1944માં ભણવાનું પૂરું કર્યું હતું. મુંબઈમાં ઍડ્વર્ટાઈઝિંગ કંપનીમાં મહિને 30 રૂપિયાના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. એક-બે જગ્યાએ કામ કર્યા પછી ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષ કટારલેખન કરતાં હતા.
એક ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું હતું. વચ્ચે બે વાર મુંબઈથી ભાવનગર પાછા ગયા હતા.
૧૯૫૦ ના વર્ષમાં મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. એ પછીનાં બત્રીસ વર્ષ મુંબઈની રૂપારેલ તથા મીઠીબાઈ કૉલેજમાં ભણાવ્યું હતું. તેઓ રાજકારણ અને ઈતિહાસના વિષય શીખવતા હતા.
તેઓ કૉલેજમાં ભણાવતા હતા ત્યારથી સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું. નિવૃત્તિ પછી પણ તેઓ લખતા રહ્યાં હતા. 1982માં મહિને 700 રૂપિયાનું પેન્શન મળતું હતું. પણ એમાં એમનું ઘર ચાલે એમ નહોતું એટલે લખવાનું કામ કરીને કમાતા હતા. આમ તેઓ અકસ્માતે લખતા રહ્યાં હતા.
મુંબઇની મીઠીબાઇ કૉલેજમાં પૉલિટીકલ સાયન્સના વડા તરીકે નિવૃત્ત થયા હતા.
૧૯૬૨ થી – ચિત્રલેખા અને બીજાં સામાયિકોમાં રાજકારણને લગતી નિયમિત કટારોમાં નીડર લેખન
રાજકીય પ્રવાહોની તલસ્પર્શી છણાવટ અને સાચા અર્થમાં અને તડ અને ફડ કરનારા
મૂળ રામાયણમાંથી ઘણી બધી એવી બાબતો તેમણે મૂકી કે જે કથા અને પાત્રો અંગેની રૂઢિગત માન્યતાઓને માફક ન આવી. લેખમાળા સામેનો વિરોધ હુલ્લડબાજી અને છાપાંની હોળી સુધી પહોચ્યો હતો. તેમની કોલમ આખરે એ બંધ થઈ, આક્ષેપોનો જવાબ આપવાનો લેખકનો હક્ક પણ તંત્રીસાહેબોએ નકારવો પડ્યો. નોંધપાત્ર છે કે પછીના વર્ષે નગીનદાસે એ લેખમાળાને ‘રામાયણની અંતરયાત્રા’ પુસ્તક તરીકે જાતે પ્રકાશિત કરવાની હિમ્મત દાખવી. ડૉ. આંબેડકરનાં ‘રિડલ ઑફ રામ’ લખાણની યાદ અપાવતાં આ પુસ્તકનાં પાનેપાને તલ:સ્પર્થી સંશોધન અને સ્વતંત્ર ચિંતન દેખાય છે.
તેઓ આસ્તિક બિલકુલ ન હતા. ધર્મ એમના માટે અધ્યાત્મનો વિષય ન હતો. તેઓ માનતા કે ધર્મ વગર કોઈ સમાજ ટક્યો નથી અને ટકી શકે પણ નહીં. નગીનભાઈ પોતે જ કહે તા હતા, ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજકારણ વિશેનાં લખાણોએ એમને ઘણા આજીવન દુશ્મન આપ્યા છે તો પ્રગાઢ દોસ્તો પણ આપ્યા છે.
…આ છે જીવનની યાત્રા. આ છે યુવાચેતનાની વાત. જીવનને તમે સરસ રીતે મૂકી શકો એ જ સાહિત્ય. એટલે જ મને ગમતી બહુ મજાની બે પંક્તિઓ કહીને મારી વાત પૂરી કરું છું :
પિતા ગોંડળની કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા, અને માતા જૂનાગઢ અધ્યાપન મંદિરમાં મેટ્રન. તેમનો જન્મ થતાં માતાએ નોકરી છોડી દીધી અને તેમના પ્રાથમિક કક્ષાના શિક્ષણની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી.
સ્વામીનારાયણ ગુરૂકુળમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થતાં જીવનમાં વળાંક આવ્યો અને કોમર્સ લાઈન તરફ વળ્યા.
રાજકોટનાં દૈનિકોમાં લેખ લખવા સાથે લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત. પછી ગુજરાત સમાચારમાં નિયમિત કોલમ ( ‘અનાવૃત્ત’ અને ‘સ્પેક્ટ્રોમિટર’ ) લખવાથી વધારે પ્રકાશમાં આવ્યા.
૨૦૦૮થી – ‘અભિયાન’માં નિયમિત લેખ ‘રંગત સંગત’ શિર્ષક હેઠળ
મુંબાઈના Mid Day, અનોખી અને આરપાર સામાયિકોમાં અવાર નવાર લેખ
પ્રિન્ટ મિડિયામાં ૧૬૦૦ થી વધારે લેખ
તેમના પ્રેરક પુસ્તક ‘જય હો’ અને JSK ( જય શ્રી કૃષ્ણ ) ની ૧૦,૦૦૦ નકલો એક જ વર્ષમાં વેચાઈ ગઈ હતી.
પ્રખર વક્તા – ગુજરાતમાં ઠેર ઠેર, અનેક વિષયો પર અભ્યાસ પૂર્ણ અને પ્રેરક વ્યાખ્યાનો આપેલાં છે.
ETV, Gujarat પર Celebrity show ‘સંવાદ’ ના હોસ્ટ તરીકે લોકપ્રિય કામગીરી( ૨૨૫ શો )
રાજકોટ રેડિયો પરથી ‘સિનેમા સીઝલર્સ’ નું પ્રસારણ
‘સહારા ટીવી’ ના બોમન ઈરાની દ્વારા સંચાલિત ‘બોલીવુડકા બોસ’ની કસોટીમાં (quiz show) ફાઈનલ સુધી પહોંચેલા.
ગુજરાતી ફિલ્મ ‘બે યાર’માં પાર્શ્વભૂમિકા
સોશિયલ મિડિયામાં ૭૫,૦૦૦ થી વધારે ચાહકો , યુવા વર્ગના માનીતા લેખક
-જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર!
-મારા કોઈ ભાષિક કથનમાં
એક વાર પણ મેં મને જોયો નથી,
પ્રચંડ જુઠ્ઠાણાં મારાં છે
પણ રે તેમાંય હું નથી.
-લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
( લખવાનું શરૂ કર્યું બાદ) મારામાં ખૂબ જ બદલાવ આવ્યો છે. જ્યારથી મેં લખવાનું શરૂ કર્યું ત્યારથી મને ડિપ્રેશનનો ‘ડી’ કે ફ્રસ્ટ્રેશનનો ‘એફ’ શું છે તેની ખબર જ નથી. અત્યારની જનરેશનને નાની ઉંમરે આ બધું જોવા મળતું હોય છે. મારી પાસે એટલું કામ છે કે ભગવાને મને બે હાથની જગ્યાએ દસ હાથ આપ્યા હોત તો… અને દિવસના ૨૪ કલાકની જગ્યાએ ૫૦ કલાક આપ્યા હોત તો… હું મારા અલગ-અલગ કામને ટાઈમ આપી શકત.
પરિવારને મારા પ્રત્યે ગર્વ છે. મારા પૌત્રો પણ કહે છે વી પ્રાઉડ ઓફ યુ દાદી
હું જીવનમાં સતત જુવાન રહેવા માગું છું. કારણ કે, મારા નામની પાછળ જુવાનસિંહ લખાય છે.
હું ટૂંક સમયમાં સંસારમાંથી નિવૃત્તિ લઈ રહી છું અને આધ્યાત્મિક માર્ગે વળી રહી છું.
અરૂણાબેન મરાઠી સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં લાવે છે કારણ કે પણ આખી જિંદગી ગુજરાતમાં કાઢી તેથી મરાઠી કરતાં ઘણી વખત તેમના ગુજરાતી અનુવાદો શ્રેષ્ઠ રહ્યા છે.
૨૦૦૫માં હાસ્ય લેખોના મરાઠીથી ગુજરાતીમાં અનુવાદ કરેલ એક પુસ્તક સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યું ! ૨૦૧૦માં તેમને આ પુસ્તક માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો.
છેલ્લાં 12 વર્ષોથી ‘ અંધજન મંડળ’, અમદાવાદમાં ધો. 10 અને 12ના અંધ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના અંધ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી તેમ જ સંસ્કૃત વિષયોનું શિક્ષણકાર્ય અને કેસેટ તેમજ સીડીનું રેકોર્ડિંગ. (માનદ્ સેવા)
એક ઓળખ- બુકમાર્કસ્- ઘરમાં જ રહ્યે પુસ્તકપ્રેમીઓ સાથેનો સંપર્ક ટકાવવાનો નુસખો, છેલ્લા 8 વર્ષથી આ પ્રયાસ ચાલુ
અખંડાનંદ ,જનકલ્યાણ,કુમાર,નવનીત સમર્પણ,પરબ,શબ્દસૃષ્ટિ,ઉદ્દેશ,પ્રત્યક્ષ,સમીપે,તથાપિ જેવાં ગુજરાતી અને મરાઠી સામયિકોમાં સ્વતંત્ર લેખન – કુલ ૧૫૦ થી વધારે મૌલિક લેખો
મુંબઈના ધો. 12ના ગુજરાતીના પાઠયપુસ્તકમાં એક પ્રકરણનો સમાવેશ
એમ.એ. પાર્ટ-2(ગુજ. યુનિ.)ના અભ્યાસક્રમ(તુલનાત્મક સાહિત્ય)માં સમાવેશ
વાચકોના પ્રતિભાવ