

અભ્યાસ

 • એમ.એ. (પાલી વિષય) ; મુંબઇ
પ્રદાન
 • પ્રારંભમાં વ્યાયામ શિક્ષક
 • પત્રકાર અને ફિલ્મોમાં લેખક, નિર્માતા અને દિગ્દર્શક
 • નવલકથા, ચરિત્ર અને ટૂંકી વાર્તા ક્ષેત્રે લેખન
રચનાઓ
 • નવલકથા – આમ્રપાલી, ધન જોબન અને ધૂન, મીંરા પ્રેમદીવાની
 • હાસ્યલેખસંગ્રહ – ગિરજો ગોર, ગિરજા ગોરનો સોટો
 • ચરિત્રલેખન – મા આનંદમયી, શ્રી સહજાનંદ સ્વામી
 • નાટક – સ્ત્રી ગીતા અથવા વીજળી ગામડીયણ
 • વાર્તાસંગ્રહ – શેફાલી, હોઠ અને હૈયાં
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

શારદાબહેન મહેતા, Shardabahen Mehta


નામ

શારદાબહેન સુમન્ત મહેતા

જન્મ

ઇ.સ. ૧૮૮૨

અવસાન

ઇ.સ. ૧૯૭૦

અભ્યાસ

 • બી.એ.
પ્રદાન
 • ગુજરાતના પ્રથમ સ્ત્રી સ્નાતકમાંના એક
 • આત્મકથા ક્ષેત્રે મહત્વનું પ્રદાન, તેમની આત્મકથા  ગુજરાતના લગભગ સાડાપાંચ દાયકાનાં સમાજ, રાજ્ય અને સ્ત્રીજાગૃતિ વિશેનાં વિગતપુર્ણ ચિત્રો આલેખાયા છે.
રચના
 • અનુવાદ – વિદ્યાગૌરી નીલકંઠ સાથે ‘સુધાહાસિની’ (ધ લેઇક ઑફ પામ્સનો અનુવાદ), દિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન
 • આત્મકથા – જીવનસંભાણા
 • જીવનચરિત્ર – ફ્લોરેન્સ નાઇટિંગલનું જીવનચરિત્ર
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

કાન્તિલાલ પંડ્યા,Kantilal Pandya


નામ

કાન્તિલાલ છગનલાલ પંડ્યા

 

જન્મ

૨૪ ઑગસ્ટ ૧૮૮૬ ; નડિયાદ

અવસાન

૧૪ ઓક્ટોબર ૧૯૫૮

અભ્યાસ

 • બી.એ., એમ.એ., પીએચ.ડી.
વ્યવસાય
 • સૅન્ટ જોન્સ કૉલેજ આગ્રામાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક
પ્રદાન
 • ગોવર્ધનરામ ત્રિપાઠીના ભાણેજ
 • ગુજરાતીમાં વિજ્ઞાનવિષયક માહિતી પૂરી પાડનાર
રચના
 • જીવનચરિત્ર – ગોવર્ધનરામનું જીવનચરિત્ર
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

મૃણાલિની દેસાઇ,Mrunalini Desai


નામ

મૃણાલિની દેસાઇ

જન્મ

૭ ઑક્ટોબર ૧૯૨૭ ; પૂણે

અવસાન

૨૯ નવેમ્બર ૧૯૯૪

વ્યવસાય

 • મોરારજી દેસાઇના સચિવ
 • આકાશવાણી કેન્દ્ર – મુંબઇ
 • ફિલ્મ સેન્સર બોર્ડ – દિલ્હી
 • દુરદર્શન – દિલ્હી
પ્રદાન
 • મુખ્યત્વે મરાઠીમાં કાવ્ય સર્જન
રચનાઓ
 • નવલકથાઓ – નિશિગંધ, પુત્ર માનવીનો, પૂર્ણાહુતિ
 • ચરિત્રગ્રંથો – પ્રગતિને પંથે, જ્ઞાનદેવ
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

નવલભાઇ શાહ, Navalbhai Shah


નામ

નવલભાઇ નેમચંદ શાહ

જન્મ

૧૦ ડિસેમ્બર ૧૯૨૦ ; કેરવાડા – જિ. ભરૂચ

અવસાન

૧૫ ફેબ્રુઆરી ૨૦૦૩ ; અમદાવાદ

અભ્યાસ

 • બી.એસસી. – બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય (બીજા ક્રમ સાથે)
વ્યવસાય
 • રાજ્યકક્ષાની વિવિધ સામાજિક-શૈક્ષણીક સંસ્થાઓમાં સભ્ય, મંત્રી અને અધ્યક્ષ
 • ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ
 • ગુજરાત સરકારમાં મંત્રી પદે
પ્રદાન
 • ભાલ-નળકાંઠા વિસ્તારમાં ગ્રામોત્થાનના કાર્યો
 • વિશ્વવાત્સલ્ય અને નવાં માનવી સામાયિકોમાં તંત્રી
સન્માન
 • સમાજદેવા માટે ‘દર્શક એવોર્ડ’
રચનાઓ
 • ચરિત્રકથા – સાધુતાની પગદંડી (મુનિ સંતબાલજીનું જીવનચરિત્ર)
 • નવલકથાઓ – સર્જાતાં હૈયાં, શોધ, નિર્માણ, સમજ, રાત પણ રડી પડી, માનવી માટીનાં, મન મોતીનાં, પ્રેમ પારાવાર, નવી કૂંપળ
 • વાર્તાસંગ્રહ – પાથેય, સાધના
 • નાટકો – સોનાનો સૂરજ
 • ચરિત્રાત્મકલેખન – બાપુ, પચાસ વર્ષનું તપ, સ્મૃતિ સુવાસ
 • પ્રવાસકથા – સૂતેલો ખંડ જાગે છે
 • પ્રકીર્ણ – સળકતો પ્રશ્ન, બંધ બારણાં, આંધી અને ઉપવાસ, રૂંધાયેલો અવાજ, માણસ એટલે.
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

%d bloggers like this: