મનુભાઈ પંચોળી ‘દર્શક’ કહેતા કે સાહિત્ય અને શિક્ષણ એ તો સમાજની બે આંખો છે. મનસુખભાઈએ સમાજની આ બન્ને આંખોની માવજત કરીને તે ને ‘દૃષ્ટિ’ આપવાનું સફળ કામ કર્યું છે.
લેખક તરીકે નગેન્દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિંગથી માંડીને એઇડ્સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્સ પ્લાન્ક સુધીના વૈવિઘ્યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી. – નગેન્દ્રવિજયનાં પ્રકાશનો એટલે ૧૦૦ ટચની, ગેરન્ટેડ ગુણવત્તા.
1944માં ભણવાનું પૂરું કર્યું હતું. મુંબઈમાં ઍડ્વર્ટાઈઝિંગ કંપનીમાં મહિને 30 રૂપિયાના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. એક-બે જગ્યાએ કામ કર્યા પછી ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષ કટારલેખન કરતાં હતા.
એક ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું હતું. વચ્ચે બે વાર મુંબઈથી ભાવનગર પાછા ગયા હતા.
૧૯૫૦ ના વર્ષમાં મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. એ પછીનાં બત્રીસ વર્ષ મુંબઈની રૂપારેલ તથા મીઠીબાઈ કૉલેજમાં ભણાવ્યું હતું. તેઓ રાજકારણ અને ઈતિહાસના વિષય શીખવતા હતા.
તેઓ કૉલેજમાં ભણાવતા હતા ત્યારથી સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું. નિવૃત્તિ પછી પણ તેઓ લખતા રહ્યાં હતા. 1982માં મહિને 700 રૂપિયાનું પેન્શન મળતું હતું. પણ એમાં એમનું ઘર ચાલે એમ નહોતું એટલે લખવાનું કામ કરીને કમાતા હતા. આમ તેઓ અકસ્માતે લખતા રહ્યાં હતા.
મુંબઇની મીઠીબાઇ કૉલેજમાં પૉલિટીકલ સાયન્સના વડા તરીકે નિવૃત્ત થયા હતા.
૧૯૬૨ થી – ચિત્રલેખા અને બીજાં સામાયિકોમાં રાજકારણને લગતી નિયમિત કટારોમાં નીડર લેખન
રાજકીય પ્રવાહોની તલસ્પર્શી છણાવટ અને સાચા અર્થમાં અને તડ અને ફડ કરનારા
મૂળ રામાયણમાંથી ઘણી બધી એવી બાબતો તેમણે મૂકી કે જે કથા અને પાત્રો અંગેની રૂઢિગત માન્યતાઓને માફક ન આવી. લેખમાળા સામેનો વિરોધ હુલ્લડબાજી અને છાપાંની હોળી સુધી પહોચ્યો હતો. તેમની કોલમ આખરે એ બંધ થઈ, આક્ષેપોનો જવાબ આપવાનો લેખકનો હક્ક પણ તંત્રીસાહેબોએ નકારવો પડ્યો. નોંધપાત્ર છે કે પછીના વર્ષે નગીનદાસે એ લેખમાળાને ‘રામાયણની અંતરયાત્રા’ પુસ્તક તરીકે જાતે પ્રકાશિત કરવાની હિમ્મત દાખવી. ડૉ. આંબેડકરનાં ‘રિડલ ઑફ રામ’ લખાણની યાદ અપાવતાં આ પુસ્તકનાં પાનેપાને તલ:સ્પર્થી સંશોધન અને સ્વતંત્ર ચિંતન દેખાય છે.
તેઓ આસ્તિક બિલકુલ ન હતા. ધર્મ એમના માટે અધ્યાત્મનો વિષય ન હતો. તેઓ માનતા કે ધર્મ વગર કોઈ સમાજ ટક્યો નથી અને ટકી શકે પણ નહીં. નગીનભાઈ પોતે જ કહે તા હતા, ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજકારણ વિશેનાં લખાણોએ એમને ઘણા આજીવન દુશ્મન આપ્યા છે તો પ્રગાઢ દોસ્તો પણ આપ્યા છે.
હરિકૃષ્ણ નગર-2, ગંગાભુવન વિસ્તાર, જસદણ, જિલ્લો રાજકોટ
Cell : 989 800 1982
ઈમેલ – sanjay.koriya@yahoo.com
જન્મ
કુટુંબ
શિક્ષણ
M.A., M.Ed., Ph.D.
વ્યવસાય
શિક્ષક – અજમેરા હાઈસ્કુલ, વિંછિયા
તેમનો બ્લોગ
આ ચિત્ર પર ક્લિક કરો.
દરેક શિક્ષકે આત્મસાત કરવા જેવી તેમની ઈ-બુક
આ શિર્ષક પર ક્લિક કરો.
તેમના વિશે વિશેષ
લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો, સાપ્તાહિકો, દૈનિકોમાં સામાજિક, શૈક્ષણિક અને પ્રેરણાત્મક લેખો પ્રકાશિત થયેલ છે. તેમજ રાજ્ય અને નેશનલ કક્ષાના સેમિનારમાં આઠ રીસર્ચ પેપર રજૂ કરેલ છે.
માનદ્ સહ-સંપાદક : સંસ્કૃતિ દર્શન સામયિક – માણાવદર
તંત્રી – શિક્ષણસેતુ ઈ-મેગઝિન – જસદણ
ત્રણેક પુસ્તકો પ્રકાશન હેઠળ છે.
સદસ્ય – ગુજરાતી લેખક મંડળ – અમદાવાદ, સમન્વય શિક્ષણ અભિયાન – ભાવનગર, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ – વડોદરા; ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ – અમદાવાદ
પ્રજાપતિ જ્ઞાતિના ઉત્કર્ષ માટે નોંધ પાત્ર કામગીરી; તે માટે જ્ઞાતિની ઘણી સંસ્થાઓ દ્વારા એવોર્ડ અપાયા છે.
ગુજરાત પ્રિન્ટર ફાઉન્ડેશનના સ્થાપક. એક વખત તેના પ્રમુખ પણ હતા.
‘ ચતુરનો ચોતરો’ અને એવા બીજા સાહિત્ય સમ્મેલનોનું આયોજન.
‘નાની છીપવાડ’ -સુરત ખાતે હાથથી કમ્પોઝ કરાતાં પુસ્તકો છાપવાના પ્રેસથી શરૂઆત કરીને બે પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાઓના માલિક – જે માત્ર પ્રકાશન કરતી વેપારી સંસ્થા નહીં પણ સાહિત્ય, સંસ્કૃતિ અને સામાજિક ફેરફારો માટેની લોકમાન્ય પીઠિકા બની રહી છે.
‘સાહિત્ય સંગમ’ વિશે એક સંશોધન લેખ શ્રીમતિ શાંભવી પંડ્યાએ તૈયાર કરેલો છે.
સુરતની ‘સાહિત્ય સંગમ’ સસ્થામાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી પ્રકાશનો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના મુખ્ય મથક ‘સંસ્કાર ભવન’માં દર મહિને પાંચ થી છ સાહિત્ય અને કળાને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે.
ટીવીના વધતા જતા પ્રભાવ સામે વાંચન રસ કેળવાય તે માટે સસ્તી ચોપડીઓ પ્રજાને મળી રહે , તે માટે સતત કાર્યરત. ‘ગ્રંથ યાત્રા’ યોજના હેઠળ માત્ર ૫૪૫ ₹ માં દર વર્ષે ૨૩ પુસ્તકોનું વિતરણ એ આનો આંખે ઊડીને વળગે તેવો દાખલો છે.
તેમની પ્રારંભિક રચનાઓ ‘પ્રાણ જાગો રે!’ અને ‘નારી નરનું રમકડું’ બહુ જ લોકપ્રિય બનેલી છે.
બંધારણીય સુધારણાઓ માટે તેમણે સૂચવેલા સુધારાઓમાંથી ૧૫ સ્વીકારવામાં આવ્યા છે.
તેમના જીવન અને દર્શનના નિચોડ જેવું પુસ્તક ‘ -‘The World of My Dream’ તેમનું શ્રેષ્ઠ સર્જન છે.
રસના વિષયો
સાહિત્ય, રાજકારણ, પત્રકારિત્વ, ખેતી, વાંચનનો પ્રસાર
…આ છે જીવનની યાત્રા. આ છે યુવાચેતનાની વાત. જીવનને તમે સરસ રીતે મૂકી શકો એ જ સાહિત્ય. એટલે જ મને ગમતી બહુ મજાની બે પંક્તિઓ કહીને મારી વાત પૂરી કરું છું :
પિતા ગોંડળની કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા, અને માતા જૂનાગઢ અધ્યાપન મંદિરમાં મેટ્રન. તેમનો જન્મ થતાં માતાએ નોકરી છોડી દીધી અને તેમના પ્રાથમિક કક્ષાના શિક્ષણની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી.
સ્વામીનારાયણ ગુરૂકુળમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થતાં જીવનમાં વળાંક આવ્યો અને કોમર્સ લાઈન તરફ વળ્યા.
રાજકોટનાં દૈનિકોમાં લેખ લખવા સાથે લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત. પછી ગુજરાત સમાચારમાં નિયમિત કોલમ ( ‘અનાવૃત્ત’ અને ‘સ્પેક્ટ્રોમિટર’ ) લખવાથી વધારે પ્રકાશમાં આવ્યા.
૨૦૦૮થી – ‘અભિયાન’માં નિયમિત લેખ ‘રંગત સંગત’ શિર્ષક હેઠળ
મુંબાઈના Mid Day, અનોખી અને આરપાર સામાયિકોમાં અવાર નવાર લેખ
પ્રિન્ટ મિડિયામાં ૧૬૦૦ થી વધારે લેખ
તેમના પ્રેરક પુસ્તક ‘જય હો’ અને JSK ( જય શ્રી કૃષ્ણ ) ની ૧૦,૦૦૦ નકલો એક જ વર્ષમાં વેચાઈ ગઈ હતી.
પ્રખર વક્તા – ગુજરાતમાં ઠેર ઠેર, અનેક વિષયો પર અભ્યાસ પૂર્ણ અને પ્રેરક વ્યાખ્યાનો આપેલાં છે.
ETV, Gujarat પર Celebrity show ‘સંવાદ’ ના હોસ્ટ તરીકે લોકપ્રિય કામગીરી( ૨૨૫ શો )
રાજકોટ રેડિયો પરથી ‘સિનેમા સીઝલર્સ’ નું પ્રસારણ
‘સહારા ટીવી’ ના બોમન ઈરાની દ્વારા સંચાલિત ‘બોલીવુડકા બોસ’ની કસોટીમાં (quiz show) ફાઈનલ સુધી પહોંચેલા.
ગુજરાતી ફિલ્મ ‘બે યાર’માં પાર્શ્વભૂમિકા
સોશિયલ મિડિયામાં ૭૫,૦૦૦ થી વધારે ચાહકો , યુવા વર્ગના માનીતા લેખક
– ‘કોઈ જ પ્રોબ્લેમ હોતો નથી, છતાં માણસ મજામાં રહી શકતો નથી. દરેકના મનમાં કોઈ ને કોઈ ઉચાટ છે. આપણે બધા ફરિયાદોનાં ભારેખમ પોટલાં લઈને ફરતા રહીએ છીએ. પોટલું ખોલીને આપણે ફરિયાદને પંપાળતા રહીએ છીએ. ‘
– ‘ નસીબ, લક અને તકદીર એવાં હાથવગાં બહાનાં છે જેનો આપણે ફટ દઈને ઉપયોગ કરી લઈએ છીએ. આપણને સ્વીકાર્ય ન હોય એવું કંઈક બને કે તરત જ આપણે એવું કહી દઈએ છીએ કે મારાં નસીબ જ ખરાબ છે. ‘
માર્ક ટ્વેઇન અને વિલિયમ ડીન હોવેલ્સ એક પ્રાર્થનાસભા પતાવીને બહાર નિકળ્યા. જોયું તો બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. હોવેલ્સે અમસ્તા જ માર્ક ટ્વેઇનને પૂછયું, “શું લાગે છે, વરસાદ બંધ થશે? ”
” આજ સુધી તો કાયમ એવું જ બન્યું છે! ” – માર્ક ટ્વેઇને હસીને જવાબ આપ્યો.
માર્ક ટ્વેઇનની વાતમાં જીવનનો મર્મ મળે છે. કશું જ પરમેનન્ટ નથી અને બધું જ સતત બદલતું રહેવાનું છે. સુખ અને દુ:ખનું પણ એવું જ છે. કોઇ વરસાદ કાયમ વરસતો નથી. એક સમયે તો વરસાદને અટકવાનું જ છે. ખરા બપોરે ગમે તેટલો તાપ હોય તો પણ સાંજે ટાઢક થવાની જ છે. સવાલ એટલો જ હોય છે કે માણસ સમયને બદલવાની રાહ જુએ.
એમના વિશે વિશેષ
ચાર ધોરણ સુધી અભ્યાસ ગામની શાળામાં જ. પાંચમા ધોરણથી નવમા ધોરણ સુધી – પોરબંદરમાં એમની જ્ઞાતિ દ્વારા ચલાવાતા લોહાણા બાલાશ્રમમાં રહીને. ૧૦મા થી ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ જુનાગઢમાં
પિતા “શરૂઆત” નામના સાપ્તાહિકના માલિક હતા; એટલે કૃષ્ણકાંતને જર્નલિઝમમાં પહેલેથી રૂચિ હતી.
IIM , ઈંદોરમાંથી પત્રકારિતા અંગેનો ખાસ કોર્સ પણ કર્યો છે.
જૂનાગઢ ખાતે ‘જનસત્તા’ દૈનિકથી કારકિર્દીની શરૂઆત
ગુજરાત સમાચાર, ચિત્રલેખા,દિવ્ય ભાસ્કર અને અભિયાનમાં વિવિધ પ્રકારની કામગીરી સંભાળી
છેલ્લા ત્રણ વર્ષથી સંદેશના તંત્રી.
જિંદગીની ઘટમાળને ફિલોસોફી સાથે સાંકળી અને લોકોને કંઈક શીખવા મળે એ રીતે તેમના શબ્દો વાચકના હ્રદય સુધી પહોંચે છે. સાંપ્રત પ્રવાહો અને રાજકારણને લગતાં લેખોમાં તેમની હથોટી અને બહોળો અનુભવ રીફ્લેક્ટ થયાં વગર નથી રહેતો.
દર રવિવારે સંદેશ દૈનિકની સંસ્કાર પૂર્તિમાં કૃષ્ણકાંત ઉનડકટની ચિંતનની પળે કોલમ છેલ્લાં દસ વર્ષમાં એક મુકામ કાયમ કરી શકી છે. અનેક વાચકોને પોતાની જિદંગી વિશેની સમજ અને સહજતા આ લેખોમાંથી મળે છે.
દેશ અને દુનિયાનાં વિષયો આવરી લેતી દૂરબીન કોલમ દર સંદેશ દૈનિકમાં બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં પ્રકાશિત થાય છે. આ ઉપરાંત દેશ અને દુનિયા રાજકારણને સ્પર્શતી તેમની એકસ્ટ્રા કોમેન્ટ કોલમ દરરોજ નિયમિત રીતે સંદેશના એડિટ પેઈજ ઉપર પ્રકાશિત થાય છે.
એમણે ઘણી જાણીતી સંસ્થાઓમાં પત્રકારિતા અને અન્ય વિષય ઉપર પ્રવચનો આપ્યા છે. આ અંગે એમણે સિંગાપોર, લંડન, સ્વીટ્ઝરલેન્ડ અને બાંગ્લાદેશનો પ્રવાસ પણ કર્યો છે.
પોતાનું પત્રકારિતાનું જ્ઞાન અન્ય લોકોને મળે એટલા માટે પત્રકારિતાની કોલેજોમાં પાર્ટ ટાઈમ લેકચરર તરીકે પણ સેવા આપે છે.
તેમનાં પત્ની જ્યોતિબેન
તેમનાં પત્ની જ્યોતિબહેન પણ પત્રકાર છે. મુંબઈ સમાચાર દૈનિકની ગુરુવારે પ્રસિદ્ધ થતી લાડકી પૂર્તિમાં તેઓ “તારે મન મારે મન” નામની કોલમ લખે છે. એમણે ૧૫ વર્ષ સુધી ચિત્રલેખા સાપ્તાહિકમાં સિનિયર રિપોર્ટર અને કોલમિસ્ટ તરીકે ફરજ બજાવી. છ મહિના માટે અભિયાન સાપ્તાહિકના ફીચર્સ એડિટર તરીકે કામ કર્યું છે. એ બાદ છ મહિના તેમણે સ્પાર્ક્ બ્રોડકાસ્ટિંગ પ્રાઈવેટ લિમિટેડના મોનિટર પખવાડિકમાં ફીચર્સ એડિટર તરીકે ફરજ બજાવી છે.
વાચકોના પ્રતિભાવ