ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: જીવન ચરિત્ર લેખક

તુષાર ભટ્ટ, Tushar Bhatt


તુષાર ભટ્ટ

તુષાર ભટ્ટ

“ આ પુસ્તકનું નામ ‘રેતીમાં રેખાચિત્રો’ નહીં પણ ‘ પથ્થર પર રેખાચિત્રો’ હોવું જોઈએ. “ – મનુભાઈ પંચોળી – ‘ દર્શક’

‘ એ બોલે ત્યારે હાસ્યકાર લાગે , અને લખે ત્યારે કલામીમાંસા સુધી પહોંચી શકે.”
“ એમની આત્મ ચિકીત્સક વૃત્તિ એમને ભારેખમ સાહિત્યપ્રેમ અને લોકપ્રિયતાનો નશો- આ બેઉ અંતિમોમાંથી બચાવે છે. – રઘુવીર ચૌધરી

જીવનમંત્ર – ‘ તમે મોટાં કામ કરો, તે અગત્યનું નથી. જરુરી એ છે કે, જે કરો તે ચીવટ અને લગાવથી કરો : ભલે તે નાનું કામ હોય કે મોટું.”

# તેમના લેખો :    –  1  –  :   –  2  –   :   –  3  –     :   –  4  –

——————————————————————————————- ‘

સમ્પર્ક         Tushar Bhatt, J3/14, Patrakar Colony No.1, Vijaynagar, Naranpura, Ahmedabad PIN 380 013. Phones: 27432152. E-mail: tusharbhatt94@yahoo.com

જન્મ

 • 7, જાન્યુઆરી- 1942, ચીખલી ( જિ. – નવસારી)

અવસાન 

 • ૩૦, માર્ચ – ૨૦૧૨; અમદાવાદ

કુટુમ્બ

 • માતા * –  ભદ્રાબેન ( દેવકી – નાની ઉમ્મરમાં ગુજરી ગયાં હતાં ), મંજુલાબેન  (જશોદા – નવી માતા);
  પિતા – ડો. શંકર ભટ્ટ
  [ * બે માતાઓ માટેના તુષાર ભાઈએ સુચવેલા આ શબ્દપ્રયોગો અપનાવવા લાયક છે.]
 • પત્ની – હંસા :
  સંતાન – પુત્ર = અભિજીત , પુત્રી – શિલ્પા

શિક્ષણ

 • બી.એ. ( અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર ) – ગુજ. યુની.

વ્યવસાય

 • ‘હિન્દુ’ ના ગુજરાત ખાતેના પ્રતિનીધી તરીકે શરૂઆત
 • યુ.એન.આઈ.ના અમદાવાદ ખાતેના પ્રતિનીધી
 • 1966 – મુંબાઈના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’ માં જોડાયા.
 • 1979 – ‘આનંદ બજાર પત્રિકા’ માં જોડાયા
 • 1992 – ‘ ટેલીગ્રાફ’ અખબારની નવી દિલ્હી ઓફીસના વડા અને મુખ્ય પ્રતિનીધી
 • છેલ્લે – સીનીયર એડિટર ટાઈમ્સ ઓફ ઈન્ડીયા/ ઈકોનોમિક ટાઈમ્સ, અમદાવાદ

જીવન ઝરમર

 • પિતા પણ વૈદકનું ક્ષેત્ર છોડી પત્રકારત્વમાં જોડાયા હતા. તેમનાં સંતાન પણ આ ક્ષેત્રમાં સંકળાયેલાં છે. આમ ત્રણ પેઢી આ કુટુમ્બે સમાજને બહુ ઉપયોગી, પત્રકારત્વના  ક્ષેત્રમાં પ્રદાન કર્યું છે.
 • કાર્યકાળના 45 વર્ષ દરમિયાન, ટાઈમ્સ ગ્રૂપ ઉપરાંત ટેલિગ્રાફ, સન્ડે, બિઝનેસ સ્ટાન્ડર્ડ, હીન્દુ જેવાં અખબારો અને યુ.એન.આઈ. જેવી સમાચાર સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે.
 • 1985-90 કલકત્તાની સમાચાર સંસ્થા ‘ટેલિગ્રાફ‘ ની નવી દિલ્હી શાખાના મુખ્ય તંત્રી તરીકે આગળ પડતી ભૂમિકા બજાવી હતી.
 • 1987 –અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રીગને વોશીંગ્ટન ડી.સી. ખાતે યોજેલ, માદક દ્રવ્યો અંગેની 21 દિવસની કોન્ફરન્સમાં વિશ્વના 16 પત્રકારો સાથે ભાગ લીધો હતો.
 • ઈકોનોમિક ટાઈમ્સમાં ‘ માઈક્રો વ્યુ’ અને ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં ‘ રેન્ડમ નોટિસ’ કોલમના લેખક.
 • ઓગસ્ટ, 1998 – ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અમદાવાદના રેસીડન્ટ તંત્રીનું પદ છોડી લેખન, બ્રોડકાસ્ટીન્ગ અને પત્રકારત્વના ખાનગી વ્યવસાયમાં ઝંપલાવ્યું.
 • 1990 – ‘ઈકોનોમીક ટાઈમ્સ’ અમદાવાદના પ્રકાશનને પૂર્ણ રીતે કોમ્પ્યુટરાઈઝ્ડ કરવાની અગત્યની કામગીરી બજાવી હતી, જે આખા દેશમાં આ પ્રકારની પ્રથમ કામગીરી હતી. ત્યાર બાદ તેઓ ‘ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’ – અમદાવાદના નિવાસી તંત્રી થયા હતા. દાયકાઓ બાદ એક ગુજરાતી આવા ઉંચા સ્થાને પહોંચ્યો હતો.
 • રમતગમત, રાજકારણ વિ. વિષયોમાં લખાણમાં પાવરધા. પણ તેમની ખાસ ફાવટ સામાજિક, આર્થિક પ્રશ્નો અને માનવતાવાદમાં છે.
 • રેડિયો અને ટીવી પર અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં પ્રસારણ માટે જાણીતા છે. ઓલ ઈન્ડીયા રેડિયો, વોઈસ ઓફ અમેરિકા અને બી.બી.સી. પરથી તેમનો અવાજ જાણીતો છે.
 • વસુબેન ભટ્ટ અને શશિકલા જોશીપુરાની સાથે ‘સબરસ’ નામનો વિવિધ વ્યક્તિઓ સાથેની, મુલાકાતનો લોકપ્રિય કાર્યક્રમ બહુ વખણાયો હતો.
 • 1990 પછીના દસકામાં, તેમના ‘હળવે હૈયે’ કાર્યક્રમ પણ બહુ લોકપ્રિય થયો હતો, જે હજુ પણ દુરદર્શન પરથી અવાર નવાર પુનઃ પ્રસારિત થાય છે.
 • ‘ગુજરાત મિત્ર’ – સુરતમાં ‘ દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ કોલમના લેખક
 • ‘ગુજરાત ટાઈમ્સ’ – ન્યુયોર્કના સ્થાપના કાળના તંત્રી
 • અનેક યુની.ઓમાં પત્રકારત્વ અંગે વીઝીટીંગ વ્યાખ્યાતા તરીકે શિક્ષણ સેવાઓ આપેલી છે.
 • નેશનલ ડીઝાઈન ઈન્સ્ટીટ્યુટની કાર્યકારી સમિતિમાં સભ્ય

રચનાઓ

 • ચરિત્ર – રેતીમાં રેખાચિત્રો
 • અંગ્રેજી – Sketches in sand.

સન્માન

 • 1997 – વર્ષના શ્રેષ્ઠ તંત્રી તરીકેનો એવોર્ડ- ગુજરાત દૈનિક મંડળ
 • 2000 – પત્રકારત્વના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરવા માટે ગુજરાત સરકાર તરફથી લાઇફ ટાઈમ એવોર્ડ
 • 2003 – ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર – જીવન ચરિત્ર માટે
 • શેખાદમ આબુવાલા એવોર્ડ ( અંગ્રેજી પત્રકારત્વ માટે )
 • યજ્ઞેશ શુકલ એવોર્ડ – પત્રકારત્વ માટે
 • ચન્દ્રકાંત વોરા એવોર્ડ – કટાર લેખન માટે
 • ગ્રામ્ય જીવન અંગેની વાર્તાઓ માટે ગુજરાત રાજ્યનો પુરસ્કાર
 • ૨૦૧૨ – ગુજરાત રાજ્ય દ્વારા મરણોત્તર પત્રકાર એવોર્ડ

મુકુન્દરાય પારાશર્ય, Mukundray Parasharya


mukundrai_parashya.jpg

“હરિ! તમે સ્વીકારો તો કરું ભવ ભવ ચાકરી.”

_______________________________________________________________   Read more of this post

જયંતિ મ. દલાલ , Jayanti M. Dalal


jmdપ્રેરક વાક્ય

‘ જિંદગી જીવ્યાનો સંતોષ પામશું તો જ મૃત્યુ મહોત્સવ બનીને મહેકતું રહેશે.’

‘ભવાટવિની વાટે’ વિચરતા ‘એક્રિલીકે આઝમ’ – રાધેશ્યામ શર્મા

‘સુખનો સૂરજ ઉગ્યો – એક્રિલીકનો.’ – કાર્ટૂનિસ્ટ ‘રૂપમ્’

‘એક્રિલીક મારું ધબકતું હૃદય છે , તો સાહિત્ય એ મારો પ્રાણવાયુ છે. જિંદગીના અંતે મા સરસ્વતીના ખોળે શાશ્વત નિદ્રામાં પોઢી જવનું મને બહુ ગમશે. ‘

વેબ સાઇટ

# તેમની એક વાર્તા

# તેમના જીવનની એક પ્રશંસનીય વાત

# તેમની સાથે એક ઇન્ટરવ્યુ

_____________________________________________________________________

સમ્પર્ક        103, Anuradha,   Irla Bridge, S. V. Road,  Andheri (West),  Mumbai – 400 058.

ઉપનામ

 • જયરાજન

જન્મ

 • 28, ડીસેમ્બર – 1935; કપડવંજ , જિ. ખેડા

કુટુમ્બ

 • માતા – ચંપાબેન; પિતા – મણિલાલ સોમાલાલ ; ભાંડુ – ચાર ભાઇ , ચાર બહેન
 • પત્ની – વસુમતિ (લગ્ન – 1958) ; પુત્ર – રાકેશ, તેજસ; પુત્રી – નેહા ઠક્કર

અભ્યાસ

 • માધ્યમિક – ઉમરેઠની જ્યુબીલી સ્કુલમાંથી
 • 1958  – બી.એસ.સી. – રુઈયા કોલેજ , મુંબાઇ યુનિ.

વ્યવસાય

 • શરુઆતમાં ત્રણ વર્ષ ખાનગી કમ્પનીમાં નોકરી
 • 1962- 1975   ભાગીદાર સાથે પ્લાસ્ટીકનું કારખાનું
 • 1975 થી – પોતાના કારખાના ‘સુપર ઇન્ડસ્ટ્રીઝમાં’ પ્લાસ્ટીક અને પછી એક્રિલીક ફર્નીચરનું ઉત્પાદન( આખા દેશમાં પ્રથમ ઉત્પાદક)

                                                          jayanti_dalal_11.jpg

jmd_2

તેમના વિશે વિશેષ

 • અભ્યાસકાળથી જ સાહિત્યવાચનનો રસ
 • 17 વર્ષની ઉમ્મરે ‘ફૂલ અને કાંટા’ લઘુ નવલ લખી – જેનું ટીવી રૂપાંતર થયું છે.
 • તેમનો પ્રથમ અપંગ પુત્ર સ્વ. અમીત જન્મ સાથે જ સેરીબ્રલ પાલ્સીથી પીડાતો હતો.
 • તેમની નવલકથા પરથી ‘આનંદ’ નામની ટી.વી. સીરીયલ બની છે.
 • તેમની નવલકથાઓ સૌરાષ્ટ્ર સમાચાર, જયહિંદ, સમકાલીન વિ. દૈનિકોમાં ધારાવાહીક રીતે આવી છે.
 • તેમની રચનાઓના અંગ્રેજીમાં અનુવાદ થયા છે.
 • આકાશવાણી પર અનેક કાર્યક્રમો આપ્યા છે.
 • વિશ્વ ગુજરાતી સમાજ , અમદાવાદની મેનેજીંગ કમીટીમાં સભ્ય
 • ગુજરાતી સાહિત્ય પરિષદના ચાલીસ વર્ષથી સભ્ય
 • વર્ણાશ્રમ વ્યવસ્થા અને પાઠપૂજામાં માને છે.
 • તેમના એક્રિલીક ફર્નીચરના શોરુમનું ઉદ્ ઘાટન દિલીપકુમારે કર્યું હતું.
 • ACRYPLAST -97 પ્રદર્શન/ સેમીનારના મુખ્ય આયોજક
 • સ્મોલ સ્કેલ એક્રિલીક પ્લાસ્ટીક પ્રોડક્ટ મેન્યુ. એસો. ના સ્થાપક પ્રેસીડેન્ટ
 • ઓલ ઇન્ડીયા પ્લાસ્ટીક મેન્યુ. એસો. ના માજી વાઇસ પ્રેસીડેન્ટ
 • 1988 – ભારત સરકારની ઉદ્યોગ મીનીસ્ટ્રીની એક્રિલીક ફર્નીચર માટેની કમીટીના સભ્ય
 • સંપાદક – 1980-2000 પોરવાડ બંધુ
 • ક્લા ગુર્જરી -1992-96 અને ક998- 2000 એક્રિલીક ન્યુઝ – 1996 – 97
 • વિદેશ પ્રવાસ – 1978- મીડલ ઇસ્ટ ; 1979 – યુરોપ; 1985- યુરોપ. અમેરીકા; 2005- યુરોપ, અમેરીકા, કેનેડા

શોખ

 • હાર્મોનીયમ વાદન
 • એક્રિલીક કલાકૃતિઓ, પ્રવાસ

રચનાઓ – 20 ઉપરાંત પુસ્તકો

 • વાર્તા – જયંતિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ , સૂર સામ્રાજ્ઞી, વંટોળિયો, પોસ્ટમેન
 • નવલકથા – અંગે ઓઢી અગન પિછોડી, આંખને સગપણ આંસુનાં , મૃગજળના ધોધ, શૂન્યના સરવાળા, સુખનો સૂરજ ઊગશે?
 • જીવનકથા– ‘ભવાટવિની વાટે’ – તેમના જીવન વિશેની કથા
 • સંપાદન – આયખું

સન્માન

 • એ.આર. ભટ્ટ એન્ટરપ્રેન્યોર શીપ એવોર્ડ
 • 1996 -યુનાઇટેડ રાઇટર એસો. ચેન્નાઇની ફેલોશીપ
 • 1997 -વિશ્વ લાઇફ ટાઇમ એચીમેન્ટ એવોર્ડ – અમેરીકન બાયોગ્રાફીકલ ઇન્સ્ટીટ્યુટ
 • હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડીયા – નડીયાદ નો કનૈયાલાલ મુન્શી એવોર્ડ

વિષ્ણુદેવ પંડિત, Vishnudev Pandit


vishnudev_pandit.jpg

પ્રેરક અવતરણ
‘पुमान् पुमान्  सः परिपातु विश्वतः – વ્યક્તિ-વ્યક્તિ મળીને વિશ્વનું રક્ષણ-કલ્યાણ કરે.’ – ऋग्वेद

‘વત્સ હૃદય, વ્યાઘ્રમુખમ્ ‘ 
– રાધેશ્યામ શર્મ

‘એક મગજ ચલાવનાર પંડિત.’
–  કાકા કાલેલકર

” વેદને તમે કેવળ ધાર્મિક સાહિત્ય ગણીને બાજુ પર ન મૂકો. આ સૌનું સાહિત્ય છે, પ્રજાનું સાહિત્ય છે.”

____________________________________________________________

સમ્પર્ક      ‘ઇશાવાસ્ય’ –  29, ડાહ્યાભાઈ પાર્ક, ગીતામંદિર રોડ, અમદાવાદ – 380 022

જન્મ

 • 12 માર્ચ, 1915, હલધરવાસ, ખેડા

કુટુમ્બ

 • માતા – ઈચ્છાબા, પિતા – સાંકળેશ્વર દાજીરામ પંડ્યા
 • પત્ની – રમાદેવી ( લગ્ન –1933) ; પુત્રો  – ત્રણ ( હરીશ*, વરદરાજ, -) ; પુત્રીઓ – ચાર ( * જાણીતા લેખક)

અભ્યાસ

 • એમ. એ.
 • વેદાંતાચાર

વ્યવસાય

 • લેખન, વ્યાખ્યાન, સંશોધન કાર્ય

જીવન ઝરમર

 • પંડિતજીની પંદર વર્ષની ઉંમરે રવિશંકર મહારાજે ચાર વેદો ભેટ આપ્યા.
 • “સસ્તું સાહિત્ય કાર્યાલય” માટે પંડિતજીએ ધાર્મિક પુસ્તકો લખ્યાં.
 • વેદના પ્રખર જ્ઞાતા. વેદ સંશોધન પાછળ વર્ષો વીતાવ્યાં.
 • વેદપરિચય પર રસપ્રદ પુસ્તિકાઓ તૈયાર કરી. ત્રણ ભાષા ઉપરાંત સંસ્કૃતના જાણકાર.
 • યોગ, કર્મકાંડ અને આયુર્વેદનું ઊંડું જ્ઞાન.
 • પ્રથમ કૃતિ ‘ધર્મસંદેશ”માં પ્રકાશિત
 • ગીતાધર્મ, નવભારતી, સત્ સંદેશ, સબકો સન્મતિ દે ભગવાન ( સંદેશની પૂર્તિ) નું સંપાદન.
 • કર્મકાંડી બ્રાહ્મણો સાહિત્યકાર ગણે અને સાહિત્યકારો તેમને કર્મકાંડી ગણે
 • ભારત સરકારના ‘વેદ પ્રતિષ્ઠાન’ માટે વેદોનાં હિન્દીમાં ભાષ્ય તૈયાર કર્યા છે.
 • પ્રસિધ્ધ સ્વામી ગંગેશ્વરાનંદજીએ તેમની પાસે વેદસાધના કરી હતી
 • રવિશંકર મહારાજ સાથે જઇને હરિજન વાસમાં પણ કથાઓ કરેલી છે.
 • કનૈયાલાલ મુંશીના પ્રખ્યાત પુસ્તકો ‘કૃષ્ણાવતાર’ તેમની ‘કૃષ્ણકથા’ ના આધાર પર લખાયેલા છે.
 • મૃણાલિની સારાભાઇએ નૃત્યનાટિકા ‘ઋગ્વેદ’ માટે તેમના અનુવાદો વાપર્યા હતા.
 • આકાશવાણી અને ટી.વી. પર કાર્યક્રમો આપ્યા છે.
 • વિદેશમાં પાંચ પ્રવાસ કર્યા છે.

મુખ્ય રચનાઓ    – 150 જેટલા પુસ્તકો !

 • ધાર્મિક –  ચારે ય વેદોનાં ગુજરાતી ભાષ્યો, ગાયત્રીવિષયક ગ્રંથો, જીવનચરિત્રો, વેદપરિચય પુસ્તિકાઓ, યક્ષ અને યુધિષ્ઠિર, નીતિમંજરી આદિ.
 • વાર્તા – કૃષ્ણકથા, શિવકથા, મધુ વાર્તાઓ 
 • ચરિત્ર –  ભગવાન શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ,
 • હિન્દી – ‘वेदोंकी रोचक कथाएं ‘

શોખ

 •  કથા, કીર્તન
 • આયુર્વેદ  

સન્માન

 • વિવિધ પુરસ્કારો ઉપરાંત “વેદવાગીશ”નો ચંદ્રક.

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)

ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi


nhanalal.jpgઅસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઇ જા.
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા.

“ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
અમારો ગુણિયલ ગુર્જ-દેશ !

“મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી.
એક મટકું ન માર્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.”

આ વસન્ત ખીલે શતપાંદડી, હરિ! આવોને!
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવોને!

“હલકે હાથે તે નાથ! મહીંડા વલોવજો,
મહીંડાની રીત ન્હોય આવી રે લોલ.”

પાર્થને કહો ચડાવે બાણ,
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;

નમેરા એ હ્રદયના ભાવ, વ્હાલી
તથાપિ ઉર લે રસલ્હાવ, વ્હાલી !

સ્નેહીનાં સોણલા આવે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે :

વધુ રચનાઓ: –  1 –  2 –  3 –  4 –  5 –  6 –  7  –

# જયા-જયંત , વેબ ગુર્જરી પર 

સાંભળો:અસત્યો માંહેથી –  ઝીણા ઝરમર વરસે મેહ

# ‘જયા અને જયંત’માંથી…

# તેમના સાહિત્ય વિશે એક સંકલન

_______________________________ Read more of this post

તરુલતા દવે, Tarulata Dave


taru1” વિષયનું વૈવિધ્ય બહુ ન જણાય , પણ માણસના મનને તાગવાનો આ સાચુકલો પ્રયાસ છે. “
–  હસમુખ રાવળ

“ઋજુ સંવેદનોની સૃષ્ટિની સુરેખ નિર્મિતિ”
– કૃષ્ણવીર દીક્ષિત

પ્રેરક વાક્ય
“ જીવનવિકાસમાં આડે આવનારાં જે કોઇ આવરણો છે , તેમાં અહંકાર જેવું સૂક્ષ્મ અને બળવાન બીજું કોઇ તત્વ નથી.”
– પૂજ્ય શ્રી મોટા

# એમના કુટુમ્બજીવન વિશે એક લેખ

_____________________________________________________________

Read more of this post

તારક મહેતા, Tarak Maheta


tarak_maheta.gif” પંચાવન વર્ષ કૉમેડીમાં કાઢયાં, એનો અફસોસ તો ના જ હોય…….. ટૂંકમાં લોકોને હસાવ્યા
અને થોડું કમાયા પણ ખરા. હવે થોડા વખતથી તકલીફ છે. મને પોતાને હસવું આવતું નથી.  ”

“હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.”
-પ્રેરક અવતરણ

tarak_maheta_sign.jpg

” ‘ટપુ ‘નું સર્જન ‘ગમી જાય એવું ‘ છે. અમર નહીં કહું. અજર કહેવું મુશ્કેલ
છે, પણ આગવું સ્થાન લે એવું પાત્ર છે. આપણા હાસ્યસાહિત્યમાં
હાસ્યરસનું પાત્ર સર્જવું બહુ મુશ્કેલ છે. હું હજી આજેય સર્જી શક્યો નથી. ”
– જ્યોતીન્દ્ર દવે

#  રચનાઓ :     –  1  –      :    –   2   –

# શ્રીમતિ ઇન્દુબેન તારક મહેતાની નજરે તારક મહેતા 

__________________________________________

જન્મ

 • 26 – ડીસેમ્બર, 1929;  અમદાવાદ

અવસાન

 • ૨૮, ફેબ્રુઆરી – ૨૦૧૭

કુટુમ્બ

 • માતા – મનહરગૌરી ; પિતા – જનુભાઈ
 • પત્ની – ઈલા(પ્રથમ લગ્ન, 1957 – અમદાવાદ), ઈંદુ(દ્વિતીય લગ્ન, 1974 – મુંબઈ) ; સંતાનો – એક પુત્રી

અભ્યાસ

 • 1945 – મેટ્રીક
 • 1956 – ખાલસા કોલેજ, મુંબાઇમાંથી ગુજરાતી સાથે બી.એ.
 • 1958 – ભવન્સ કોલેજ , મુંબાઇ માંથી ગુજરાતી સાથે એમ.એ.

વ્યવસાય

 • 1958-59 – ગુજરાતી નાટ્યમંડળમાં કાર્યકારી મંત્રી
 • 1959-60 –  પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી
 • 1960- 86 – ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ ડીવીઝનમાં વૃત્તાંત લેખક અને ગેઝેટેડ અધિકારી
 • હાલ મુક્ત લેખન

 

શ્રી મધુ રાય ની કલમે
સ્વ. તારક મહેતાને લાગણી સભર અંજલિ

tm

tm1

ચિત્રલેખાના ‘તારક મહેતા’ વિશેષાંકમાંથી
( સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર)

[ રાઈટ ક્લિક કરીને બીજી ટેબમાં મોટું કરી વાંચી શકશો ]

This slideshow requires JavaScript.

જીવનઝરમર

 • શુદ્ધ હાસ્ય-ઉપજાઉ અત્યંત લોકખ્યાત લેખક
 • સર્વ પ્રથમ મૌલિક કૃતિનું પ્રકાશિત: ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ ત્રિઅંકી પ્રહસન
 • એમના ઘણા પુસ્તકો સુપ્રસિદ્ધ છે (એમનાં મોટા ભાગના  પુસ્તકોની માહિતી અહીંથી   મળી રહેશે)
 • ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ અને ‘સપ્તપદી’ લેખોમાં અને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’  કટારથી કીર્તિ ઘણી મળી
 • ટૂંકી વાર્તા, લેખો, રેડિયોરૂપકો અને નાનાંમોટાં નાટકો લખ્યા
 • ત્રણ પ્રિય ભારતીય કલાકારો/લેખકો: સત્યજિત્ રાય (દિગ્દર્શક), શરદ જોષી (હિન્દી હાસ્યલેખક), દિલીપકુમાર
 • ત્રણ પ્રિય વિદેશી સર્જકો: સ્વ.વુડહાઉસ, હયાતમાં આર્ટ બુકવૉલ્ડ, ટૉમ શાર્પ
 • વિનોદ ભટ્ટ અને ચંદ્રકાંત શાહ જેવા અગત્યનાં વિવેચકોએ એમની કૃતિનું મૂલ્યાંકન કરેલું
 • આરંભે ‘કુમાર’ સામયિકમાં કૃતિ પ્રકાશિત થવાથી હર્ષની લાગણી જન્મેલી
 • એમની ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ કટારને લીધે ‘ચિત્રલેખા’નું વધારે વાંચન
 • આકાશવાણી પર અસંખ્ય કાર્યક્રમો આપ્યા છે
 • લાગટ 25 વર્ષ રંગભૂમિ પર લેખક, અભિનેતા અને દિગ્દર્શક તરીકે કામ કર્યુ, હવે માત્ર લેખન

શોખ

 •  શાસ્ત્રીય સંગીત સાંભળવાનો

મુખ્ય રચનાઓ

 • નાટકો – નવું આકાશ નવી ધરતી, કોથળામાંથી બિલાડું, દુનિયાને ઊંધાં ચશ્માં, સપ્તપદી
 • હાસ્યલેખ – ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ લેખમાળામાંથી ઘણાં પુસ્તકો
 • પ્રવાસ – તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે
 • ચરિત્ર – ‘મેઘજી પેથરાજ શાહ’  જીવન અને સિધ્ધિ

    b_165.jpg     

સન્માન

 • ગુજરાતી સાહિત્ય અકાદમી
 • ગુજરાતી સાહિત્ય પરિષદ

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2

ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant Sheth


ccf09252006_00000.jpg” કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં. કાવ્ય સર્જન વેળાએ કવિ કવિતાની બહાર હોતો નથી. ને કવિતા સર્જાઇ ગયા પછી પોતે ક્યાં છે એની ખાસ ફિકર ચિંતા કરવા જેવી હોતી નથી.”

” મૂંગાં તે કેમ રહેવું? ”

” શબ્દોને આપણે ઓઢીએ ને આપણે વધુ ઉઘાડા પડીએ.”

” મારો વિશ્વાસ કઇ રીતે થઇ શકે?
મેં ખોટાં બિલોમાં, ભળતી સહી કરી
જાળવી અદબ નથી મારા નામની.”  – આવું પ્રામાણિકપણે લખી શકનાર !

પ્રેરક વાક્ય – ‘आत्मानम्  विध्धि । ‘

# રચનાઓ  ઃ  ૧  ઃ  ૨  ઃ  ૩  ઃ  

___________________________ Read more of this post

પ્રવીણ દરજી, Pravin Darji


pravin_darji_1.jpg“હા, મિત્રો ! જીવનને વિરાટ-વિશાળ કલ્પનાઓથી ભરી ન દેશો. કારણકે આપણે બદલાઈ ગયા છીએ, સમય બદલાઈ ગયો છે. સાચું પૂછો તો જરાક અમથું આપણું આ આયખું છે. ચપટી એક સમય આપણને મળ્યો છે. એમાં કલ્પના જરૂર કરીએ, પણ કલ્પનાઓય આપણા ગજા પ્રમાણેની.  ”
– ‘ ડાળ એક, પંખી બે’ માંથી

” વહીવંચા કરી ભૈ તેં ભારે કમાલ
હવે થાય છે કે પ્રવીણની પ્રવીણ શી આપે ઓળખ ?
ઉછીના વસ્ત્ર જેવું કોઇકે આપ્યું એને નામ.”

પ્રેરક અવતરણ –
અભિભવ અમારો, તવ યશ.” – રાજેન્દ્ર શાહ

# નિબંધો   – 1-  :  – 2 –   :   – 3 –

# એક કવિતા

# વિકિપિડિયા પર

#  સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

__________________________________________ Read more of this post

દિલીપ રાણપુરા, Dilip Ranpura


પ્રેરક અવતરણ
“ એવું સાચું ન બોલવું કે જેને સાબિત કરવા માટે બસો સાક્ષીઓ લાવવા પડે”
– એક ઇરાની કહેવત

# તેમણે લખેલી એક જીવનઝાંખી

________________________________________________________________

સમ્પર્ક    1, સહકાર કોલોની, સેક્ટર- 25, ગાંધીનગર

મૂળ નામ

 • ધરમશી

જન્મ

 • 14 – નવેમ્બર, 1932  ; ધંધુકા જિ. અમદાવાદ

dr1

પત્ની અને દીકરી સાથે

કુટુમ્બ

અભ્યાસ

 • 1950 – વર્નાક્યુલર ફાઇનલ
 • 1959 – જુનીયર પી.ટી.સી.

વ્યવસાય

 • સર્વોદય યોજના અને ત્યાર બાદ પ્રાથમિક શાળામાં શિક્ષક
 • નિવૃત્તિ વખતે બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય

જીવનઝરમર

 • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – ‘માણસાઇનું રૂદન’
 • શરૂઆતની જિંદગીમાં ઘણા સંઘર્ષોમાંથી પસાર થયા – માઇલસ્ટોન પણ રંગ્યા છે અને સોળ વર્ષની વયે ‘ગુર્જર’ સાહિત્યના ‘શારદા’ મુદ્રણાલયમાં કમ્પોઝીટર તરીકે પણ રહ્યા છે.
 • નસિર ઇસ્માઇલી ખાસ મિત્ર

dil2

dil_1

રચનાઓ  – 61 પુસ્તકો

 • નવલકથા – સૂકી ધરતી સૂકા હોઠ (એક અભિપ્રાય પ્રમાણે ગુજરાતની દસ શ્રેષ્ઠ નવલકથાઓમાંની એક), હું આવું છું, હળાહળ અમી, આતમ વીંઝે પાંખ, ભીંસ, મધુડંખ, હરિયાળાં વેરાન, કોઇ વરદાન આપો, કારવાં ગુજર ગયા, નિયતિ, કાન તમે સાંભળો તો, અમે તરસ્યાં પુનમના, રે અમે કોમળ કોમળ, મને પૂછશો નહીં, વાસંતી ડૂસકાં, કૂંપળ ફૂટ્યાંની વાત, આંસુભીનો ઉજાસ, મીરાંની રહી મહેંક ( પત્નીના કેન્સરને કારણે અવસાન બાદ તેમની યાદમાં) પીઠે પાંગર્યો પીપળો, અંતરિયાળ, વિ.
 • વાર્તાસંગ્રહ – મારી શ્રેષ્ઠ વાર્તાઓ, પણ માંડેલી વારતાનું શું?
 • સંસ્મરણકથા – દીવા તળે ઓછાયા
 • ચરિત્ર – વાત એક માણસની, છવિ

શોખ

 • પાન મસાલા, ધુમ્રપાન ( હવે છોડી દીધું છે)

સન્માન

 • સરકારી પારિતોષિકો

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2
%d bloggers like this: