ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: જીવન સંસ્મરણો

જુગતરામ દવે, Jugatram Dave


jd1વેડછીનો વડલો

બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;
અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા

તેમની એક રચના –  ‘ભાઈને હાથે માર’

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !

ગુજરાતના જુ.કાકા –  મીરાં ભટ્ટ

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

વિકિપિડિયા પર

શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના – ગુજરાત સરકાર

———————————————-

જન્મ

  • ૧, સપ્ટેમ્બર – ૧૮૮૮, લખતર, જિ- સુરેન્દ્રનગર

અવસાન

  • ૧૪, માર્ચ – ૧૯૮૫, ગાંધી આશ્રમ, વેડછી

કુટુમ્બ

  • માતા – ? , પિતા – ચીમનલાલ
  • અપરિણિત

શિક્ષણ

  • પ્રાથમિક/ માધ્યમિક – વઢવાણ, ધ્રાંગધ્રા, મુંબાઈ

વ્યવસાય

  • શિક્ષણ, પત્રકારત્વ, લોકસેવા

તેમના વિશે વિશેષ

  • નોન મેટ્રિક પણ સાહિત્ય/ શિક્ષણ/ સેવા માં અદભૂત પ્રદાન
  • ૧૯૧૭ – મુંબાઈમાં ‘વીસમી સદી’ માં નોકરી
  • એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા
  • ? – કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદના સંસર્ગથી ગાંધી આશ્રમમાં શિક્ષણ કાર્ય
  • ૧૯૧૯-૧૯૨૩  નવજીવનમાં સેવા
  • ૧૯૨૭ – બારડોલી સત્યાગ્રહમાં સક્રીય ભાગ
  • ૧૯૨૮થી – વેડછી (જિ,સુરત) ખાતે અદિવાસીઓની અને  ગ્રામ સેવા
  • વિભિન્ન સત્યાગ્રહોમાં નવ વર્ષ જેલમાં ગાળ્યા.
  • ૧૯૭૧-૭૮ ‘વટ વૃક્ષ’ માસિકનું સંચાલન

jd2

રચનાઓ

  • કવિતા – કૌશિકાખ્યાન( મહાભારતની એક કથા પરથી) , ગીતાગીતમંજરી, ગ્રામ ભજનમંડળી, ઈશ ઉપનિષદ, ગુરૂદેવનાં ગીતો
  • નાટિકાઓ – આંધળાનું ગાડું, પ્રહ્લાદ નાટક અને સહનવીરનાં ગીતો, ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ
  • નિબંધ – આત્મરચના અથવા આશ્રમી કેળવણી,
  • જીવન ચરિત્ર –  ગાંધીજી (બાળકો માટે – ગુજરાતી, હિન્દી અને  અંગ્રેજીમાં), ખાદી ભક્ત ચુનીભાઈ
  • આત્મકથા – મારી જીવન કથા
  • બાળસાહિત્ય – ગાલ્લી મારી ઘરરર… જાય, ચાલણગાડી, ચણીબોર, પંખીડાં, રાયણ

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ

શ્રી.મોટા, Shri Mota


Mota– નિરાધાર પણા માં નર્યું પાંગળા પણું પ્રવર્તે છે, જીવનમાં જેને સાચો સમર્થ આધાર પ્રગટે છે ,તે તો જબરદસ્ત ખુમારી અનુભવે છે,એના જીવનમાં ,પ્રસંગમાં પ્રગટતી ટટારી પ્રત્યેક કર્મમાં એને લાગ્યા કરે છે.પોતે એકલો તો કદી છે જ નહિ,એવું નક્કરપણે તેને લાગ્યા કરે છે.હૃદયના તેવા ભાવ માં ક્યાય શોક ,ખેદ,દિલગીરી નથી હોતા,ત્યાં તેવા ભાવ માં નિરાશા ઉગી શક્તીજ નથી,

-જે જીવ પોતાનો વર્તમાનકાળ યોગ્યપણે ઉત્તમપણાંથી સાચવી શકે છે, તેનો ભવિષ્યકાળ પણ સચવાયેલો જ રહે છે.

–  પર (પારકાં)ની સેવા પ્રભુની સેવા સમજો. સેવા લેનાર, સેવા દેનાર ઉપર સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે.

– ‘હરિ ૐ’ આશ્રમ વેબ સાઈટ

—————————————————–

image-94નામ

  • ચુનીલાલ ઠક્કર

જન્મ

  • ૪, સપ્ટેમ્બર-૧૮૯૮; સાવલી( જિ. વડોદરા)

અવસાન

  • ૨૩, જુલાઈ- ૧૯૭૬; ફાજલપુર( જિ. વડોદરા)

કુટુમ્બ

  • માતા-સૂરજબા; પિતા– આશારામ

શિક્ષણ

  • ૧૯૧૯ – મેટ્રિક

main-imageતેમના વિશે વિશેષ

  • ૧૯૦૫-૧૯૧૮ – આકરી મજૂરી સાથે તૂટક તૂટક અભ્યાસ
  • ૧૯૧૬ – પિતાનું અવસાન
  • ૧૯૧૯-૧૯૨૦ – વડોદરા કોલેજમાં જોડાયા પણ અધવચથી અભ્યાસ છોડી દીધો
  • ૧૯૨૧– ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ ત્યાંય અભ્યાસ એક જ વર્ષમાં છોડી, હરિજન સેવામાં લાગી ગયા.
  • ૧૯૨૨– ફેફરુંના રોગથી કંટાળી ગરૂડેશ્વરની ભેખડ પરથી આત્મહત્યાનો પ્રયાસ; પણ દૈવી બચાવ.
  • ‘હરિ ૐ’ મંત્રના સતત જાપથી રોગમુક્ત થયા.
  • ૧૯૨૩– ( વસંત પંચમી) પૂ. શ્રી. બાલયોગીજી પાસે દિક્ષા. શ્રી, કેશવાનંદ ધૂણીવાળા દાદાના દર્શને સાંઈખેડા ગયા. ત્યાં રાત્રે સ્મશાનમાં સાધના અને દિવસભર હરિજન સેવા
  • ૧૯૨૭– હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ; પરિણામે ‘હરિ ૐ’ મંત્ર અખંડ થયો
  • ૧૯૨૮ – પહેલી હિમાલય યાત્રા
  • ૧૯૨૮– સાકોરીના પૂ. ઉપાસનીબાબાની સાથે સાધના. બધી સૂધ બૂધ ખોઈ, મળમૂત્ર માં જ પડ્યા રહ્યા.
  • ૧૯૩૦ – મનની નીરવતાનો સાક્ષાત્કાર
  • ૧૯૩૦-૩૨ આઝાદીની લડતમાં ભાગને કારણે સાબરમતી, વીસાપુર, નાસિક અને યરવડા જેલોમાં કારાવાસ, સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પ્રભુસ્મરણ
  • વીસાપુર જેલમાં વિદ્યાર્થીઓને સમજાવવા સરળ ભાષામાં શ્રીમદ્‍ ભગવદ્‍ ગીતાનું વિવરણ ‘જીવન ગીતા’  લખ્યું.
  • ૧૯૩૪ – સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર
  • ૧૯૩૪-૩૯ – હિમાલયમાં અઘોરીબાબા પાસે, ધુંવાધારની ગુફામાં અને નર્મદાકિનારે નગ્ન દેહે ૨૧ ધૂણી ધખાવી સાધના; શીરડીના સાંઈબાબા પાસેથી અંતિમ તબક્કાની સાધનાનું માર્ગદર્શન
  • ૨૯, માર્ચ- ૧૯૩૯ – કાશીમાં નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર; હરિજન સેવક સંઘમાંથી રાજીનામું
  • ૧૯૪૨ – હરિજન સેવક સંઘમાંથી છૂટા થયા છતાં, હરિજન કન્યા છાત્રાલય માટે મુંબાઈમાં ફાળો ઉઘરાવ્યો.
  • ૧૯૪૫– હિમાલયની યાત્રા દરમિયાન અદ્‍ભૂત અનુભવો
  • ૧૯૪૬– સાબરમતી હરિજન આશ્રમમાં મીરાં કુટિરમાં મૌન એકાંતનો પ્રારંભ
  • ૧૯૫૦ – દક્ષિણ ભારતના કુમ્ભકોણમ્‍માં કાવેરી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના (૧૯૭૬ પછી એ આશ્રમ બંધ કરાયો છે.)
  • ૧૯૫૪ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં એક ઓરડીમાં મૌન એકાંતનો પ્રારંભ
  • ૧૯૫૫– નડિયાદ શેઢી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના
  • ૧૯૫૬ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના
  • ૧૯૬૨થી – ‘હરિ ૐ’ આશ્રમ દ્વારા લોકકલ્યાણનાં કામોનો પ્રારંભ
  • ૧૯૬૮-૧૯૭૫ – શરીરના અનેક રોગો છતાં સતત પ્રવાસ અને અધ્યાત્મ અને સ્વાનુભવના ૩૬ ગ્રન્થોનું લેખન/ પ્રકાશન
  • ૧૯૭૬ – ફાજલપુરમાં મહી નદીના કાંઠે શ્રી. રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં આનંદ પૂર્વક દેહત્યાગ
  • મૃત્યુ બાદ મળેલ દાનમાંથી ગુજરાતના પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બાધવાનો આદેશ.

રચનાઓ

Mota_books

સાભાર

  • ‘ શ્રી મોટા સાથે હિમાલય યાત્રા’ – શ્રી. નંદુભાઈ શાહ ; ‘હરિ ૐ’ આશ્રમ પ્રકાશન, સૂરત

દિલીપ રાણપુરા, Dilip Ranpura


પ્રેરક અવતરણ
“ એવું સાચું ન બોલવું કે જેને સાબિત કરવા માટે બસો સાક્ષીઓ લાવવા પડે”
– એક ઇરાની કહેવત

# તેમણે લખેલી એક જીવનઝાંખી

________________________________________________________________

સમ્પર્ક    1, સહકાર કોલોની, સેક્ટર- 25, ગાંધીનગર

મૂળ નામ

  • ધરમશી

જન્મ

  • 14 – નવેમ્બર, 1932  ; ધંધુકા જિ. અમદાવાદ

dr1

પત્ની અને દીકરી સાથે

કુટુમ્બ

અભ્યાસ

  • 1950 – વર્નાક્યુલર ફાઇનલ
  • 1959 – જુનીયર પી.ટી.સી.

વ્યવસાય

  • સર્વોદય યોજના અને ત્યાર બાદ પ્રાથમિક શાળામાં શિક્ષક
  • નિવૃત્તિ વખતે બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય

જીવનઝરમર

  • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – ‘માણસાઇનું રૂદન’
  • શરૂઆતની જિંદગીમાં ઘણા સંઘર્ષોમાંથી પસાર થયા – માઇલસ્ટોન પણ રંગ્યા છે અને સોળ વર્ષની વયે ‘ગુર્જર’ સાહિત્યના ‘શારદા’ મુદ્રણાલયમાં કમ્પોઝીટર તરીકે પણ રહ્યા છે.
  • નસિર ઇસ્માઇલી ખાસ મિત્ર

dil2

dil_1

રચનાઓ  – 61 પુસ્તકો

  • નવલકથા – સૂકી ધરતી સૂકા હોઠ (એક અભિપ્રાય પ્રમાણે ગુજરાતની દસ શ્રેષ્ઠ નવલકથાઓમાંની એક), હું આવું છું, હળાહળ અમી, આતમ વીંઝે પાંખ, ભીંસ, મધુડંખ, હરિયાળાં વેરાન, કોઇ વરદાન આપો, કારવાં ગુજર ગયા, નિયતિ, કાન તમે સાંભળો તો, અમે તરસ્યાં પુનમના, રે અમે કોમળ કોમળ, મને પૂછશો નહીં, વાસંતી ડૂસકાં, કૂંપળ ફૂટ્યાંની વાત, આંસુભીનો ઉજાસ, મીરાંની રહી મહેંક ( પત્નીના કેન્સરને કારણે અવસાન બાદ તેમની યાદમાં) પીઠે પાંગર્યો પીપળો, અંતરિયાળ, વિ.
  • વાર્તાસંગ્રહ – મારી શ્રેષ્ઠ વાર્તાઓ, પણ માંડેલી વારતાનું શું?
  • સંસ્મરણકથા – દીવા તળે ઓછાયા
  • ચરિત્ર – વાત એક માણસની, છવિ

શોખ

  • પાન મસાલા, ધુમ્રપાન ( હવે છોડી દીધું છે)

સન્માન

  • સરકારી પારિતોષિકો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2

A – સૈફ પાલનપુરી- જીવન સંસ્મરણો , Saif Palanpuri


– ‘સૈફ’  સાહેબના શબ્દોમાં એમના જીવનના મુશાએરાના સંસ્મરણો –

મુંબઇમાં તે વખતે જાહેર મુશાએરા ભાગ્યે જ થતા. ખાનગી બેઠકો થતી. મને યાદ છે કે મહમદઅલી રોડ પરના એક મુસ્લિમ શ્રીમંતે પોતાને ત્યાં આવી એક ખાનગી બેઠક રાખી હતી. શહેરમાં રમખાણને કારણે પરિસ્થિતિ જોખમકારક હતી. રાતનો રંગીન સમય વિતાવવા માટે એ ભાઇ અમુક ચોક્કસ વિસ્તારોમાં જઇ શકતા ન હતા. શયદા સાહેબના એ મિત્ર હતા એટલે આવા પ્રકારની ખાનગી બેઠકો રાખીને તેઓ પોતાનો સમય પસાર કરતા હતા. મને બરાબર યાદ છે કે એમને ત્યાંની આ ખાનગી બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે, “સાત શાએરો છે. પહેલાં ત્રણ, મજા નહીં આવે એવા શાએરોને પતાવી નાંખીએ. પછી ઇન્ટરવલ રાખીશું – ચા પાણી-છાંટો પાણી અને પછી બાકીના ચાર શાએરોની ‘કવ્વાલી’ આખી રાત સાંભળીશું.”

ત્રણ, મજા નહીં આવે, એવા શાએરોમાં એક તો હું – બીજા બરકતભાઇ (બરકત વીરાણી “બેફામ”) અને ત્રીજા મરીઝ-ગુજરાતના ગાલિબ- અને બન્યું પણ એવું જ. અમને ત્રણને ગઝલના એક-બે શે’રો બોલીને ફરજિયાત બેસી જવું પડ્યું. અમને એનો કોઇ હરખશોક તો નથી જ. માત્ર ગઝલ પ્રત્યે એ વખતે કેવો ભાવ પ્રવર્તી રહ્યો હતો એ દર્શાવવા માટે જ આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે.

* * *

અમદાવાદમાં એલિસબ્રિજ પાસે એક મોટા મેદાનમાં એક પ્રદર્શન યોજાયું હતું. અમદાવાદનાં એક ખૂબ જ જાણીતા પત્રકારે એ પ્રદર્શનમાં એક મુશાએરો રાખ્યો.  … મારા શાએર મિત્ર શેખાદમ આબુવાલા દ્રારા અમારા ‘ગુજરાતી ગઝલ મંડળ’ ને એ મુશાએરામાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું. … મુશાએરામાં ભાગ લેવા માટે પાલનપુરથી ‘શૂન્ય’ ભાઇ આવ્યા હતા. સુરતથી મુ. ‘ગની’ દહીંવાલા, શ્રી રતિલાલ ‘અનિલ’ અને રાજકોટથી ‘ઘાયલ’ ભાઇ આવ્યા હતા.  ભાઇ શેખાદમ આબુવાલાએ પેલા જાણીતા પત્રકાર સાથે મારો પરિચય કરાવ્યો. વિવેક ખાતર એ મહાશયે મારી સાથે હાથ મિલાવ્યા, પણ મેં જોયું તો એમના ચહેરા પર ખૂબ જ નિરાશા છવાયેલી હતી. એનું એક કારણ એ હતું કે મુંબઇથી એમને જાણીતાં નામોની અપેક્ષા રાખી હતી અને મને જોઇને એમને મારામાં કોઇ ખાસ વિશ્વાસ ન બેઠો. બીજું કારણ એ હતું કે મુશાએરો સાંભળવા માટે  જે લોકો ખાસ મંચની સામે ગોઠવાયા હતા – એમાંના મોટી સંખ્યામાં મસ્તીખોર કિશોરો હતા. … મુશાએરો શરૂ થયો. ‘શૂન્ય’ ભાઇના નામની જાહેરાત થઇ. એમની પોતાની આગવી શાન સાથે ‘શૂન્ય’ ભાઇ માઈક પર પહોંચી ગયા …  ‘શૂન્ય’ ભાઇએ ખૂબ જ મીઠાશ ભર્યા તરન્નમમાં, એમની એક ખૂબ જ જાજવલ્યમાન ગઝલ રજૂ કરી:

અમ પ્રેમીઓના જીવનમાં વસી છે
આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી.

આ મત્લઅ  હજી તો પૂરો થાય એ પહેલાં એક વિચિત્ર ધમાલ મચી ગઇ. એકી સાથે અનેક ‘નાના મોટા’ કિશોરોએ બાળકોની જેમ રડવાનું શરૂ કરી દીધું. ફુગ્ગાઓ બુલંદ થયા. મૌખિક અને યાંત્રિક સિસોટીઓ શરૂ થઇ ગઇ. શ્રોતાઓમાં હંગામી રીતે સ્થપાઇ ગયેલાં જુદાં જુદાં ગ્રુપોએ તત્કાલીન ફિલ્મી ગીતો શરૂ કરી દીધાં, અર્થ-ઘનત્વ ધરાવનારા, તેમ જ ‘એબ્સ્ટ્રેક્ટ’ કહી શકાય એવા હાથના ઇશારાઓ અને સ્લોગનો પોકારાયા. બહેનો પણ એમાં સામેલ રહી.

‘શૂન્ય’ ભાઇના સ્વમાની મિજાજનો ગુસ્સો પણ એમની કવિતા જેટલો જ પ્રતિભાવંત છે. મત્લઅ પૂરો કર્યા વગર એઓ માઈક પાસેથી ખસી ગયા.

મંચ પર બેઠેલા શાએરો, અન્ય સાહિત્યકારો, પત્રકારો અને મહેમાનો – બધા જ સ્તબ્ધ બની ગયા.

… બીજા બે-ત્રણ શાએરો રજૂ થયા.  શ્રોતાઓએ બધાને એકસરખો ‘આવકાર’ આપ્યો. કોઇ શાએર પોતાની સંપૂર્ણ કૃતિ રજૂ કરી ન શક્યા. … શાએરોની વિકેટો ટપોટપ પડતી જઇ રહી હતી અને પછી મારું નામ માઈક પરથી બોલાયું. .. ગઝલનાં એક બે શે’ર બોલી નાંખવાનો નિર્ણય કરીને હું ઊભો થયો. પણ હજી ગઝલ બોલવાની શરૂઆત કરું, એ પહેલાં જ મુશાએરોનાં આયોજકોમાંના એક ભાઇ આવ્યા અને મને બોલતો અટકાવ્યો. તેઓ કોઇ અગત્યની જાહેરાત કરવા માંગતા હતા.  મારી દુર્દશા તો નક્કી જ હતી. પણ થોડીક મિનિટો માટે એ લંબાઇ ગઇ.  પેલા ભાઇએ જાહેરાત કરી કે “પ્રદર્શનમાં એક નાનો છોકરો ખોવાઇ ગયો છે … જે કોઇ ભાઇ કે બહેનનો હોય એ ઑફિસમાં આવીને લઇ જાવ.”

આ જાહેરાત કરીને પેલા ખસ્યા અને મને કોણ જાણે શું મને સૂઝ્યું કે મેં ગઝલ રજૂ કરવાને બદલે મારું એક મુક્તક રજૂ કર્યું.

વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે.

મુક્તકની આ પહેલી પંક્તિ મેં રજૂ કરી અને મને લાગ્યું કે શ્રોતાઓમાં થોડુંક કુતુહલ જાગી ગયું છે.  સિસોટીઓ તો રાબેતા મુજબ શરૂ થઇ ચૂકી હતી. પણ એમાં હવે બહુ ઉગ્રતા ન હતી. એટલે મેં હિંમતભેર આખું મુક્તક રજૂ કર્યું.

વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે,
એવી રીતે મેં કર્યો પ્રેમ ને ખોવાઇ ગયો.
જાણે ફાડો કોઇ તારીખનાં બબ્બે પાનાં,
તારા હૈયાથી હું એ રીતથી વિસરાઇ ગયો.

થોડીક ચુપકીદી અને પછી એકદમ વાહવાહના અવાજો બુલંદ થયા. શ્રોતાઓને થયું કે હું ખૂબ જ શીઘ્ર શાએર છું. જેવું વાતાવરણ હોય એવી કવિતા તરત જ લખી નાંખતો હોઉં છું.  આ બધામાં એમને હું એક જ “સમજદાર” શાએર લાગ્યો અને એ લોકોએ મને હાથોહાથ અપનાવી લીધો.  મારી જિંદગીમાં કદી કોઇ મુશાએરામાં બન્યું ન હતું એવું બન્યું.  મારી પાસે જેટલી કૃતિઓ હતી (તે વખતે પચીસથી ત્રીસ કૃતિઓ માંડ હતી) એટલી બધી મારે સંભળાવવી પડી.  મુશાએરાનો દોર જામી ગયો અને પછી તો બધા જ શાએર-મિત્રો રંગમાં આવી ગયા. શ્રોતાઓએ બધાને ખૂબ જ ભાવભેર સાંભળ્યા અને પ્રદર્શનનો એ મુશાએરો ખૂબ જ કામયાબ રહ્યો, એ પછે તો પત્રકાર મહાશય મને ભેટી પડ્યા. … કહેવાનો આશય એ છે કે મુશાએરો એક એવી બાબત છે કે જેમાં ‘શાએરી’ કરતાં ‘સફળતા’ની વધુ કદર થતી હોય છે.

(‘એજ ઝરૂખો એજ હીંચકો’ પુસ્તકમાંથી)

%d bloggers like this: