ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: નવલકથાકાર

વિમળા હીરપરા, Vimala Hirpara


Vimala“સુખી રહેવું હોય તો કરેલા ઉપકાર ભુલી જવા.”

# ચારેતરફ રમ્ય કુદરત પથરાયેલી હતી.આસપાસની વનરાઇમાંથી ગળાઇને આવતો સુર્યાસ્તનો સોનેરી તડકો, ખળખળવહેતી નદીના સ્વચ્છજળમાં   ઉતરી જતો હતો.વનરાજીમાં ખેલતા હરણા,સસલા ને વૃક્ષો પર સંતાકુકડી રમતા ખિસખોલી જેવા નિર્દોષ પ્રાણીઓ જેને  આધૂનિક સુખસગવડ કે માણસની પ્રગતિ કે અધૌગતિ સાથે કોઇ નિસ્બત નહોતી.એ તો સદીઓથી એમ જ પોતાની મસ્તીમાં જીવતા હતા. પ્રકૃતિમાં ક્યાય વિસંવાદિતા નહોતી.કોઇ દુષ્ટ માણસનુ હદય પણ કુણુ પડીજાય એવુ પવિત્રતાસભર વાતાવરણ હતુ.

# પ્રેરક જીવન મંત્ર      તમે   વેંત નમશો તો કોક હાથ નમશે.

# પ્રેરક વ્યક્તિઓ    રોહિતભાઇ શાહ, ગોવિંદભાઇ મારુ

# તેમનો  બ્લોગ –     vhirpara.blogspot.com

———————————————————————————————————

સમ્પર્ક

  • સરનામું –  ૧૧૭ બેડરોક ડ્રાઇવ. વોકર્શવિલ મેરીલેંડ,૨૧૭૯૩
  • ફોન –    ૩૦૧ ૫૯૧ ૪૩૮૮
  • ઈમેલ –  vshirpara@gmail.com

જન્મ

  • ૮, જાન્યુઆરી –  ૧૯૪૯,  અમરેલી

કુટુમ્બ

  • માતા – સાકરબેન.   પિતા –  હંસરાજભાઇ કાબરિયા
  •  પતિ – સ્વ. સવજીભાઈ; પુત્રો –  સંદિપ( ડોક્ટર) ;  ગૌરાંગ ( સોફ્ટવેર એંજીનીયર)

શિક્ષણ

  • પ્રાથમિક –  અમરેલી  કન્યાશાળા
  • માધ્યમિક – ૧૯૬૨    ૧૯૬૬   મ્યુનીસીપલ ગલ્ર્સ હાઇસ્કુલ
  • ઉચ્ચ  –  ૧૯૬૬  ૧૯૭૦ , બી. એ. સંસ્કૃત સાથે.

વ્યવસાય  

  • ગૃહિણી

તેમના વિશે વિશેષ

  • અમરેલીમાં ખેડુત પરિવારમાં જન્મ
  • ગામમાં પુસ્તકાલય  હતા એનો ઘણો લાભ બાળપણથી લીધેલો. મુખ્ય મનોરંજન વાંચન – ફાનસને અજવાળે
  • મનોરંજનના સાધનોમાં એકાદ બે થીયેટર કે કયારેક આવી ચડતા સરકસ, મદારી કે કઠપુતળીના ખેલ
  • તેમને ભરતગુંથણ ને મોતી પરોવવાનો શોખ હતો. એ સિવાય રાત્રે બહેનો શેરીમાં ગરબા લેવા ભેગા થાય.
  • ત્યારે જીવન પ્રાથમિક કક્ષામાં હતું. રેડીયો, ટીવી કે ફોન તો જવા દો પણ વિજળી પણ નહોતી.
  • ખુલ્લા ખેતરોની હરિયાળી, આભના ચંદરવા ને નવલખ તારા, વહેલી પરોઢના સુર્યોદય કે વર્ષાની હેલી ને વર્ષાના તાંડવથી ધ્રુજતુ આકાશ. કુદરતના આ બધા રંગો મન ભરીને માણ્યા છે.
  • બી.એ. સુધીના  અભ્યાસમાં સંસ્કૃતકાવ્ય મેઘદુત, શાકુંતલ, કુમારસંભવ વગેરે ગુજરાતી અનુવાદમાં ભણેલા.
  • પતિ વ્યવસાયે  દાંતના ડોક્ટર
  • રોહિતભાઇ શાહ ને ગોવિંદભાઇ જેવા હિતેચ્છુ મિત્રોની પ્રેરણાથી છેવટે અક્ષરદેહે વ્યક્ત થવાની તક મળી.
  • પુસ્તકો પ્રગટ થવા માટે દિકરા ગૌરાંગનો બહુ ફાળો છે.
  • ૧૯૮૦થી ૧૯૮૫  અમેરિકામાં આવ્યા બાદ કામ કર્યુ
  • એક ઇલેકટ્રીક કંપનીમાં પી.સી. બોર્ડમાં વેલ્ડીંગનો ધુમાડો આંખમાં ગયો ને સાથે એ જ સમયે મધુપ્રમેહ નિદાન થયો. આંખને નુકશાન થયુ એ તો શરુઆતમાં ખબર ન પડી.પણ જયારે આંખમાં કુંડાળા  પડવા લાગ્યા ત્યારે ઘણૂ મોડુ થઇ ગયુ હતું. એ સમયે ખાસ સારવાર પણ નહોતી.નોકરી તો ગુમાવી નેસાથ આંખ પણ. લેસરથી લોહીનું બ્લીડિંગ તો અટક્યુ પણ જે ધાબું પડી ગયુ એનો કોઇ ઇલાજ નહોતો.
  • કોમ્યુટરમાં મોટો ફોન્ટ કરી વાંચી લખી શકે છે.

Vimala Hirpara_1

રચનાઓ

  • વાર્તા –  અંતરનું સંવેદન, પ્રેમનાં પુષ્પો, ઉરનાં આંસુ, સ્નેહની સૌરંભ, વીણેલાં મોતી

 

વિજય શાહ, Vijay Shah


vs2‘દીવો લઈને તેને શોધું છું. તમને મળે તો મને આપશો? …. મારે વાવવો, જાળવવો, ઉછેરવો, વહેંચવો છે. ‘  – ‘મકાઈનો દાણો’ માંથી 

જીવન મંત્ર– જે જે પ્રાપ્ત થતો ઉપાધિયોગ , બની રહો તે લબ્ધિયોગ

વિજયનું ચિંતન જગત

સહિયારું સર્જન – ગદ્ય ; ધર્મ ધ્યાન

‘ બુક ગંગા’ પર તેમની ઘણી બધી ઈ-બુક

મળવા જેવા માણસ – વિજય શાહ

પ્રતિલિપિ પર ( ૮૫ રચનાઓ )

‘Storymirror’ પર ( ૩૫ ઈ-બુક )

માતૃભારતી પર – ૫૦ ઈ-બુક 


સમ્પર્ક

  • 13727 Elridge Springway, Hoston, TX -77083
  • ઈમેલ –  vijaydshah09@gmail.com

જન્મ

  • ૧૦, સપ્ટેમ્બર – ૧૯૫૨, ભરૂચ; મૂળ વતન -ઓચ્છણ ( વડોદરા જિ.)

કુટુમ્બ

  • માતા – વિમળા, પિતા – ડાહ્યાભાઈ
  • પત્ની – રેણુકા , સંતાન – બે

અભ્યાસ

  • એમ.એસ..સી. ( માઈક્રોબાયોલોજી)
gss

આ શિર્ષક પર ક્લિક કરો.

 

vs

તેમના વિશે વિશેષ

  • સ્વામિનારાયણ વિજ્ઞાન  કોલેજના વાર્ષિક અંકમાં પહેલું કાવ્ય પ્રકાશિત થયું હતું.
  • પ્રથમ કૃતિ – ‘હું એટલે તમે’ – કાવ્ય સંગ્રહ (૧૯૭૭)
  • પાંચ વર્ષ હ્યુસ્ટન ગુજરાતી સમાજના મુખપત્ર ‘દર્પણ’નું સંપાદન
  • હ્યુસ્ટનની જૈન સોસાયટીના માસિક ‘જય જિનેન્દ્ર’ નું સંપાદન
  • હુસ્ટનના સાહિત્ય રસિક મિત્રોની છેલ્લા ૧૬  વર્ષથી મળતી માસિક સભામાં મહત્વનું યોગદાન.
  • સાહિત્ય સર્જનના નવલા પ્રકાર ‘ સહિયારું ગદ્ય સર્જન ‘ના મુખ્ય પ્રણેતા
  • ગુજરાત દર્પણ ( ન્યુ જર્સી) , તિરંગા ( ન્યુ યોર્ક ), ગુજરાત ન્યૂઝ ટાઈમ્સ ( ટોરોન્ટો) , ગુજરાત ટાઈમ્સ( ન્યુ યોર્ક), જયહિંદ ( રાજકોટ)  માં નિયમિત કોલમ લેખક

હોબી

  • ગુજરાતી લખવુ, લખાવવુ અને સાંભળવુ

vs1

રચનાઓ

સન્માન

  • સહિયારા સર્જનમાં ૨૫ પુસ્તકો મુક્યા બદલ ૩૫ લેખકો ને લીમ્કા ઍવોર્ડ મળ્યો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ -૧૧, રાધેશ્યામ શર્મા

જનક નાયક, Janak Naik


Janak Naik


jn8

તેમના બ્લોગ પર અહીં ક્લિક કરીને પહોંચી જાઓ

js

આ ચિત્ર પર ક્લિક કરી તેમની યાદમાં યોજાયેલ સ્મૃતિ સમારોહનો અહેવાલ વાંચો.

જન્મ

  • ૧૩, ઓગસ્ટ – ૧૯૫૪, મુંબાઈ

અવસાન

  • ૧૬, એપ્રિલ – ૨૦૧૭, સુરત

કુટુમ્બ

  • માતા -રેખાબહેન  , પિતા – નાનુભાઈ
  • પત્ની – જયશ્રી , પુત્ર – ચિંતન , પુત્રી – દુર્વા

શિક્ષણ

  • બી.કોમ, એમ.એ., NDHSC ( Naturopathy)

વ્યવસાય

  • સાહિત્ય સંગમ’ પ્રકાશન સંસ્થા

તેમની યુ-ટ્યુબ ચેનલ

તેમના વિશે વિશેષ

  • નર્મદ સાહિત્ય સભાના મંત્રી, ‘સાહિત્ય સંગમ’હેઠળ અનેક કાર્યક્રમો યોજ્યા હતા.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના વિકાસ મંત્રી
  • સંવેદન અને સુખી જીવન સામાયિકોના તંત્રી
  • બાળકોના વિકાસમાં અત્યંત ઋચિ. બાળકોને વાર્તાઓ કહેવી, તેમની પાસે કહેવડાવવી, લખાવવી, પ્રશ્નોત્તર કરવા, ચર્ચાઓ કરાવવી વિ.
  • પોતાની ષષ્ઠીપૂર્તિ વખતે ૬૦ શાળાઓમાં સાભિનય વાર્તાકથનના પ્રયોગો
  • ‘ગુજરાત મિત્ર’માં દર ગુરૂવારે ‘મનના મઝધારેથી’ કોલમના લેખક
  • તેમનાં પુસ્તકો કેવળ શબ્દ વિલાસ ન રહેતાં અનેક લોકોનાં જીવનને ઉન્નત બનાવતાં સાબિત થયાં છે.

jn5

રચનાઓ

jn7

તેમનાં પુસ્તકો – ‘પુસ્તક સાગર’ પર

jn1jn2jn3

સન્માન 

  • ૧૯૯૪ – નવચેતન ચન્દ્રક
  • ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ
  • ૨૦૦૧ – નંદ શંકર ચન્દ્રક
  • ૨૦૦૨ – સ્વ. સરોજ પાઠક સ્મૃતિ પારિતોષિક
  • ૨૦૦૨ – ટાગોર ઈન્ટરનેશનલ કલ્ચર અને લિટરેચરનો ગુજરાત એવોર્ડ
  • ૨૦૦૨ – ગીજુભાઈ બધેકા એવોર્ડ
  • ૨૦૧૨ – ધૂમકેતુ એવોર્ડ

સાભાર

  • શ્રી. નાનુભાઈ નાયક

ગોલીબાર એન. જે.


Golibar_3‘ચક્રમ’ના સ્થાપક

નથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે,
ઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે.
—-
કદી સારું નિહાળું તો ગ્રહી લઉં છું તુરત દિલમાં,
ગણો તો આમ ‘ગોલીબાર’ પણ પાકો નિશાચર છે.

આખી રચના અહીં

—————

આખું નામ

  • નૂરમહમ્મદ જુસબભાઈ ગોલીબાર

જન્મ

  • ૧૯૧૪, પડધરી, જિ. જામનગર

અવસાન

  • ૨૬, નવેમ્બર-૧૯૬૬; અમદાવાદ

કુટુમ્બ

  • માતા-? ; પિતા– ?
  • પત્ની – ? ; સંતાનો – એચ. એન. ગોલીબાર ( ‘ચંદન’ના હાલના તંત્રી )

અભ્યાસ

  • ચાર ધોરણ સુધી

વ્યવસાય

  • ૧૯૪૩- ૫૦ – ‘સંગીત’ના તંત્રી
  • ૧૯૪૭ – ૬૯ – ‘ચક્રમ’ના તંત્રી

તેમના વિશે વિશેષ

  • સામાન્ય લોકોના પ્રિય સાપ્તાહિક ‘ચક્રમ’ના સ્થાપક
  • તેમના પુત્ર એચ.એન. ગોલીબારે ચક્રમનું નામ બદલી ‘ચંદન’ રાખ્યું હતું.

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

જય ગજ્જર, Jay Gajjar


jay_gajjar.JPGતેમના અવસાનના માઠા સમાચાર મળતાં આ પરિચય સુધારા/ વધારા સાથે ફરીથી પ્રકાશિત કરવામાં આવે છે.

__________________________________________ Read more of this post

લાભશંકર ઠાકર, labhshankar thaker


la_tha-જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર!

-મારા કોઈ ભાષિક કથનમાં
એક વાર પણ મેં મને જોયો નથી,
પ્રચંડ જુઠ્ઠાણાં મારાં છે
પણ રે તેમાંય  હું નથી.

-લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?

તેમની એકાંકીઓ વિશે

તેમની રચનાઓ

કવિતાકોશ પર એક અછાંદસ

વૃક્ષ – એકાંકી

એક સરસ અંજલિ

ચિત્રલેખા પર અંજલિ

મુંબાઈ સમાચારમાં અંજલિ

વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

________________________________

ઉપનામ

  • લઘરો, પુનર્વસુ

જન્મ 

  • જાન્યુઆરી 14, 1935,  સેડલા (સુરેન્દ્રનગર)

અવસાન

  • ૬, જાન્યુઆરી- ૨૦૧૬, અમદાવાદ

કુટુમ્બ

  • માતા –  ? ;  પિતા –     ?

અભ્યાસ

  • એમ. એ., ડી. એસ. એ. સી.

વ્યવસાય

  • આયુર્વેદિક ચિકિત્સક

જીવન ઝરમર

  • સાતેક વર્ષ અમદાવાદ શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા
  • અમદાવાદમાં ચિકિત્સા તથા લેખન પ્રવૃત્તિ
  • ‘રે’ મઠ ના સભ્ય

la_tha_chitralekha

રચનાઓ

  • કવિતા –  વહી જતી પાછળ રમ્ય=ઘોષા, માણસની વાત, મારે નામને દરવાજે, બૂમ કાગળમાં કોરા, પ્રવાહણ, લઘરો, કાલગ્રંથિ, ટોળા અવાજ ઘોંઘાટ વિ.
  • નવલકથા – અકસ્માત, કોણ?, પીવરી, લીલા સાગર, હાસ્યાયન, ચંપકચાલીસા, અનાપસનાપ વિ.
  • નિબંધો – એક મિનિટ, ક્ષણ-તત્ક્ષણ, સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે વિ.

સન્માન 

  • વિશેષ રણજિતરામ સુવર્ણચંદ્રક
  • ચંદ્રક

સાભાર

  • કર્તા-કૃતિ પરિચય
  • મૃગેશ શાહ
  • ગુજરાતી સાહિત્ય સંગમ
  • બકુલ ટેલર – મુંબાઈ સમાચાર

ધ્રુવ ભટ્ટ, Dhruv Bhatt


Dhruv_Bhatt

– ‘આ મહેર કરી છે મહારાજે મોટુ મન રાખી,
ખોલી દો ઘુંઘટપટ વરસ્યા વરને ઝીલો.’

–   આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતા ગામને
તમને યે થાય ચાલ ટહુકો થઇ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

અહીં આખું વાંચો અને સાંભળો

એક પા લહેરે દરિયોદ્બઆણીકોર મધુરી ધરતી ફોર્યે જાય છેડાલગ.

અહીં આખી રચના અને રસદર્શન વાંચો

સાહિત્ય અકાદમી દ્વારા સરસ પરિચય

વિકિપિડિયા પર

– સુપ્રિયાનો જીવનમંત્ર છે
‘ હું બ્રહ્મ છું, તું પણ તે જ છે અને સર્વ જગત બ્રહ્મ છે.’

‘હીન શાસકો, પરદેશી હુમલાખોરો, અયોગ્ય ધર્મગુરુઓ વચ્ચે પણ પોતાના અસ્તિત્વ તેમજ અસ્મિતાને જેવા ને તેવા ટકાવી રાખનારી આ પ્રજાની પાસે એવો તો કયો જાદુ છે? ‘

(તત્વમસિ માંથી અવતરણ)

– તેમનાં કાવ્યો   –  ૧ –    ;   –  ૨  – 

તેમનાં પુસ્તકો 

‘તત્વમસિ’ નો પરિચય

‘ તિમીરપંથી’ વિશે

‘કર્ણલોક’ વિશે

તેમની અને ઘણા બધા લેખકોની ઈ-બુક  અહીં……

સાહિત્ય અકાદમી દ્વારા તેમનો પરિચય 

—————————————————

જન્મ તારીખ

  • ૮, મે- ૧૯૪૭, નિંગાળા, જિ. ભાવનગર

Dhruv_Bhatt_2

કુટુમ્બ

  • માતા – હરિસૂતા;  પિતા – પ્રબોધરાય
  • પત્ની – દિવ્યા ; પુત્ર – દેવવ્રત;  પુત્રી –  શિવાની

શિક્ષણ

  • એસ. વ્હાય, બી.કોમ, …… કોલેજ

વ્યવસાય

  • એન્જિ. ઉદ્યોગમાં સેક્શન મેનેજર ( નિવૃત્ત)
  • હાલમાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ, સંશોધન અને સર્જનાત્મક લખાણ

Dhruv_Bhatt_1

બાળક ધ્રુવ

તેમના વિશે વિશેષ

  • તેમની નવલકથાઓ ‘સમુદ્રાન્તિકે’, ‘તત્વમસિ’ અને ‘અત્રપિ’ ના વિવિધ ભાષાઓમાં અનુવાદ થયા છે અને તેમને વિવિધ એવોર્ડ મળ્યા છે. કવિતા સંગ્રહ ‘ગાય તેનાં ગીત’ને ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ મળ્યો છે.

શોખ/ હોબી

  • અજાણ્યા કુટુમ્બો સાથે વસવાટ
  • લેખન – કવિતા, વાર્તા, નાટક
  • રખડપટ્ટી
  • શાળાના બાળકો સાથે સંવાદ/ ગોષ્ટિ
અ ચિત્ર પર 'ક્લિક' કરો

અ ચિત્ર પર ‘ક્લિક’ કરો

રચનાઓ

  • નવલકથા – ખોવાયેલું નગર, અગ્નિકન્યા, સમુદ્રાન્તિકે, તત્વમસિ,તિમીરપંથી,  અત્રપિ, કર્મલોક, અકૂપાર, લવલી પાન હાઉસ
  • કવિતા – શ્રુવન્તુ ( ઓડિયો કેસેટ પણ ), ગાય તેનાં ગીત,

રમણ પાઠક, Raman Pathak


raman_pathak.jpg

“મંદીર બાંધવા કરતાં જાહેર સંડાસ બાંધો.”

સારા માણસ થવામાં તો સુખ-આનંદ છે, પછી મુશ્કેલી જ ક્યાં ?

‘ગુજરાત મિત્રે’માં વસંતોત્સવ

તેમના પુસ્તક ‘વિવેક વલ્લભ વિશે’ 

–  ‘રીડ ગુજરાતી’ પર તેમના વિચારો

તેમની આત્મકથાના લોકાર્પણ વખતે નાનુભાઈ નાયકે આપેલ ‘પરિચય’ પ્રવચન

#   એક લેખ 

# આધુનિક મહર્ષિ -વલ્લભ ઇટાલિયા

—————————————————————–

જન્મ

  • 30 –  જુલાઈ , 1922  ;   રાજગઢ (પંચમહાલ)

અવસાન

  • ૧૨, માર્ચ – ૨૦૧૫, બારડોલી

કુટુમ્બ

  • માતા – ઈચ્છાબા ; પિતા – હિંમતલાલ
  • પત્નીસરોજ ( લેખિકા ) ; પુત્રી – શર્વરી

અભ્યાસ

  • પ્રાથમિક , માધ્યમિક –  રાજગઢ
  • બી. એ  – એમ. ટી. બી. કોલેજ, સુરત
  • એમ. એ.  – ગુજરાત યુનિ. ( 40 વર્ષની ઉમ્મરે, સુવર્ણ ચન્દ્રક સાથે ! )

વ્યવસાય

  • 1948- 68   –   પત્રકારત્વ
  • લેખન

જીવનઝરમર

  • જ્ઞાતિની કન્યા સાથે થયેલી સગાઇ તોડી પરજ્ઞાતિના સરોજબેન સાથે માત્ર બે રૂપીયાના ખર્ચે પરણ્યા.
  • મુંબાઇના ‘હિન્દુસ્તાન’ દૈનીકના તંત્રીવિભાગમાં
  • પછી સોવિયેટ રશીયાના માહીતિ ખાતામાં મુખ્ય સંચાલક
  • 1968 – બધું છોડી શેક્ષણ ક્ષેત્રે
  • સુરતના ‘ ગુજરાત મિત્ર’  માં ‘રમણ ભ્રમણ’ નામની બહુ જ લોકપ્રિય અને સમાજના કુરિવાજો અને ધાર્મિક અંધશ્રધ્ધાની સામે લાલબત્તી ધરતી કોલમના લેખક  
  • પ્રખર વિવેકપંથી( Rational thinker), ગુજરાતમાં રેશનાલીઝમના પિતામહ
  • બાળકોની અને સ્ત્રીઓની વેદનાઓ તેમના લખાણોનો મુખ્ય વિષય

વ્યવસાય

  • શિક્ષક, પત્રકાર, પછી આકાશવાણી-દિલ્હીમાં સમાચારપ્રસારક
  • “સોવિયેત સમાચાર”માં સંપાદક
  • દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક

મુખ્ય રચનાઓ

  • નવલકથા -ઓથાર
  • વાર્તા – સબસે ઊંચી પ્રેમસગાઈ, પ્રીત બંધાણી, અકસ્માતના આકાર.
  • હાસ્યલેખ  – હાસ્યલોક, હાસ્યોપનિષદ
  • ચિંતન/  નિબંધ  – આક્રોશ, રમણભ્રમણ, આંસુ અનરાધાર, વિવેક વલ્લભ
  • સંપાદન – સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ
  • અનુવાદ – ધીરે વહે છે દોન, ચેખોવની શ્રેષ્ઠ નવલકથાઓ

સાભાર

  • શ્રી. હરીશ રઘુવંશી

અમૃત કેશવ નાયક, Amrut Keshav Nayak


Amrit Keshav Nayak_2
એક પરિચય

 

—————————————————

જન્મ

  • ૧૮૭૭, અમદાવાદ

અવસાન

  • ૨૯, જૂન-૧૯૦૬

અભ્યાસ

  • ચાર ધોરણ સુધી, બે ધોરણ ઉર્દૂમાં

Amrit Keshav Nayak_1

તેમના વિશે વિશેષ

  • ૧૮૮૮ – ૧૧ વર્ષની ઉમરે આલ્ફ્રેડ નાટક કમ્પનીમાં નટજીવનનો પ્રારંભ
  • ૧૫ વર્ષની ઉમરે ‘અલાઉદ્દીન’ નાટકનું દિગ્દર્શન અને ‘લયલા’ તરીકે અભિનય. તેમના કામથી પ્રભાવિત થઈ આલ્ફ્રેડ નાટક કમ્પનીના ડિરેક્ટરે તેમને આસિ. ડિરેક્ટરનો હોદ્દો આપ્યો.
  • શેકસ્પિયરનાં નાટકો ‘હેમ્લટ. અને ‘રોમિયો જુલિયેટ’ ને હિન્દી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પહેલ કરી.
  • ધંધાદારી રંગભૂમિના ગીતલેખક, સંગીત વિશારદ
  • કલકત્તાના ‘અમૃત બઝાર પત્રિકા’માં અંગ્રેજી રાજ્યની વિરૂદ્ધ લેખો પણ લખ્યા હતા.
  • પારસી રંગભૂમિના બહુ જ લોકપ્રિય કલાકાર.

રચનાઓ

  • નાટક – ભારત દુર્દશા
  • નવલકથા – એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી?, મરિયમ,
  • અધૂરાં પુસ્તકો– સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ, નાદિરશાહ

સાભાર

  • ડો. કનક રાવળ
  • ગુજરાતી સાહિત્ય કોશ

 

નાનાભાઈ જેબલિયા, Nanabhai Jebaliya


Nanabhai Jebalia

“ નામે નાના પણ કામે જેબદાર “
– રાધેશ્યામ શર્મા

“ઓછું લખવું પણ, ઓછું ન ઊતરે એટલું ને એવું લખવું.”

“ ‘ણ’ ને આંગણે
હેલ્યુંના ખણેણાટ,
કાબીયુંના રણેણાટ,
સાથળ પિંડીઓના વળેળાટ,
જોબનના ઝળેળાટ
પગલાનાં કડેડાટ,
કાજળ કંકુનાં હડેડાટ


‘ણ‘ હવે હરડ ફરડ,
‘ણ’ ગામ ગામતરે,
’ણ’ નાળિયેર શોધે,
‘ણ’ રૂપિયો શોધે… ”

પ્રેરક અવતરણ
“દુઃખ તમારા હૃદયને જેટલું ઊંડું કોતરશે, એટલું જ સુખ તમે એમાં સમાવી શકશો.”
– ખલીલ જિબ્રાન

–  સ્મરણાંજલિ ( રજનીકુમાર પંડ્યાના બ્લોગ ‘ઝબકાર’ પર.)

____________________________________________________________

સમ્પર્ક

  • 303, 3 જા માળે, ગેલેક્સી પાર્ક, ચલા, દમણ રોડ, વાપી – 396 191

ઉપનામ

  • અતિથિ

જન્મ

  • 11, નવેમ્બર- 1938; ખાલપર ( તા. સાવરકુંડલા, જિ. ભાવનગર)

અવસાન

  • ૨૫, નવેમ્બર -૨૦૧૩

કુટુમ્બ

  • માતા – રાણુબા; પિતા – હરસુરભાઇ
  • પત્ની– કાનુબેન ( લગ્ન – 1965); પુત્રો – રાજેન્દ્ર, વિજય

અભ્યાસ

  • સોનગઢ અધ્યાપન મંદિરમાંથી જુનીયર પી.ટી.સી.

વ્યવસાય

  • વંડા કેન્દ્રની કુમારશાળામાં પ્રાથમિક શિક્ષક

જીવનઝરમર

  • પ્રેરણામૂર્તિ સ્વ. ભોજરાજગિરિ ગોસ્વામી
  • ક.મા.મુન્શી અને ઝ. મેઘાણીની રચનાઓનો પ્રભાવ
  • અંગ્રેજી ભાષાથી બહુ પરિચિત નથી
  • પ્રથમ મૌલિક કૃતિ – ‘લાડકું ભાંગે’ – ચાંદની માસિકમાં
  • મોટા દેખાવાનં ફાંફાં મારવાં કે ફિશિયારીભર્યા ફાંકામાં રહેવા ફડાકા ઝાટકવા પડે એ કરતાં નાના રહીને લોક કથા સાહિત્યમાં જેબદાર લખાણોથી જ ઓળખાવાનું પસંદ કરે છે.
  • ફૂલછાબ, જયહિંદ, પ્રતાપ, ગુજરાતી ટાઇમ્સ ઓફ ઈન્ડીયામાં વાર્તાઓ/ લેખો છપાયા છે.
  • ‘ચટાકચોરો’ કોલમના લેખક
  • ‘સંદેશ’માં ‘અલખનો ઓરડો’ કોલમમાં હાસ્યહારડા અને કટાક્ષકોરડા પીરસ્યા છે.
  • કોઈ વાહન ચલાવતાં આવડતું નથી.
  • એક વખત બસમાં એટેચી ચોરાઈ જતાં ટિકીટની રકમ ન ચુકવી શક્યા ત્યારે એક અજાણ્યા મુસાફરે લેખક તરીકે ઓળખીને ટિકીટની રકમ ચુકવી દીધેલી.
  • ઈશ્વર અને ગુરુમાં સમ્પૂર્ણ શ્રદ્ધા, પૂજાપાઠ કરતાં ધ્યાનમાં વધુ રુચી
  • કુરૂઢિઓનો વિરોધ – પોતાના અને પુત્રના લગ્નમાં ફેરફારો કર્યા, ઘરમાં ઘુંઘટપ્રથાને તિલાંજલિ
  • વર્ણાશ્રમ પ્રથાને ધીક્કારે છે.
  • એક વખત બસ ઉંધી પડતાં માંડ બચેલા

શોખ

  • ચિત્ર અને સંગીત, હાર્મોનિયમ અને તબલાં વગાડતા હતા

રચનાઓ – 30 પુસ્તકો

  • નવલકથા – મેઘરવો, રંગ બિલોરી કાચના, તરણાનો ડુંગર, વંકી ધરા વંકાં વહેણ,એંધાણ, સૂરજ ઊગ્યે સાંજ, ભીનાં ચઢાણ, અરધા સૂરજની સવાર, અમે ઊગ્યા’તા શમણાંને દેશ
  • નવલિકા– શૌર્યધારા, સથવારો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ
  • હાસ્યકથાઓ – સૌરાષ્ટ્રનો લોકવિનોદ, ધકેલ પંચા દોઢસો
  • બાળનાટકો અને બાળવાર્તાઓ

સન્માન

  • ટૂંકી વાર્તા સ્પર્ધામાં ત્રણ સુવર્ણચંદ્રકો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર- રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સહિત્યકોશ , ખંડ -2
%d bloggers like this: