ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: નવલકથાકાર

કુન્દનિકા કાપડિયા, Kundanika Kapadia


Kundanika-Kapadia

Revised 

” વસુધાએ રેતીથી મુઠ્ઠી ભરી અને પોલી આંગળીઓમાંથી સરવા દીધી.થોડીક પળોમાં આખું જીવન નજર સામેથી પસાર થઇ ગયું….
બધું કાળના પ્રવાહોમાં વહી ગયું હતું.હવે સામું હતું હિમાલયનું ઊંચું શિખર અને એની ઉપર તારાઓથી ઝળક્તું આકાશ.”
સાત પગલાં આકાશમાં

“મારું સઘળું છે માની જીવનને સ્વીકારીશ :
મારું કાંઇ જ નથી માની મૃત્યુ માટે તૈયાર રહીશ. ”
પરમ સમીપે

# એક વાર્તા – ફ્લાવર વેલી     :     વાર્તાનો અંગ્રેજી અનુવાદ

# રીડ ગુજરાતી પર – ‘પ્રેમનાં આંસું’ 

#  પ્રાર્થનાઓ

#  વિકિપિડિયા પર 

# ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

# નન્દીગ્રામ વેબ સાઈટ

___________________________________
Read more of this post

Advertisements

કાજલ ઓઝા-વૈદ્ય, Kajal Ojha Vaidya


Kajal_2
( વાંચો અને સાંભળો )

વિકિપિડિયા પર

તેમની સાથે પ્રશ્નોત્તર

તેમની રચનાઓ

——————————————————-

જન્મ

 • ૨૯, સપ્ટેમ્બર – ૧૯૬૬, મૂંબાઈ

કુટુમ્બ

 • માતા-?; પિતા – દિગંત ઓઝા
 • પતિ – સંજય વૈદ્ય; સંતાન – ?

શિક્ષણ

 • ૧૯૮૬ – બી.એ.( સંસ્કૃત, અંગ્રેજી) , ગુજરાત યુનિ.( અમદાવાદ)
 • એમ.એ. – એડ્વર્ટાઈઝિંગ મેનેજમેન્ટ ( મુંબાઈ યુનિ.)

ચિત્રલેખા હીરક મહોત્સવમાં પ્રવચન

અસ્મિતા પર્વમાં પ્રવચન

શિકાગોમાં પ્રવચન( ત્રણ ભાગ પૈકીનો પહેલો ભાગ )

તેમના વિશે વિશેષ

 • હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યોગદાન આપ્યું છે.
 • તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે.
 • સંદેશ,ગુજરાત ડેઇલી,લોકસત્તા-જનસત્તા,ઈન્ડીયન એકસપ્રેક્ષ ,મુંબઇ,અભિયાન,સમકાલીન,સંભવ માં પત્રકારત્વ
 • દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર(સુરત),કચ્છ-મિત્ર, જન્મભૂમિ-પ્રવાસી,કલક્ત્તા હલચલમાં કટાર લેખક

Kajal_3

 

Kajal_4

રચનાઓ

 • ૪૫ પુસ્તકો(નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકો)

સન્માન

 • ૧૯૮૧: નેશનલ એવોર્ડ અને નિબંધ લેખન માટે “સંસ્કાર ચંદ્રક”
 • ૧૯૮૨: નેશનલ એવોર્ડ અને ટૂંકી વાર્તા લેખન માટે “સંસ્કાર ચંદ્રક”
 • ૧૯૮૧-૮૨/૧૯૮૨-૮૩: શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ

સાભાર

 • શ્રી. વિનોદ પટેલ
 • ગુજરાતી વિકિપિડિયા

અશ્વિનીકુમાર ભટ્ટ, Ashwinikumar Bhatt


Ashwini_Bhatt_1–     ‘ગર્વથી હું એટલું જરૂર કહીશ મારી નવલકથાઓએ અનેક ગુજરાતીઓને વાંચતા રાખ્યા છે. એટલું જ નહીં, સામાન્યત:  ‘હું ખાસ ગુજરાતી વાંચતો નથી’ તેવું કહેનારા હજારો કદાચ નહીં સેંકડો વાચકોએ મને વાંચ્યો છે….. 

– દિવ્ય ભાસ્કરમાં લેખો

–  ૧  – ; –  ૨  – –  ૩  –

‘પેલેટ પર’ 

‘Gujarati World’ પર

———————————————————-

જન્મ

 • ૨૨, જુલાઈ, ૧૯૩૬, અમદાવાદ

અવસાન

 • ૧૦, ડિસેમ્બર – ૨૦૧૨, ડલાસ, ટેક્સાસ

કુટુમ્બ

 • માતા -શરદકાન્તા; પિતા – હરપ્રસાદ
 • પત્ની– નીતિ ; પુત્ર – નીલ

શિક્ષણ

 • પ્રાથમિક /માધ્યમિક શિક્ષણ -?
 • એમ.એ., એલ.એલ.બી. – શિક્ષણ સંસ્થા -?

વ્યવસાય

 • મુંબાઈમાં જાતજાતનાં કામ કર્યાં
 • શરૂઆતમાં પ્રેમાભાઈ હોલમાં મેનેજર
 • પૂર્ણ સમય માટે લેખન

Ashwini_Bhatt_2

Ashwini_Bhatt

તેમના વિશે વિશેષ

 • ૧૯પ૨માં પ્રથમ વાર્તા છપાઇ ત્યારે અશ્વિની ભટ્ટની ઉંમર ૧પ વર્ષ હતી અને તેઓ મેટ્રિકમાં હતા.
 • અશ્વિની ભટ્ટ માતબર નવલકથાકાર ઉપરાંત જબરા નાટ્યપ્રેમી અને સારા અભિનેતા પણ હતા. ખાસ તો, અંદરથી કથળેલી તબિયત છુપાવીને બહારથી મસ્ત-દુરસ્ત દેખાવાનો અભિનય એમના માટે એકદમ સહજ હતો.
 • મુંબઇ રહેતા ત્યારે રૂ.પ૦૦ પગાર હતો પરંતુ ઘરનું ભાડુ્ ૪૧૦ હતું.૯૦ રૂપિયામાં મહિ‌નો કાઢવાનો રહેતો,ભટ્ટજી ત્યારે આસપાસ રહેતા શેઠાણીઓના શાકભાજી પણ લાવી આપતા.૧૯પ૬માં મિત્રોની સાથે મળીને પોલ્ટ્રીફાર્મ શરૂ કર્યું હતું.
 • ‘સંદેશ’ દૈનિકમાં ધારાવાહિક રીતે પ્રસિદ્ધ થતી તેમની નવલકથાઓનું વાચકોને વ્યસન થઈ ગયું હતું.
 • મોટા ભાગની નવલકથાઓમાં જકડી નાંખે તેવું રહસ્ય સર્જવા પર એમની હથોટી કાબિલે દાદ રહી છે.
 • કૂતરા પાળવાનો શોખ – લાયકા અને લ્યુસી એમની માનિતી પાળેલી કૂતરીઓ.
 • તૃપ્તિ સોની તેમનાં પુત્રીવત બની રહ્યાં હતાં. તૃપ્તિબેનનું કન્યાદાન તેમણે કરેલું.
 • એમને ત્યાં આવતા અને તેમને મદદ રૂપ બનતા યુવાન પત્રકારો અને લેખકો માટે તેઓ ‘ટેકો’ કે ‘ટેકી’ શબ્દ વાપરતા.
 • પાછલા જીવનમાં અમેરિકામાં ડલાસ નજીક વસવાટ

રચનાઓ

 • નવલકથા – લજ્જા સન્યાલ, નીરજા ભાર્ગવ, શૈલજા સાગર, ઓથાર, ફાંસલો, આશકા મંડલ, અંગાર, કટિબંધ, આખેટ, કમઠાણ, કસબ, કરામત, આયનો.
 • અનુવાદ – (ઘણા બધા) એક  ‘ફ્રીડમ એટ મીડનાઈટ’નો ‘અર્ધી રાત્રે આઝાદી’
 • નાટક – ?

સાભાર

 • ગુજરાતી સાહિત્ય કોશ
 • ગુજરાત ટાઈમ્સ
 • દિવ્ય ભાસ્કર
 • શ્રી. બીરેન કોઠારી

ખલીલ ધનતેજવી, Khalil Dhantejvi


KHALIL DHANTEJVI_5

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી

રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !

ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?

કોઈ કાગળના સહારા વિના ગઝલ સંભળાવવી એ ‘ધનતેજવી’ મિજાજ છે!

એક સરસ મુલાકાત

‘લયસ્તરો’ પર રચનાઓ 

ગુજરાતી કવિતા અને ગઝલ પર

‘ રણકાર’ પર સાંભળો

————————————————

સમ્પર્ક 

 • ૧, પટેલ ફળિયા, યાકુતપુરા, વડોદરા- ૩૯૦૦૦૬

મૂળ નામ

 • મકરાણી ખલીલ ઈસ્માઈલ

જન્મ 

 • ૧૨, ડિસેમ્બર- ૧૯૩૯; ધનતેજ ( જિ. વડોદરા) 

શિક્ષણ

 • ગુજરાતી ચાર ચોપડી

વ્યવસાય 

 • પત્રકાર 

KHALIL DHANTEJVI_4 KHALIL DHANTEJVI_2

તેમના વિશે વિશેષ 

 • શરૂઆત વાર્તાઓ લખવાથી કરી હતી.
 • શરૂઆતમાં ગઝલો મનમાં જ રચતા; અને એમને એ યાદ રહી જતી; અને એ યાદના સહારે જ તેઓ ગઝલ પાઠ મિત્રોને સંભળાવતા! આ શક્તિ મોટી ઉમ્મરે મુશાયરાઓમાં પણ કાયમ રહી.
 • પહેલો ગઝલ સંગ્રહ બહાર પાડ્યો ત્યારે ૧૦૦ થી વધારે ગઝલો યાદદાસ્તથી જ કાગળ પર ચઢાવી હતી.
 • ઉર્દૂમાં પણ ઘણી ગઝલો લખી છે ; અને જગજિતસિંહના કંઠે ગવાઈ છે.

રચનાઓ 

 • ગઝલ – સારાંશ, સાદગી
 • નવલકથા – ડો.રેખા, સુંવાળો ડંખ, કોરી કોરી ભીનાશ, તરસ્યાં એકાંત, મોત મલકે મીઠું મીઠું.
સાભાર 
 • ગુજરાતી સાહિત્યકોશ
 • મિનાઝ પટેલ ; ફેસબુક –

મોહમ્મદ માંકડ,Mohammad Mankad


Mohd_Mankad

સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય તેમાંથી ગજરો બનાવવાની કળા.

-‘ દરેક માણસના લોહીમાં પશુના લોહીનો અંશ પડેલો જ હોય છે, પરંતુ જ્યાં સુધી એને એની જરૂરિયાત જેટલું જ ખાવા મળે છે ત્યાં સુધી પોતાનું પોત એ પ્રકાશતું નથી. જરૂરિયાતથી વધારે, વિપુલ પ્રમાણમાં જ્યારે એને વસ્તુઓની પ્રાપ્તિ થાય છે ત્યારે જ એનામાં રહેલા પશુઓનાં લક્ષણો સપાટી ઉપર આવે છે’ – કેલિડોસ્કોપ
( આખો લેખ અહીં વાંચો.)

– એક લેખ ‘બધાને પૂછપૂછ ન કરશો’ 

– એક વાર્તા – ‘ એ ગામને સ્ટેશન નથી ‘

———————

જન્મ

 • ૧૩, ફેબ્રુઆરી- ૧૯૨૮; પળિયાદ( સૌરાષ્ટ્ર )

કુટુમ્બ

 • માતા-?; પિતા– વલીભાઈ
 • પત્ની -? , સંતાનો -?

અભ્યાસ

 • બી.એ.

વ્યવસાય

 • બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક

તેમના વિશે વિશેષ

 • સુરેન્દ્રનગરમાં કાયમી વસવાટ અને પૂર્ણ સમય માટે લેખનને વ્યવસાય તરીકે સ્વીકાર્યું.
 • ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ
 • ગુજરાત સમાચારમાં ‘ કેલિડોસ્કોપ’ નામની લોકપ્રિય કોલમ ઘણાં વર્ષો સુધી ચલાવી હતી.

રચનાઓ

 • નવલકથા – કાયર, ધુમ્મસ, અજાણ્યાં બે જણ, ગ્રહણરાત્રિ, મોરપિચ્છના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે,
 • નવલિકા સંગ્રહ – ના, ઝાકળનાં મોતી, મનના મરોડ, વાતવાતમાં,
 • પ્રેરણાત્મક નિબંધો – આજની ક્ષણ, કેલિડોસ્કોપ (ભાગ ૧-૪); સુખ એટલે, આપણે માણસો(ભાગ ૧-૨),
 • બાળકથાઓ – ચંપૂકથાઓ (ભાગ ૧-૨)
 • અનુવાદ –મહાનગર

સાભાર 

 • ગુજરાતી સાહિત્યકોશ

અવંતિકા ગુણવંત, Avantika Gunwant


”બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”

– અવંતિકા ગુણવંત

“પહેરવે ઓઢવે મહારાષ્ટ્રીયન  જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો  મળવો મુશ્કેલ.”

ઉત્તમ ગજ્જર 

તેમનો પોતાના શબ્દોમાં પરિચય ‘ ગુજરાતી સાહિત્ય સંગમ’ ઉપર 

તેમનો બ્લોગ

તેમના વિશે એક લેખ 

તેમના અવસાન બાદ એક ભાવભરી સ્મરણાંજલિ

એક વાર્તા …….  માતા-કુંવારી કે પરણેલી ”                                                                                              

—————————————–

સંપર્ક

 • ‘શાશ્વત’, કે.એમ.જૈન ઉપાશ્રય સામે, ઓપેરા  સોસાયટીની પાસે, પાલડી. અમદાવાદ-380007
 • ફોન :+91-79-26612505, +91-79-26612505
 • ઈમેલ –   avantikagunvant@gmail.com

જન્મ

 • ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૭, અમદાવાદ
 • મૂળ વતન- ગામ ઝુલાસણ ,તા-કડી ,જી- મહેસાણા (ઉ.ગુ. )

અવસાન

 • ૯, ડિસેમ્બર – ૨૦૧૭

કુટુમ્બ 

 • માતા – શકરીબેન ; પિતા – ્છોટાલાલ શાહ
 • પતિ – ગુણવંત મહેતા ; પુત્ર –  મરાલ; પુત્રી – પ્રશસ્તિ

અભ્યાસ

 • મેટ્રિક – ૧૯૫૨
 • બી.એ. ૧૯૫૬ અંગ્રેજી, સાયકોલોજી
 • એમ.એ. ૧૯૬૦ ગુજરાતી, સંસ્કૃત

વ્યવસાય

 • ૧૯૬૧ – ૧૯૬૯ રસરંજન  બાલ અઠવાડિકનું સંપાદન
 • ૧૯૬૯ – ૧૯૭૫  બાલ ભારતી પ્રકાશન  – ધોરણ ૧ ૨ ૩ ના ગણિત ઇતિહાસ ભૂગોળ પર્યાવરણના પુસ્તકોનું  લેખન અને પ્રકાશન
 • વાચન ,લેખન, પ્રવાસ અને નવરાશે ચિત્રકામ એ  એમની શોખની પ્રવૃત્તિ..

તેમના વિશે વિશેષ

 • વર્ષોથી મુંબાઈ સમાચાર, જન્મભૂમિ-પ્રવાસી, સૌરાષ્ટ્ર  સમાચાર (ભાવનગર), હલચલ,  અને સાંવરી(કલકત્તા) વિ. પ્રકાશનોમાં લોકપ્રિય કોલમોમાં સ્ત્રી,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખોનાં લેખિકા
 • ૨૦૦૪-૨૦૦૫ ‘આરપાર’ સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો, વાર્તાઓ લોકોને ખુબ ગમેલા.
 • ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર, જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો દ્વારા તેઓ જાણીતા છે.
 • કેટલાંક લખાણો હિન્દી,  મરાઠી, તમિળ, ઉડિયામાં અનુવાદ

રચનાઓ

 • આપણી પ્રસન્નતા આપણા હાથમાં, ગૃહગંગાને તીરે, સપનાને દૂર શું નજીક શું ? , અભરે ભરી જિંદગી, પ્રેમ ! તારાં છે હજાર ધામ, કથા અને વ્યથા, માનવતાની મહેક, એકને આભ બીજાને ઉંબરો, સહજીવનનું પ્રથમ પગથિયું, ત્રીજી ઘંટડી,  હરિ હાથ લેજે , સદગુણદર્શન, ધૂપસળીની ધૂમ્રસેર, તેજકુંવર ચીનમાં, તેજકુંવર નવો અવતાર.

સન્માન

 • ૧૯૯૮ – “સંસ્કાર પારિતોષિક “
 • ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘માનવતાની મહેક’ને પારિતોષિક
 • ૧૯૮૨– ‘કુમાર’ માં  ‘અતિસ્નેહ ’ વાર્તાને શ્રેષ્ઠ વાર્તા તરીકે પારિતોષિક

સાભાર

 • શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો
 • શ્રી. ઉત્તમ ગજ્જર, લેક્સિકોન
 • શ્રી. વિજયકુમાર શાહ – ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ બ્લોગ

રતિલાલ શાહ, Ratilal Shah


નામ

રતિલાલ ગિરિધરલાલ શાહ

જન્મ

૩૧ જુલાઇ ૧૯૧૩

મૃત્યુ

ઇ.સ. ૧૯૯૭

પ્રદાન

 • નવલકથા – અપૂર્વ મિલન, મેઘનાદ ભાગ ૧ અને ૨, હું અને દિવ્યબાળા, વિમલમૂર્તિ, સ્વતંત્રતાનો શહીદ, આશા અને રેણુકા, હ્રદયામૃત.
 • નિબંધસંગ્રહ – મધુપરાગ
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

 

સરલા શેઠ, Sarla Sheth


નામ

સરલા જયચંદ શેઠ

જન્મ

૨૦ જુલાઇ ૧૯૧૩

પ્રદાન

 • જાણીતાં સામાજિક કાર્યકર
 • મહિલાગૃહ, રિમાન્ડહોમ, શિશુગૃહ, બાળઅદાલતો, સુધારગૃહોના અનુભવોનું આલેખન
રચનાઓ
 • નવલકથાઓ – મંથન, શાલિની, વિકૃત મન માનવીનાં
 • વાર્તાસંગ્રહ – હું અને એ, ઊગતાં ફૂલ
સંદર્ભ 
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

રામચંદ્ર ઠાકુર, Ramchandra Thakur


નામ

રામચંદ્ર નારાયણ ઠાકુર

જન્મ

૧૭ ડિસેમ્બર ૧૯૦૮ ; ચિત્રોડા જિ. સાબરકાંઠા

અભ્યાસ

 • એમ.એ. (પાલી વિષય) ; મુંબઇ
પ્રદાન
 • પ્રારંભમાં વ્યાયામ શિક્ષક
 • પત્રકાર અને ફિલ્મોમાં લેખક, નિર્માતા અને દિગ્દર્શક
 • નવલકથા, ચરિત્ર અને ટૂંકી વાર્તા ક્ષેત્રે લેખન
રચનાઓ
 • નવલકથા – આમ્રપાલી, ધન જોબન અને ધૂન, મીંરા પ્રેમદીવાની
 • હાસ્યલેખસંગ્રહ – ગિરજો ગોર, ગિરજા ગોરનો સોટો
 • ચરિત્રલેખન – મા આનંદમયી, શ્રી સહજાનંદ સ્વામી
 • નાટક – સ્ત્રી ગીતા અથવા વીજળી ગામડીયણ
 • વાર્તાસંગ્રહ – શેફાલી, હોઠ અને હૈયાં
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

જિતુભાઇ મહેતા ‘ચંડુલ’, Jitubhai Maheta ‘Chandul’


નામ

જિતુભાઇ પ્રભાશંકર મહેતા

ઉપનામ

ચંડુલ

જન્મ

૧૯ સપ્ટેમ્બર ૧૯૦૪ ; ભાવનગર

પ્રદાન

 • પત્રકાર અને ચલચિત્રોના લેખક તરીકે જાણીતા
 • નવલકથા, ટૂંકીવાર્તા અને નિબંધલેખન ક્ષેત્રે પ્રદાન
રચનાઓ
 • નવલકથાઓ – અજવાળી કેડી, જોયું તખ્ત પર જાગી, પ્રીત કરી તેં કેવી?, જીવનની સરગમ ભાગ ૧ અને ૨
 • રહસ્યકથા – સાપના લિસોટા, ગુલાબી ડંખ
 • હાસ્યનિબંધસંગ્રહ – આપની સેવામાં
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬
%d bloggers like this: