ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: જીવન ચરિત્ર લેખક

નિરંજન વર્મા, Niranjan Varma


નામ

નિરંજન માવલસિંહ વર્મા

જન્મ

ઇ.સ. ૧૯૧૭ ; ગામ – રાજડા, જિ. જામનગર

અવસાન

ઇ.સ. ૧૯૫૧ ; મદનપલ્લી – આંધ્ર પ્રદેશ

અભ્યાસ

 • અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી – વાંકાનેર
 • વિનીત – દક્ષિણામૂર્તિ વિદ્યાલય; ભાવનગર
વ્યવસાય
 • ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં તંત્રી વિભાગમાં
જીવનઝરમર
 • સત્યાગ્રહ, ભૂગર્ભપ્રવૃત્તિ, પત્રકારત્વ અને જેલવાસ
 • ધોલેરા સત્યાગ્રહ વખતે જયમલ્લ પરમારનો પરિચય
 • અભિન્ન મિત્ર એવા જયમલ્લ પરમાર સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રીય ભાગ
 • સઘળું લેખનકાર્ય જયમલ્લ પરમાર સાથે
રચનાઓ
 • નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
 • લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
 • બાળવાર્તાઓ – પરિકથાઓ
 • પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
 • ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
 • વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
 • વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
 • અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

ધીરજલાલ શાહ, Dhirajlal Shah


નામ

ધીરજલાલ ધનજીભાઇ શાહ

જન્મ

૧૨ નવેમ્બર ૧૯૧૨ ; ભાવનગર

અવસાન

ઇ.સ. ૧૯૮૨

અભ્યાસ

 • પીએચ.ડી. (લાવણ્યસમયકૃત ‘વિમલપ્રબંધ’ પર શોધ નિબંધ)
પ્રદાન
 • સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ મ્યુનિસિપલ સમાચાર, ૪૨ની હિન્દ છોડો લડત, સ્વતંત્ર વેપાર, મુંબૈની જૈન સંસ્થાઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના ઉપક્રમે મળતી ‘ચા-ઘર’ બેઠક વગેરે વિવિધ સંસ્થાઓ અને ક્ષેત્રોમાં વ્યવસ્થાપક, તંત્રી અને મંત્રી.
 • વાર્તા, નવલકથા અને ચરિત્ર લેખક
રચનાઓ
 • વાર્તાસંગ્રહ – જૌહર, પુનઃસ્મૃતિ
 • નવલકથા – શાન્તૂ મહેતા (ભાગ ૧ થી ૩), ભાઇબીજ, અમારે ખાંચે, લાટનો દંડનાયક
 • ચરિત્રલેખન – વીર વિઠ્ઠલભાઇ, શ્રમણ ભગવાન મહાવીર, બા (કસ્તુરબા)
 • નિબંધસંગ્રહ – ચિંતન અને મનન
 • ‘સ્ત્રીજીવન’માં ચા-ઘર નામની રોજનીશી
 • સંશોધન/સંપાદન – સોળ સતી, મહાગુજરાતનો મંત્રી, મહામાત્ય, ગણિતરહસ્ય, સહકાર ક્ષેત્રે ગુજરાત, વિમલપ્રબંધ
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬
બાહ્ય કડીઓ
 • રીડ ગુજરાતી પર ઃ  ઃ

કૃષ્ણપ્રસાદ ભટ્ટ, Krushnaprasad Bhatt


નામ

કૃષ્ણપ્રસાદ લલ્લુભાઇ ભટ્ટ

જન્મ

૧૨ સપ્ટેમ્બર ૧૯૧૧ ; દાહોદ

અભ્યાસ

 • મેટ્રીક – દાહોદ
 • બી.એ. – અલીગઢ યુનીવર્સીટી
પ્રદાન
 • સંસ્કૃત, ઉર્દુ, ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર
 • મુદ્રણકળા અને સમાજસેવાક્ષેત્રે પ્રદાન
રચનાઓ
 • નવલકથા – પ્રતિજ્ઞાની પૂર્ણાહૂતી, રાજા શ્રીપાલ, માંડવનાથ, પ્રતાપી મૃત્યુ, સિંહ સેનાપતી, કલન્દરની કટાર, મહારાજ જયસિંહદેવ, સ્નેહજ્યોતિ, ઝેરી નાગણ, ભેદી માનવ, જંગલ-સમ્રાટ, રૂપસુંદરી.
 • કાવ્યરચનાઓ – પ્રેમીયુગલ, કીર્તનમાલા, ભજન રામાયણ
 • ચરિત્રલેખન – ભગવાન મહાવીર, રામદેવપીરચરિત્ર, ભક્ત નરસિંહ, શેઠ સગળશાચરિત્ર
 • અનુવાદ – પ્રણયજ્વાળ (વગ્નર ધ વેર બુલ્ફ – લે. રેનોલ્ડ્સ), રત્નાકર પચ્ચીસી (રત્નાકરપંચવિશંતિ), યુગપુરૂષનું ઉપવન (ધ ગાર્ડન ઑફ પ્રોફેટ – લે. જિબ્રાન), રુદન અને હાસ્ય (અશ્કવત વરસુમ), ધરતીના દેવ (ધ અર્થ ગોડ્સ), શિવપુરાણ, ગરુડપુરાણ.
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

જયમલ્લ પરમાર,Jaymalla Paramar


નામ

જયમલ્લ પ્રાગજીભાઇ પરમાર

જન્મ

૬ નવેમ્બર ૧૯૧૦

અવસાન

૧૩ જૂન ૧૯૯૧

અભ્યાસ

 • દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગર
 • કાશી વિદ્યાપીઠ – વારાણસી
 • ગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદ
વ્યવસાય
 • ફૂલછાબ, કલ્યાણયાત્રા, ઊર્મિ-નવરચના વગેરે માં તંત્રી
 • સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં અદ્યાપક
જીવનઝરમર
 • સત્યાગ્રહની ચળવળમાં અનેક વખત કારાવાસ ભોગવ્યો.
 • મિત્ર નિરંજન વર્મા સાથે સહલેખન
રચનાઓ
 • નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
 • લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
 • બાળવાર્તાઓ – પરિકથાઓ
 • પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
 • ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
 • વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
 • વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
 • અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

મોહનલાલ મહેતા ‘સોપાન’, Mohanlal Mehta ‘Sopan’


નામ

મોહનલાલ તુલસીદાસ મહેતા

ઉપનામ

સોપાન

જન્મ

૧૪ ઑક્ટોબર ૧૯૧૦ ; ગામ – ચકમપર, મોરબી

અવસાન

૨૩ એપ્રિલ ૧૯૮૬

કુટુંબ

 • પિતા – તુલસીદાસ
 • માતા – શિવકુંવર
અભ્યાસ
 • છઠ્ઠા ધોરણ સુધી
વ્યવસાય
 • ૧૯૪૦ થી ૧૯૬૧ સુધી ‘જન્મભૂમી’ના તંત્રી
 • સુકાની, જીવનમાધુરી, અભિનવ ભારતી આદી સામાયિકોમાં પત્રકાર.
 • અખંડઆનંદના સંપાદક તરીકે તેનો ફેલાવો વધારવામાં ફાળો આપ્યો.
જીવનઝરમર
 • સાત વર્ષની ઉંમરે માતા ગુમાવ્યા અને દસ વર્ષની ઉંમરે પિતાને અંધાપો આવ્યો.
 • અભ્યાસ અધૂરો મૂકી પિતાની અનાજ-કરિયાણાની દુકાન સંભાળવી પડી.
 • અનહદ જ્ઞાનપીપાસાને કારણે વાંચન હંમેશા ચાલુ રાખ્યું.
 • ૧૯૩૦ના સત્યાગ્રહ આંદોલન વખતે ત્રણ વર્ષનો કારાવાસ. તે દરમિયાન અંગ્રેજી શીખ્યા, રાજકારણ અને અર્થકારણનો અભ્યાસ કર્યો.
 • આઝાદીની લડત વખતે શૌર્યગીતો રચી પ્રજામાં જાગૃતિ લાવ્યા. મેઘાણીએ તેમને યુદ્ધકવિનું બિરુદ આપ્યું.
રચનાઓ
 • નવલકથા – સંજીવની, પ્રાયશ્ચિત્ત (ભાગ ૧ અને ૨), મંગલમૂર્તિ, જાગતા રે’જો, વનવાસ, ફૂટેલા સુવર્ણપાત્રો, કન્યારત્ન (ભાગ ૧ અને ૨), ઉઘાડી આંખે (ભાગ ૧ અને ૨)
 • ટૂંકીવાર્તા – અંતરની વાતો, અંતરની વ્યથા, ઝાંઝવાનાં જળ, અખંડ જ્યોત, ત્રણ પગલાં, વિદાય
 • જીવનચરિત્ર – નેતાજી  ઃ  જીવન અને કાર્ય, પરમ પૂજ્ય બાપુ, ભિક્ષુ અખંડઆનંદ.
 • રાજકારણ, ચિંતન, પ્રવાસવર્ણનના વિસેક પુસ્તકો
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

 

બિપિન વૈદ્ય, Bipin Vaidya


નામ

બાબુભાઇ પ્રાણજીવન વૈદ્ય

ઉપનામ

બિપિન વૈદ્ય

જન્મ

૨૩ જુલાઇ ૧૯૦૯ ; દ્વ્રારકા

અભ્યાસ

 • જેતપુર, જૂનાગઢ અને વડોદરા
વ્યવસાય
 • વૈદ્ય, પત્રકાર, સમાજસેવક, ધારાસભ્ય (૧૯૫૨ થી ૧૯૫૬)
 • ફૂલછાબ, સાંજ વર્તમાન, જયહિંદમાં સહતંત્રી અને આદ્યતંત્રી
જીવનઝરમર
 • અભ્યાસ અધૂરો મૂકીને સત્યાગ્રહમાં જોડાયા
 • અનેક વિષયો પર નવલિકા, નવલકથા, નાટક, ચરિત્ર આદી સાહિત્યસ્વરૂપોમાં લેખન
રચનાઓ
 • નવલકથાઓ – નંદબાબુ, ઉપમા, ગોદાવરી, વિશ્વામિત્ર, શાકુન્તલેય ભરત
 • વાર્તાસંગ્રહ – અ.સૌ. વિધવા, છેતરીને ગઇ, નિરાંતનો રોટલો, પારકી છઠ્ઠીનો જાગતલ, મા વિનાના, રોતી ઢીંગલી, વહેતું વાત્સલ્ય.
 • નાટક – એ આવજો, પ્રેરણા
 • ચરિત્રલેખન – અકબર, ઝવેરચંદ મેઘાણી, રેતિમાં વહાણ (બારડોલી સત્યાગ્રહના અગ્રણી કુંવરજીભાઇ મહેતા વિશે સ્મૃતિગ્રંથ)
 • અનુવાદ – ઇબ્સનનાં નાટકો, વિધિના વિધાન, ઢીંગલીઘર, હંસી
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

પ્રહલાદ બ્રહ્મભટ્ટ


નામ

પ્રહલાદ દામોદરદાસ બ્રહ્મભટ્ટ

જન્મ

૨૨ ઑગસ્ટ ૧૯૦૮

અવસાન

૧૫ ડિસેમ્બર ૧૯૯૭

વ્યવસાય

 • ‘સંદેશ’માં પત્રકાર
 • ‘સેવક’ના તંત્રી
 • ‘જનસત્તા’ના સહતંત્રી
પ્રદાન
 • નેવુંથી પણ વધારે નવલકથાઓ
 • વાર્તાપ્રવાહ રેલાવાની કુશળતા, ભાષાનું પ્રભુત્વ અને રોચક કથાનક
રચનાઓ
 • નવલકથા – તૃષા અને તૃપ્તી, વિપુલ ઝરણું, ખાખનાં પોયણાં, અધૂરી પ્રીત, માટીનાં માનવી, એક પંથ બે પ્રવાસી, મોભે બાંધ્યા વેર, રેતીનું ઘર, ટૂટેલા કાચનો ટુકડો, મનનાં બંધ કમાડ વગેરે
 • વાર્તાસંગ્રહો – ઉમા, અધૂરા ફેરાં, જિંદગીનાં રૂખ.
 • જીવનચરિત્ર – લાહોરનો શહીદ ભગતસિંહ, નેતાજી, નેતાજીના સાથીદારો.
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

 

રામનારાયણ ના. પાઠક, Ramnarayan N Pathak


નામ

રામનારાયણ નાગરદાસ પાઠક

જન્મ

૨૩ ફેબ્રુઆરી ૧૯૦૫ ; ભોળાદ તા. બોટાદ

અવસાન

૪ જુલાઇ ૧૯૮૮

 

અભ્યાસ

 • લાઠી, લીંબડીની શાળાઓમાં, વઢવાણની રાષ્ટ્રીય શાળામાં
 • લીંબડીની સંસ્કૃત પાઠશાળાઓમાં ભાગવતનો અભ્યાસ અને ઉદ્યોગશાળામાં વણાટકામ શીખ્યાં.
જીવનઝરમર
 • હરિજનસેવા, ગ્રામોત્થાન અને ખેતીકામ સાથે સંકળાયેલા.
 • ૧૯૨૩ના ઝંડા સત્યાગ્રહમાં તરૂણ સત્યાગ્રહી તરીકે ગાંધીજીના રંગે રંગાયા.
 • ગિજુભાઇ બધેકા અને નાનાભાઇ ભટ્ટના અંતેવાસી એવા તેમણે વિવિધ સ્તરે શિક્ષણકાર્ય કર્યું હતું.
 • વિશ્વશાંતિ પરિષદમાં તેમણે ભારતના સભ્ય તરીકે ફિનલૅન્ડ, રશિયા અને ઝેકોસ્લોવીયા વગેરે રાષ્ટ્રોની મુલાકાત લીધી હતી.
રચનાઓ
 • નવલકથાઓ – છેટાં રે જો માબાપ, વેઠનો વારો, પચાસ વર્ષ પછી, આવતી કાલ, જગતનો તાત, ખાંડાની ધાર, માનવતાનાં મૂલ, સાથી, સોહાગ, યશોધરા.
 • ચરિત્રલેખન – ભારતના ભડવીરો, ભારતની વીરાંગનાઓ, યુગાવતાર ગાંધી ૧ થી ૩, ગાંધીગંગા, મોહનમાંથી મહાત્મા, ક્રાંતિકારક ગાંધી, મહાત્મા તૉલ્સતૉય, ગૌતમ બુદ્ધ, બાલશિક્ષણ પ્રણેતા ગિજુભાઇ, સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ, શ્રી રામકૃષ્ણદેવ, માશ્રી શારદામણીદેવી, સ્વામી વિવેકાનંદ.
 • પ્રવાસ – કાળાં પાણીને પેલે પાર, પલટાતી દુનિયાનાં દર્શને, ભારતયાત્રા ૧ થી ૪, ચાર પ્રવાસો, પ્રવાસપત્રો.
 • ધર્મકથાઓ – આપણી ધર્મકથાઓ, સર્વધર્મપરિચય  ઃ  હિન્દુધર્મ, ઇસાઇ ધર્મ, ઇસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ, મહાકાવ્યોની રસિક કથાઓ.
 • બાલવાર્તા – રામભાઇની બાલવાર્તાઓ
 • સંક્ષેપ અને અનુવાદ – સ્વામી વિવેકાનંદ  ઃ ભાષણો અને લેખો  ભાગ ૧ થી ૫, સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ૨ અને ૩ ( બન્નેમાં ૧૨ ગ્રંથો), પ્રેમચંદની નવલકથા ‘કાયાકલ્પ’ ૧ થી ૩, રશિયન આત્મકથા ‘મારો પરિવાર’, રામચરિત્રમાન્સ, સુંદરકાંડ.
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

ચંદ્રભાઇ ભટ્ટ,Chandrabhai Bhatt


નામ

ચંદ્રભાઇ કાલિદાસ ભટ્ટ

જન્મ

ઇ.સ. ૧૯૦૪ ; શિનોર

અવસાન

૧૧ નવેમ્બર ૧૯૮૮

વ્યવસાય

 • શિક્ષક
જીવનઝરમર
 • સામ્યવાદી વિચારસરણી ધરાવનાર. ત્રોતસ્કી પંથના અનુયાયી.
 • સઘળાં સાહિત્યસ્વરૂપોમાં સમાજવાદ દ્વારા સામાજિક ક્રાંતિની તરફેણ.
 • તેમની નવલકથા ‘ભઠ્ઠી’ તેના સામ્યવાદી વિચારસરણીને કારણે જપ્ત થઇ હતી.
રચનાઓ
 • નવલકથાઓ – દરિયે લાગ્યો દવ, ચિંતાની વેદી પર, ડોકિયું, ૫૭નો દાવાનળ, ભઠ્ઠી, એક હતો છોકરો.
 • ચરિત્રો – શ્રમણ બુદ્ધ, જીવનજ્યોતિર્ધરો, ગૌતમ બુદ્ધ, સોક્રેટિસ અને પ્લેટો.
 • નાટકો – માનવીનું મૂલ, યુદ્ધચક્ર, અશોકચક્ર, પુરુષાર્થની પ્રતિમાઓ
 • અનુવાદો – શહીદી, જવાબ આપો, એક હતું માનવી, માનવીનું ઘર, એબિસિનિયા પર ઓથાર, યુરોપની ભીતરમાં, એશિયાની ભીતરમાં, જય સોવિયેટ, લોકકીતાબ, ક્રાંતિના પરિબળો, નૂતન માનસવિજ્ઞાનમંદિર, લોકક્રાંતિ, લોકહિલચાલ, નહેરુનું ઇતિહાસદર્શન, દગાબાજ દુશ્મન, સંસ્કૃતિનાં વહેણ, નાઝીરાજ, રશિયન નારી, માનવીનું મૂળ.
 • અન્ય – કકળતું કોંગો, રાતું રૂસ ૧ અને ૨.

દુર્ગાશંકર શાસ્ત્રી, Durgashankar Shashtri


નામ

દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી

જન્મ

૨૪ જાન્યુઆરી ૧૮૮૨ ; અમરેલી

અવસાન

૨૯ સપ્ટેમ્બર ૧૯૫૨

અભ્યાસ

 • પ્રાથમિક શિક્ષણ – ગોડંલ
 • રાજકોટની મહેરામણ કૅમિકલ લૅબોરેટરીમાં અભ્યાસ કરી ‘પ્રૅક્ટીકલ ફાર્મસિસ્ટ’ની પરીક્ષા પાસ કરી.
 • મુંબઇમાં સંસ્કૃતનો અભ્યાસ (સને ૧૯૧૦)
વ્યવસાય
 • ઝંડૂ ફાર્માસ્યુટીકલ વર્ક્સમાં કાર્ય
 • ‘આયુર્વેદ વિજ્ઞાન’ માસીકનું સંપાદન
પ્રદાન
 • સંશોધક, વિદ્વાન, ઇતિહાસજ્ઞ, નિબંધકાર અને ચરિત્રલેખક તરીકે ગુજરાતમાં કીર્તિ મેળવી.
રચનાઓ
 • વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ, ઝંડૂ ભટ્ટજીનું જીવનચરિત્ર, શૈવધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ, ગુજરાતના તીર્થસ્થાનો, પુરાણવિવેચન, ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ઐતિહાસિક સંશોધન, પંડિત ભગવાનલાલ ઇંદ્રજીનું જીવનચરિત્ર, ભારતીય સંસ્કારો અને તેનું ગુજરાતમાં અવતરણ, આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો.
%d bloggers like this: