“હાર નિશ્ચિત લાગતી હોય, પ્રતિકૂળતાના તોફાની પવનો ચારેબાજુથી ફૂંકાતા હોય, સ્વજનો સાથ છોડીને જતાં રહેતાં હોય, સ્વપ્નો કસમયે કમોતે મરતાં નજરે પડતાં હોય તેમ છતાં શ્રદ્ધાનો દીપક પોતાના મનમાં જલતો રાખી શકે એ જ જવાંમર્દ, વિશ્વનું સૌથી મુશ્કેલ કામ એક આ પણ છે. નવો ચીલો પાડવાના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે તૈયાર રહેવાની તમન્ના.”
” આ જે જે સત્ય સુંદર અને સાધુત્વનું દર્શન થાય છે એ વસ્તુતઃ એ પરમાત્મારૂપી સત્ય, સુંદર અને સાધુ પદાર્થનું જ દર્શન છે. માત્ર તે તે સત્ય, સુંદર અને સાધુ પદાર્થને તે તે રૂપે ભજતાં એક અખંડ સત્- ચિત્- આનંદ પરમાત્મા રૂપે ભજવો, એનો સાક્ષાત્કાર કરવો, એ જીવનનો, અસ્તિત્વનો પરમ ઉદ્દેશ – એમાં જ જીવનનું જીવનપણું; અસ્તિત્વનું અસ્તિત્વપણું. ”
” કેટલાક માણસો સુક્કા ઘાસ જેવા હોય છે. તેઓ ભારામાં બંધાઇ શકે છે, ભેંસનો આહાર બની શકે છે અને ઝટ ઝટ બળી શકે છે, પરંતું ભીંજાઇ નથી શકતા. ગમાણમાં પડેલા સુક્કા ઘાસને ભારે નિરાંત હોય છે; ભેજ વગરના હોવાની નિરાંત . ધ્રુવ પ્રદેશના બરફને નિરાંત હોય છે, નહીં વહેવાની નિરાંત.”
વાચકોના પ્રતિભાવ